કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૬ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૬

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૬

મોના બેન હળવેકથી નીકીને પુછે છે, "તારે અને વિશ્વાસને ઝઘડો થયો છે કે શું?"

"ના આંટી એવું કંઇ નથી "

"પણ મને એવું લાગે છે, તમારે બંને વચ્ચે કંઇક અણબન થયું છે. જે સાચું હોય તે કહેજે બેટા."

"અરે મોના બેન! છોકરાઓમાં ફ્રેન્ડશીપમાં નાના મોટા ઝઘડા તો થયે રાખે એમાં બહુ ટેન્શન નહિં લેવાનું." નીકીની મમ્મી મોનાબેન ની વાત કાપીને બોલી.

"ના બેન, એવું નહિં હોય. આપણે વિચારીએ છીએ એવું નહિં હોય." મોનાબેન નીકીની મમ્મીની સામે જોઇને બોલ્યા.

"તો કેવું હશે. બોલ નીકી બેટા. મને અને મોના આંટીને જવાબ આપ. " નીકીની મમ્મી નીકીને ઇશારો કરતાં બોલ્યાં.

નીકી થોડુ વિચારીને બોલી,"હા આંટી, મારી અને વિશ્વાસ વચ્ચે નાનો ઝઘડો થયો હતો પણ હવે મારા મનમાં તેનો કોઇ ભાર નથી."

"અને એટલે જ તું કોઇને કહ્યા વગર સરપ્રાઈઝ ના બહાને ગુસ્સામાં ઘરે આવી ગઇ. બોલ બેટા, મારી વાત સાચી છે ને."મોનાબેન નીકીની આંખોમાં આંખ પરોવીને બોલ્યા."

નીકી કંઇજ બોલી નહિં અને તેની મમ્મીની સામે અનિમેષ નજરે જોતી રહી.

નીકીની મમ્મી ફરી પાછો ઇશારાની ભાષામાં બોલ્યા, "બોલ બેટા, તું આમ અચાનક ઘરે કેમ આવતી રહી. મેં પણ તને આવતાંની સાથે પ્રશ્ન પુછયો હતો પણ ત્યારે તે ગોળ ગોળ જવાબ આપ્યો હતો."

"એટલે, બેટા તું તારી મમ્મીને પણ કહ્યા વગર આવી ગઇ. એવી તો શું ઉતાવળ હતી બેટા"

"ઉતાવળમાં તો આંટી, મમ્મી ને મળવાની ઉતાવળ અને ઘરની યાદ આવતી હતી. પાછુ રીડીંગ વેકેશન મળ્યુ એટલે ઉતાવળમાં ઘરે આવી ગઇ. " નીકી એકીશ્વાસે બોલી ગઇ.

"બેટા, તું રીડીંગ વેકેશન અને સરપ્રાઇઝના બહાને ઉતાવળમાં આવી ગઇ હોય એવું મને અને તારી મમ્મીને તારી વાત પરથી લાગે છે." મોનાબેને નીકીની મમ્મીની સામે જોઇને હસીને કહ્યુ.

"હા મોનાબેન. મને પણ એવું જ લાગે છે. " નીકીની મમ્મી બોલી.

નીકી નીચુ જોઇને વિચારવા લાગી. નીકીને શું બોલવું તે સુઝતું નહોતું.

નીકીની મમ્મીએ નીકીના માથે હાથ ફેરવતાં કહ્યુ, "બેટા ! આમ આવા નાના મોટા ઝઘડા મન પર નહિં લેવાના. હાલ તારે સ્ટડી પર ફોકસ કરવાનું છે. બાકી બધુ તો થયે રાખશે."

"હા મમ્મી એટલેજ હું સ્ટડી કરવા ઘરે આવી છું. આ લાસ્ટ મહિનો જ સ્ટડી કરવાનું છે. હું મારુ ટોટલ માઇન્ડ સ્ટડી તરફ જ ડાયવર્ટ કરવા માંગુ છું. " નીકી શાંત સ્વરે તેની મમ્મી સામે જોઇને બોલી.

નીકીની મમ્મીએ નીકીની આ વાત પર હળવું સ્મિત આપ્યુ અને ફરી પાછો આંખોથી ઇશારો કર્યો.

"બેટા સ્ટડી તો હોસ્ટેલમાં રહીને પણ કરાય ને. વિશ્વાસ તો હોસ્ટેલમાં જ સ્ટડી કરે છે ને." મોનાબેન નીકીની સામે જોઇને કટાક્ષમાં બોલ્યા.

"હા આંટી સ્ટડી હોસ્ટેલમાં પણ થાય ને. પરંતુ હું વિશ્વાસ જેવી પોથી પંડીત નથી ને. મને લાગણીઓ થાય છે, મને મમ્મી યાદ આવે, પરિવાર યાદ આવે એટલે જ હું ઘરે સ્ટડી કરવા આવી. બાકી વિશ્વાસને તો તમે મારા કરતાં વધારે જાણો જ છો." નીકી ભાવુક થઇને બોલી.

"એમ નહિં બેટા. મારો મતલબ એમ છે કે, વિશ્વાસ અને તેના જેવા બીજા પણ હોસ્ટેલમાં રીડીંગ કરવા રોકાયા હશે ને." મોનાબેન વાત વાળવાની કોશિશ કરતાં બોલ્યા.

"હા મને તમારી વાત સમજાય છે આંટી. અને તમે અને મમ્મી પણ મારી વાત સમજો."

"બેટા સમજવા પરથી યાદ આવ્યું કે વિશ્વાસ ને હું સમજુ છુ પણ મારા કરતાં કદાચ તું એની ફ્રેન્ડ હોવાને કારણે વધુ સમજતી હશે. તો મને એમ કહે કે વિશ્વાસ કેમ ઘરે નથી આવ્યો. તારે પણ વાત થઇ હશે ને એની સાથે." મોનાબેન બોલ્યા.

"હા, આજ સવારે જ વિશ્વાસનો ફોન આવ્યો હતો અને નીકીએ વાત પણ કરી હતી. બોલ ને નીકી." નીકીની મમ્મી મોના બેન અને નીકીની વાતમાં તે બંનેની સામે જોઇને બોલ્યાં.

"હા. આજ સવારે જ વિશ્વાસનો ફોન આવ્યો હતો." નીકી ધીમા સ્વરે બોલી.

"શું વાત કરી વિશ્વાસે ?" મોનાબેને ઉતાવળા સ્વરે પુછયું.

"કંઇ ખાસ વાત નહોતી. વિશ્વાસ પાસે સ્ટડી સિવાય બીજી શું વાત હોય આંટી. " નીકી હસતા હસતા કટાક્ષમાં બોલી.

"અને બેટા આમ ફ્રેન્ડ જોડે થોડા માટે થઇને રીલેશનશીપ નહિં બગાડવાની. " નીકીની મમ્મી બોલી.

"કેમ થોડા માટે. કંઇ સમજાયું નહીં." મોનાબેને કહ્યું.

"એટલે એમ કે, હવે એકઝામ આવશે અને પછી રીઝલ્ટ. કોલેજ પુરી થઇ જશે પછી કયાં .." નીકીની મમ્મીએ તેમના પ્લાન મુજબ વાત અડધી કરી રોકાઇ ગયાં.

"કોલેજ પછી શું નીકી ?" મોનાબેન નીકી સામે જોઇને પુછે છે.

નીકી જવાબ આપવાને બદલે મોનાબેનને તેની મમ્મી તરફ ઇશારો કરે છે. મોનાબેન નીકીની મમ્મીની સામે જોવે છે એટલે નીકીની મમ્મી થોડુ વિચારીને બોલે છે, "નીકીની ડીગ્રી આવે પછી તે કયાં કોલેજ જવાની છે."

"નીકી બેટા તું માસ્ટર ડીગ્રી માટે આગળ નથી સ્ટડી કરવાની? " મોનાબેને નીકીને પ્રશ્ન કર્યો ..

"ના. નીકી ને એન્જીનિયરિંગની ડીગ્રી મળે એટલે બહુ છે. પછી .."

"પછી શું? "

"પછી, નીકી માટે યોગ્ય છોકરીની શોધ કરીને તેને પરણાવી દેવાની છે. " નીકીની મમ્મી બોલી.

"નીકી તું આટલી જલ્દી પરણી જઇશ? "

નીકી પરણવાની વાત સાંભળી થોડી શરમાઇ ગઇ અને કંઇપણ જવાબ આપ્યા વિના નીચી નજર કરીને બેસી રહી. નીકીને શરમાતા મોનાબેન અને નીકીની મમ્મીએ પણ જોયું.

"મોના બેન, અમે નીકીને બહુ લાડકોડથી ઉછેરી છે. તેની બધી ઇચ્છાઓ અને જરુરીયાતો પુરી કરી છે."

"પણ આટલી જલ્દી પરણાવી દેવાની. તેને માસ્ટર તો કરી લેવા દો."

"મોના બેન, અમારા કુટુંબમાં દીકરીઓને જલ્દીથી પરણાવી દેવાનો રીવાજ છે. પણ અમે નીકીને એન્જીનિયરિંગ ભણવું હતું એટલે તેને ભણવા દીધું. મારા સાસુનું માનવું છે કે, દીકરીઓ વધુ ભણે તેના કરતાં સમયસર પરણીને સાસરે વળાવી દેવી જોઇએ."

"હાલનો સમય તો દીકરીઓને ભણવાનો છે."

"મોના બેન એન્જીનિયરિંગની ડીગ્રી બહુ થઇ ગઇ."

"તમે નીકીની ઇચ્છા જાણી કે તેને માસ્ટર માટે સ્ટડી કરવું છે કે નહીં."

"અમારે મારા સાસુની ના હોવા છતાં નીકીને બહાર ભણવા મોકલી. અમે એન્જીનિયરિંગમાં એડમીશન લીધું ત્યારે જ નીકી સાથે નકકી કરી લીધું હતું કે કોલેજ પછી લગ્ન કરવાના છે. અમારે રીઝલ્ટ આવે અને ડીગ્રી મળે તરત નીકી માટે યોગ્ય મુરતીયો જોવાનું શરુ કરવાનું છે."

મોનાબેને જોયું કે તેમની લગ્નની વાત પર નીકી એકપણ શબ્દ બોલી નથી કે માથું ઉંચુ કરી તેની મમ્મીની સામે જોયું નથી.

"હાલના સમયમાં હાયર સ્ટડીઝ નો ટ્રેન્ડ ચાલે છે."

"પણ છોકરીઓ હાયર સ્ટડી કરે પછી લગ્ન માટે મોડુ થઇ જાય અને હાયર સ્ટડીવાળા છોકરા શોધવામાં પણ તકલીફ પડે છે. "

"તે હેં નીકી ! તે આ મેરેજ વિશે વિશ્વાસને વાત કરી છે? "

"ના આંટી, અમારે આવી વાત કયારેય થઇ નથી અને વિશ્વાસને સ્ટડી સિવાય વાત કરવાનો મતલબ પણ નથી." નીકી બોલી.

"તને શરમ આવતી હોય તો હું વિશ્વાસને તારા મેરેજની વાત કરીશ." મોનાબેન હસીને બોલ્યા.

"એમાં વિશ્વાસ જોડે શું વાત કરવાની હોય." નીકીની મમ્મી બોલી.

"ફ્રેન્ડ ને તો બધી વાત કરવી જોઇએ એટલે કહ્યુ."મોનાબેન બોલ્યાં.

મોનાબેન વાત કરતાં કરતાં ઉભા થયાં અને બોલ્યા, "વાતો વાતોમાં કેટલો ટાઇમ થયો એ પણ ખબર ના પડી. નીકીને પણ રીડીંગ કરવાનું હશે એટલે ચાલો ફરી મળીશું. હવે તમે મારા ઘરે આવજો. "

નીકી અને તેની મમ્મીએ હા કહી મોનાબેનને બાય કહ્યું. મોનાબેનના ગયાં પછી નીકી અને તેની મમ્મીએ થોડી ચર્ચા કરી.

નીકીની મમ્મીએ કહ્યું, "બેટા આપણે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે મોનાબેન ને શું કરવું તે વિચારવું પડશે. "

ઘરે જઇ મોના બેન વિશ્વાસને ફોન કરે છે અને વાત કરે છે, "હેલ્લો બેટા, તું કયારે ઘરે આવવાનો છે?"

"અરે મમ્મી ! અત્યારે રીડીંગ વેકેશનમાં રીડીંગ કરી લેવા દે. પછી હું એક્ઝામ પતે ઘરે જ આવાનો છું."

"બધા ઘરે જઇને રીડીંગ કરે છે, તું જ ઘરે નથી આવતો."

"ના મમ્મી, મારા જેવા ઘણા હજુ હોસ્ટેલમાં રીડ કરવા રહ્યા છે."

"તું કયારે આવે છે એ કહે."

"તું કહે છે તો ટાઇમ બગાડીને પણ તને મલવા આવી જઇશ. બસ ખુશ.પણ તને આમ એકદમ મને ઘરે બોલાવાની તાલાવેલી કેમ થઇ છે?"

"બસ એમજ બેટા."

"ના મમ્મી, નકકી તું પેલી નીકી ને મળી લાગે છે યા ફોન પર વાત થઇ હશે એટલે તું આમ જીદ કરે છે."

"ના એવું નથી. અને તને આમ નીકીથી આટલી બધી એલર્જી કેમ છે."

"જવા દે ને મમ્મી. એનું નામ જ ના લે."

"બેટા, તારા કરતાં એનો સ્વભાવ સારો છે."

"ઓહોહો ! એમ વાત છે. તને એનો સ્વભાવ મારા કરતા સારો લાગે છે."

"હા બેટા, તને ભલે ખોટુ લાગે પણ આ વાત સાચી છે. " મોના બેને ગળગળા સ્વરે કહ્યું.

"હવે તો મારે ઘરે આવવું જ પડશે. મમ્મી ! હું કાલ સુધીમાં આવુ છુ ઘરે અને પછી શાંતિથી વાત કરીએ."

"હા, બાય બેટા."

મોનાબેન મનમાં ને મનમાં ખુશ થતાં હતાં તેમનો વિશ્વાસને ઘરે બોલાવાનો આઇડીયા સફળ થતો લાગ્યો. વિશ્વાસ સીધી રીતે સ્ટડી મુકીને ઘરે આવવાનો ન હતો તે મોના બેનને ખબર જ હતી એટલે તેને ઇમોશનલી ઘરે આવવા એમણે નાટક કર્યુ અને વિશ્વાસ ઘરે આવવા તૈયાર પણ થઇ ગયો.

વિશ્વાસ પણ તેની મમ્મીનો ફોન મુકીને વિચારવા લાગે છે કે મમ્મી અને નીકીને એવી તો શું વાત થઇ હશે તો મમ્મી આમ ઘરે આવવા જીદ કરે છે અને મમ્મીને કેવી રીતે નીકીનો સ્વભાવ મારા કરતાં પણ સારો લાગ્યો હશે. શું મમ્મી મારા અને નીકીના વચ્ચે કોઇ રીલેશન વિશે વિચારતી હશે .

પ્રકરણ ૧૬ પુર્ણ

પ્રકરણ ૧૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Heena Thakar

Heena Thakar 2 વર્ષ પહેલા

Rekha Vyas

Rekha Vyas 2 વર્ષ પહેલા

Pravin Trivedi

Pravin Trivedi 4 વર્ષ પહેલા