કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૭ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૭

પ્રકરણ ૧૭
મોના બેને નીકીને ફોન કરી નીકીને કહ્યું, "બેટા, વિશ્વાસ કાલે ઘરે આવવાનો છે તો તું પણ રીડીંગ કરવા અને ઘરે આવજે."
"હા આંટી. પણ કાલે નહીં ..કાલે તમે મનભરીને વાતો કરજો અને હું પછીના દિવસે આવીશ." નીકીએ હસીને કહ્યું.
"હા. પણ જરુરથી આવજે અને આખો દિવસ રહેવાય તેમ આવજે."
મોનાબેન વિશ્વાસ આવે ત્યારે તેની સાથે શું વાત કરવી અને નીકીના મનની વાત કેમ બહાર લાવવી તેની પર વિચારવા લાગ્યા.
બીજા દિવસે વહેલી સવારથી મોનાબેન વિશ્વાસના આવવાની કાગડોળે રાહ જોતા હતાં. બપોર પછી વિશ્વાસ આવ્યો અને તેને જોઇને મોનાબેન ખુશ થઇ ગયા. વિશ્વાસ પણ આટલી બધી હરખઘેલી થયેલી તેની મમ્મીને જોઇને વિચારવા માંડયો.
વિશ્વાસે સાંજે તેના મમ્મી પપ્પા જોડે થોડી વાત કરી અને કાલે મોડા સુધી રીડીંગ કર્યું અને લાંબી જર્ની કરી થાકી જવાથી નાસ્તો કરી સુઇ જવા જતો રહ્યો. મોનાબેને જોયું કે વિશ્વાસે આવીને એકવાર પણ નીકીનું નામ લીધું નથી અને નીકીને ફોન કરી તેના આવવાની જાણ પણ કરી નથી. તેઓ વિશ્વાસના આ સ્વભાવથી ચિંતિત હતાં.
વિશ્વાસ વહેલી સવારે ઉઠીને સ્ટડી કરવા બેસી ગયો હતો તે જોઇને તેના પપ્પા ખુશ થતાં હતાં પણ તેની મમ્મી અકળાઇને બોલે છે, "બેટા, ઘરે આવીને ય તારુ મોં ચોપડીયોમાં જ રાખવાનું હોય તો ..."
વિશ્વાસે તેની મમ્મીની વાત અટકાવીને કહ્યું, "જો મમ્મી મને સ્ટડીઝમાં ડીસ્ટર્બ કર્યુ તો ..તો હું હોસ્ટેલ જતો રહીશ. અને મને મારી રીતે સ્ટડી કરવા દઇશ તો હું એકઝામના વીક પહેલા જ જવાનું પ્લાનિંગ કરીને આવ્યો છુ એટલે તારી જોડે વધુ રહીશ."
વિશ્વાસની વાત સાંભળીને તેની મમ્મી બોલી ઉઠી,"ના ..ના બેટા. તું નિરાંતે વાંચ. તને કોઇ ડીસ્ટર્બ નહીં કરે પણ ઘરે આવ્યો છું તો થોડો ટાઇમ મને પણ આપજે."
વિશ્વાસે સ્ટડી પુરુ કરી તેની મમ્મી જોડે વાતો કરી અને બજારમાં મમ્મી સાથે ખરીદી કરવા પણ ગયો. વિશ્વાસે બપોરે ઘરે આવીને નીકીને કોલ કર્યો, "હેલ્લો નીકી, હું પણ ઘરે આવી ગયો છું."
"હાય વિશ્વાસ. ઓ..રીયલી તું ઘરે આવી ગયો તો પછી સ્ટડી .." નીકી હસીને બોલી.
"સ્ટડી તો ..તારી જેમ ઘરે પણ થાય જ ને."
"હા..ઓકે બાય."
"શું બાય. આટલા દિવસે વાત કરીએ છીએ તો વાત કરવાના બદલે .."
"હું સ્ટડી કરવા બેઠી હતી એટલે ..સોરી. પણ તારેય રીડીંગ કરવાનું હશે ને. તારો ટાઇમ બગડે ને..."
"હા સ્ટડી તો મારે પણ કરવાનું છે પણ આ મમ્મી મને બહાર લઇ ગઇ હતી અને તેની વાતો તારી જેમ પુરી થતી નથી એટલે તારી લેંગ્વેજમાં કહીએ તો આજે સ્ટડીમાં ગુલ્લી." વિશ્વાસે હસતા હસતા તેની મમ્મીની સામે જોઇને કહ્યું.
મોનાબેન આમ હસી હસીને નીકી સાથે વાત કરી રહેલા વિશ્વાસને જોઇને મનમાં હરખાઇ ગયા.
"જો નીકી આજે સ્ટડી કરી લે જે અને કાલે તારે અહીં મારા ઘરે આવવાનું છે અને બુક્સ લીધા વગર જ આવવાનું છે. સાથે આંટીને પણ લાવજે, આપણે કાલે તને ગમતી ગપસપ પાર્ટી કરીશું."
"હા..કાલે, મમ્મી જોડે વાત કરીને ફાઇનલ કરું."
"લે ..ગપસપ તો તારી ફેવરીટ એકટીવીટી છે. હું મમ્મીને ફોન આપુ છુ તું વાત કરી પ્રોગ્રામ ફાઇનલ કરી દે." વિશ્વાસ તેની મમ્મીને ફોન આપી બાલ્કનીમાં જાય છે.
"બેટા, આટલુ બધુ આ પોથી પંડીત કહે છે તો આવજે ને પ્લીઝ." મોનાબેને નીકીને હળવેકથી કહ્યું.
"અરે આંટી એવું ના કહો. મમ્મીનું ફાઇનલ નહીં પણ હું તો આવી જ જઇશ."
નીકી વહેલી સવારે વિશ્વાસના ઘરે પહોંચી જાય છે અને તેને જોઇને મોના બેન ખુશ થઇ જાય છે. મોનાબેન વિશ્વાસના બેડ પાસે જઇને ધીમેથી ઉત્સાહથી બોલ્યા, "બેટા ગુડ મોર્નિંગ"
બંધ આંખે આળસ મરોડતા વિશ્વાસ બોલ્યો "ગુડ મોર્નિંગ મમ્મી. શું નીકી આવી ગઇ? "
વિશ્વાસની વાત સાંભળી તેની મમ્મી અને નીકી હસીને એકસાથે બોલી ઉઠ્યા, "તને ઉંઘમાં કેમની ખબર પડી? "
વિશ્વાસે આંખો ખોલીને તે બંનેની સામે હસીને કહ્યુ, "મમ્મીના અવાજમાં ખુશી સાંભળીને મને ઉંઘમાં પણ ખબર પડી ગઇ કે ..."
"બસ હવે, ચલ જલ્દીથી તૈયાર થઇ જા. તારે માટે નાસ્તો તૈયાર છે, તું આવ એટલે આપણે સાથે ચા નાસ્તો સાથે કરીશું."
વિશ્વાસ ફટાફટ નાહી ધોઇને તૈયાર થઇ ગયો. મોના બેન અને નીકીએ તેનો ફેવરીટ નાસ્તો તૈયાર કરી દીધો. મોનાબેન અને નીકી કીચનમાં વાતો કરતા હતા ત્યાં વિશ્વાસ જઇને બોલે છે, "ઓહો ..શું વાત છે, નીકી! તું કીચનમાં .."
"બેટા, આજનો બ્રેકફાસ્ટ નીકીએ જ બનાવ્યો છે."
 "અરે વાહ! આજે તો મારો ફેવરીટ બ્રેક ફાસ્ટ છે. મજા આવી જશે." નીકીની સામે હસીને વિશ્વાસ બોલ્યો.
"ઓ! મમ્મી પપ્પા .." 
"તારા પપ્પા કોઇ મીટીંગ હોવાથી વહેલા જતા રહ્યા છે અને મોડા આવશે એમ કહ્યું છે."
"થેન્કસ નીકી. મસ્ત બ્રેક ફાસ્ટ બનાવ્યો છે તે. મમ્મી, ખરેખર આજે પપ્પાએ આ બ્રેક ફાસ્ટ મિસ કર્યો ."
વિશ્વાસની વાત સાંભળી નીકી હરખાઇ ગઇ અને નીકીને જોઇને મોનાબેન ખુશ થઇ ગયા. વિશ્વાસે નીકીને તેના મમ્મી પપ્પાની તબિયત પુછી અને સ્ટડીની વાતો કરી. તે ત્રણેએ વાતો કરતા કરતા બ્રેકફાસ્ટ પુરો કર્યો. 
મોનાબેન નીકી અને વિશ્વાસને એકલા વાતો કરી શકે તે માટે શાક લેવાના બહાને માર્કેટમાં જાય છે. નીકી આમ હસી હસીને વાતો કરી રહેલા વિશ્વાસને જોઇને વિચારી રહી હતી કે આ એજ પોથી પંડીત વિશ્વાસ છે કે કોઇ બીજું છે. 
વિશ્વાસના મગજમાં હોસ્ટેલમાં બનેલી ચિઠ્ઠીવાળી વાત ફરી રહી હતી અને તે જલ્દીમાં જલ્દી સમય આવે તેની પર નીકી જોડે ચર્ચા કરવાનું વિચારતો હતો.
નીકીએ ધીમે રહીને વિશ્વાસને કહ્યું, "બસ યાર, બહુ આડીઅવળી વાતો કરી પણ હવે, થોડી સ્ટડીની વાત પણ કરીએ."
"ના બે...આજે તો ઓન્લી ગપસપ જ કરવાની. સ્ટડી બડી કાલે અને કાલની વાત કાલે." વિશ્વાસ કટાક્ષ કરતા તેની સ્ટાઇલમાં બોલ્યો.
"બસ યાર બહુ થયું. મને એક કવેરી છે તો તું મને તારી નોટ્સ આપીશ તો હું સોલ્વ કરી લઇશ."
"નોટ્સ ..નોટ્સ તો હું હોસ્ટેલમાં જ..."
"બે...તું મસ્તી ના કરીશ. મને ખબર છે તું હોસ્ટેલથી કપડા નહીં લાયો હોય પણ બધી બુક્સ થેલા ભરીને જરુર લાયો હોઇશ. તું આપી દે તો સરસ નહિંતર..."
"નહિંતર શું? "
"હું જાતે તારી બેગમાંથી કાઢી લઇશ."
"બે આવુ ના કરાય. આમ કોઇની બેગમાંથી ..."
"કોઇની એટલે તું મારો ફ્રેન્ડ નથી. અને ફ્રેન્ડ જોડે તો આવુ બધુ તો ચાલે." નીકી સોફામાંથી ઉભા થઇને હસીને બોલી.
"અરે ..અરે! હું તો મસ્તી કરુ છુ. તારે જે જોઇએ એ બુક્સ, નોટ્સ લઇ જા પણ મારી એક શરત છે."
"બધી શરત મંજુર છે પણ નોટ્સ આપ."
નીકીએ તેને જોઇતી નોટ્સનું નામ કહ્યુ એટલે વિશ્વાસ તેના રુમમાં લેવા ગયો. રુમમાં જઇને તેણે સાચવી રાખેલી તેની નોટ્સમાંથી નીકળેલી નીકીની પેલી ચિઠ્ઠી પણ હાથમાં લીધી અને બહાર આવ્યો અને બોલ્યો, "લે નીકી આ નોટ્સ. પણ મારી શરત સાંભળ અને મારી એક વાતનો જવાબ આપ."
"બોલ."નીકી નોટ્સના પેજ ફેરવતા ફેરવતા બોલી.
"જો! મારે પણ રીડીંગ બાકી છે એટલે જલ્દીથી રીડીંગ કરીને મને રીટર્ન કરજે."
"ઓકે. બીજું કંઇ."
"બીજું આ ચિઠ્ઠી .." વિશ્વાસ નીકીને હાથમાં ચિઠ્ઠી આપી બોલતા બોલતા અટકી ગયો.
નીકી ચિઠ્ઠી વાંચી ખુશીથી બોલી ઉઠી, "અરે! આ શું અને .."
"હું એજ પુછુ છુ, આ શું છે? મેં તને અગાઉ આપેલી નોટ્સમાંથી આ નીકળી છે. આ તારા જ હેન્ડ રાઇટીંગ છે ને? "
"હા વિશ્વાસ હા. મારા જ હેન્ડ રાઇટીંગ છે."
"ફક્ત એક જ ટકો કાફી ને પૂરતો છે મુહબ્બતમાં, બાકીના નવ્વાણું ટકા તું ખર્ચી નાખ હિમ્મતમાં." નીકી ઉત્સાહી સ્વરે ચીઠ્ઠીનો શેર વાંચી રહી હતી.
"આ બધુ શું છે એનો મને જવાબ આપ." વિશ્વાસ અધીરા સ્વરે બોલ્યો.
"ઓ ગોડ.. આ વાત છે. આ ચિઠ્ઠી વિશે શું જાણવું છે તારે."
"મારી નોટ્સમાં કેવી રીતે આવી આ.." 
નીકી વિશ્વાસના ચહેરા પર શંકાનો અને ગુસ્સાનો ભાવ જોઇ મનોમન હરખાઇ રહી હતી. તે મોના આંટી આવે તે પહેલા ચિઠ્ઠી વિશેની વાત કરી લેવા માંગતી હતી એટલે તેણે તેના વાળની લટ કાનની પાછળ સરખી કરી ઉંડો શ્વાસ લઇને વિશ્વાસને કહ્યું "હું તને શાંતિથી આખી વાત કહુ છું પણ તું આમ ગુસ્સે ના થઇશ."
"તું એકટીંગ ના કર અને શોર્ટમાં જલ્દી વાત કર."
"કહુ છું યાર.. બધુ કહુ છું."
પ્રકરણ ૧૭ પુર્ણ
પ્રકરણ ૧૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Pravin Trivedi

Pravin Trivedi 2 વર્ષ પહેલા

SHILPA PARMAR...SHILU

SHILPA PARMAR...SHILU 2 વર્ષ પહેલા

Bhavna Bavishi

Bhavna Bavishi 2 વર્ષ પહેલા