Dikaro books and stories free download online pdf in Gujarati

દીકરો

પહેલા દીકરો થાઉં પછી બાપ થઈશ.....!

સિક્કા થોડા ઓછા હોય તો શું થયું

હૃદયમાં અપાર સ્નેહ છે એય કાફી છે.....

અંતે સિક્કા તારા નથી થવાના ઉપેક્ષિત ?

સ્નેહી સાથે જીવ, જેટલું જીવન બાકી છે.....

"તમને કીધું ને હવે બસ આપણે અમદાવાદ રહેવા જઈશું એટલે જઈશું......" સ્નેહલ ઉકળી ઉઠી.

"પણ મારી મા મારી મા નું તો વિચાર....." કિરીટ ઓર જોરથી બરાડ્યો. અને તને અહીં પ્રોબ્લેમ શુ છે ? ગામ નાનું છે પણ સુવિધા તો બધી છે ને ? હોસ્પિટલ, શાળા, મેડિકલ, માર્કેટ બધું જ તો છે આપણા ગામમાં...."

"પ્રોબ્લેમ મને નઈ તમને છે. તમે મને અહીં તમારા ગામમાં રાખી છે કેમ એ ખબર છે મને...." સ્નેહલ ઢીલી થઈ ગઈ.

" રાખી છે મતલબ ? " કિરીટે દાંત ભીંસયા " તને મેં કાઈ ગુલામી કરવા બાંધીને રાખી છે ?"

" ના પણ અહીં મારી ઉપર બા નજર રાખી શકે એટલે રાખી છે. નહિ તો અમદાવાદ માં મારા પપ્પાના ધંધામાં તમે સેટ થઈ જાઓ તો આપણે પણ બંગલા ગાડી થઈ જાય...."

" તો પરણવું હતું ને ગાડી વાળા જોડે.... અહીં શુ કામ આપી તારા બાપે તને.... "

" મારા ફૂટ્યા હશે એટલે....." કહી સાડી કમ્મર માં ખોસી સ્નેહલ રસોડામાં ચાલી ગઈ.

કિરીટ બિચારો કનટાળીને ત્યાં જ બેઠો રહ્યો. થોડી વાર પછી બા મંદિરથી આવી. દીકરાના ચહેરાનો ઉદાસ ભાવ મોતિયા વાળી આંખોમાં પણ સ્પષ્ટ દેખાઈ જ આવ્યો...

" શુ થયું દીકરા....." કિરીટના માથે હાથ ફેરવતા બા એ પૂછ્યું.

" કાઈ નઈ બા માથું દુખે છે મને " કિરીટે શબ્દોમાં બહાનું તરતું મૂકી દીધું..... પણ માં ..... માં તો બધું સમજે જ ને.....!

" તું આ ગામમાં શુ પડ્યો છે કિરીટ ?" બા એ સરળતાથી વાત શરૂ કરી.

" એટલે ?"

" એટલે એમ કે બેટા તારા બાપા આ ગામમાં જન્મ્યા મોટા થયા અને મરી ગયા પણ શું ભાળ્યું કે ? આ ઘર તો તારા દાદા નું હતું ને છે તારા બાપા તારી જેમ ભોળા હતા પ્રામાણિકતા થી ધંધો કર્યો પણ શાકભાજીમાં શુ મળે ? એમાંય એતો નમતું જોખતા તે બીજા કરતા નફો ઓછો થતો. અને આ નાના ગામમાં બીજો ધંધો શુ કરે ? "

" બા તું આ બધું કહીને શુ કહેવા માંગે છે ?"

" તું મોટા શહેરમાં જા બેટા ત્યાં સારા સારા ધંધા હોય, તું પણ તારા સસરા જેમ બંગલા ગાડી કરી દઈશ...."

" એટલે બા પૈસા ખાતર હું જન્મભૂમિ, મારા મિત્રો, મારુ ઘર,

બાપુની યાદો અને તારો અગણિત પ્રેમ છોડીને ચાલ્યો જાઉં ?

" ના દીકરા એમ ભડકી ના ઉઠ સમજ..... આ તું તો રહ્યો સમજુ દીકરો તે તો કદી કોઈ વસ્તુની જીદ નથી કરી પણ તારા ટાબરીયા આ નવા જમાનામાં અવનવી વસ્તુઓ માંગશે કે નઈ ? તો તું રૂપિયા વિના ક્યાંથી લાવીશ ?"

" હું નીર ને સારા સન્સકાર આપીશ બા તું એ બધી નાહકની ચિંતા છોડ " કહી કિરીટ ઉભો થઇ રૂમમાં ચાલ્યો ગયો.

બા ને થયું આમ તો મારો દીકરો અંદર ને અંદર જુરવાઈ જુરવાઈ ને મરી જશે..... મારી મમતા એને બાંધી રાખશે તો એ કદી રૂપિયા નઈ કમાય અને ના તો કદી આ સ્નેહલ નો સ્નેહ એને મળશે. મારે કૈક કરવું તો પડશે જ.....

બીજા દિવસે કિરીટ દુકાને ગયો એટલે બા એ બરોબર લાગ જોઈને સ્નેહલને છંછેડી

" આ વેવાઈને તો ચારે કોર સુખ છે પણ વહુ બેટા તું કર્મની કાઠી છે...."

" બા હવે તમેં મહેણાં મારવાનું ચાલુ કરી દીધું એમને....?" સ્નેહલ ગળગળા અવાજે બોલી.

" ના એમ નઈ પણ વહુ બેટા આ કિરીટને તું અમદાવાદ લઈ જાય તો વેવાઈ એને સારા ધંધામાં લગાડી ના દે....?"

" એટલે બા તમે પણ ખરેખર એવું જ ઈચ્છો છો ?" સ્નેહલ ખુશ થઈ ગઈ.

" નહિતર શુ ? નીર મોટો થાય અમદાવાદમાં તો એને કેવું ભણતર મળે નઈ......!" બા એ ફરી સ્નેહલને એક સપનું છૂટટુ માર્યું.

" હા બા હો મારો નીર તો આમેય હોશિયાર છે ને જો અમદાવાદ માં ભણશે તો તો મારા પપ્પા કરતાંય મોટું નામ કરશે...."

" તો સમજાય ને તારા ધણી ને " બા એ હસીને કીધું.

સ્નેહલ તો વર્ષોથી બા નો પીછો છોડાવવા માંગતી હતી. આ તો ભાવતું હતું અને વૈધે કીધું એમાંનું થયું.... સ્નેહલ તો વળગી ગઈ મસ્ત રસોઈ બનાવવા. આજે તો એમને પટાવી જ લઈશ.... મનોમન હરખાતી એ કામે લાગી ગઈ.....

બપોર થઈ એટલે કિરીટ નિરને શાળાએ થી લઈને ઘરે આવ્યો. બા તો જમીને સુઈ ગઇ હતી. બેય બાપ દીકરો જમવા બેઠા. નીર તો અવનવી વાનગી ઉપર તૂટી જ પડ્યો પણ કિરીટને દાળમાં કાળું લાગ્યું.

" હે તો નીર તારે શાળામાં કેવું ભણાવે છે ? " સ્નેહલે વાત ઠાવકાઈથી શરૂ કરી.

" મમ્મી કાઈ નઈ બસ આખો દિવસ રમવાનું જ રમવાનું "

" તો તો તું શું સિખીશ ને શુ કરીશ મોટો થઈને ?"

" મોરના ઈંડા ચીતરવા ન પડે " કિરીટે વાત કાપી દેવાની કોશિશ કરી " હવે તું પણ જમી લે "

" મને તો ભૂખ નથી મને તો નિરના ભવિષ્યની ચિંતા છે. તમે બેફિકર છો ખાઓ આરામથી હું તો માં છુ મારે તો ભલું વાંચવું કે દીકરાનું "

" તો આપણે અમદાવાદ જતા રહીએ ત્યાં નીર ભણશે બસ હવે ખાઈ લે ભાઈ સાબ " કિરીટે હસીને કહ્યું.

" હે ખરેખર ! " મનદીરમાં ગયા હો અને મૂર્તિ બોલે તો કેવું આશ્ચર્ય થાય ? બસ એવું જ કંઈક આશ્ચર્ય સ્નેહલને પણ થયું.

" હા ખરેખર કાલે જ જઈશું.... "

" તો આ બધો સામાન ત્યાં લઇ જવાની જરૂર નથી મેં મારા પપ્પાને કીધું છે એ બધો બંધોબસ્ત કરી દેશે... " સ્નેહલ ફટાફટ બોલી ગઈ.....

" બહાર આંગણે સૂતી બા બધું સાંભળતી હતી. એને થયું આખરે કિરીટ માની ગયો. હવે મારો દીકરો શેરમાં જશે ને ખૂબ કમાઈને સુખી થશે.... એક હર્ષ નું આંસુ બા ની આંખ માંથી સરી પડ્યું.....

બીજા દિવસે સવારે સ્નેહલ મનમાં આ ડોશીથી છુટકારો મળ્યો અને આ ગામથી પણ છુટકારો મળ્યો હાશ.... મનોમન કહેતી નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ.... દેખાવ પૂરતી બા ના પગે લાગી આશીર્વાદ લીધા. નીર પણ દાદીને પગે લાગી એમને ભેંટ્યો ....

અમદાવાદ પહોંચ્યા એટલે ઘનસ્યામ ભાઈની ગાડી બસ સ્ટેન્ડ ઉપર તૈયાર જ હતી.

" આવો જમાઈ આવો .... " હસતા હસતા એમને નિરને ઊંચકી લીધો.

ઘનસ્યામ ભાઈએ કિરીટના પિતાની ખાનદાની જોઈને જ દીકરી આપી હતી એટલે એમને કિરીટ માટે ખૂબ માન હતું પણ એકની એક અને જિદ્દી દીકરી હતી એટલે સ્નેહલને અમદાવાદ આવવાની ના નહોતા પાડી શક્યા..

ઘરે પહોંચતા જ સ્નેહલ મમ્મી પાસે રસોડામાં જઈને અવનવી વાતો કરવા લાગી. નીર પણ કોમ્પ્યુટર ગેમ રમવામાં વ્યસ્ત થઈ ગયો.

ઘનસ્યમભાઈ અને કિરીટ બન્ને એકલા પડ્યા એટલે કિરીટે વાત શરૂ કરી.

" હું તમારું ખૂબ માન રાખું છું મનમાં પણ સ્નેહલ ની વાત હું માની શકું એમ નથી. "

" તો જમાઈ તમે અહીં.... "

" સ્નેહલ રોજ મોઢું બગાડીને ફરે એ મને નથી ગમતું એટલે એને લઈ આવ્યો છું... પણ હું અહી નથી રહેવાનો... "

" તો સ્નેહલ.... " ઘનસ્યામ ભાઈ ઉદાસ થઈ ગયા.

" તમે પૈસે ટકે સુખી છો, ઘરમાં નોકર છે, ગાડી છે તો પણ દીકરી વગર દુઃખી રહેતા હશો ને ?"

" હા પણ હવે શું કરીએ " હળવા અવાજે એ બોલ્યા.

" તો હું તો મધ્યમ વર્ગનો માણસ છું, નથી નોકર, નથી ખાસ પૈસા તો એકલી બા ને મૂકી ને હું અહી કઈ રીતે રહું ? "

ઘનસ્યામ ભાઈ પાસે કોઈ શબ્દો હતા જ નહીં.... એક પિતા થઈને એ કઈ રીતે ખોટું બોલી જ શકે...... !

" સ્નેહલ ને અહીં રાખો એને સમજાવવાની કોશિશ પણ ન કરતા એ જે દિવસે જાતે સમજી જશે એ દિવસે હું એને લેવા આવીશ. તકલીફ આપી માફ કરજો..... " કહી બંને હાથ જોડી કિરીટ નીકળી ગયો. ઘનસ્યામ ભાઈ હાથ જોડી જમાઈને જતો જોઈ રહ્યા....

કિરીટ ઘેર પહોંચ્યો ત્યાં બા તો કિરીટની છબી લઈને આંસુ ખેરતી હતી.....

" આમ રડાય કાઈ બા ?"

કિરીટ નો અવાજ સાંભળી બા સફાળી ઉભી થઇ ગઇ પણ થયું ના આ તો ખાલી ભણકારા થાય છે કિરીટ તો અમદાવાદ.....

"અરે બા હું અહીં સાચે છું...."

" પણ તું પાછો કેમ આવ્યો દીકરા ?" આંસુ લૂછતાં બા બોલી

" અરે બા હું તો એ જિદ્દી ને મુકવા ગયો હતો કાઈ રહેવા નહોતો ગયો મને સમજાઈ ગયું હતું કે હવે સ્નેહલ નઈ સમજે નઈ માને અને ખોટી એ અહીં દુઃખી થશે અને બધા ને કરશે એટલે મેં એને પિયર મુકવાનો નિર્ણય કર્યો જો બા એ એના માં બાપ સાથે રહેશે ને એટલે એને પણ સમજ આવશે કે હું તારો દીકરો છું...." બા ના ખોળામાં માથું મૂકીને કિરીટ બોલ્યો....

" પણ દીકરા તું હવે આ મમતા છોડી દે તારી ઉપર નીર ની જવાબદારી છે...."

" બા પહેલા સારો દીકરો તો થવા દે પછી સારો બાપ બનીને બતાવીશ...... "

બા કિરીટના માથામાં ક્યાંય સુધી વહાલથી હાથ ફેરવતી રહી...... અને કિરીટ આરામથી એ સ્વર્ગમાં સુઈ રહ્યો.....

વિકી ત્રિવેદી ' ઉપેક્ષિત '

આવી અન્ય વાર્તાઓ વાંચવા મને મારા what's app no. 9725358502 ઉપર મેસેજ કરી ને મારી સાથે જોડાઈ શકો છો. મારા વાંચકોને ઉપેક્ષિતના જય શ્રી કૃષ્ણ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED