યે રિશ્તા તેરા મેરા-2.4 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા-2.4

યે રિશ્તા તેરા મેરા-2.4

ચલો,બધા તૈયારને?અંશ બોલ્યો.

જી અમે બધા જ તૈયાર છીએ પણ તમારા સાળા સાહેબ ક્યા છે? મહેક હસતા હસતા બોલી...

ત્યા જ મીરા બોલી લો, તમારા સાળા સાહેબ તૈયાર જ છે.

ત્યાં જ મીત બોલ્યો..અંશ ભાઇ....આઇ એમ રેડી...ગો ટુ નાઉ....

અંશ બોલ્યો ઓકે,પણ આ ગલ્સ તો....બોવ જ હેરાન કરે છે હજુ તૈયાર જ...

ત્યા જ અવની જોરથી બોલી,,,,અંશ ગલ્સ તો કારમા જ છે,તમે નહી આવો તો અમે જતા રહીશુ..

મીત તેના બંન્ને હાથ કાન પર દઈ બોલ્યો ઓહ,માય ગોડ!! ભાઇ, આ લોકો તો હમણા જ અહીં...હતી.એટલી વારમા "ચકમા દેકર ભાગ ગઇ સભી..."

બધા ભાઇઓ હસી પડ્યા...અંશ,આકાશને હમણા જ નવો આવેલો ડૉકટર....

[ડૉકટર.....કેયુર......

હા,આ કેયુર હમણા નવો નવો જ આવ્યો છે.એમ માનો કે આજે જ આવ્યો.આ પેલા અંશ માત્ર કેયુરને મળેલો.

આજે જ્યારે એ પિકનિક પર જાય છે ત્યારે અંશે કેયુરને બોલાવી લીધો કે તુ પણ પિકનિક પર આવ...હવે તુ પણ આપણી હોસ્પિટલનો જ એક મેમ્બર છે.

જ્યારે અંશે કોલ કર્યો ત્યારે પેલા તો આનાકાની કરી પણ અડધી કલાક પછી પાછો કોલ કર્યો તો કેયુરના મમ્મી કહે "હવે જઇ આવ,એ કહે જ છે તો ના કેમ કેવાની?" ને કેયુરે પિકનિક પર આવવાની હા પાડી....]

બધા કારમા બેસી ગયા...ગિરધર ડ્રાઇવીંગ કરે છે.જે અંશની જ હોસ્પિટલમા કામ કરે છે મોટા ભાગે એ જ બધે હોય. સાગર હોસ્પિટલમાં કેબિનની બહાર બેસે છે

મીરા ભાગીને આવી ખૂબ જ દુઃખી હતી પણ એ બોલી આજે હુ બહુ જ ખુશ છુ જાણે એવુ લાગે છે કે આપણા કોલેજના દિવસો પાછા આવી ગયા.

અવની પણ બોલી હા,મીરા...આજનુ વાતાવરણ પણ જો,જાણે એવુ જ લાગી રહ્યુ કે....આપણે બધા જ કોલેજમાંથી જ પિકનિક પર જઇ રહ્યા છીએ.

મીત વચ્ચે જ બોલ્યો મને પણ એવુ જ લાગે છે.

ફરી એકવાર બધાને મીતે હસાવી દીધા....

કેયુર બોલ્યો તારે હજુ વાર છે કોલેજની હો...

મીત અડબવાળી બોલ્યો  તો એવી વાત કરોને જેમા હુ પણ સામેલ થાવ!! શુ કોલેજ-હોસ્પિટલ, કોલેજ-હોસ્પિટલ બીજુ કશુ ફાવતુ જ નથી કે શુ?

કેયુર પણ મિતની જેમ જ અડબવાળી બોલ્યો તો તુ જ કે ને શુ કરી શકાય? જેમા તુ સામેલ થઇ જાય.

ત્યા જ અવની વચ્ચે બોલી જી,હા...કેયુરની વાત સાચી છે તુ જ કે એવુ શુ કરી શકાય...

અવની એ કેયુરની વાતને ટેકો આપ્યો ને અવની એ કેયુરને તેની સામે જોવા માટે મજબુર કરી દીધો....

કેયુરે અવનીને જોઇ પણ લીધી સુવ્યવ્સ્થિત...નજરને થોડી ઘણી છુપાવતા-છુપાવતા.

અંશ બોલ્યો યસ.

મહેક અંશ સામે જોઈ દાઢી પર હાથ રાખી બોલી શુ યસ?

અંશ બોલ્યો મને યાદ,આવ્યુ શુ કરી શકાય....????

મીતને અંશની વાતમાં વધારે રસ પડ્યો એ બોલ્યો બોલ,ભાઇ શુ કરી શકાય..???

અંશ ચપટી વગાડી બોલ્યો અંતાક્ષરી...

મીરા તાળી પાડી ખુશ થઈ બોલી યસ...

અવની બોલી ઓકે ડન.

કેયુર બોલ્યો વાહ...ને પછી અવની સામે જોયું.

આકાશ બોલ્યો હુ મીતની ટીમમા...

મીરા આકાશ સામે મો બગાડી બોલી હુ અંશની ટીમમા....

અવની હુ પણ મીતની ટીમમા..

કેયુર બોલ્યો તો હુ ? હું પણ

મહેક બોલી ok ok તો જગા બદલો....

પાછળ મહેકે બધાની જગા ફેરવી...

મહેક બોલી અવની તુ અને કેયુર ને આકાશ એક બાજુ...થઇ જાવ.અરે અવની આકાશની જગા કર તારી બાજુમાં મહેક બોલી.

મહેક,મીરાંને અંશ એક ટીમમાં છે ત્યાં જ ...

મીત બોલ્યો તમે 3 અમે તો 4

મીરા બોલી અમારા જોડે ગિરધર છે..

ગિરધર ડ્રાઈવ કરતા બોલ્યો બિલકુલ અંશભાઇની ટીમમા આપણે...

મીત નર્વસ થઈ ગયો ને બોલ્યો ઓહ,નો!!!

અંતાક્ષરી શરુ કરી....સામસામે બોલિવૂડ સોંગની રમઝટ ઝામીને,ક્યારે રસ્સા-કસ્સી તો ક્યારેક ટીક,ટીક વન,ટુ,થ્રી....થાય તો ક્યારેક એકબીજા એકબીજાનો હુરિયો બોલાવે.....

આમ કરતા આવી ગયુ....પિકનિક...પ્લેસ....

સંપુર્ણ કલાત્મક સ્થળ જ્યા સૃષ્ટીની તમામ કલાનુ વર્ણન કલાત્મક રીતે થયુ છે...એક સરસ મધ્યમ કદનુ લેક,તેના કિનારે નાના વૃક્ષો,પશુ-પક્ષી,જીવ-જંતુથી માંડીને તમામ વસ્તુ કલાત્મક....માછલી,મગર.અન્ય દરિયાય જીવ.....ડુંગરને ડુંગર પરના વૃક્ષો તો રિઅલ છે.,ને ડુંગર પરથી વહેતુ કલકલ નાદ કરતુ ઝરણુ...અહીં મનુષ્યની બુધ્ધીનુ અસલ પ્રદર્શન થાય એવી સજાવટ.

તો બીજી બાજુ ખુદ કુદરતી બગીચો, હીંચકા,લપસણી,,વૃક્ષો, ફૂલો, છોડ, વેલ આ બગીચો અસલ કુદરતીથી બનેલો...

આ બધુ  જોતા જ ઘણો સમય જતો રહ્યો,બપોર થઇને ભુખ પણ લાગી....આ બધુ જોવામા અંશને મહેક જોડે,આકાશને મીરાને અવની મીત જોડે,કેયુર પણ મીત જોડે.....

કેયુર લાગ જોઇને અવની જોડે વાંત કરીલે.

પણ,અવનીનુ સંપુર્ણ ધ્યાન તેના આગળના ટાર્ગેટ માટે,જેમા તેને મીતનો સાથ અવશ્ય જોઇએ જ જોઇએ.

એ તો જ શક્ય બને જો મીત અવનીની નજીક આવે.શક્ય એટલી મદદ મીતને કરીને વાતે વાતે બોલતી જાય જોને મહેક તો અંશ જોડે ફરવામા જ છે તેને ક્યા ખ્યાલ છે તેનો ભાઇ છે,એ પણ નાનો.?

કેયુરનુ ધ્યાન ચુકે એટલી અવની પોતાનો દાવ ફેકે,આ બધુ જોવામા 4 કલાક જતી રહી,પણ અવની એ મીતને વચ્ચે નાસ્તો પણ કરાવ્યો, ડ્રીંક પણ આપ્યુ.પોતાની જોડે લાવીએ,જોડે કેયુરને પણ લાભ મળ્યો.

આ 4 કલાકમા અવની એ 400વાર મીતને એહ્સાસ અપાવ્યો કે મહેક પોતે હરવા ફરવામા જ છે અંશ જોડે.તેને ભાન જ નથી કે મીત અહીં છે,અંતે એક્વાર બહાર નીકળતા જ હદ થઇ...મીરા એ બે ચોકલેટ મહેકને આપીને મહેકે એક અંશને આપીને એક તેણે રાખી.

પેલા તેણે આજુબાજુમા જોયુ પણ મીત ન દેખાયો એટલે પોતે જ ખાય લીધી,જ્યારે મીરા એ ચોકલેટ આપી ત્યારે અવનીનુ ધ્યાન પણ મીતનુ નહી એટલે જાણી જોયને મીતને અંદર કર્યો જેથી મહેક ન જોઇ શકે ને મહેકે ચોકલેટ ખાય લીધી કે તરત જ બોલી....

કશો વાંધો નહી મીત શાયદ તને નહી જોયો હોય,

મીત પણ મો બગાડી બોલ્યો હા,સાચી વાત. 

પણ મીતના મનમા વિચાર અચુક આવ્યો દીદી,અંશભાઇ ને કારણે આજે તેને ભુલી ગઇ.તે સીટીમા આવીને પોતાના ભાઇને ભુલી ગઇને અંશભાઇ જોડે રહીને તેનો ભાઇ તેના જોડે છે એ પણ યાદ નથી,,,,એવો વિચાર આવ્યો.અવનીને લાગ્યુ તેનો પ્લાન સકસેસ જાય છે.મિતને આમ વિચારમાં પડેલો જોઈને.

કેહવાય કુમળો છોડ જેમ વાળો તેમ વળે...

અવની એક ડૉકટરને તેને આ કેહવાતની ખબર ન હોય એ તો શક્ય જ નથી....

બધા જમવા માટે ગાર્ડેનમા બેઠા....મહેકની બાજુમા મીત બેઠો...મહેકે જોયુ તો ત્યા થોડા પત્થર પડેલા તેને વિચાર આવ્યો મીતને નહી ફાવે,તે બોલી ‘’મીત અવનીની બાજુમા બેસી જા’’ ને અંશ તુ અહીં બેસી જા.

મહેકે કોઇ ચોખવટ ન કરી કે અહીં પત્થર છે એમ...ને ફરી એકવાર અંશ માટે જ દીદી એ પોતાને ધકેલ્યાનો એહસાસ થયો.....

આ સમયે અવનીને મીતની નજર એક થઇ ને મીત કશુ જ ન બોલ્યો.મિત 12 વર્ષનો બધું જ જોઈ શકે.સમજી શકે.

થોડીવાર આરામ કર્યો, થોડીવાર રમ્યા આ બધામા કેયુર,અવનીને મીત જોડે ને પેલા 4 જોડે.સાંજ થતા ઘેર જવા નિકળ્યા.મીત મહેકની બાજુમા બેઠો મહેકને એમ કે છોકરાઓને મોટા ભાગે બહાર જોવુ વધારે પસંદ આવે ને વધારે જગામા બેસવું તો એ બોલી ‘’મીત ગિરધરભાઇ જોડે બેસી જા,આગળ.’’

એ નીચે ઉતર્યો કે અવની જોડે અથડાયો તેના મનમા પણ દીદી માટે શંકા નથી પણ...અવની એ શંકા પેદા કરી તે બોલી ત્યા અંશ આવશે બચ્ચુ,જોઇલે જે.મીત બેઠોને એવુ જ થયુ.અંશ આવ્યોને મહેકની બાજુમાં બેઠો.

અંશ મહેકની બાજુમાં બેસર એમા કશુ નવુ નથી પણ એક બાળક. એ પણ 12 વર્ષનુ,લાંબુ ન વિચારી શકે.તેના મનમા જેવી શંકા નાખો એવી પેદા થાય.મીત ફરી એકવાર નારાજ થયો.

અવનીને લાગ્યુ હવે મીત પુરેપુરો પોતાના કબ્જામા છે...એક દિવસ માત્ર એક દિવસમા હુ તારી દુનિયા બદલી નાખવા માટે સક્ષમ છુ અંશ....

તુ આગળ જો હજુ જો તારા જ સાળાને તમારી બે ના વિરોધમા ઉભા ન કરુ તો હુ અવની....નહીને...તુ મારો દોસ્ત નહી.....