આગળ આપણે જોયું કે મ્રૃણાલમા કલ્પના ની મા ને મુર્ખ કહી કલ્પના ની લાગણી ને ઠેસ પહોંચાડે છે તેથી કલ્પના આવેશ માં આવી જાય છે અને મ્રૃણાલમા ને તમાચો મારી ને આવતી રહે છે.
મ્રૃણાલ મા એ કહેલી વાતો સાંભળી ને કલ્પના એટલી ક્રોધમાં આવી જાય છે કે એ ક્યારેપોલીસ સ્ટેશન છોડી ને બહાર જતી રહી અને રિક્ષા કરી ને એમાં બેસી ગઇ એને એવાત નું ધ્યાન જ ન રહ્યું. એને એ વાતનુંય ધ્યાન ન રહ્યું કે ઇન્સપેક્ટર કામતે એને બે ત્રણ વાર અવાજ દઇને બોલાવી ય હતી.
રિક્ષામાં બેસી ગયા પછી કલ્પના ને યાદ આવ્યું કે એને ઓફિસમાં રિપોર્ટ કરવા જવું પડશે. તેથી એણે રિક્ષા વાળા ને ઓફિસ નો રસ્તો લેવા નું કહ્યું.
ઓફિસ માં જઇ કલ્પના અજય સર ને મળી અને કહ્યું, ‘મે નિર્ણય લીધો છે કે હું મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ નહિ લઉં. '
‘What, તું શું કહે છે તને ખબરે ય છે કે નહિ? કાલ સુધી તો બધું બરાબર હતું અચાનક એવું શું થઇ ગયું કે તું ઇન્ટરવ્યુ લેવાની ના પાડે છે ?’
‘કંઇ નહિ બસ મને એ સ્ત્રી બરાબર નથી લાગતી. એટલે મને એવું લાગે છે કે હું એનો ઇન્ટરવ્યુ નહિ લઇ શકું. ’
‘Ok, જેવી તારી મરજી. કાલ થી તું Mr. Raheja સાથે રિપોર્ટિંગ કરવા બહાર જજે. પણ એમાં આખો દિવસ બહાર રખડવું પડશે. ઘરે જવા નો સમય નક્કી નહિ હોય. ક્યારેક મોડી રાત સુધી ય બહાર રહેવા નું થાય તો કંમ્પલેઇન ના કરતી. ’
‘Ok, સર’
‘સારુ, N. O. C લેટર આપી દે. એ પછી તુ ઘરે જઇ શકે છે. ’
કલ્પના ને ફાળ પડી કે ગુસ્સામાં ગુસ્સામાં ત્યાં થી નીકળી ગઇ પણ એટલું ય યાદ ના રહ્યું કે પરમિશન લેટર તો પોલીસ સ્ટેશન માં જ રહી ગયો. પણ હવે જવાબ આપ્યા વગર તો છુટકો નહોતો એટલે ગભરાતા ગભરાતા બોલી ‘સર, N. O. C. લેટર તો ત્યાં પોલીસ સ્ટેશન માં જ રહી ગયો છે. ’
અજયસરે ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘કલ્પના, મને એવું લાગે છે કે મે તારા પર જે ભરોસો મુક્યો હતો તું એને ખોટો સાબિત કરી નેજ રહીશ. એક તો કાલે તારે ઇન્ટરવ્યુ લેવા ની શરુઆત કરી દેવાની હતી એને બદલે કાલ નો ટાઇમ વેસ્ટ કર્યો. તો ય મને થયું કે આજ નહિ તો કાલે શરુઆત કરીશ. પણ નહિ, આજ તો તું ઇન્ટરવ્યુ લેવા ની જ ના પાડે છે. બીજું કંઇ નહિ તો કમસે કમ પરમિશન લેટર પર તો સાઇન કરાવી ને લઈ અવાય કે નહિ? એટલું કામ ય તુ બરાબર રીતે કરી શકી નથી. ’
આ સાંભળી ને કલ્પના ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. પણ એણે પોતાના પર કાબુ રાખ્યો કે ક્યાંક એ રોઇ ના પડે.
હજુ અજયસર આગળ કંઇ બોલે એ પહેલા એમના મોબાઈલ ની રિંગ વાગી અને એ ફોન પર વાત કરવા માં વ્યસ્ત થઇ ગયા. એટલે એમનું ધ્યાન બીજે વળી ગયું.. ફોન પર વાત કરવાને લીધે સરનો ગુસ્સો થોડો ઠંડો પડી ગયો. વાત પુરી કરીને એ કલ્પના તરફ વળ્યા અને થોડું કડક થઇને કહ્યું, ‘ઠીક છે હવે કાલે પોલીસ સ્ટેશન જઇ ને પરમિશન લેટર લઇ આવજે. અને પછી રહેજા ને મળજે એ તને તારુ કામ સમજાવી દેશે. હું તારી જગ્યા એ સાનિયા ને મોકલી દઇશ. ’
કલ્પના એ અજય સરને પુછ્યું કે સર અત્યારે કંઇ કામ નથી તો હું ઘરે જઇ શકું છું. અજયસરે હા પાડી. તેથી કલ્પના ઘરે જવા નીકળી ગઇ.
કલ્પના ઘરે પહોંચી તો ગીતા બેને કલ્પના ને વહેલી ઘરે આવેલી જોઇ કહ્યું, ’શું થયું કલ્પના, રોજ જલ્દી ઘરે આવી જાય છે ત્યાં કંઇ કામ હોય છે કે નહિ?’
પણ કલ્પના એ કંઇ જવાબ ના આપ્યો. કલ્પના કંઇક ગુમસુમ અને ઉદાસ લાગી રહી હતી. એનો માસુમ અને સુંદર ચહેરો જાણે હમણા રોઇ પડશે એવુ લાગતુ હતુ. તેથી ગીતા બેને એને પ્રેમ થી પુછ્યું, ‘કલ્પુ, શું થયું દિકરી ?કેમ આટલી ઉદાસ દેખાય છે? કોઈએ કંઇ કીધું તને?’
કલ્પના આ સાંભળીને પોતાની જાતને રોકી ના શકી. અને પોતાની મમ્મીને ગળે વળગી રોવા લાગી. ગીતા બેન ને આ જોઇને ખુબજ ચિંતા થવા લાગી. એમણે થોડી વાર કલ્પના ને રડવા દિધી. પછી જ્યારે કલ્પના થોડી શાંત પડી હોય એવુ લાગ્યુ ત્યારે કલ્પના ને ફરી થી પુછ્યું, ‘શું થયું કલ્પના ? કેમ આ રીતે રડે છે?’
કલ્પના હવે થોડી શાંત પડી અને બોલી, ‘મમ્મી, તું પહેલા જે કહેતી હતી એ સાચું જ કહેતી હતી. મારે મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ લેવા નહોતું જવું જોઇતુ. એ સ્ત્રી એ લાયક જ નથી કે કોઇ એનો ઇન્ટરવ્યુ લે. એટલે મે નિર્ણય લીધો છે કે હું એનો ઇન્ટરવ્યુ નહિ લઉં. મે તો અજયસર ને પણ વાત કરી દીધી છે. પણ મે જ્યારે આ વાત કરી તો એ મારી વાત સાંભળીને મારી ઉપર ગુસ્સે થઈ ગયાં. મને તો ત્યાં જ ખુબ દુખ થયું હતું કે હું એમના વિશ્વાસપાત્ર ના બની શકી. પણ ત્યાં તો મે મારી જાતને સંભાળી લીધી. પણ તે એટલા પ્રેમ થી પુછ્યું ને કે હું મારી જાત ને રડતાં રોકી ના શકી. ’
ગીતા બેન આ સાંભળીને થોડા વિચારમાં પડી ગયા. અને એમણે એકાંતમાં અમોલભાઇ ને ફોન પર આ બાબતે વાત કરી. અમોલભાઇ એ સાંજે ઘરે આવીને કલ્પના ને આ બાબતે સમજાવવા નું કહ્યું.
સાંજે જ્યારે અમોલભાઇ ઘરે આવ્યા ત્યારે ફ્રેશ થઇ અને કલ્પના ને પુછ્યું કે, ‘શું થયું હતું આજે કે ઘરે આવીને આમ રડતી હતી?’
કલ્પના એ ઇન્ટરવ્યુ માં જે થયું હતું એ બધું વિસ્તાર પુર્વક જણાવ્યુ. પછી કહ્યું કે, ‘એણે જો મારા વિશે કંઇ કહ્યું હોત તો કદાચ સહન કરી લેત. પણ એ મમ્મી વિશે આડુઅવળું બોલવા લાગી અને એ મારાથી સહન ના થયું. અને મે એને જોરદાર નો તમાચો મારી દીધો. અને ત્યાંથી ચાલી આવી. મે અજયસરને કહ્યું કે હું એનો ઇન્ટરવ્યુ નહિ લઉં તો એ થોડા ગુસ્સે થઇ ગયા. એટલે થોડુ રડવું આવી ગયું પણ મને રડતાં જોઇને મમ્મીએ વાતનું વતેસર કરી દિધું. અને તમને બધું ફોન પર કહી દિધું. ’
‘ કલ્પના, એણે સ્પેશિયલ તારી મમ્મી ને મુર્ખ નથી કહી એણે એના ભક્તો ને મુર્ખ કીધા છે. સાચી વાત તો એ છે કે તારી મમ્મી ય એક સમયે તો એની પરમ ભક્ત હતી. અને એની જગ્યાએ કોઇક બીજું કોઇક હોત તો એને તારા થી પ્રેમ અને આદર સાથે વાત કરી હોત. કારણ કે એનો ઇન્ટરવ્યુ લેવાય એ એના માટે પોતાના ભક્તો ની નજર માં નિર્દોષ અને મહાન સાબિત થવાનો એક ચાન્સ હતો. પણ નવાઇની વાત છે કે એમ કરવા ન બદલે તને ઉશ્કેરી. મને એવું લાગે છે કે જો એનો ઇન્ટરવ્યુ લેવાશે તો મ્રૃણાલમા એક એવા સત્યને ઉજાગર કરશે જે ઘણા પાખંડી સાધુ ઓ ની પોલ ખોલી દેશે. સાથે સાથે ઘણાંય આંધળા ભક્તો ની આંખો પણ. ’
ગીતાબેને પણ કહ્યું, ”મનેય એવુ લાગે છેકે તારે એનો ઇન્ટરવ્યુ લેવો જ જોઇએ. એ તો એનું સત્ય બહાર આવી ગયું પણ હજુ ય એવા ઘણા પાખંડીઓ છે જે સંત બનીને લોકો ને ઠગે છે. મ્રૃણાલમાના ઈન્ટરવ્યુથી આવા ભ ક્તોની કદાચ આંખો ઉઘડી જાય. આમેય સફળતા મેળવવા માટે તારે તારું વ્યકતિગત જીવન અને વ્યાવસાયિક જીવન અલગ રાખતા શીખવું પડશે. ”
‘હું મારો નિર્ણય બદલી ય દઉં તો પણ એ મે એને જે તમાચો માર્યો છે એ પછી હવે મને ઈન્ટરવ્યુ આપવા તૈયાર નહિ થાય. ’
અમોલભાઇએ કહ્યું, ‘પણ તું એ બાબતે તારા સરને ફરી થી વાત તો કરી જો. આમેય કાલે તારે પોલીસ્ટેશને તો જવાનું જ છે તો પછી એક વખત પ્રયત્ન કરવા માં શું જાય છે?’
‘સારુ, કાલ વાત કરીને જોઉં છું શું થાય છે?. ’
આ જાત નો નિર્ણય લઇને માથુર પરિવાર જમી પરવારી ને પોતપોતાના રુમમાં જઇને સુઇ ગયું.
બીજા દિવસે કલ્પના નહાઇ ધોઇ, તૈયાર થઈ નાસ્તો કરવા જતી હતી ત્યાં એને ટાઇમ જોયો અને એ નાસ્તો કર્યા વગર જ ઓફિસ જવા લાગી. ગીતા બેને કહ્યું, ’અરે બ્રેકફાસ્ટ તો કરતી જા. ’
‘કંઈ વાંધો નહિ મમ્મી હું નાસ્તો પેક કરીને લઇ જાઉં છું. ઓફિસ માં કરી લઇશ. ’એમ બોલી ને મમ્મી ને પગે લાગી નીકળી પડી.
ઓફિસના આખા રસ્તે કલ્પના અવઢવ માં જ રહીકે અજયસર ને કાલે જે વાત કરી હતી એનું શું કરીશ?ખબર નહિ હવે તો એમણે મારી જગ્યાએ સાનિયાને રાખી દીધી હશે. એમ વિચાર કરતી કલ્પના ઓફિસ માં પહોંચી ગઇ.
બિલ્ડિંગ માં જતા કલ્પના એ જોયું કે એની ઓફિસની લિફ્ટ નીચે આવી છે એ જોઇ ને કલ્પના એ દોટ મુકી કેમ કે એને ખબર હતી કે ઓફિસ ની બીજી લિફ્ટ અત્યારે બગડી ગઇ છે. અને આ એકમાત્ર લિફ્ટ છે જે કામ કરે છે. જો આ લિફ્ટ એકવાર ઉપર ગઇ તો પાછી નીચે આવતા ઘણો સમય નીકળી જશે. કલ્પના ને જેમ બને તેમ જલ્દીથી સરને વાત કરવી હતી. જો એમાં મોડુ થયુ તો આટલો સરસ ચાન્સ જવા દેવા બદલ હમેશાં એક પસ્તાવો મનમાં રહી જશે. એટલે એ લિફ્ટ તરફ ઝડપથી દોડી. અને એ પહોંચી જ ગઇ હોત પણ અચાનક એ કોઈક યુવક સાથે ભટકાઇ ગઇ. અને એના હાથમાંથી તેનું પર્સ તેની ફાઇલ બધુ જ હાથમાંથી પડી ગયું. અને પર્સ ખુલી જતાં પર્સ માંથી નાસ્તા નો ડબ્બો, મેકઅપનો સામાન, હેરક્લિપ જેવી વસ્તુઓ વેરવિખેર થઇ ફર્શ પર ફેલાઇ ગઇ. કલ્પના ની સામે જ એક યુવક પોતાનુ માથું સહેલાવતો હતો. એણે વ્હાઇટ ટીશર્ટ પર બ્લેક રંગ નું બ્લેઝર અને બ્લુ જિન્સ પહેર્યુ હતું. કદાચ કલ્પના ના ભટકાવાથી એને માથા માં વાગ્યુ હતુ. અને એનેય તમ્મર આવી ગયાં હતા. પણ કલ્પના ને પોતાની ચીજોના વેરવિખેર થવાને લીધે ગુ્સ્સામાં ધુંઆપુંઆ થઇ ગઇ અને પેલા યુવકને ખખડાવાનું ચાલુ કરી દીધું.
‘એક્સ્ક્યુઝ મી, આવડી મોટી બટેટા જેવી આંખો છે તોય દેખાતુ નથી. કે પછી છોકરી જોઇ એટલે ટકરાયા વગર રહેવાયુ નહિ. હું ખુબ સમજુ છું તમારા જેવાઓ ને જે જાણી જોઇને છોકરી ઓને ટક્કર મારે અને પછી મદદ કરવાને બહાને છોકરી ઓ સાથે ફ્રેંન્ડશીપ કરવા લાગી જાય. મારી બધી વસ્તુઓ ને વેરવિખેર કરી દીધી. ’
‘આંખો તો તમને ય ભગવાને આટલી મોટી આપી છે. પણ લાગે છે દેખાતુ તમને નથી. આટલો હેન્ડસમ યુવક તમને દેખાયો નહિ. ખબર નહિ શું જાણે બોયફ્રેન્ડ ભાગી ના જતો હોય એ રીતે બસ દોડ્યે જ રાખો છો તો બીજુ કોઇ તો ક્યાંથી દેખાવાનુ હતુ. તમારી વસ્તુઓ દેખાઇ મારું માથુ નથી દેખાતુ જે બીચારું હજુ ય ચકરાય છે. ’
‘ માઇન્ડ યોર લેન્ગ્વેજ, માફી માગવાને બદલે જે મનમા આવે એ બકે રાખો છો’
‘માફી તો તમારે માગવી જોઇએ. હું શું કામ માગું ? એક તો ભુલ પોતે કરે અને માફી ની અપેક્ષા સામે વાળા જોડે રાખે. તમે છોકરી છો એનો અર્થ એમ નહિ કે તમારી ભુલ હોય તોય સામેવાળા માફી માગે. ’
કલ્પના એ લિફ્ટ ને નીચે આવતા જોઇને વિચાર્યું આની સાથે માથાકુટ કરવા રહીશ તો ફરી થી લિફ્ટ જતી રહેશે.
‘ Ok, બધીજ ભુલ મારી હતી. આઇ એમ સોરી. બસ ખુશ. ’એમ કહી ને તરત જ સામે ની લિફ્ટ ખુલી એવી તરત જ એમાં ઘુસી ગઇ. એની પાછળ પેલો યુવક પણ લિફ્ટ માં આવી ગયો. એ જોઇને કલ્પના ને ચીડ ચડી. કલ્પના એ યુવક ની સામે જોયું. તો એણે આશિર્વાદ આપવા ની હાથ ની મુદ્રા બતાવી. જાણે કલ્પના ના સોરી ના બદલે એને માફી આપતો હોય. આ જોઇને કલ્પના સમસમી ગઇ. પણ એ પોતાનો ગુસ્સો પી ગઇ.
ઓફિસ માં જઇને કલ્પના અજયસરના કેબિનમાં ગઇ. ત્યાં એ કોઇક ની સાથે ફોન પર વાત કરી રહ્યાં હતા. કલ્પના એમની વાત પુરી થવાની રાહ જોતી ઉભી રહી. જ્યારે એમની વાતચીત પુરી થઇ. એ પછી એમણે કલ્પના સામે જોયું અને એને બેસવાનો સંકેત કર્યો. કલ્પના એ એમને ગુડમોર્નિંગ વિશ કર્યું. એ પછી ડરતા ડરતા સરને કહ્યું, ”સર, ગઇકાલે હું જ્યારે ઇન્ટરવ્યુ લેવા ગઇ ત્યારે મારી અને મ્રૃણાલમા ની વાતચીત થઈ હતી. પણ મને એમની એકવાતની ગેરસમજ થઈ ગઇ. અને મારી અને એમની વચ્ચે ઝગડો થઇ ગયો. એટલે મે ગુસ્સામાં આવી ઇન્ટરવ્યુ ના લેવા નો નિર્ણય લઇ લીધો હતો. પણ પછી શાંતિ થી જ્યારે આ બાબત પર વિચાર કર્યો ત્યારે થયું કે જો જીવન માં આગળ વધવું હોય તો મારે આવી બધી પ્રોબ્લેમ્સ ને હેન્ડલ કરતાં શીખવું પડશે. એટલે હું તમને કહેવા માગુ છું કે જો તમને વાંધો ના હોય તો આ ઇન્ટરવ્યુ હું જ લઇ લઉં?”
અજયસર ખુબ સરસ મુડમાં હતા તેથી એમણે ખુશ થઈ ને કહ્યું, ”હવે તે સાચો નિર્ણય કર્યો ને. આમેય મને ક્યાં વાંધો હતો. સમસ્યા તો તે ઊભી કરી હતી. અને હવે થી એક વાત યાદ રાખજે જીવન ના ઘણા નિર્ણય લાગણીવશ થઈ ને નહિ પણ સમજી વિચારીને લઇએ તો જ સફળ થવાય. સમજી વિચારીને સવાલ પુછજે. તુ જેનો ઇન્ટરવ્યુ લેવા જાય છે એ ભલભલા ને બાટલામાં ઉતારી ચુકી છે એ વાત ના ભુલતી. આજના તારા કામ માટે બેસ્ટ ઓફ લક. ”
કલ્પના બહાર જવા જતી હતી ત્યાં અજયસર ને કંઈ યાદ આવ્યુ હોય તેમ કલ્પના ને કહ્યું કે આજ આખો દિવસ કદાચ ઓફિસમાં નીકળી જાય તો કંપની ની કેન્ટિનમાં ચા નાસ્તો કરીને જ જાય. કલ્પનાના ગયા પછી અજયસરે વિચાર્યું, ’ક્યારેક ઇન્ટરવ્યુ લેવાની ના પાડે છે તો ક્યારેક ઇન્ટરવ્યુ લેવાની રજા માગે છે. ક્યાંક આ બધીજ મહેનત પર પાણી ન ફેરવી દે. આની સાથે કોઈક વિશ્વાસપાત્ર માણસ ને મોકલવો પડશે. જે બધીજ બાજી સંભાળી લે. અને આ ઓફિસ માં એવો એક જ વ્યક્તિ છે. આદિત્ય શ્રી વાસ્તવ. કાલે એ કહેતો તો હતો કે એ આજે આવી જશે. પણ હજુ સુધી આવ્યો નહિ. લાગે છે ફોન કરીને બોલાવવો પડશે. નહિ તો એ પહેલા કલ્પના ઇન્ટરવ્યુ માટે નીકળી જશે. એમ વિચારીને એમણે બે માણસને ફોન કર્યા. એક તો રામજી ભાઇ (ડ્રાઇવર )ને અને બીજો આદિત્ય શ્રી વાસ્તવ ને.
આદિત્ય શ્રી વાસ્તવ કે જે માત્ર અજયસર નો જ નહિ પણ આખી ઓફિસનો પ્રિય એમ્પ્લોય હતો. ફિમેલ સ્ટાફ તો જાણે એને જોવા જ આવતો હોય. એની વાત કરવા ની સ્ટાઇલ જે જેના પર બધી જ છોકરીઓ ફિદા. લેડિઝ સાથે flirting કરવું એ પોતાનો જન્મ સિધ્ધ અધિકાર સમજતો. અને છોકરી ઓ flirting કરવા પર એનોજ હક માનતીછોકરીઓને એની flirting ગમતી કેમકે એની flirting માંય એક જાત ની રિસ્પેક્ટ દેખાતી. ક્યારેય એને પોતાની મર્યાદા પાર નહોતી કરી. અને એની આ જ વાત છોકરી ઓને એની તરફ આકર્ષાવા મજબુર કરતી. અને જેન્ટ્સ બધા ક્યારેક એની ઈર્ષ્યા કરતા પણ તો ય એમને એ ગમતો. કેમ કે એ દરેક જણ ની સાથે હસતા મુખે વાત કરતો તેમજ કોઇ માણસની ગમે તેવી સમસ્યા હોય આદિત્ય એને સોલ્વ કરી આપતો. તેમજ બધા ની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેતો.
અને આદિત્ય એ જ હતો જે કલ્પના સાથે ભટકાયો હતો. જ્યારે કલ્પના સાથે ટકરાયો હતો ત્યારે એનું ય ધ્યાન બિલ્ડિંગ માં કામ કરતી એક છોકરી માં હતું કે જે આદિત્ય સાથે ઇશારા માં વાત ચીત કરી ને એની સાથે ડેટ માટે નો સમય જણાવતી હતી. અને આદિત્ય એને દુર થી ફ્લાઇંગ કિસ આપતો આપતો પાછળ કદમ ભરતો હતો પણ એવામાં જ કલ્પના એની સાથે ટકરાઇ ગઇ. ટક્કર માં ય એને કંઇ વાગ્યું નહોતું પણ સામે કલ્પના જેવી સુંદર છોકરી ને જોતાજ બહુ વાગ્યુ હોય એમ નાટક કરવા નું ચાલુ કરી દીધું. આદિત્ય ને એમ હતુ કે એમ કરતા કલ્પના ને એના પ્રત્યે સહાનુભૂતિ જાગશે અને એ માફી માગશે અને પોતે એને માફ કરી દેશે. સાથે એનો પરિચય પણ મળી જશે. પણ એના બદલે કલ્પના એ એની સાથે ઝગડો કરી ને એના પ્લાન પર પાણી ફેરવી દીધુ હતું. લિફ્ટ માં ય એણે કલ્પના ને ચીડવવા માટે જ એવો ઇશારો કર્યો હતો.
***
જ્યારે કલ્પના અને આદિત્ય ઝગડતા હતા ત્યારે ઓફિસ ની જ એક છોકરી સલોની ની નજર એના પર પડી. અને એ ખુશ થતી ઓફિસ માં પહોંચી ગઇ. ઓફિસમાં જતાં જ સલોનીએ ખુશ થતા થતા મેકઅપ ને ટચ અપ કરવા લાગી. એને જોઇને સાનિયા એ પુછ્યું, ’શું વાત છે તૈયાર થવા લાગી, તારો બોયફ્રેન્ડ તને લેવા આવે છે કે શુ?’
‘ના, આદિ આવે છે. હમણાં જ મે એને ગ્રાઉન્ડ ફ્લોર પર જોયો હતો. કલ્પના સાથે ઝગડતો હતો. હમણા આવતો જ હશે?’
‘શું વાત કરે છે સાચે જ, અરે યાર મને ખબર હોત તો મારા વાળ સરસ શેમ્પૂ કરીને આવત ને!કંઇ નહિ પણ જરા વાળ સરખા કરીને, થોડો ટચઅપ કરી દઉં. અને મેચિંગ બિંદી લગાવી દઉં. ’એમ બોલીને એણેય પર્સમાં થી મેકઅપ નો સામાન કાઢી ને તૈયાર થવા લાગી. અને ધીમે ધીમે આદિત્ય ફીવર આખી ઓફિસમાં ફેલાઇ ગયો.
સલોની ની વાત બધાએ સાંભળી લીધી અને થોડી જ વાર માં જ્યાં નિરવ શાંતિ છવાએલી હતી ત્યાં ચહલપહલ થઇ ગઇ. સંદિપ આ જોઇને બોલ્યો, ’લો આવી ગયો પાછો. હું ત્રણ દિવસ થી સલોની ને પટાવવા નો પ્રયત્ન કરતો હતો. હવે બધીજ મહેનત પર પાણી ફરી વળશે. ’
આકાશ બોલ્યો, ‘તું આવુ બોલે છે પણ એનું આવવું અંદર ખાને થી તો તને ય ગમે છે. ’
‘હા યાર એ છે જ એવો. કોઈ વાત નું ટેન્શન નહિ. ગમે ત્યારે કોઇની ય મદદ કરવા તૈયાર જ હોય. અને દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન એની પાસે થી મળી આવે. ’
‘તુ આટલા દિવસ થી સલોની પાછળ પડ્યો હતો કંઈ થયું. તુ જોજે એ જ તને સલોની ને પટાવવા માં મદદ કરશે’આમ વાત ચાલતી હતી અને તરત જ આદિત્ય ઓફિસમાં દાખલ થયો. આવતા ની સાથે જ કહ્યું, ‘ગુડમોર્નિંગ ફ્રેન્ડ્સ, મને ખબર છે તમે બધાએ મારી આટલા દિવસ રાહ જોઇ. અને મે પણ ત્રણ દિવસ માં તમને બધા ને બહુ મિસ કર્યા. પણ હવે તમારા અને મારા દુખના દિવસો પુરા. કારણ કે આદિત્ય ઇઝ બેક. આવુ બોલીને સંદીપ અને આકાશને ભેટ્યો. અને ઓફિસ ની બધી છોકરી ઓ ને પણ પર્સનલી ગુડમોર્નિંગ વિશ કરવા લાગ્યો.
કલ્પના ખુશ થતી કેબિન ની બહાર નીકળી અને કેન્ટિન તરફ ગઇ. આદિત્ય એ કલ્પના ને જોઇને સલોની પાસે થી કલ્પના ની બધી વાત જાણી લીધી. એવામાંજ અજયસરે આદિત્ય ને કોલ કરીને urgently કેબિન માં આવી જવા નો ઓર્ડર કર્યો. અને થોડી જ વાર માં એ આવી ગયો. આદિત્ય ને જોતા જ અજયસર બોલ્યા, ’કેમ તું તો અઠવાડિયા ની રજા પર ગયો હતો ને ?કેમ આટલો જલ્દી પાછો આવી ગયો. ’
‘તમારી તબિયત તો બરાબર છેને સર?’
‘કેમ મારી તબિયત ને શું થયું ?હું તો એકદમ ફિટ અને ફાઇન છું. ’
‘તો પછી તમે જરુર ભુલી ગયા લાગો છો કે તમે બોસ છો. બોસ હંમેશાં પોતાના કર્મચારીની રજા ઓ પર નજર બગાડી રજા ઓ ઓછી કરાવે. એનાથી ય ઊલ્ટું તમે પુછો છે કે હું જલ્દી કેમ આવતો રહ્યો. એટલે મને એવું લાગ્યું કે ક્યાંક તમે ભુલી તો નથી ગયાને?’
‘અરે ના ના હું તો ખાલી મજાક કરતો હતો. હવે હું જે વાત કહેવા નો છું એ ધ્યાન થી સાંભળ. તને ખબર તો છે ને કે જેલ માં મ્રૃણાલમાં નો ઈન્ટરવ્યુ લેવા નું નક્કી થયું હતું. એ ઇન્ટરવ્યુ થી આપણી ચેનલ નો ટી. આર. પી વધી જશે. એવું તું જ કહેતો હતો ને. તો એ કામ મે નવી અપોઈન્ટ થયેલી કલ્પના ને આપ્યું. અને મને એવું લાગતું હતું કે એ છોકરી કામ સારી રીતે કરશે પણ એનું કંઈ ઠેકાણું લાગતું નથી. અને એના બદલે બીજા કોઈ ને કામ આપું તો એમાં વધારે સમય જતો રહે એમ છે. તો તું એની સાથે જા રહે અને એના કામ નુ નિરિક્ષણ કર. જો ફરી થી કંઇ ગડબડ કરે તો બાજી સંભાળજે. ’
‘ફરીથી એટલે એણે પેલા કોઈ ગડબડ કરી હતી ?’
‘પેલા તો મે એને કામ આપ્યું ત્યારે એ દિવસે મને એમ કે ટાઇમ બગાડ્યા વગર એ જ દિવસે ઇન્ટરવ્યુ ચાલુ કરશે. પણ એક દિવસ બરબાદ કર્યા પછી કાલે તો મ્રૃણાલમા સાથે ઝગડો કરી આવી અને મને કહેતી હતી કે હું ઇન્ટરવ્યુ નહિ લઉં. પાછી પરમિશન લેટર પણ પોલીસ સ્ટેશન માં રહી ગયો. અને કાલ સાંજે શું થયું કે આજ સવારે પાછી ઇન્ટરવ્યુ લેવા તૈયાર થઈ ગઇ. એટલે મને ડર છે કે ક્યાંક આ છોકરી બધીજ મહેનત પર પાણીના ફેરવી દે. ’
‘સારું, હું જઉં છું અને જોઉં છે કે એ કેવી રીતે ઇન્ટરવ્યુ લે છે. ’ અજયસરે આદિત્ય ને બેસ્ટ લક વિશ કર્યું. અને આદિત્ય કેબિન ની બહાર નિકળી જાય છે.
***
કલ્પના રામજીભાઇને બહાર શોધવા લાગી. થોડી વાર પછી રામજીભાઈ બહાર ના ગેટ થી અંદર આવતા દેખાયા. રામજી ભાઇ બિહારી હતા. એટલે એમને ગુજરાતી ભાષા સમજાતી નહોતી. કલ્પના તેમની પાસે જઇને કહ્યું, ’ચલિએ કાકા મૈ તૈયાર હું. આને મે થોડી સી દેર હો ગઇ. ’
‘પર બિટિયા આજતો મૈ આપકો નહિ લેકે જા સકતા. ગાડી કલ શામ સે બંધ પડી હૈ. મૈને બહોત કોશિશ કીયા ગાડી ઠીક કરદું પર હુઇ નહિ. અજયસરને બોલા હૈ ગેરેજ મે દેને કે લિએ. આપકો ખુદ હી જાના પડેગા વહાં પે. ’
‘ અચ્છા, ઠીક હૈ. મૈ ઓટો રિક્ષા મે ચલી જાઉં ગી. ’એમ કહીને કલ્પના બહાર આવીને રિક્ષા ની રાહ જોતી હતી. ત્યાં જ કોઇ ક યુવક બાઇક લઇને એની બાજુમાં આવી ગયો. એણે હેલ્મેટ ઊતાર્યું ત્યારે કલ્પના ને ખબર પડી કે આ તો પેલો લિફ્ટ વાળો યુવક છે. એ કંઇક બોલવા જ જતી હતી ત્યાં એ બોલ્યો, ‘મને ખબર છે કે તમે મને મવાલી સમજો છો. પણ એ પહેલા કે તમે સેન્ડલ કાઢીને મારી ધોલાઇ કરવાનું ચાલું કરી દો. તમને કહી દઉં કે હું ય આજ ઓફિસ નો એમ્પલોય છું. આદિત્ય શ્રી વાસ્તવ. એમ બોલી ને એણે કલ્પના સાથે handshake કરવા હાથ લંબાવ્યો. પણ કલ્પના એ કંઈ રિસ્પોન્સ ના આપ્યો તો ધીરે થી હાથ પાછો ખેંચી લીધો.
‘માન્યું કે તમે આ જ ઓફિસ ના કર્મચારી છો. પણ તમને બીજું કંઇ કામ નથી. ’
‘કામ જ કરું છું મેડમ, મને અજયસરે જ કહ્યું છે કે હવે થી હું તમારી સાથે જઉં. અને તમને હેલ્પ કરાવું. જો તમને મારાથી કોઇ પ્રોબ્લેમ હોય તો અજયસર પાસે જઇને વાત કરી લો. અને જો ના વાત કરવી હોય તો ટાઇમ પાસ કર્યા વગર પાછળ બેસી જાઓ. ’
કલ્પના ને ગમ્યું તો નહોતું પણ હવે બેસ્યા વગર છુટકો નહોતો એટલે બેસી ગઇ.
કલ્પના રસ્તામાં વિચારવા લાગી કે, ‘જે રીતે કાલ નો બનાવ બન્યો એ રીતે તો એ ઇન્ટરવ્યુ આપવા માટે નહિ જ માને. મારે સૌથી પહેલા એમની માફી માગવી પડશે. ત્યારે જ કદાચ માને. ’
આદિત્યને થયું કે કલ્પના કંઇક ચિંતામાં છે. એટલે એને થયું કે થોડી મજાક મસ્તી કરું જેથી એની ચિંતા થોડી હળવી થાય. એ બોલ્યો, ‘તમારે સાથે કોઇક ઘટના બની હતી કે તમે બચપન થી આવા જ છો?’
‘તમે કહેવા શું માગો છો?’ કલ્પના ગુસ્સે થઈ ને બોલી.
‘એટલે એમ કહું છું કે જ્યારે જુઓ ત્યારે તમે ગુસ્સા માં જ હોવ છો. સ્માઇલ કરતાં પણ આવડે છે કે નહિ. ? આમ તો સુંદર છોકરી ઓ તો ગુસ્સામાં પણ સુંદર લાગે છે પણ જ્યારે સ્માઇલ કરે ત્યારે તો વાત જ અલગ હોય છે. તમે ય ગુસ્સા કરતા સ્માઇલમાં સારા લાગતા હશો. પણ મને કેવી રીતે ખબર પડે મે તો તમને સ્માઇલ કરતાં જોયા જ નથીને. ’
‘એય મિસ્ટર, અત્યારે મને સ્માઇલ કરતી જોવા કરતાં બાઇક ચલાવવામાં વધારે રસ લેશો તો સારું રહેશે. નહિ તો પોલીસ સ્ટેશન ના બદલે બંન્ને ય હોસ્પિટલ ભેગા થઈ જશું.
‘જેવી તમારી મરજી’ એમ કહીને આદિત્ય એ ફુલ સ્પીડ માં બાઇક ચલાવ્યું કે દસ જ મિનિટ માં સાબરમતી પોલિસ સ્ટેશન આવી ગયું.
***
પોલીસ સ્ટેશન પહોંચી ને જોયું તો બધા પોતાના કામકાજ માં વ્યસ્ત હતા. આદિત્ય અને કલ્પના એ થોડો સમય રાહ જોઇ. પછી ઇન્સપેક્ટર કામત ફ્રી થયા એટલે કલ્પના ને કહ્યું, ’કાલ તો તમે એટલા ગુસ્સા માં અહિં થી નીકળી ગયા. મે તમને બે ત્રણ વાર બોલાવ્યા પણ તમે તો સાંભળ્યું જ નહિ. ‘
આદિત્ય બોલ્યો, ‘ ગુસ્સે થવા ની આદત તો એમની જન્મજાત લાગે છે. મે ય જ્યાર થી એમને જોયા છે ત્યાર થી હંમેશા ગુસ્સા માં જ જોયા છે. હસતા તો હજુ સુધી જોયા જ નથી. ’
‘ તમને કોઇએ વચ્ચે બોલવાનું કહ્યું કે તમે બોલવા નું ચાલું કરી દીધું ?’
‘ઓહ, તો તમે જ્યાં સુધી બોલવા ની પરમિશન ના આપો ત્યાં સુધી મારે બોલવાનું ય નહિ. ’
‘તમે બંન્ને ઝગડા કરવાનું બંધ કરી ને મારી વાત સાંભળશો. કલ્પનામેડમ, આ રહ્યો પરમિશન લેટર જે તું કાલે લઇ જવાનું ભુલી ગયા હતાં. મ્રૃણાલમા એ સહી કરી દીધી છે. અને મને કહ્યું છે કે તમે આવો ત્યારે તમને એમની પાસે મોકલી દઉ. ’
‘ સાચે જ ‘, કલ્પના એ એકદમ ખુશ થઈ ને કહ્યું., ‘ કાલે તો એમના તેવર જોઇને એમ લાગતુ હતું કે એ ઇન્ટરવ્યુ જ નહિ આપે. ’
‘હા પણ તમારા ગયાના અમુક સમય પછી જ્યારે હું તેમની પાસે ગયો હતો ત્યારે એમણે કહ્યું હતુ કે એ ઇચ્છે છે કે તું એમનો ઈન્ટરવ્યુ લે.. અને એમા એ એમનું સત્ય જણાવશે. તમારે હવે જઇને ઇન્ટરવ્યુ લેવાનું શરુ કરી દેવું જોઇએ.
‘ thank you so much, ઇન્સપેક્ટર. ’એમ કહીને કલ્પના અને આદિત્ય બંન્ને મ્રૃણાલમા ની કોટડી તરફ જવા લાગ્યા. ’
બંન્ને જ્યારે મ્રૃણાલમા પાસે પહોંચ્યા ત્યારે મ્રૃણાલમા આરામ કરી રહ્યા હતા. પણ કોટડી નુ તાળું ખોલવાના અવાજ થી જાગી ગયા. એમણે આંખો ખોલી ને કલ્પના અને આદિત્ય ની સામે જોયુ અને કહ્યું,
‘ કલ્પના, આવી ગઇ તુ’. એમ કહીને બાજૂના માટલા માંથી થોડું પાણી પીધું પછી ગાલ ઉપર હાથ લગાડ્યો અને કહ્યું, ’એવી જોરદાર ની થપ્પડ મારી છે ને કે હજુ ય ગાલ ચચરે છે. દેખાવ માં જેવી ઢીલી પોચી દેખાય છે એવી છે નહિ તુ’
કલ્પના ને થોડી શરમ આવી અને થોડા સંકોચ સાથે કહ્યું, ‘કાલે જે પણ કંઇ બન્યું એ બદલ મને પણ અફસોસ છે. જો તમે મને માફ કરી શકતા હો તો. ’
‘અરે, એમાં તારે માફી માંગવાની જરુર નથી. મે તારી મા વિશે એવી વાત કહીને તને ઉશ્કેરી હતી. એના પરથી સાબિત થાય છેકે તું તારા માતાપિતા ને કેટલો પ્રેમ કરે છે. કાશ કે મે પણ મારા માતાપિતાની કદર કરી હોત. પણ મે ક્યારેય એમના પ્રેમ ની કદર જ ના કરી. જવા દે એ બધું એ હું તને વિસ્તારપૂર્વક કહીશ.. જો કે કાલે જેવી રીતે શરુઆત થઈ હતી ત્યારે મને લાગતુ નહોતું કે તારામાં કંઇ દમ છે. પણ ના મને થપ્પડ મારી ને તે મને ખોટી સાબિત કરી દીધી. જોકે મારા ઉપર હાથ ઉઠાવવા ની હિંમત કરનારી તુ પહેલી છો. મારા માતા પિતા એપણ ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો. અને જો મને સમયસર તારા જેવું કોઇ મળી ગયું હોત તો અત્યારે હું અહિંયા ના હોત. ’
એવામાં ઇન્સપેક્ટર કામત આવ્યા અને બોલ્યા, ’તમને અહિં આવી જગ્યાએ ઈન્ટરવ્યુ લેવાનું નહિ ફાવે. તમે મારી સાથે ચાલો હું તમને જગ્યા બતાવું જ્યાં તમે સારી રીતે ઈન્ટરવ્યુ લઇ શકો. ’
‘ કલ્પના, મને તું ઇન્ટરવ્યુ લે એનો વાંધો નથી. પણ જો આ ચંબુ સાથે હશે તો મારે વિચારવું પડશે. ’
આ સાંભળીને કલ્પના ને હસવુ આવી ગયું. એ મોઢા પર હાથ રાખી હસવુ ખાળવા લાગી.
આદિત્યને ય ખબર પડી ગઇ કે આ શબ્દ કોના માટે વપરાયો છે કે કેમકે એ જ અહિં નવો હતો. પણ વાતને સંભાળતા એણે કહ્યું, ’મેમ, મને ખબર છે કે મારા જેવા સ્માર્ટ અને હેન્ડસમ યુવક ની સામે તમને વાત કરવા મા નર્વસનેસ જેવું લાગતુ હશે. પણ તમે સમજો આ છોકરી નવી નવી છે. હું ના હોઉં ને વિડિઓકેમેરામાં કદાચ કંઈ પ્રોબ્લેમ આવે તો કલ્પના શું કરી શકવા ની હતી. પછી તમારી બધીજ મહેનત પાણીમાં જતી રહેશે. એટલે તમારે મને તો સાથે રાખવો જ પડશે. ’
મ્રૃણાલમા એ થોડું હસીને કહ્યું, ’હું તો તને ચીડવવા માટે કહેતી હતી. મને એમ કે કલ્પના ની જેમ કદાચ તું ય ગુસ્સે થઈ જઇશ. પણ માનવું પડે તારો ફ્રેન્ડ્ તો બહુ સ્માર્ટ છે. ’,.
ત્યારબાદત્રણેય જણાં ઇન્સપેક્ટર કામતની પાછળ ગયાં. ઇન્સપેક્ટર તેમને એક ઓરડામાં લઇ ગયા. અને બોલ્યા, ‘અહિં અમે લંચ લેતા હોઇએ છીએ. ત્યાં એક રાઉન્ડ ટેબલ અને આસપાસમાં ચેર રાખેલી હતી. કલ્પના અને મ્રૃણાલમા પાસપાસે ની ચેર માં બેઠા. આદિત્ય એ પોતાનો વિડિઓ કેમેરા કાઢીને ટેબલ પર સેટ કરી દીધો. અને યોગ્ય એંગલે રાખી ઓન કરીને ઇન્ટરવ્યુ ચાલુ કરવા માટે સંકેત કર્યો.
મ્રૃણાલમા, ‘મારો જન્મ બિહા્રના ઘોસપુર નામના ગામમાં થયો હતો. હું જન્મી ત્યારે મારો વર્ણ એકદમ ગોરો. અને મારી કાયા એકદમ કંચન જેવી હતી. જેથી પ્રેમ થી મારા માતાપિતા એ મારું નામ પાડયું કંચન. મારા માતાપિતા એમની પોતાની જમીનમાં ખેતી કરતા હતા. હું મારા માતાપિતાની ખુબજ લાડકી દીકરી હતી. એ સિવાય મારા પડોસી જમના કાકી અને પરસોત્તમ કાકા પણ મને ખુબજ પ્રેમ કરતા હતાહું જે માગું એ હાજર થઇ જતું. જમના કાકી અને પરસોત્તમ કાકા પણ મારે માટે નવા કપડા, મીઠાઈ, ચોકલેટ અને રમકડાં લઇ આવતા. એમને કોઇ બાળક નહોતુ તેથી બધું વ્હાલ મારી પર વરસાવતા. એ ચારે ય જણ ના પ્રેમ માં તરબોળ હું મોટી થઈ રહી હતી. પણ વિધાતાને મારું એ સુખ મંજુર નહિ હોય કે એક દિવસ એવું બન્યુ કે મારી આખી જિંદગી બદલાઇ ગઇ. અને રમતિયાળ અને નટખટ કંચન ગંભીર અને ઉદાસ બની ગઇ.. અને એ માતાપિતા જે મને ખુબ જ પ્રેમ કરતા હતા હું એમનાથી જ નફરત કરવા લાગી.
ક્રમશઃ