આ મારા મનમાં ઉદભવેલ શબ્દોને પંક્તિમાં રૂપાંતરિત કરવાનો એક પ્રયાસ છે. હું કોઈ લેખક નહીં પણ અનુભવને શબ્દમાં લખું છું, બહુ સરળ શબ્દોમાં લખું છું. અહીં થોડી કવિતાઓ રજુ કરું છું..
1) "શિવ"
પ્રીત કરી પરમેશ્વરને, ભજું હું અંતઃ:મનથી
આસ્થા તુજમાં રાખી, નમું હું પથ્થરને દિલથી,
હર તિથિ વારને આસ્થા, કરું હું ઉપવાસથી,
અભિષેક-દીપ-ધૂપ-કીર્તન, કરું હું પાઠ સ્મરણથી,
જાહેર કરું પ્રીત તુજને, ફરીને ચારધામથી,
દાન-પુણ્ય-સેવા-ભક્તિ, કરું હું ભક્તિભાવથી,
ખુબ ભજું હું પથ્થરના શિવને,
તો દોસ્ત! કેમ છે વેરઝેર?
જીવ જીવમાં વસતા શિવથી???
-"દોસ્ત"
૨) "કૃષ્ણલીલા"
અંતઃ:મનથી તું મળે ને દ્રશ્ય સુંદર સ્વપ્નમાં;
હે કૃષ્ણ! સ્મરણ તારા તાજા થાય, ર્હદયમનમાં;
વાંસળીના સુરથી તારા ખીલે પુષ્પ પાનખરમાં;
રાસલીલા વૃંદાવનની નજરે તરે ક્ષણભરમાં;
કાકલુદી પ્રેમની જોઈ મલકે રાધા પળભરમાં;
મીઠા નટખટ નખરા તારા ગુંજે વૃંદાવનમાં;
કહું છું પ્રેમથી કાન્હા! ન આવ ફક્ત સ્વપ્નમાં;
મોક્ષ આપ મુજને દર્શન અર્પીને આજ જીવનમાં.
-"દોસ્ત"
૩) "ગણેશ વિસર્જન"
સત અસત વિચારના દંભથી,
ખુશ રહે છે માનવી...
સૂકો રોટલો ગાયને અર્પીને,
ખુશ રહે છે માનવી...
અચિત્ત મનની કીર્તનપૂજાથી,
ખુશ રહે છે માનવી...
છેતરી જાતને ખોટા ગુમાનથી,
ખુશ રહે છે માનવી...
"દોસ્ત" વિસર્જન હતું,
રાગ-દ્રેષ-પાપ-કપટનું પણ,
ગણેશવિશર્જનથી
ખુશ રહે છે માનવી!
-"દોસ્ત"
૪) "રાધે-કૃષ્ણ"
દેખાય તારો ચહેરોને દ્રષ્ટિ હટતી નથી,
સંભળાય તારી વાંસળીને ભાન રહેતી નથી;
શણગાર તારા જોઈને આંખ પલકતી નથી,
અનુભવાય તારી લીલાને મગ્નતા છૂટતી નથી;
ગવાય તારી ધૂનને લીનતા તૂટતી નથી,
સિવાય તારા મુજમનને શાંતિ મળતી નથી;
કસોટી તારી મુંજપર ઓછી હોતી નથી,
"દોસ્ત" છતાં તારા માટે ભક્તિ ઘટતી નથી.
-"દોસ્ત"
૫) "શિવ"
જીવ એજ શિવ છે ને,
શિવને નમન મારા;
જગતના કણ કણમાં તું ને,
હું રહું મનમાં તારા;
દર્શન માત્રથી દુઃખ હરે ને,
સંકટ કરે નષ્ટ સારા;
સ્થાન ચરણમાં આપજે મુજને,
હે પ્રભુ! ભોલે નાથ મારા.
-"દોસ્ત"
૬) "પ્રીત"
મોહની માયાજાળ છૂટી ગઈ છે,
આત્મા શાંત બની ગઈ છે;
પરોજન મુક્ત થતી ગઈ છે,
અંધકારમાં ઉજાસ છવાય ગઈ છે;
ભક્તિ માજા મૂકી ગઈ છે,
પ્રીત પ્રભુમાં લાગી ગઈ છે;
કૃષ્ણ ધૂન ગવાય ગઈ છે,
જીવન નય્યા સચવાય ગઈ છે.
-"દોસ્ત"
૭) "સત્ય"
મૌન છું સમયને સમજુ છું,
ઘણી છે ઉલજન સુલજાવું છું,
કર્મના ચક્કરને વધાવું છું,
હશે જે ભાગ્યમાં અપનાવું છું,
કસોટીમાં જાતને કસાવું છું,
સત્યના જ માર્ગને ચલાવું છું,
તૂટી નથી 'દોસ્ત' હચકચાવ છું,
છતાં ઝીંદગીના પાસા અપનાવું છું.
-"દોસ્ત"
૮) "ૐ"
હું કહું કે ના કહું સમય કહી જાય છે,
શબ્દોની બારાખડી સમય રચી જાય છે,
હું કરું કે ના કરું સમય કરી જાય છે,
મૌન હૃદયના સ્પંદન સમય કહી જાય છે,
હું મટું કે ના મટું સમય મટી જાય છે,
ચક્ર સુખદુઃખનું સમય રચી જાય છે,
હું માનું કે ના માનું સમય વટી જાય છે,
આજ ભાવિને ભૂતમાં સમય ખેંચી જાય છે,
દોસ્ત! એક જ સત્ય સમય કહી જાય છે,
બ્રહ્માંડમાં ૐ તત સત જ રહી જાય છે.
-"દોસ્ત"
૯) 'વંદન'
જીવતા જીવને જાણી લે છે,
સત્ય માર્ગને માણી લે છે,
અંત અનંતને જાણી લે છે,
સ્થિર મનને માણી લે છે,
આત્મ ઉવાચ જાણી લે છે,
પ્રભુની હાજરી માણી લે છે,
મંથન મનમાં જ માણી લે છે,
કલ્પનામાં વૈકુંઠ માણી લે છે,
એ આત્મા પુણ્યશાળી છે જાણી લેજે,
દોસ્ત! મુજ વંદન સ્વીકારી લેજે.
-"દોસ્ત"
૧૦) "કર્મફળ"
જયારે વિપરીત પરિસ્થિતિ ઉદભવે છે,
ત્યારે જ માનવી થાકે છે,
જયારે ધારણા બહારનું કર્મ થાય છે,
ત્યારે જ માનવી થાકે છે,
જયારે આશા તૂટતી નજરે તરે છે,
ત્યારે જ માનવી થાકે છે,
જયારે જોયેલ સ્વપ્ન અધૂરા રહે છે,
ત્યારે જ માનવી થાકે છે,
'દોસ્ત' જયારે 'કર્મ' અને 'કર્મફળ' માં પીસાય છે,
ત્યારે જ માનવી થાકે છે.
-"દોસ્ત"
૧૧) "માઁ"
દરેક લાગણીની પ્રથમ અનુભૂતિ એટલે માઁ...
દરેક પરિસ્થિતિમાં હૂફરૂપી રસ્તો એટલે માઁ...
દરેક સંકટમાં રક્ષણરૂપી છાયા એટલે માઁ...
દરેક જીવમાં પ્રભુ પેલા લેવાતું નામ એટલે માઁ...
વધુ તો શું કહું દોસ્ત!
બાળક્માટે શ્રેષ્ઠ યોગદાન આપી શકે
એ ફક્ત અને ફક્ત એક માઁ.
-"દોસ્ત"