ટ્વીસ્ટેડ લવ ( PART 4) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ ( PART 4)



બીજા દિવસે હું college માં ગયો પણ mood નહોતું  કોઇ જોડે વાત કરવાનું. અને break time માં result declare થયું અને comman notice board પર લાગ્યું હતું. એટલે બધા ત્યાં result જોવા ગયા હતાં મારું તો result જોવાની ઇચ્છા પણ વૈદેહી ના લીધે નહોતી થતી.

પણ harsh એ કીધું, "ઊભો થા તું, ત્યાં વૈદેહી પણ આવશે result જોવા."

me : " તો હું શું કરું??"

Harsh : " ભેગો તો આવ મારા.. તું દૂર ઊભો રહેજે ત્યાંથી... હું result જોઈ લઈશ"

me : " ચાલ, તું આમ પણ મને શાંતિ થી નહીં બેસવા દે"

અને અમે બંને notice board પાસે ગયા. ત્યાં બધી બ્રાંચ ના Students ધક્કામુક્કી માં result જોતા હતાં. અમારી બ્રાંચ નું રિઝલ્ટ last માં લાગ્યું હતું notice board ની. સિવિલ વાળા નું સૌથી પહેલું લાગ્યું હતું.

અને એટલી ભીડ માં વૈદેહી આવી રિઝલ્ટ જોવા. હું વિચાર કરતો હતો કે આટલા છોકરા ની ભીડ નીચે તે કેમ વચ્ચે જઈ ને જોઈ શકશે.

ત્યાં એના ભેગો એક છોકરો આયો દાઢી વાળો જરાક મોટો હતો ઉમર માં પણ સિવિલ માં જ હતો. એને આવી ને બે ત્રણ છોકરા ને ધક્કા મારી ને પાડી નાખ્યા અને દૂર જવા કીધું. એટલે બધા સિવિલ વાળા આઘા ખસી ગયા. અને સિવિલ ના રિઝલ્ટ પાસે જગ્યા ખાલી થઈ ગઈ.

હું અને Harsh તો વિચારતા હતા આ છે કોણ??

ત્યાં jaani આયો પોતાનું રિઝલ્ટ જોઈ ને એને પણ આ જોયું.

jaani : " તમે ઓળખો છો આને?? "

me & Harsh : " nope"

jaani : " આ વૈદેહી નો bf છે. ગુંડા ટાઇપ છે. સિવિલ માં જ છે. બહુ ખરાબ છોકરો છે. મારા મારી કરવી. કોક ને ધમકી દેવી. દારૂ પાર્ટી કરવી. એ એના શોખ છે બધાં,તો પણ વૈદેહી ને ગમે છે."

me :  "આની body તો જો યાર. આપણા કરતાં hight માં પણ ઊંચો છે. પણ jaani તને કેમ ખબર આની????"

Harsh :" jaani સાચું બોલે છે. મને પણ કાલે ખબર પડી. "

jaani :" jaanibhai કોઈ દિવસ ખોટું બોલે જ નહીં. મેં મારા ક્લાસ ના friend પાસે થી વૈદેહી ની info કઢાવી. એના bf નું નામ જય છે. વૈદેહી ને એની એટલી બધી નહીં ખબર પણ જેને વૈદેહી ને ખોટું બોલી ને જય સાથે ગોઠવી દીધું. એનું નામ કહીશ ને તો Harsh ને ખોટું લાગશે. "

Me : " મને ખબર પડી ગઈ. તું કોનું કેવા માંગશ. "

Harsh :" મને તો બોલો કોણ છે તે?? "

Jaani :" સાધના "

Harsh :" તે આવું શું કરવા કરે યાર?? "

Jaani :" તે બધી મને ખબર છે પણ આવી વાત અહીંયા ના કરાય ખુલ્લેઆમ. પેલે તમે લોકો result જોઈ આવો તમારું. હું છુટી ને બધું kartik ને કહી દઈશ. તે તને કહી દેશે નિરાંતે."

jaani એના class માં જતો રહ્યો.

અને હું અને Harsh અમારા result જોવા ગયા. ત્યાં સામે એક છોકરી સામે મળી મારા ક્લાસ ની એને મને congratulations કીધું. અને ચાલી ગઈ. અમને એનું નામ નહોતી ખબર. અમે વિચારવા લાગ્યા શું થયું એને. notice board પર હજુ ભીડ હતી. અમુક લોકો મારા તરફ ગુસ્સા થી જોઈ રહ્યા હતા. અમુક લોકો congrats કહી રહ્યા હતાં.
તો અમે result જોયું તો મારો ફર્સ્ટ રેંક હતો. મને એટલી નહોતી ખબર કે class માં બધા આટલા ડફોળ હશે. સેકંડ રેંક પણ મારા ટોટલ કરતાં 30 marks પાછળ હતો.

મને તો પણ ખુશી ના થઈ. જેનાં વિચારો ના લીધે ફર્સ્ટ આયો એ જ ના મળે તો ફર્સ્ટ રેંક નકામો છે એવું મારું માનવું હતું.

બધી branch માં તો હું જાણીતો થઈ ગયો પણ જેને મારે જાણવી હતી તે જ નહોતી.

class માં હવે બધા મને બહુ સારી રીતે વર્તન કરવા લાગ્યા. પેલે પણ કરતા. પરંતુ હવે બધું વધી ગયું.

હોશિયાર છોકરાઓ મને એમના ગ્રુપ માં આવવા માટે કહી રહ્યા હતાં. મને તો મારા fail થયેલા મિત્રો જ સારા લાગતાં. તે લોકો પેલે થી સાથે હતા. જ્યારે બીજા લોકો મારા માર્કસ જોઈ ને friendship કરતાં.

છૂટવા ના time પર મેં વૈદેહી અને એના bf જય સાથે  મસ્તી કરતાં જોયાં.

બંને ની જોડી જ નહોતી બનતી. છતાંય શું કરવા gf bf હતાં. હું અને Jaani ચાલવા માંડયા બસ સ્ટેન્ડ તરફ.

Jaani : "સાધના ને હજું એક bf છે. Harsh પણ છે અને બીજો કોક છે એના ઘર થી થોડેક દૂર એવું મને મારા friend એ કીધું. એનું નામ અમિત છે. તે અને જય best friends છે. એટલે જય ને વૈદેહી પેલા દિવસે જ ગમી ગઈ હતી. અને જય ને ખબર હતી કે સાધના અમિત ની gf છે અને વૈદેહી ની bff તો જો સાધના વૈદેહી ને મનાવી લેશે ને તો વૈદેહી જય ની gf બનશે. "

me :" hmm ? ? "

Jaani :" એટલે જય એ અમિત ને કીધું વૈદેહી નું અને અમિત એ સાધના ને કીધું. સાધના એ mid sem exams માં જ બંને નું ગોઠવી દીધું. અને સાધના એ આપણે ને ઉલ્લુ બનાવ્યા. Harsh ને અત્યાર સુધી ઉલ્લુ જ બનાવ્યો. "

me :" તને પાક્કી ખબર છે આ વાત ની??? "

Jaani :" હા મને પાક્કી ખબર છે. મેં એક week લગાડ્યું બધું શોધતાં. "

me :" Harsh ને યાર બહુ જ hurt થશે. "

અને વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા.

મેં Harsh ને બધું call પર સમજાવ્યું અને mind games રમવાનું નક્કી કર્યું.Harsh ને પેલે વિશ્વાસ જ ના આવ્યો પણ મેં કીધું એટલે એને વિશ્વાસ કરવો પડ્યો.

વૈદેહી ને એની bff એ જ ધોકો આપ્યો હતો. તે વાત હવે મને બહુ ગુસ્સો અપાવી રહી હતી સાધના તરફ. કારણ કે વૈદેહી સાવ ભોળી છે પણ તે પોતાનું ધ્યાન રાખી શકે એમ નહોતી તે મને ખબર હતી.

અને Jaani ના શબ્દો મારા મગજ માં ફરી રહ્યા હતાં,
"મારા friend એ મને કીધું છે kartik કે જય ને ફકત વૈદેહી નો use કરવો છે અને પછી breakup કરી દેવું છે. અને વૈદેહી નો ભાઈ આ બાબત માં જય સાથે છે તે બંને friends છે. વૈદેહી નો ભાઈ જય ના પૈસે મોજ કરશે અને જય ને સાથ દેશે."

હવે જ્યારે વૈદેહી ના સગા ભાઈ, bf અને સાધના પણ એને ધોકો આપી રહ્યાં છે ત્યારે આ માસુમ છોકરી ને હું આમ એકલી ના મુકી શકું.

Harsh સાધના સાથે એવી રીતે વર્તન કરતો હતો કે સાધના ને શક ના જાય કે Harsh ને એની double game ની ખબર છે. આ બધું મારા પ્લાન નો ભાગ હતો.

થોડાક દિવસ college માં મને એનો bf દેખાયો જ નહી.
5 days થયા હશે ત્યારે મને break time માં હું મારા class ની પહેલી bench પર ઉપર બેસીને બધા જોડે મસ્તી કરતો હતો ત્યાં જ Jaani એ class ની બહાર થી બૂમ પાડી
અને કીધું, "Kartik જલ્દી બહાર આવ."

બધા ના ધ્યાન મારા તરફ ખેંચાયા. અને હું અને Harsh બંને બહાર ગયા અને Jaani એ મને કીધું કે પાણી પીવાના નળ પાસે ભાગી ને જાવ અને દેખો.

અમે પાણી ના નળ પાસે ગયા તો વૈદેહી Jaani ના class ના એક છોકરા જોડે વાત કરતી ઊભી હતી અને પેલા છોકરા એ વૈદેહી નો હાથ પકડી એને કેન્ટીન બાજુ લઈ ગયો.

હું અને Harsh તો જોતા જ રહી ગયા. છોકરો કાળો હતો. મોઢા જોવું પણ ના ગમે અમને એવું હતું. અમે તો વિચાર માં પડી ગયા કે આ નવો વળી કોણ છે.

ત્યાં jaani આયો અને બોલ્યો,
"આ છે વૈદેહી નો નવો bf. જય college માં થી થોડોક time suspend થયો હતો ત્યાં સુધીમાં સાધના એ પાછી double game કરી નાખી. આ નવો bf સાધના નો ફ્રેન્ડ છે. સાધના ને એને કીધું વૈદેહી નું અને સાધના એ વૈદેહી ને મનાવી લીધી. વૈદેહી પેલે નાં પાડી હતી છતાં સાધના એ મનાવી લીધી વૈદેહી ને. એના નવા bf નું નામ અર્પિત છે. અર્પિત જય(જૂનો bf) નો friend છે.
તમે લોકો મને કાંઈ પૂછો એની પેલે જ મેં તમને બધું જણાવી દીધું. ??. "

me :" છોકરો તો મને સીધો નહીં લાગતો. "

Jaani :" તો કોણે કીધું તે સીધો છે?? તેણે પણ વૈદેહી પેલે થી જ ગમતી હતી. પણ સાધના એ રાહ જોવાનું કીધું હતું. અર્પિત ની આખા class ને ખબર છે કે તેણે વૈદેહી ને ફક્ત મજા માટે use કરવા જ gf બનાવી છે. તે કાય વૈદેહી ને love નથી કરતો. તે ફક્ત એને વાપરવા માંગે છે. kartik તને ખોટું લાગ્યું હોય તો sorry ?? ??. મને ખબર છે તું વૈદેહી ને કેટલો love કરશ. મેં તને બધું સાચું કીધું. "

Harsh :" હવે તારા પર નિર્ભર કરે છે કે તારે વૈદેહી ને આવા ખરાબ લોકો થી બચાવી છે કે પછી વૈદેહી જેમ કરે એમ કરવા દેવું છે. "

me:" વૈદેહી ને સાચું ખબર નથી તે બધાનો ભરોસો કરી લઈ છે , જો અત્યારે મેં એને ના બચાવી તો તે પછી કોઈ નો વિશ્વાસ નહીં કરે. અને આખી જિંદગી રોવા માં કાઢી નાખશે. "

Jaani :" તું વિચારશ એટલું સહેલું નહી એને બચાવી. તે અત્યારે બહુ serious relationship માં છે. એને પૂરો ભરોસો છે સાધના પર. એટલે સાધના એ વૈદેહી ના મગજ માં એવું બેસાડી દીધું છે કે અર્પિત વૈદેહી નો true love છે. "

Harsh :" હાં kartik આ હવે તો impossible છે એને આવા લોકો થી દૂર કરવી. "

me :" મારા પાસે પ્લાન છે. હવે આપણે બસ પ્લાન પર ચાલવાનું છે. mind games રમવાની છે. અને વૈદેહી નું બ્રેક અપ કરાવા નું છે. "

Harsh & jaani :" અમે ભેગા જ છીએ તારા , વૈદેહી ને અમારા ભાભી બનાવા જ અમારું લક્ષ્ય છે. "

me :" ચાલો તમારું લક્ષ્ય સહેલું કરવાં હું તમને તમારા ટાસ્ક તમને સાંજ સુધી માં મેસેજ કરું છું. "

હવે તો મને સાધના પર વધારે ગુસ્સો આવતો.


(ક્રમશ :)


(હવે kartik કેવી રીતે વૈદેહી ને breakup કરાવે છે તે જોવા માટે વાંચો twisted Love ( PART 5) next week)