(૧)મા નું સમપૅણ (૨)થેંક્સ ટું ગોડ Patel Vinaykumar I દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

(૧)મા નું સમપૅણ (૨)થેંક્સ ટું ગોડ

મા નું સમપૅણ

                દુનિયામાં જો કોઈનો મોટામાં મોટો ત્યાગ હોય તો તે મા નો છે. જે બાળકના જન્મ માટે શરીરને બેડોળ કરવાથી લઈને બાળકના ઉછેર, ભણતર, નોકરી માટે પોતાના સપનાઓને પણ તિલાંજલિ આપી દે છે. દરેક બાળકના ઘડતરમાં મા નું વિશેષ સમપૅણ જોવા મળે છે. મા નો આજનો ત્યાગ બાળકના વિકાસમાં, સંસ્કારમાં જવાબદાર બને છે. પોતાના બાળકમાં મા પોતાની જાતને દર્શે છે એટલે જ એના ઘડતર માટે કોઈ કસર છોડતી નથી.
                    બાળકનું આવનાર ભવિષ્ય આપણને મા ના ગુણોનું દશૅન કરાવે છે. છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ હાલરડાં ગાઈને પોતાના શિવામાં શૌયૅના ગુણોનું સિંચન કરતા હોય છે પણ જીજાબાઈનું ચરિત્ર પણ એવું જ તેજસ્વી હતું, જે પોતે સિંહના પગમાંથી કાંટો કાઢનાર હતા એટલે જ તેમની કૂખે શિવાજી જેવો વીર પેદા થયો હતો. મા ના અધૂરા સપનાઓને પૂરા કરવાવાળું સંતાન જ સાચું સંતાન છે. જે સાચા અથૅમાં મા ના સમપૅણને સમજી શક્યું છે. મા પોતાના સંતાનમાં સંસ્કાર પાડવા માટે પોતાની જાતને ઘસી નાખે છે.
                     પરંતુ આજનો એકવીસમી સદીનો સમાજ મા ના સાચા સમપૅણને સમજી શક્યો નથી એટલે જ વૃધ્ધાશ્રમની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. મા નો પ્રેમ, ત્યાગ, સમપૅણને આજના સંતાનો ભૂલી ગયા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની વાત આજે ભૂલાઈ રહી છે. આપણને સુંદર સૃષ્ટિના દશૅન કરાવનાર મા-બાપને ભૂલીએ નહીં, એમના ઉપકારો ભૂલ્યા વગર આપણે એમની સેવા કરીએ એ જ આજના કળિયુગનું પુણ્ય છે.

થેંક્સ ટું ગોડ

                     જીવન એટલે જન્મના પ્રથમ શ્વાસથી લઈ અંતિમ શ્વાસ સુધી ભજવાતું નાટક. એમાં પણ માનવ તરીકે જન્મવું એ બહું દુલૅભ છે. હિન્દં ધર્મ અનુસાર જીવ ચોયૉશી લાખ યોનિમાંથી પસાર થયા પછી માનવનો જન્મ મળે છે. એવા માનવ જન્મને શ્રેષ્ઠ કર્મોથી સજાવવો જોઈએ અને એ મારૂં જીવન કોના થકી ચાલે છે તે સમજણ આવતા શક્ય બને છે. વિશ્વને ચલાવનારી શક્તિ, સૂર્ય - ચંદ્રને ચલાવનારી શક્તિ મારા હ્રદયની અંદર રહી મારા જીવનને સતત ધબકતું રાખે છે અને હું એટલે કોણ? તે પરમપિતાનો અંશ તે પરમપિતા પરમેશ્વર મારા સુખ - દુઃખ, ચડતી - પડતીમાં સતત મારી સાથે રહે છે.
જાગી જજે રે મનવા જાગી રે જજે
તારા અંતરમાં રામ બેઠો જાણી તું જજે
                          જે પરમેશ્વર થકી મારું જીવન છે તેને યાદ કરીને જીવવું એ મારૂં કર્તવ્ય છે. જેના મારા પર અનેક ઉપકારો છે તો જે શક્તિ મારૂં જીવન ચલાવે છે સતત તેનું સ્મરણ મને રહેવું જોઈએ. સવારનાં ઉઠતાંની સાથે તે મને સ્મૃતિદાન આપે છે. હું કોણ, મારૂં નામ, મારો પરિવાર, નોકરી, કામો વગેરે ઉઠતાંની સાથે જ મને યાદ અપાવે છે તેમજ ધરતી માતા થકી મારો ભાર ઉંચકે છે જેથી સવારે ઉઠતાંની સાથે જ એ શક્તિનું સ્મરણ કરવું જોઈએ.
                         મારા શરીરને ખોરાક થકી પોષણની જરૂર પણ આ શક્તિ દ્વારા જ મને મળે છે. હું કોઈપણ પ્રકારનો ખોરાક લઉં તેને પચાવી લોહી લાલ બનાવી મારા શરીરને શક્તિદાન અર્પે છે. જેથી બપોરના જમતી વખતે લોહી લાલ બનાવનાર અને મારું ખાધેલું પચાવનાર ભગવાનને યાદ કરવો જોઈએ.
                        દિવસ દરમિયાન ખૂબ જ કામ કયૉ બાદ માનવ મન અને શરીર શાંતિ ઝંખે છે જેથી ભગવાને ઊંઘ આપી છે અને તેના દ્વારા શાંતિદાન અર્પે છે. ઊંઘ દરમિયાન આપણી બધી હકીકત આપણે ભૂલી તે શક્તિના ખોળામાં આરામ કરીએ છીએ તે દરમિયાન પણ શરીરની બધી જ ક્રિયાઓ ભગવાન ચલાવતો રહે છે. પથારીમાં પડ્યા બાદ આપણે ક્યાં સમયે ઊંઘીએ છીએ તેનું ભાન આપણને રહેતું નથી મતલબ કોઈ શક્તિ છે જે આપણને ઊંઘાડે છે તે માટે તે શક્તિની સૂતી વખતે યાદ કરવી જોઈએ. 
                       જે ભગવાન મને સવારે સ્મૃતિદાન, બપોરે શક્તિદાન અને સાંજે શાંતિદાન આપે છે તે શક્તિના અનંત ઉપકારો મારી પર છે તો ચાલો તે શક્તિને યાદ કરતાં રહીએ અને જીવનને ધન્ય બનાવીએ.