મી.મગજવગરનો આવું વિચિત્ર અને દાંત ચડે એવું નામ મને એણે આપેલું હેતલ શાહ મારી ખાસ ફ્રેન્ડ જેને મેં એક લવટિપ્સ આપેલી અને એ ટિપ્સ ને લીધે જ કોઈની જિંદગીનો અંત થયો ને એ મને નફરત કરવા લાગી.
આજ થી લગભગ છ વર્ષ પહેલા હું ફૂલ મજાથી મારી કોલેજ લાઈફ જીવતો હતો. સોલિડ જિંદગી હતી બોસ ત્યાં અચાનક આ લવટિપ્સ દેવાનું ભૂત મગજમાં ચડ્યું કે પછી એમ કહું કે દિલ થયું કે ચાલને યાર લોકોની લવલાઈફ ને બેલેન્સ કરું એની પ્રોબ્લેમ્સ ને સોલ કરું પછી શુ ફેસબુક પર ડિસ્ક્રીપશનમાં લખી નાખ્યું ''લવટિપ્સ માટે મેસેજ અથવા કોલ કરો મી. વિકી મહેતા ને તાત્કાલિક સોલ્યુશન. (કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં)'' પણ આવું લખી ને રાખી દેવાથી ધંધો ના થાય પ્રેમ શુ છે પ્રેમ કોને કહેવાય પહેલા એ પણ ખબર હોવી જોઈએ જ્યારે એક ફ્રેન્ડે આવા વચનો કહ્યા ત્યારે થયું કે લવટિપ્સ પછી પહેલા હું પોતે લવ કરી જોવ.. પણ મારા જેવા સીધા છોકરા ને ભાવ કોણ આપે મેં હાર તો ના જ માની પ્રેમ પર મારી પાસે ઓલરેડી ઘણું નોલેજ હતું મેં તેમ છતાં એમાં વધારો કર્યો રોજ લાઈબ્રેરી જઈને હું પ્રેમના પાઠ ભણી આવતો આઈ મીન એકાદી પ્રેમકથા વાંચી આવતો.
ધીરે ધીરે મારો ધંધો ચાલવા લાગ્યો સૌથી પહેલા એક છોકરાનો ફોન આવ્યો
'હેલ્લો વિકીભાઈ મારા બધા ફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ છે મારે જ નથી..'
એ ભાઈનો પ્રશ્ન સાંભળીને મને પહેલા તો હસવું આવ્યું તેમછતાં મેં મારા હાસ્ય પર થોડો કાબુ રાખી બોલ્યો
'જો ભાઈ કેટલી ઉંમર છે તારી..'
'પંદર વર્ષ..'
ત્યારે મને થયું કે યાર જમાનો તો ઘણો જ બદલાઈ ગયો છે ક્યાં પંદર વર્ષની ઉંમરે અમે બરફગોલા ચૂસતા અને ક્યાં પંદર વર્ષની ઉંમરે આ લોકો છોકરીઓ પાછળ પડી ગયા છે.
'જો દોસ્ત એક સાચી સલાહ આપું આ ઉંમર છે ને તારી જિંદગીની સોનેરી ઉંમર છે આ ઉંમરને તારે છોકરી પાછળ વેસ્ટ નથી કરવાની તારા પણ કઈક સપનાઓ હશે બોલ તારું શુ સપનું છે..?'
'મારે એક સારામાં સારો ક્રિકેટર બનવું છે એકદમ ધોની જેમ.'.
'તારે ધોની બનવું છે ખબર છે ધોની તારી ઉંમર કરતા પણ નાનો હતો ત્યાર થી એના સપનાઓ પાછળ દોડવા લાગ્યો હતો. તું પણ તારા સપનાઓ પાછળ ભાગ આજે નહીં તો કાલે તું ક્રિકેટર બનીશ. અને રહી વાત ગર્લફ્રેન્ડની તો એ તો તને મળી જ જશે.'
મારુ લેક્ચર શાયદ એના ગળે ના ઉતર્યું એણે સહેજ નારાજગી જતાવતા કહ્યું
'સપના અને ગર્લફ્રેન્ડ વચ્ચે કોઈ જ સબંધ નથી મને લાગ્યું કે તમે લવટિપ્સ આપશો પણ તમે તો લેક્ચર આપવા લાગ્યા'
'શાંત થઈ જા ભાઈ આ લવટિપ્સ નહીં પણ હું તને લાઈફટીપ્સ આપું છું.'
'નથી જોઈતી મારે તમારી લાઈફટિપ્સ રાખો તમારી પાસે'
અને એણે ફોન કાપી નાખ્યો ત્યારે ખબર પડી કે દુનિયામાં કેવા કેવા માણસો પડ્યા છે. ખોટે ખોટું કલાક ગળું દુખાવ્યું.
એ પછી ધીરે ધીરે મારુ વર્ક પોઝિટિવલી ચાલવા લાગ્યું વિકી મહેતા ધીરે ધીરે શહેરમાં ફેમસ થવા લાગ્યો કોઈને પણ રિલેશનમાં કોઈપણ પ્રોબ્લેમ હોય તરત જ મને કોલ કરે. રોજના આઠ દશ આઠ દશ કોલ તો હોય જ
ધીમે ધીમે લખવાનું શરૂ કર્યું વિષય તો આપણી પાસે ઓલરેડી હતા જ લવ રિલેશનશિપ ઇમોશન્સ એના પર લેખો લખવાનું શરૂ કર્યું હું ઓથર બની ગયો. એક દિવસ ફેસબુકની વોલ પર બસ અમથી જ એક શાયરી પોસ્ટ કરી
''કાગળ પણ મારી પાસે છે પેન પણ મારી પાસે છે
લખું તો શુ લખું મારુ દિલ જ એની પાસે છે''
આવી સરસ શાયરી એટલે પોસ્ટ થોડી વજનદાર થઈ ગઈ ફટાફટ લાઈક/કમેન્ટ્સ આવવા લાગી જોરદાર.., સોલિડ.. એકદમ જક્કસ, વિકિભાઈ કાઈ ઘટે જ નહીં.. એકદમ સરસ.., વેરી નાઇસ.., આવી આવી કમેન્ટ્સ જોઈને તો હું એકદમ ખુશ થઈ નાચવા લાગ્યો થયું વિકી તારું તો હાલી ગયું હો..
કલાક પછી નોટિફિકેશનમાં એક નવી કમેન્ટ્સ આવી અને એ કોઈ હેતલ શાહ કરીને કોઈ છોકરી ની હતી મેં ફટાફટ ઓપન કરી
'મગજ તો છે ને તમારી પાસે... કેમ કે લખવામાં મગજ વાપરવાનું હોય દિલ નહીં'
મેં ફટાફટ પ્રોફાઈલ ચેક કરી ઓનલાઇન હતી અબાઉટમાં જેન્ડર ફિમેલ ચેક કર્યા બાદ મેં ફટાફટ રીપ્લાય કર્યો
'ઓ હેલ્લો, મિસ. હેતલ મારી પાસે મગજ નથી દિલ છે અને એટલે જ હું દરેક કામ દિલથી કરું છું.'
'ઓહ સોરી.. મને નોહતી ખબર કે તમારી પાસે મગજ નથી મી. મગજવગરના.'
'આ શુ મી. મગજવગરના કહે છે.. મારુ નામ વિકી છે કોલ મી વિકી ઓકે..'
'ના મી. મગજવગરના જ કહીશ કેમકે તમારી પાસે એ નથી.'
'તો મી. દિલવાળો કહેજે એ તો છે ને મારી પાસે..'
'એ બહુ જ ઓલ્ડ ફેશન લાગે જ્યારે આ મી. મગજવગરના બહુ જ ક્યૂટ લાગે..'
'મેં કહ્યું તો પછી ફ્રેન્ડ્સ..?'
'એક જ શરત પર.. હું હમેશા તને મી. મગજવગરનો જ કહીશ. જો આ શરત મંજુર હોય તો જ ફ્રેન્ડ નહિતર..'
'ઓકે મંજુર છે..'
એ પછી એ મારી ફ્રેન્ડ બની ગઈ હેતલ શાહ અમદાવાદમાં રહેવાવાળી એ અને રાજકોટમાં રહેવા વાળો હું તમેછતા ફેસબુકની મહેરબાની કે અમે મળી ગયા જાણે રાજકોટ અમદાવાદ એક થઈ ગયા.
આખો દિવસ બસ ફેસબુક ફેસબુક મેં જ્યારે એને મારી લવટિપ્સના કામ વિશે કહ્યું ત્યારે એણે મને એક મસ્ત સજેશન કર્યું અને એના સજેશન પરથી મેં મારુ એક અલગ જ ફેસબુક પેઈજ બનાવ્યું ટાઇટલ રાખ્યું 'મી.મગજવગરનો' જેના પર મેં મારુ વર્ક આગળ વધાર્યું હવે એ પણ મને મારા કામમાં મદદ કરવા લાગી.
એ પછી મેં નવી નવી વાર્તાઓ લખવનનું શરૂ કર્યું એક પછી એક વાર્તાઓ હું લખતો ગયો ને છાપા મેગેઝીનોમાં મારી વાર્તાઓ છપાવા લાગી અને લોકો. મને ઓળખતા થયા
એક દિવસ હેતલનો કોલ આવ્યો
'વિકી યાર મારે તારી મદદની જરૂર છે'
'હા બોલ ને હેતલ.. શુ મદદ જોઈએ છે તારે..'
'પરેશ કરીને એક સીધોસાદો છોકરો છે છેક સ્કૂલમાં આઠમું ભણતા ત્યારથી અમે સારાએવા ફ્રેન્ડ છીએ અને હવે એ મને પ્રેમ કરવા લાગ્યો છે બે દિવસ પહેલા એણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને ત્યારે મેં એની પાસે વિચારવાનો સમય માંગ્યો છે.. હું એને બસ મારો ફ્રેન્ડ જ માનું છું જો એને ના કહીશ તો એ કાઈ કરી ના બેસે..'
'તું ચિંતા ના કર એ માણસ ને થોડો સમજાવો પડે અને એ સમજી પણ જશે તું એ જ કર જે હું કહું.. '
પાંચ દિવસ પછી રાત્રે અચાનક જ એનો કોલ આવ્યો
એ રડી રહી હતી કોલ મા..
'હેલ્લો..હેતલ..તું ઠીક તો છે ને..હેતલ..'
હેતલ રડતા રડતા બોલી -
'બહુ જ સારી સલાહ આપી તે.. હત્યારો છો તું...'
'હત્યારો..આ તું શુ બોલી રહી છે..'
'તારા લીધે..તારા લીધે.. પરેશે આત્મહત્યા કરી..તે એને આત્મહત્યા માટે મજબૂર કર્યો ના મેં એ વખતે તારી સલાહ લીધી હોત ને ના હું એ વખતે તારી વાત માની હોત તો આજે પરેશ આ પગલું ના ભરેત..'
'મને ખરેખર નોહતી ખબર કે પરેશ..'
'ચૂપ..એકદમ ચૂપ.. ભગવાન ને પ્રાથના કરજે કે જિંદગીમાં ક્યારેય હેતલ શાહ મારી સામે ના આવે.. કેમ કે જે દિવસે તું મારી સામે આવ્યો ને જીવ લઈ લઈશ તારો..'
ને ફોન કટ થઈ ગયો.. પાંચ દિવસ પહેલા જ્યારે એણે સલાહ માંગી ત્યારે મેં બસ એટલું કહેલું કે
'સુહાની તારા એ ફ્રેન્ડ પરેશને કહી દે કે તારી જિંદગીમાં પહેલે થી જ કોઈ છે.. એટલે એ તને છોડી દેશે..'
'પણ મારી લાઈફમાં કોઈ છે જ નહીં એ તો એ પણ જાણે છે..'
'કોઈ નથી તો બનાવ..આઈ મીન થોડા સમયનું રિલેશન ફક્ત પરેશ ને તારી લાઈફમાં થી દૂર કરવા.. જ્યારે તું એવું જતાવીશ ને કે તું પરેશ ને નહીં પણ કોઈ બીજાને કેટલો પ્રેમ કરે છે ત્યારે.. પરેશ જાતે જ સમજી જશે ને તને છોડી દેશે..'
પણ એવી ક્યાં ખબર હતી કે પરેશ લાગણીવાળો માણસ નીકળશે એ એના પ્રેમને એનાથી દૂર જતા જોઈ પોતાની જિંદગી છોડી દેશે..
સમાપ્ત
Author Paresh Makwana
blog : khamoshiyaan.com
Mo.7383155936