“કલ્પના ઉઠ બેટા સાત વાગી ગ્યા. આજ તારે જોબનો પહેલો દિવસ છે.પહેલા જ દિવસે મોડા જવુ સારુ ના લાગે.”કલ્પનાની મમ્મી ગીતા માથુરે કલ્પનાને સવાર ના પહોર માં કલ્પના ને ઉઠાડતા કહ્યુ.
કલ્પના આ સાંભળી સફાળી બેઠી થઇ ગઇ.”શું મમ્મી તારે મને વ્હેલા ના ઉઠાડાય?સાત વાગી ગયા હું તૈયાર ક્યારે થઇશ ને પહોંચીશ ક્યારે?મે એલાર્મ પણ મુક્યુ હતુ .પણ ખબર નહિ વાગ્યુ કેમ નહિ?”એમ બબડતા કલ્પના ઊઠીને તરત નહાવા બાથરુમ તરફ ભાગી.
કલ્પના માટે આજનો દિવસ મહત્વનો હતો.’આજકાલ’ન્યુઝચેનલમાં આજે તેની જોબ નો પહેલો દિવસ હતો.નહાઇ-ધોઇ , શ્રીક્રિષ્ણ ભગવાન ની પુજા કરી તે તૈયાર થઇ ગઇ.ગુલાબી રંગના ટોપ અને બ્લુ રંગનુ જિન્સ પહેર્યુ હતુ. એક હાથમાં ગુલાબી રંગનું બ્રેસલેટ,બીજા હાથમાં ડાયમંડ નું ગોલ્ડન કાંડા ઘડિયાળ શોભતુ હતું . તેના સુંદર સિલ્કી વાળને હાફ પોની લઇ બાકી ના વાળ છુટા રાખ્યા હતા.તે આજે એટલી સુ્ંદર લાગતી હતી કે કોઇ પણ એને જોતાજ એના પર ફિદા થઇ જાય. જોબ પર જતા પહેલા મમ્મીપપ્પા ના આશિર્વાદ પણ લઇ લીધા. કલ્પના જોબ ના પ્રથમ દિવસે લેટ થઇ પોતાની ઇમેજ બગાડવા માગતી નહોતી તેથી સમય કરતા અડધોકલાક વહેલા નીકળી ગઇ.રોડ પર આવતા જ તેને રિક્શા પણ તરત જ મળી ગઇ.
આજે સોમવાર હોવાથી રસ્તામાં ટ્રાફિકજામ તો હતો જ સાથેજ રસ્તામાં કાર અને રિક્શા વાળા ની ટક્કર થઇ હતી.વાગ્યુ તો કોઈને નહોતું પણ બંને ના ચાલક રસ્તા પર ઝગડો કરતા રસ્તો બ્લોક થઈ ગયો હતો .ટ્રાફિક હવાલદાર રસ્તો ક્લીયર કરવા મથતો હતો,પણ જામ ઘણો થઇ ગયો હતો. કલ્પના મનમાં બોલી ,”આ લોકો ક્યારેય નહિ સુધરે ,નાની નાની વાતો માં મારામારી કરવા સુધી પહોંચી જાય છે. એમેય નથી વિચારતા કે તેમના લીધે કોઇ બીજાનો સમય કેટલો બરબાદ થાય છે.”કલ્પના એ રિક્શાવાળા ભાઇ ને કહ્યુ,”કોઇ બીજા રસ્તે થી અડાલજ પહોંચાડે.તો રિક્શાવાળા એ યુ ટર્ન લઇ બીજા રસ્તે થી તેને સરખેજ લઇ ગયો.એમા અડધો કલાક નીકળી ગયો પણ તોય સમય કરતાં પંદર મિનિટ વહેલા પહોંચી ગઇ..
ઓફિસ માં ગઇ ,પાંચેક મિનિટ રાહ જોઇ ,ત્યાં રિસેપ્શનીસ્ટે કલ્પના નેઅંદર જવા ઇશારો કર્યો એટલે કેબિન ના ડોર પાસે ગઇ.તે’મે આઇ કમ ઇન સર’ બોલે એ પહેલા જ અજયસરે કમ ઇન કહી દીધુ.તેથી અંદર ગઇ .લેપટોપ માં જોતાજોતા જ કલ્પના ને બેસવાનો ઇશારો કર્યો. થોડીવાર લેપટોપ માં જોયા કર્યુ પછી તેમણે કલ્પના સામે જોયુ. કલ્પના ને જોતા જ તેમણે કહ્યુ,”વેરી ગુડ,કલ્પના તમે ખુબ જ પંકચ્યુલ છો.તમને નવ વાગ્યે બોલાવ્યા હતા પણ તમે તો સમય કરતા દસ મિનિટ વહેલા આવી ગયા . એટલે જ આ જોબ માટે મે તમને સિલેક્ટ કર્યા છે. આમપણ એક જર્નાલિસ્ટ માટે સમય કરતા વહેલા પહોંચવુ ખુબજ અગત્યનુ હોય છે . આજે મારે તમને ખુબ important કામ આપવાનુ છે .તમે વિચાર્યું પણ નહિ હોય એટલુ અગત્ય નુ કામ તમારે કરવાનુ છે.આમ તો એ કામ મહેતા કરવાનો હતો પણ એને આજે એક બીજા એક કામે રાજકોટ મોકલવાનો છે. એથી એ કામ તારે કરવા નુ છે.આમે ય એ કામ તું વધારે સારી રીતે કરી શકીશ એવુ મારુ માનવુ છે”
કલ્પના એ કહ્યું ,”તમે મારા પર આટલો વિશ્વાસ કર્યો એ માટે thanks.હું પણપુરો પ્રયત્ન કરીશ કે તમે જે વિશ્વાસ મારા પર મુક્યો છે એને સાર્થક કરી શકુ્.સર મારી જે ફાળે જે કોઇ ડ્યુટી હશે તે હું પુરી પ્રામાણિકતાથી કરીશ .”અજયસરે કહયું મને તારી પાસે થી એજ અપેક્ષા હતી. હવે સાંભળ તારે શું કરવાનું છે.તારે સાબરમતી જેલ માં જઇ કેદી નં ૪૨૦ નો ઇન્ટરવ્યુ લેવા નો છે. આ સાંભળીને કલ્પનાનું હ્રદય એક ધબકારો ચુકી ગયુ.પણ એના ચહેરા પર સ્વસ્થતાના ભાવ જાળવી રાખ્યા.કલ્પનાએ વિચાર્યું કે જો જેલ ની વાત થી મને ડર લાગ્યો છે એવાત નો સર ને અણસાર પણ આવી ગયો તો સર ની સામે મારી શું ઇમેજ બંધાશે.આમે ય એક પત્રકાર ને તો આનાથી પણ કપરા કામ કરવા ના હોય છે .આ તો માત્ર શરુઆત છે.
અજય સરે કલ્પના ને કહ્યું કે એ પહેલા કે તુ એ કેદીનો ઇનટરવ્યુ લે તારા માટે એ જાણવુ જરુરી છે કે એ કેદી કોણ છે.જેથી કરીને તુ ઇન્ટરવ્યુ ની તૈયારી કરી શકે.
કલ્પનાએ કહ્યું કે હા સર મારે પણ જાણવુ છેાઅજય સરે કહ્યું તારે કેદીનો ઇન્ટરવ્યુ લેવાનો છે એનુ નામ છે કંચન ઉર્ફ માલતી ઉર્ફ મ્રૃણાલ મા.
“oh my god sir,શું તમે એજ મ્રૃણાલમા ની વાત કરો છો કે જે ગરીબોના મસિહા કહેવાતા હતા.એ ઉપરાંત જેના દર્શન કરવા માટે VVIP ઓ પણ લાઇન માં ઉભા રહેતા હતા.જેમના અનુયાયી હોવુ એક જમાના માં સ્ટેટસ સિમ્બોલ ગણાવાતુ હતુ ?
Yes,you are right. જેમના દર્શન માટે કેટલાય મહિના ઓ પહેલા અપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી.તોય કયારેક દર્શન મળતા નહોતા.તુ વિશ્વાસ નહિ કરે કલ્પના કે જે માતાજીનો અવતાર તરીકે જેના દર્શન કરવા અને ચરણરજ લેવા પડાપડી કરતા હતા આજે એની સામે કોઇ જોવાય તૈયાર નથી.
સરે થોડુ પાણી પીધું અને વાત આગળ વધારતા કહ્યુ ,”એજ મ્રૃણાલમા અત્યારે સાબરમતી જેલ માં છે. પહેલા તિહાર જેલ માં હતા પણ ત્યાં એમના પર કોઇએ જાનલેવા હમલો કર્યો હતો.એટલે એમની સુરક્ષા માટે એમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મે એમના ઇન્ટરવ્યૂ લેવા માટે ની બધી ફોર્માલિટિ પુરી કરી લીધી છે. હવે બાકી નું કામ તારે કરવાનું છે. અત્યારે આજના દિવસે તો તારો બાયોડેટા વગેરે ફોર્માલિટિ પુરી કરી ને ઘરે જા.ઘરે જઇને ઇન્ટરવ્યુ ની તૈયારી કર. કાલ સવારે અહિયાં રિપોર્ટ કરીને જજે.રામજીભાઇ 10:00 વાગ્યે તને સાબરમતી જેલ મુકી જશે.ત્યાં જઇને તુ જેલ ના PSI ને મળીશ તો એ તને મ્રૃણાલમા ની પાસે લઇ જશે.અત્યારે તું તારા બધા ડોક્યુમેન્ટ્સ HRA ડિપાર્ટમેન્ટ મા સબમિટ કરી દે અને ઘરે જઇ શકે છે.”
એ પછી કલ્પના પોતાના ડોક્યુમેન્ટ્સ આપીને ઘરે જવા માટે રિક્ષા કરી લીધી .આખા રસ્તે કલ્પના આવતીકાલ ના ઇન્ટરવ્યુ વિશે જ વિચારતી રહી.
ઘરે જઇ ને કલ્પના ફ્રેશ થઇ જમવા બેસી ગઇ.જમીને એકાદ કલાક આરામ કરીને પછી ઇન્ટરવ્યુ ની તૈયારીમાં લાગી ગઇ.સાંજે સાથે બેસીને જમતી વખતે કલ્પના ના પપ્પા એ એને પુછ્યુ કે બેટા કલ્પના જોબનો પહેલો દિવસ કેવો રહ્યો .?”
“ બહુ જ સરસ પપ્પા!તમે ક્યારેય વિચાર પણ નહિ કર્યો હોય એવુ કામ મારે કાલે કરવાનુ છે.મારે એક એવી વ્યક્તિ નો ઇન્ટરવ્યુ લેવા જવા નુ છે કે જે હાલ જેલ માં કેદી છે.અને એક સમયે લોકો એને ઇશ્વરીય અવતાર ગણી પુજા કરતા હતા. “
“ એે તો ખુબજ સરસ .પણ એ છે કોણ? “કલ્પનાની મમ્મીએ આશ્ર્ચર્ય સાથે પુછ્યુ.
“હમ્મ! એ કેદીનુ નામ છે મ્રૃણાલ મા.”
આ નામ સાંભળતા જ ઘરમાં સોપો પડી ગયો.કલ્પના ની મમ્મી આ નામ સાંભળી ઉંડા વિચાર મા પડી ગઇ હોય એમ ખાતા ખાતા એમનો હાથ અટકી ગયો.
કલ્પના એ પુછ્યુ કે શું થયું કેમ બધા ચુપ થઇ ગયા.થોડીવાર પછી કલ્પના ની મમ્મીએ કહ્યુ ,”કલ્પના તુ કાલ એનો ઇન્ટરવ્યુ લેવા ના જતી. કોઇ બીજાને કહિ દેજે એ લઇ આવશે એમનો ઇન્ટરવ્યુ .
“કેવી વાત કરે છે તુ ? અમારા સર નો ઓર્ડર છે
અને હું ના પાડી દઉં તો મારી જોબ જતી રહે.”
“તો શહેર માં નોકરી ની કયાં કમી છે.?એક જતી રહેશે તો બીજી મળી જશે.”
“આમ અનુભવ વગર કોઇ જોબ આપતુ નથી.અને આટલી સરસ જોબ એમનેમ કારણ વગર છોડી ના દેવાય.”
કારણ છેકે હું ના પાડુ છુ. કે તુ કાલ ઇન્ટરવ્યુ માટે નહિ જાય.કલ્પના ની મમ્મીએ ગુસ્સો કરી ને કલ્પના ને આદેશ આપ્યો
પણ મને સમજાતુ નથિ કે તારી પ્રોબ્લેમ શું છે ?
એ બધુ તારે જાણવા ની જરુર નથી .હું માત્ર એટલું જ કહું છુ કે કાલે તુ ઇન્ટરવ્યુ લેવા નહિ જા.
“ જ્યાં સુધી તુ સાચુ કારણ નહિ કહે ત્યાં સુધી હું પણ મારો નિર્ણય નહિ બદલું .”
આમ બોલી કલ્પના ગુસ્સા માં ભોજન અધુરુ મુકી પોતાના રુમ માં જઇ પુરાઇ ગઇ.કલ્પના ની મમ્મી પણ ગુસ્સા મા્ રુમ માં જતા રહ્યા.કલ્પના ના પપ્પા પણ દુખી થઇ ગયા. અને બધાનુ ભોજન સમેટી રસોડા માં મુકી એ કલ્પના ને મનાવવા માટે એમના રુમ તરફ ચાલ્યા ગયા.
આખરે શું કારણ છે કે મ્રુણાલ મા નું નામ સાંભળતા જ હસતા રમતા ઘર નુ વાતાવરણ બગડી ગયુ.?કેમ કલ્પનાની મા એને ઇન્ટરવ્યુ લે વા જવા ની ના પાડે છે.?કલ્પના ની મા અને મ્રૃણાલ મા ની વચ્ચે કયો સંબંધ હશે કે એનું નામ સાંભળી એ આમ ગુસ્સે થઇ ગઇ?
એના માટે વાંચતા રહેજો હવે પછી નુ પ્રકરણ …