કેદી નં ૪૨૦ - 2 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 2

કલ્પના ના પપ્પાએ જઇને જોયુ તો કલ્પના નો રુમ અંદર થી જ બંધ હતો. એમણે કલ્પના ના રુમનો દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી કલ્પનાએ રુમ ખોલ્યો. કલ્પના ના પપ્પાએ જોયુ તો કલ્પના પોતાના બિસ્તર પર આડી પડી હતી. તેની આંખો અને નાક રડીને લાલ થઇ ગયા હતા. આવા રડેલા ચહેરે પણ એ સુંદર અને માસુમ લાગી રહી હતી. કલ્પના ના પ્રેમ થી કલ્પના ના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું ,”મારી કલ્પુ, આટલી વાતમાં રડી રડીને કેવા હાલ કરી નાખ્યા. ”

“તમે જોયુ ને પપ્પા કે મમ્મીએ કેવી વાત કરી,આટલી મુશ્કેલી પછી મને જોબ મળી છે. અને સાવ નાના કારણસર હું જોબ છોડી દઉં. ”

“પણ એને તને જોબ છોડી જ દે એવુ ક્યાં કહ્યું ?”કલ્પના ના પપ્પા અમોલભાઇ એ કહ્યું

“હુ ઇન્ટરવ્યુ ની ના પાડુ તો એજ થાય ને? અને મને એ સમજાતુ નથી કે મમ્મી ના કેમ પાડે છે? તમે મને નહિ કહો?”

“એમાં એવુ છે ને કે આપણે જેના પર આંખ બંધ કરી ને વિશ્વાસ કરતા હોય અને એ જ વ્યક્તિ જ્યારે વિશ્વાસ તોડે ત્યારે આપણે એનું નામ પણ સાંભળવુ ગમતુ નથી. ”કલ્પના ના પપ્પાએ જવાબ આપ્યો.

“ તમે શું કહેવા માગો છો એ હું સમજી નહિ” કલ્પના એ કહ્યું

કલ્પના ના પપ્પા અમોલ ભાઇએ કહ્યું,”તુ સમજી નહિ ?તારી મમ્મી એક સમયે એજ મ્રૃણાલમા ની ભક્ત હતી. સવાર સાંજ દિવસ અને રાત જો કોઇ નુ નામ એની જીભ પર હોય તો મ્રૃણાલમા નુ જ હોય.

કલ્પના એ પુછ્યું ,”એવુંતો શું જાદુ કરી દિધું હતું એમણે મમ્મી ઉપર કે મમ્મી ને એમના સિવાય કોઈ દેખાતુંજ નહોતું?”

“અમારા લગ્ન ને પાંચ વરસ થઇ ગયા હતા ને તારી મમ્મી નો ખોળો ખાલી હતો. ઘણી દવા ,બાધા આખડીઓ કરાવી પણ કંઇ પરિણામ મળતુ નહોતુ. પછી કોઇએ મ્રૃણાલમા પાસે જઇ આશિર્વાદ લેવા જવા નુ કહ્યું. અને એમને ત્યાં જઇ આવ્યા પછી અમુક દિવસ પછી તારી મમ્મી એ સારા સમાચાર આપ્યા. એટલે તારી મમ્મી એમની ભક્તિ કરતી થઇ ગઇ. ”

“પછી એવુ તો શું થઇ ગયુ કે મમ્મી એમની વિરોધી થઇ ગઇ?” કલ્પના એ પુછ્યું.

“ એક દિવસ અભિજિત અગ્રવાલ નામના ઇન્સપેક્ટરે એક ખુન કેસ માં મ્રૃણાલમાની તપાસ ચાલુ કરી. અને જ્યારે એમના વિરોધમાં સબુત મળ્યા એટલે એમને અરેસ્ટ કર્યા. તારી મમ્મી તો એ પછિ ય નહોતી માનતી. પણ જ્યારે કોર્ટ માં એમણે પોતે પોતાના બધાજ ગુના કબુલ કર્યા અને ખુન નો આરોપ પણ કબુલ કર્યો ત્યારે તારી મમ્મી ની આંખો ઉઘડી. “

“ઓહ તો એમ વાત છે !પણ હવે શું કરીશું ?” કલ્પનાએ પુછ્યું.

“કંઇ નહિ તારી મમ્મીને મનાવવી પડશે બસ એટલુંજ” કલ્પના ના પપ્પા એ કહ્યું

બીજી બાજુ આજ સમયે ગીતા મનમાં વિચારી ને રોષે ભરાઇ રહી હતી કે, ”કલ્પના ને આખી દુનિયામાં ઇન્ટરવ્યુ માટે આ જ ચુડેલ મળી. કાળો જાદુ કરી ને આખી દુનિયા ને મુર્ખ બનાવી. પણ પાપનો ઘડો બહુ ભરાઇ જાય પછી ક્યારેક તો ફુટેજ ને. હું ય કેવી ભોળી કે એમની વાત માં આવી ગઇ. આતો ભલુ થાય પેલા પોલિસ ઓફિસર નુ કે સમયસર એનો ભાંડો ફોડ્યો. નહિ તો હજુ ય રાજ કરતી હોત. ખબર નહિ પોતાનુ પાપ સંતાડવા માટે કેટલાને મરાવી નાખ્યા હશે એણે. હું મારી કલ્પુ ને એ ચુડેલ પાસે નહિ જવા દઉં. ક્યાંક કાળો જાદુ કરીને મારી કલ્પના ને વશમાં કરી લે તો. મારી એકની એક દિકરી ય હાથમાંથી જાય. ના હું કોઇ કાળે એને મ્રૃણાલ મા પાસે નહિ જવા દઉં. ”

કલ્પના અને અમોલ ભાઇ બંને વિચારવા લાગ્યા કે શું કરીએ કે ગીતાબેન માની જાય.

ખુબ વિચાર કરી ને અંતે અમોલભાઇએ કહ્યું કે ,”તારી મમ્મી ને તાર હાથ ની ફુદીનાની ચા અને ઉપમા બનાવી આપ. આમે ય જમવાનુ સરખું થયું નથી. ભુખ તો ઘણી લાગી હશે. તારી ચા પીવે તો કદાચ માની જાય. “

“idea તો ઘણો સરસ છે, પણ પપ્પા આ વખતે મમ્મીને મનાવી એટલું સહેલુ નથી. ” કલ્પના એ કહ્યું.

“શું કરું આપણી પાસે સમય પણ નથી ને. કાલ સવારે તો તારે ઇન્ટરવ્યુ માટે જવાનુ છે. બે ત્રણ દિવસ હોત તો કંઇક સારુ વિચારત. ”

કલ્પના એ પહેલા રસોડા નુ બધુ કામ પતાવી લીધુ પછી અમોલભાઇના કહેવા મુજબ સારી ફુદીના વાળી ટેસ્ટી ચા અને ઉપમા બનાવ્યા. અને એ લઇ મમ્મી ના રુમ તરફ ગઇ. એણે જઇ ને જોયુ તો ગીતા આરામખુરશી પર જ બેઠી બેઠી કંઇક વિચારો માં ખોવાયેલી હતી.

કલ્પના એ હળવેક થી મમ્મીને બોલાવી ને કહ્યું ,”મમ્મી, મને ખબર છે કે તે મારા લીધે કંઇ ખાધું નથી. લે કંઇક ખાઇ લે અને સુઇ જા. ”

ગીતા એ આંખો ખોલી અને પછી કહ્યું,”મને ખબર છે તે પણ કંઇ ખાધું નથી તો તારે પણ મારી સાથે ખાવુ પડશે. ”

બંને મા દિકરી એ સાથે ખાતા હતા ત્યારે અમોલ ભાઇ રુમ માં આવ્યા અને બોલ્યા,” બે ય જણી ઓ કેવી લુચ્ચી છે. સાથે ખાય છે પણ મારો તો ભાવ ય પુછતા નથી. એમે ય નહિ કે તમારા બે ના ઝગડા માં મે ય ખાધું નથી. તો આમને ય જમાડુ. ”અમોલભાઇ ગુસ્સા નો ડોળ કરતા બોલ્યા.

“Oh so sorry,પપ્પા મે આપણા બધા માટે બનાવ્યો છે. હમણાજ જઇ ને લઇ આવુ છુ. ” એમ કહીને કલ્પના રસોડા માં જઇ ને બીજા એક બાઉલ માં ઉપમા અને કપમાં ચા લઇ આવી.

જ્યારે જમવાનુ પતી ગયું ત્યારે ગીતા બોલી,”આ બધુ કરી એમ ના વિચારતી કે હું તને રજા આપી દઇશ. એ બાબતે મારી ના જ છે. ”

કલ્પના એ કહ્યું ,”મને બધી જ ખબર છે મમ્મી કે તું કેમ રજા નથી આપતી. ”

આ સાંભળીને ગીતાએ અમોલભાઇ ની સામે જોયું તો કલ્પના એ કહ્યું,”પપ્પાએ બરાબર જ કર્યુ છે. એમણે ના કહ્યું હોત તો આટલી નાની વાત માટે થઇ ને આખી રાત હું ટેન્શન મા રહેત અને કયાંક મે કાલે જઇને ના પાડી દેત તો મારી image કેવી ખરાબ થઇ જાત. ”

ગીતા ગુસ્સે થઇ બોલી ,”આ તને નાની વાત લાગે છે. તને ખબર નથી કે તું જેનો ઇન્ટરવ્યુ લેવા જવાની છે એ કેટલી ખતરનાક છે?કોઇ સ્ત્રી આટલી હદ સુધી ખરાબ હોઇ શકે મે ક્યારેય વિચાર્યું પણ નહોતુ. પણ એણે મારી બધી માન્યતા ઓ તોડી નાખી. ”

“પણ પેલા તું જ એની પુજા કરતી હતી ને અને એને દેવી ગણાવતી હતી”. કલ્પના એ કહ્યું.

“તારી વાત સાચી છે બેટા. પણ ત્યારે હું આંધળી થઇ ગઇ હતી. એને ત્યાં જઇ ને આવ્યા પછી મને ખબર પડી કે હું મા બનવાની છું તો મને એમ જ લાગ્યું કે જે અત્યાર સુધી ના બની શક્યુ એ એના પ્રતાપ ના લીધે થયું. પણ પછી ખબર પડી કે એ બધું તો માત્ર સંજોગ હતો. એના પ્રતાપે તુ મળી એતો જુઠુ જ છે પણ હું એના લીધે તને ખોવા માગતી નથી. તું એની પાસે ના જઇશ દિકરી. મારી આટલી વાત તુ નહિ માને. ”

આ સાંભળી કલ્પના રડવા જેવી થવા લાગી ત્યાં અમોલભાઇ બોલ્યા,”તમે બંને ઝગડા બંધ કરી મારી વાત સાંભળશો. આપણે આ વાત નો નિર્ણય ક્રિષ્ન ભગવાન પર છોડી દઇએ”

કલ્પના અને ગીતા ચોંકી ને બોલ્યા,”એ કેવી રીતે થશે?”

અમોલભાઇ એ કહ્યું ,”આપણે સવારે જે પુજા કરીએ છીએ એ પુજાના ફુલ બહારથી રોજ ફુલવાળો તાજા મુકી જાય છે. અને એમાં બે પ્રકારના ફુલ હોય છે. લાલ અને સફેદ. હવે જો કાલ સવારે પુજા માં જો લાલ ફુલ વધારે હોય તો કલ્પના તુ ઇન્ટરવ્યુ માટે નહિ જાય. અને જો સફેદ ફુલ વધુ હોય તો તુ ઇન્ટરવ્યુ માટે જઇ શકે છે. ”

ગીતા અને કલ્પના બંને ને આ વિચાર બરાબર લાગ્યો તેથી બંને એ નક્કી કર્યુ કે સવારની પુજા ના ફુલ ઉપર નિર્ણય છોડી દઇએ.

પણ કલ્પના એ સાથે શરત મુકી કે જો નિર્ણય મમ્મી તરફી હશે તો ખરાબ તબિયત નુ બહાનુ કાઢીને ના પાડી દેશે. પણ જો નિર્ણય મારા તરફી હશે તો એ પછી પાછળથી ગમે તે થાય એની મમ્મી ના નહિ પાડી શકે. અને ગીતા એ પણ એ મંજુર રાખ્યું.

આવું નક્કી કરી ત્રણે ય જણા સુવા જતા રહ્યા.

ગીતા બેન આખી રાત પ્રાર્થના કરતા રહયા કે સવારે પુજા મા લાલ ફુલ નીકળે. અને કલ્પના એમ સંતોષ માની સુઇ ગઇકે જ્યાં કોઇ શક્યતા નહોતી ત્યાં એક આશાનુ કિરણ તો છે

‘ ના જાણ્યુ જાનકીનાથે કે કાલ થવાનુ છે શું, મળશે રાજગાદીકે પછી વનવાસ. ’

શું કલ્પના ઇન્ટરવ્યુ લેવા જઇ શકશે કે પછી બિમારી નુ બહાનુ બતાવી ના પાડવી પડશે? જાણવુ હોય તો વાંચતા રહો આગળ…