કેદી નં ૪૨૦ - 8 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 8

આગળ આપણે જોયું કે કલ્પના અને આદિત્ય બંન્ને એક સિક્રેટ ઓપરેશન માટે XYLO ENTERPRISE નામની કંપની ના ગોડાઉનમાં જાય છે. કલ્પના નું બ્લુટુથ ખરાબ છે. અને કંપની ના સિક્યુરિટી ગાર્ડ ની નજર માં કલ્પના પર પડે છે. અને એ કલ્પના પર બળજબરી કરવા ના ઇરાદા થી કલ્પના અને આદિત્ય બંન્ને નો પીછો કરે છે. કલ્પના અને આદિત્ય બંને સિક્યુરિટી ગાર્ડ ની હરકત થી અજાણ છે. હવે જોઇએ આગળ.

આ બાજુ માં મ્રુણાલ મા ના મન માં કલ્પના એ કરેલો પ્રશ્ન વારે વારે પડઘાતો રહે છે. કે તમે પંકજ સાથે એવું શું કરેલુ કે એની જિંદગી બરબાદ થઇ ગઇ. એ પ્રશ્ન ને ભુલી જવા માટે મ્રુણાલમા એ પોતાની જાત ને કામ માં ઝોંકી દિધી. એ જેમ બને એમણે વધારે ને વધારે કામ કર્યા કર્યું જેથી એ પ્રશ્ન હેરાન ના કરે પણ સાજ પડતા જ જ્યારે કામ બંધ થઈ ગયું ત્યારે એ નવરા પડ્યા ત્યારે એમને એ પ્રશ્ન નો સામનો કર્યા સિવાય છુટકો નહતો. અને ફરી થી એ સવાલ મનમાં પડઘાયો , ‘ તમે એવી કેવી યોજના બનાવી કે જેના થી પંકજ નું જીવન બરબાદ થઈ ગયુ ? ‘અને એ પ્રશ્ન ના જવાબ રુપે મ્રુણાલમા પોતાના ભુતકાળમાં પહોંચી ગયં.

હવે જોઇએ કે કંચન ની યોજના જેણે પંકજ નું જીવન બરબાદ કરી દિધું.

એ રાત્રે એ યોજના બનાવ્યા પછી કંચન શાંતિ થી સુઇ ગઇ. બીજા દિવસે બધું કામકાજ પતાવી ને તૈયાર થઈ ને કોલેજ પહોંચી ગઇ. કોલેજ માં સૌથી પહેલા પંકજ ને મળવાનું હતું પણ પંકજ ક્યાંય દેખાયો નહિ. એમણે બધીજ જગ્યા એ તપાસ કરી જોઇ કેન્ટિનમાં,લાઇબ્રેરી મા,ગાર્ડન માં,લેક્ચર માં પણ પંકજ ક્યાંય ના દેખાયો. એને ફાળ પડી કે ક્યાંક કાલ ના ઝગડા થી નારાજ થઇ નેતો કયાંકએ કોલેજ માં નહિ આવ્યો હોય?. એને થયું આ તો યોજનાની શરુઆતમાં જ ગડબડ થઈ ગઇ. હવે યોજના આગળ કેવી રીતે વધારું ? એ નિરાશ થઇને કેન્ટિન માં ગઇ. અને ત્યાં જઇ એક કટિંગ ચાય અને એક પ્લેટ સમોસા નો ઓર્ડર આપ્યો.

ત્યાં રવિન્દ્ર ત્યાં આવ્યો. પણ એને જોઇને કંચન ના ચહેરા પર ખુશી ના જોઇ રવિન્દ્ર બોલ્યો , ‘શું વાત છે જાન મને જોઇને ય તારા ચાંદ જેવા ચહેરા પર કોઇ ખુશી ના દેખાઈ ? ’

‘મારે પંકજ ને મળવું હતુ પણ એ મને ક્યાંય દેખાતો નથી. ’

‘અરે, તારી સામે તારો પ્રેમી બેઠો છે અને તારે એ કાળિયા ને કેમ મળવું છે? ક્યાંક મને છોડીને તું એની પાસે જવાનું તો નથી વિચારતી ને? એવું કરીશ ને તો હું તને ને મને બંન્ને ને મારી નાખીશ એ વાત યાદ રાખજે. ’

‘ એવી કોઇ જ વાત નથી જેવી તું વિચારી રહ્યો છે. આ તો મારે એનું કામ છે એટલે બાકી એની તરફ તો જોવુંય હવે મને ગમતું નથી. તને ખબર છે એ ક્યાં છે? તો મને કહે ને હું તને પછી બધું સમજાવી દઇશ. ’

‘હું કાંઇ એવા ઓ નો ચોકીદાર નથી કે મને એ ક્યાં ક્યાં રખડે છે એ બધી વાત ની ખબર હોય.

આ સાંભળીને કંચન ઉદાસ થઈ ગઇ. એ જોઇ રવિન્દ્ર બોલ્યો ,’અરે ,હા યાદ આવ્યું મારો દોસ્ત રમેશ કહેતો હતો કે એ અડધા કલાક પહેલા લાઇબ્રેરી દેખાયો હતો. કદાચ હજુ ય ત્યા જ ચોપડા ફાડતો બેઠો હશે. જઇને મળી લે તારા યારને. ’

‘એવું શું બોલે છે મે તને કહ્યું ને હું બધું જ તને સમજાવીશ. હવે મને જવાદે નહિ તો ફરી પાછો ત્યાંથી ય ગુમ થઇ જશે. ’એમ બોલી કંચન રવિન્દ્ર ને ભેટી ને પંકજ ને મળવા લાઇબ્રેરી તરફ જવા લાગી અને રવિન્દ્ર ચાય અને સમોસા ને પોતાના બીજા દોસ્તો સાથે મળીને ન્યાય આપવા લાગ્યો.

લાઇબ્રેરી માંજઇને જોયું તો પંકજ ત્યાં બુક વાંચતો હતો. કંચન ધીમેથી જઇને પંકજ ની બાજુમાં જઇ ઉભી રહી અને પ્રેમ થી બોલી ,’શું વાંચવા માં આટલો મશગુલ થઈ ગયો વે કે મારી ય યાદ આવતી નથી હં. ? ’

પંકજ કંચન ના અવાજ થી ચોંકી ગયો એણે ઉપર જોયું તો કંચન મીઠું મીઠું એની તરફ હસી રહી હતી. કંચન ને જોતાજ પંકજ તો બાઘા ની જેમ એને જોઇ જ રહ્યો. ગુલાબી રંગ નો સુટ અને સલવાર ,ગુલાબી હોઠ,કાળી આંખોમા નાખેલું કાજળ,માથા પર ની ગુલાબી બિંદી. અને ગુલાબી સલવાર સુટમાં એ કોઇ ગુલાબ ની કળી જેવી લાગતી હતી. પંકજ એના રુપ અને મધુર સ્વર નું રસપાન કરવાં માં થી ઉંચો જ ના આવત પણ કંચને એનું ધ્યાન દોરતા કહ્યું ,”આમ શું બાઘા ની માફક જોઇ રહ્યો છે પહેલા ક્યારેય જોઇ જ નથી કે શું ? ”

‘જોઇ તો છે પણ આજે તું ખુબજ સુંદર લાગી રહી છે. ’

‘હં. પંકજ કાલે જે થયુ અને મે જે રીતે કાલે તારી સાથે વાત કરી એ માટે કાલ આખી રાત મને ઉંઘ ના આવી. કાલે મે તારુ દિલ દુખાવ્યુ હતુ એ બદલ મને માફ કરી દે.

‘અરે ,એના માટે આટલી દુખી થવાની શું જરુર હતી. મને તો કાલ ની વાત યાદ પણ નહોતી તો તારા માફી માગવા ની ક્યાં વાત આવે છે? અને આમે ય આપણી બે ની વચ્ચે જો આવા ઝગડા થાય તો યઆપણી મિત્રતા થોડી ટુટી જવાની હતી? આપણે બંન્ને મિત્રો છીએ અને હંમેશા રહીશું. ’

‘મને તારી પાસે થી એજ અપેક્ષા હતી. સારુ તું તારા થોથાઓ ઉથલાવ. મારે સવિતા પાસે થોડું કામ છે. તો હું જઉં છું. પછી તને મળીશ. ’એમ કહી ને કંચન જતી રહી અને પંકજ એને એ દેખાતી બંદ ના થઇ ત્યાં સુધી જોઇ રહ્યો.

કંચન હવે રવિન્દ્ર પાસે આવી ને કહે છે ,’રવિન્દ્ર ,કોલેજ પુરી થયે મને મળજે. મારે તને એક વાત કહેવા ની છે. હું અત્યારે લેક્ચર માં જઉં છું પછી તને મળું છું.

કોલેજ પત્યા પછી કંચન અને રવિ બંને એકાંતમા કોલેજ પાછળ ના ગ્રાઉન્ડ માં એક ઝાડ પાછળ મળે છે. ત્યાં કંચન રવિ ને બધો જ પ્લાન સમજાવે છે. એ પ્લાન સાંભળી ને રવિ કંચન ને કહે છે ,’વાહ,કંચન શું પ્લાન બનાવ્યો છે. સાપ પણ મરી જાય અને લાઠી પણ ના ટુટે. હું તો તને ભોળી સમજતો હતો પણ તું તો ગજબ નું દિમાગ ધરાવે છે!હું તારી સાથે જ છું અને આપણે બંન્ને સાથે મળી ને એ પંકજીયા ને સબક શીખવાડશું. એની હિંમત તો જુઓ મારી કંચુ ને ધમકાવે છે. એના તો હવે એવા હાલ થશે કે કોલેજ માં ક્યાંય મોઢું બતાવવા લાયક નહિ રહે. ’

એના પછી ના બીજા અઠવાડિયે કોલેજ મા ફંકશન ચાલતું હતું. કોલેજ ના બધા પ્રોફેસર વિદ્યાર્થીઓ કોલેજ ના થિયેટર માં કોલેજ માં ચાલી રહેલા કાર્યક્રમ નો આનંદ લઇ રહ્યાં હતા. રવિ એ અમિતાભ બચ્ચન ના ગીત ચુમ્મા ચુમ્મા દે દે ગીત પર ડાન્સ કરી ને બધા પર પોતાનો જાદુ ચલાવી દીધો. એનો ડાન્સ પત્યો એટલે બધા તાળી ઓ પાડવા લાગ્યા. પણ કંચને રવિ ને અંગુઠા થી ચિઅર અપ કર્યુ. જેનો મતલબ હતો કે હવે પ્લાન શરુ કરવા નો સમય થઇ ગયો છે. કંચન પોતાની સીટ પર થી ઉભી થઇઅને જ્યાં પંકજ ની બાજુ વાળી સીટ ખાલી કરાવી ને પંકજ ની બાજુમાં બેસી ગઇ. બધાનું ધ્યાન કવિતા નામની છોકરી પર હતું. જે એક રાધા એક મીરા ગીત સુરીલા અવાજ માં ગાઇને બધાને ડોલાવી રહી હતી. પંકજ ના પેટમાં પતંગિયા ઉડી રહ્યાં હતા કેમકે કંચન એની બાજુ ની જ સીટ પર બેઠી હતી.

કંચન, ‘કેટલુ સરસ ગાય છે ને કવિતા ‘

પંકજ , ‘હા,ખુબ સરસ ગાય છે. મને આજે જ ખબર પડી કે આનો અવાજ આટલો સુરીલો છે. ’

કંચન , ‘આહ, મને લાગે છે કે મારા ડ્રેસ માં કંઇક પેસી ગયું છે. પીઠમાં ખુબજ બળતરા થાય છે. તુ મારી સાથે ચાલ ને મારી મદદ કર.

પંકજ કંચન ની મદદ કરવા માટે કોલેજ ના એક ક્લાસ રુમ આગળ આવે છે. જ્યાં કોઇ હતુ નહિ. કંચને પંકજ ને પોતાના સલવાર ની પાછળ ની દોરી ખોલી અદર હાથ નાખી ને જોવાનું કહ્યું. પંકજ એમ કરવા માં વિચારતો હતો પણ કંચન બોલી, ‘ જલ્દી કર મને બહુ બળે છે ‘એટલે પંકજ અચકાતા અચકાતા સલવાર ની દોરી ખોલવા લાગ્યો. ત્યાં અચાનક જ કંચને પંકજ ને ધક્કો મારી પોતાના કપડા ફાડવા લાગી. પોતાના બધા જ વાળ પીંખી નાખ્યાઅને પોતાના જ નખ થી પોતા ના હાથ પર ઉઝરડા પાડી દીધા. પંકજ ને કંઇ સમજ નહોતી પડી રહી કે આ શું થઇ રહ્યું છે હવે કંચન જોર જોર થી બુમો પાડવા લાગી ,’બચાવો ,કોઇ મને બચાવો. કોઇ મને આ વરુથી બચાવી લો. ’આમ બુમો પાડતી પાડતી એ રડવા લાગી. એટલી જ વારમાં રવિ એના દોસ્તો સાથે આવી ગયો કે તરત જ કંચન દોડતી જઇને રવિ ને આજીજી કરવા લાગી. કંચન ની હાલત જોઇને રવિ ના મિત્રો ને પણ એમજ લાગ્યુ કે પંકજ કંચન પર બળ જબરી કરવાનો પ્રયાસ કર્યો છે. કંચન ની હાલત જોઇ રવિ પંકજ ની પિટાઇ કરવા નું ચાલુ કરી દીધુ. અવાજ સાંભળી ને બધાજ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર બધા જ આમંત્રિત મહેમાનો સહિત બધા જ એ જગ્યા એ ભેગા થઈ ગયા. બધા પંકજ પર ફિટકાર વરસાવવા લાગ્યા. ઉપર થી પંકજ પોતા ના બચાવ માં એક શબ્દ પણ બોલતો નહોતો. એટલે બધા એ પંકજ ને ગુનેગાર માનવા લાગ્યા અને કંચન ને દયા ની નજરો થી જોઇ રહ્યા. કંચન એની બહેનપણી સવિતા જોડે રડી રડીને સહાનુભૂતિ મેળવી રહી હતી.. કોલેજ ના પ્રિન્સિપાલ તરત જ આ ઘટના ના સંબંધિત દરેક વિધ્યાર્થી ને ઓફિસમા બોલાવ્યા. ઓફિસ ની બહાર બધા ટોળેટોળા ઉભા થઇ ગયા ઓફિસ નો નજારો જોવા માટે. ઓફિસ માં કંચન ને વિગતવાર બધું જ જણાવવા નો હુકમ કર્યો.

કંચન રડતા રડતા કહ્યું , ‘ સર,આમ તો હું અને પંકજ બંન્ને મિત્રો છીએ. એટલે આ ક્યારેય આવુ કરશે મે સપના માં પણ નહોતુ વિચાર્યુ. પણ હવે મને ખબર પડે છે કે આની ક્યારની મારા પર ખરાબ નજર હતી. એણે મને થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે એ મને પ્રેમ કરે છે પણ મે એને હા ના પાડી તો એ હવે બળજબરી કરવા પર ઉતરી આવ્યો. મને કહેતો હતો કે તું જો મારી નહિ થાય તો તને કોઇની ય નહિ થવા દઉં એક વાર તારી આબરુ લુંટી લઉં પછી કાળુ કુતરુ ય તારી સામે નહિ જુએ. અને છેવટે તારે મારી બનીને રહેવું પડશે. એમ બોલતા બોલતા કંચન ચોધાર આંસુડે રડી પડી.

રવિ અને મિત્રો એ પણ સાક્ષી પુરાવી. અને વિગતવાર વર્ણન કર્યુ કે કંચન ની કેવી હાલત હતી. પ્રિન્સિપાલે પંકજ ને પોતાનો બચાવ કરવા માટે જે કહેવું હોય એ કહેવા ની છુટ આપી પણ પંકજ તો કંઇ શબ્દ ય ના બોલ્યો. જાણે કંચન ને ખોટી સાબિત થવા થી બચાવતો હોય એમ ચુપચાપ ઉભો રહ્યો કોલેજ ના. પ્રિન્સિપાલ એની ખામોશી ને એનો ગુના ની સાબિતી ગણી લીધી. અને નિર્ણય સંભળાવી દીધો , ‘મને એવું લાગે છે કે તમે ધોળા દિવસે એક છોકરીને બેઆબરુ કરવા જેવુ શરમજનક ક્રુત્ય કરતા રંગે હાથ ઝડપાયા છો તો હવે તમારી પાસે કંઇ કહેવા જેવું નથી તો મારી પાસે પણ હવે તમે બીજો કોઇ રસ્તો બાકી રાખ્યો નથી. મને તો ઘણી ઇચ્છા થાય છે કે તમને જેલ ભેગા કરી દઉં પણ કોલેજ ની બદનામી ના થાય એ માટે તમને કોલેજ માંથી ટર્મીનેટ કરીને સંતોષ માની લેવો પડે છે. કાલે તમારો ટર્મીનેશન લેટર તૈયાર હશે તમારા વાલી સાથે આવીને લઇ જજો. અને નહિ લઇ જાઓતો પણ તમારી મરજી. ’

બીજા દિવસે પંકજ ના માતાપિતા આવ્યા અને એમણે પંકજ માટે ઘણી વિનંતી કરી પણ એમનું કંઇ ચાલ્યુ નહિ. આખરે દુખી હ્રદયે ત્યા થી જતા રહ્યાં. પંકજ તો એ પછી કોલેજ માં ક્યાય દેખાયો જ નહિ. અને કંચન અને રવિન્દ્ર બંન્નેના રસ્તા માથી કાંટો નીકળી જવા ને લીધે ખુલી ને મળવા લાગ્યા. કેમકે પંકજ એકજ વ્યક્તિ હતો જેના પર કંચન ના કાકી બહુ જ વિશ્વાસ મુકતા હતા.

થોડા અઠવાડિયા પછી એક દિવસ કંચન ના કાકી એ કંચન ને વાતવાત માં જણાવ્યુ કે પંકજ ની માનસિક હાલત થોડા સમય થી ઘણી બગડી ગઇ હતી. તે ગુમસુમ રહેતો હતો. ક્યારેક હસવા લાગતો તો ક્યારેક રડવા નું ચાલુ કરી દેતો. છોકરીઓ ને જોઇને હિંસક બની જતો હતો. તેથી એના માતાપિતા એને મોટા શહેર મા ઇલાજ માટે લઇ ગયા. અને એમણે હંમેશા ના માટે આ શહેર છોડી દિધું. કંચન ને આ સાંભળીને ને મનમાં ખુબજ પસ્તાવો થવા લાગ્યો. એને પંકજ ને મળવુ હતુ પણ હવે એ શક્ય નહોતુ.

એ દિવસે કંચન ખુબજ ઉદાસ હતી. કોલેજમાં રવિ ને મળી. આજે કંચન ને ઉદાસ જોઇને બોલ્યો, ‘શું થયું પાછું તને? તને કેટલી વાર કહ્યું કે મને મારી ચાંદ થી ય વધારે ખુબસુરત કંચુ ના ચહેરા પર ઉદાસી જોવી નથી ગમતી. શું વાત છે હવે તો પેલી પંકજ નામની બલા ય ટળી ગઇ. તો પછી શું વાત છે? ’

‘ મારે એની જ વાત કરવી હતી. કોલેજ ના ફંક્શન માં જે કંઇ પણ થયું એ પછી એની માનસિક હાલત બહુ જ ખરાબ થઈ ગઇ છે એવું મને મારા કાકી એ કહ્યુ. અને એના માબાપ એનો ઇલાજ કરાવવા મોટા શહેર માં લઇ ગયા છે. મને બહુ જ પસ્તાવો થાય છે. આપણે એની સાથે કર્યું બહુ જ ખોટુ કરી નાખ્યુ. ’

‘સાચે જ બહુ જ ખરાબ થઈ ગયુ એની સાથે. પણ એણે ય આપણા માટે કોઇ રસ્તો જ ક્યાં બાકી રાખ્યો હતો. જો તું એની સાથે આવું કરવા ની યોજના ના બનાવત તો આપણા બંન્ને ને જુદા કરી દેત.. જો એ તારા કાકા અને કાકી ને કહી દેત તો એ લોકો કોલેજ છોડાવીને તરત જ તારા લગ્ન કરવા લાગી જાત. અને મારી કંચન ને મારા થી જુદા કરવા નું જો કોઇ વિચાર ય કરશે ને તો હું એના પંકજ થી ય ખરાબ હાલત કરતા નહિ અચકાઉં. મને લાગે છે કે એ એ જ દાવ નો હતો. થોડા દિવસ મેન્ટલ હોસ્પિટલમાં વીજળી ના શોક ખાઈને સાજો થઈ જશે. એમાં તું તારો મુડ ના બગાડ. ’

‘શું કરું એનો વિચાર મગજમા્ થી ખસતો જ નથી. ’

‘ મારી પાસે એક સરસ પ્લાન છે તારા જેવો ખતરનાક નથી પણ એવો સરસ પ્લાન છે કે તું તારુ બધું દુખ ભુલીને હવા મા ઉડવા લાગીશ. આપણે પરમદિવસે ખંડાલા અને મહાબળેશ્વર જઇ આવીએ. ’

‘ કાકી મને એક દિવસ પોતાના થી દુર જવા દેતા નથી ને તું બે ત્રણ દિવસ ની વાત કરે છે. કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. ’

‘અરે,એની ચિંતા તું ના કરીશ. તારી બહેનપણી સવિતા છે ને એ તારી કાકીને મનાવવાનું કામ કરશે. એ વડોદરા માં એના ભાઇના લગ્નમાં તને સાથે લઇ જવાનું બહાનું બનાવશે. જોતી હશે તો કંકોત્રી ય બતાવી દેશે. એટલે એ તો માની જશે. ’

‘સાચે , કાકી ને એ મનાવી લેશે ને ? ’

‘અરે ,ચોક્કસપણે મનાવી લેશે. પછી તો માત્ર તું , હું અને ખંડાલા.. તને મજા મજા કરાવી દઇશ. ’

બીજા દિવસે સવિતા એ લગ્ન ની ખોટી કંકોત્રી બતાવીને કાકી પાસે થી કંચન ને વડોદરા જવાની મંજુરી પણ લઇ લીધી. અને ત્રીજા દિવસે કંચન એના ચાર પાંચ મિત્રો ના ગ્રુપ સાથે ખંડાલા જવા નીકળી પડ્યા. કંચન તો ખંડાલામાં આવતા ઉંચા નીચા વાંકા ચુકા રસ્તા અને ઢોળાવો જોઇને જ હવા માં ઉડવા લાગી. આખી મુસાફરી દરમ્યાન તે બારી માંથી નજારા જ જોતી રહી. અને ઉછળી ઉછળી ને બીજાને બતાવતી ય રહી. રાતે નવેક વાગ્યે બધા હોટલમાં પહોંચ્યા. બધા એ ભરપેટ ખાધું. રાતે દસેક વાગ્યા સુધી મસ્તી કરી. પછી ઉંઘ આવતા બધા જ કપલ પોતપોતાના રુમ માં જઈને ભરાઇ ગયા.

રુમ માં જઇને રવિન્દ્ર એ રેડ વાઇન ઓર્ડર કરી. એ પછી રેડિયો ઓન કર્યો. જેના પર એક રોમેન્ટિક ગીત ચાલી રહ્યું હતુ. રવિન્દ્ર એ કંચન ને પોતાની સાથે પીવા કહ્યું. કંચન એ આનાકાની કરી. એટલે રવિન્દ્ર એ કહ્યું ,’ઓહ જાન,આ સમય પછી ક્યારેય મળશે કે નહિ ખબર નહિ. ના પાડીને આ સમય ને બરબાદ ના કર. જે થાય એ થઇ જવા દે. પછી પાછળ થી તને પસ્તાવો થશે પણ એનો કોઇ અર્થ નહિ રહે. મારી ખાતર એક વાર પી જો. કંચન આ સાંભળી ને ના ના પાડી શકી. એણે થોડું પીધું. થોડી વાર પછી એના પર પણ વાઇન નો હળવો નશો સવાર થઈ ગયો. રવિ એ કંચન નો હાથ પકડી એને પોતાની નજીક ખેંચી લીધી. અને એણે પોતાની બાહુપાશ માં લઇ લીધી. વાઇન નો નશો ,હળવુ રોમેન્ટિક સંગીત અને રાત્રિ નું એકાંત જેમાં રોકટોક કરવા વાળુ કોઇ નહિ.. એ રાત્રે બધા જ બંધન અને બધી જ મર્યાદા ઓ ટુટી ગઈ. કંચન અને રવિ એ મન ભરીને એ રાત્રિ ને માણી. એક દિવસ ખંડાલા માં અને બે દિવસ મહાબળેશ્વર માં બધા એ ખુબ જ જલસા કર્યા. રખડપટ્ટી કરી. રાતો ને રંગીન બનાવી. ચોથા દિવસે પાછા પોતાના ઘરે આવ્યા.

જ્યારે કંચન ઘરે પાછી આવી ત્યારે એને જોયું કે ઘરમાં કોઇક નવા મહેમાન આવ્યા છે. દુર થી તો એ નવા મહેમાનોને ઓળખી ના શકી. પરંતુ જ્યારે એ એમની નજીકથી જોયા તો કંચન નું મન કડવાશ થી ભરાઇ ગયું. એ બંન્ને એના માતાપિતા હતા. જે પોતાની સજા પુરી કરીને પાછા ફર્યા હતા. કંચને ક્રોધમાં આવી ગઇ અને એના પુરુષોત્તમ કાકા અને કાકીને કહેવા લાગી,’ તમે આ બંન્ને ને ઘરમાં કેમ ઘુસવા દીધા. આ બંન્ને એ લાયક નથી કે એમને ઘરમાં ઘુસવા દેવાય. ’

‘એવું ના બોલાય બેટા. એ ગમે તે હોય તો ય એ તારા માબાપ છે. ’

‘મારા માતાપિતા તમે છો. આ બંન્ને એ તો મને એ જ દિવસે અનાથ કરી દિધી હતી જ્યારે એમને પોલીસ પકડીને લઇ ગઇ હતી. ત્યારે જ આ બંન્ને મારા માટે મરી ગયા હતા.. તમારા ગયા પછી મારા પર શું વીતી હશે એનો વિચારે ય કર્યો ક્યારેય ? જો કાકા અને કાકી ના હોત હું કોઇક અનાથાશ્રમ માં જ હોત. ’

કંચન ની મા એ કહ્યું ,’અમને ખબર છે બેટા. કે તારા પર શું વીતી હશે. પરંતુ અમે ત્યારે કંઇ જ કરી શકે તેમ નહોતા તારો જન્મ થયો એટલે અમે બધા જ ખરાબ કામ છોડી દીધા હતા પરંતુ. અમારા કરેલા કર્મો ના ફળ ભોગવ્યા વિના છુટકો નહોતો. અમે જ પુરુષોત્તમ ભાઇ અને જમના બહેન ને તને સોંપીને ગયા હતા. એ તારી સંભાળ રાખે. અને તને દીકરીની જેમ મોટી કરીને અમારા પર મોટો ઉપકાર કર્યો છે. પરંતુ હવે તું અમારી સાથે ચાલ. આજ થી તું અમારી જવાબદારી છે. ’

‘ કાકા ,કાકી તમે પણ નક્કી કરી લીધું કે હવે તમે મને તમારી જોડે નહિ રહેવા દો. હું તો તમને મારા માતાપિતા જ માનતી હતી. મને નહોતી ખબર કે તમે મને માત્ર એક જવાબદારી ,એક બોજ માની ને મને પાળી રહ્યા હતા. અને જો એવું જ છે તો હું આ ઘરમાં નહિ રહું. પણ આમની સાથે તો નહિ જ જઉં. ’

‘એવું નથી બેટા ,ઇશ્વર જ જાણે છે કે અમે તને હંમેશા પોતાની દીકરીની રીતે ઉછેરી છે પણ તારા માબાપ નો હક પણ તારા પર એટલો જ છે ને. એ વાત થી તું ના કઇ રીતે પાડી શકે. તું અત્યારે એમનો કદાચ સ્વીકાર ના કરી શકે. એટલે ના પાડે છે. પણ આ બંન્ને અમારા માટે એટલા જ મહત્વ ના છે. આ બંન્ને ની સાથે અમારો સંબંધ તારી પહેલા નો છે અને એ તારા માતાપિતા છે એટલે એ બંન્ને ય આજથી આપણી સાથે જ રહેશે. થોડા દિવસ આપણે સાથે રહીશું એટલે તારા મનમા઼ થી ય ભુતકાળ ની કડવાહટ જતી રહેશે. અને તુ એમને માફ કરી શકીશ. ’

કંચન ગુસ્સે ભરાઇને પોતાના રુમ માં જતી રહી. ક્યાંય સુધી પોતાના રુમ માં જઇને રડતી રહી.. કેટલાય ત્રણ ચાર અઠવાડિયા સુધી એણે ઘરમાં કોઇની સાથે વાત ના કરી. ધીમે ધીમે એ પોતાના કાકા અને કાકી સાથે વાત કરતી પણ માતા પિતા નું તો અસ્તિત્વ જ ના હોય એમ વર્તન કરતી હતી.

બે ત્રણ મહિના સુધી એ પોતાના માતાપિતા નું ઘરમાં રહેવું એક મુશ્કેલી થી સહન કરી રહી હતી. ત્યાં એને થોડા દિવસ થી નવી જ સમસ્યા થઈ પડી. એની તબિયત થોડા દિવસ થી નરમ ગરમ રહેવા લાગી હતી. એને પોતાના પ્રિય સમોસા ખાવાની પણ ઇચ્છા થતી નહોતી. એકવાર તો એવા ચક્કર આવી ગયા કે કેન્ટિનમાં જ પડી ગઇ. એ દિવસે તો ઘરે જ જવું પડ્યું. પણ બીજા દિવસે સવિતા ને એ કહેવા લાગી કે , ‘ચાલ ને આજે હલવાઇ ની દુકાને જઇને જલેબી ખાઇએ. મને ખુબજ ઇચ્છા થાય છે. ’

‘પણ તને તો જલેબી થી નફરત છે તો તને જલેબી કેમ ખાવી છે? ’

‘ખબર નહિ કેમ પણ મને આજે ખુબ ગળી વસ્તુ ખાવાનું મન થાય છે. કાલે મને ખાટુ અને કંઇક ચટપટું ખાવા ની બહુ જ ઇચ્છા હતી તો કાકી એ દહીવડા બનાવી દીધા હતા. પણ અત્યારે તો મને ગળ્યું જ ખાવું છે. તો અત્યારે જ ચાલ મારી સાથે. લેક્ચર કાલ ભરી લેજે. ’

‘તું તો એ રીતે જીદ કરી રહી છે જેવી રીતે નાના બાળકો અથવા ગર્ભવતી સ્ત્રી ઓ કરતી હોય છે. સારુ ચાલ તારી સાથે આવું છું. ’પણ કંચન સવિતા ની વાત સાંભળીને થોડી વાર અટકી ગઇ. એના મોએ થી ગર્ભવતી સ્ત્રી ની વાત સાંભળી ને પહેલા તો એના પેટ માં ફાળ પડી. એના ચહેરાનો રંગ જ બદલાઈને ગુલાબીમાં થી ધોળો પુણી જેવો થઇ ગયો. પણ પછીપોતાના હાવભાવ છુપાવતા કહ્યું , ‘ ચાલ ,લેક્ચર જ ભરીએ. બીજે ક્યાય નથી જવું. ’

‘લો ફરી પાછું શું થઈ ગયું. આજકાલ તો મહારાણી સાહેબા ના મુડ જ અલગ અલગ હોય છે. ક્યારેક ખાટું ખાવું છે તો ક્યારેક ગળ્યુ. અને હવે કંઇ નથી ખાવું. કંચન બધું બરાબર તો છે ને? ’

‘મને શું થવાનું હતું ? નકામુ વાત નું વતેસર નહિ કર. અને ચુપચાપ ચાલ. લેક્ચર માં જવાનું મોડું થાય છે.. ’બંન્ને જણા લેક્ચર માં તો પહોંચી ગયા પણ કંચન નું ધ્યાન લેક્ચર માં હતું જ નહિ. એ તો કંઇક બીજા જ વિચારો માં ખોવાયેલી રહી. એના ચહેરા પર થી ય બધો રંગ ઉડી ગયો. કોલેજ માં થી ઘરે ગઇ તો ય કોઇની ય સાથે વાત કર્યા વગર પોતાના રુમ માં જઇને ભરાઇ ગઇ.

થોડા દિવસ તો એ ગુમસુમ જ રહેવા લાગી. કોલેજમાં કંચન ના મિત્રો ,રવિ બધા જ કંચન વિશે ચિંતા કરતા. ઘરમાં કાકા ,કાકી તેમજ કંચન ના મા બાપ બધા ય કંચન ની ચિંતા કરવા લાગ્યા કે કંચન કેમ હમણા થી દુખી અને ઉદાસ રહેવા લાગી છે. કાકીના કહેવા થી સવિતા એ એકવાર કંચન ને એકાંતમાં પુછી જોયુ,’કંચન ,શું થયું છે તને હમણા થી. તું કોઇની સાથે સરખી વાત પણ નથી કરતી. દુખી અને ઉદાસ જ દેખાય છે. તારે કોઇ સમસ્યા હોય તો તું મને કહે. આપણે બંન્ને એનો ઉપાય કરીશું. શું થયું રવિ સાથે કંઇ ઝગડો થયો. એણે કંઇ કર્યું કે શું? તું મને નહિ કહે. ’સવિતા ના આટલુ બોલતા બોલતા તો કંચન બોર બોર જેવડા આંસુ પાડી રડવા લાગી. સવિતા ને કંઇ સમજ ના પડી કે કેમ આટલું રડી રહી છે. પછી કંચને રડતાં રડતા કહ્યું કે સવિતા મને એવું લાગે છે કે મને ગર્ભ રહી ગયો છે. કેમ કે ત્રણ મહિના ઉપર થઇ ગયા મને હજુ સુધી હું માસિક માં નથી આવી’

‘મ્રુણાલ મા જમવાનું બની ગયું છે. આવી જાઓ. બીજા એક કેદી નો અવાજ સાંભળતા જ મ્રુણાલ મા અચાનક ચોંકી જાય છે. અને એમને ભાન થાય છે કે એ અત્યારે કોલેજ માં સવિતા ની પાસે નહિ પણ જેલમા કેદી તરીકે છે.

‘હા,તું જા હું આવુ છું. ’કહીને મ્રુણાલ માએ કેદીને જમવા જતા રહેવાનું કહે છે. માટલામા થી ગ્લાસ ભરીને પાણી પીવે છે. પોતાના ભુતકાળને ખંખેરી ,પંખો બંદ કરીનેઅને મન મક્કમ કરીને જમવા માટે રસોડા તરફ જાય છે.

વધુ વાંચો આગળના પ્રકરણ માં……