પલ્લવી અને માધવી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. બંને એકબીજા વગર રહી જ ન શકતા. બંને બાળપણ થી જ સાથે મોટા થયા હતા. આજે પલ્લવી એકવીસની થઈ હતી.
“હેપી બર્થ ડે પલ્લુંડી…..”
“થેન્ક્સ ડાર્લિંગ…..”
બંને ભેટી પડ્યા.
“તને ખબર છે માધવી રાજીવ આજે આવવાનો છે.”
“ના તને કઇ રીતે ખબર?” માધવીએ આશ્ચર્ય થી પૂછ્યું. તેના ચહેરા પર ખુશી ની રેખાઓ ઉપસી આવી.
રાજીવ જ્યારે પહેલી વાર કોલેજ માં મળ્યો ત્યારે જ માધવી ને એ ગમી ગયો હતો. કેટલો લાગણી નો પુરુષ હતો એ. અને હજુ ગઈ કાલે જ રાજીવે માધવીને પ્રપોઝ કર્યો હતો. તે બહુ ખુશ હતી. માધવી એ સરપ્રાઈઝ પલ્લવીને તેના બર્થ ડે પર આપવા માંગતી હતી. એટલે પલ્લવી ને એ વિસે કઇ ખબર ન હતી.
રાજીવ કોલેજ માંથી ગયો ત્યારે પલ્લવીએ એને અવોઇડ કઈને હર્ટ કર્યો હતો. પલ્લવી દેખાવ માં ખુબસુરત અને આકર્ષક આકાર વાળી એની આકૃતિ હતી. માધવી પણ સુંદર હતી પણ તે થોડી શ્યામ હતી. પલ્લવી ને તેની સુંદરતા રુપ ઉપર થોડો ઈગો હતો એટલે એને રાજીવ ને હર્ટ કર્યો હતો. તે જ્યારે મળવા આવ્યો ત્યારે પલ્લવી તેમને એકલા મૂકીને ચાલી ગઈ હતી. માધવી ને પણ ખૂબ લાગી આવ્યું હતું. પણ માધવી એ લેટ ગો કર્યું હતું. અને પલ્લવી વતી રાજીવ ની માફી પણ માંગી હતી. માધવી ને ત્યારે તો એમજ હતું કે રાજીવ પલ્લવી જેવી સુંદર છોકરીને છોડીને મને પસંદ કરે એ શક્ય નથી. તેને મનો મન પલ્લવી ની ઈર્ષા પણ થઈ હતી. પણ પલ્લવીએ છેક શાળાના સમય થી તેને જોઈતી બધી જ વસ્તુઓ આપી હતી. પલ્લવી કપડાં લાવે કે ગમે તે લાવે એ માધવી માટે પણ લાવતી જ. અરે હમણાં તો એક વાર પલ્લવીને તેના પપ્પાએ ગાડી અપાવી તો પલ્લવીએ માધવીને એકટીવા ગિફ્ટ કર્યું હતું. એટલે માધવી એ ઈર્ષા મન માંથી કાઢી દીધી હતી. મને પલ્લવીએ બધું જ જોઈતું અપાવ્યું છે તો એક રાજીવ એને મળશે એમાં હું કેમ ઈર્ષા કરું? માધવીએ મન મનાવી લીધું હતું અને દોસ્તીમાં ક્યાંય દરાર પડવા નહોતી દીધી.
પણ કાલે જ્યારે રાજીવ નો ફોન આવ્યો અને તેને પ્રોપોઝ કર્યો ત્યારે તો માધવી નાચી પડી હતી. કેટલો લાગણી નો પુરુષ હતો રાજીવ…..! સીધી જ લગન નો પ્રસ્તાવ. બે વર્ષ માં મને પ્રમોશન માલી જશે માધવી પછી સીધા લગન બોલ છે મંજુર?
માધવી ને કેટલું મંજુર હતું એનું મન કેટલું ખુશ થયું હતું એતો બિચારી માધવી કહી જ ન શકી અને રાજીવે કોલ મૂકી દીધો હતી.
માધવી ને અચાનક એમ પણ યાદ આવ્યું હતું કે પલ્લવી ને કહીશ તો એને દુઃખ નઇ લગે ? પલ્લવી ને એમ નઇ થાય કે માધવીને મેં બધું આપ્યું એટલે એને બસ લેવાની આદત જ પડી ગઈ છે ? રાજીવ ને છીનવી લીધો?
અરે ના ના પલ્લવી તો આમ પણ કહેતી હતી કે રાજીવ જેવા એને કેટલાય મળી જાય. અને ખરેખર એના જેવી સુંદર છોકરીને કેમ ન મળે…..! માધવી એ મન મનવી લીધું હતું.
આજે જ્યારે પલ્લવીએ કીધું કે રાજીવ આવે છે ત્યારે એ નાચી જ ઉઠી હતી અરે પલ્લવીને વળગી પડી હોત…..
“ક્યારે ફોન આવ્યો હતો એનો?” માધવીએ પુછ્યું.
“હમણાં જ તું નહાતી હતી ત્યારે જ. માધવી મેં એ દિવસે એને બિચારા ને ખોટો હર્ટ કર્યો નઈ?” પલ્લવીએ નિસાસો નાખ્યો.
“હા પણ હવે થઈ ગયું એ થઈ ગયું આજે કઇ ન કરતી.” માધવી ખૂબ ખુશ હતી.
“હમમ આજે એને હર્ટ નઇ કરું પણ એનું દિલ ફાટી જાય એવું કરીશ…..” પલ્લવીએ કહ્યું.
“મતલબ શુ કરવાની છે તું.?” માધવી ગભરાઈ ગઈ હતી.
“એને હું આજે પ્રપોઝ કરવાની છું માધવી.” પલ્લવીએ ગોળ ઘુમ્મર લઈને સસ્મિત કહ્યું.
માધવી નું હૃદય તો ધબકારા જ ચુકી ગયું હતું. પલ્લવી એને પ્રપોઝ કરશે? એને ખરેખર રાજીવ થી પ્રેમ થઈ ગયો હતો? માધવી અવાચક બની ગઈ. તે એક શબ્દ પણ બોલી ન શકી. તે બસ મન મારીને તૈયાર થઈ ને પલ્લવી સાથે રાજીવ ને મળવા ગઈ. એક બાજુ પ્રેમ હતો ભવિસ્ય હતું એક બાજુ દોસ્તી અને ભૂતકાળ ના અહેસાન હતા. માધવી બિચારી કરે તો શું કરે? જાય તો ક્યાં જાય?
રાજીવ દિલ્હી માં કોમ્પ્યુટર એન્જીનીઅર હતો. અને આજે તે પહેલી જ ફ્લાઇટ માં મુંબઈ આયો હતો. તે હોટેલ તાજ માં મધવીની રાહ જોતો બેઠો હતો. બંને ફ્રેન્ડ્સ આવી ત્યારે એ જરાક સંકોચાયો હતો ફોન પર કહેવું અને રૂબરૂ કહેવું અલગ વાત હતી.
પલ્લવી એ માધવીને કહ્યું હતું હું તારી સામે રાજીવ ને પ્રોપોઝ નાઈ કરી શકું. તું પલીઝ હું કહું એટલે કોઈ બહાનું બનાવી ચાલી જજે. માધવી મરતા મને તૈયાર થઈ હતી.
“હાય રાજીવ હાઉં આર યુ?” પલ્લવીએ હેન્ડ સેક કર્યો. માધવી પણ ચેર માં બેઠી. બધાએ કોફી પીધી.
“હું જરા ફ્રેશ થઈ ને આવું.” પલ્લવીએ કહ્યું.
માધવી અને રાજીવ એકલા પડ્યા ત્યારે માધવી કાઈ બોલી નહીં રાજીવ પણ શરમાતો હતો.
પલ્લવી ને દસ મિનિટ થઈ હજુ આવી ન હતી. માધવી હવે રાજીવ સામે બેસી શકે તેમ ન હતી પલ્લવીને બોલાવવા માટે ફોન નીકાળ્યો ત્યાં જ અચાનક મેસેજ આવ્યો. પલ્લવીનો મેસેજ જોઈ માધવી ખરેખર ગુસ્સે થઈ ગઈ હતી. રાજીવ ને છીનવી લેવાની છે તો એ આ મેસેજ કરીને મને કેમ હવે તડપાવે છે. એ જલ્દી આવી ન શકે હું અહી બેસી શકું એમ નથી એ કેમ નથી સમજતી.
મેસેજ ખોલ્યો વાંચ્યો.
“ડાર્લિંગ તને શું લાગે છે હું તને બચપણ થી બધું આપતી રહી છું અને હવે તારી પસંદ છીનવી ને હું તારી જીવન ની બધી ખુશી છીનવી લઇશ? અરે પાગલ હું તો બસ તારી દોસ્તી ની કસોટી લેતી હતી. રાજીવ તો તારો જ છે. હવે એને જવા ન દેતી…… લવ યુ ડાર્લિંગ….. બેસ્ટ ઓફ લક…..”
માધવીએ મેસેજ વાંચ્યો રાજીવ મળી ગયા ની ખુશી હતી છતાં તેની આંખો માંથી આંસુ ની ધાર વહી રહી હતી.
“શું થયું માધવી?” રાજીવ એ ગભરાઈ ને પૂછ્યું.
માધવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી…..
***