આગળ આપણે જોયુ કે જયારે ગીતા બેન કોઇ રીતે ટસ ના મસ નહિ થાય એ જોઇને અમોલ ભાઇએ એક એવો રસ્તો સુઝાડ્યો કે જેમાં ગીતા બેન ના પાડી જ ના શકે. એ પછી ત્રણેય મળી ને નક્કી કર્યું કે સવારની પુજામાં જો લાલ ફુલ વધારે માત્રા માં હોય તો ગીતા બેન ની વાત માન્ય રહેશે અને જો સફેદ ફુલની માત્રા વધારે હશે તો કલ્પના ની વાત માન્ય રહેશે. હવે બીજા દિવસની સવારે શું થશે એ જોવાનુ છે.
આખી રાત ગીતાબેન ને નિંદ્રા આવી નહિ. આખી રાત વિચાર કરતા રહ્યા કે જો પુજા માં લાલ ફુલ નહિ નીકળે તો પોતે કલ્પના ને કેમ કરીને રોકશે? અમોલભાઇ તો બાજુ માં ઘસઘસાટ ઉંઘતા હતા. એ જોઇને ગીતાબહેન ને ચીડ ચડી કે માંડ કરીને કલ્પના ને મ્રૃણાલ પાસે જવા થી રોકી હતી અને આમને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું. પાછા કેવા ઘોડા વેચી ને સુએ છે. અજીબ માણસ છે પોતાની દીકરી ની કંઇ પડી જ નથી.
વિચારમાં અને વિચાર માં ગીતા બેને જોયું તો સવાર નું આછું અજવાળું થઇ ગયું હતુ. એમણે ઉઠી ને ઘડિયાળ માં જોયું તો સવાર ના ૬:૦૦ વાગ્યા હતા. દુધ વાળા તેમજ ફુલ વાળા નો આવવાનો સમય થઇ ગયો હતો. એમણે જઇને ઘર નો દરવાજો ખોલ્યો તો દુધવાળો દુધ મુકી ગયો હતો પણ ફુલવાળો હજુ સુધી આવ્યો નહતો. એમણે અચાનક વિચાર આવ્યો કે જો ફુલછાબ માંથી સફેદ ફુલ કાઢી લઉં તો કોને ખબર પડવાની છે?
એમ વિચાર કરી ને ગીતા બેન ફુલવાળા ની રાહ જોતા ઉભા રહ્યાં. થોડીવાર પછી એમને દુરથી ફુલવાળો આવતો દેખાયો. એમણે જોવા નો પ્રયાસ કર્યો પણ દુર થી કંઇ દેખાયું નહિ. જ્યારે ફુલવાળો નજિક આવ્યો ત્યારે જોયું તો છાબમાં હતા માત્ર સફેદ ફુલ. લાલ ફુલ નું નામનિશાન નહિ. એમણે ફુલવાળા ને વઢવા માંડ્યું કે, ”આ શુ જાસુદ ના ફુલ ક્યાં ?મારે આજે પુજા માં લાલ ફુલ જ ચડાવવા ના હતા અને તુ ખાલી સફેદ ફુલ લઇ હાલ્યો આવે છે. ”
ફુલવાળા દગડુભાઇ એ કહ્યું ,”કાલ સાંજે બગીચા નો ઝાંપો ઉઘાડો રહી ગ્યો અને ગાય ઘુસી ગઇ તેમાં ઘણાં ફુલ ખાઇ ગઇ. બગીચા મા્ં બધું બગાડી નાખ્યું. માંડ આટલા ફુલ લઇ આવ્યો છુ. ”
હવે ગીતા બેન પાસે કોઇ વિકલ્પ બચ્યો નહતો. જેવી ઇશ્વર ની મરજી એમ સમજી એ નહાવા જતા રહ્યાં. એ નહાઇ ને બહાર નીકળ્યા ત્યારે કલ્પના અને અમોલભાઇ પણ ઉઠી ગયાં હતા. એ પછી કલ્પના નહાઇ ધોઇ તૈયાર થઇ પુજામાં હાજર થઇ ગઈ. સાથે અમોલભાઇ પણ તૈયાર થઇ આવી ગયાં હતાં. કલ્પના એ જોયું તો એ ચોંકી ગઇ કે પુજા માં માત્ર સફેદ ફુલ જ હતા. ત્રણેય પુજા વિધિ પતાવી પછી ગીતાબેને કલ્પના ને કહ્યું ,”કલ્પના,તે જોઈ લીધું છે કે પુજા મા માત્ર સફેદ ફુલ જ હતા એટલે કે તને ઇન્ટરવ્યુ લેવા ની મારી હા છે. મે તો ઘણો પ્રયાસ કર્યો કે તને જતાં રોકી લઉં પણ જ્યાં શ્રીકૃષ્ણ પોતે જ એમ ઇચ્છતા હોય ત્યાં હું શું કરી શકવાની હતી. ?જા બેટા ઇશ્વર તારી સાથે જ છે તો હું તારી ચિંતા નહિ કરું બસ. ”
કલ્પના એ કહ્યું ,”thank you mammy,હું પણ એમજ ઇચ્છતી હતી કે તું મને ખુશી થી રજા આપે દુખી થઇને નહિ. જો તુ મજબુરી થી રજા આપત તો મારુ ધ્યાન કામમાં બરાબર લાગત નહિ. પણ હવે હું નિશ્ચિતપણે મારુ કામ કરી શકીશ. મમ્મી પપ્પા મને આશિર્વાદ આપો કે હું મારા કામ માં સફળ થઉં. ”
અમોલભાઇએ કહ્યું ,જા બેટા તુ તારા કાર્ય માં જેટલું ધ્યાન આપીશ એટલુ તને પરિણામ મળશે.
મ મ્મી પ પ્પા ના આશિર્વાદ લઇ કલ્પના પોતાના બધા જરુરી ડોક્યુમેન્ટ્સ લઇ ઓફિસ જવા નીકળી.
કલ્પના જેવી ઘરની બહાર નીકળી કે તુરંત ગીતા બેન કંઇક ચિંતા મા પડી ગયા. અમોલભાઇએ એ જોયું પણ એમને પણ ઓફિસ જવાનુ મોડુ થતું હોવા થી એમને વિચાર્યું કે આજે ટિફિન નથી લઇ જવું જ્યારે બપરે લંચ માટે ઘરે આવીશ ત્યારે ગીતા સાથે વાત કરીશ. અમોલભાઇ એ પછી ઓફિસે જતા રહ્યાં.
ગીતાબેન ને કલ્પના ની ખુબ ચિંતા થઇ રહી હતી. એમનું મન વારે વારે એમજ કહેતું હતું કે કલ્પના સાથે કંઇક ના બનવા જેવુ થવા નું છે. એમણે પુજા ઘરમાં જઇને ક્રિષ્ન ભગવાન ને કહ્યું ,”હે ક્રિષ્ના ,મારી કલ્પુને હું તારા જ વિશ્વાસે ત્યાં મોકલુ છું એની રક્ષા કરજે. ”
લંચમાં જ્યારે અમોલભાઇ આવ્યા ત્યારે એમણે ગીતા બેન ને સમજાવ્યુ કે,” તુ નાહક ની ચિંતા કરે છે. તે જ જોયુ ને કે આપણા નક્કી કર્યા મુજબ પુજા માં જો સફેદ ફુલ નીકળશે તો કલ્પના ઇન્ટરવ્યુ માટે જઇ શકે છે. તો પછી ભગવાન ના નિર્ણય પર શંકા શું કામ કરે છે?”
ગીતા બેને કહ્યું ,”મને બધીજ ખબર છે પણ શું કરું જ્યાર થી કલ્પના ત્યાં ગઇ છે મને બહુ જ ગભરામણ થાય છે. આજ જ્યારે કલ્પના ઘરે આવે તો એની નજર ઉતારી લઇશ.
અમોલ ભાઇ એ કહ્યું ,”શું તુ પણ એવી નેએવી જ રહી મને ખાતરી છે કે એને કંઈ જ નહિ થાય અને એક દિવસે એ આપણું નામ રોશન કરશે.
ગીતા બેન આ સાંભળી ને ખોટુ હસ્યા પણ એમના મનમાં થી કલ્પના ની ચિંતા દુર ના થઇ.
આ બાજુ કલ્પના ખુબ જ ખુશ હતી કેમકે એની મ મ્મીએ રજા તો આપી જ દીધી હતી. એટલુ જ નહિ પુજા માં લાલ ફુલ ને બદલે માત્ર સફેદ ફુલ જોઇને ખાતરી થઈ ગઇ હતી કે ક્રિષ્ન ભગવાન એની સાથે જ છે. હવે એ પુરા આત્મવિશ્વાસ સાથે મ્રૃણાલમા ને મળશે. કલ્પના એ વિચાર્યું કે હવે જ્યારે ભગવાન એની સાથે જ છે તો એ એવી રીતે મ્રૃણાલમા ને મળશે કે એ ય યાદ કરે ને કે કોણ એનો ઇન્ટરવ્યુ લેવા આવી હતી. એવા અઘરા સવાલો પુછીશ કે એ ય ગભરાઇ જાય. ઘણાને બેવકુફ બનાવ્યા હશે એણે પણ કલ્પના ને મળી નથી ને એટલે!જો બધા મારા જેવા inteligent અને smart હોત તો તો શુ આવા પાખંડી ઓ ની વાતો માં આવી ને દુનિયા એમને પગે ના પડતી હોત!
પણ ભલભલા ધુરંધર હોય એ ય કળી શકતા નથી કે આગલી પળ માં શું બનવાનું છે તો બિચારી કલ્પના તો કયાંથી કળી શકવાની હતી? એ તો પોતાના જ વિચારો મસ્ત થઇ ઓફિસે પહોંચી ગઇ.
ઓફિસ માં જઇ એ અજયસરને મળી. અજય સરે એને best luck વિશ કર્યું. પછિ એ પોતાના જરુરીો પેપર્સ લઇને બહાર ગઇ. ત્યાં રામજી ભાઇ કલ્પના ની રાહ જોતા કાર લઇ ને તૈયાર હતા. કલ્પના કારમાં બેસી ને સાબરમતી સેન્ટ્રલ જેલ તરફ નીકળી ગઇ.
સાબરમતી જેલમાં જઇ એ ઇન્સપેક્ટર કામત ને મળી. એમને જરુરી પેપર્સ સબમિટ કર્યા તેમજ જે ફોર્માલિટિ પુરી કરી. એમાં જ કલ્પના નો લગભગ એકાદ કલાક જેવો નીકળી ગયો
. બધું કામ પતાવી ઇન્સપેક્ટર કામતે કહ્યુ કે આવો હું તમને ખુદ મ્રૃણાલમા પાસે લઇ જઉં છુ. કલ્પના એ ઇન્સપેક્ટર કામતને પુછ્યું કે ,”અત્યારે જેલમાં એમનુ વર્તન કેવું છે એ તમે કહી શકશો?ક્યાંક ભાગી જવાની તૈયારી ના કરતા હોય?તમે એમના પર બરાબર નજર રાખજો. ”
ઇન્સપેક્ટર કામતે કહ્યું ,”ના એવું નથી જ્યાર થી એ આ જેલમાં આવ્યા છે ત્યારથી જ અમે એમને જોઇએ છીએ. એમને જોઇને એવું બિલકુલ નથી લાગતુ કે ભાગી જવાનો એમનો કોઇ ઇરાદો હોય. એકદમ શાંત છે. એમને જે કામ બતાવીએ ચુપચાપ કરી દે કોઇ જાતનો વિરોધ નહિ. infect,બીજા કેદીઓ છે જે કંઇક ને પેંતરા કરતા હોય છે ભાગી જવાના પણ એમના તરફ થી અમને એવી કોઇ જ tention નથી. ”
કલ્પના એ કહ્યું ,”કયાંક એવું ન હોય કે આ પણ એમનો ભાગી જવાની કોઇ ચાલ હોય. આખા દેશને એમનેમ જ નહિ બેવકુફ બનાવ્યો હોય એણે. ”
આ વાતચીત દરમિયાન તેઓ બંને સીડી ઓ ઉતરી ને નીચે ના ભોંયરા જેવી જગ્યા માં થી જઇ ને જ જેલ ની કોટડી ઓની બાજુ માં થી પસાર થઇ રહ્યા હતા. કલ્પના એ જોયું કે બધા કેદી ઓ ને નાનકડી અને સાંકડી એવા ઓરડી ઓ માં પુરી રાખ્યા હતા. અમુક ઓરડી ઓ માં તો ત્રણ ચાર કેદી ઓને સાથે રાખ્યા હતા જ્યારે અમુક કેદી ને એકલા પુરી રાખ્યા હતા. તેમના ઓરડા માં નાની બારી રાખી હતી જે ધોળા દિવસે ય ઓરડામાં રહેલા અંધકાર ને દુર કરવા નો નિષ્ફળ પ્રયાસ કરતી હતી. જેલમાં માત્ર પાણી નું માટલુ અને એના પર પ્લાસ્ટિકનું પવાલુ. તેમજ આટલી કાળઝાળ ગરમી માંય હવા નાખવા કરતા અવાજ વધુ કરતો હોય એવો ટેબલ ફેન ગઇ. એક બે કોન્સટેબલ બહાર ચોકી કરતા ઉભા હતા. કોટડી ઓ માં બંધ એવા એક બે કેદી ઓ સુકાઇને જાણે હાડપિંજર બની ગયા હતા તો અમુક કેદી ઓ જેલ નુ વાતાવરણ ગમી ગયું હોય એમ હટ્ટાકટ્ટા બની ગયા હતા. જાણે બધા કેદીઓ નું ભોજન એ જ ના ખાઇ જતા હોય. . કલ્પના ને જેલ ના કેદીઓ ઉપર દયા આવી કે,”અરેરે,આવી જેલમા મને રાખી હોય તો હું ય ભાગવા નું જ વિચારુ”
જેલમાં બંધ અમુક કેદી સુતા હતા તો અમુક કેદીઓ વાતો કરતા હતા. જે કેદીઓ ને એકલા રાખ્યા હતાં એમાં થી એક કેદી એ તો એવી આંખ કરી ને કલ્પના તરફ જોયું કે કલ્પના સમસમી ગઇ.
એક કોનસ્ટેબલ આગળ જઇ મ્રૃણાલ મા ની કોટડી નુ તાળુ ખોલવા લાગ્યો. કલ્પના અને ઇન્સપેક્ટર બંને આગળ જઇ જ રહયા તે ઇન્સપેક્ટર કામત ને ફોન પર કોઇનો કોલ આવ્યો. ઇન્સપેક્ટરે કોલ રિસિવ કર્યો કે એ ચોંક્યા અને સફાળા ઉપરની તરફ ભાગ્યા. એમને જોઇ ને કોન્સ્ટેબલ પણ એમની પાછળ ભાગ્યો. જેલ માં અચાનક અફરાતફરી મચી ગઇ.
કલ્પના ને સમજમાં ના આવ્યું કે આ શું થઇ રહ્યું છે. અચાનક કલ્પના ને ધ્યાનમાં આવ્યુંકે આટલા બધા ખતરનાક કેદીઓ ની વચ્ચે એ એકલી ઉભી છે તો એય ઉપરની તરફ ભાગી એમ વિચારી ને કે કદાચ ઉપર ઇન્સપેક્ટર ની સાથે એ વધુ સલામત રહેશે. પણ એને શું ખબર હતી કે ઉપર ઇન્સપેક્ટર પાસે જવા ને બદલે નીચે રહેવામાં વધારે સલામતી હતી. ઉપર જવાનુ પગલું એના માટે સૌથી વધારે ખતરનાક સાબિત થવાનુ હતું કેમકે ઉપર કદાચ મ્રૃત્યુ રાહ જોઇ ને બેઠુ હતુ?ત.
કેમ ઇન્સપેક્ટર કામત ફોન ઉપાડતાની સાથે જ એકદમ ઉપરની તરફ ભાગ્યા. ?એવું શું થયું છે કે ઇન્સપેક્ટર કામત ની સાથે કલ્પના ના જીવન ને ખતરો હોય ?
જાણવા માટે વાંચો આગળ…
.