હેપ્પી વેલેન્ટાઇન ડે.. સૈનિકને.. VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેપ્પી વેલેન્ટાઇન ડે.. સૈનિકને..

યાદ કરો કુરબાની...



મિત્રો,
શરુઆત ક્યાથી કરવી સમજાતી નથી,પણ કરવી તો પડશે જ, એમ માની ને જ મે થોડુ લખવાનો પ્રયત્ન કર્યો છે.


આ જે કશુય લખાય છે તેની પાછળનુ કારણ કે મારુ કોઇ સ્વજન આર્મીના એક ડીપાર્ટમેંટમા છે,હા,હુ સાચુ જ બોલીશ એ સૈનિક નથી એટલે જીવનુ જોખમ ઓછુ રહે પણ જો કાશ્મીરમા પોસ્ટીંગ હોય તો ત્યા પણ જોખમ રહે પણ જો પોસ્ટીંગ એવા ઇલાકામા હોય તો જ...  બાકી શાંતિ રહે છે.પણ હા છે તો એ આર્મીના જ એક વિભાગમા....

મને એ જ નથી સમજાતુ કે
જવાનોના જીવના સોદા કેમ થાય છે?

મને એ જ નથી ખબર પડતી કે
રાજકારણ દરેક વખતે કેમ છટકી જાય છે?

મને એક જ વિચાર થાય કે
સૈનિકોના જીવના જ કેમ દાવ ખેલાય છે?

મને લાગી આવ્યુ એટલે કલમ ઉપડી મિત્રો....

વિચારો...




 એવો કેમ નિર્ણય નથી લેવાતો કે જેટલા હિન્દુસ્તાનમા રાજકારણી છે ને જેટલા પગારને પેંશન લે છે તેનો અડધો પગાર પેંશન જમા કરવામા આવશે...


ને એ રીતે રાજકારણીઓ જવાનોને મદદ કરશે.આ વખતે કોઇ સામાન્ય કર્મચારીની હેલ્પની જરુર નથી.

ઘાસ ગાય નહી ખુટીયા ચરી જાય છે.

પૈસો જાય જવાનોના નામે ને પુરા તેના પરિવારને પહોચતા નથી વચ્ચે બીજા પોતાના ખિસ્સા ભરે છે.એવુ કેમ થાય છે?


એવુ કરો જેટલા જવાનો શહિદ થયા તેના જ ખાતા નંબર જાહેરમા લાવો,દરેક કર્મચારીને કહો જાતે તમારે પૈસા નાખો,એટલે દરેક કર્મચારી નાખે તોય તેને ગર્વ થાય.યા દરેક ડીપાર્ટમેંટના અધિકારી દ્વારા કરો.

કોઇ ફેક સાઇટ ઉભી ન થાય તે રીતે,એ ફેક સાઇટથી બચવાના ઉપાય પણ કરી જ શકાય કેમ ન કરી શકાય.?
કરવુ હોય તો બધુ થાય...

‘’જેમ કે આપણા જવાનો ને મારવાતા.....મારી નાખ્યા’’

ઇ લોકોને મારવાની પ્રબળ ઇચ્છા શક્તિ હતી મારીને દેખાડ્યાને?

તો આપણો દેશ સૈનિકોના પરિવારને હેલ્પ કરવાની સચોટ રીત પણ ઉભી કરવા સક્ષમ નથી...?

આ મારો હિન્દુસ્તાન છે એમ હિન્દુસ્તાની કહે છે ને હિન્દુસ્તાન માટે કશુ અશક્ય નથી...??


હજારો માતાને પિતા તેમજ હિન્દુસ્તાનવાસીના દિલમા ઉઠતા પ્રશ્નોના જવાબ પણ ધારદાર આપો તેવડ હોય તો...વાતમા સત્યતા હોય તો?

ભ્રષ્ટાચાર બધે જ છે,હુ માનુ છુ સ્વીકારુ પણ છુ વાંધો નહી તેનાથી બોવ ફેર નહી પડે દેશને પણ કમસે કમ આર્મી-મીલેટ્રીને મારા સૈનિકોને મારા ભાઇઓને તો આમાથી બાકાત રાખો....

એવી વ્યવસ્થા કરો કે આ ક્ષેત્રમા ઉપરથી માંડી નીચે સુધી કોઇ કાળુ કૃત્ય કરી જ ન શકે.

એવી વ્યવસ્થા કેમ ન કરી શકાય?

સૈનિકોના બાળકો જેટલા એક બે હોય તેના ભણવાનો અને લગ્ન માટેનો ખર્ચ બેંકમા ન મુકી શકાય?

આવી વ્યવાસ્થા કેમ ન થઇ શકે?

જેમા ભણતરના ઉપાડી શકાયને લગ્ન માટેના 20 વર્ષની ઉમરે જ...

આ લોકોના પૈસા અમુક સમયમા જ ડબલ કરી દેવાના એવી વ્યવસ્થા ન થઇ શકે?

શુ એ સ્વ ઇચ્છાથી મર્યા કે આખા હિન્દુસ્તાનની રક્ષા માટે મર્યા કે પછી શહીદ થયા....??

સારી વાતો, ડાયલોગ,ચિત્રો કે મીણબત્તી, સ્ટેટસ મુકવાથી હિન્દુસ્તાનનુ કલ્યાણ નહી થાય...

આપણે જાતે કલ્યાણ કરવુ પડશે જાતે...

આપણે તો ગાંધીના માર્ગે ચાલીયે
સરદારના પણ
ચન્દ્રશેખર આઝાદને વીર ભગતસિંહના માર્ગે પણ ચાલીએ.

(ક્ષમા ચાહીશ કેવી વ્યવસ્થા છે આપણા ભારતમાં સૈનિકો ના પરિવારને હેલ્પ કરવાની એ ખબર નથી પણ આતો દિલની વાત કરી હો પોતાના સમજી, હું વિચારું મેં વિચાર્યું એવું જ એનાથી પણ વધારે સરસ થાય)

એ કળકળતા માતા-પિતાના હદય,
એ બાળકોના નિ;સાસા
એ પત્નીનુ વિધવા પણુ
દિકરીને વિદાય કરવાનો અવસર,,,
આ બધુ દેશ માટે કર્યુ...સૈનિકો-જવાનો એ
તેના હકનુ તેના પરિવારને મળે ને મારા જ હિન્દુસ્તાનને એક નવો રાહ મળે..

હદયપૂર્વક શ્રદ્ધાંજલિ....
મારા વીર ભાઈઓને....

શેર દો કદમ પીછે હટતા હૈ
ચાર કદમ આગે જાને કે લિયે...

મારા સૈનિક ભાઈઓ
અત્યારે શેર ની સ્થિતિમાં છે
યાદ રાખજો...