ye rishta tera mera 2.7 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા 2.7

યે રિશ્તા તેરા મેરા  2.7

સવારનો સૂરજ સોનેરી તડકો લઇને આવ્યો.જાણે ધરાને સોનાવર્ણી બનાવવાના પુરા મૂડમા હોય એમ.નાના-નાના વાદળો સૂરજ ઉપર આવતા જાયને સૂરજ ક્યારેક સંતાય જાય તો ક્યારેક દેખાય.આજની આ વાદળને સૂરજની રમત ભેગી ઠંડી-ઠંડી હવા ભળીને સોનામા સુગંધ મળી.

આળસ મરડીને ઉભી થતી અવનીને કેયુર તાકી જ રહ્યો.એક નયન થય ગયાને ચેહરા પરના હાવભાવ પણ રોમેંટીક બની ગયા.તેને તો સ્વપ્ન પણ આવી ગયુ.આળસ મરડીને ઉભી થતી અવનીને ઉચકી લઇને પોતે ગોળ-ગોળ ફરવા લાગ્યો ત્યા જ અવની આવી ને બોલી;

ઓયે હલ્લો,આ કોઇ બગીચો નથી કે મારા રૂમ સામે આવીને ઉભા રહી ગયા. ફ્રેશ થવાનુ કરોને નીચે જઇએ.હોસ્પિટલમા ઘણુ જ કામ હોય છે,શો પીસ મા મૂકવા માટે નથી તુ,......કે....યુ..ર્‍રર્‍ર્‍ર્‍ર્‍ર્..

કેયુર હડબડીમાં બોલ્યો હા...હા...બસ 15 જ મિનિટ.

ઓયે હેલ્લો...

જી.

અવની નખરા કરતી બોલી હુ નાસ્તો બનાવવાની છુ તો કરીને જ જજો;મફતમા મળશે.

કેયુરથી આછુ આછુ હસાય ગયુ.

ત્યા જ અવની બોલી; મજાક જ કરુ છુ.તુ જોરથી હસી શકે છે.

ને કેયુર ખડખડાટ હસી પડ્યોને જોડે અવની પણ.

આ બાજુ મીરા નાસ્તો બનાવવામા લાગી છે.મહેક મીતને જગાડીને તેને તૈયાર કરવામા લાગી છે.અંશને આકાશ તૈયાર થાય છે.

મહેક ઉતાવળમાં બોલી મીરા,મીતનો નાસ્તો ભરી દે જે.

જી,લે તૈયાર જ છે.

મીત લન્સબોક્સ લેતા બોલ્યો થેક્સ દી..દી..

વેલકમ માય જાનુ.

મહેક બોલી મીરા,વોટર બેગ..

ઓહ,ભુલાય જ ગઇ.

અભી ચલી અભી આઇ.

મહેક મીતને તૈયાર કરી નાસ્તો કરાવીને મૂકવા માટે જતી રહે છે.મીરા બધાનો નાસ્તો ટેબલ પર ગોઠવે છે.મહેક તરત જ આવે છે.બધા નાસ્તો કરવા બેસે છે ત્યા જ અવનીનો કોલ આવે છે..

અંશ બોલ્યો બોલ,

ચલ,નાસ્તો કરવા.

બસ,જો કરુ જ છુ,આઉચ.

શુ થયુ? શુ થયુ? અંશ.

આ બાજુ મહેકે અંશની આંગળીને પાણીમા ડબોળીને બોલી ધ્યાન તો રાખતો હોય.પાગલ...

તુ ચિંતા ન કર,ગરમ-ગરમ પરાઠુ ટચ થય ગયુ.

સામે છેડેથી અવની બોલી તુ એવોને એવો જ..રહ્યો.

અંશ બોલ્યો ,વેસે કેયુ શુ કરે છે?

નાસ્તો કરે છે.

ધ્યાન રાખજે તેનુ.

હા,બીજા 2-4 મુકી જા.

અંશ હસતા હસતા બોલ્યો ઓકે બાબા ઓકે,ચિંતા ન કર.હવે,કોઇ નહી આવે તારા જોડે.બાય

ઓકે બાય.

 

કેયુર મોબાઇલ મુક્તિ અવની સામે જોઈ બોલ્યો અંશ,તારા જોડે હતો?

જી,હા...

સારો છોકરો છે?

હા,બોવ જ.આઇ લાઇક....

મીરા પ્રેગનેંટ સ્ત્રીને ને આકાશ બાળકો આવતા ગયા એમ ચેક કરતો ગયો.મીરા વારે વારે વિચારોમા ખોવાય જાય છે ને આકાશે બેચાર વાર પુછ્યુ;

મીરા શુ થયુ?

મમ્મીની યાદ આવે છે?

;તારા ઘરની યાદ આવે છે.?

મીરા આકાશની વાતને ઉડાવતા બોલે ના,ના

આકાશ ફરી પાછો બોલે તો શુ થયુ?

પ્રેમ કરવો જોઇએ કે નહી?

આકાશ.થોડો ગભરાઈ થોડો જોરથી બોલ્યો મીરા, આ બધુ શુ છે?

કેમ તુ આવુ પુછે છે?

તારી કોઇ પણ પરિસ્થિતિમા હુ સાથે જ છુ તુ ચિંતા ન કર.

પણ...પણ...ઇશુ સાથે કોઇ નથી,એનુ શુ થશે?

ને પેલી ખિલતી કળીનુ?

હવે ટાઈમ લંચનો એટલે કોઇ પેશનંટ ન હતુ,આકાશ્ ને મીરા વાતો કરી રહ્યા.

ત્યા અંશને અવની કેયુર આ બે ની રાહ જુએ છે હજુ એ બધા આવ્યા જ છે ને ફ્રેશ થાય છે.

આકાશ મીરાની નજીક જઈ તેનો હાથ પકડી બોલ્યો તુ કોની વાત કરે છે?

આ ઇશુ કોણ છે.?

મીરા બોલી આકાશ...આકાશના બંને ખભ્ભા પકડી બોલી તુ મને પ્રોમિઝ કર કે તુ મારી વાત માનીશ જ માનીશ.

આકાશ ગભરાઈને બોલ્યો પણ...ઠયું છે શુ?

મીરા આકાશની વાતનો વિરોધ કરતા બોલી નો નેવેર પેલા પ્રોમીઝ પછી જ વાત.

ડરેલી ને અશાંત મીરાને જોઇ આકાશે મીરાંનો હાથ પકડી તરત જ પ્રોમીઝ આપી દીધી.પ્રોમીઝ બસ;હવે બોલ વાત શુ છે?

મીરા એ કાલની ઘટના કહી સંભળાવી.

આકાશ પણ નિરાશ થઈ બોલ્યો ઓહ નો!!!

મીરા ઈશું પર વીતી રહી. એવું જ એ ફિલ કરી રહી બોલી હુ પણ એક પ્રેમિકા છુ.મે પણ તારા પર અતુટ વિશ્વાસ મુક્યો,તુ વિશ્વાસ નિભાવે છે એ વાત અલગ છે પણ મે મારી જાતને ઇશુની જગ્યા એ મુકી મારો વિચાર કર્યો કે મે તારા પર અતુટ વિશ્વાસ મુક્યો પછી મે મારા પરિવારથી ભાગીને લગ્ન કર્યાને તુ મને પછી છોડી દે તો?

આ તો મને આખી રાત નિંદર નથી આવવા દીધી.

કોઇ પણ સંજોગોમા મારે ઇશુને તેનુ બાળક સલામત જોઇએ.

બસ,તને મારી કસમ. ઇશુ એ લગ્ન પેલા અતુટ વિશ્વાસથી બધુ જ સોંપી દીધુને હવે?

જ્યારે એ મા બનવાની છે ત્યારે એ નાલાયક તેને ઠુકરાવે છે?

હુ આવુ નહી થવા દઉં.

આ વાતમા તુ મારી સાથે છે ને આકાશ?

અવની આ બધું અધ ખુલ્લા ડોરે સાંભળી રહી એ બોલી આકાશ હોય કે ન હોય પણ હુ તારી સાથે છુ.અવની,કેયુરને અંશ આકાશને મીરાની કેબિનમાં આવ્યા.

કેયુર પણ બોલ્યો હુ તને બધી  શક્ય મદદ કરીશ.

અંશ મીરાની સામે જોઈ બોલ્યો હુ ને મહેક પણ.

આકાશ બોલ્યો જોયુ? જે વાત તારે કાલે લંચ સમય પર બધાને કેહવાની હતી એ તે 24 કલાક પછી બધાને કહીને તુ એકલી જ હેરાન થઈ.

આ આપણો સાચો પરિવાર છે.કોઇ પણ મુશ્કેલીનો હલ ત્યારે જ આવે જ્યારે આપણૉ પરિવાર આપણી સાથે હોય!! ને જોયુ આપણો પરિવાર આપણી સાથે છે.

અવની મીરાના  ગાલ પર બંને હાથ મુકી બોલી ચોક્ક્સ.હું આ નેક કામમા આખા ગોલ્ડેનસીટીની ગાળો ખાવા તૈયાર છુ.

ત્યાં જ મહેક હોસ્પિટલમાં આવી જાય છે.અંશની કેબિનની બહાર બેસતો સાગર,આકાશની કેબીનમાં મોકલે છે.

મહેકને જોઈને બધા તેની સામે ખોટું હસ્યાં.

મહેક તરત જ બોલી શુ વાત છે?

કેમ આટલું બધું ગંભીર વાતાવરણ છે?

કશું બન્યું હોસ્પિટલમાં કે...?

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED