collage day ak love story - 7 books and stories free download online pdf in Gujarati

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૭)


ક્રમશ:(ભાગ_૭)

સાંજના પાંચ વાગી ગયા હતા મારે અને મોનીકાને હજી બોટાદ પહોંચવાનું હતું .
મે અને મોનીકા એ દરિયા કાંઠેથી નીકળવાનું પસંદ કર્યું અમે સાંજના આઠ વાગ્યે ઘરે પહોંચ્યા મે મોનીકાનુ ઘર જોયું ન હતું મોનીકાને હું દુરથી જ મુકી મારા ઘર તરફ વળતો હમેશા...,

આજ કવિ પથારીમાં પગ પછાડી રહ્યા હતા
કયારેક ડાબી બાજુ ફરે તો કયારેક જમણી બાજુ વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગઈ કવિને ખબર પણ ન પડી પણ કવિ એ નક્કી કર્યું કે પરણીશતો મોનીકા ની સાથે જ
હું મારો નિણઁય મોનીકાને કહેવા માટે કોલેજ તરફ મે મારી બાઈક ચલાવી..
આજ હું મોનીકાને મારી સાથે લગ્ન કરવાની વાત કરવાનો હતો.પણ આજ મોનીકા કોલેજ ન દેખાણી મને થયું કોઈ કામ હશે એટલે આજે કોલેજ નહી આવી હોય
એક અઠવાડિયું થયું પણ મોનીકા કોલેજ ન દેખાણી હવે તો એક મહીના ઉપર પાંચ દિવસ થવા આવ્યા હતા પણ મોનીકા ન જ દેખાણી.

હું પણ મુરખ હતો કે મોનીકાનુ ઘરનું સરનામું પણ મે ક્યારેય તેની પાસેથી લીધું ન હતું 
કદાસ તો હું મોનીકાના ઘરે જઈ શકેત.
હળવે હળવે ત્રણ મહિના થઈ ગયા પણ મોનીકા કોલેજ ન જ આવી.મને થયું શું થયું હશે મારી મોનીકા ને!!કદાસ તેના કાકા તેને લઈ અમેરીકા તો નહી ચાલ્યા ગયા હોયને ના એવું તો નો જ કરી શકે મોનીકા મને કહ્યા 
વગર કદી અમેરીકા ન જઈ શકે..
ઘણી જગ્યા એ કોશીષ કરી મોનીકાને શોધવાની પણ હું બધી જ જગ્યા એ તેના વગર પાછો ફરતો હતો.

મોનીકાનો_પત્ર

કવિએ મોનીકાનુ સરનામું નોહતુ લીધું પણ મોનીકા પાસે કવિનું સરનામું હતું કોલેજથી આવતા જ મારા ભાભી એ મને મારા હાથમાં પત્ર આપ્યો 
મે કહ્યું શું છે આમાં ..!!!
કોઈ મોનીકાનો પત્ર છે મારી સામું સ્મીત સાથે બોલ્યા તે મે તરત જ રુમમાં જઈને પત્ર ખોલ્યો.
                                           પ્રિય કવિ
આજ પત્રમાં ખુશીના સમાચાર મોકલવાનુ ઘણુ મારુ મન કરતું હતું પણ આજ દુ:ખના સમાચાર મોકલું છુ તમારુ દિલ લોખંડનું રાખીને મારો પત્ર આગળ વાચજો કવિ તમે મને એ રાત્રી  એ છોડીને ગયા તે દિવસે મારા કાકા મારી સામે જ હતા.કદાસ તમારી નજર પણ તેની પર ગઈ હશે.પણ તે રાત પુરી થતા જ મારા કાકા મને સવારે મંદિરે દશઁન કરવાના બાહને મને લઈને નિકળી ગયા.
તે જ દિવસે મારા કાકા મને કહયું તુ અહિંયા બેસ હું હમણાં આવુ છુ તે કોનું  ઘર હતું તે હુ ંજાણતી ન હતી..


હું થોડીવાર ત્યાં બેઠી ત્યાં જ કોઈ મને ઝીપમાં પરાણે બેસાડવાની કોશીષ કરી.
મારા કાકા એ પૈસાની લાલચને કારણ મને વેચી દિધી છે કવિ.મારા કાકાને એમ હતું કવિ હું કદાસ તમારી સાથે લગ્ન કરી લઈશ અથવા ભાગી જશ તો મારા કાકાને એક પણ રુપીયા ન મળેત.મારા કાકાને અમેરીકા જવા માટે પૈસાની જરુર હતીને પૈસા માટે મને વેચી નાંખી કવિ.
કવિ અત્યારે હું કઈ જગ્યા પર કયા શહેરમાં છુ મને તે પણ ખબર નથી.એક રુમમાં મને પુરી રાખે છે.પણ ,કવિ તમે મારી પાછળ ગાંડા થવાનો પ્રયત્ન ન કરતા.મને શોધવાની કોશીષ હવે નહી કરતા મારા ભાગ્યમાં કદાસ એ જ લખ્યું હશે કવિ આ મોનીકા તમારી જ રહેશે કવિ જયા સુધી તેના શ્વાસ રહેશે ત્યાં સુધી
                                 લી.
                          તમારી  િપ્રયતમ 
                               મોનીકા 

કવિ પત્ર વાંચી ત્યાં જ રડી પંડયા ..!!
બીજું તો શું કરી શકે ..!!કવિ મનમાં વિચાર કરી રહ્યા હતા.
શું એક મા-બાપ વગરની દિકરીની જિંદગી આવી જ હશે...!શું તેના કાકાને જરા પણ દયા નહી આવી હોય ઘરની બહાર એક દીકરીને વેચી દેતા..પણ શું કરી શકે કવિ...!!

મોનીકાએ કવિને શોધવાનીના પાડી તો પણ કવિ એ મોનીકાએ બધી જ જગ્યા એ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે બધી જ જગ્યા એ નાકાબ રહ્યો તેને શોધવામા કવિ એ મોનીકાનુ કાકાનું ઘર પણ શોધયુ ..
પણ મોનીકાના કાકા અને કાકી અમેરીકા રહેવા માટે ચાલી ગયા હતા હવે આ દુનિયામાં કવિ શિવાય મોનીકાનુ કોઈ ન હતું મારી પાસે મોનીકાનુ સરનામું ન હતું તો પણ પહેલી વાર મારા જેવા મુખઁ માણસે જેણે પ્રેમની ખાતર સરનામા વગરનો પત્ર ટપાલ પેટીમાં નાંખ્યો મે મોનીકાને પત્રમાં લખ્યું ..
                                   
                                   પ્રિય  મોનીકા 
મે તને શોધવાની ઘણી કોશીષ કરી પણ હું તને ન શોધી શકયો મને માફ કરજે મોનીકા..!!પણ તુ યાદ રાખજે મોનીકા
તુ હજુ મને પ્રેમ કરે છે કદાસ મને ખબર નથી
તુ હજી મને ચાહે છે કદાસ મને ખબર નથી
તુ  હજી મને કદાસ રડાવે છે એ મને જાણ નથી પણ મારા એ કલાસમા મિત્રો આજે પણ તારા સમ આપી મને મનાવે છે.
                                                  લી.
                                                 કવિ

મોનીકા પત્ર પુરો થતા જ કોઈ રેલગાડીમાં બોલી રહ્યું હતું ....

"દાળ ધાણી બિસ્કીટ"
"દાળ ધાણી બિસ્કીટ
મારી આંખ ખુલી મે બારીની બહાર જોયું તો કોઈ જઈ રહયુ પણ તેનો હું ચેહરો ન જોય શકયો કદાસ તે જ મારી મોનીકા હશે..
સવાર પડી ગઈ હતી થોડી જ વાર હતી બોટાદ આવવાને હું થોડીવારમા જ સ્ટેશને આવી ગયો મારો ભાઈ મારી સામે જ ઊભો હતો મે અને મારા ભાઈ એ ઘર તરફ જવાનો રસ્તો પસંદ કર્યો .

આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો
હું ઝટપટ તૈયાર થઈને કોલેજ જવા રવાના થયો.

"હા 'તમને કહી દવ કે આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો" મને થતું શું હશે મારી કોલેજમાં કેવી હશે મારી કોલેજ ....,

કોલેજ જતા આજ ફરી વાર મોનીકાની મને યાદ આવી ગઈ ....

"એની પર કવિતા લખુ એવા મારી પાસે શબ્દ 
એનું ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી હવે.
કુદરતને કહ્યું ફરી બનાવ આવી સુંદરતા 
કુદરતે કહ્યું મજબૂર છું આવા સુંદર બીજા અંગ નથી" .....................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                             (લી-કલ્પેશ દિયોરા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED