કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૩)


ક્રમશ:(ભાગ_૧૩)

સોનલ થોડી આગળ ગઈ ત્યાં જ તેનો પગ લચરી ગયો. હું તેની પાછળ જ હતો તરત જ મે સોનલને થોભી લીધી.તે એ રીતે મારી સામું જોય રહી હતી કે એ જ જગ્યા પર મને સોનલને કહેવાનું મન થઈ ગયું કે સોનલ હું તને ખુબ જ પ્રેમકરુ છુ.પણ,હું નો કહી શકયો.તેણે મને થેન્કયુ કહ્યું .સોનલ થોડીઆગળ ચાલી તે ફરીવાર પાછળ ફરી અને મારી સામે હસી.....

ગીરા વોટરફોલસથી નીકળી અમે  સાપુતારા ફેસટીવલમા પવેશ કર્યો .
શું અદ્ભુત નજારો હતો...!!!
ઝરમર ઝરમર વરસાદ હજી શરુ જ હતો
અમારે ત્યાં બોટીંગ કરવાનું હતું અને એક બાજુ ઝરમર ઝરમર વરસાદ શરુ હતો.
દુરથી આવીને સાપુતારામા બોટીંગ ન કરીયે તો આવ્યા ન આવ્યા કહેવાયે.

મે સોનલ અને મારા મિત્રો એ બોટીંગમા જવાનું નક્કી કરુ.નાવ હજી ભરાતી જ હતી.નાવ ઘડીક આ બાજુ તો ઘડીક આ બાજુ હાલક ડોલક થતી હતી.નાવ થોડી મારી બાજુ નમી હું કોઈનો સહારો લીધા વીના જ ઊભો હતો.હું થોડો હથડાયો નાવ સાથે ..!!!
ત્યાં જ કોઈનો અવાજ આવ્યો કલ્પેશ કલ્પેશ..!!!!એ બીજા કોઈનો અવાજ નહી પણ સોનલનો જ હતો.આ અમારા પ્રેમની શરુવાત હતી.હું ઘડીભર સોનલ સામે જોય રહ્યો.

સાપુતારાનો અેક અદ્ભુત નજારો જોઈને અમે નાશિક જવા રવાના થયા.બસમાં કયારેક ડિસકો તો કયારેક અનકડી તો કયારેક ડાકલાની  અનોખું વાતાવરણ ઊભું થતું હતું .

અમે નાશિકમાં ..
શ્રી જલારામ સત્સંગ ચેરીટેબલ ટ્સ્ટ નાશિક
મંદિરમાં રોકાયા.તેનું બીજું નામ શ્રી જલારામ ધામ શ્રી કુષ્ણ ધામ.ત્યાં સવારમાં તાજા બટેટા પવા  ખાયને અમે આધ જયોતીલિંગ મંદિરમાં દશઁન કરવા માટે ગયા.ત્યાં જવા માટે રસ્તામાં ચાલવાનું હતું .હું અને સોનલ બન્ને ગપસપ કરયે જતા હતા.
કલ્પેશ એક વાત પુછુ?
સોનલે આજ પહેલી વાર મને પુછયુ હતું મે તેની સામે એક નજર નાંખી તેને મે હા,કહ્યું .
શું ઇશ્વર હશે..???
મને પણ સવાલથી થોડો આંચકો લાગ્યો.
પણ તેનો સવાલ થોડો ખસખસાટ અનુભવે તેવો હતો.
મે કહ્યું ..!!!
તમે ક્યારેય ઇશ્વરને પાથઁના કરી ?
હા..!!!
તેનો જવાબ ઈશ્વરે તમને આપ્યો ?
હા...!!
મે કહ્યું તો ઇશ્વર છે.
તમે મારી મનની વાત જાણી શકો છો?

ના..!!!

જો તમે મારા મનની વાત જાણી શકતા હો તો વાત કરવાનો તમારી સાથે મતલબ શું.
તેમ ઈશ્વર જો તમારી સામે આવે તો તમે ધિક્કાર શો.પણ દુરથી તમે ઇશ્વરને પ્રેમ કરશો તો ઈશ્વર પણ તમને પ્રેમ કરશે. અને તમારી પાથઁના સાંભળશે.કારણે કે ઇશ્વર તમારી મનની વાત જાણે છે માટે ઇશ્વર છે...સોનલ થોડી કઠીન છે વાત ગળવી પણ ઇશ્વરનો એહસાસ કરાવી દે છે.
હા,કલ્પેશ...!!!થોડી જ વારમાં મંદિર આવી ગયું અમે દશઁન કરી ત્યાની ભીડમાંથી બહાર નિકળ્યા.

અમે બપોરે શ્રી જલારામ ધામમાં જમી પાંડવોની ગુફા તરફ પ્રયાણ કર્યું.મારા મિત્રો અને સોનલ મારી સાથે જ હતા.થોડી જ વારમાં અમે પાંડવોની ગુફામાં પહોંચી ગયા.ગુફામા અમે ખુબ જ ફોટા પાડ્યા.ત્યા અમે એક ગુપઁ ફોટો પણ પાડ્યો.

હું અને સોનલ થોડી વાર ત્યાં બેઠા સોનલને હવે મારો હાથ પકડવામાં જરા પણ ડર લાગતો નોહતો.તે જાણે આજ આંખોથી મને કહી રહી હતી કે હું તને ખુબ જ પ્રેમ કરુ છું.મારે સોનલને પણ કહેવું હતું  કે હું તને ખુબજ પ્રેમ કરુ છુ.આજ તે મારી સામે જોઈ રહી હતી તેનો એક હાથ મારા હાથમાં હતો. પણ હું એક ગાંડાની જેમ વિચારી રહ્યો હતો.
શું  સોનલ મારી  થશે?
શું સોનલ મને હા પાડશે?

શું સોનલ મને છોડીને ચાલી તો નહી જાયને મોનીકાની જેમ મારુ મન આજ પાંડવોની ગુફામાં  તર ફડીયા મારી રહ્યું હતું અને સોનલને હું કહી શકતો ન હતો કે હું તને ખુબજ પ્રેમ કરુ છુ.

.............................ક્રમશ: 
-kalpeshdiyora999@gmail.com
                              લી-કલ્પેશ દિયોરા