યે રિશ્તા તેરા મેરા 2.16 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા 2.16

યે રિશ્તા તેરા મેરા 2.17

મીત...શાળા એ થી આવીને તરત જ પોતાના દોસ્તો જોડે જતો રહે,કોઇ રોક ટૉક કરે નહી.મોકળાશ મળી રખડવાની.

મહેક 3 જ દિવસમા જતી રહી મામલો શાંત થઇ ગયો.મહેકે તેના દિલ પર પત્થર મુક્યોને મીરા જોડે રેહવા લાગી, તે પણ જોબ પર જાય એટલે સમય જ ન રહે,બીજુ ઘરે એક કામવાળી બાઇ પણ રાખી એટલે મીરાને મહેક ફ્રી રહે...

મહેક બોવ જ ઓછુ બોલે મીરા જોડે...મીરા ટ્રાય કરે એ ન બોલે એટલે પછી એ બોવ માથાકુટ કે કોઇને સવાલ જવાબ ન કરે એ પણ હોસ્પિટલથી આવી થાકી જાય...

આ બાજુ મીત...એકવાર મહેશકાકા જોડે મને 500 રુપિયા આપો ...

મહેશકાકા;કેમ ?શુ કરવા?

મીત;તમે?મને પુછો?

મહેશકાકા;હા...બોલ શુ કરવા?

ત્યા જ અંશ સામેથી કોઇના જોડે કોલ પર વાત કરતો કરતો આવી રહ્યો એ જ સમયે મીતે વિચારી લીધુ

સામે ગયો

મીત;ભાઇ ભાઇ મહેશકાકા મને બૂક્સ લેવા પૈસા નથી આપતાને કહે છે કે શુ કરવા.?..બસ આજને અત્યારથી જુઠ બોલવાની શરુઆત કરી.મીતે.

અંશ;કોલ કાનેથી દૂર કરી...કાકા...મીતને પૈસા આપી દો. તેને જોવે એટલાને ગમે ત્યારે માંગે એટલા આપી દેજો,

કાકા;સાહેબ પણ...

કાકા..માથાકુટ કરવાનો સમય નથી આપીદો મતલબ આપી જ દયો...થોડા કડક શબ્દોમા બોલ્યો અંશ.

કાકા;જી સાહેબ....આ છોકરો છેતરી ગયો....મનમાં વિચાર્યું સાહેબને છેતરી ગયો.

મીત 500 રુપિયા લઇને મફતનગરમા ચાલતા. એક બારમા ગયો જે એક ઝૂપડીમા ચાલે છે ત્યા તેના દોસ્તો પણ ગયાને પત્તાથી રમવા લાગ્યા...

આ ઝુપડી ગંદગીથી ભરેલી દારુ,પાનમસાલા,ગુટકાથી ગંધાયને એક બાજુ એ ન્હાયા વગરનુ પબ્લિક.મીતને તો થોડીવાર માટે ચક્કરાવ જ આવી ગયો. 

મેહુલ;વાહ મીત...તે તો કમાલ કરી આજ રમવાની બોવ મજા આવશે.

મીત;પણ મને તો ફાવતુ જ નથી...

મેહુલ;મને બધુ ફાવે ચલ....

બંને ગયા જોડે પરેશ,રવિ સાગર પણ છે...

મેહુલ બીજા જોડે પત્તા રમવા લાગ્યો પેલી ગેમ પડી...

મહેશને બાજી મસ્ત આવી...કલર....

તે ફુલાય ગયોને બીજાના ચહેરા ઉતરી ગયા

મીત;આ શુ કેવાય મહેશ?

મહેશ;ચુપ ચુપ ચુપ...પસી કવ

મીત;પણ આ શુ 7/8...

રવિ એ મીતનું મો દબાવ્યુ ચુપ બેસ....

મહેશે પત્તા ખોલ્યાને "કલર" બાજી એ જીતી ગયો...

બીજી બાજી તૈયાર થઇ....

ફરીવાર પણ એક જાદુઇ ગેમ હાથમા આવીને આ વખતે રાની બાદશાહને એક્કો....

મહેશ ફુલાય ગયો

ફરીવાર બાજી ખુલીને ફરીવાર....મહેશ જીતી ગયો..

એક ભાઇ;અરે આતો નાનો એવો પણ...સાલો બાજી મારી ગયો હો

બીજો;ચલ મહેશિયા પાર્ટી કરીએ

મહેશ;ચલ હટ..

મીત;એ તારાથી મોટા છે.

મહેશ;અહી કોણ મોટુને કોણ નાનુ....

પછી બધા એ ગંદગીથી ભરીલી ઝુપડી માથી બહાર આવ્યા...

મીત;ઉહહહ,માય ગોડ હાશ!!

રવિ;શુ ફોડ ફોડ કરે શુ ફોડીને આવ્યો,પૈસા માટે ગોળો?

મીત;હે

રવિ;તુ કે ને માય ફોડ..

મીત હસીને અરે ના ના માય ગો....ડ એટલે ભગવાન

રવિ;તો એમ કે ને હે ભગવાન.....એમ

મહેશ લે તાર 500 રુપિયાને આ હુ જીત્યો

મીત;ઓકે...ચલ બાય....

મહેશ;આવજે કાલ આવા સમયે હો અલ્યા સુધરેલા

મીત;હા...એ ફટાફટ ઘેર પહોચ્યો...

હોમવર્ક કરવા લાગ્યો..પછી નીચે રમવા માટે ગયો..

રાતના 9 વાગી ગયા...

અવની;મીત,ચલ જમી લે ને પછી સુય જા...

મીત;દી

અવની;મને પણ થાક લાગો છે ઓકે....હુ સુય જાવ છુ.

મીત;દીદી....એ જતી રહી મીતને મહેકની યાદ આવી દીદી ગમે તેટલી બિમાર હોય થાકી હોય મને છોડીને તેને ક્યારેય જમ્યુ નથી એ વિચારી રહ્યો મિત.

ત્યા જ કેયુર બોલ્યો...મીત મારે બાકી છે તુ મને નહી જમવા બોલાવે?

મીત;આવો ભાઇ મને એમ પણ એકલા મજા ન આવે...

કેયુર પણ્ તુ આજ કલ ક્યા જાય છે સ્કુલેથી આવીને?

મીત;ભાઇ દોસ્તો જોડે રમવા માટે...

કેયુર;પણ સાંજ સુધી....અંધારુ પડે ત્યા સુધી?

મીત;ભાઇ 5;30 તો ઘેર આવુ ને અંધારુ તો પડી જ જાયને એમા પણ શિયાળો એટલે જ તો સ્કુલ બપોરની છે?

કેયુર;હા...એ સાચુ તો લે જમવા માંડ.....મીતને મો મા મુકતા બોલ્યો.જમીને બંને...

મીતને કેયુર સુય ગયા...

****
જયદિપ;નિરવા,હુ તારા હાથની રસોઇ નહી જમુ એટલે તારે બનાવવી નહી.

આરતીબેન;જયદિપ આ શુ માંડ્યુ?

જયદિપ;મમ્મા તુ ને પાપા જે ઇચ્છ્તા હતા એ થય ગયુ હવે...એક શબ્દ નહી....સગાઇ મેરેજ ને માતાજીના દર્શન..બસ મમ્મા હવે બસ...

રાહુલભાઇ;જયદિપ....તેના પર હાથ ઉપાડ્યોને જયદિપે પકડી લીધો.

જયદિપ;બસ,રાહુલભાઇ બસ..

આરતીબેને તેના બંને હાથ મો પર મુક્યા...

મિસ્ટર....તમે હશો કોઇ બિઝનેસની દુનિયાના બેતાઝ બાદશાહ પણ હુ નહી....

મેં તમારુ માન તમારુ સન્માન બધુ જ આપ્યુને તમે શુ આપ્યુ આ...આ...નિરવાને બતાવીને...એક જુઠી એક મક્કાર...એક દગાબાઝ ઓરત....

તમારી હેસિયતને ઓકાત નથી કે અમીર થઇને કોઇને પ્રેમ કરી શકો બસ,તમે આવુ જ કરી શકો કોઇને મજબૂર કોઇને બેબસ...

લાખો રુપિયા વ્હાલા લાગ્યા તમારી દોસ્તી પણ...અને હુ?

હુ ક્યાનો પાપા ક્યાનો?

બોલો બોલો...

બસ....હુ કહુ છુ બસ...બંને છુટા પડો..

તમને બંન્નેને તમારુ વ્હાલુ છે એક ને પ્રેમ.દોસ્તીને પૈસો પણ મને મારુ ઘર વ્હાલુ છે મારો પરિવાર વ્હાલો છે,મને મારુ હસતુ ખેલતુ ઘર વ્હાલુ છે....

ને નિરવા...બસ.....બસ....એક તમાચો ઝડીને ..જોયુ  તારા એક કારણે મારુ પરિવાર વેર વિખેર થય ગયુ...

જે બાપ દિકરો એક બીજાને પુછ્યા વગર પાણી પણ ન’તા પિતા એ આજ સામસામે યુધ્ધ કરવા લાગ્યા એ બસ તારા કારાણે...

નિરવા;મમ્મા,મને માફ કરી દો મમ્મા પ્લીઝ...પ્લીઝ...

મમ્મા;નિરવા જ્યા સુધી મારો પરિવાર એક નહી થાય ત્યા સુધી હુ તને માફ નહી કરુ મમ્મી પણ ન કહેતી.

નિરવા;જયદિપ...એ ચાલ્યો ગયો

નિરવા;પાપા...એ પણ જતા રહ્યા

નિરવા ફસડાયને જોર જોર થી રડવા લાગી

થોડી જ વારમા જયદિપ તેની બેગ લઇને નીચે આવ્યો...
નિરવા ..

નિરવા ક્યા જાય છે?

મમ્મા;જયદિપ...આ બધુ શુ છે જય?

રાહુલભાઇ;નાટક....નાટક...તારે ફાવે એ કર પણ હવે,આ લગ્ન ફોક નહી થાય,નિરવા તારી જીવનસંગીની આજીવન રહેશે...

નિરવા;ઓ મિસ્ટર બિઝનેસ મેન આઇ પ્રોમિઝ....આઇ પ્રોમિઝ....લિસન..લિસન...ચપટી વગાડીને...

આ ઘર આ બંગલો આ પૈસા....ને તમારા દોસ્તની છોકરી તમને મુબારક...

હુ નિરવાને આજીવન નહી છોડુ આઇ પ્રોમિઝ....

હુ તમારા જ ઘરની સામે મારા ઘરમા રહીશને તમે મને જોય જોયને પલ પલ બળશો..મિસ્ટર...બિઝનેસ મેન....હુ,,હુ તમારી લાવેલી છોરીને નહી છોડુ...

ને એ અપમાનજંક શ્બ્દો બોલી ચાલતો થયો

રાહુલભાઇ’;ઓ સાંભળ...જયદિપ....હવે પછી આ ઘરમા પગ મુકવાની હિમંત પણ ન કરતો...જા....તારા ફતવાથી પિગળીને પાણી પાણી થાય એ રાહુલ નહી....સમજી ગયો..

જયદિપ માત્ર સામે જોયને જ જતો રહ્યો..

નિરવાને આરતી બેન બાપ દિકરાની લડાઇને જોતા રહ્યા રડતા રહ્યા...