યે રિશ્તા તેરા મેરા -ભાગ-2 - 1 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા -ભાગ-2 - 1

[ભાગ-2]

યે રિશ્તા તેરા મેરા-2.1

‘’અરે!!! તુ તો કે’તો હતો કે મહેકને વ્રત છે,ને એક મહિનો પુરો થાય એ પેલા...?’’

સવિતાબેન અંશના મમ્મી અંશને પૂછવા બોલ્યા.

રમણભાઇ બોલ્યા ‘’ને આ ટપોરીઓ જોડે, તુ ને મહેક આવ્યા કે શુ, રીક્ષામા?’’

અંશ બોલ્યો ‘’બસ પાપા’’

[અંશને જોરથી બોલતો જોઇ]

નરેશભાઇ બોલ્યા ‘’બસ હવે,એવુ ન બોલો રમણભાઇ’’.

અંશ બોલ્યો ’’પાપા, એ રખડુ ટપોરીઓને કારણે;આજે તમારી વહુ મહેક તમારા જોડે છે.’’

રેખાબેન ચિંતા કરતા બોલ્યા;શુ થયુ તુ, મારી મહેકને?

નરેશભાઇ બોલ્યા;શુ થયુ મહેકને?

મહેક બોલી કાકા...,’’પાપા જેને તમે ટપોરીઓ સમજો છો, એ જ સલીમભાઇજાન ને કારણેને એમની ટોળીના કારણે.....’’

પણ થયુ શુ? એ તો કહે મહેક રેખાબેન વચ્ચે જ બોલ્યા.

મહેક,અંશ,સલીમ અને તેના મિત્રો એ ટૉટલ ઘટના અક્ષરસહ બધા વર્ણન કરે છે.

ચહેરા પર પૂરા પરિવારના હાવભાવ બદલાય જાય છે.રેખાબેન તેની દિકરીને ગળે વળગીને રડમસ થઈ બોલ્યા.

‘’દરેક વખતે અઘરી પરીક્ષાનો ભોગ તુ જ કેમ બને છે? તે ઇશ્વરનુ કે આ દુનિયાનુ શુ બગાડ્યુ છે?’’

સલીમ બોલ્યો ‘’માસી ખુદા, મુશ્કિલ એને જ આપે છે; જેને તેણે તાકાત અદા કરી હોય.’’

 

રમણભાઇ પોતાની ભૂલ કબૂલ કરતા બોલ્યા બે હાથ જોડીને સલીમ...

સલીમે ત્યા જ રમણભાઇના બંને હાથ પકડીને કહ્યુ ‘’આપ હમારે અબ્બા જેસે હૈ,આપસે ઇલ્તીઝા હૈ આપ હમે દુઆ દે,.’’

રમણભાઇ એ સલીમને ગળે લગાવ્યો.

સવિતાબેન બોલ્યા ‘’તો તમે બધા જમીને જ જજો.’’

આદમ બોલ્યો ના માસી આભાર પણ...

નરેશભાઇ બોલ્યા ‘’આદમને અટકાવતા,ને જમીને નહી જાવ તો અમને ખોટુ અવશ્ય લાગશે.’’

સલીમ બોલ્યો ‘’ના કાકા,એવુ નહી.બસ,તમે કહો તેમ જ.’’

નરેશભાઇ મહેક બેટા!! તુ ફ્રેશ થઇ જા,ને તમે જમવાની તૈયારી કરો.

સવિતાબેન બોલ્યા; જી.....

અંશે મહેકનો હાથ પકડ્યો....

મહેકે સ્માઇલ આપીને....

’’બહારો ફૂલ બરસાવો, મેરા મેહબૂબ આયા હૈ,મેરા મેહબૂબ આયા હૈ.’’

આ ગીત જેટલી ખુશી મળી...

મીત નર્વસ થઈ બોલ્યો દીદી...

બંને અટકી ગયા, બંનેની વચ્ચે બંનેના હાથ પકડીને ગોઠવાય ગયો,બોલ્યો...તો મારુ ગોલ્ડેન સીટી આવવાનુ ....?

અંશ મિતના સિલ્કી વાળમાં હાથ ફેરવતો બોલ્યો ;મુહ મત લટકા,પાક્કુ જ પાક્કુ.

મીત અંશ સામે જોઇને બોલ્યો સચ,પછી મહેકની સામે જોયને...

અંશ બોલ્યો હા,હુ પાડુને એની સામે જુએ છે?

સાચ્ચે જ?

અંશ બોલ્યો યસ,હવે તુ જા.તારુ કામ પડશે,!!!

હમમમ..પછી મિત અંશને મહેક સામે જોવા લાગ્યો.

મહેક બોલી કેમ? શુ થયુ?

મીત કંઈક વિચારતો હોય એમ બોલ્યો તમારે બે ને ચટર-પટર કરવુ છે ને?

અંશ ન સમજ્યો એ બોલ્યો હે?

મીત હસીને ન સમજાયુ ને?

મહેકે માથુ હલાવ્યુ,અંશે પણ.

વાતો કરવી છે ને એમ?

અંશ.હસીને,મીતના માથા પર હાથ ફેરવીને જી હા,પણ તુ જા તો ને?

ઓકે ડન બાય.

અંશ બોલ્યો બાય.

[અંશને મહેક અંશના ઘેર જાય છે જ્યા કોઇ જ નથી.]

અંશ બોલ્યો; ‘’મહેક,તુ મારી જિંદગીમા આવી પછી, તારી મુશ્કેલી વધી ગઇ છે નહી?’’

મહેક બોલી ના.એવુ તો નથી!!

અંશ મહેકનો હાથ દબાવતા બોલ્યો; ‘’તો જો ને, આટલા વર્ષમા તુ ક્યારેય સુવર્ણનગરમા ન ફસાય ને મને પ્રેમ કર્યો કે તરત જ....’’

’’નીરાબાપુ...ના રહસ્યો કોઇનાથી ન ખુલ્યા,તુ મારી જિંદગીમા આવી કે તને ફસાવીને કેટલુ બધુ થયુ?’’

[મહેકે અંશનો હાથ છોડીને તેના ગાલ પર હાથ મુક્તા કહ્યુ,]

 

જો આમ જ તુ મારી સાથે મુશ્કેલીમા હોઇશ તો કોઇ મુશ્કેલી મને તો શુ; મારી પરછાયને પણ ટચ નહી કરી શકે!

અંશ મહેકની આંખોમાં આંખ પરોવી બોલી ’હુ તારી સાથે જ છુ’’.

મહેક અંશને ધક્કો મારતા બોલી ‘’તો મારી જિંદગીમા કોઇ મુશ્કેલી જ ક્યા છે?’’

[અંશને મહેકે હગ કર્યુ.]

સલીમ [ઉધરસ ખાયને બોલ્યો અંશને મહેક છુટા પડ્યા]

‘’તમે લોકો હાથ પગ ધોયલો પીરદાદા એ ચાદર ચડાવવા જવી છે.પછી જ પાણી કે જમવાનુ.’’

અંશ બોલ્યો જી,આવીએ છીએ.

[સલીમ રમણકાકા પાસે ગયો]

સલીમ બોલ્યો કાકા.

રમણભાઇ હસીને બોલ્યા બોલ,સલીમ.

સલીમ બોલ્યો કાકા, અગર તમને કોઇ પ્રોબ્લેમ ન હોય તો મહેકને અંશ પીરદાદા એ ચાદર...

રેખાબેન વાતને અટકાવતા સલીમ...

સલીમેં માસી સામે જોઇને કહ્યું જી,માસી.

હા,જય આવો.કંઇ વાંધો નહી.

[સલીમે ઉંડો શ્વાસ લીધો હાશ,મને થયુ શાયદ માસી બોલશે પણ....]

તુ ચિંતા ન કર બેટા કોઇ કશુ નહી કે ને તારી મન્નત જ રંગ લાવી બાકી અમને તો ક્યા ખબર જ હતી કે...?

સલીમ થોડો ગભરાયો ને બોલ્યો પણ કાકા..

રમણભાઇ; બોલ્યા ’બેટા,દરેક વખતે વડીલ જ સાચા હોય ને સંતાન ગલત, એવુ નથી હોતુ,ક્યારેક સંતાન પણ સાચા હોય ને...મારે તને એવુ ન કહેવુ જોઇએ પણ.....’’

બીજુ પીરદાદા બધાના છે ...મહેકને અંશ અવશ્ય આવશે,તમે જઇ આવો.

મહેક તૈયાર થઈ બોલી સલીમભાઇ જાન ચલો.

સલીમે માત્ર હાસ્ય જ આપ્યુ.

સલીમ, તેના મિત્રો પીરદાદાને ચાદર ચડાવવા માટે જાય છે.

મહેક બોલી ’સલીમભાઇજાન તમે મને નમાઝ પઢતા શિખવજો’’

સલીમ બોલ્યો મહેક,તુ સાચા દિલથી દુઆ, અગર હાથ જોડીને માંગીશ તો પણ ખુદા કબૂલ કરી લેશે.

મહેક બોલી હા,એ તો છે  જ, પણ મારી ઇચ્છા છે કે ખુદાની હુ બંદગી નમાઝ દ્વારા જ કરુ.

ઓકે

ઇરફાને અંશને પૂછ્યું ...ક્યા રોકાય ગયોતો?

અંશ બોલ્યો,એક કોલ હતો.

મહેક પાછળ ફરી બોલી કોનો?

અવનીનો.

ઓકે,

[અંશે એક ઉંડૉ શ્વાસ લીધો હાશ,આગળ કશુ ન પુછ્યુ, નહીતર પ્રાર્થના સમયે પણ જુઠ ...

હે ખુદા!!તમે મને બચાવ્યો,તમારો આભાર]

સલીમ અંશ સામે જોઈ બોલ્યો શુ વિચારે છે?.

કશુ નહી...

[દરગાહમા ગયા,ત્યા પીરદાદાને ચાદર ચડાવી,નમાઝ કરી,બહાર આવીને એક વૃક્ષ નીચે બધા બેઠાને વાતો કરવા લાગ્યા.]

[અંશ અવનીના કોલના જ વિચારમા છે,અવની એ શક્ય એટલુ જલ્દી આવવા માટે કેમ કહ્યુ?

આખરે એવી કેવી જરુરિયાત કે તેણે વાત ન કરી કે ન કશુ કહ્યુ?]

[અંશ વિચારે ચડ્યો જે હોય તે!પણ હુ મહેકને હવે કોઇ મુશ્કેલી નહી આપુને અવની એ મને કોલ કરીને બોલાવ્યો એતો હરગીઝ નહી જ કહુ.]

અંશે અવનીને મેસેજ કર્યો કેમ આમ અચાનક જ......બોલાવ્યો?

કોઇ પ્રોબ્લેમ છે કે પછી....બીજુ કશુ...?

અવની બોલી બીજુ કશુ. [રીપ્લાય આપ્યો]

અંશ હવે ગભરાયો તેણે મેસેજ કર્યો એટલે?

અવનીએ મેસેજ  ઓહ!!!એમ જ કહુ છુ કે પછી હુ એકલી કેટલીવાર? આ બધા પેશંટ સાથે લડુ, અગર તુ હોય તો....કંપની રહે.

[અવની મનોમન ખુશ થઇ કે વાહ!!! અંશ પણ ચિંતામા આવી ગયો]

અંશે મેસેજ કર્યો તો એમ કહેને,તુ પણ શુ ડરાવે છે?

અવની એ મેસેજ કર્યો ના,કામ ડરાવવાનુ નહી,પણ એટલુ અવશ્ય કહીશ,આ સિવાય પણ એક કામ તો છે જ એટલે શક્ય એટલુ....વહેલા.તુ ચાહે તો મહેકને ત્યા રાખીને પણ....જલ્દી.

અંશે મેસેજ કર્યો ઓકે,હુ કાલે સવારે આવુ છુ.

અવની એ મેસેજ કર્યો ઓકે

[યસ,માય ડીઅર તારા વગર મારી જાન જાય છે ને તારી જાન કોઇ બીજા જોડે.કાશ...કાશ હું અંશ જોડે હોત તો મહેક જેટલું જ માન-સન્માન મારું હોત કા...શ]

અંશે મેસેજ કર્યો મે મહેકને વાત નથી કરી એટલે તુ કશુ ન કેહજે તેને,બાય.

અવની એ મેસેજ કર્યો કેમ?

અંશે મેસેજ કર્યો અરે,હુ બહાર છુ.મહેક જોડે.

 

અવની એ રીપ્લાય આપ્યોહમમ,બાય

[અવની ખબર નહી કેમ પણ તે મને ક્યારેય સમજી જ નહી, સાથે ભણ્યા,સાથે પ્રોજેક્ટ કર્યા, સાથે ફરવા ગયા, સાથે શોપીંગ કરી, પણ તને ક્યારેય મારાથી લગાવ થયો જ નહી ને હુ...હુ તારા જોડે તારી હોસ્પિટલમા જોડાય.

તારા પગાર પર આધાર રાખુ,હુ પણ એક બેસ્ટ ડૉકટર હોવા છતાય.તે મારી વાતને પર્સનલ રાખી અંશ,મને ખુબ જ ગમ્યુ આઇ લાઇક યુ.આવુ એ બાય કેહતા કેહતા વિચારી રહી......]

બધા મિત્રો ઘેર આવ્યા,જમવાનુ તૈયાર છે,ગોઠવાય પણ ગયુ છે,આસન પણ પથરાય ગયાને ડિસ પણ તૈયાર જ છે.સપ્રેમે બધા એક સાથે જમવા બેઠાને નીરાબાપુની હવેલીના વખાણ તો ક્યારેક તેના અવગુણ તો ક્યારેક રાજકુમારી કાજલબા ના ગુણ તો ક્યારેલ ભગીરથના ગુણોના વખાણ તો ક્યારેક બાપુને કોસતા એવી વાતો કરતા-કરતા બધા જમીને ઉભા થયાને સલીમ અને તેના મિત્રો એ રજા માંગી ઘેર જવાનીને..

નરેશભાઇ બોલ્યા સલીમ બેટા,આ બાજુ આવે ત્યારે પાછો આવજે હો.

સલીમ બોલ્યો હા,કાકા

રેખાબેન હાથ જોડીને બોલ્યા દિકરા તારો ખુબ ખુબ આભાર કે...તે મહેકને....[આંખોમા આંસુ આવી ગયા.]

સલીમ બોલ્યો બસ,માસી...મહેક,હવે સહીસલામત તમારા જોડે છે ને?

સવિતાબેન બોલ્યા દિકરા,મારા દિકરાનો સાથ આપ્યો તે તારો ઉપકાર. તે ક્યારેય નહી ચુકવાય અમારાથી.

એવુ ન કહો.એ મારો દોસ્ત છે,ને મહેક મારી દીદી.

નરેશભાઇ બોલ્યા તેમ છ્તાય,દિકરા અગર તે ભુતથી ડરીને અંશનો સાથ ન આપ્યો હોત તો શાયદ....અમારી જિંદગી જ ...

સલીમ બોલ્યો બસ,હવે એક શબ્દ નહી.અંશ,આ લોકોને સમજાવ,કે આપણે સારા મિત્ર પણ છીએ.ભલે તારા પરિવારની સામે આપણે ક્યારેય નથી મળ્યા.પણ મારો પરિવાર જાણે છે કે અંશને કોઇ પણ જગ્યા એ જવુ હોય તો એ મારી રીક્ષાને મારા વગર કશેય જતો નથી.

અંશ બોલ્યો હા, મમ્મી-પાપા,કાકા-કાકી.તમારા સામે ક્યારેય નથી મળ્યા પણ એ સાચુ છે કે હુ ને સલીમ સારા મિત્ર છીએ.એક મિત્ર એ બીજા મિત્રની મદદ કરી.ને સલીમ તારે જ્યારે પણ જરુર હોય મને કહી દેજે.

સલીમ બોલ્યો તારે એવુ કેહવાનુ હોય!!! બે મહિના પેલા અમ્મીની દવા લેવા પૈસા કોણે મોક્લ્યાતા.?

એ બોલ?

અંશ બોલ્યો એ તો મારી ફરજ..

સલીમ બોલ્યો ના,એ દોસ્તી છે અંશ.

રમણભાઇ વિચરતા બોલ્યા તમે આટલા સારા દોસ્ત છો ને અમને ખબર જ નથી!!!!

સલીમ બોલ્યો કાકા,ક્યારેક સમય જ એકબીજાની પોલ ખોલી દે છે,ખુદાની કરામતને કોણ પહોચી શકે? મને ભણવામા રસ ન હતો એટલે તમે મારા જોડે અંશને રેહવાની ના પાડતા એટલે અંશ કેહતો હુ તારા ઘેર આવીશ,તુ નહી....

હસીને બોલ્યો જુઓ અમારી દોસ્તી બરકરાર છે.?

રમણભાઇ બોલ્યા હા,સલીમને ગળે લગાવીને.હા,બેટા હા.

સલીમે રજા માંગીને સલીમને તેના દોસ્તો ઘેર જતા રહ્યા.

આજે રમણભાઈના મગજમાંથી એ નીકળી ગયું કે સલીમ રખડુંને ખરાબ છોકરો છે.આજ તેને ખબર પડી કે ભણવામાં ન હોય એ બીજે ક્યાંક તો હોશિયાર હોય જ છે. બસ જરૂર છે એ શકિતને સમજવાની... એ સર્જનાત્મક શક્તિને બહાર લાવવાની... જરૂરી તો નથી કે બધા ભણવામાં જ હોંશિયાર હોય...બધા જ ભણશે તો આ દુનિયાના બાકીના કામ કોણ કરશે?

જેણે આ દુનિયા બનાવી તેણે આ દુનિયા વિશે કશુંક તો વિચાર્યું જ હશે..

આપણે તો શ્વાસ લેવાના છે,નક્કી તો એ બધું કરે છે...

★★★

 

એક ખુશીની ભોર ચમકી સવારે જાગીને જ અંશે કહ્યુ ‘’હુ ગોલ્ડેનસીટી જાવ છુ,ને મહેક તુ મીતને લઇને 3 / 4 દિવસમા આવતી રે’જે.

મહેક અચાનક જ આવું અંશ બોલ્યો એટલે બોલી પણ..

રેખાબેન ચિંતા કરતા બોલ્યા પણ કેમ?

સવિતાબેન બોલ્યા તુ રાતે તો ન’તો કે’તો!!

નરેશભાઇ અંશનો પક્ષ લેતા બોલ્યા અરે!! એ ડૉકટર છે!!! એક સર્જન છે.ગમે ત્યારે જવાનુ થાય.કોઇ કામ આવી ગયુ હશે? હોસ્પિટલમા.

અંશ હવે ખુશ થયો એ બોલ્યો જી.બિલકુલ.

મહેક ઉતાવળી બની ને બોલી એવુ કેવુ કામ કે તુ 1 દિવસ પણ ન રોકાય શકે?

અંશ હસીને બોલ્યો ,હુ ગોલ્ડેનસીટી જાવ છુ.વિદેશ નહી.ઓકે.ડૉકટરને ડૉકટરી સિવાય બીજુ શુ કામ હોય બોલ?

મહેક અંશની વાતનો વિરોધ કરતા બોલી પણ..અવની...

અંશ બોલ્યો તેનાથી નથી પહોચાતુ.

મહેક ...મુહ ચડાવીને...ઓકે

[અંશે જોયુ તો આજુબાજુમા કોઇ નથી.]

મહેકુ...તુ પણ 3/4 દિવસમા જ આવે છે ને?

હમમ.કામ છે?

બાકી તને છોડીને....

ઓકે...જા...

એમ નહી,પ્રેમથી.

અંશ મનમા વિચારી રહ્યો શુ કામ છે એ તો અવની પણ નથી કે’તી? ખબર નહી એવુ કેવુ કામ કે એ આવતા રેહવા માટે કહે છે,જોડે કહે શાંતિથી ચિંતા ન કરીશ.પાછી કહે આવતો પણ રહેજે...

મહેક ખુશ થતા બોલી ઓકે,બાબા...

અંશ બોલ્યો બાય.

બાય.

અંશ ફરીવાર પાછું વળીને બોલ્યો બાય.

બાય,તો કહ્યુ....

[અંશે તેના હાથ ફેલાવ્યાને મહેકે હગ આપ્યુ.]

અંશ બોલ્યો બાય

બાય.

અંશ અવની વિશે વિચારતો વિચારતો સલીમને કોલ કર્યો કે એ રેલ્વે સ્ટેશન છોડી જવા ઘેર આવે...