યે રિશ્તા તેરા મેરા ભાગ- 2.2 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા ભાગ- 2.2

ભાગ-2

[યે રિશ્તા તેરા મેરા-2.2]

પહોચી ગયો...મહેક બોલી..

બસ હમણાં જ પહોંચું છું...

(વેઇટીંગમા અવનીનુ નામ બતાવે છે.અંશના મોબાઇલમા.)

બોવ પ્રેમ આવે છે કે પછી દયા...મહેક બોલી.

હાલ,તો યાદ આવે છે.અવનીનું વેઇટિંગ જોઈ અંશ મસ્તીના મૂળમાં બિલકુલ નથી.

મહેક ખડખડાટ હસીને બોલી તો કરો યાદ બાય...મહેક બોલી.

પ..ણ...પ..ણ....એ પેલા કોલ કટ.

અવની વિચારી રહી...ઓહ...મહારાણી પૂરી 2કલાક કોલ પર ચપડ-ચપડ કરતા હોયને એ તો ભુલાય જ ગયુ.

ત્યાં જ અંશનો કોલ આવ્યો

અવની ખુશ થઈ ગઈ એ બોલી ક્યા પહોચ્યો?  નીકળું કે?

અંશ બોલ્યો બસ,નીકળ..

ઓકે

અવની ફોર વ્હીલ લઇને અંશને લેવા નીકળે છે.

એક અલગ જ અંદાજમા જીન્સ ટી-શર્ટમા.અવનીને ખબર છે અંશ જોડેથી કશું હાંસિલ નથી થવાનું તો પણ એ ખુશ છે.અવનીને અંશ ગમેં છે પણ એટલે કે જ્યારે ઓપનિંગમાં ને એંગેજના દિવસે જે માન-સન્માન મહેકને મળ્યું તેનાથી તેને જલન થઈ માટે...

 

[ન્યુગોલ્ડેન સીટી અત્યાધુનિક સીટી છે ત્યા ફેશન પ્રમાણે બાળકોથી માંડીને વૃધ્ધ સુધી જેને જે ગમે તે પહેરે.જેમ જેને રેહવું હોય તેમ રહે.એ રેહવા વાળાને વિચારવાનું કે તેની ઔકાત શું છેં ?

કોઇ રોક-ટોક કે કોઇ મહેણા ટૉણા કે કોઇ સવાલ નહી.પછી એ છોકરો હોય કે છોકરી ઇચ્છા પ્રમાણે પહેરી શકે.

મોટી-મોટી કંપની, મોટી ઓફિસો, અનેક બજાર ને વેપારના અનેક ક્ષેત્રનો બહોળા પ્રમાણમા વિકાસ. સિરિયલને ફિલ્મના શુટીંગ માટે મોટા સ્ટુડિયો પણ ગણ્યા-ગાઠ્યા ખરા.]

ટ્રેનમાંથી અંશ ઉતર્યો કે અવની તેની રાહ જોતી ઉભી છે.અંશના આવતાની સાથે જ તેના હાથમાથી બેગ લેતા એક ઝડપી હગ આપ્યુને બંને કારમા બેસીને હોસ્પિટલ જવા નીકળ્યા.આ વખતે કાર અંશ ડ્રાઇવ કરે છે.

બોલ,શુ હતુ? કેમ વારે વારે કોલ કરવા પડયા?

રાહ જોવી પડે! જાણવા માટે.

હવે,બોલી ભી દે યાર.

યાર, કહીને યારને પરેશાન પણ ન કરી  શકાયને?

ઓકે

બંને હોસ્પિટલ પહોચ્યા કેબિનમા ગયા.

બોલ,હવે શુ હતુ?

એમ થોડી ન હુ તને બોલીશ.અંશના ગાલ પર ટાપલી મારતા બોલી.લે પાણી પી.

અંશે પાણી પીતા-પીતા ફરી પુછ્યુ;હવે તો બોલ?

ઓહ,ડીઅર!!!! પ્લીઝ.ચુપ અંશના હોઠ પર હાથ મુકતા કહ્યુ.

અંશે અવનીના હાથને ધકેલતા બોલ્યો શીટ.

 

પછી એ બોલી કામ તો એ જ કે હુ અહીં પહોચતી નથી,ને તુ આવતો ન હતો સો એક બહાના રુપે મે તને "કામ છે" એમ કહીને બોલાવી લીધો ..સ્ટુપીડ બની અવની બોલી રહી.

વોટ,અવની આ કેવી મજાક છે? અંશ અવનીને કશું કહી શકે તેમ પણ નથી. કેમકે હોસ્પિટલમાં આજ સુધી એ એકલી લડી રહી હતી......જ્યારે હવે અત્યારે અંશ આવ્યો.

મજાક તો ખરી છે ડીઅર,  પણ તુ મારી સાથે આવ.

ક્યા?

હુ કહુ ત્યા.અવની કેબિનમાથી અંશને સીડી ચડાવી ઉપર બે રૂમ કિચન હોય ત્યા લઇ જાય છે ત્યા લઇ ગઇ.જ્યાં અવની રહે છે.

સોંગ વાગી રહ્યુ..

દેખો-દેખો જાનમ હમ દિલ અપના તેરે લિયે લાયે,

સોચો-સોચો ઇસ દુનિયા મે ક્યુ આયે?

તેરે લિયે આયે.

અબ તુ હમે ચાહે અબ તુ હમે ભુલે

હમ તો બને રહેંગે તેરે સાયે....દેખો...દેખો....

અવની એ સોંગ બંદ કર્યુ.સોંગ વાગતુ હતુ ત્યા જ અંશનો દોસ્ત આકાશને તેની પત્ની મીરાંને હગ કર્યુ હાથ મેળવ્યાને મીરા અંશને હગ કરતા-કરતા જ રડી રહી......

અવની વિચારી રહી વાહ..તુ ને તો આતે હી મેરી પ્યારી ચીઝો કો છીનના શરુ કર દિયા,યે મે હરગીઝ નહી હોને દે સક્તી.

હરગીઝ નહી...

તુ જોઇલે બચ્ચુ મારો ખેલ.હુ તારી શુ હાલત કરુ છુ.આ અવની છે જેને પૈસાની શોહરતની ભૂખ છે.અંશનું આટલું કામ એકલા મફતમાં નથી મેનેજ કરતી એની પણ કિંમત ચૂકવવી પડશે મહેકે....

ત્યાં જ અંશ બોલ્યો અવની ...પાણી આપ.

અવની અવની વિચારમાંથી બહાર આવતા બોલીહમમમ હા..હા..

મીરા એ પાણી પીધુ.

અવની વિચારી રહી તે તો આવતાની સાથે જ મને નોકર પણ બનાવી દીધી.હુ તને નહી છોડુ.એટલે નહી જ.તને માત્ર અંશની હમદર્દી જ મળશે પ્રેમ નહી,ને એ મેળવવાની કોશીશ કરી તો હુ.....

અંશ હવે બોલ્યો ક્યારે આવ્યા.?

આકાશ અંશનો friend બોલ્યો બે દિવસ થી.

અંશ આશ્ચર્યથી બોલ્યો ને મને તો અત્યારે ખબર પડી?

અવની વિચારી રહી એમા ખોટુ શુ છે,આ ભાગેડુ માટે તને થોડો હેરાન કરાય.?

આકાશ ઉંડો નિસાસો નાખતા બોલ્યો અવની એ કહ્યુ કે અંશને કોલ કરુ પણ મીરા એ ના પાડી,તુ ગયોને પાછળ કોલ કરી તને હેરાન કરવાનો કોઇ અર્થ નથી સો..

અવની વિચારી રહી વાહ...મીરા રાણી આવતાની સાથે જ સારા બની ગયાને મને બદનામ પણ કરી.

અંશ મીરા સામે જોઈ બોલ્યો મીરાં,હુ તારો દોસ્ત છુ,એમા હેરાન શુ થવાનુ? બાય ધ વે તમે બે દિવસથી ક્યા હતા?

અવની ફટાફટ બોલી અફ્કોર્સ,મારી જોડે અહીં.

અંશ હસીને બોલ્યો ઓકે,થેક્સ,અવની.પણ તમે અહીં,આ હોસ્પિટલમા બિલકુલ નહી રહો.અહીં જ મારો ફ્લેટ છે ત્યા ,મારી સાથે જ રહેશો.

આકાશ બોલ્યો ઓકે

મીરા હસીને બોલી અરે,યાર મહેક ક્યા છે?

કેમ દેખાતી નથી?

હૂઁ વાતોમાં એને ભૂલી જ ગઈ.

અવની વિચારી રહી તે સારું થયું પેલા તુ તારું કરીલે પછી ....બીજાનું.

અંશ હસીને બોલયી એ વૃંદાવન છે. મીત’’ તેનો ભાઇ.તે અહીં સ્ટડી માટે આવે છે.એટલે એ તેને લઇને આવે છે 2/4 દિવસમા જ.

મીરા માત્ર હમ્મ જ બોલી.

અવની વિચારી રહી હુ આ હોસ્પિટલના ખાતમુર્હુતથી તારી સાથે છુ,મારા મોમ-ડેડ પણ નથી અહીંને તુ,મને ન લઇ ગયોને આ મીરાને આવતાની સાથે જ તારા ઘરમા ધડાક દઇને જગા આપી દીધી,આ તને અંશ અઘરુ પડશે,નો..નો...મીરારાણી તમને અઘરુ પડશે.

અંશ બોલ્યો આકાશ તો તારા મોમ ડેડ ન માન્યા એમ જ ને?

હા,મીરાના મોમ ડેડને કોઇ પ્રોબ્લેમ ન હતો પણ....મારા ડેડને મારા લગ્ન પસંદ....

અંશ વચ્ચે જ બોલ્યો ઇટ્સ ઓકે,નો પ્રોબ્લેમ.

આકાશ નિરાશ થઈ ધીમેથી નિસાસો નાખતા બોલ્યો હા,હવે તો એમ જ ને,એમને એ પસંદ ન આવ્યુ કે મે મીરાને પસંદ કરીને મે તેમને સામેથી કહ્યુ.

અગર જો મીરાના ડેડ જ જાતે આવ્યા હોય,તો કોઇ પ્રોબ્લેમ ન હતો,અગર એ જાતે મીરાના ડેડ જોડે ગયા હોય તો પણ પ્રોબ્લેમ ન હતો.પણ મે જાતે કેમ સામેથી કહ્યુ,સગાઈ શોધવાની જવાબદારી માતા-પિતાની છેં સંતાનની નહી.

મીરા પણ ખરાબ કહેવાય કેમકે મારા જોડે સગાઈ - પેલા મારા જોડે નાઝાયઝ સંબંધ રાખ્યો કેહવાય.એમ કહીને એમણે....અમને ઘરની બહાર....

મીરા આકાશને સાંત્વન આપવા માટે તેના શોલ્ડેર પર હાથ મુક્યો.અંશે મીરાને માથા પર હાથ મુક્તા કહ્યુ તો હવે આપણે જઇએ.

મીરા એ માત્ર જવાબમા માથુ હલાવ્યુ.

અંશ અવની સામે ફરી બોલ્યો અવની તુ હોસ્પિટલની જવાબદારી...

 

તને ક્યારેય શિકાયતનો મોકો આપ્યો છે?

બિલકુલ નહી.

તો પછી....

અંશ બોલ્યો ચલો નીકળીયે.

અવનીને ખરેખર દુ:ખ થયુ.આટ-આટલુ કરવા છતાય અંશે ક્યારેય પોતાના વિશે ન વિચાર્યુને એક સેકંડવારમા અંશે તેને પરાઇ કરી દીધી.

અંશ 24કલાક ગમે ત્યા જવા ફ્રી હોય છે,તેનુ એકમાત્ર કારણ અવની છે.અગર અવની જ જો અંશની હોસ્પિટલ છોડી દે તો અંશ 24કલાક બંધાય જાય.

અવની કોઇ સામાન્ય ડૉકટર નથી અંશના જેમ જ છે.એટલે એ બધી જ જવાબદારી અવનીને એક સેકંડમા સોપીને દુનિયાના પડમા જઇ શકે છે.

ઘણીવાર વ્યક્તિ, પોતાની આંખ સામે રહેલી વ્યક્તિને સમજી શક્તી નથીને નવી આવનાર વ્યક્તિને એટલુ મહત્વ આપી દેતા હોઇએ છીએ કે સારી વ્યક્તિ આપોઆપ ખરાબ થવા માટે પ્રેરાય છે.

અવની મહેકના ભાગ્યથી જલે છે પણ આજ સુધી તેણે ક્યારેય મહેકનો રસ્તો કાપ્યો નથી.તેણે ક્યારેય મહેકનુ કે અંશનુ ખરાબ કર્યુ નથી,પણ....આજે જે કંઇ બન્યુ એ જોતા જ અવનીની બધી જ સારપ...પર કાદવ-કિચડ વાળુ પાણી ફરી ગયુ.

અવની એક બેશરમને વાહિયાત છોકરી બનવા માટે મજબુર બની ગઇ.હવે  તેનુ મકસદ્દ એકમાત્ર અંશની બરબાદી જ બરબાદી બની ગયુ.તેણે આ ઘટનાથી પોતાની જાતને એક વિલન બનવા તૈયર કરી લીધી.

અવની મોમ-ડેડ વગર રહે છતાય દયા ન આવી,એક પલવારના મીરાંના આંસુ અવનીની જગ્યા લઇ ગયા.જેની હકદાર અવની છે.સુવર્ણનગરનુ પાણી હોય કે અંશને વૃંદાવન જવાનુ હોય કે મહેક સાથે બહાર જવાનુ હોય કે મહેકને લઇને જવાનુ હોય કે ડી હોય.

આ બધામા અગર અંશની હોસ્પિટલ રેગ્યુલર ચાલતી હોય તો તેનુ કારણ અવની છે.બીજુ કોઇ નથી,એમા પણ અંશ પ્રત્યેનો અવનીનો લગાવ છે.પણ....હવે જે બનશે એ......કોઇ એ નહી વિચાર્યુ હોય એવુ હશે......

હવે જોવાનું એ છે કે અવની દોસ્ત બનીને અંશને મહેક પર કયો વાર કરે છે કે પોતાનું નિશાન ભાગીને આવનાર આકાશ ને મીરાંને બનાવશે?

મહેક વૃંદાવન પરિવાર સાથે happy time વિતાવે છે.બધા જોડે હોય એટલે એમ થઈ આવે કે અંશ નથી પછી મન મોટું કરી લે કે એક ડૉક્ટરને પોતાની જવાબદારી પણ નિભાવવાની હોય.