રીયલ એસ્ટેટનું રિયલ મિરર Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીયલ એસ્ટેટનું રિયલ મિરર

અમદાવાદ - ગાંધીનગર હાઇવે - રાજમાર્ગથી બંકીમ પોતાની કાર ડ્રાઇવ આગળ વધી રહેલો. ભીડભાંડ ના એરિયામાંથી નીકળીને હવે મેહસાણા હાઇવે તરફ ગાડી આગળ વધી રહી હતી એ ઊંડા વિચારોમાં સરકી જઈને યંત્રવત.કાર હંકારી રહેલો એની કોઈ દિશા નક્કી નહોતી કે કઈ તરફ જઇ રહ્યો છે બસ ગાડી ફૂલ ઝડપે દૌડી રહી છે. આમને આમ કલોલ-છત્રાલ વટાવી એ મેહસાણા તરફ આગળ વધી રહ્યો છે. એના મનમાં 15-20 વર્ષના એનાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકેનાં વ્યવસાયમાં ઘણી લીલી સૂકી જોઈ લીધી છે. ઘણા પૈસા કમાયો ઘણાં ગુમાવ્યાં છતાં એની લાઇનમાં એ એક સફળ,બાહોશ અને પ્રમાણિક બ્રોકર ગણાતો.

આજે સવારે પરોઢે ઊઠીને ખબર નહીં કેમ શું ભૂત ભરાયું ઉઠી નહાય ધોઈ પરવારી સેવા રૂમમાં દર્શન કરી આશીર્વાદ લઇને ઘરમાં કહ્યું એક અગત્યની ડીલ માટે વહેલાં જવનું છે મારી કોઈ ચિંતા નાં કરશો જો મારે આવવામાં વહેલું મોડું થાયતો. ઘરનાં પણ એમના વ્યવસાય ની રીતરસમ જાણતાં હતાં ક્યારેક ખૂબ વહેલાં જવું પડે ક્યારેક રાત્રે ખૂબ મોડું પણ થઈ જાય અને ક્યારેક તો મોટી ડીલ હોયતો બે દિવસે પાછા અવાતું એટલે આજે પણ કોઈને કોઈ નવાઈ નાં લાગી અને એમને સાથે થરમોસ અને પાણીનો જગ આપીને વિદાઈ કર્યા.આમ બંકિમ સવારથી પોતાની કાર લઇને કોઈ લક્ષ્ય અને ડીલ વિનાંજ આજે કોઈ વિચારોથી અગમ્ય ડીલ કરવા આજે સવારથી ઘરેથી નીકળી ગયો.

સમય પસાર થતો જતો હતો અને આમ મહેસાણા શહેર પણ પસાર થઈ ગયું ઊંઝા-સિધ્ધપૂર-પાલનપુર બધું પસાર થઈ ગયું પછી એની વિચારમાળા ભંગ થઈ અને જાણે ભાનમાં આવ્યો હોઈ એમ એને આસપાસ નજર કરી ત્યારે એને ખ્યાલ આવ્યો ...જિંદગી..આ પ્રોફેશનલ જિંદગીની સફર આમ ને આમ જાણે બંધ આંખે પસાર થઈ ગઈ ? ડ્રાઇવ કરતાં કરતાં હું એવો વિચારમાળામાં પરોવાયો કે છેક આટલે પહોંચી ગયો? ૪ થી ૪.૫ કલાકનું ડ્રાઇવ જાણે એક સેક્ન્ડ્માં કર્યું એવો અનુભવ ? વિચારતંદ્રાઓ એ મને એવો કેવો જકડી રાખ્યો કે હું આમ સાવ જ ખોવાઈ ગયો? પરમાત્માએ મારાં ભાગ્યમાં શું લખ્યું છે.મને લાઇન સૂજી અને કોઈના સંપર્કથી આ લાઇન હાથ લાગી સામાન્ય અનુભવે આગળ વધતો ગયો અને ક્યાંથી ક્યાં પહોંચી ગયો? હું સાચેજ ઇચ્છતો હતો ત્યાં પહોંચી ગયો ? એમ બંકિમ યાદોની સફરે ઉપડી ગયો હતો ....

બંકીમે હાઇવેપર એક ખેતરમાં શેઢે જેની બાજુમાં પાણીની નહેર જતી હતી એની બાજુમાં ગાડી છાંયે પાર્ક કરી. પોતે થરમોસમાંથી ચા કાઢીને પીધી પછી વાતાવરણની તાજગીથી આકર્ષાઇને ગાડીમાંથી મેટ કાઢી નહેરનાં ઢોળાવ પર પાથરીને બેસી ગયો. ખળખળ વહેતું નહેરનું પાણી જોઇ રહ્યો અને વહેતાં પાણી સાથે પોતાની યાદોની સફર તાજી કરી રહ્યો.........

પાન પાર્લર, ચાર રસ્તાનાં ખૂણે આવેલો ગલ્લો એનાં માલિક યદુરામ શર્મા, સવારમાં ગલ્લામાં રહેલાં નાનકડાં મંદિરમાં દીવો અગરબતી કરીને બધાં ક્પુરી, બનારસ, બંગલા, કલકતી પાનનાં ડીટાં કાપીને તૈયાર કરી ભીનાં કપડામાં વીંટીને મૂક્યા પછી સેવર્ધન સોપારીનો ચૂરો મોટાં સુડાથી કાપી રહ્યા હતાં અને હું પહોચ્યો. શર્મા પાન પાર્લર મારી કેરીયરની અધોષિત ઓફીસ.. સવારે ધરેથી નાહી ધોઇ પરવારીને પહેલાં દર્શન શર્માજીના થતાં ત્યાં હાથ લાંબો કરીને 120/300 નાં મસાલા બંધાવાનાં નિયમ કરેલો રોજનાં ફક્ત 3 જ ખાવાનાં. શર્માજી ખૂબ સરસ માણસ, સવારે આપણને મસાલા આપી જયશ્રી રામ કહીને સંવાદની શરૂઆત કરતાં પછી ધીમે રહીને કેલેન્ડરથી સીગરેટનાં ખાલી ખોખાને ફાડીને બનાવેલી યાદીમાં મારો મસાલાનો એકાઉન્ટ લખી રાખતા. મારે ખાતું ચાલતું દર મહિને હિસાબ કરી લેતો.

મને મળવા આવનારને પણ કહી દેતો શ્યામલ ચાર રસ્તા શર્મા પાન પાર્લર પર આવી જ્જો. ત્યાં મળીશું કોઇ સમાચાર સંદેશ, કાગળ કંઇપણ આપવા લેવાનું હોય તો સરનામું શર્મા પાન પાર્લર, આમ મારા બ્રોકીંગનાં ધંધાની શરૂઆતની ઓફીસ અને સરનામું શર્મા પાન પાર્લર હતું.

અરે બંકીમભાઇ આપકે લીયે કોઇ એડ્રેસ ઔર ફોન નંબર દે ગયે હૈ, બોલે ઉનકા નંબર નહીં લગ રહા આપ જરા ઉન્કો મેસેજ દે દેના લો જી આપકા યે કાગજ. એમણે પાનવાળા કાથાવાળા લાલ હાથ લૂછી એક કાગળ આપ્યો નંબર મેં બોલીને મારાં મોબાઇલથી ફોન કર્યો. બોલો હું બંકીમ દેસાઇ આપ કોણ ? સામેથી જવાબ આવ્યો અરે હાં બંકીમભાઇ તમે રીયલ એસ્ટેટનું કરો છો ને ? બંકીમે કહ્યું "હા આપ કોણ બોલો છો ?" "હું જગદીશ ઝવેરી બોલુ છું મને તમારો રેફરન્સ મારા એક મિત્રએ આપ્યો છે. તમારા ડીલ ખૂબ ચોખા અને વિશ્વાસુ હોય છે એવા અભિપ્રાય મળવાથી તમારો સંપર્ક કર્યો છે તમે મારી ઓફીસે આવી શકો ? થલતેજ ચાર રસ્તા પાસે મારી ઓફીસ છે તો તમે ક્યારે મળી શકો.. મેં તરત જવાબ આપેલો." "તમે જ્યારે કહો ત્યારે એમણે કહ્યું" "તો તમે અત્યારે આવી શકો ? પછી મારે મારાં આર્કીટેક્ટ સાથે સાઇટ પર જવાનુ છે. એમણે થલતેજની ઓફીસનું સરનામું સમજાવ્યુ અને હું ઉત્સાહ ઘેલો થઇને શર્માજીને આવું છું કહી બાઇકને કીક મારી દીધી..."

......

બંકીમ અચાનક જ આ વ્યવસાયમાં આવી ગયેલો. ગ્રેજ્યુએશન કર્યા પછી આગળ શું કરવુ એનાં વિચારોમાં હતો એમાં સાથે કોલેજમાં ભણતાં છોકરાનાં પિતાએ શહેર નજીકનાં ગામની એટલે કે બોપલમાં ખેતરની જમીન વેચવા કાઢેલી. એ અરસામાં જમીનોમાં ભાવ ઘણો વધી રહેલાં ગામડાઓ તૂટીને શહેરમાં ભળવા માંડેલાં હજી અમદાવાદની વસ્તી આંબાવાડીથી ખાસ આગળ વધી નહોતી ધીમે ધીમે વિકાસ થઇ રહેલો. બંકીમ કોલેજ પત્યા પછી અચાનક આ મિત્રને મળી ગયો. કોલેજમાં સાથે હતો ત્યારે આ રમેશનાં કોઇ ઠેકાણાં રહોતાં. પાસે વાપરવા પૈસા ના હોય બધાં પાસે ઉધારી ચાલે અને છ મહિના પછી મળ્યો ત્યારે એનાં દીદાર જ ફરી ગયેલાં મોટી ગાડી, તથા બ્રાન્ડેડ કપડાં હાથમાં સોનાની ચેઇન ઇમ્પોર્ટેડ ગોગલ્સ થોડો સમય બંકીમ તો એને જોતો જ રહ્યો કે આ પેલો જ રમેશીયો છે.

ચશ્મા ઉતારી રમેશે એની સામે જોતાં કહ્યું "હાય બંકીમ હું એજ છું ભાઇ શું ડાફોળીયા મારે છે ? બંકીમે ક્યું ભાઇ લોટરી લાગી છે કે શું? આમ તને ઠાઠમાઠમાં જોઇને આશ્ચર્ય તો થાય જ ને ? રમેશ કહે બાપુ આપણે બિલ્ડર બની ગયા છીએ. મારી જમીનમાં સ્કીમ મુકાય છે અને મોટું બિલ્ડર ગ્રુપ ભાગીદારીમાં છે. કોઇવાર આવજે ઓફીસે શાંતિથી વાત કરીશું બંકીમ કહે કોઇવાર શું આજે જ વાત કરને" સારી વાતમાં મૂહૂર્ત જોવાનું ? રમેશ કહે અત્યારે મારે બીજુ કામ છે પછી મળજે તે લે આ મારો નવો મોબાઇલ નંબર અને એડ્રેસ કાર્ડ આપી સ્ટાઇલ સાથે નવી નક્કોર કાર સાથે નીકળી ગયો. બંકીમ એને જતો જોઇ જ રહ્યો એને ક્યું આ લાઇનમાં પૈસો છે બોસ.

બેચાર દિવસ માંડ ગયાં હશે અને બંકીમ બાઇક લઇને રમેશે આપેલા એડ્રેસ પર પહોંચી ગયો. મોટી એરકન્ડીશન ઓફીસ સાઇટપર બનાવે ત્યાં બનાવેલી જઈને રમેશ માટે પૂછ્યું. "અંદર બેઠેલાં કોઇ રૂઆબદાર અને તોછડા માણસે ક્યું" આ કાર્ડ તમને રમેશે આપ્યું ? બંકીમે ક્યું "હા હું એની સ્કીમ જોવા આવેલો" એ માણસે ક્યું "તું શું કામ કરે છે ? બંકીમ કહે" કંઇ નહીં હમણાં થોડા સમય પહેલા કોલેજ પુરી કરી નોકરી શોધું છું રમેશ મળેલો કહે મારી ઓફીસે આવજે પેલાએ રૂઆબમાં ક્યું "આ સ્કીમ અમે મૂકી છે રમેશનાં બાપા પાસેથી જમીન ખરીદી છે. તારે કામ જોઇએ તો અહીં સ્કીમનાં પેમ્ફ્લેટ બ્રોસર છે લેતો જા અને ફલેટ માટે ઘરાક લઇ આવ તો તને દલાલી/કમીશન આપીશું. બાકી રમેશ આમાં કોઇ પાર્ટનર બાર્ટનર નથી. બંકીમનું મોં આશ્ચર્યથી પહોળું થઇ ગયું આટલું મોટું સફેદ જૂઠ? પણ આ બાજું નીકળેલો એટલે બોપલથી શરૂ કરી સેટેલાઇટ જોધપુર વસ્ત્રાપુર બધે નવા નવા મકાનો સ્ક્રીમો બધું જોઇને આશ્ચર્ય પામી ગયો એને થયું મારા રાયપુરનાં મકાનથી તો ક્યાંથી ક્યાં અમદાવાદ આગળ વધી ગયું છે. અને શ્યામલ આવતા શર્માજીનાં ગલ્લે પહેલી વાર આવેલો, પોતે એક મસાલો બનાવવા કહેં છે. ત્યાં ઉભેલા બધાં જમીન -મકાનની જ વાતો કરતાં હાથમાં 7/12નાં ઉતારા વગેરે હતાં એને રસ પડ્યો અને શાંતિથી સાંભળવા લાગ્યો. વાતો સાંભળતા થયું આમાં પડવા જેવુ છે. એકપણ રૂપિયાની મૂડી નહીં. અને સંપર્કો વધારવાનાં અને જો સોદો પાર પડી જાયતો સારું ક્મીશન મળે. સાલું આ કરવા જેવુ છે. અ‍મદાવાદ જે રીતે વિકસી રહું છે આ ધંધામાં તેજીજ રહેવાની બીજા લોકો વાતો કરતાં કરતાં નીકળી ગયા પછી બંકીમે શર્માજી પાસેથી મસાલો લીધો અને પૈસા મૂક્યા શર્માજી એ બંકીમને કહ્યું અરે ભાઈ સવારથી સાંજ સુધી હું આજ વાતો સાંભળ્યા કરું છું. અહી જે ચાલતા મસાલો પાન ખાવા આવતા એ હવે ગાડીઓ લઈને આવે છે. બંકીમે કહયુ શું વાત કરો છો? શર્માજી કહે હાં ભાઈ અહી આસ પાસ બધે જમીનો મકાનો નવી સ્કીમોનાં કામ ખૂબ ચાલે બધાની રોજીરોટી ઘણી ચાલે અમારૂ કામ નહી પણ સાચું કહું ક્યાંક પૈસા રોકી લેવા છે. થોડા સમયમાં ડબલ થઈ જાય એવી તેજી છે.

બંકીમે વિચાર કર્યો સાથે લીધેલા પેમ્ફ્લેટ બ્રોસર કાઢી જોયાં શર્માજી ને કહે “આ જુઓ એક મિત્રની સ્કીમ છે એમાં રો હાઉસ ફ્લેટ બધું છે અને મેં કામ લીધું છે .જોઈએ શું થાય છે ? “અરે ભાઈ તમે પણ આજ કામ કરો છો? મેં તમને અહી પહેલી વાર જોયા ”શર્માજી એ પૂંછ્યું બંકીમ કહે “હાં હમણાં જ શરૂ કર્યુ છે જોઈએ શું થાય છે. અરે ભાઈ અહીં ઘણાં આવે છે. બધાનાં સંપર્કમાં રહેજો કામ થઈ જશે. બંકીમ કહે ભલે તમે કહ્યું છે તો સહકાર આપજો.

ત્યાંથી નીક્ળ્યા પછી બંકીમે વિચાર્યુ આના માટે ફોન કે પેજર હોવું જરૂરી છે. પેજર કરતાં ફોન આગળ પડશે ઘરે આવીને એણે એનાં ફાધર ને વાત કરી કે મને થોડા પૈસા આપો તો હું આ કામ શરૂ કરવા માંગુ છું અને એનાં માટે ફોન જરૂરી છે. ઓફીસની હમણાં જરૂર નથી પણ ફોન થી હું બધાનાં સંપર્કમાં રહી શકીશ. મને આમાં રસ પડ્યો છે અને આમાંજ કેરીએર આગળ વધારવા માંગુ છું. હું ખુબ મહેનત કરીશ. ઘરના સંમંત થયા અને એણે ફોન લઈ લીધો કામ શરૂ કર્યુ. ધીમે ધીમે સંપર્કો વધતાં કામની ગાડી પાટે ચઢ્વા માંડી. દુકાન, ઘર શેડ ભાડે આપવા/લેવા -ફ્લેટ બંગલો જમીન વેચવા/ખરીદવા બધાં કામ કરવા લાગ્યો. શરૂઆતમાં શર્મા પાન પાર્લર જ બેઠક હતી હવે ધીમે ધીમે દલાલી સારી પાક્વા લાગી હતી એટલે જાણીતા બિલ્ડરની બનતી સ્કીમમાં જ વસ્ત્રાપુરમાં એક ઓફીસ ફસ્ટ ફલોર પર રાખી લીધી વસુંધરા એસ્ટેટ કન્સલ્ટન્ટ નામે ઓફીસ ખોલી કામ કાજ શરૂ કરી દીધું.

સાથે કોલેજમાં ભણતાં રમેશ વિશે બીજાં બ્રોકર મિત્રો અને અણે જે સ્કીમ માટે કામની શરૂઆત કરી હતી તેમનાં પણ સમાચાર મળતાં રહેતા. રમેશ ચારે હાથે પૈસા ઉડાવતો- વેશ્યાગમન, જુગાર વીશી અને સટ્ટાના રવાડે ચઢી ગયેલો ઓછાં સમયમાં પૈસા બનાવવા જતા ઘણું બધું ખોઈ બેસેલો. પ્રમાણિક્તા તો હતી જ નહી પરંતુ સ્વચ્છંદી બનેલો રમેશ બધું ગુમાવી બેઠેલો. શર્માજીનાં ગલ્લેજ મળી ગયેલો એ મને જોઈ થોડો ઝઁખવાયો કારની જ્ગ્યાએ બાઈક પર આવેલો દીદાર બદલાઈ ગયેલા ચાર વર્ષમાં, બંકીમ ને જોઈ કહ્યું ” હાય બંકીમ કેવું ચાલે છે ? તારી બ્રૉકેરેજ લાઇન અને ધંધો કેવો ચાલે છે ? મેં કહ્યું મહેનતનું રળી લઉં છું ઉપરવાળાની મહેરબાની છે. તારે કેમ ચાલે છે. તું ઘણો બદલાયેલો લાગે છે. રમેશ કહે “અરે યાર! એક મોટી જમીનનાં સોદામાં ભરાયેલો એમાં વિશ્વાસ કરવા જતાં ખૂબ નુકશાન કર્યુ છે. સાચું કહું અત્યારે તો હું ખૂબ તકલીફમાં છું યાર ! એક કામના કરે ? મને થોડા પૈસાની જરૂર છે મને ઉધાર આપને. મારે ધરનું ભાડુ ચૂકવવાનું છે અને બાઇકમાં પેટ્રોલ પુરાવવા પણ પૈસા નથી. બંકીમ આશ્ચર્યથી જોઇ સાંભળી રહ્યો. એણે ક્યું મારી પાસે અત્યારે છે નહીં માંડ બે હજાર હશે."અરે ચાલશે ચાલશે જે હોય એ હું તને ઝડપથી પાછા આપી દઇશ. બંકીમે અચકાતાં વોલેટમાંથી પૈસા કાઢ્યા અને કહ્યું લે આ 1500/- .....500 તો મને જોઇશે.

રમેશ ઝપટ મારી લઇ લીધા કંઇ નહીં જે હશે એ થોડું કામ તો ચાલશે હું તને આપી દઇશ કહી બાઇક પર બેસી ચાલ્યો ગયો. શર્માજી જોઇ રહેલાં ક્યું "અરે બંકીમભાઇ આ શું કર્યુ. ગરમ તવા પર પાણી છાંટયુ બધું હવા થઇ ગયું. બંકીમે પૂછ્યું એટલે ? શર્માજી કહે" અરે ભાઇ આ માણસ આડી લાઇને ચઢી બધું ગુમાવી ચૂક્યો છે આ તમારાં પૈસા ગયા કયારેય નહીં આવે, ગરમ થયેલ તવા પર પાણી છાંટો હવા થઇ જાય એમ આ પૈસાથી દારૂ ખરીદી ખોટા રસ્તે ઉડાવી દેવાનો. અહીં ઘણાં બ્રોકર્સ આવે બધાં પાસેથી ઉઘરાવતો જ ફરે છે. કોઇનાં હજી પાછાં જ નથી આપ્યા. તમારાં પણ ગયા જ સમજો. બંકીમ સાંભળી જ રહ્યો.

...............

"અરે બંકીમભાઇ આવો આવો જગદીશ ઝવેરીએ આલીશાન ઓફીસમાં આવકાર આપ્યો પછી ચા કોફીની ફોર્માલીટી પતાવીને કહ્યું. મારો પ્રોજેકટ છે ગાંધીનગર સરખેજ હાઇવે પર અહીંથી લગભગ 6 કિ.મી. આગળ મેઇન રોડ પર જ છે. પરંતુ હજી અહીં ડેવલપમેન્ટ શરૂ થઇ રહ્યું છે અમે અહીં કોમર્શીયલ/ રેસીડેન્સીયલ અને પાછળનાં ભાગમાં રેસીડેન્સીયલ પ્લોટ અને તૈયાર બંગલોની સ્કીમ મૂકી રહ્યા છીએ. અમારું માર્કેટીંગ અને જાહેરાતનું અલગથી ભંડોળ અને આયોજન છે જ. પરંતુ બ્રોકર્સ લાઇનમાં તમારું સારુ નામ છે એટલે વ્યક્તિગત બોલાવ્યા છે. તમારા કોન્ટેક્ટમાં ઘણાં ઇન્વેસ્ટર્સ હશે. તો એક મારી ધંધાકીય ઓફર છે. આપણને બંન્નેને મંજૂર હોય તો આગળ વધીયે. કારણ કે મારો આ 80 થી 100 કરોડોનો પ્રોજેક્ટને તમારાં જેવા બીજાં કન્સલન્ટ પણ હશે જે મારાં માટે કામ કરશે."અમારો ઝવેરીનો ધંધો તો પ્રભુની દયાથી ઘણો સારોજ ચાલી રહ્યો છે પરંતુ અમારુ ગ્રુપ હવે રીયલ એસ્ટેટમાં ઝંપલાવે છે તો અમે સામેચાલીને બધાનો સંપર્ક કરી રહ્યા છીએ અમારી આ પ્રથમ સ્કીમ-પ્રોજેક્ટ છે અને મોટાં રોકાણ સાથે મોટા પાયે ચાલુ કરી રહ્યા છીએ. તમે અમારાં પ્રોજેક્ટમાં વેચાણ કન્સ્લન્ટ તરીકે કામ કરો જે કાંઇ તમારા થકી ડીલ થાય એમાંતમારું 1% કમીશન ફી થી અને જે ટાર્ગેટની પૂર્તિ થાય તે પછી એનાં ઉપર બીજા 0.5% આપીશું સાથે સાથે બીજી લાભદારી યોજના તો છે જ. તમે આમા પ્રોજેક્ટનો અભ્યાસ કરી શકોછો. અને શાંતિથી જણાવો.

........

બંકીમે બધાં અભ્યાસ પછી જગદીશ ઝવેરી સાથે ફાઇનલ કરી દીધું અને કોમર્સીયલ સ્કીમમાં રોડ ઉપરનાં શો-રૂમમાં મોટાં બેનરવાળી કંપનીઓનું કામ ફાઇનલ કરી આપ્યું એમાં મારુતી ઓટો, ટાયર કંપનીઓ, રેસ્ટોરન્ટ આવાં ઘણાં ક્લાયંટ આપી ફાઇનલ કર્યું. શરત પ્રમાણે બંકીમને શરૂઆતમાં 15 લાખની દલાલી થઇ ગઇ હતી. એમાંથી 5 લાખ મળેલાં હજી બીજાં બાકી હતાં. આગળ કામ તો ચાલુ જ હતું જગદીશ ઝવેરી સાથે મીટીંગ કરી બંકીમે બીજા પૈસાની ઉધરાણી કરી કહ્યું જે જે સોદા પુરા થયા તમારે સેલડીડ થઇ ગયાં પૈસા ચૂકવાઇ ગયા તમને એવું કન્સ્લટેશન ફી મારી દલાલી આપી દો જગદીશભાઇ કહે 5 લાખ તો આપ્યા છે ને બંકીમે ક્હ્યુ પણ હજી 10 બાકી અને બધા ડીલ પાઇપલાઇનમાં છેજ એ હું પુરા કરીશ. જગદીશ ઝવેરી મીઠાશથી કહે મળી જશે મળી જશે હમણાં પેમેન્ટનુ થોડુ દબાણ છે એમ કહી સૌના ચૂકવણા ચાલે છે મળી જશે. ચિંતા ના કરો.

બંકીમ કહે ઠીક છે પરંતુ હવેથી સેલડીડ નક્કી થાય ત્યારે અગાઉનું પેમેન્ટ મળી જવું જોઇએ. બંકીમ વિશ્વાસ રાખીને આગળ કામ કરવા માંડ્યો. એની પાસે એક પાર્ટી આવી અને પ્લોટ માટે માંગણી કરી એણે ઝવેરીનો સ્કીમનો પ્લોટ બતાવ્યો. એને ગમી ગયો અને ફાઇનલ કરવા માટે કહ્યું. જગદીશ ઝવેરી સાથે મીટીંગ કરી. ભાવતાલ પેમેન્ટ ક્યું નક્કી થયુ અને ડીલ ફાઇનલ થઇ. પાર્ટીએ કેશ આપી દીધી અને ચેક ડેટ પ્રમાણે પછી સેલ ડીડ થયા પછી ઝવેરી પાસે ઉધરાણી કરી. ઝવેરી કહે તમારી પાર્ટીએ જે કેશ આપેલી એમાં ખોટી નોટો નીકલી છે. બંકીમ કહે એવું બને જ નહીં તમારી સામે જોઇ ગણીને પેમેન્ટ આપ્યું હતુ એણે તરત જ પાર્ટીને ફોન કરી બોલાવી લીધી. પાર્ટી કહે મેં બધીજ બતાવી ગણાવીને પેમેન્ટ આપ્યુ છે તમે હવે કેવી રીતે કહી શકો ? પાર્ટીનું સેલડીડ થઇ ગયેલુ પ્લોટનું પઝેશન લેવાઇ ગયેલું પઝેશન લેટર મળી ગયેલો પરંતુ પાર્ટીએ ગરબડ થતાં જે પાછલી ડેટનો ચેક આપેલો સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું આમ મામલો ગુંચવાયો ઝવેરીનાં 10 લાખ સલવાયા લેનાર પાર્ટી માથા ભારે હતી. એણે બંકીમને દલાલી પણ ચૂકવી દીધેલી હવે ઝવેરીએ સ્પષ્ટ ના પાડી કે તમને એક પૈસો નહીં મળે જ્યાં સુધી મારું પેમેન્ટ કલીયર ના થાય ત્યાં સુધી.બઁકિમે કહ્યું પરંતુ...અને મેં તમારી ઘણી પ્રોપર્ટી વેચી આપી છે...મારે તો અત્યાર સુધીનાં હિસાબમાં 25 લાખ લેવાનાં નીકળે છે.ઝવેરી કહે " હવે બધી વાત ભૂલી જાવ..હવે આ પ્રોબ્લેમ ઉકેલો પછીજ હિસાબ થશે. બંકિમ ગુસ્સામાં ઑફીસ છોડી નીકળી ગયો...

........

મન શાંત કરવા બંકીમ શર્માજીનાં ગલ્લે ગયો. બાજુમાં પડેલ સ્ટુલ લઇને બેસી ગયો. બાજુની કીટલીમાંથી એનાં અને શર્માજી માટે ચાનો ઓર્ડર આપ્યો. શર્માજી એ કહ્યું "કેમ ભાઇ આમ ગુસ્સામાં છો તમે કાર પણ બરાબર પાર્ક નથી કરી સહેજ સાઇડમાં લેવી હતી હમણાંજ ટ્રાફીક થશે અગવડ પડશે." અરે શર્માજી કંઇ નહીં થાય અહીંજ બેસેવું એવું થશે ખસેડી લઇશ. મસ્ત મસાલો બનાવોને મારો મારુ મગજ કામ જ નથી કરતું શર્માજીએ હસતા હસ્તાં કહ્યું અરે ચલો આજે મસ્ત પાન ખવરાવૂ મન શાંત થઈ જશે .. પણ ભાઈ શું થયું એતો કહો.. બઁકિમે ટૂંકમાં ઝવેરી સાથેનો ઝગડો કહયો. શર્માજીએ કહ્યું "ભાઇ મન શાંત રાખજો અને વાણીયાબુધ્ધીથી વર્તીને તમારો હિસાબ લઇ લો આ બધાં બિલ્ડરો મોટાં માથાં છે આપણા જેવાનું એમની સામે કામ નહીં. એ બધાં બધી રીતે પહોંચતા હોય છે અને આજનું છાપું વાચો પહેલાં જ પાને મોટાં હેડીંગમાં તમારી લાઇનનાં જ સામાચાર છે. સુરતનાં એસ્ટેટ દલાલે પોતાની ઓફીસનાંજ પંખા પર લટકીને આત્મહત્યા કરી. બોલો કેટલુ વીત્યું હશે ? કેવો ફસાયો હશે ? અને નીચેની કોલમમાં સમાચાર છે. થલતેજ પાસેની એક ઓફીસમાં દરોડામાં કોથળાંઓ ભરેલા રોકડા રુપિયા જપ્ત કર્યા આઇ.ટી.ની ખૂબ મોટી સફળ રેડ. બોલો શું કહેવું ? બંકીમે કહ્યું આપો છાપુ આ પાછો કોણ પકડાયો ? એણે સમાચાર વાંચતા જોયુ અમદાવાદનો પ્રખ્યાત બિલ્ડર સોહન પટેલને ત્યાં રેડ લાખો રુપિયા રોકડા જપ્ત થયા. બંકીમે માથે હાથ દીધો. આ શું થવા બેઠું છે એમાં મારાં 3 લાખ હતા. હે ભગવાન ! આ લાઇન આમ સારી અને આમ....

ચા મંગાવી આવી ગઇ બંન્નેએ પીધી એટલામાં બીજો બ્રોકર આવ્યો બંકીમનો જાણીતો હતો મનહર વસાવા એણે આવીને કહ્યું" શું યાર બંકીમ શું ચાલે છે ? કોઇ લીડ આવી છે ? મારે હમણાં કાંઇ કામ નથી યાર મહીનાનો ખર્ચો માંડ નીકળે છે. બંકીમ કહે મારી પાસે અત્યારે વર્કીંગમાં છે એજ અને બીજી છે એ આપવા જેવી નથી. છોડ આપણી લાઇનમાં બધાં દૂધે ધોયેલા નથી મોટા માથા જ દગો કરે છે. કોના પર વિશ્વાસ કરવો. ખૂબ મહેનત કરી ઇન્વેસ્ટર લાવીએ સોદો ફાઇનલ થઇ વ્યવહાર થઇ જાય છતાં આપણને દલાલી આપતાં જોર આવે છે. કહે છે આમાં તમે શું કામ કર્યું છે ? નક્કી થયેલી રકમ કરતાં અડધા પૈસા આપે.

હમણાં એક સોદામાં એવું જ થયું મે વસ્ત્રાપુરમાં એક બંગલો વેચી આપ્યો એમાં લેનાર-વેચનાર બંન્ને પાસેથી 1% દલાલી લેવાની હતી. સૌદા પહેલાં ચોખવટ થયેલી. લેનાર પાર્ટી કહે હું તો અડધો ટકોજ આપું. મેં કીધું કેમ ? કહે મારી પાસે બીજી સારી પાર્ટી હતી પરંતુ તમારી સાથે નક્કી કરેલું એટલે ફાઇનલ કરી દીધેલું મેં મન મનાવ્યું સોદો થઇ ગયો. પછી વેચનાર પાર્ટી પાસેથી દલાલી લેવા ગયો તો કહે મેં તો છાપામાં એડ આપેલી તમે ક્યાં મારાં દલાલ છો ? મેં તો એડનાં પૈસા ખર્ચેલાં તમારે તો ખરીદનાર પાસેથી લેવાનાં મારે કાંઇ લેવા દેવા નથી. મને તો કાપોતો લોહીનાં નીકળે શું કરું ? આમાં કાંઇ લખાણ હતું નહીં. પણ હવે બધે દગાજ થાય છે. મારી પાસે જે કંઇ કામ છે એ પુરા કરી લઉં પછી કંકઇ બીજુ કરવા વિચારુ એવું મન થાય છે. પરંતુ આટલા વર્ષો પછી બીજું શું કરું ? ભાઇ મનહર મને એક વાત સમજાતી નથી કે જ્યારે વેચનાર અને લેનાર બંન્ને વચ્ચે આપણે માધ્યમ હોઇએ છીએ. બંન્ને એકબીજા માટે સાવ અજાણ્યા હોય છે. આપણાં જ વિશ્વાસે બે ભેગા થાય સોદો કરે. આ સોદો પહેલાં આપણે બંન્ને પાર્ટીને મળી અભ્યાસ કરીએ સમજીએ એમને સમજાવીએ એમની નાણાકીય સ્થિતી જાણીએ મિલ્કત માટે પેપર્સની ચકાસણી કરીએ બધું જ ઓકે થાય પછી આપણાં જ માધ્યમ અને હિસાબથી સોદો કરાવીએ પછી બધું પાર પડ્યા પછી એ બેમાંથી કોઇ આપણને જાણે ઓળખે નહીં ???? આવો કેવો ન્યાય ? અને જો બેમાંથી કોઇ કાચુ પડે કે ભૂલ કરે તો પાછું નીપટાવવાનું આપણે જ આપણી મહેનત. અભ્યાસ દોડાદોડની કોઇ કિંમત નહીં. ક્યાં સુધી આવું ચાલશે ? જ્યારે ગરજ હોય બધાં આપણને બોલાવે. આપણે આપણું પેટ્રોલ ડીઝલ બાળી ધક્કા ખાઇએ, પેપર ચકાસીએ કોર્પોરેશન પંચાયત તલાટી બધાને મળીએ ખરખરો કરીએ પૈસા ખર્ચીએ પેપર્સ કરાવવા પછી ઘરાક શોધી લાવીએ સોદો થયા પછી દલાલી આપતા જોર આવે આપણું ઘર ઓફીસ, કુટુંબ, સંતાનો નથી એ લોકોનો ખર્ચ બધો આમાંથી જ નીકળે છે આપણે આપણાં વ્યવહાર કેવી રીતે કરવા ?

મનહર કહે બંકીમભાઇ તમારી વાત સાચી છે પરંતુ આપણી લાઇનમાં પણ એવા ચીટર અને ખુરાંટો ભરાયા છે જે જેન્યૂઇન પાર્ટીઓને ફસાવે છે. એકને વેચેલું મકાન બીજા બે જણને વેચે અને એનાં એડવાન્સ લઇને છૂ થઇ જાય, બિલ્ડરો જે મકાન પાસ કર્યું હોય કલાયન્ટ ફાઇનલ કરે એટલે ફરી જાય કે આતો ગ્રુપમાં અપાઇ ગયું છે વધારે પૈસા પડાવવા નાટકો કરે ખબર હોય કે આ ઘર પાર્ટીને ખૂબ ગમ્યુ છે કોઇ પણ રીતે લેશે જ એટલે દગો કરી વધુ પૈસા પડાવે એમાં આપણા બ્રોકરો સંડોવાયેલા હોય.

બંકીમભાઇ સાચુ કહું મને પણ ઘણાં અનુભવ છે હવે જાણે થાક લાગે છે. દલાલી/કમીશનની ઉધરાણી આવતી નથી મારે ખર્ચા કેમનાં કાઢવા એજ વિચારું છું. મેં આ દલાલીની કમાણીમાંથી એક દુકાન લીધેલ જેમાં ઓફીસ કરેલી હવે સાથે સાથે એમાં ઝેરોક્ષ ટાઇપીંગ વિગેરે કામ સાથે ચાલુ કરી દીધાં અને એ શરૂ કર્યાની ખુશીમાં જ તમને કહેવા ઉભા રાખેલા આવજો દુકાને. બંકીમ કહ્યું શ્યોર અને મનહરને જતાં જોઇ રહ્યો. શર્માજી કહે આમણે આ સારુ કર્યું દલાલી કામ મળે ત્યાં સુધી ઠીક પછી આતો ચાલ્યા કરશે ખર્ચા તો નીકળે.

શર્માજીનાં ગલ્લેથી બંકીમ મનમાં કંઇક વિચાર કરીને નીકળ્યો સીધો જ જગદીશ ઝવેરીની ઓફીસે પહોંચી ગયો. કેબીનમાં નોક કરી સીધો જ અંદર પહોચી ગયો. જગદીશ ઝવેરી પહેલાં ચોક્યો પછી મુખવટો બદલી કહ્યું" આવો આવો બંકીમભાઇ તમને જ ફોન કરવાનો હતો પેલી પાર્ટી સાથે બધુ ફાઇનલ થઇ ગયું છે અને સોદો ઉકલી જશે એવું લાગે છે તમારુ પેમેન્ટ પણ હવે કરી દઇશ. બંકીમ કહે મને તમારી સ્કીમમાં ચેક દુકાન ફાળવી દો બાકીનું જોઇ લઇશું. જગદીશ ઝવેરી એ ઉમળકાભેર સ્મિત કર્યુ ચલો પૈસાની જગ્યાએ મારી એક જગ્યાનું સેટીંગ થઇ ગયું આમેય પેમેન્ટ તો આપવાનું જ હતું. બંકીમ એ ડીટેઇલ સમજી લીધી અને ફાઇનલ કર્યું ત્યાંથી નીકળી ગયો.

બંકિમ આજે થોડી હળવાશ અનુભવી રહેલો અને મોબઈલ રણક્યો. કોઈ અજાણ્યો નંબર હતો એણે ઉપાડ્યો સામેની વ્યક્તિએ કહ્યું " હેલો બંકિમભાઈ હું શાંતિભાઈ જૈન બોલું છું અને મને તમારો નંબર મારાં આર્કિટેટે આપ્યો છે. રાઁચરડામાં મારી પ્લોટની મોટાં પાયા પર સ્કીમ મૂકી છે અને કાલે મુહૂર્ત છે તો તમને આવવા આમંત્રણ છે. હું તમને એડ્રેસ મેસેજ કરું છું ..જરૂરથી આવજો .કામકાજની વાતો કાલે કરીશું. કહી ફોન મૂક્યો. બઁકિમે વિચાર્યું કે હાં મેં પેપરમાં મેં આ સ્કીમની મોટી જાહેરાત પહેલાં જ પાને વાંચી હતી. મોટી પાર્ટી છે આતો .. જોઈએ કાલે..

........

બીજે દિવસે બંકિમ સમયસર પહોંચી ગયો.સ્કીમની ભવ્યતા અને મોટાં માથાં જોઈ ખ્યાલ આવી ગયો કે ખૂબ મોટી પાર્ટી છે શહેરી વિકાસ મિનિસ્ટરને બધાને જોઈ ખૂબ અંજાઈ ગયો. બધાં શાંતિભાઈને અભિનંદન આપી રહેલાં. સ્કીમનું મોડલ પ્લાન ડિસ્પ્લે બધું સરસ રીતે કરેલું. સ્કીમમાં પ્લોટ્સ . ક્લબહાઉસ અને બધીજ રીક્રીએશન એક્ટિવિટી પ્લાન કરેલી.

બઁકિમે જોયું નાના મોટાં બધાં બ્રૌકર્સ હતાં મોટાં મોટાં રિયલ એસ્ટેટના બાદશાહો હાજર હતાં. એ પણ શાંતિભાઈ પાસે ગયો અને અભિનંદન આપ્યાં. શાંતિભાઇએ કહ્યું " બઁકિમભાઇ આવો અને બધી માહિતી લઈ લો અને હું તમને સાથે કામ કરવા આમંત્રણ આપું છું વ્યવહાર જે બજારનો છે એજ રહેશે. તમે પછી શાંતિથી ઓફિસ મળજો વિગતે વાત કરીશું અને હાં તમે જમવાને ન્યાય આપીને જજો.શાંતિભાઇએ ખૂબ વિવેકપૂર્વક અને મ્રૂદૂતાથી કહ્યું. બઁકિમે કહ્યું હાં ચોક્કસ મળીશ.કહી જમવાનાં કાઉંટર તરફ જતાં જતાં વિચારવા લાગ્યો કે આટલો મોટો માણસ છે પણ લગીર અભિમાન નથી કહેવું પડે. આવાં માણસ સાથે કામ કરવાની મજા આવશે.

...........

બઁકિમે શાંતિલાલ જૈન સાથે કામ શરૂ કરી દીધું એ એમનાથી ખૂબ પ્રભાવીત હતો. એણે મહેનત કરી મુંબઈનાં ઇન્વેસ્ટરને સ્કીમ બતાવી અને ત્રણ ચાર સોદા ફાઇનલ કર્યા. એણે પછી એની દલાલી માટે મળવા ગયો.. એને જોઈ શાંતિલાલે કહ્યું આવો આવો બંકિમભાઇ ...પછી બેસાડીને બીજાં ફોન કરવામાં બીઝી થઈ ગયાં. થોડી વારે ચા આવી ગઈ પીવાઈ ગઈ ..પણ શાંતિલાલ ફ્રી જ નહોતાં થતાં .હવે બંકિમ અકળાયો એણે શાંતિલાલ સામે અકળામણ સાથે જોયું. શાંતિલાલ સમજી ગયાં એમણે બંકિમને કહ્યું સોરી ભાઈ થોડું નિપટાવવુ જરૂરી હતું. તમારી પાસે સમય હોય તો ચાલો સ્કીમ પર જઈને આવીએ વાત પણ થઈ જશે. બંકિમને હાંશ થઈ ..એણે ઉત્સાહથી કહ્યું "હાં હાં ચાલો હું ફ્રી જ છું.

શાંતિલાલની મર્સીડીઝમાં બન્ને બેઠાં. બન્ને સાથે પાછળની સીટ પર બેઠાં. શાંતિલાલે ડ્રાઇવરને સ્કીમ પર રાઁચરડા લઈ જવા કીધું. આખા રસ્તે ધંધાની કોઈ વાત નહીં બસ સદવિચાર અને મૂંગા પ્રાણીઓની કેવી દયનીય સ્થિતિ છે આ કળિયુગમાં કોઈને દયા અને ધર્મ જેવું કંઈ રહયું નથી. બંકિમ હવે અકળાયો એણે સીધુજ કીધું શેઠ મારી દલાલી માટે આવેલો હું ઓફિસમાં તમારાં એકાઉંટંટને મળેલો એમણે તમને મળવા કીધું. મારે જરુર છે મને કરી આપો.મારે મારો દીકરો 12માં માં આવ્યો છે ટ્યુશન વગેરેની ફી ચૂકવવાની છે અને બીજાં ઘણાં ખર્ચ છે. મારે 6 લાખ લેવાનાં છે જે બધાંજ સોદા થઈ ગયાં તમને પૂરું પેમેંટ પણ મળી ગયું છે.

શાંતિલાલે લુચ્ચું હસતાં કીધું બીજાં બે ચાર સોદા કરાવી લો પછી બધું એકસાથે ચૂકવી દઉ. મારે હમણાં અમેરિકા જવું પડે એમ છે હું આવું પછી વાત.

કેટલાય સમય સુધી બંકિમને લબડાવ્યો..એ હવે ખૂબ ગુસ્સે ભરાયો..એ ઓફિસનાં પગથિયાં ઘસતો રહયો પણ મુદતો જ પડ્યા કરી.એક દિવસ એ ખૂબ ભૂરાયો થઈ એમની ઓફિસ ગયો ચેમ્બરનો દરવાજો ખોલી સીધો અંદર ઘૂસ્યો અને કહ્યું" મારાં હીસાબનુ શું કરવાનું છે ? શાંતિલાલે સામે તેવર બતાવી જાત ખુલ્લી કરતા કહ્યું જ્યારે વ્યવસ્થા થશે ત્યારે મળશે. ત્રણ દિવસ પછી એક લાખનો ચેક લઈ જજો. બંકિમથી નાં રહેવાયું એનાથી ચીસ જેવાં અવાજે બોલાયું.. શેઠ તમે આ સારું નથી કરી રહયાં મારી આંતરડી કકળાવી તમે શું પામશો? હું નાનો માણસ છું મારાં હકના માંગું છું મારી મહેનતના ..ભીખ નથી માંગતો સમજયા? જ્યારે અહીંયા ન્યાય નથી થતો ત્યારે એ ઊપર થાય છે કહીને એ બહાર નીકળી ગયી.

એકજ વીકમાં એને સમાચાર મળ્યાં.. શાઁતિલાલનો એકનો એક જુવાન દીકરો કાર અકસ્માતમાં મ્રુત્યુ પામ્યો. બઁકિમને વાંચીને કંઈક અગમ્ય આનંદ જ થયો એવું લાગ્યું ન્યાય થઈ ગયો.બઁકિમે વિચાર્યું મારાં જેણે જેણે પૈસા ડૂબાડ્યા છે એમને કોઈને કોઈ નુકશાન થયું છે કુદરત ન્યાય કરેજ છે. પણ મારાં પૈસાનું શું? એ એક વિચાર સાથે જ્યાં બધાં બ્રોકર મિત્રો મળતાં ત્યાં એ સમયે પહોંચી ગયો. દસ બાર જણા હાજર હતાં. એણે બધાં માટે ચા મંગાવી. મનહરે ટીખળ કરતા કહ્યું " શું વાત છે શાંતિલાલનું પેમેંટ આવી ગયું? ગ્રુપમાં બધાને ખબર હતી કે એનાં પૈસા ફસાયા છે. બઁકિમે કીધું ના ભાઈ પણ મારી જેમ બીજાં ના ફસાય અને ન્યાય મળે વ્યવહાર ચોખ્ખા રહે એનું કંઈ કરવું પડશે.

મને એક વિચાર આવ્યો છે આપણું એસોસિએશન તો છે પણ એક એવું ફોર્મ બનાવીએ જે આપણાં સોદાઓને કાયદાકીય રક્ષણ મળે અને કોઈ વાંધો તકરાર થાય તો એ ફોરમ દ્વારા નિરાકરણ આવે. બધાએ એકી અવાજે એનું સૂચન વધાવી લીધું અને બની શકે એમ ઝડપથી કોઈ રિટાયર્ડ જજની મદદ લઈ કાયદાકીય રૂપ આપવાનું નક્કી કર્યું. આમ વિચારો સાથે સમય સરતો રહયો.

......

નહેરનાં કિનારે બેઠા બેઠા વિચાર્યું આ રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ આટલી સારી છે. તેજી મંદી તો આવ્યા કરે પરંતુ એ બધાંજ પ્રમાણમિક્તાથી કામ કરે તો ક્યારેય મંદી ના આવે બધાનો વ્યવહાર ઘર ચાલ્યા કરે. ના કોઇને આપધાત કરવા પડે ના કોઇ દુશ્મની ઉભી થાય. પ્રમાણિક અને તંદુરસ્ત હરીફાઇ ભલે થાય પણ ચીંટીગ શું કામ કરે બધાં ? હવે હું પણ વિચારું છું કે મરણ પર્યંત આ કામ નહી છોડુ હજી ખૂબ વધારીશ. પ્રમાણિકતાથી એક આખું ગ્રુપ ઉભું કરીશ. લોકોને સાચાં ભાવે સારી જગ્યા મળે અને એક સંતોષજનક નામ થાય.

નિરાશા ખંખેરી ઉભો થઇને બંકીમે ગાડીમાં બેસીને અમદાવાદ પાછા આવવા નીકળી ગયો અને કારમાં ટેપમાં એણુ માનીતું ગીત આવ્યુ અને એ સાથે સાથે ગણગણવા માંડ્યો. કુછ કરીએ કુછ કરીએ ચકદે ઇન્ડીયા ચકદે ઇન્ડીયા.. પછી બીજું ગીત આશાએ.. અબ મુશ્કીલ કુછ નહીં. આશાએ પૂરી દીલકી..

. . . . સંપૂર્ણ .....

દક્ષેશ ઇનામદાર "દીલ"

કથાબીજ - બ્રિજેશ પંચાલ

પ્રાયોરીટી પ્રોપટી અમદાવાદ