ક્રમશ:(ભાગ_૧૫)
અમે આજે શનિદેવ જવા નિકળ્યા.સોનલ અને હું સાથે જ હતા.સોનલ એક કલાકથી મારી સામે મધુર અવાજમા બક બક કરતી હતી કવિ તમે આમ ન કરી શકો કવિ આપણ હવે કયા જવાનું છે.કવિ તમે મને આજે પાણીપુરી ખવારવશો ને
કવિ બોલો ને કવિ બોલો ને....
મને એટલી નિંદર આવતી હતી કે સોનલને હું "હા" માંજ જવાબ આપી રહ્યો હતો.થાકના લીધે મારી કયારે આંખ મિચાઈ ગઈ એ મને પણ ખબર ન હતી.
શનિદેવના દશઁન કરી અમે બહાર નીકળ્યા
ત્યાં પણ મને એક વાત નવાઈ લાગી ત્યાં અેક પણ દુકાનને તાળું ન હતું. રાત્રે પણ માલિક વગર દુકાન ખુલ્લી જ રહે.એવું કહેવાય છે કે જે લોકો તે ગામમાંથી ચોરી કરે છે.તે આંધળા અથવા તો બહેરા થઈ જાય છે.
મે અને સોનલે મંદિર પાસે થોડીવાર બેસી બસમાં જવાનું પસંદ કર્યું .
આજની રાત્ર બસમાં વિતાવી કાલે અમારે માયાવી નગરી મુંબઈ જોવા જવાનું હતું .
આજુબાજુમા થોડી ઠંડીથી છુટકારો મળવી અમે મુંબઈ પહોંચ્યા.દરેકને એક વાર ઈચ્છા થાય આ માયાવી નગરી જોવાની મને અને સોનલને પણ ઈચ્છા હતી.
થોડીવાર રહી અમે મુંબઈની બજારોમાં ફરવા નીકળ્યા કોઈ જગ્યા એ અમીર લોકો તો કોઈ જગ્યા એ ગરીબ.ભગવાને શા માટે ગરીબ અને અમીર લોકો બનાવ્યા હશે. બધા જ ને અમીર બનાવ્યા હોત તો?
અથવા બધા જ ને ગરીબ બનાવ્યા હોત તો?
સોનલને મે સવાલ કર્યો.સોનલ થોડીવાર મારી સામે જોઈ રહી.ભગવાન દરેક મનુષ્યને સરખા જ બનાવે છે.પણ મનુષ્ય નક્કી કરે છે કે મારે કમઁ કરી અમીર બનવું છે કે પછી એક ખુણે બેસીને ગરીબ.
હા, સોનલ ...!!!!!
બસ ધીમે ધીમે આગળ જતી હતી હું અને સોનલ ગપસપ કરે જતા હતા.બસમાં બેસી અમે ગેટ ઓફ ઈન્ડીયા પહોંચી ગયા.ત્યા એક અદ્ભુત નજારો હતો.
તાજ હોટલ આતંકવાદીઓની યાદ અપાવી દેતી હતી
કોઈ દરિયો નિહાળી રહ્યું હતું તો કોઈ તાજ હોટલ
પાસે ફોટા પડાવી રહ્યું હતું તો કોઈ ઓબેરોય હોટલ પાસે ફોટા પડાવી રહ્યા હતા. તો કોઈ નાનકડા દૂરબીનથી દરિયાને નિહાળી રહ્યું હતું.હું સોનલને નિહાળી રહ્યો હતો અને સોનલ મને નિહાળી રહી હતી.
હું સોનલને નિહાળી તાજ હોટલને નિહાળી રહ્યો હતા
ત્યાં સોનલ મારી પાસે આવી.
કવિ મારે તમને એક વાત કરવી છે?
બોલને સોનલ શું વાત છે? મે કહ્યું.
કવિ હું તમને ઘણા દિવસથી આ વાત કહેવા માંગતી હતી.પણ હું તમને કહી નોહતી શકતી.
એવી તો શું વાત છૅ સોનલ કે તુ મને કેહતા ડરે છે.
કવિ હું તમને ચાહું છું....!!!
કવિ હું તમને પ્રેમ કરવા લાગી છું....!!!
કવિ હું તમારી બનવા માંગુ છું.
મને સોનલની આંખોમાં સ્પશઁ દેખાતું હતું કે તે મને પ્રેમ કરવા લાગી છે.કવિ તમે મારી વાતને આ દરિયામાં ફેંકી તો નહી દો ને.કદાસ તમે મારી વાતને ઠુકરાવશો તો હું આ દરિયામાં
જવાનું પસંદ કરીશ.હું ઘડીભર સોનલની સામે જોઈ રહ્યો.
મારે પણ એ જ તલાશ હતી કે શું સોનલ મને પ્રેમ કરતી હશે કે નહી. પણ આજ તેણે મારી સામે આવીને હિંમત કરી હતી કે કવિ હું તમને પ્રેમ કરુ છું હું કેમ તેને ના પાડી શકુ.
" અેક બાજીના બે રમકડા કોઈ જીતે તો કોઈ હારે.
પણ પ્રેમની બાજી તે સહથી ન્યારી
કા,તો બંને જીતે કાંતો બંને હારે"..!!!!
મે સોનલને ધીમે રહી સ્માઈલ આપી "હા" કહ્યું.
હા, પાડતાની સાથે જ તે મને તે વળગી પડી.
આજ તેના આલિંગનની એક અલગ જ સુગંધ હતી.
તે ભાનમાં નોહતી પણ હું થોડો ભાનમાં હતો.
થોડીવાર રહી મે તેને મારાથી અળગી કરી.
......................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)