ટ્વીસ્ટેડ લવ - (PART 9) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - (PART 9)









(પાછળ ના એપિસોડ માં જોયું કે kartik અને vaidehi  ની exam start થઈ જાય છે. vaidehi kartik ને exams પછી sem 2 ના starting માં propose કરવાનું વિચારે છે. અને તે લોકો ને exam પત્યા પછી sem 2 પેલે 1 મહિના નું vacation પડે છે.
હવે આગળ )


તારો વિરહ મારા માટે એક સજા છે...
  but
તારી રાહ જોવામાં એક અલગ જ મજા છે...


-Anonymous


But, મને તો કોક ની રાહ જોવી જરાય ના ગમે એટલે vacation માં કંઈક તો કરવું જ પડે ને યાર !!

Vacation તો પડી ગયું હતું મારે 1 month નું પણ મારે નકામું ઘરે બેસીને vaidehi ના વિચાર કરવા અને એમાં time waste કરવો એનાં કરતા મેં પાછુ બ્રહ્માકુમારી આશ્રમ માં જવાનું વિચાર્યું. હકીકત માં તે ખાલી એક આશ્રમ નહોતું.ત્યાંની વાત જ અલગ છે.તેથી મેં બધા ફ્રેન્ડ્સ ને msg કરી દીધેલો કે હું આશ્રમ માં જવાનો કાલ થી so no calls no msg.

અને છેલ્લે એક મહિના પછી હું vacation આખું આશ્રમ માં પતાવીને clg આયો.

vaidehi એ તો રામ જાણે શું નક્કી કરેલું but મને તો પાક્કી ખબર હતી કે હવે ચાલુ થશે નખરાબાજી.અને એ vaidehi ના નખરાબાજી માં આપણી ઈજ્જત ની તો વાટ લાગવાની.

હજુ તો હું clg માં enter થયો અને મારી બેઠકે જતો હતો જે designer પિલ્લર ની લેફ્ટ side આવેલી. અને હું અને Jaani બન્ને બેઠા અને Harsh ની રાહ જોવા લાગ્યા. તે clg bus માં આવતો,અને vaidehi પણ તેના ભેગી જ આવતી બસ માં.

અને clg બસ આવી અને Harsh નીકળી અમારી બેઠકે આવ્યો અમે ત્રણ બેઠા બેઠા હજુ વાત ચાલુ કરી એનાં પેલા જ vaidehi આવી અને designer થાંભલા ની જમણી side બેસી ગઈ અને kusum અને shivani બન્ને ઉભી રહી. થાંભલા ની right side એટલે મારી તો એકદમ બાજુ માં જ બેઠેલી કહેવાય,હું લેફ્ટ side ના પિલ્લર ને અડીને ટેકો લઈને style માં બેઠો હોવ અને મારી બાજુ માં બધાય બેઠા હોય.

જેવી vaidehi બેઠી અને તરત જોર થી બોલી.ના પણ બોલે બૂમો પાડીને તો પણ અમને સંભળાવાનું.

vaidehi : આજ થી આ side આપણી બેઠક હો kusum... 

જયારે kusum અને shivani તો ખાલી સાવ ધીમા અવાજે બોલતા હતા.

અને આ side Harsh અને jaani બન્ને ઉત્સાહ માં આવી ગયા.

Jaani : આ બધી તો હવે આયા બેસવાની રોજ.

Harsh : ખુલીને વાત પણ નય થાય હવે તો.પણ kartik ને મજા આવશે.

me : હાલતો થા.હજુ બહુજ દૂર બેઠી કેવાય તે..

Jaani : હવે તો તારા બાજુ માં તને ચીપકીને બેસે તો થાય.. ??

Harsh : kartik જા propose કરી આવ અત્યારે...

jaani : મસ્ત મોકો છે. બાજુ માં બેઠી છે પૂછી લે જા તારું

me : બુદ્ધિજીવીઓ ધીમે થી બોલો..... મારી બાજુ માં જ બેઠી છે.અને હવે હાલો અંદર lacture start થયો હવે.

અને જયારે બ્રેક પડી ત્યારે હું clg ની stationary એ ઉભો હતો.ભીડ તો ઘણી હતી ત્યાં,જેવો હું ભીડ માં ઘુસ્યો અને કંઈક બોલું તે પહેલા જ મને પાછળ થી ધક્કો લાગ્યો.લાગ્યું કે કોક મને એનો બેડ સમજી ને મારાં પર સુઈ ગયું છે ટેકો લઈને.

હું વિચારું આવું બધું કોણ છે??  મારાં પર ઢળી ગયું અને મારું બેગ જે મારાં ખભે હતું એનાં પર એક છોકરી સાવ ભીંસાતી હતી. એની પાછળ કોઈને નહોતું ઉભું છતાંય મને એ પાછળ થી સાવ અડીને ઉભી રહી ગઈ અને મારાં કાન આગળ પોતાનો face લાવીને બૂમો પાડીને સ્ટેશનરી વાળા પાસેથી pen માંગી રહી હતી. તેનો અવાજ મારાં કાન ના પડદા ફાડવા માટે કાફી હતો. પણ તે અવાજ સાંભળવાની સ્થિતિ માં may be હું નહોતો.

કારણકે તે સંપૂર્ણ પણે મને અડીને ઉભી હતી એમ તો ના બોલાય but તે મારાં clg બેગ ને ચિપકીને ઉભી હતી તેમ જરૂરથી કહેવાય.એનો મારાં ખભે રાખેલો તેના હાથ નો સ્પર્શ અને તેના perfume ની મહેક તો જાણે પાગલ કરી નાંખે કોઈને..પણ આપણે ને બહુ ફર્ક ના પડે. ??

હજુ મેં એનો face નહોતો જોયો કારણકે મને ખબર હતી કે આ vaidehi જ છે. first time આવી રીતે કોઈએ મારાં ખભે હાથ રાખીને આટલુ નજીક થી બૂમો પડી હોય. vaidehi ખસવાનું નામ નહોતી લેતી અને stationary વાળા એ એને એની પેન આપી દીધી હતી. એટલે shivani એને ખસેડીને ત્યાંથી લઇ ગઈ. પછી મેં જરાક જોયું તો મારી સામે મારાં class ના અમુક છોકરાઓ જોતા હતા અમુક બીજી branch ના હતા. એમાંથી એક ફ્રેન્ડ karan બોલ્યો કે, "તને તો યાર સામેથી બધી ચોંટે છે.... શું છે આ બધું kartik???? "

હવે એનાં આ સવાલ ના લીધે ત્યાં ઉભેલી ટોટલ પબ્લિક મારાં સામે જોવા લાગી એમાં અમુક girls પણ ઉભી હતી સ્ટેશનરી એ.

me :  અરે ભાઈ, તે જોયું નહીં આયા કેટલી બધી ભીડ છે એટલે જગ્યા નહીં મળી હોય અને જલ્દી હશે એટલે આવું કર્યું નકર આવું ક્યાં કોઈ કરે આપણી જોડે??  બરાબર ને  ચાલ હું હવે જાવ છું મારે થોડુંક કામ છે ઉપર....

પછી તો karan કંઈપણ બોલે તે પહેલા જ હું ત્યાંથી જતો રહ્યો. અને ત્યાં ઉપરના માળેથી Harsh અને Jaani બન્ને જોતા હતા બધો નજારો.

હું તો ત્યાંથી direct class માં જઈને મારી first બેન્ચ પર જઈને બેસી ગયો ત્યાંજ vaidehi મારાં  class માં  બિલકુલ મારી સામે  દરવાજા ને અડીને ઉભી રહી ગઈ અને એની ફ્રેન્ડ્સ જોડે વાતો કરવા લાગી.

હવે class ના બધા છોકરાઓ એની સામે જોતા હતા અને તે એકદમ ટગર ટગર મારી સામે જોઈને બીજા સાથે વાત કરતી હતી. અને આ વાત મને Harsh એ કીધી કે હવે તો અને પ્રોપોઝ કરી દે નકર આ clg સામે આવા નખરા કર્યા રાખશે.

me : હું તો કાંઈ પ્રોપોઝ નહીં કરવાનો આને..

Harsh : તું નય કર તો બીજું કોણ કરશે?? દિમાગ તો છે ને ઠેકાણે..

me : તે સામેથી મને i love u બોલશે.

Harsh : અરે યાર એકેય છોકરી સામે થી ના બોલે i love u.એમાંય આખી clg માં vaidehi વિશે બધા કેવી ગંદી ગંદી વાતો કરે છે. એને arpit ને bf બનાવ્યો પછી હવે એની એકેય જાત ની કોઈને ઈજ્જત નહીં કરતું. બધા એની ઠેકડી જ ઉડાડે છે.

me : i know

Harsh : પણ જો તું એને gf બનાવી લે તો પછી બધું સરખું થઈ જશે,but એનાં માટે તારે પેલે એને propose કરવું પડે..

me : અરે યાર, trust me તે સામેથી આવશે મારાં પાસે એક week ની અંદર.

Harsh : તું આટલી ખાતરી થી કેવી રીતે બોલી શકે???

me : તું અત્યારે જો એની સામે, ક્યારની કેવી રીતે જોવે છે... એ જોઇ મને તો નહીં લાગતું કે તે વધારે સહન કરી શકે. હજુ તો આ કાય નથી હજુ તું એનાં નખરા જો ખાલી એક બે દિવસ..

આટલુ બોલીને હું પાછો ઉભો થયો અને vaidehi સામે જોતો જોતો એની બાજુ માં ઉભેલી shivani ને excuse me plzZ બોલીને ક્લાસ ની બહાર જવા જતો હતો ત્યાં જ vaidehi kusum ને બોલી કે,"અરે યાર અમારા તો યાર નસીબ જ નહીં, સાલું કોઈ છોકરો મને લાઈન જ નહીં મારતું.શું હું આટલી બધી ખરાબ દેખાવ છું kusum " આમ બોલી ને ત્રણેય હસવા લાગી અને પછી મને shivani એ દરવાજા પાસેથી હટી ને મને બહાર જવાની જગ્યા આપી પણ vaidehi ત્યાંથી ના ખસી.
અને હું ગયો પછી તે પણ પોતાના class માં ચાલી ગઈ.

અને છૂટતી ફેરે હું મોડેથી પગથિયાં ઉતરતો હતો બીજા બધા તો ક્યારના ઉતરી ગયા હતા.હું એકલો જ હતો ત્યાંજ કોક મારી પાછળ પાછળ આવે છે એવુ લાગ્યું પછી એ અચાનક મારી સાથે સાથે ચાલવા લાગ્યું મેં બાજુ માં જોયું તો vaidehi મારી સાથે સાથે પગથિયાં ઉતરતી હતી. એનાં હાથ ચાલતા ચાલતા મારાં હાથ સાથે અડી રહ્યા હતા. નીચે jaani પાણી ના નળ પાસે મારી રાહ જોતો હતો. એ આ બધું જોઈને હસી રહ્યો હતો. જેવા પગથિયાં પત્યા પછી મને એમ કે હવે તો આ જતી રહેશે. So હું તો પાણી ના નળ પાસે પાણી પીવા ગયો મારી બાજુ માં બીજા ઘણા બધા નળ હતા. Jaani પાણી પી ને ઉભો હતો એટલે હું પાણી ભરવા લાગ્યો ત્યાં vaidehi મારી સાવ નજીક આવી અને મારી બાજુ ના નળ માં મને સાવ અડીને ઉભી રહી અને પાણી ના નળ માં વોટર બેગ ભરવા લાગી. અને એની ફ્રેન્ડ્સ ને બૂમો પાડીને બોલતી હતી કે શાંતિ રાખીને ઉભી રેજો મને વાર લાગશે.

હું તો પાણી પી ને ચાલ્યો ગયો ત્યાંથી.Jaani પણ પછી બહાર આવી ગયો. Jaani કંઈક તો બોલશે જ આ બધું જોઈને એ તો મને પાક્કા પાયે વિશ્વાસ હતો. અને ત્યાં જ બોલ્યો.

Jaani : હજુ ઉભો રેવું હતું ને તારે ત્યાં જ્યાં સુધી ઓલીને સન્તોષ નહીં થઈ જતો.

me : good joke

Jaani : હું સાચું બોલું છું. આજે સવાર નો દેખું છું યાર vaidehi ભમરા ની જેમ તારી આજુબાજુ રખડે છે. સ્ટેશનરી માં તો જાણે એની લાજ શરમ ક્યાં મૂકી દીધી એને.

me : કેમ??

Jaani : અરે કેવી ચોંટી ગઈ હતી તને પાછળ થી ઓલા એ pen આપી દીધી એને એની તો પણ નહોતી હટતી. બધા તમને બન્ને ને જ જોતા હતા.ઓલી shivani એને જબરસ્તી તારા થી અલગ કરી ને લઇ ગઈ. આ કાંઈ રીત છે યાર તું એને i love u બોલી દે એટલે વાર્તા પતે.

me : અત્યારે કાંઈ જ નથી કરવાનો હું.

Jaani : તો ક્યાં સુધી તમે બન્ને ઈશારા કર્યા રાખશો જોજે પછી ઓલી પાગલ નો થઈ જાય..મને તો એ જ નહીં સમજાતું કે તે એવુ બધું એને શું કરી દીધું કે vaidehi આટલી પાગલ થઈ ગઈ તારા પાછળ.

me : હવે આ સવાલ થોડાક દિવસ માં તે મારી gf બને પછી તે આપણા group માં જ રેવાની ત્યારે vaidehi ને જ પૂછી લેજે.છતાંય ના મળે ને જવાબ તો મને કેજે. 

અને છેલ્લે હું ઘરે પહોંચી ગયો. આજનો દિવસ તો ખરેખર ગજબ ગયો હતો. હજુય હું મારાં હાથ માં vaidehi નો touch મહેસૂસ કરી શકતો હતો. હવે તો કાલ ની રાહ હતી મને કારણકે may be કાલે vaidehi મને બોલાવી મારાં જોડે વાત કરે. એક દિવસ માં તો vaidehi એ સાબિત કરી બતાવ્યું કે એ તો હવે પૂરેપૂરી ડૂબી ગઈ છે love માં.એટલે હવે તો મારે પણ એના love માં ડૂબવાનું જ રહ્યું.

ત્રણ-ચાર દિવસ આમ જ ચાલ્યું. Vaidehi રોજ કઈંક ને કંઈક નવું કરતી kartik ની નજર માં આવવા.અને આખી clg માં ખબર પડવા લાગી કે આને kartik વધારે પડતો જ ગમી ગયો છે. એટલે clg ના અમુક છોકરાઓ kartik પાસે આવી vaidehi ના character report આપવા લાગ્યા.અને આ બાજુ vaidehi કંઈક અલગ વિચાર કરી રહી હતી kartik માટે.


અને vaidehi શું પ્લાનિંગ કરતી હતી kartik માટે??kartik નો vaidehi પ્રત્યે નો love લોકો ના કહેવાથી દબાઈ ગયો હશે?? 


(ક્રમશ:)


_____________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik