યે રિશ્તા તેરા મેરા 2.10
તુ શુ જમીશ?
આજે તારે સોમવાર છે...નિરવા મોબાઇલમા બોલી રહી છે.
તને જે ગમે તે બનાવજે..એમ પણ મારી પસંદની તો તને ખબર જ છે.જયદિપ બોલ્યો.
હમમ્મ.
ઓ ભાઇ આ કોબીજ કેટલાની છે?
બેન લઇ લો....20ની જ છે..
ઓહ...આપી દો પેક કરી દયો.
નિરવા એ ક્યારેય પણ આવા કામ નહી કરેલા, પણ પોતે જબરદસ્તી જયદિપ જોડે મેરેજ કરેલાને જયદિપને આવી બધી નાની બાબતો ખુબ જ ગમે એટલે તે ખુદ માર્કેટમા શાકભજી લેવા આવેલી..
હવે,સમય જતાં તેને ફાવી ગયુ એમ કહી શકાય.પણ થોડું થોડું.
તેને પૈસા આપ્યાને આગળ જવા ગઇકે તેને કોઇ જાણીતુ દીખાયુ,તેણે જોયુ કે તરત જ ઓળખી ગઇ બૂમ મારી...
મહેક...
મહેકે અવાજ ન સાંભળ્યો...તે મરચા જ લેવામા છે..
કાકા 10 ના કરી દયો...
20 ના લઇ જાવ બેન... સસ્તા છે..
ના એટલા બધાની જરુર નથી.
લારીવાળા ભાઇ એ આપ્યા કે નિરવા બાજુમા આવીને બોલી મહેક કેમ છે?
મહેક શાંતિથી બોલી જી બસ જો શાંતિ...
કેમ છે અંશ?
મહેક બોલી એ હોસ્પિટલ છે,હુ શાકભાજી લેવા આવી.
હમમમ.
ચલ ઘેર.
મહેકને જયદિપની યાદ આવી ગઈ,એક ઉંડો શ્વાસ લીધોને બોલી જી પછી ક્યારેક નિરવા હાલ તો મારે કામ છે.
નિરવા આગળ બોલી જયદિપ ઘેર નથી ને મારુ ઘર....
મહેક નિરવાનો વિરોધ કરતા બોલી નિરવા,પણ....મારે કામ છે. ને બીજુ મારો ભાઇ પણ હુ અહીં લાવી તો...
નિરવા બોલી ઓહ...મીત આવ્યો છે?
મહેક બોલી જી.
નિરવા બોલી તો તેને લઇને આવજે જ.
જી
નિરવા બોલી તમે લોકો અમારા મેરેજમા ન આવ્યાને તારાને અંશના મેરેજ.....?
મહેક બોલી નથી થયા,અમારાથી ન આવી શકાયુ,.
નિરવા બોલી જયદિપે અંશને કહેલુ સગાઇમા ને પછી અમારા થોડા સમયમા જ મેરેજ થઇ ગયા.
મહેક બોલી અભિનંદન.
એમ ન ચાલે,પરિસ્થિતિ ચાહે કોઇ પણ હોય ખાસ દોસ્તને તો ઘેર જ આવવુ પડે.
ફરી ક્યારેક ચલ તો બાય.
બાય...
મહેક ફરી એક્વાર પોતાના અતિતમા ઘેરાય વળી,જે મંગળસુત્ર,સિંદરને ચાર ફેરા જયદિપ જોડે ફરવાની હતી એ નિરવા ફરી ચુકીને જયદિપ પોતાની જિંદગીમા એક કદમ આગળ પણ નિકળી ગયો....
મહેકને જયદિપની યાદ તેની સાથે વિતાવેલો સમય,જયદિપની પ્રમાણિકતાને તેનો દગોને અંશ સાથે થયેલુ તેનુ જોડાણ યાદ આવી ગયુ,એકદમ એ પરસેવે ન્હાય ગઇને આંખમાથી આંસુ પણ આવી ગયા,એ ઘર તરફવળી હવે,તેની હિમંત ન હતી કે આગળ કશુ કામ કરી શકે.
★
આજ સમયે અંશ,મીરાને આકાશની સાથે ઇશુ પણ "લેક ગાર્ડેનમા"છે.
અંશ ચિંતિત થઈ બોલ્યો ;ઇશુ,ચિરાગ તને સ્વીકારે એવી સ્થિતિમા નથીને તારા મમ્મી-પાપાને...
ત્યા જ ઇશુની તબિયત ખરાબ થઇ મીરા એ પાણી આપ્યુને થોડી ફ્રેશ થઇ,
આકાશ બોલ્યો અંશ હવે,?
અંશ નિરાશ થઈ બોલ્યો ખબર નહી,ઇશ્વર કેમ સારા માણસોની જ એકધારી અટક્યા વગર પરીક્ષા લેતો હશે?
એને વિચાર પણ નહી આવતો હોય કે એક માણસને હદ કરતા વધારે દુખ ન આપી શકાય?
આકાશ તુ ને મીરા જો,?
હુ ને મહેક જો?
આ ઇશુને જો?
કેટલી મુસીબતથી ઘેરાયને પણ ઇશુના ચહેરા પર કોમળતાને નિખાલસતા છે.?
મીરા બોલી હમમ..ને મહેકને તુ જો? તુ તેને અમારા બધાથી છુપાવીને પણ બધુ સંભાળી લે છે.
અંશ બોલ્યો જી,બસ...આજ અંત છે ઇશ્વરનો?
મને ઇશ્વરનો આ ફેસલોને આ અંત ન ગમ્યા.એમણે એકવાર પણ કોઇ સારી વ્યક્તિની સારપને જોવાનો પ્રયત્ન ન કર્યો.એકવાર પણ નહી...શીટ...અંશે બાજુમાં રહેલા છોડનું એક પાંદડું તોડતા બોલ્યો.
બધા જ તણાવથી ઘેરાયેલા ઉભા છે.ઇશુની આંખમાથી જાણે મુશળઘાર વર્ષા વરસી રહી,પોતાના જ નસીબને કોસતા બોલી સર મેડમ;
ચિરાગની વાત સાચી છે મારા જેવી નાલાયક છોકરી આ દુનિયામા કોઇ જ ન હોય શકે.
મે જે કર્યુ એ મારા જ અસ્તિત્વને બરબાદ કરતુ પગલુ ભર્યુને આજ ચિરાગ મને જે કહે એ પણ સાચુ જ છે ને?
સીતામાતાને ન બક્ષનાર આ માનવસમાજ મારી ભુલને થોડી માફ કરશે?
આગળ શુ થશે?
કેવુ થશે?
મારા મોમ-પાપાની લાડલી એવી હુ તેની સામે ઉભી તો ઠીક પણ નજર.... પણ કેમ...મેળવી શકીશ.?
પોતાની આંખમાંથી આંસુ લૂછ્યા,એક હિમંતવાન છોકરી બની ઉંચા અવાજે બોલી ‘’હુ જ મરી જઇશ’’
’’ન રહેગા બાસ,ન બજેગી બાસુરી’’
‘’મારા પ્રેમની નિશાની ને ખતમ કરી હુ નહી જીવી શકુ,મારી હિમંત એટલી બધી નથી.પણ હા હુ મરી જઇશ પાકુ’’
મીરા ઈશુના માથા પર ખભ્ભા પર હાથ મુકતા બોલી એ...એ ઇશુ એવુ ન બોલ,જો અમે બધા તારી સાથે છીએ?
તુ સાંભળ.....અમે તને બદનામીથી બચાવી લઇશુ.
ઇશુ મીરાના હાથને ધક્કો મારતા બોલી જોરથી રાખ બચાવી લેશો?
બોવ વાયદા આપ્યા તમે મેડમ.
નવરાત્રી પુરી થઇ,હવે દિવસો પણ આગળ જ્વા લાગ્યા,દવાથી કશુ નહી થાય તો હુ તો..બદનામ જ થઇશને?
તમારે શુ?
મીરા શાંતિથી બોલી ઇશુ તારી બદનામી દવાથી નીકળી જશે.હુ તને દવા નહી આપુ પણ એટલુ કહીશ;હુ હારી ગઇ.થાકી ગઇ.તુ કોઇ પણ મેડિકલ સ્ટોર પર દવા માંગજે મળી જશે.
બીજુ તુ ખુદ સર્ચ કરી શકે છે ને માહિતી મેળવી શકે છે.તુ નાની નથી...હુ તને મુક્ત કરુ છુ,મારાથી કશુ નહી થાય સોરી...મીરા રડી પડી..
અંશ બોલ્યો બસ,મીરા..મીરા ના ખભ્ભા પર હાથ્ મુકીને એ બોલ્યો.તારો દોષ નથી.તે કોશિશ કરી,તારાથી કશુ ન થઇ શક્યુ,એ છોકરો પણ...છી...જવા દે....એમ્ કહી મીરાને શાંત પાડવા માટે તેને એક હગ આપીને થોડીવાર પક્ડીને જ ઉભો રહ્યો.
મીરા બોલી હુ કશુ ન કરી શકી....
અંશ બોલ્યો બસ....મીરા ના આંસુ લુછતા બોલ્યો..
ઇશુ નજીક આવીને બોલી સોરી મેમ...મારાથી તમને
ગુસ્સો.....તમે મારા માટે મેહનત....સોરી..
મીરા એ ઇશુને બાહોમા લીધીને બોલી...ઇશુ આઇ એમ સોરી..યાર સોરી
ઇશુ મેમ...ઓકે...કશો પ્રોબ્લેમ નહી....
આકાશની હિંમત ન્હોતી મીરાંને શાંત પાડવાની પણ છતાંય એ બોલ્યો મીરા...બસ...જો ઇશ્વર બધાને બધુ જ આપી દે તો..તેને કોણ માને?
★
તર્જુ આઇ એમ હેપ્પી...તુ મારી ચિંતા ન કર...
મને કોઇ દુ;ખ નથી..
બાય...
પછી કોલ કરુ ઓકે ચક્કી..
તર્જુ;ભાઇ....બસ..
તુષાર બોલ્યો ઓકે....ચક્કા...
તર્જુ બોલી બાય...આપ નહી સુધરોંગે..
તુષાર પણ લેપ ગાર્ડનમાં છે તેણે તર્જની નો કોલ કટ કર્યોને આગળ ચાલવા લાગ્યો.
★
તુષાર બોલ્યો ઓહ....ઇશુ..કેમ અહીં?
ઇશુ સ્વસ્થ થઈ ગયેલી બોલી બસ,એમ જ.તુ?
તુષાર બોલ્યો ;બસ,જો આંટો મારવા જ.
ઇશુ તેની best friend વિશે પૂછતા બોલી તર્જુ,શુ કરે છે?
તુષાર બોલ્યો ;એ તને જ યાદ કરતી હતી કાલે!
ઇશુ આશ્ચર્ય સાથે બોલી ઓહ કેમ?
તુષાર બોલ્યો ;તારા શબ્દો...છેલ્લા...તેના દિલ પર કોતરાય ગયા છે.
ઇશુ નર્વસ થઈ બોલી પછી મનમાં બોલી સોરી...તને કહેલા એ જ શબ્દો આજે મારા પર ....પાછા આવ્યા.
તુષાર બોલ્યો ;ચિરાગ શુ કરે છે?
તમે લોકો એ ઘરે વાત કરી મેરેજની.?
ઇશુ એ માથું હલાવ્યું.
તુષારે બાજુમાં નજર કરી એ બોલ્યો આ લોકો તારા જોડે છે?
જી
શાયદ...આ..તો ડૉ.અંશ...
ઇશુ બોલી જી,બધા ડૉ..જ છે હુ એક જ...
તુષાર હસીને બોલયી બિલાડી છે.
ઇશુ હસી પડી..
તુષાર હવે આગળ બોલ્યો ;કેમ છે સર?
આકાશ બોલ્યો બી હેપ્પી.
તુષારે મજાક તો કરી પણ હવે તેને થયું આ બધા ઈશું જોડે કેમ? તે બોલ્યો ;તુ કેમ આમ બધા ડૉ.જોડે ?
તારા પાપાને તો ઠિક છે ને?
હા...
મીરા વચ્ચે જ બોલી શુ થયુ તારા પાપાને?
તુષાર બોલ્યો એમને એક એટેક આવેલો છે તો...
આકાશ આશ્ચર્યથી બોલ્યો ઓહ માય ગોડ!!!!!
અંશ બોલ્યો ઈશું તે અમને વાત નથી કરી,સારા માણસોની જ પરિક્ષા હોય,એ જોયું ઈશ્વર સામે આકાશમાં જોઈ બોલ્યો.
તુષાર બોલ્યો તો તમે લોકો તો કેમ ભેગા થયા.?
ઇશુ હવે છુપાવી છુપાવીને થાકી ગઈ એ બોલી તુષાર .એક્ચ્યુઅલી...ચિરાગ..
તુષાર ડરી ગયો એ બોલ્યો શુ થયુ ચિરાગને?
ઇશુ આગળ અટકતી અટકતી બોલી તે મારા જોડે...
મીરા ઈશુંને અટકાવતા બોલી પ્લીઝ....ઇશુ.
ઇશુ મીરા સામે જોઈ બોલી મે આ વ્યક્તિને એવુ કહ્યુ છે મે’મ કે તેને પૂરો હક છે,મારા નસીબ પર ખુશ થવાનો હસવાનો,તર્જુને પણ હક છે.મને સંભળાવવા નો...
તુષાર બોલયી પણ ઈશું શુ થયુ?
ઇશુ રડતા-રડતા બધુ જ બોલી ગઇ જે તેની સાથે થયુ.
તુષારની આંખોમા આંસુ આવી ગયા,તે બોલ્યો તને શુ લાગે છે મને ખુશી થશે,?
હુ તારા પર હસીશ.?
ઇશુ બોલી મે કર્યુ જ એવુ ક્ર્ત્ય કે ...
તુષાર બોલ્યો અગર,તને કોઇ પ્રોબ્લેમ ન હોય તો એક વાત કહુ.
ઇશુ બોલી,મને ખબર છે તુ કહીશ,બોવ પ્રમાણિકને સત્યવાદી હરિચ્ચંદ્ર ન બનાય.ડૉ.ની સલાહ પણ ન લેવાય... મારા માતા-પિતાને બદનામી માંથી બચાવી લેવાય....
તુષાર બોલ્યો પણ,તુ શ્વાસ લે. હુ એવુ કશુ કેહવા માંગતો નથી...
હુ બસ એટલુ જ કેહવા માંગુ છુ કે તને કોઇ પ્રોબ્લેમ ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ.
ઇશુની આંખો પહોળી થઇ ગઇ,મીરા તો સ્તબ્ધ થઇ ગઇ,આકાશને અંશ જોઇ રહ્યા.
તુષાર બોલ્યો ;મે તને જ પ્રેમ કર્યો છે,બસ,ઠુકરાવ્યો તો... તે મને,અને આજ તુ જ ફરી પાછો અપનાવીશ.બસ પરિસ્થિતિ અલગ અલગ છે ત્યારે તારી ઇચ્છા ન’તી આજ તારી મજ્બૂરી છે....
ઇશુ ધ્રુજતા ધ્રુજતા બોલી પણ...હુ....મા બનવાની છુ,ને....?
તુષાર બોલ્યો ;બસ,પ્રેમની પરિભાષા જ શાયદ આ છે,રાધાને ખબર હતી કે ક્રિશ્ના તેને નથી જ મળવાના,રુકમણિને ખબર જ હતી કે ગોકુળમા રાધા સાથે રાસલીલા રમીને જ આવ્યા છતા પણ રુકમણિ એ ક્રિશ્નાને અપનાવ્યાને પ્રેમ કર્યો,મીરાનો ઝેરનો કટોરો મળ્યો....
હા,કોઇ એક પણ પ્રુથ્વી પર મારા જેવુ નથી કે આમ કોઇ બીજાના બાળકની માતા બનવા જતી છોકરીને કોઇ અપનાવે. પણ હુ તને પ્રેમ કરુ છુ સાથે મારા માતા-પિતાની આબરુનુ પણ માન રહેશે,કેમ કે લોકો મને તારા જેમ જ નપુંસક સમજે છે....
તારા માટે ને મારા માટે...
આ એક જ રસ્તો છે...
અંશ બોલ્યો તુષાર તુ પાક્કુ...ઇશુને નવી જિંદગી આપવા માંગે છે?
તુષાર બોલ્યો ના,હુ મારા માતા-પિતાની આબરુ માટે.તર્જુનીની ખુશી માટે.મારા પરિવાર માટે.
મીરા બોલી જોયુ,ઇશ્વર પણ કેમ આવીને મદદ કરે છે,!બે અલગ-અલગ દુ;ખી લોકોને ભેગા કરી એમને ખુશ કરે છે.
આકાશ બોલ્યો તુષાર,બસ બે હાથ જોડી વિનંતી છે કે પ્લીઝ તુ ઇશુને દગો...
તુષાર બોલ્યો હસીને બધા એક સરખા નથી હોતા,પણ હા,આ બાળક મારુ કેવાશે,એ મારી શરત છે.
ઇશુ રડવાનું ભૂલી આશ્ચર્યથી બોલી વોટ?
તુષાર બોલ્યો ;હા,હુ તેને મારુ નામ આપીશ.
મીરા ખુશ થઈ ગઈ એ બોલી આકાશ,મને એક મારતો.હુ સ્વપ્ન તો નથી જોતીને?
તુષાર બોલ્યો નો,મે’મ ...આજ સાચુ છે....
અંશે ઇશુનો હાથ તુષારરના હાથમા મુકી કહ્યુ સ્વર,હવે,ઇશુ તારી જવાબદારી છે.
તારે તેને સાચવવાની છે..
તુષાર બોલ્યો હમમ..અમારા લગ્નમા આવવાનુ છે...
મીરા ખુશીથી બોલી પાક્કુ...
તુષાર બોલ્યો ઈશું હુ તારો હાથ તર્જુ જોડે મંગાવીશ,તારા મોમ-પાપા જોડે...
તમે ચિંતા ન કરો હવે બધુ મેનેજ હુ કરીશ,આપ ચિંતા ન કરો...
★
મીરા,આકાશ અને અંશે એક પ્લાન સાથે આખી બાઝી પલ્ટી નાખી,જે ગુનાહ ચિરાગે કર્યુ એ તુષાર પર આવ્યુ ને ઇશુના મોમ-પાપાને સમજાવવા ગયા,એક માતા-પિતા એ ઇશુ પર નફરત કરી,મોમે એક થપાટ મારી,પાપા એ તમામ સંબધ તોડી નાખવાની ધમકી આપી,તેમ છ્તાય એક છોકરીના માતા-પિતા છોકરી માટે માની ગયાને લગ્ન કરાવી આપ્યા ખુશીથી કેમકે ઈશું....
તર્જુ એ ઇશુને કોલ કરી કહ્યુ ઇશુ મારો ભાઇ ખરેખર નપુસંક નથી,આ સમાજે તેના ગરુરને બદનામી આપી,કોલેજના સ્ટુડેંટ્સે મારા ભાઇને બદનામ કરી દીધો એ પણ તારા કારણે આજ એ જ...
ઇશુ કશુ ન બોલી બસ...સાંભળી રહી....
★
10 દિવસ પછી ઇશુનો કોલ આવ્યો....
મેમ....મારા મેરેજ થય ગયા...તુષાર...નપુસંક નથી...બસ...દરેક છોકરીમા પોતાની માતા-બેન જુએ છે માટે એ કોઇ જોડે કોઇ છોકરીઓ જોડે આડા અવળુ બોલતો નથી....કે વિચારતો નથી.
મીરા દુઃખ સાથે બોલી સોરી અમે તારા મેરેજમા..
ઇશુ બોલી નો પ્રોબ્લેમ મેમ....
આકાશે મોબાઈલ લીધોને કહ્યું;અભિનંદન
અંશે પણ અભિનંદન...
તુષાર બોલ્યો ;તમે લોકો એ જુઠુ આરોપ મારા પર ન નાખ્યુ હોત તો આ શક્ય ન્હોતુ...આ પ્લાન તમારો હતો અંશ સર.
મીરા બોલી હા,મે ઘણા દિવસ મેહનત કરી પણ કેહવાય છે ને કે જશ તો જેને નામ લખેલો હોય તેને જ મળે છે.નસીબને મેહનત જ રંગ લાવે.
ઇશુ બોલી હા,મે’મ.નસીબ જ બાકી જેને મે નપુસંક કહી મારી જિંદગીમાંથી ધક્કો માર્યો એણે જ મારો હાથ પક્ડ્યો.
અંશ બોલ્યો બંને ખુશ રહો..જિંદગી જીવો..ને...જિંદગી માણો...
ઇશુ બોલી હમમ,સારુ,હુ તમારી જ હોસ્પિટલમા ...
મીરા બોલી હુ તારી રાહ જોઇશ....એ બેબીની ડિલિવરી માટે...
સાગર અંશની કેબિનમાં આવ્યો જ્યાં આકાશ,મીરાને અંશ ઈશું જોડે વાત કરે છે ત્યાં… સર.… સર...સર… તમારા ઘેરથી કોલ હતો કે મહેક દીદીની તબિયત ખરાબ છે....
instagram id _vandemataram_
આપ મારા કવોટઝને રીડ કરી શકો છો.