Diversion books and stories free download online pdf in Gujarati

ડાયવર્ઝન

૩૧ ડિસેમ્બર ૨૦૧૫ ની આ વાત છે. અમિત, યાસીન અને ઇનાયત એ ત્રણેય મિત્રો નવા વર્ષની ઉજવણી માટે વડોદરા એમના બીજા મિત્રોને ત્યાં જવા માટે બપોરના ૩:૩૦ વાગ્યે અમિતની કાર લયને નીકળ્યા હતા. અમિત કાર ડ્રાઈવ કરી રહીયો હતો. પોતાના બીજા મિત્રોને મળશે અને ખુબ માજા કરશે એવી આશા અને ઉત્સાહ સાથે  ત્રણેય મિત્રો ઘરેથી નીકળ્યા ત્યારે એમને થોડી ખબર હતી કે આજ સાક્ષાત મૃત્યુના દ્વારથી એ લોકો પાછા ફરવાના છે!!!

અમિત, યાસીન, અને ઇનાયત ઘણા સમય બાદ ભેગા થયા હતા આથી જૂની યાદો તાજી થવા લાગી હતી અને વળી બધા પોતપોતાના જીવનમાં કેમ આગળ નીકળી ગયા અને કેમ સમય વીતી ગયો એવી ચર્ચામાં અને મોજ મસ્તી માણતા એ ત્રણેય મિત્રો વડોદરા હાઈવે સુધી સંધ્યા સમયે ૭-૭:૩૦ ની આસપાસ પહોંચી ગયા હતા. ખુબ આનંદ અને જવાની ના જોશમાં અમિત ખુબ ઝડપે કાર ડ્રાઈવ કરી રહીયો હતો. કારની ગતિ 140/km ની આસપાસની હતી. આમપણ અમિત ને કાર ખુબ ઝડપે ચલાવવાની ટેવ હતી એ એમના દરેક મિત્ર જાણતા હતા આથી યાસીન અને ઇનાયતને કોઈ વાત ની ચિંતા ન હતી. અમિતનું  ડ્રાઇવિંગ ઝડપી હતું પણ ખુબ ચીવટથી એ ચલાવતો હતો.

શિયાળા ના દિવસોના હિસાબે સૂર્ય અસ્ત થઈ ગયો હતો આથી ગાઢ અંધારું થઈ ગયું હતું. રસ્તા થોડા ખરાબ ચાલુ થઈ ગયા હતા પણ નાઈટ પાર્ટી પર ટાઈમે પહોંચવાની ઇચ્છાએ અમિત ની ગતિમાં કોઈ ફેર પડ્યો ન હતો. અચાનક જ રસ્તા પર ડાઈવર્ઝન આવ્યો વાતો માં ધ્યાન અને ખુબ અંધારાના હિસાબે ડાઈવર્ઝનની નજીક  પહોંચતા અમિતને ધ્યાન ગયું કે આગળ વણાંક છે. ખુબ સાવચેતીથી વણાંક લીધો અને સામે ટ્રક આવી રહીયો હતો. રસ્તો સિંગલ પટ્ટીનો વળી કાચો, ટ્રક ડ્રાઈવરને પણ અંદાજ નહીં હોય કે કાર વણાંક લઈને આવી રહી છે કારણ કે અમિત ની કાર ની ઝડપ જ એટલી હતી કે ટ્રકના ડ્રાઈવરને ખબર પડે એટલી વારમાં કાર જ સામે આવી ગય હતી. સેકેન્ડ ના ત્રીજા ભાગ જેટલું વિચારવાનો સમય પણ અમિત પાસે ન હતો તેમ છતાં બ્રેક અને સ્ટેરિંગને કન્ટ્રોલ કરી અને ટ્રક થી કારને અથડાતા બચાવી ત્યાં જ લેફ્ટ સાઈડમાંથી કાર આવી રહી હતી. ટ્રક અને કાર વચ્ચે બહુ જ ઓછું અંતર હતું. ટ્રકને કન્ટ્રોલ કર્યો ત્યાં કાર સાથે અમિતની કાર અથડાવાની તૈયારીમાં જ હતી ત્યાં અમિતએ ખુબ જ ઝડપથી સ્ટેયરિંગને ફેરવીને કાર ને  રાઈટ  સાઈડ પર કરી, અમિત ને ખુદને પણ વિશ્વાસ ન હતો કે બહુ જ ખતરનાક અકસિડેન્ટ થતો રહી ગયો. ર્હદય પણ એક ધબકાર ચુકી ગયું હતું, યાસીન અને ઇનાયત ની આખો ફાટી ગઈ હતી.. મોઢામાંથી કાઈ અવાજ નીકળે કે અમિતને કઈ કહેવાનો સમય પણ એ બન્ને પાસે ન હતો, કારણકે આખી ઘટના ફક્ત 30sec માં જ બની ચુકી હતી. ત્રણેય મિત્રો કેમ બચ્યા એ તો ભગવાન જાણે પણ મૃત્યુના દરવાજાને જોઈ ને ત્રણેય મિત્રો આવ્યા હોય એવો ધ્રાસ્કો અને જીવ માં બેચેની વ્યાપી ગઈ હતી. ઇનાયત તો સાવ અવાચક બની ગયો હતો. એ ખુબ ગભરાય જવાથી સુનમુન થઈ ગયો હતો. ૩૦ sec પેલા હરખઘેલા મિત્રો ખુબ જ હેબતાઈ ગયા હતા. અમિત એ આગળ એક હોટલ આવતા કાર રોકી મસ્ત ચા પીધી અને આખું દ્રશ્ય એની આંખ સામે ફરી તાજું થઈ ગયું, મનમાં ને મનમાં અમિત એ કુળદેવીનો આભાર માન્યો હતો. થોડો સમય ત્યાં રોકાય થોડા સ્વસ્થ થઈને એ લોકો વડોદરા પહોંચીયા, ત્યાં એમના બાકીના મિત્રોને અને પોતાના ઘરે જે અકસિડેન્ટ થતા રહી ગયો એની માહિતી આપી. ઘરે બધાએ તેમને કોઈ હાનિ પહોંચીં નહીં ને? અને કાર માં કોઈ ડેમેજ કે કઈ તકલીફ નહીં ને? વગેરે જેવા પ્રશ્નો પૂછીને પોતાની ચિંતા અનાયાસે અમિત  ને જણાવી દીધી હતી.

બધા મિત્રો પાર્ટી માં ગયા પરંતુ અમિત, યાસીન અને ઇનાયત નું મન હવે પાર્ટીમાં ચોંટતું ન હતું, ત્રણેય મિત્રો ને ઘરે જવાનું મન થતું હતું. ૪ દિવસનો વડોદરા રોકવાનો પ્રોગ્રામ હતો એના બદલે સવારે જ એ પોતાને ઘરે પરત ફર્યા હતા. ઘર શું એ ખરા અર્થે આજ એમને સમજાણું હતું સુખમાં મન બધે લાગી જાય પણ વિકટ પરિસ્થિતિમાં ઘર સિવાય ક્યાંય મન ન લાગે!! 

આજકાલ અર્વાચીન રીતભાત ના હિસાબે પરિવાર એકબીજાથી દૂર થતા જાય છે પણ જયારે કોઈ વિકટ આફત આવે ત્યારે પરિવાર જ આપણને શાંતિ આપે છે, એ આ બનાવ દ્વારા આપણે સમજી શકીયે છીએ. આથી જ કહેવાય છેને, "બહુ બધું ખોઈ બેસીયે છીએ જો આપણે આનંદને ભૂત અને ભવિષ્યમાં શોધીએ છીએ."

ડાયવર્ઝન એ અમિત ના જીવનમાં પણ એક ડાયવર્ઝન આપી દીધું હતું ,એ અમિત ખુબ સારી રીતે સમજી શક્યો હતો. આજ પણ એ બધા મિત્રો જયારે ભેગા થાય ત્યારે એ ડાયવર્ઝન ની ઘટના તેમના જીવ ને હચમચાવી જાય છે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED