કેદી નં ૪૨૦ - 21 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 21

                  આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય પર હમલો થાય છે અને એમાં અાદિત્ય ને બચાવવા માટે એના પર ચલાવેલી ગોળીને એ પોતાના પર લે છે.આદિત્ય કલ્પના ને હોસ્પિટલમાં લઇ જઇ બચાવી લે છે .સ્વયં જીદ કરીને હોસ્પિટલમાં જ સગાઇ ગોઠવે છે.સ્વયં ની ગેરહાજરીમાં આદિત્ય કલ્પના ને પુછે છેકે   એનો જીવ બચાવવા કલ્પના એ પોતાનો જીવ દાવ પર શા માટે લગાવ્યો.સાનિયા એ બંન્ને ની વાતચીત સાંભળી ને દરવાજે થી  જ પાછી જતી રહે છે.કલ્પના અાદિત્ય ના પ્રશ્ન નો જવાબ આપે એ પહેલા સ્વયં અાવી જાય છે ને કલ્પના પર પોતાનો હક જતાવવા લાગે છે.સાનિયા ને  કલ્પના અને અાદિત્ય  ની વચ્ચે અાવી જવા બદલ પસ્તાવો  થાય છેઅને એ પોતાની ભુલ સુધારવા નું નક્કી  કરે છે.
                       ઓફિસ માં મ્રૃણાલ મા ના ઇન્ટરવ્યુ ના પ્રચાર ની જોરશોર થી  તૈયારીઓ શરુ થઈ જાય છે વચ્ચે વચ્ચે બધા સમય મળ્યે કલ્પના ની ખબર પુછવા પણ જતા રહેતા હોય છે.ઓફિસમાં દરેક વાત ઇન્ટરવ્યુ ના પ્રચાર થી ચાલુ થતી અને ઇન્ટરવ્યુ ની વાત પર ખતમ થતી હતી .અજયસર અાદિત્ય ને એનું કામ સમજાવતા હતા પણ અાદિત્ય નું કામ માં મન જ નહોતું લાગતું. દરેક વાત એને બે ત્રણ વાર સમજાવવી પડતી એ પછી ય એ કંઇ વિચારો માં જ ખોવાયેલો રહેતો હોય એવુ લાગતુ એટલે અજય સરે અાદિત્ય ને અઠવાડિયા ની રજા લઇ અારામ કરવા ની સલાહ અાપી.અને એનું કામ બીજા ને સોંપી દેવાયું.લોકોમાં ઇન્ટરવ્યુ બાબતે ખાસ્સો ઉત્સાહ હતો.કેમ કે મ્રૃણાલમા એક સમય ના પ્રસિદ્ધ સાધ્વી હતા.અને એમાં ય એમને થયેલી ઉમ્રકેદ ની સજા ના લીધે લોકો એમના જીવન ના રહસ્યો વિશે જાણવા અાતુરતા હતી.લોકો માં મોટા ભાગે ઇન્ટરવ્યુ અને મ્રૃણાલમા વિશે જ ચર્ચા થતી .ઘણાં લોકો મ્રૃણાલ મા ને પાખંડી સ્ત્રી કહીને એની નિંદા કરતા પણ ઇન્ટરવ્યુ જોવા ની એમનેય ઉત્સુકતા હતી જ.નવી પેઢી કે જે મ્રૃણાલ મા ને ઓળખતી પણ ન હતી એ પણ મ્રૃણાલ મા ને ઓળખતા થઈ ગયેલા.ફેસબુક વોટ્સ અપ દરેક સોશિયલ મીડિયામાં મ્રૃણાલ મા છવાઇ ગયા હતા.
                        અને અાખરે એ સમય આવ્યો રવિવાર રાત ના નવ વાગ્યે ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ થયો.લોકો એ એ દરેક વાત જાણી જે માત્ર  મ્રૃણાલ મા ના જીવન નું રહસ્ય હતી .ઘણાં લોકો ને શરુઆતમાં મ્રૃણાલ મા માટે પેદા થયેલી નફરત છેલ્લે સહાનુભૂતિ માં પણ પરિવર્તિત થઇ .ઘણા એમને છેલ્લે કહેલા સંદેશા સાથે સહમત થયા કે ઇશ્વર બીજે ક્યાંય નહિ હ્રદય માં જ છે.એટલે જ શ્રદ્ધા હોય તો જે જોઇએ એ અાપે  જ છે.ઘણા એને પાખંડ ગણીને એની સાથે અસહમત થઇ ને ફરી એની નિંદા કરી.પરંતુ એ તો થયું કે મોટા ભાગ ના ભારતીયો એ એ ઇન્ટરવ્યુ નિહાળ્યો.'આજકાલ 'ચેનલ નો ટીઅારપી એટલો વધી ગયો કે  એક થી ત્રણ નંબર સુધી ચેનલ અાજકાલ જ છવાયેલી રહી.બાકીની ન્યુઝ ચેનલો એ  એવી સેલિબ્રીટી ની તલાશમાં હોડ લગાવી કે જે હાલ માં જેલ માં હોય પણ મ્રૃણાલમા ને ટક્કર આપી શકે એવું કોઇ ના મળ્યુ.ઘણી ન્યુઝ ચેનલવાળા તો બીજા સાધુસંતો પાસે ઇન્ટરવ્યુ માટે જઇ આવ્યા પણ કોઈ નામાં સત્ય કહેવા ની હિંમત ના થઈ .એમણે એમના ઇન્ટરવ્યુ માં એજ ચીલાચાલુ એમના ચમત્કારો ની ગાથા સંભળાવી જે લોકો શરુ થી સાંભળતા આવ્યા હતા.જે લોકો રાત નો ઇન્ટરવ્યુ ના જોઇ શક્યા એમણે રિપિટ ટેલિકાસ્ટ નિહાળ્યો.  એ ઇન્ટરવ્યુ ના રિપિટ ટેલિકાસ્ટ ને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો.ચેનલ ને મળેલી સફળતા થી ખુશ થઈ ને ચેનલ ના માલિકો એ બધા કર્મચારીઓ ને સારું એવું બોનસ જાહેર કર્યું .ટુંકમાં મ્રૃણાલમા ચેનલ માટે લોટરી સમાન સાબિત થયા.
                      એવામાં  એકદિવસ અજય સર ને ફોન પર  ઇન્સપેક્ટર કામત  નો ફોન  અાવ્યો  કે મ્રૃણાલ મા ની સુરક્ષા માટે     જ્યારે એમને સાબરમતી  જેલમાંથી તિહાર જેલ માં શિફ્ટ કરતી વખતે કોઇ એ એમને ગોળી  મારી દીધી .અને હોસ્પિટલમાં લઇ જાય એ પહેલા એમનું મ્રૃત્યુ થઈ ગયુ.અજય સર પહેલા તો અાદિત્ય ને ફોન કરવા જતા હતા પછી થી યાદ આવતા એમણે રિપોર્ટર ની ટીમ ને ઘટના સ્થળ પર કવરેજ માટે મોકલી દીધો .એમણે તરત જ સ્ટાફ ની એક મીટિંગ બોલાવી એટલે બધા સ્ટાફ ના કર્મચારીઓ કેબિનમાં અાવી ગયા.અજય સરે બહુ ગંભીર વદને કહ્યું ,"મિત્રો આપણા  બધા માટે બે દુખદ સમાચાર છે .એક તો કે જે મ્રૃણાલમા આપણા માટે લોટરી સમાન સાબિત થયા હતા અને જેમના લીધે તમને બધાને સારુ એવું બોનસ મળ્યુ હતુ એ મ્રૃણાલમા હવે દુનિયામાં નથી રહ્યાં .એક જેલ માંથી બીજી જેલ માં શિફ્ટ કરતી વખતે એમને કોઇ એ ગોળી મારી અને એ પહેલા કે એમને હોસ્પિટલમાં લઇ જવામાં અાવે એમનું મ્રૃૃત્યુ થઈ ગયું. જેણે ગોળી મારી  એ પકડાઇ ગયો છે અને એ  માણસ એક સમયે એમનો ભક્ત હતો.મ્રૃણાલમા પર બહુ  શ્રદ્ધા હતી એને . એની શ્રદ્ધા ભંગ થવા ના દુખ થી ક્રોધ માં હતો .મારી નાખવાનું પ્લાનિંગ બહુ જ પહેલે થી કરી રહ્યો  હતો  પણ તક નહોતી મળતી એને   અનેજ્યારે તક મળી ત્યારે એણે એનું કામ કરી દિધું .આ  સાંભળીને બધા ને ખુબ જ દુખ થયું .
                 "મે એ ન્યુઝ ના રિપોર્ટિંગ નું કામકાજ શરુ કરાવી દીધું છે.અને તમારે પણ અઠવાડિયુ એ જ ન્યુઝ પર કામ કરવાનું છે .પણ હવે બીજા એક દુખદ સમાચાર છે તમારા માટે .અને એ કે જેણે આ ઇન્ટરવ્યુ નું સજેશન આપ્યુ હતુ અને જેના વગર કોઇ ને ઓફિસમાં કામ કરવાની મજા નથી  આવતી એ અાદિત્ય એ પોતાનું રાજીનામુ મોકલાવ્યું છે "
                        "વ્હોટ ?" બધાજ એકસાથે બોલ્યા .સુહાની એ કહ્યું ,"પણ કેમ ?તમે તો કહેતા હતા કે એનું પ્રમોશન થવાનું છે ને?તમે એને કહ્યું નહિ?"
                     "હા ,થવાનું જ હતુ પણતમે લોકો એ જોયું  નહોતું થોડા દિવસો થી એનું કામ માં મન જ નહોતુ લાગતું.એ બહુ ખોવાયેલો રહેતો હતો.મે એને ફોન પર પણ બહુ સમજાવ્યો પણ એ માનવા  તૈયાર જ નથી .એણે કહ્યું  હવે અા શહેરમાં એનું મન નથી લાગતું.એ શહેર છોડી ને એના ફેમિલિ બિઝનેસમાં એના અંકલ ને હેલ્પ કરવા મુંબઇ જશે."
                  "પણ એને તો બિઝનેસમાં કંઈ રસ નહોતો .રિપોર્ટર બનવું અા ન્યુઝ ચેનલ એ બધું તો એનું પેશન હતું .અચાનક કેમ એમાંથી રસ ઉઠી ગયો અને હા અમદાવાદ તો એને બહુ ગમતુ તો  હવે મુંબઇ કેમ જવા માગે છે?"સંદિપે કહ્યું .
                  "એ બધી મને નથી ખબર પણ માત્ર એટલી ખબર છે કે સ્ટાફમાંથી એક સારો કાબેલ અને બધા નો પ્રિય એવો અાદિત્ય બહુ જલ્દીથી મુંબઇ જતો રહેશે."
                  "   આ બધું કલ્પના ને લીધે થયુ છે જ્યારથી કલ્પના ના સ્વયં સાથે મેરેજ નક્કી થયા છે  ત્યારથી જ એ ઉદાસ થઈ ગયો હતો.એ કોઇ ને કહેતો નહોતો પણ કલ્પના ના દુર જવા થી એ પોતે પણ પોતાના થી  દુર જઇ રહ્યો છે..કદાચ એ કલ્પના ને પ્રેમ કરે છેઅને એટલે જ એના લગન થાય એ પહેલા એ પણ શહેર છોડી દેવા માગે છે."સંદીપે કહ્યું .
                   "ઓહ,પણ કલ્પના ના લગ્ન ને તો હવે પંદર જ દિવસો બાકી રહ્યાં છે .કાશ કે એના લગન આપણે અટકાવી શકતા હોત.પણ હવે શું થઈ શકે?ના તો  આપણે લગન અટકાવી શકીએ ના તો અાદિત્ય ને દુર જતા કેમ કે અાદિત્ય જિદ્દી છે    એકવાર જે નક્કી કરે છે એ કરીને જ રહે છે.ઠીક છે જેવી ઇશ્વર ની મરજી આપણે તો  આપણું કામ ચાલુ રાખવું પડશે.તો ચાલો હવે છુટા પડીને બધા પોતપોતાના કામે લાગીએ."અજયસરે કહ્યું એટલે બધા દુખી મને પોતા ના કામે લાગ્યા.
                  સાનિયા પોતાની જગ્યા પર જઇને રડવા લાગી.એને મનમાં થયું ,"મે અા શું કરી દીધું  ?અાદિત્ય ને પોતાનો બનાવવા જતા એને હંમેશાં માટે ખોઇ ના બેસું"એને રડતી જોઇને બધાએ સાનિયા ને સાંત્વના અાપી ને બધા  કામ કરવા લાગ્યા.
                       ઓફિસમાંથી છુટતા જ સાનિયા તરત જ અાદિત્ય ના ઘરે ગઇ .અાદિત્ય એ દરવાજો ખોલ્યો અને  સાનિયા ને જોઇ ફિકુ સ્માઇલ કરતા બોલ્યો ,"સાનિયા ,તું ?અંદર અાવ.મજા માં ને.તને જોઇને ખુશી થઇ .શું ચાલે છે ઓફિસમાં?
                     "  તું તારી વાત કર ને તું કેમ છે ?"સાનિયા એ અંદર આવતા કહ્યું .ઘર ની હાલત જોતા જ લાગતું હતું કે એ પેકીંગ કરી રહ્યો છે.
                    "હું પણ મજામાં જ છું.અાદિત્ય એ કહ્યું
                    "તને જોઇને ક્યાંયથી ય નથી લાગતુ કે તું મજામાં હોય .જરાપોતાને જો આદિત્ય .તું પહેલાનો અાદિત્ય જ નથી રહ્યો .જેની સ્માઇલ થી અમારો દિવસ  બની જતો હતો અમારી પ્રોબ્લેમ્સ પણ જેની સ્માઇલ જોઇને અડધી થઈ જતી એ સ્માઇલ ક્યાં ગાયબ થઈ ગઇ અાદિ?"
                         "ખબર નથી .પણ હવે અહિયાં કોઈ કામ માં કોઇ વાતમાં મન નથી લાગતુ.એક વીક પહેલા મળ્યો હતો કલ્પના ને એનો હાથ હવે એકદમ સાજો થઈ ગયો છે.એનો યુએસએ નો વીઝા પણ મંજુર થઈ ગયો છે.એને હવે સ્વયં મળી ગયો છે જે એને પ્રેમ કરે છે એને સંભાળે છે.એને હવે મારી જરુર નથી ."અાદિત્યએ નિસાસા નાખતા કહ્યુ .
                  "અને તું અાદિત્ય ? શું તને નથી ખબર તારે શું જોઇએ છે ?એવી કઇ વાત ના લીધે તારે અમદાવાદ છોડવું છે તને  નથી ખબર ?મને ખબર છે કે તારે શું જોઇએ છે તને કલ્પના જોઇએ છે .તું એને ચાહે છે.અને એને પ્રેમ કરે છે."
                    "ખબર છે પણ હવે કંઈ થઈ શકે એમ નથી .કલ્પના  સ્વયં ને ચાહે છે.એના પંદર દિવસ પછી લગન થવા ના છે અને એ પછી થોડા જ દિવસોમાં એ જતી  રહેશે.અને એની દરેક યાદ મારું જીવવું મુશ્કેલ કરી દેશે.અને એટલે જ હું મુંબઇ જવા માગું છું."
                   " આદિત્ય ,કલ્પના ની એક વાત જે મે અને કલ્પના એ હંમેશા તારા થી છુપાવી છે એ મારે તને કહેવી છે અને એ વાત એ છે કે કલ્પના પણ તને પ્રેમ કરેછે.?
                  "વ્હોટ ?શું વાત કરે છે તુ?"
                   જવાબમાં સાનિયા એ બધી જ વાત કરી કે એને કલ્પના ની ડાયરી વાંચી ને એના મન ની વાત જાણી.એ પછી કેવી રીતે એણે કલ્પના ના મનમાં વહેમ પેદા કરીને એને પોતાના મન ની વાત જણાવતા રોકી લીધી .કેવી રીતે એણે કલ્પના ના મનમાં ઠસાવી દીધું કે અે અને  અાદિત્ય બંન્ને પ્રેમ કરે છે.છેલ્લે એણે  રડતા રડતા કહ્યું ,"અાઇ એમ સો સોરી અાદિત્ય .અા બધું મારા લીધે થયું છે..હું તમારા બંન્ને ની ગુનેગાર છું .કલ્પના તો હજુ ય તને જ ચાહે છે પણ તારી ખુશી માટે જ એણે સ્વયં સાથે લગન કરવાનું નક્કી કર્યું હશે.જો કદાચ અા સાંભળીને તું મને માફ કરી શકતો હોય તો મને માફ કરી દેજે."
                   આ  બધું સાંભળીને અાદિત્ય ના હાવભાવ બદલાવા લાગ્યા.એના ચહેરા પર અાશ્ચર્ય હતું જેમાં ખુશી હતી .એણે  કહ્યું ,"શું વાત કરે છે ?મને કેમ ના ખબર પડી એવાત ની?તને નથી ખબર તે આ વાત કહીને મને શું અાપી દીધું છે.અા વાત માટે તો તું સો વાર મારું મર્ડર કરી દે તો ય તને માફ કરી દઉં."
                    પછી યાદ કરતા કહે છે ,"હા ,હવે બધું સમજ માં અાવે છે કલ્પના ક્યારેક કંઇક છુપાવતી હતી તો ક્યારેક કંઇક કહેવા માગતી હતી .એની મુંઝવણ ,એની અાંખો માં રહેલો પ્રેમ કશું જ ના સમજી શક્યો .અરે એટલો મુર્ખ કે મને બચાવવા માટે પોતાના જીવ ની ય પરવા ના કરી એને હું બેવકુફ ,સ્ટુપિડ કંઇ જ ના સમજી શક્યો . કાશ કે પહેલા જ સમજી ગયો હોત તો અા દિવસ જ ના અાવત.તને નથી ખબર અા દિવસોમાં કેવી હાલત  થઈ  છે મારી.થેંક્યુ સો મચ સાનિયા  કેવી રીતે તારો આભાર વ્યક્ત કરું તારો .હું હમણાં જ જઇને કલ્પના ને વાત કરું છું .જો એ મને પ્રેમ કરે છે તો તને ખાતરી  અાપુ છું એને બીજા કોઇની ય નહિ થવા દઉં .એ ખુશી એને અાપીશ જ જે એની છે."
                 "અાદિત્ય , તું ન્યૂઝ  તો જોવે છે ને .કદાચ ના જોતો હોય તો તને કહી દઉં મ્રૃણાલ મા હવે નથી રહ્યાં ."
                    "વ્હોટ ?કેવી રીતે ?મે તો બે  દિવસ થી ટીવી જોવાનું બંધ જ કરી દીધું હતુ.એટલે મને તો  ખબર જ નથી .શું કલ્પના ને ખબર છે ?જો એને ખબર પડશે તો રોઇ રોઇ ને અડધી થઇ જશે.મારે અત્યારે જ એની પાસે જવું પડશે.મારે કલ્પના ને વાત તો કરવી જ પડશે.એ પહેલા કે મોડુ થઈ જાય મારે કંઇક તો કરવું જ પડશે ને "
            "સારુ તુ જલ્દી જા .અને કહી દે એને કે તું પણ એને પ્રેમ કરે છે .એ પહેલા કે મોડુ થઈ જાય .અને હા તારે એમાં મારી કે કોઇ ની પણ મદદ જોઇતી હોય તો ફોન કરી દેજે સ્ટાફ માં દરેક જણ તારી મદદ કરવા તૈયાર છે.ઓ. કે.બેસ્ટ ઓફ લક અાદિત્ય.એમ કહીને સાનિયા જતી રહી.એના  મન નો ભાર અડધો હળવો થઈ ગયો હોય એમ એને સારુ લાગતુ હતુ.પણ તો ય એને નક્કી કર્યું  કે ગમે તે થાય એ બંન્ને ને એક કરીને જ રહેશે.અને ત્યારે જ એને શાંતિ થશે.એમ નક્કી કરીને એ ઘર તરફ જવા નીકળી .અને અાદિત્ય એ તૈયાર થઈ ને કલ્પના ને પ્રપોઝ કરવા નીકળ્યો .પણ શું એને એનો પ્રેમ મળશે?કદાચ કલ્પના માની પણ જાય તો સ્વયમ અને કલ્પના ના માતાપિતા એ માનશે? જાણવા માટે વાંચો કેદી નં ૪૨૦નો અંતિમ ભાગ.



   
         
                       "