collage day ak love story - 10 books and stories free download online pdf in Gujarati

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૦)


ક્રમશ:(ભાગ_૧૦)

કોઈએ લિઓના દોેૈદ વિન્ચીને પુછયુ હતું કે તમે નવોદિતાને વારસામાં શું આપવા ઇચ્છશો ?
તો તેમનો જવાબ હતો..
કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહી.પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિભઁયતાથી આગળ વધજો.
મારે તો મારી મોનીકાને પાછી લાવવાની હતી 
હું શા માટે હાર માનું .હુ કોઈથી શું કામને ડરુ.

#સફર..
કલાસમા કયારેક સોનલ મારી સામું જોતી તો કયારેક હુંપણ તેની સામું ત્રાસી નજર કરી જોઈ લેતો.કયારેક કયારેક મારી નજર અને સોનલની નજર એક થઈ જતી.ત્યારે એવું લાગતું  બે પ્રેમઓ સામ સામે પ્રેમની ભાષા કહી રહ્યા છે.

"નીરખી તેનું રુપ ચાંદ પણ 
હરખાય છે
બાગ કેરા ફુલ તેને જોઈને
કરમાય છે
પણ ઇશ્વરની આ કેવી 
વિચિત્ર કળા
કે બધાને શરમાવનારી
મને જોઈને શરમાય છે"

કેશા અને શ્વેતાએ મારી અને મોનીકાની થોડીઘણી વાત પણ સોનલને કરી હતી.
તો પણ મારે મોનીકાની વાત સોનલને કહેવી હતી.

આજ બુધવાર મટીને ગુરુવાર થયો હતો આ વાર જગતમાં ગુરુજીના વાર તરીકે ઓળખાય છે.આજ અમારે રજા હતી કોલેજમા.હું ગાડઁનમા બેઠો હતો આજુબાજુ કબુતર,ચકલી ચી..ચી...ચી ..મન્દ મન્દ અવાજ કરી રહ્યા હતા.હું પણ તેને ધ્યાનથી સાંભળતો હતો કયારેક કયારેક સ્કૂટરનો અવાજ તો કયારેક બસનો અવાજ મારા શરીરમા ગભરાટ અનુભવી દેતો હતો.

મારા કાને બસનો અવાજ પડ્યો મે બસ તરફ ધ્યાન ખેંચ્યું કોઈ બસમાથી ઊતરી રહ્યું હતું.
લાંબા વાકંડીયા વાળ ઝાંબલી ડ્ેસ  જાણે કોઈ પરી હોય તેવું મને લાગતું હતું.હળવે રહી મારી તરફ તેણે ધ્યાન કર્યું .મારી નજર પણ તેના તરફ પડી.એ મારી જ તરફ આવતી હતી.મને ખ્યાલ પણ ન હતો
તે મારી પાસે આવી મને કહ્યું હાય" કલ્પેશ"
તે બીજું કોઈ નહી પણ સોનલ જ હતી.
કેમ અહીં અત્યારે આ ગાડઁનમા ...!!
બસ અમસ્તા જ..!
તમે કેમ અહીંયા ?મે વળતો સવાલ કર્યો .
મારી ફે્ન્ડ આવે છે અહીંયા અમે બધા પિકચર જોવા જઈએ છીએ.ઓહ..એમ વાત છે.
તે મારી સાથે એમ વાત કરી રહી હતી જાણે અમે વરસો વષઁથી જાણતા હોઈએ..!!

સોનલે મને આજ સામેથી કહ્યું કે શ્વેતા અને કેશા કઈ તમારી વાત કરી રહ્યા હતા.
મને જાણ હોવા છતા મે પણ વાત છુપાવતા કહ્યું શું કઈ રહીયા હતા??કોઈ મોનીકાની વાત કરી રહ્યા હતા જેનો ચેહરો શાયદ મને મળતો આવે છે.
મે ધીરે રહીને હા' કહ્યું 
પણ એ કાં ગઈ...!!!સોનલે મને સવાલ કર્યો .
હું ઢીલો પડી ગયો તે જોયને એ પણ ગભરાઈ ગઈ.મે સોનલને મોનીકાની બધી જ વાત કરી .તેની આંખમાંથી પણ ધર ધર આંસુ પડવા લાગ્યા.પણ તે કઈ બોલીનો શકી...!
હું પણ ચુપ જ રહ્યો .

ત્યાં જ કોઈ સામેથી આવ્યું સોનલ અહીંયા શું કરે છે અમે તને કયારના શોધયે છીયે.
અને તુ અહીંયા બેઠી છે પીકચરનો સમય થઈ ગયો છે ..ચાલ ..ચાલ જલદી.આંખના આંસુ પીને  તે તેની ફે્ન્ડ સાથે નિકળી ગઈ પણ જતા જતા તેમણે મારી બાજુ ફરી બે વાર સામું જોયું .

હુંઆજ ખુશ હતો કેમકે હુ જ્યારે સોનલને મળતો ત્યારે મને એમ થતું  કે હું મોનીકાને મળી રહ્યો છુ.હું મોનીકા સાથી વાત કરી રહ્યો છુ.મને સોનલતો દેખાતી જ ન હતી.મને મારી મોનીકા જ દેખાતી હતી

હવે તો હું અને સોનલ દોસ્ત બની ગયા હતા
કોલેજમા પણ અવારનવાર મળવાનું થતું.
અને અમે બંને મન ભરીને વાતો પણ કરતા.
આજ વેલન્ટાઈન ડે હતો આજ લોકો તેની પ્રેમીકાને ગુલાબ આપી ખુશ કરવાનો દિવસ હતો.એવું નથી વેલન્ટાઈનના દિવસે તમારી પ્રેમીકાને ગુલાબ આપી ખુશ કરો
તમારા મનપસંદ દોસ્ત તમાર માતા-પિતાને પણ ગુલાબ આપી ખુશ કરી શકો.મારે તો આજ મારી સોનલને ગુલાબ આપી ખુશ કરવાની હતી.મે કોલેજમા પવેશ કર્યો .
મારા ફે્ન્ડ એકબીજાને કહી રહ્યા હતા હેપી વેલન્ટાઈન ડે. મે પણ બધાને કહ્યું હેપી વેલન્ટાઈન ડે.

સંદિપ મારી સામે જોયને કહ્યું ..!!
ભાભી માટે ગુલાબ લાવ્યો કે નહી...!!

શું ..!!!મે પણ છુપાવતા કહ્યું .

ગુલાબ..!!!
બીજું તો શું હોય..અરે હા કેમ નહી.
પણ, અત્યારે નહી હમણાં અેમ કહી મે વાત ટાળી.હું કલાસમા ઉપર ગયો કલાસમા અત્યારે સોનલ, ડિમપ્લ અને હેતવી હતી.
શું વાત છે કલ્પેશ આજ વહેલા હેતવી એ મને કહ્યું .સોનલની મારી સામે જ નજર હતી તે ઘડી ભર નજર જુકાવી જતી હતી.
ડિમપ્લ અને હેતવી મારી સારી એવી ફે્ન્ડ હતી મે વિચાર કર્યો  અહીંયા જ સોનલને ગુલાબ આપી દવ.

"એની આંખોમાં મને પ્રેમ દેખાતો હતો
પણ' મારા પ્રેમના પાઠ હજી અધુરા હતા.
તેની એક નજરમાં એવી તો તાકાત હતી.
પણ' મારી એ નજર પહેલી નજર હતી.
હું ચાહું છું તને ચાહે છે તું
આટલું કેહવું એ કયા સહેલું હતું "
..................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                         (લી-કલ્પેશ દિયોરા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED