રેડલાઇટ બંગલો ૪૫ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૪૫

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૫

અર્પિતાએ કોલેજમાં મીનાને કામ સોંપ્યું ત્યારે તેનાથી થશે કે નહીં એની ચિંતા હતી. આજે તેનો કોલેજમાં છેલ્લો દિવસ હતો. તેની યોજના પ્રમાણે જો આજના દિવસે કામ ના થાય તો તે નિષ્ફળ રહે એમ હતી. તેને આજના દિવસ માટે અને તે પણ કોલેજનું કામ પતાવવા રાજીબહેને મંજુરી આપી હતી. મીનાએ ચાલુ કોલેજે શહેરમાં જઇને તેણે મંગાવેલી વસ્તુ બોકસમાં લાવીને આપી દીધી હતી. એટલે થોડી ચિંતા ટળી હતી. હવે તેને પોતાના રૂમ સુધી પહોંચાડવાની હતી. તે રેડલાઇટ બંગલો પહોંચી ત્યારે વીણાએ તેની બેગ ચેક કરવાની વાત કરી એટલે તેના દિલમાં ગભરાટ વધી ગયો. મીનાએ આપેલા બોક્ષ પર વીણાની નજર પડી અને તેણે એ બોક્ષ રાજીબહેન સામે ધરી દીધું ત્યારે અર્પિતાની હાલત કફોડી થઇ ચૂકી હતી. રાજીબહેને વીણા પાસે બોક્ષ ખોલાવ્યું. વીણાએ બોક્ષ પરની સેલોટેપ કાઢી રાજીબહેન સામે ધર્યું ત્યારે તેમની આંખમાં આશ્ચર્ય હતું. પૂંઠાના બોક્ષમાં ચાર મોટા લાડવા હતા.

રાજીબહેને આંખોમાં નવાઇ આંજી પૂછ્યું:"અર્પિતા, આ ક્યાંથી લાવી?"

અર્પિતા ગભરાટ છુપાવી બોલી:"જી મેમ, મારા અંકલ ગુજરી ગયા એની ઘરે વિધિ હતી. હું હાજર રહી શકું એમ ન હોવાથી એક ઓળખીતા અંકલ કોલેજ પર મરણના લાડુ આપી ગયા...."

અર્પિતાની વાતથી રાજીબહેનના ચહેરા પરનો ડરનો ઓછાયો હટી ગયો હતો પરંતુ તેમના સુંદર ચહેરા પર શંકા ડોકાતી હતી. તેમણે લાડવાને સહેજ હાથ લગાવી તોડ્યો અને હાથમાં આવેલ ભૂકો નાક નજીક લાવી સૂંઘ્યો. એમાં લાડવાની જ સુગંધ હતી. પછી તેમણે એને સહેજ માથે ચડાવી પાછો બોક્ષમાં મૂકી દીધો.

અર્પિતા રાહત અનુભવતી બોલી:"મેમ, પ્રસાદ લોને!"

"ચાલશે... મેં માન આપ્યું છે. અને હવે પછી કોઇપણ ચીજવસ્તુ મારી જાણ બહાર આવવી ના જોઇએ એનું ધ્યાન રાખજો. તમને બંનેને આ સૂચના આપું છું..."

રાજીબહેન સૂચના આપી જતા રહ્યા.

અર્પિતાને રાહત થઇ. બોક્ષમાં રહેલા લાડુનો ભૂકો નાક સુધી લઇ ગયા પછી પણ રાજીબહેનને તેના કાવતરાની જરા પણ ગંધ આવી શકી નથી. તે મનમાં જ મલકાઇ:"રાજીબહેન, આ ગોળ લાડુ તારા માટે કોઇ દારૂગોળાથી કમ નથી. એનાથી હું રેડલાઇટ બંગલામાં એવો ધડાકો કરીશ કે બધું તબાહ થઇ જશે. તારું અસ્તિત્વ જ મિટાવી દઇશ. તને ખબર નથી કે તેં એને લાડવાનો પ્રસાદ માનીને કેટલી મોટી થાપ ખાધી છે."

બોક્ષમાં ચાર લાડુ હતા. તેમાં બે લાડુનો રંગ સહેજ અલગ હતો. આ પ્રસાદના જ લાડુ છે એ પ્રસ્થાપિત કરવા અર્પિતાએ એમાંના વધારે પડતા બે બ્રાઉન લાડુમાંથી એક લઇ વીણાને આપતા કહ્યું:"તમે તો લેશોને?"

નાદાન વીણા હાથ ધરતાં બોલી:"હા, મને તો લાડુ ગમે છે. અને આ તો પ્રસાદ છે એટલે ના પાડી શકાય નહીં.."

અર્પિતાએ એક લાડુ વીણાને આપ્યો અને બીજો કંઇપણ બોલ્યા વગર રચનાને આપી દીધો. રચનાએ કોઇ સવાલ-જવાબ કર્યા વગર પ્રેમથી સ્વીકારી લીધો. અર્પિતાએ બાકીના બંને લાડુ સાથેનું બોક્ષ બંધ કરી પોતાની બેગમાં મૂકી દીધું. એમાં તેના "લાડુ" હવે સુરક્ષિત હતા અને આખી યોજના પણ.

અર્પિતા અને રચના પોતાની રૂમ ઉપર પહોંચ્યા.

બંને આરામ કરીને સાંજે મળ્યા ત્યારે રચના ચિંતિત હતી.

અર્પિતાએ તેના ચહેરા પર ચૂંટલી ખણી હસીને કહ્યું:"શું વાત છે? આમ મોઢું લટકાવીને કેમ બેઠી છે?"

રચના ગાલ પંપાળતા બોલી:"અરે મને તો તારું બોક્ષ જોઇ લાગ્યું હતું કે રાજીબહેન તને ફાંસીએ લટકાવી દેશે."

અર્પિતા ફરી હસી પડી:"તું નાહકની ચિંતા કરે છે. એ તો મરણના લાડુનું બોક્ષ હતું એટલે કોઇ ડરવાની વાત જ ન હતી. તું ચિંતા કરીને તારું શરીર ના બગાડ."

અર્પિતા એક પછી એક આવી રહેલા અણધાર્યા અવરોધ પાર કરીને સાવધાનીથી પોતાની યોજના તરફ આગળ વધી રહી હતી. તે રચનાને આખી યોજના બતાવતા માગતી ન હતી. રાજીબહેન તેને ધમકાવીને કે ડરાવીને માહિતી ઓકાવી કાઢે તો એના પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ જાય એમ હતું.

રચનાના ચહેરા પર હવે ખુશીના ભાવ હતા. તે અર્પિતા જ સાંભળી શકે એટલા ધીમા અવાજે બોલી:"અર્પિતા, હું તારી સાથે છું....રાજીબહેનને તારા પર શંકા છે અને બરાબર નજર રાખી રહ્યા છે. હજુ મારા પર કોઇ શંકા આવી નથી. એટલે કોઇ કામ હોય તો મને કહેજે. આ સોનાના પાંજરામાંથી ઊડી જવા તરફડી રહી છું."

પછી અર્પિતાના ગોળ ગોરા ગાલ પર ટપલી મારતાં આગળ બોલી:"અલી, આ તારા ગાલ મીઠા લાડવાથી કંઇ કમ નથી. પ્રિંસિપાલ તો બચીઓ ભરીને બચકાં ભરશે એમ લાગે છે......લાડવા ખાતાં ધરાશે નહી....!"

"હા, જો રવિકુમારને મારે ખુશ કરવાના છે. તને કીધું હતું એ મુજબ તું મને મદદ કરજે. આજથી ગીતની પ્રેક્ટિસ પણ શરૂ કરવાની છે."

"અર્પિતા, તારા માટે રવિકુમાર સૌથી મોટા ગ્રાહક કહેવાય. પહેલી વખત તે કોઇ છોકરી સાથે રાતને રંગીન બનાવવા તૈયાર થયા છે. જો એ તારાથી ખુશ થયા તો સોનાના ઇંડા આપતી મરઘી બની જશે. પણ આપણે તો આ સોનાના પાંજરામાંથી જલદી છૂટવાનું ધ્યાન રાખવાનું છે...."

"હા મારી બહેન, તું મુક્ત વાતાવરણમાં શ્વાસ લઇ શકીશ અને તારા ગામ જઇ તારા "એ"ની બાંહોમાં ઝૂલવા લાગીશ. પહેલાં હું રવિકુમારની બાંહોમાં ઝૂલું એ માટે ગીત તો તૈયાર કરવા લાગ..."

અર્પિતાએ મોબાઇલમાંથી "દિલબર, દિલબર...અબ તો હોશ ના ખબર હૈ..." ગીત શોધી કાઢ્યું. અને રચનાને બતાવતા કહ્યું:"જો, આ ગીત અસલમાં સુષ્મિતા સેન પર હતું. પણ નવી ફિલ્મમાં નોરા ફતેહીએ એના નવા વર્સન પર એવો ડાંસ કર્યો કે લોકોએ યુટ્યુબ પર સૌથી વધુ જોયું અને તે લોકપ્રિયતામાં આગળ વધી ગઇ. મારે નોરા જેવો ડાન્સ કરવો છે...."

રચના એ ગીત જોઇને બોલી:" અર્પિતા, આ ગીતમાં તો તું રવિકુમાર માટે જાદૂ ઊભો કરીશ. તેમના તો હોશ ઊડી જશે. નોરાથી પણ તું વધારે સેક્સી લાગીશ. એના જેવા જ પેટ-કમર અને ઉરોજને ઉપર-નીચે ઝટકા આપીને તું એમને બેહોશ ના બનાવી દે તો સારું છે!"

"ચાલ હવે મારા વખાણ કરતી રહીશ કે મદદ કરીશ? છેલ્લે રવિકુમારને ખુશ કરીને આપણે આ ધંધો ગમે તેમ કરીને બંધ કરવાનો છે."

રચનાએ મોબાઇલને પોતાના ટીવીમાં જોડી આપ્યો અને "દિલબર, દિલબર..." ગીત પ્લે કર્યું.

અર્પિતા એમાં જોઇને સ્ટેપ શીખવા લાગી. એક કલાક સુધી અર્પિતા ડાન્સ શીખતી રહી.

"અર્પિતા, આ ગીતમાં "તુ મેરા ખ્વાબ હૈ, તુ મેરે દિલકા કરાર" વખતે નોરા ફતેહીની જેમ જ રવિકુમાર સાથે સીન કરજે!"

"આ તો કંઇ જ નથી. હું એવા સીન કરીશ કે "ચેન ખો ગયા હૈ, કુછ તો હો ગયા હૈ" શબ્દોમાં ખોવાઇને રવિકુમારને થશે કે હું આ રૂપના વૈભવથી આટલા સમય સુધી વંચિત કેમ બેસી રહ્યો!"

" અર્પિતા, ખરેખર, તારે બોલીવુડમાં જવા જેવું છે. નોરા જેવી કેટલીયને ટક્કર આપે એવું તારું રૂપ અને ફિગર છે..."

અર્પિતા કહે:"રચના, મારે તો હવે ગામ જવું છે. જો તક મળી ગઇ તો હવે બસ, થોડા દિવસની જ વાત છે."

"મારે પણ ગામ જવું છે!" કહી રચના આજે ગ્રાહક સાચવવાનો હોવાથી તૈયાર થવા લાગી એટલે અર્પિતા પોતાના રૂમ પર પહોંચી ગઇ.

અર્પિતા રવિકુમારને ખુશ કરવા દરરોજ ગીત પર પ્રેક્ટિસ કરતી રહી. રાજીબહેનને રવિકુમારે ફોન કરીને કહી દીધું હતું. ત્યારે રાજીબહેનને નવાઇ લાગી હતી. પણ તે રવિકુમારને નારાજ કરી શકે એમ ન હતા. એટલે તેમણે અર્પિતાને ખાસ તૈયારી કરવા કહ્યું હતું. અર્પિતાને તરોતાજા કરવા બે દિવસ માટે બ્યુટીપાર્લરવાળી આવવાની હતી.

આજે સોમવાર હતો. આવતીકાલે રવિકુમાર આવવાના હતા. અર્પિતાના શરીરમાં થનગનાટ વધી રહ્યો હતો. ત્યારે અર્પિતાને ખબર ન હતી કે સાંજે તેનો આ થનગનાટ ધ્રૂજારીમાં ફેરવાઇ જવાનો હતો.

બપોર સુધી બ્યુટીપાર્લરવાળી પાસે કામ કરાવ્યા પછી તે રાત્રે જાગવાનું હોવાથી ઊંઘી ગઇ. સપનામાં તેને વિનય દેખાયો. રાજકુમારની જેમ તે ઉડતા ઘોડા પર સવાર થઇને આવ્યો. અને તેને પોતાની આગળ બેસાડી સ્વર્ગ તરફ ઊડી ગયો.

મીઠા સપનાં માણી સાંજે તે ઊઠી અને તૈયાર થવા લાગી. આજે રાજીબહેને તેને એક ગ્રાહક સાચવવા કહ્યું હતું એ યાદ આવ્યું. તેણે રાજીબહેનની ચિઠ્ઠી ક્યાં મુકાઇ ગઇ તે યાદ કર્યું પણ મળી નહીં. તેને આજના ગ્રાહકમાં રસ ન હતો. તે કપડાં પહેરી માથું ઓળવા બહાર ગેલેરીમાં આવી. તે માથું ઓળતી હતી ત્યારે તેની નજર સામેના બંગલા પર હતી. જ્યાં તે ગ્રાહકો સાચવવા જતી હતી.

થોડીવારમાં એક કાર આવી. અર્પિતાને થયું કે ગ્રાહક ઉતાવળીયો છે! અડધો કલાક વહેલો આવી ગયો. કારમાંથી ઉતરેલો માણસ જગ્યાની ખાતરી કરતો હોય એમ ચારે તરફ જોવા લાગ્યો. તેની કાર આવી એ જોઇ વીણા તેની પાસે પહોંચી ગઇ હતી અને ઇશારો કરી બંગલામાં જવાનું કહી રહી હતી. પણ જ્યારે એ માણસે રાજીબહેનના બંગલા પર નજર નાખવા મોં ફેરવ્યું ત્યારે અર્પિતાએ ગભરાઇને પોતાનું મોં ફેરવી લીધું. તેને જોઇને અર્પિતાને સાપ સૂંઘી ગયો હોય એવું થયું. તેના શરીરમાં ધ્રૂજારી વ્યાપી ગઇ. તે ઝટપટ અંદર દોડી ગઇ. તેણે ચિઠ્ઠી શોધવા માંડી. બપોરે ઊંઘવા જતી હતી ત્યારે વીણા આપી ગઇ હતી. તે ચબરખી જોયા વગર અરીસા પાસે મૂકીને ઊંઘી ગઇ હતી. તેણે અરીસાની નીચે પડી ગયેલી એ કાગળની ચબરખી શોધી ચીલઝડપે ખોલીને જ્યારે નામ વાંચ્યું ત્યારે તેને ચારસો વીસ વોટનો ઝટકો લાગ્યો હોય એવો અહેસાસ થયો. ચબરખી પર "હેમંતભાઇ" લખ્યું હતું!

અર્પિતાના ચહેરા પર પરસેવો વળી ગયો. હેમંતભાઇ અહીં કેવી રીતે આવી ગયો? તેણે ધમકી આપી હતી એ સાચી પાડવા માગે છે? તે નક્કી બદલો લેવા આવ્યો છે. મારી પોલ ગામમાં ખોલવા માગે છે. હેમંતભાઇનો મેં આખા ગામ સામે કચરો કરી નાખ્યો હતો એનું વેર વાળવા માગે છે. હવે છેલ્લી ઘડીએ તે ના પાડી શકે એમ નથી. રચના પણ ગામ ગઇ છે. મીના એટલે દૂર છે કે તરત આવી શકે નહીં. હવે હેમંતભાઇથી બચવું મુશ્કેલ છે. તે હેમંતભાઇ સામે ઉઘાડી પડી જશે.

*

વાત એમ હતી કે અર્પિતાએ વિનયને હરેશભાઇની હત્યાના ગુનામાંથી બચાવ્યો અને આખા ગામ સામે હેમંતભાઇની ઇજ્જત ઉતારી લીધી ત્યારથી તે છંછેડાયા હતા. અને અર્પિતાની ઇજ્જત સાથે ખેલવા માગતા હતા. તેમણે વાતવાતમાં વર્ષાબેન પાસેથી અર્પિતાની કોલેજની માહિતી મેળવી લીધી હતી. આજે સોમવાર હોવાથી અર્પિતાને કોલેજ પરથી જ ઊઠાવી લેવાની યોજના હેમંતભાઇએ બનાવી હતી. તે અર્પિતાનું અપહરણ કરવા પોતાના બે માણસોને લઇ સવારથી કોલેજ ઉપર પહેરો ભરી રહ્યા હતા. પણ રાજીબહેને અર્પિતાનું કોલેજ જવાનું બંધ કરાવી દીધું હોવાથી તે આવતી ન હતી. કોલેજનો દરવાજો બંધ થઇ ગયો ત્યાં સુધી હેમંતભાઇ અને તેમના માણસોએ નજર રાખી. પણ અર્પિતા દેખાઇ નહીં. હેમંતભાઇ નિરાશ થયા. પછી થયું કે કદાચ તેમના ધ્યાન બહાર નીકળી ગઇ હશે. કોલેજ છૂટે ત્યારે ફરી તેને શોધવાનો પ્રયત્ન કરવાનું નક્કી કરી શહેરની જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયા. કોલેજ છૂટે એ પહેલાં કાર લઇને મુખ્ય દરવાજા નજીક ગોઠવાઇ ગયા. બાજનજર રાખી છતાં અર્પિતા દેખાઇ નહીં. તેમણે માની લીધું કે આજે તે આવી નહીં હોય. હવે કાલે કોઇ રીતે કોલેજના વોચમેનને પૂછી માહિતી મેળવવાનું નક્કી કરીને આજે શું કરવું? ટાઇમ કેવી રીતે પસાર કરવો તે વિચારવા લાગ્યા. પિક્ચર જોવું? કે મ્યુઝિકલ પાર્ટીમાં જવું? જેવા વિચાર કરતા હેમંતભાઇ પાસે એક અજાણ્યો માણસ આવ્યો અને બોલ્યો:"સાહેબ, હું તમારી કોઇ મદદ કરી શકું?"

હેમંતભાઇ નવાઇથી તેને જોઇ રહ્યા. તે ઓળખાયો નહીં. તેમણે નવાઇથી પૂછ્યું:"શેની મદદ? અને તું કોણ છે?"

"સાહેબ, હું એજન્ટ છું..." કહી હેમંતભાઇની વધુ નજીક સરકી તેણે કહ્યું:"તમે સવારથી અહીં છોકરીઓ પર નજર રાખો છો એટલે થયું કે જરૂર હોય તો મદદ કરું..."

હેમંતભાઇ સમજી ગયા. આ માણસ છોકરીઓનો એજન્ટ છે. તે છોકરીઓ પૂરી પાડવાનું કામ કરતો હશે. ખરેખર એવું જ હતું. રાજીબહેનનો જ એ માણસ હતો. તે ગ્રાહક શોધીને કમિશન મેળવતો હતો.

હેમંતભાઇએ તેને સીધું જ પૂછી લીધું:"શું ભાવ ચાલે છે...?"

"સાહેબ, સાદા માવાની મીઠાઇ ચાલશે કે પછી મલાઇવાળી?"

"આપણે તો મલાઇદાર ખાઇએ છીએ."

હેમંતભાઇએ અભિમાનથી કહ્યું એટલે પેલાએ ખિસ્સામાંથી પૈસાનું પાકિટ કાઢ્યું અને એમાં પ્લાસ્ટિકના કવરમાં લગાવેલા બે ફોટા બતાવી પૂછ્યું:"કઇ લેશો?"

હેમંતભાઇ નાનકડા ફોટામાં ફુલસાઇઝ પોઝ સાથેની છોકરીઓ જોઇ હસ્યા. "આના મોં તો છુપાવી દીધા છે. હીરોઇનોના ફોટા બતાવી ઉલ્લુ તો નથી બનાવતા ને?!"

"સાહેબ, અમે કોઇ રાજકારણી નથી કે છેતરીએ, ધંધાદારી માણસો છે. આ છોકરીઓના અસલ ફોટા છે. અને એ હીરોઇનથી જરા પણ કમ નથી. તમારે ચહેરો જોવા માટે તો એને મળવું પડશે. એમની ઓળખ અમે જાહેર ના કરી શકીએ..."

હેમંતભાઇને એની વાત યોગ્ય લાગી. તેમણે બંને ફોટા પર નજર નાખી. એમાં પહેલો અર્પિતાનો અને બીજો બીજી કોઇ છોકરીનો હતો. હેમંતભાઇને મોં ના કળાયું પણ શરીરના આકાર પરથી ભરાવદાર અર્પિતા ગમી ગઇ. તેમણે હા પાડી દીધી. પેલા માણસે એડવાન્સ લઇ સરનામું અને સમય આપી દીધો. હેમંતભાઇને પણ ખબર ન હતી કે આજે રાત્રે તેમની રાત જે છોકરી રંગીન બનાવવાની હતી એણે ગામમાં તેમની ઇજ્જત પર જાહેરમાં કાળો ધબ્બો લગાવ્યો હતો.

*

રાજીબહેનના ધંધામાં અર્પિતા કઇ જામગરી ચાંપીને કેવો ધડાકો કરવાની હતી? શું અર્પિતા અને હેમંતભાઇનો આમનો-સામનો થશે? અને થશે તો કેવા તણખા ઝરશે? હેમંતભાઇને છંછેડવાની ગુસ્તાખી અર્પિતાને હવે ભારે પડશે? વર્ષાબેન લાલજી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા પણ કયો છૂપો ડર તેમને સતાવવા લાગ્યો? આ બધું જ જાણવા હવે પછીના એક પછી એક રોમાંચક રહસ્ય ખોલતાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

વાચકમિત્રો,

આભાર! મારી ઇબુક્સની સંખ્યા ૧ લાખને પાર પહોંચાડવા બદલ! અંત તરફ ધસમસતી જઇ રહેલી "રેડલાઇટ બંગલો" નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. નવા વાચક બિરાદરોને ખાસ વિનંતી કે દરેકે દરેક પ્રકરણ વાંચશો તો વધુ આનંદ આવશે. અને કશું ચૂકી જશો નહીં. મિત્રો, ફરી વિનંતી કે આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂર જરૂરથી આપશો. એ મને વધુને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે. આભાર!

રેટ કરો અને રિવ્યુ આપો

Bhart .K

Bhart .K 1 માસ પહેલા

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 6 માસ પહેલા

girish ahir

girish ahir 10 માસ પહેલા

Toral Patel

Toral Patel 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 4 વર્ષ પહેલા