Pratishodh - 13 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ભાગ - 13

         " રઘુભાઈ છોટુ એ સલીમ નું કામ તમામ કરી નાખ્યું." ઉસ્તાદે રઘુભાઈ ને કહ્યું
         " સરસ ઉસ્તાદ હવે આપણું કામ બન્યું જ સમજો." ઉસ્તાદ ની વાત સાંભળી રધુ બોલ્યો. 
         " રઘુભાઈ તમારા બોમ્બ તૈયાર છે." જેકોબે ઉપર આવતા રઘુભાઈ ને કહ્યું
         " વેલડન જેકોબ અને બીજા 3 નું શું થયું?" રધુ એ ખુશ થતા જેકોબ ને કહ્યું.
         " ૬ કલાકમાં વાયરસની એ મિસાઇલસ તૈયાર થઈ જશે." રઘુ ને જવાબ આપતા જેકોબ એ કહ્યું
         " ઉસ્તાદ માણસો તૈયાર કરો બોમ્બ ફીટ કરવા માટે અને ગાડી તૈયાર કરાવી દો." રધુ એ ઉસ્તાદ ને હુકમ કરતા  કહ્યું. રઘુ એ માણસો જોડે બોમ્બ ગાડીમાં લોડ કરાવ્યા અને માણસોને બોલાવીને ક્યા ક્યા ફિટ કરવાના છે તે સમજાવી ને જવા માટે  કહ્યું. રધુ ના માણસો નીકળી ગયા હવે રઘુ ને બસ ઇન્તેઝાર હતો તો ફક્ત બોમ્બ બ્લાસ્ટ ના સમાચાર નો, રઘુ એ દારૂ મંગાવ્યો તે બેસીને ફક્ત દારૂ પીતા પીતા સમાચારની રાહ જોતો હતો. સવારના છ વાગી રહ્યા હતા બોમ્બ બ્લાસ્ટ  થવાના હવે માત્ર અડધો કલાક ની વાર હતી.
          " બસ 15 મિનિટ પછી આપણું અડધું કામ પૂરુ." રઘુ બોલ્યો અને હસવા લાગ્યો. હજુ થોડી જ વાર થઈ હશે સમાચાર સાંભળીને રઘુ ના હોસ ઉડી ગયા. સમાચારમાં બતાવી રહ્યું હતું કે શહેરમાંથી સાત અલગ અલગ જગ્યાએથી બોમ્બ મળી આવ્યા છે, સમયસર જાણ થતા તમામ બોમ્બ ને ડીફ્યુઝ કરી દેવામાં આવ્યા છે, શહેરને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થી બચાવી લેવામાં આવ્યું છે.
          " આ બધું કેવી રીતે થયું, ઉસ્તાદ પોલીસ ને કેવી રીતે જાણ થઇ આ વાત તો કોઈને ખબર પણ નહોતી, આપણી બનેલી બાજી બગાડી દીધી." રધુ એ પોતાનો પ્લાન ફેલ થતો જોઇ ગુસ્સે થતા બોલ્યો. રધુ ને પરેશાન થતો જોઈ ખુશી અને મેવાડા હસવા લાગ્યા, રઘુ વધુ ગુસ્સે થયો. તેણે મેવાડા તથા વિશાલ, અમર અને કિશન ને મારવાનું શરૂ કર્યું, એ લોકોને માર્યા પછી પણ રઘુ નો ગુસ્સો શાંત થયો નહિ તેણે ઉસ્તાદ ને કહ્યું.
          " ઉસ્તાદ પેલી છોકરી ને અહી લાવો, આજે હું એની ચરબી ઉતારી દઉં." રઘુ એ ઉસ્તાદને ખુશી તરફ ઈશારો કરતા કહ્યું. ઉસ્તાદ ખુશી ને પકડીને રઘુભાઈ ની નજીક જોર-જબરદસ્તી લાવ્યો ખુશી છૂટવા માટેનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તેનો પ્રયત્ન નિરર્થક હતો. રઘુ એ ખુશીના વાળ પકડી જોરથી ખેંચ્યા, વાળ પકડવાથી પીડાના કારણે ખુશી ની આંખ માંથી પાણી નીકળતું હતું તેના મોઢામાંથી ચીસ પણ નીકળી ગઈ, રઘુ એ ખુશીને નીચે પટકી રધુ એ ખુશી ને બે થપ્પડ ચોડી દીધા, પછી રધુ ખુશી સાથે જોર-જબરદસ્તી કરવા લાગ્યો એણે ખુશી ના ડ્રેસ ની બાયો ફાડી નાખી.
          " હરામ ખોર તને ભગવાન પણ નહીં છોડે તું એને છોડી દે નહિતર તને જીવતો નહી છોડું." મેવાડા  એ રઘુ ને કહ્યું. રઘુ એ મેવાડા ની વાત પર ધ્યાન ન આપ્યું, તેણે ખુશી નો હાથ પકડી મરડી નાખ્યો ખુશી એ જોરથી ચીસ પાડી.
         " હું પણ જોઉં છું કે તને કોણ બચાવે છે." રઘુ એ ગુસ્સે થઇ ને ખુશી ને કહ્યું. રઘુ અત્યારે હેવાન બની ગયો હતો તે શું કરી રહ્યો છે એનું પણ તેને ભાન નહોતું, તે ખુશીને પોતાની હવસનો શિકાર બનાવવામાં માંગતો હતો. તે જેવો ખુશી ની નજીક ગયો એવું જ એક ખંજર બારીનો કાચ તોડીને સીધું જ રધુ ના જમણા ખભા પર ઘુસી ગયું ખંજર લગભગ 4 ઈંચ જેટલુ અંદર ઘુસી ગયુ હતું, રઘુ દર્દ ના કારણે ચીખી હ્યો હતો. 
           " કોણ છે આ કે જેણે આ દુસાહસ કર્યું છે." રઘુ દર્દ થી પીડાતા બોલ્યો. કોઈને કંઈ જ ખબર નહોતી કે એ ખંજર ક્યાંથી આવ્યું. રઘુ ને ચક્કર આવી રહ્યા હતા ઉસ્તાદે રઘુ ને પકડી ને ખુરશી પર બેસાડયો. "ધડામ" કોઇ વસ્તુ ને પછડાવા નો અવાજ આખા હોલ મા ગુંજી ઊઠ્યો. બધાની નજર બંગલાના મેઈન દરવાજા તરફ ગઈ કોઇ દરવાજો તોડી ને અંદર આવી રહ્યો હતો, એ વ્યક્તિને અંદર પ્રવેશતો જોઇ ત્યા હાજર બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેમકે જે વ્યક્તિ અંદર પ્રવેશી રહ્યો હતો તે બીજું કોઈ જ નહીં પણ કરન હતો. કરનને જીવતો જોઈને ખુશી ખૂબ જ ખુશ હતી, મેવાડા અને કરનના  મિત્રો પણ એને જોઈને આનંદિત થઈ ગયા.
            મને જોઈને રઘુ ના માણસો એ મારા પર હુમલો કર્યો, પણ એમને હુમલો કરતા જોઈ હું તરત જ હરકતમાં આવ્યો જેવો એ લોકોએ મારા પર હુમલો કર્યો હું ત્યાંથી ખસી ગયો, એ લોકો નીચે પડ્યા ફરી પાછા ઊભા થઈને મારા પર હુમલો કર્યો, 1 જણે મને પાછળ થી પકડ્યો બે જણાએ મને બંને બાજુથી પકડ્યો અને એક વ્યક્તિ સામેથી મને મુકકા મારવા લાગ્યો હું જલ્દી જ સ્વસ્થ થયો જેવો સામે વાળો વ્યક્તિ મને લાત મારવા ગયો હું નીચે નમી ગયો એની લાત મારી પાછળ ઉભેલા વ્યક્તિને વાગી જેથી એની પકડ ઢીલી થઈ ફરી વખત તે મને લાત મારવા ગયો પણ આ વખતે તે મને લાત મારે તે પહેલાં જ તેના પર ઉપરાઉપરી લાતો વરસાવી દીધી જેથી ઘાયલ થઈને પડ્યો પછી મારી બંને બાજુથી પકડેલા બંને માણસો પર વાર કર્યો અને એ બંને ને ઘાયલ કર્યા.
            આવા હુમલાનો એમને કોઈ જ અણસાર નહોતો એટલે એમની પાસે હથિયાર પણ નહતા એ મારા માટે લકી સાબિત થયુ. મે રઘુના માણસો ને પલટ વાર કરવાનો ટાઇમ જ ન આપ્યો. હું ધીરે ધીરે આગળ વધ્યો સામે એક વ્યક્તિ હાથમાં ચક્કુ લઈ મારી તરફ આવી રહ્યો હતો, મે મારી બાજુમાં ટેબલ પર પડેલું પોટ ઉઠાવી તેના માથા પર માર્યું જેથી તે ઘવાઈ ને નીચે પડ્યો. હું રધુને બેસાડયો હતો તે ખુરશી તરફ ગયો એક જોરદાર મુક્કો એના મોં પર માર્યો અને એના ખભા પર પડેલા ખંજર ના ઘાવ ઉપર મારી આંગળી મુકીને દબાવી ઘાવ ઉપર આમ ફરી થી વાર થતા તે કણસી ઉઠયો તે દર્દ ના કારણે ચીસો પાડી રહ્યો હતો.
           " છોડી દે રઘુભાઈ ને નહીંતર તારી આ માશુકા નું નામોનિશાન નહી રહે." હું રઘુ પર ફરી હુમલો કરવા જ જતો હતો કે ઉસ્તાદે મને રોકતા કહ્યું તેણે ખુશી ના ગળા પર ચપ્પુ રાખ્યું હતું.
           " તુ ખુશીને છોડી દે એને કંઈ જ ના કરતો તુ જે કહીશ તે હું કરવા માટે તૈયાર છું." મે રઘુથી દુર થતા ઉસ્તાદ ને કહ્યું. જેવો હું રઘુ થી દુર ખસ્યો એવા જ તેના માણસો એ મને પકડી ને બાંધી દીધો. મારા મા જાજી તાકાત નહોતી કેમ કે મારુ લોહી ઘણુ વહી ગયું હતું,  અત્યાર સુધી લડ્યો કેમકે મારે ખુશીને બચાવવી હતી પણ હવે હું અસમર્થ  છું એમ મને  લાગતું હતું. હવે તો ભગવાન કોઈ ચમત્કાર કરે તો જ અમે બચી શકે તેમ હતા. મેવાડા ખુશી ને ઈશારો કરીને કંઈક કહેવા માંગતા હતા, ખુશી સમજી ગઈ કે મેવાડા શું કહેવા માંગે છે, અત્યારે ઉસ્તાદ રઘુ આસ્વસ્થ હોવાને લીધે તેને ઘા ઉપર પાટાપીંડી કરી રહ્યો હતો તેનો લાભ લઈ મેવાડા એ ખુશીને તેની પાસે પડેલું ખંજર તેને આપવા માટે ઇશારો કરતાં કહ્યું, ખુશીએ તરત જ બાજુમાં પડેલું ખંજર ઉઠાવીને મેવાડા ને આપ્યું.
            " બોસ મિસાઈલ રેડી છે." જેકોબ ઉપર આવતા રઘુ ને કહ્યું
            " એક વાર ફેલ થયો તો શું થયું હજી આપણો બીજો વાર બાકી છે જેકોબ કરી દો મિસાઈલ્સને લોડ." રઘુ એ જેકોબ ને કહ્યું અને હસવા લાગ્યો અને મેવાડા ને કહ્યું. " હું પણ જોઉં છું કે હવે મને કોણ રોકે છે મેવાડા." આદેશ મળતાં જેકોબ મિસાઈલ લોડ કરવા માટે જાય છે, આ બાજુ મેવાડા ખંજર વડે દોરડું કાપી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો છે. રઘુ નું ધ્યાન મિસાઈલ લોડ કરવામાં હોવાનો ફાયદો ઉઠાવી મેવાડા કિશન,  અમર, વિશાલ અને મને છોડાવી દે છે.
           " તમે લોકો અહીં સંભાળો હું અને મેવાડા સર જેકોબ ને રોકવાનો પ્રયત્ન કરીએ." મે વિશાલ ને કહ્યું અને હું અને મેવાડા જેકોબ ને રોકવા માટે નીચે ગયા. નીચે ઉતરતાની સાથે જ 2 પહેલવાન જેવા માણસો અમારી સામે આવીને ઊભા રહ્યા.
           " હું આમને સંભાળી લઈશ તું જઈને જેકોબ ને રોકવાનો પ્રયાસ કર." મેવાડા  એ મને કહ્યું અને તે બંને પહેલવાનો જોડે લડવાનું શરૂ કર્યું હું તરત જ એ તરફ આગળ વધ્યો.
             આ બાજુ વિશાલ, અમર, કિશન અને તાવડે ઉપર ઉસ્તાદ અને તેમના માણસ જોડે લડી રહ્યા હતા. મેવાડા બંને પહેલવાન જોડે ઝઝૂમી રહ્યા હતા. મને લાગ્યું કે જો આમ જ મેવાડા માર ખાતા રહેશે તો મેવાડા ના 5 જ મિનિટમાં રામ રમી જશે, હજી જેકોબ મિસાઈલ મા કોર્ડ નાંખી  રહ્યો હતો. મેં વિચાર્યુ કે જેકોબ ને હજુ પંદર-વીસ મિનિટ થશે, એને પછી રોકીશ પહેલા મેવાડા ની મદદ કરું. હું પાછો ફર્યો બાજુમાં પાઇપનો ટુકડો પડ્યો હતો,  મેં તે  ઉઠાવી લીધો અને આગળ વધ્યો અને જઈને એક પહેલવાન ના માથા પર માર્યો, પાઇપનો ટુકડો વળી ગયો મને એમ કે પહેરવાના રામ રમી ગયા પણ તે મારી તરફ આગળ વધ્યો તે ગુસ્સામાં હતો મતલબ કે પહેલવાનને કઈ અસર થઈ નહોતી ઊલટાનો એ વધુ ક્રોધે ભરાયો. હું જેમ તેમ કરી તેનાથી બચો પરંતુ તે પહેલાં એ મને એક હાથે ગરદન થી પકડી ને ઉંચો કર્યો મારો શ્વાસ રુંધાવા લાગ્યો મને એમ કે હવે મારા રામ રમી ગયા પણ એકાએક પહેલવાનની પકડ ઢીલી થઈ અને હું છૂટી ગયો, મેં આંખો ખોલીને જોયું તો વિશાલ નીચે આવી ગયો હતો અને તેણે પહેલવાનના પેટમાં ખંજર ઘુસાડી દીધું હતું જેના કારણે હું મુક્ત થયો હતો. પહેલવાન ખંજર નીકાળી અમારી તરફ આગળ વધ્યો જાણે તેને કંઈ થયું જ ન હોય.
           " યાર કરન આને તો કંઈ અસર જ નથી થતી જલ્દી કંઈક કર નહિતર આ આપણું કામ તમામ કરી દેશે." વિશાલે મારી સામું જોતા કહ્યું
           " હું શું કરું? કેવી રીતે મારવો મને એ જ નથી સમજાતું." મેં વિશાલ ની સામે જોતા કહ્યું. વિશાલ કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અચાનક વિશાલ ના હાથમાં કંઈક આવ્યુ. 
            " મળી ગયો રસ્તો કરન." વિશાલે મારી તરફ વાયરનો એક છેડો ફેંકતા કહ્યું. મને સમજતાં વાર ન લાગી કે વિશાલ શું કરવા માંગે છે તરતજ અમે પહેલવા ને નીચો પાડી વાયરથી એનું ગળું દબાવ્યુ, અડધી જ મિનિટમા તે પહેલવાન ના હોશ ઉડી ગયા. 
            " કરન તું જેકોબ ને રોકવાનો પ્રયત્ન કર હું અને મેવાડા બીજા પહેલવાનને સંભાળીએ છીએ." વિશાલે મને કહ્યું અને તે બીજા પહેલવાન તરફ આગળ વધ્યો. હું જેકોબ ને રોકવા માટે આગળ વધો પણ રઘુ વચ્ચે આવ્યો. મારે રઘુ જોડે ખુશી નો બદલો લેવો હતો મને ચાન્સ મળી ગયો. 
            " રઘુ તે ખુશીને કિડનેપ કરીને લાઈફની સૌથી મોટી ભૂલ કરી છે જો તે એને કિડનેપ ના કરી હોત તો તારું કામ થઈ ગયું હોત પણ તે તારા પગ પર કુહાડી મારી છે." મે રઘુ ની  સામે ગુસ્સા ભરી નજરે જોઈ ને કહ્યું. રઘુ એ મારા પર ફાયરિંગ કર્યું હું નીચે ઝૂકી ગયો જેથી તેનું ફાયરિંગ બેકાર ગયું, મેં મોબાઈલ કાઢી સીધો જ રઘુ એ બંધુક પકડેલા હાથ પર માર્યો જેથી બંધુક તેના હાથમાંથી છૂટી ગઈ, પછી મેં રઘુ પર હુમલો કર્યો,  મે પહેલા તો રઘુ નો હાથ મચકોડી દીધો પછી રઘુ નો પગ પકડી એના પર કૂદકો માર્યો કૂદકો મારવા થી હાડકુ ભાગવા નો અવાજ આવ્યો. રઘુ દર્દ ના કારણે જોરદાર બૂમો પાડી રહ્યો હતો હું તરત જ જેકોબ તરફ આગળ વધ્યો. 
            ઉપર તાવડે અને ઉસ્તાદ લડી રહ્યા હતા, અમર અને કિશન ખુશી અને અન્ય છોકરીઓને લઈને સેફ જગ્યાએ નીકળી ગયા હતા. જેકોબ ને રોકવા એની નજીક ગયો એને ધક્કો મારી સાઈડમાં કર્યો, અને મિસાઈલ્સને રીસેટ કરવા લાગ્યો, અચાનક મારી પીઠ પર કંઈ કુચતુ હોય એવું લાગ્યું મેં પાછળ ફરી જોયું તો જેકોબે મારી પીઠ પર કાચનો ટુકડો ઘુસાડી દીધો હતો. જેકોબે મને ઊંચો કરી દૂર ફેંકી દીધો અને મિસાઈલ્સને સેટ કરવા લાગ્યો. આ બાજુ વિશાલ અને મેવાડા એ બીજા પહેલવાનને પણ ઉપર પહોંચાડી દીધો, જેકોબે મિસાઈલ્સને એક્ટિવેટ કરી નાખી હતી, વિશાલ મારી પાસે આવીને મારી પીઠ પર થી કાચ નીકાળી દીધો. તાવડે નીચે આવ્યો એણે રઘુ ને પકડી ને બાંધી દીધો,  મેવાડા એ જેકોબ ને મારીમબેહોશ કરી દીધો. મિસાઈલ્સ લોન્ચ થવાની માત્ર 5 જ મિનિટ બાકી હતી. 

(ક્રમશઃ) 
 
નોંધ :-
     મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે કુટુંબીજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.  

Facebook :- kalpesh Prajapati kp
           

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED