કિસ્મત કનેકશન - પ્રકરણ ૧૮ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન - પ્રકરણ ૧૮

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૧૮
"વિશ્વાસ આ ચિઠ્ઠી ભુલથી તારી નોટ્સ માં આવી ગઇ હતી યાર, સોરી. આઇ એમ રીયલી સોરી." નીકી હળવેકથી બોલે છે.
"બટ વ્હાય ડુ યુ ડુ ધીસ? "
"યાર, બાય મિસ્ટેક થઇ ગયું પણ મેં જાણી જોઇને .."
"તને રીડીંગ કરતા કરતા આવુ બધુ કરવાનું કેમનું ફાવે છે. "
"અરે યાર! હું રીડીંગ કરીને ટાયર્ડ થઇ ગઇ હતી એટલે થોડી ફ્રેશ થવા મોડી રાતે મોબાઇલ પર વીડીયો જોતી હતી તેમાં આ ગઝલ નો શેર સાંભળ્યો અમે બહુ ગમી ગયો એટલે એક ચિઠ્ઠીમાં ટપકાવી દીધો પણ ચિઠ્ઠી બાય મિસ્ટેક તારી નોટ્સમાં જતી રહી."
"ઓહ...એમ વાત છે, હું તો એમ વિચારતો ..."
"તું એમ વિચારતો હતો કે આ ચિઠ્ઠી તારા માટે લખી છે એમ ને.." નીકી વિશ્વાસની વાત કાપીને ખડખડાટ હસીને બોલી.
નીકીની વાત સાંભળી વિશ્વાસના મનમાં રહેલો ગુસ્સો શમી ગયો અને તેના ચહેરા પર પણ હાસ્ય આવી ગયું અને મનોમન શરમાઇ પણ ગયો. 
હસી રહેલા વિશ્વાસને જોઇને નીકી બોલી, "સાચુ બોલ તું, તારા મનમાં આવુ જ હતું ને .."
"ના બે, તું શું ય બોલ બોલ કરે છે.બહુ ફિલ્મી ના બનીશ."
"તો તારા મનમાં શું હતું અને તારે ચોખવટ કરવાની શું જરુર હતી? "
"બે જવા દે ને તું. વાત પતી ગઇ અને જો મમ્મી પણ આવી ગઇ. હવે, આવી વાતો ના કરતી." વિશ્વાસે એની મમ્મીને ડોર પાસે ઉભેલી જોઇ ધીમેથી નીકીને કહ્યું.
મોનાબેન નીકી અને વિશ્વાસને હસીને વાતો કરતા જોઇ ખુશ થયા અને બોલ્યા, "થઇ ગઇ વાતો તમારી કે હજુ બાકી છે. "
"આંટી વિશ્વાસની વાતો પતી ગઇ. હવે, આપણી બેયની વાતો બાકી છે." વિશ્વાસની સામે ઇશારો કરતા નીકી બોલી.
"આપણે વાતો રસોઇ બનાવતા કરીએ. ચાલ કીચનમાં,  આજે તારા અને વિશ્વાસની ફેવરીટ ડીશ બનાવીએ." મોનાબેન નીકીનો હાથ પકડીને પ્રેમથી બોલ્યા.
મોનાબેન અને નીકી વાતો કરતા કરતા રસોઇ બનાવી રહ્યા હતાં અને વિશ્વાસના મનમાં નીકીને લઇને હજુ કંઇક ગડમથલ ચાલતી હતી. તે તક મળે તેના મનની વાતને પણ સોલ્વ કરી લેવાનું વિચારતો હતો.
રસોઇ બની જતાં તે ત્રણે જણાં ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયાં અને સાથે બેસીને જમવાનું શરુ કર્યું .
"અરે વાહ! મમ્મી આટલી સરસ અને ટેસ્ટી મારી ફેવરીટ ડીશ આટલી જલ્દી બનાવી દીધી તે." વિશ્વાસ ઉત્સાહભેર બોલ્યો.
"બેટા, આજે તો મેં હેલ્પ કરી છે નીકીની. આ બધી તારી અને નાકાના ફુડ વેરાઇટી નીકી એ જ બનાવી છે."
“ઓહ...એમ વાત છે. વાતો બનાવતી છોકરીને આટલી બધી સરસ અને ટેસ્ટી ફુડ વેરાઇટી પણ આવડે. વેરી ગુડ નીકી. વેલડન. ગુડ જોબ."
"થેન્કસ યાર..પણ મારી તારીફ પછી કરજે. પહેલા જમવાનું ચાલુ કર."
જમતા જમતા વિશ્વાસે કોલેજ કેન્ટીનના ફુડની અને તેમના મિત્ર સોમાની પણ વાતો કરી.
"પાસ્તા તો સુપર્બ બન્યા છે, મમ્મી ફ્રીઝમાંથી સોસ લાવી આપ તો વધુ મજા પડી જાય."
મોનાબેન કિચનમાં સોસ લેવા ગયા એટલે નીકીએ મસ્તીના મુડમાં ધીમેથી વિશ્વાસની સામે જોઇને કહ્યું,"આઈ લવ..”
"શું બોલી. બે તને ખબર પડે છે તું શું.." વિશ્વાસ અકળાઈને બોલી ઉઠ્યો.
"રીલેકસ રીલેકસ. લિસન મી. આઈ લવ પાસ્તા વેરી મચ.” નીકી હસીને બોલી.
"શું ગુપસુપ ચાલે છે. હમ્મ ..તમારી બંને વચ્ચે." મોનાબેન બોલ્યા.
"બસ કંઇ નહીં મમ્મી. આ નીકીની ફિલ્મી વાતોનો બકવાસ."
"બકવાસ. મારી વાત બકવાસ. આંટી હું એમ કહેતી હતી..."
"બસ નીકી! વાતો બંધ અને જમવાનું ચાલુ કર યાર."
તે ત્રણે વાતો કરતા કરતા જમવાનું પુરુ કર્યું. જમીને પણ નીકી અને મોના બેન વાતો કરતાં હતાં. પણ વિશ્વાસ વિચારી રહ્યો હતો કે નીકી પોતાના કરતા ઓછી મહેનતે અને તેની નોટ્સ વાંચીને તેને મજબુત કોમ્પીટીશન કેવી રીતે આપે છે. નીકી દર સેમિસ્ટરમાં તેના કરતા બે ત્રણ પર્સન્ટ જ પાછળ હોય છે એનું માર્કિંગ વિશ્વાસ કરતો હતો. પોતે આટલી બધી મહેનત કરે છે અને નીકી તેના કરતા ઓછી મહેનતે સારુ રીઝલ્ટ કેવી રીતે લાવે છે.
"વિશ્વાસ તું શું વિચારી રહ્યો છે, કેમ આમ સીરીયસ થઇ ગયો? " મોનાબેન વિશ્વાસના ખભે હાથ મુકીને બોલ્યા.
વિશ્વાસે તરત જ તકનો લાભ લઇ તરત જ બોલ્યો, "મમ્મી તને નીકીની એક વાત ખબર છે?
"કઇ વાત બેટા?"
"એ..એ મારી કઇ વાતની તું વાત કરે છે "નીકી પણ ઉતાવળથી બોલી ઉઠી.
"કહુ છુ નીકી કહુ છુ. શાંત થઇ જા."
તેમની વાતો ચાલતી હતી ત્યાં નીકીની મમ્મી પણ આવી. નીકીની મમ્મી આવતા જ મોનાબેને તેમને આવકાર્યા અને કહ્યું, "અરે! આવો આવો સરલા બેન. તમે આવ્યા મને બહુ ગમ્યુ પણ સવારે જ નીકી જોડે આવી ગયા હોત તો..."
"અરે! ઘરે થોડુક કામ હતુ એટલે ના અાવી શકી પણ કામ પુરુ થયુ એટલે આવી ગઇ."
"આંટી બહુ જ સરસ કર્યુ તમે. તમે આવ્યા અમને બહુ ગમ્યુ. તમેય અમારી જોડે વાતોમાં જોડાવી જાવ."
"હા ..હા જરુર કેમ નહીં.પણ નીકી તું કેમ કંઇ બોલતી નથી."સરલાબેન નીકીની સામે જોઇને બોલ્યા
"આંટી તેનું બોલવાનું પુરુ થઇ ગયું. હવે મારો બોલવાનો ટર્ન આવ્યો છે એટલે ચુપચાપ છે, બાકી એણે અને મમ્મીએ આજે બહુ ગપસપ કરી લીધી." 
"અરે મમ્મી! આ વિશ્વાસ મારી કોઇ વાત કહેવાની વાત કરે છે એટલે હું શાંતિથી તેની વાત સાંભળુ છુ અને તું પણ સાંભળ." નીકી ઉતાવળથી તેની મમ્મીની સામે જોઇને બોલી.
"બસ! હવે બધા મારી વાત સાંભળો. જુઓ નીકી મારી પાછળ મજબુત કોમ્પીટીશનમાં છે. તે મારા કરતા બહુ ઓછી કે અડધી મહેનતે મને કોમ્પીટીશન આપે છે. આવુ કેવી રીતે બને એ મને સમજાતું નથી." વિશ્વાસ નીકીની સામે કટાક્ષભર્યા સ્વરે બોલ્યો.
"બેટા, એ પણ મહેનત તો કરે જ છે પણ .."મોનાબેન બોલ્યા
"તો તુ એમ માને છે કે હું વગર મહેનતે માર્કસ લાવુ છુ એમ." નીકી ગુસ્સે થઇને બોલી.
"ના ના યાર એવું નથી પણ તારી મહેનત ..."
"ના ના ના.. મહેનત તુ તો એકલો જ કરે છે અને બીજા બધા ઘાસ કાપે છે એમ."
"બીજાની નહીં તારી વાત કરુ છુ. બોલ આવુ કેવી રીતે શકય બને કે ઓછી મહેનતે વધુ માર્કસ. બોલ નીકી, વિચારીને જવાબ આપ." નીકીને ઉશ્કેરવા વિશ્વાસ બોલ્યો.
વિશ્વાસની વાત સાંભળી પળવાર માટે બધા ચુપ થઇ ગયા. નીકી શુ જવાબ આપવો તે વિચારવા લાગી. સરલાબેન વિશ્વાસની વાતથી થોડાઘણા સહમત પણ હતા એટલે તેઓ બોલ્યા,"વિશ્વાસ તારી વાત સાચી છે પણ નીકી ..."
"એ મમ્મી! તું પણ શું આની વાતમાં આવી ગઇ." નીકી બોલી ઉઠી 
"ચલો બધા વાત બદલો. બીજી વાત કરીએ." મોનાબેન બોલ્યા.
"મમ્મી નીકીને વિચારવા તો દે. તે જવાબ ના આપી શકે તો આપણે વાત બદલીએ." વિશ્વાસ હસતા હસતા બોલ્યો.
નીકીને થોડીવાર માટે ગુસ્સો આવી ગયો પણ તેણે શાંત સ્વરે કહ્યું, "વિશ્વાસ, તને તારો જવાબ મળી જશે અને એ પણ હાલ જ. મને થોડી મીનીટ આપ."
"ચલ બેટા, તુ વિચારી લે ત્યાં સુધી હું બધા માટે ચા બનાવુ અને નાસ્તો લાવું." મોનાબેને નીકીને કહ્યું.
મોનાબેન અને સરલાબેન રસોડામાં ચા બનાવવા ગયા. નીકી ચુપચાપ મનોમન વિચારીને જવાબ આપવા માટે શબ્દો ગોઠવી રહી હતી. વિશ્વાસ આ ઘટનાને જોઇને બહુ ખુશ હતો. તેના મનમાં રહેલો પ્રશ્ન આજે બહાર આવી ગયો હતો અને શું જવાબ નીકી આપશે તે જાણવા માટે તે ઉત્સુક હતો.
રસોડામાં મોનાબેન અને સરલાબેન રસોડામાં ચા બનાવતા બનાવતા સામાજીક વાતો અને નીકી તથા વિશ્વાસની વાતો કરતા હતાં. મોનાબેનને વિશ્વાસની છેલ્લી વાત પરથી ગુસ્સો આવતો હતો અને નીકીને કે તેની મમ્મીને ખોટુ ના લાગે તે માટે થઇને તેઓ બોલ્યા, "જુઓ સરલા બેન, વિશ્વાસની વાત પર ખોટુ ના લગાડતા. તે આજે વધારે પડતા મજાકના મુડમાં છે પણ તેની મજાકથી નીકીને કે તમને.."
"ના..ના મોનાબેન, મારા મનમાં કંઇ એવું નથી અને તે બંને વચ્ચે તો આવુ બધુ ચાલતું જ હશે. તેમની ઉંમર છે મજાક મસ્તીની એટલે તેઓ કરે. આપણે પણ તેમની વાતની મજા લઇએ." સરલાબેન હસીને બોલ્યા.
મોનાબેને વિશ્વાસને ઇશારાથી બેડરુમમાં બોલાવી કહ્યું, "આવી વાતો કરી તું નીકીને હેરાન ના કર અને બહાર જઇ વાત બદલ."
"થોડીવાર નીકીને વિચારવા દે, પછી હું વાત બદલું છુ."
સરલાબેને બધાને ચા અને નાસ્તો સર્વ કર્યો. બધાએ શાંતિથી ચા પીધી અને નાસ્તો કર્યો. 
નીકી ચા પીને ઉત્સાહમાં આવી બોલી, "વિશ્વાસ તને તારા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે રેડી છું પણ ...પણ."
"શું પણ."
"તારે પણ મારા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે. જો તુ હા પાડે તો આપણે આગળની વાત ચાલુ કરીએ."
"પહેલા તુ જવાબ આપ પછી ..હું "
"મારા પ્રશ્નોના જવાબમાં જ તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે."
વિશ્વાસ નીકીની વાત સાંભળી કન્ફયુઝ થઇ ગયો અને તેને જોઇને બંનેની મમ્મી હસી પડી. મોનાબેન વિશ્વાસની સામે જોઇ બોલ્યા, "મજા તો હવે આવશે.બોલો બેટા હા, એટલે વાત આગળ વધે."
વિશ્વાસ પણ ઉતાવળા સ્વરે બોલી ઉઠ્યો,"હા. બોલ શું પુછવુ છે. મને મારા પ્રશ્નનો જવાબ મળતો હોય તો હું પણ રેડી છુ."
"તો મારી વાત સાંભળ અને સમજવાનો ટ્રાય કર." નીકી હસીને બોલી.
પ્રકરણ ૧૮ પુર્ણ
પ્રકરણ ૧૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Hetal pokiya

Hetal pokiya 2 વર્ષ પહેલા

Pravin Trivedi

Pravin Trivedi 2 વર્ષ પહેલા

Vasant Gosai

Vasant Gosai 2 વર્ષ પહેલા