કેદી નં ૪૨૦-19 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦-19

   આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય ઇન્સપેક્ટર અભિજિત ના ઘરે જઇને એમને સમજાવે છે મ્રૃણાલમા કે જે એમની સગી મા છે એમનું  હ્રદય  હવે પસ્તાવા ની  અાગમાં તપી ને શુદ્ધ  થઇ ગયું છે.એ  હવે બદલાઇ ચુક્યા છે .હવે એમના હ્રદય માં તમને એકવાર મળવાની ઇચ્છા સિવાય બીજી કોઇ ઇચ્છા નથી .એ પછી કલ્પના એ એમને ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવ્યો એટલે એ જોઇને એમને વિશ્વાસ અાવી ગયો ને જેલમાં જઇને મ્રૃણાલમા ને મળવા  તૈયાર થઈ ગયા.
                     ઇન્સપેક્ટર અભિજિતે ઇન્સપેક્ટર કામત ને વાત કરી એટલે એમણે મ્રૃણાલમા ને મળવાની પરમિશન અાપી દીધી .એક હવાલદારે મ્રૃણાલમા ની કોટડી નો દરવાજો ખોલ્યો.મ્રૃણાલમા ત્યારે સુઇ રહ્યા હતા.દરવાજો ખુલવાનો અવાજ થતા મ્રૃણાલમા એ આંખો ખોલી .જોયુ તો સામે કલ્પના ને સામે ઉભી જોઇ એટલે એ બોલ્યા ,"તું ? ઇન્ટરવ્યુ તો પતીગયો હતો ને તો પછી શું કામ અાવી પડ્યું ?જ્યાં સુધી મને યાદ છે મે કોઇ વાત બાકી રહેવા દીધી નથી ."
                    કલ્પના હસીને બોલી ,"તમને યાદ છે જ્યારે અાપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે મે તમને તમાચો માર્યો હતો.એ પછી મને તો એમજ હતું કે તમે ઇન્ટરવ્યુ અાપવા માટે રાજી નહિ થાઓ પણ તમે મને ઇન્ટરવ્યુ આપ્યો.હવે મારો વારો છે કે હું તમને કંઇક આપુ.હું તમારા માટે ઇન્ટરવ્યુ ના બદલામાં એક ભેટ લાવી છુ.અને મને ખબર છે એ તમારા જીવન ની   સૌથી સર્વોત્તમ ભેટ હશે.આવી ભેટ તમને મારા સિવાય બીજા કોઇ એ નહિ આપી હોય.ચાલો હવે જલ્દીથી આંખો બંદ કરો જોઇએ .અને જ્યાં સુધી હું અાંખો ખોલવાનું ના કહુ ત્યાં સુધી ખોલતા નહિ."
                   "તું મોટી તો થઈ પણ હજુ બાળપણ તારામાં થી ગયું નહિ ને.સારુ  ઠીક છે તું કહે છે તો બંદ કરુ છું બસ."એમ કહીને મ્રૃણાલમા એ  અાંખો બંદ કરી.કલ્પના એ અભિજિત ને મ્રૃણાલમા ની સામે ઉભા રહેવાનું કહ્યુ ને પછી કહ્યું ,"હવે તમે અાંખો ખોલી શકો છો."મ્રૃણાલમાએ હળવેક થી આંખો ખોલી .અને જોયુ તો સામે જોતા પહેલા તો જોતા જ રહ્યાં .પછી વિશ્વાસ ના બેઠો હોય એમ અભિજિત ને ગાલે સ્પર્શ કર્યો .
              અભિજિતે મ્રૃણાલમા ને "મા"કહીને સંબોધન કર્યું .એટલે અચાનક ચમક્યા.એમની અાંખો માંથી અશ્રુ ની ધારા વહેવા લાગી.ને અભિજિત ને ભેટી પડ્યા.ને રડતા જ રહ્યાં .વારે વારે અભિજિત ના ગાલે ,માથે હાથ ફેરવતા રહ્યાં .વચ્ચે વચ્ચે અભિજિત નું માથું પણ ચુમી લીધું અને અભિજિત પણ વારે વારે મા કહીને બોલાવતા રહ્યાં .એ બંને વચ્ચે અાવું અદ્ભુત મિલન જોઇ ને કલ્પના અાદિત્ય, અભિજિત ની પત્ની ત્રણેય   ની અાંખો પણ ભીની થઈ ગઇ.
                  થોડી વાર પછી મ્રૃણાલમા ને અભિજિત બેસી ગયા.મ્રૃણાલમા ને જાણે હજુ ય વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એમનો પુત્ર એમની સામે એમને મા કહીને બોલાવી રહ્યો છે.એમણે કહ્યું ,"મે મારા જીવનમાં ના જાણે કેટલાય પાપ કર્યા છે એટલે મને નહોતું લાગતું કે ઇશ્વર મારી પ્રાર્થના સાંભળશે.પણ ના એ ખરેખર ખુબ દયાળુ છે એમણે મારા જેવી ને માફ કરી અને મારી ઇચ્છા પુરી કરી.હવે મને કંઇ જ નથી ખપતુ .હવે તો મને બોલાવી લેશે તો ય દુ ખ નહિ થાય."
                    "મહેરબાની કરીને એવું અશુભ ના બોલશો.મને મારી મા એ સત્ય કહ્યું હતુ અને મે વિશ્વાસ પણ કર્યો હતો પરંતુ ત્યારે તમારી  અને મારી વચ્ચે બધાની પરમપુજ્ય મ્રૃણાલમા દિવાલ બનીને ઉભા હતા.પણ અાજે એ નથી આ  જે  છે એ તો ફક્ત મારી મા જ છે.અને મને એ વાત પર વિશ્વાસ છે કે જો તમારા પિતાજી દ્વારા મને તમારાથી દુર કરી દેવામાંઆવ્યો ના હોત તો તમે મારી મા જ હોત.તમને ખબર છે મારી સાથે હું કોને લાવ્યો છું તમારી પુત્રવધુ ને.અરે પલ્લવી ત્યાં કેમ ઉભી છે ? અહિં  આવ અને મા ને પગે લાગ."
                         આ સાંભળીને પલ્લવી એમને પગે લાગે છે.મ્રૃણાલમા એને 'જુગ જુગ  જીવો અને બંન્ને  સુખી થાઓ" એવા આશિર્વાદ આપે છે.
                         "અાજે મારા જીવન નો સૌથી  શ્રેષ્ઠ અને સૌથી સાર્થક દિવસ છે મારા માટે.હું તો ખાલી  દિકરા ને મળવાની અાશામાં જીવતી હતી પણ મને તો સુંદર પુત્ર વધુ  પણ મળી  ગઇ. .સાચી વાત છે કે કલ્પના જે ભેટ લાવી છે એનાથી વધારે  ઉત્તમ ભેટ બીજી કોઇ હોઇ જ ના શકે."
                   ત્યાં  જ હવાલદાર આવ્યો ને કહ્યું ," તમારો સમય પુરો થઈ ગયો છે તમારે હવે જવું પડશે."
                   "મા, તારી પાસે થી જવાનું મન તો નથી પણ અમારે હવે જવું પડે તેમ છે.અને હવે થી હું અને પલ્લવી નિયમિત તમને મળવા અાવતા રહીશુ. તમે ચિંતા ના કરતા."
                      પછી મ્રૃણાલમા કલ્પના ને પાસે બોલાવે છે અને કહે છે," તે આજે જે મારા માટે કર્યું છે એના માટે હું જીવનભર આભારી રહીશ. તારા માટે જો મારે કંઈ પણ કરવું પડે  તો હું કરીશ .હું તો મારા પાપો ની સજા સમજીને જીવતી હતી પણ ઇશ્વરે વરદાન રુપે તને મારા જીવનમાં મોકલી ને મારા જીવનમાં પ્રકાશ પાથરી દીધો.તારો ખુબ ખુબ અાભાર કલ્પના ."
                 "મે કંઈ ખાસ નથી કર્યું આ તો બસ  તમે મને ઇન્ટરવ્યુ આપવા માટે પસંદ કરીને જે ઉપકાર કર્યો છે એનો નાનું એવું વળતર હતુ.બાકી અભિજિત સર ના હ્રદય માં તો એમની મા માટે પ્રેમ તો હતો જ મે માત્ર એ પ્રેમ ને જગાડ્યો  બસ."આ બોલતી હતી  ત્યારે કલ્પના એ વાત થી અજાણ હતી કે  આદિત્ય કલ્પના તરફ જોતા જોતા એનામાં જ ખોવાઇ ગયો હતો.એને મનમાં થયું ,"અાઇ એમ પ્રાઉડ ઓફ યુ. આવું કામ તો માત્ર મારી કલ્પના જ કરી શકે."
               " મારી  કલ્પના આ મને કેવો વિચાર આવ્યો .હવે થોડા દિવસો મા તો એના લગ્ન થઈ જશે પછી હું કયા હકથી એને મારી કલ્પના   કહું છુ."એમ વિચારતા જ એક વિચિત્ર લાગણી  એના મનમાં ભરાઇ ગઇ.
              "સુખી થજે દિકરી .ઇશ્વર તારી દરેક ઇચ્છા પુરી કરે. અને  હા અા મારા અંતર ના  આશિર્વાદ છે ઢોંગ નહિ હોં"એ સાંભળીને બધા હસી પડ્યા.અને ફરીથી મળવા આવીશું એવું કહીને બધા છુટા પડ્યા.
               કલ્પના   ખુશ હતી કે મ્રૃણાલમાને એમના પુત્ર સાથે મેળવવાનું નક્કી કરેલું કામ પુરુ થયુ પણ  આદિત્ય ઉદાસ હતો એ વાત થી કે કલ્પના બહુ જલ્દી કોઇ બીજા ની થઈ જશે.એટલે એપણ કંઈ બોલતો નહોતો.એ ચુપચાપ બાઇક ચલાવે જતો હતો એટલે કલ્પના બોલી ,"રોજ તો કંઇક ને કંઇક બોલ્યા કરતો આજે કેમ ચુપચાપ છે હં ?નવાઇ લાગે છે આજે સુર્ય પશ્ચિમમાં થી તો નથી  ઉગ્યો ને?"
                  આદિત્ય એ કંઇ જવાબ ના આપ્યો.પણ કલ્પના   કંઇક  આગળ બોલવા જાય ત્યાં જ  આદિત્ય એ બાઇક ને બ્રેક મારી ને ઉભી  રાખી .રસ્તામાં કાંટા નાખીને રસ્તો બ્લોક કરી દેવામાં  આવ્યો હતો.આદિત્ય અને કલ્પના બંન્ને બાઇક પરથી ઉતરી ગયા. આદિત્ય  રસ્તામાંથી ઉતરીને  રસ્તો ક્લીયર કરવા જતો જ હતો ત્યાં જ પાંચ છ હથિયાર ધારી ગુંડા ઓ આવ્યા.અને બોલ્યા ,"તમે બે જ છો  ને જે પેલી સાધ્વી નો ઇન્ટરવ્યુ લઇ આવ્યા છો?જો જીવ વ્હાલો હોય તો એ ઇન્ટરવ્યુ નો વિડિયો અમને આપી  દઇને એ ઇન્ટરવ્યુ ને ટીવી પર આવતા રોકી દો.નહિ તો જીવતા નહિ બચો."એમને જોઇને કલ્પના ડરીને  આદિત્ય ની નજીક જતી રહી.
                  "તમને લોકોને જે કોઇએ પણ મોકલ્યા હોય પણ જો તમે સહીસલામત જવા માંગતા હોય તો અત્યારે ને અત્યારે અહિંથી જતા રહો.નહિ તો એવી હાલત કરીશ કે સીધા હોસ્પિટલ ભેગા થઈ જશો.અને હા કહી દેજો તમારા માલિક ને કે એ ઇન્ટરવ્યુ ને પ્રસારિત થતા એમનો બાપ ય નહિ રોકી શકે."
                  "એવું છે તો પછી ભોગવ."એમ કહીને એક ખુંખાર દેખાતા માણસે એ બંન્ને પર  ચાકુ થી  હમલો કરી દીધો .પણ આદિત્ય એ એનો હાથ પકડી લીધો ને એવું જોરથી હાથ દબાવ્યો કે એના હાથમાંથી ચાકુ પડી ગયું.બીજા  હાથ થી વાર કરવા જાય એ પહેલા આદિત્ય એ એના પેટ પર મુક્કો મારીને દુર ફંગોળી દીધો.પછી બધા એ એકસાથે વાર કર્યો .પણ આદિત્ય એ વાર ને ચુકાવી દીધો .કલ્પનાઆ બધાની વચ્ચે થી થોડી દુર થઈ ને એ સમય દરમિયાન ધીમેથી  ઇન્સપેક્ટર કામત નો નંબર ડાયલ કરી દીધો.એમાં રિંગ વાગી પણ કોઇ ફોન ઉપાડે એ પહેલા જ એક ગુંડાએ એના હાથમાંથી ફોન નીચે પાડી દીધો.અને કલ્પના ને મારવા જ જતો હતો પણ એ પહેલા જ આદિત્ય એ એનો હાથ પકડી લીધો અને એને થોડે દુર લઇ જઇ એના મો પર મુક્કો મારીને એનું નાક તોડી નાખ્યુ.એટલી વારમાં જ એક ગુંડાએ રિવોલ્વર કાઢીને આદિત્ય પર નિશાન લગાવી ને ટ્રીગર દબાવી દીધું .
                       ક્મશ: