Jindagini aarpaar books and stories free download online pdf in Gujarati

જીંદગીની આરપાર

ભીંજવી દઈશું 

પથ્થર બનીને પીગળી જઇશું 
આવશે જો કોઈ આંગણે અમારે
લાગણીઓના દરીયામાં ભીંજવી દઈશું 

નથી જોઈતી અમારે જાહોજલાલી 
વહેતું હોય જ્યાં જ્ઞાનનું ઝરણું 
ડૂબકી ત્યાં મારી લઈશું 

પ્રેમમાં પડવાના ત્રેવડ નથી રહ્યા હવે 
મળશે જો કોઈ મનગમતું
યુવાન અમે થઈ જઈશું 

મૃત્યું મળે તો કહેજો બીક ના બતાવે 
તારા ગમતા સમયે 
તારામાં સમાઈ જઈશું 

પડશે પડઘો અમારા જીવનનો એવો 
હર હૈયે યાદો બનીને 
સચવાઈ જઈશું 

સમજ્યા નથી 

સાચા ખોટાનો ફરક સમજ્યા નથી 
પાપ-પુણ્યની રમત સમજ્યા નથી

એમ જ વેડફી દેવાનું આ જીવન
ખરા માનવજીવનની અસર સમજ્યા નથી 

પથ્થર થવું તો સહેલું હોય છે 
ફૂલો તણી મહક સમજ્યા નથી 

ખોટું કરવાની પણ એક હદ હોય છે 
દુ:ખી જીવનની ભણક સમજ્યા નથી 

અંતરની આ વેદના કોને કહું 
સાચા પ્રેમની એ કદર સમજ્યા નથી 

રહેજો ચેતીને આ જગમાં 'વિનય' 
કુદરતના ક્રોધનો કહર સમજ્યા નથી 

મહેકી જઈએ 

આભ અને ક્ષિતિજ મળે ત્યાં ઓગળી જઈએ
દુનિયાદારીની વાત આવે ત્યાં મહેકી જઈએ 

કળિયુગમાં કૃષ્ણને ક્યાંથી શોધી લાવું 
ગીતાજ્ઞાન પચાવી બદલી જઈએ

જીવનમાં ના અટવાઈશ ક્યારેય 
મૃત્યુંને યાદ કરી નીરખી જઈએ

મારા તારાનો ભેદ ના રાખીશ
લોહીનો સંબંધ ઓળખી જઈએ

પ્રેમ આધાર છે સુખી જીવનનો 
હરપળ સૌને વહેંચી જઈએ

જીવન જીવજે 'વિનય' સત્યના રાહ પર
આતમના અજવાળા જગે કરી જઈએ

રણકાર થયો છે 

અસ્તિત્વનો આજ અણસાર થયો છે 
ભીતર રૂદિયા મહીં રણકાર થયો છે 

નાહકની ચિંતા ના કરો           
રાત પછી દિનનો અજવાસ થયો છે 

મળી જશે મારગ મહેનતથી
મનમાં એનો ઝબકાર થયો છે

અવ્યક્ત લાગણીઓ ના દબાવી રાખો
પ્રેમ હોય ત્યાં ઈઝહાર થયો છે

હસી રહ્યા તેઓ હારમાં પણ
જગમાં તેમનો જયકાર થયો છે

મૃત્યું પણ મલકી ઊઠ્યું એમનું
અંતર મહીં આતમનો શણગાર થયો છે

મસ્ત છે

અસ્ત છે એનો ઉદય છે 
જીવન છે એનું મૃત્યું છે 

મન એની મસ્તીમાં મસ્ત છે 
કારણ બીજાની ખુશીમાં વ્યસ્ત છે 

પરિશ્રમ છે પારસમણિ
છે સફળતાની વાતો ઘણી 

મહેકે છે બાગ ફૂલડાઓથી
સજ્જનો શોભે જેમ સદગુણોથી

નથી હોતો પ્રેમ જ્યાં 
વાતો બદલાઓની ત્યાં 

લેજો જીવનને પારખી 
જીવી જાશો પ્યારથી

સમજી લે 'વિનય' વાતો એટલી 
જ્ઞાનની વાતો છે કેટલી 

હૈયે હૈયા મહેક્યાં

હસ્તે હસ્તે હામ ભરી 
હૈયે હૈયા મહેક્યાં
પાનખર કહે વસંતને 
ક્યાં મારા ભાગ્ય અટક્યા? 

આંખો તાકી રહી સપનાઓને
પામી એને આંસુઓ છે છલક્યાં! 

વાત ના થાય એમની ઈમાનદારીની 
કિસ્સાઓ એમના ખૂણે- ખૂણે જળક્યાં! 

આકાશી વાદળી ઓચિંતી જાગી ગઈ
અષાઢે મોરલાઓ નૃત્ય કરી ટહુક્યાં! 

પ્રેમમાં લાગે છે એ તો કોઈના
અધરો એમના કેમ મીઠું મુઠું મલક્યાં! 

ફિકર છે એમની મને 'વિનય'
સ્વાર્થી બની જે આટ આટલા બહેક્યાં! 

ચાલને થોડું જીવીએ

ચાલને થોડું જીવીએ
માણસ બનવાની હોડમાં
ચાલને જીતી જઈએ

મારું-તારું છે શ્વાસ ચાલે ત્યાં સુધી
ચાલને સઘળું સહિયારું કરીએ

અજ્ઞાનરૂપી અંધારૂ ક્યાં સુધી રહેશે
ચાલને જ્ઞાનરૂપી અજવાળું કરીએ

નથી જે તારી પાસે એના માટે ક્યાં સુધી રડતો રહીશ
ચાલને જે છે તેને માણીએ

સત્ ચિત્ત આનંદ અસલ રૂપ છે તારૂ
ચાલને જાણી એને દુ:ખોનો અંત આણીએ

એવું પણ બને

ક્યાંક લાગણી ઢોળાય ને પ્રેમ મળે
એવું પણ બને!
આંખો છલકાય ને હૂંફ મળે
એવું પણ બને!

હારવાની બીકથી નહીં રમું
એ મને પોસાય નહીં
હારીને પણ જીતી જાઉં 
એવું પણ બને! 

સંપત્તિ હોય અઢળક 
તોયે શાંતિ નહીં 
ક્યાંક થોડામાં સંતોષ જોવા મળે 
એવું પણ બને! 

શોધતો રહું છું જેને મંદિર-મસ્જિદમાં
એ મારી સૌથી નજીક હોય 
એવું પણ બને! 

વારંવાર નમું છું

હસું છું, રડું છું 
રાજી રાખવા બીજાને 
વારંવાર નમું છું 

ના હોય જ્યાં બદલાની ભાવના 
એવા પ્રેમમાં 
નિ:સંકોચ પડું છું 

પ્રેમ પામવો કોઈનો ક્યાં આસાન હોય છે 
યાદોમાં એમની
ક્ષણે - ક્ષણ મરું છું

સમસ્યા આવે તો કહી દેજો 
જીત્યા વગર ક્યાં હું 
પાછો ફરું છું 

જાગી તો જો 

 ઊઠ, ઊભો થા ઊંઘ ત્યાગી તો જો
સપના કરે છે પોકાર જાગી તો જો

નથી આપતી જીંદગી દાવ બીજો 
સમય એની પાસે માગી તો જો

                ઈશ્વર પણ સાથે જ છે તારી રાહમાં 
              જરા હાક મારી બોલાવી તો જો

               મળે છે મંઝિલ એને જે ડગતો નથી
               જીવનના મૂલ્યોને સાચા જાણી તો જો 

               ખુદને ઓળખવું આસાન નથી હોતું 
               જાણી એને પરમાનંદમા રાચી તો જો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED