કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૪) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૪)


ક્રમશ:(#ભાગ_૧૪)

શું  સોનલ મારી  થશે?
શું સોનલ મને હા પાડશે?
શું સોનલ મને છોડીને ચાલી તો નહી જાયને મોનીકાની જેમ.
મારુ મન આજ પાંડવોની ગુફામાં કંઈક અલગ જ તર ફડીયા મારી રહ્યું હતું અને સોનલને હું કહી શકતો ન હતો કે હું તને ખુબજ પ્રેમ કરુ છુ.સોનલને હું કેમ કવ કે હું તને પ્રેમ કરું છું.મને સમજાતું નોહતું.જે વ્યક્તિ દિલથી કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરતું હોય તે કેમ તે કઈ શકતો નહીં હોય..
આજ મારે સોનલને મારા અને સોનલના પ્રેમની રજુવાત કરવી હતી.પણ હું શા માટે ડરું છુ. તે મને સમજાતુ
ન હતું.

હું સંદિપ ,મુકુન્દ,વિજય,ચિરાગ,ડિમપ્લ,કેશા ભુમી અને સોનલ એટલા લોકો નાશિકમાં દ્રાક્ષ લેવા સીતાવાટીકામા પ્રયાણ કર્યું .કહેવાય છે કે નાશિકની દ્રાક્ષ બોવ જ વખણાય. નાશિક આવ્યાને દ્રાક્ષ વિના પાછા ફરયે એ સારુનો કહેવાય.આજ હું અને સોનલ રસ્તા પર ગપાટા મારતા જતા હતા.મે સોનલને કહ્યું 

સોનલ તને એક વાત કહુ ?
હા' કહો ને..!!!

તું મને કલ્પેશ મટીને કવિ કહેવાનું પસંદ કરે તો..!!

સોનલ બે ઘડી મારી સામે જોઈ રહી..!!
કોઈ વાંધો નહી.!
આજથી હું તમને કવિ કહીને બોલાવીશ મારી વાત તે સમજી ગઈ હોય તેવું મને લાગ્યું.

એક વાત પુછુ કવિ?

બોલને સોનલ મે કહ્યું ..!!

તમે મને પ્રેમ કરો છો..!!!!!!!!!થોડીવાર એ સુમસામ રસ્તા પર હું અટકી ગયો. 
ત્યાં જ સોનલ હસતી હસતી બોલી મજાક કરુ છુ કવિ.તેની વાત વાતમાં મજાક કરવાની ટેવ મને ગમતી હતી પણ આ પ્રેમની મજાક તેની આંખો ઘણુ કહી જતી હતી.પણ સોનલ જ્યારે મજાક કરતી તૈયારે તેનો ચેહરો તેણે કરેલ કાજળ તેના મોરપીંછ જેવા વાળ તેની લટકમટક ચાલ કયારેક ગુલાબી ડે્સ તો કયારેક લીલો આછા રંગનો ડ્ેસ કયારેક નાકમા નથડી તો કયારેક એ હીરા જડીત દાણો અને કયારેક પગમાં ઝાંઝર ઠુમક ઠુમક અવાજ મને રાત્રે પણ કયારેક સપનામાં પણ જગાડી દેતા હતા.

અમે નાશિકમાં દ્રાક્ષ લઈ જલારામ ધામ પર જવા પ્રયાણ કર્યું .આજ રાત્રીનો વિરામ ત્યાં જ હતો.

સવારમાં ત્યાથી અમે શિરડી જવા રવાના થયા આજ સોનલ વાઈટ ડ્ેસમા પરી જેવી લાગતી હતી.ઘડી ઘડી તેના પર નજર કરવાનું મને મન થઈ જતુ હતું .થોડી જ વારમાં ખબર પણનો પડી મારી અને સોનલની ગપસપમાં શીરડી આવી ગયું.
ત્યાં સાંઈબાબાના મંદિરમાં બહુજ ભીડ હતી
લગભગ બે કલાકે અમારો વારો આવ્યો દશઁનનો.

સાંઈબાબાના મંદિરમાં  દશઁન કરી ત્યા જ અમારે જમવાનું હતું અમે રસોડા તરફ પ્યાણ કર્યું .રસોડામાં અંદર જતા જ મારી આંખો પહોળી થઈ ગઈ.એક સાથે લગભગ નવથી દસ હજાર માણસો જમતા હતા તેનાથી વધારે પણ હોય શકે.ત્યાંનુ મેનજમેન્ટ જોયને હું સ્થગિત થઈ ગયો હતો.

મારી સામે ડીસતો હતી જ પણ થાળીમાં ક્યારે જમવાનું આવી ગયું  એ પણ મને ધ્યાન ન રહ્યું.હું એ હોલને નિહાળી જ રહ્યો હતો. હું તેના એક એક માણસ શું કરી રહ્યા છે તે પણ નિહાળી રહ્યો હતો.અરે એક વાત તો મને નવાઈ લાગી તે હોલમાં જમવાનું આપનાર લોકો વાત કરવાનું પણ ટાળતા હતા. કદાસ સાંઈબાબાના મંદિર જવાનું થાય તો જોવાનું ભુલતા નહી.પણ ,એક જબરજસ્ત મેનજમેન્ટ હતું હજી પણ હું ભુલયો નથી.

ત્યાથી નિકળી અમે શનિદેવ જવા નિકળ્યા.સોનલ અને હું સાથે જ હતા સોનલ એક કલાકથી મારી સામે મધુર અવાજમા બક બક કરતી હતી કવિ તમે આમ ન કરી શકો કવિ આપણ હવે કયા જવાનું છે મને એટલી નિંદર આવતી હતી કે સોનલને હું "હા" માંજ જવાબ આપી રહ્યો હતો.થાકના લીધે મારી કયારે આંખ મિચાઈ ગઈ એ મને પણ ખબર ન હતી.
...........................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                         (લી-કલ્પેશ દિયોરા)