કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૨)


ક્રમશ:(ભાગ_૨)

આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..
સામેથી કોઈનો અવાજ આવ્યો 
તે કોઈ સાથે વાત કરી રહી હતી..
હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..

તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..
હું આજ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો..
તે મારી નજીક આવી!
ઓહ!! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું  આ પુસ્તક..
હું મારા ઘરે પણ રાખું છું..
મે હકારમાં માથું ધુણાવયું.
તમને પણ પુસ્તક વાંચવું ગમે છે..
હા' મે તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..
મે પણ ..
ઓહ..!!!
અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે.
તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..
હા' કેમ નહી!!!

મે હા' કહી ને અમે બન્ને કોફીશોપ પર આગળ વધ્યા ..
પણ, તમે તામરુ નામ મને ન જણાવું ..
મોનીકા...!!!
સરસ નામ છે,પણ મને નથી ગમતું 
કેમ? 
આ જનરેશન પ્રમાણે ..
તે હસી..
હા, અને તમારુ નામ કલ્પેશ એમને..
મે કહ્યું ..હા!!
તમને કેવી રીતે ખબર પડી મારુ નામ?
કલાસમાં ઇન્ટ્ોડકશનમા  તમે બોલ્યા હતા..
ઓહો..!!!

તમે કોફી લેશો કે ચા?
કોફી ચાલશે!!

તમને પણ મારી જેમ જ કોફી પીવાની આદત લાગે છે..
'ના' બોવ નહી પણ કયારેક કયારેક...

ત્યાં જ સામેથી કોઈનો અવાજ આવ્યો મોનીકા!!
મોનીકા મારી સામે જ સ્મીત સાથે આવજો કહીને ચાલી ગઈ..

આજ વાર મંગળવાર હતો અને કૌશીકસરનો 
પ્રેકટીકલ હતો..

તેમના પ્રેકટીકલ અમારે ફક્ત સાંભળવાનું જ હોય..
કયારેક મોનીકા મારી સામું જોતી તો કયારેક હું પણ તેની સામે જોય મલકાતો ..

તેણે મારી સામે જોયું તેમણે એક ચીઠ્ઠી નો ઘા કર્યો મારી તરફ..
મે હળવે રહી તે ચીઠ્ઠી ખોલી..
તેમા સરસ શબ્દોમાં લખ્યું હતું 
'રસ જો મત'

પણ, મને એ ચીઠીમા રહેલ વાક્યનો અર્થ ના સમજાણો ..
પણ એ કાગળ ફેંક્યું એ પરથી મને કવીતા લખવાનું મન થયું ગયું .....

 " તમે ફેંકેલું એ કાગળ
               હૈયું મારુ વીંધી ગયું !
  હૈયાના સુતેલા દદઁ મીઠા
               ધીમે રહી જગાવી ગયું !
  તમારી તીરછી નજરના 
                સંદેશ મને એ દઈ ગયું !
  છાની છાની પ્રીત એ
                તમ પ્રીત જગાવી ગયું !
   રહયા ક્ષોભના બંધન 
                 તે ય એ છેદી ગયું !
   પડ્યો એ કાગળ હાથે વાગીને મને 
                કણ કણમાં વેરાય ગયું !
    નાનકડું  એ કાગળ 
                પ્રેમગાન ચીંધી ગયું!

એ કવિતા લખતા જ કૌશીકસરનો અવાજ બંધ થયો
હું કવિતા લખતો હતો ત્યારે મોનીકાનું ધ્યાન મારા તરફ જ હતું  ..

તે તરત જ મારા તરફ આવી!
હું કાગળને સંતાડવાની કોશીષ કરી રહ્યો હતો..
પણ' તેણે કાગળ મારા હાથ માંથી લઈ લીધો..
પણ' મે અટકાવી
કેમ!! કોની માટે છે આ?
થોડીવારમા તો કવિતા વાંચી પણ લીધી..
ઓહ!!
આપણા કલાસમા એક કવિ પણ છે એમને..
હું  'હા' જ બોલી શકયો..
મે આગળ વાત બદલતા કહ્યું તમે પહેલો કાગળ ફેંક્યો તેમા શું હતું ..

તેમા ઊલટું કરો?
ઓહ ...મત જો સર..!!

એમ કહીને તે હસવા લાગી જ્યારે તે હસતી ત્યારે તેના એ ચહેરા પરની ત્રણ ટીલડી બે ગાલ પર અને એક દાઢીની વચ્ચે એ ત્રણ ટીલડી તેના ચહેરાને ખીલેલા ગુલાબ જેવી કરી દેતી હતી..
જ્યારે તે ચાલતી હોય ત્યારે કોય માછલી દરીયામાં રમત કરતી ચાલતી હોય તેવું લાગતું હતું.
કયારેક કયારેક તેના પગની ઘુંઘરીનો અવાજ પણ મને સપનામાં ઊઠાડી દેતો હતો ..
તેના વાળ વાંકડિયા હતા પણ તેના ગોળ ચહેરાને લીધે શોભતા હતા...
હુ થોડીવાર વિચારમાં પડી ગયો ..
ત્યાં જ તે બોલી..!!
તો તમને પણ કવિતા લખવાનો શોખ છે એમને?
હા' નાનપણથી!!
ત્યારથી મોનીકા મને કવિ તરીકે બોલાવતી હતી..
કવિ તમે આમ ન કરી શકો ?
ચાલોને કવિ આપણે કોફી શોપ પર જઈએ..
ચાલોને કવિ આપણે કલાસ રુમમાં જઈએ..

.................................ક્રમશ
-kalpeshdiyora999@gmail.com