Paanipuri premni tikhi mithi sharuaat books and stories free download online pdf in Gujarati

પાણીપુરી - પ્રેમની તીખી મીઠી શરૂઆત..

પાણીપુરી

પ્રેમની તીખી મીઠી શરૂઆત..

પરેશ મકવાણા

તીખી, મીઠી અને ચટપટી.. દરેક સ્ત્રીઓ ની ખાસ પાણીપુરી..એટ્લે જ તો દરેક ગલી મ્હોલલે એનાં પ્રેમીઓ એનાં ચાહકો..એમાંય સ્ત્રીઓ ની એ ફેવરિટ. ચાલો આજે આવી જ પાણીપુરી ની એક તીખી મીઠી પ્રેમ કહાની જોઈએ.

મલ્હાર સ્કુલ અને ત્યાં ભણે બેલા. જે સ્કુલ ની એકમાત્ર એવી છોકરી જે લોઅર એરિયા માં થી આવતી હતી. એને પાણીપુરી બહુજ ભાવતી પણ રોજ બિચારી પાસે નાસ્તાના ફક્ત પાંચ જ રૂપિયા હોય એ છૂટીને ઘણી છોકરીઓ ને પાણી પુરી ખાતા જોતી એને પણ મન થતુ કે હું એકાદ પ્લેટ પાણીપુરી ખાવ પણ પાંચ રૂપિયામાં એને પાણીપુરી આપે કોણ..? એ પોતાના શોખ પોતાની જરૂરિયાત પણ નાં પુરી કરી શકતી એટ્લે એની જાત ને કૉસતી..શા માટે મને આવા ગરીબ ઘરમાં જન્મ આપ્યો.

બીજી તરફ હતો હુ એટ્લે કે રાજીવ મારા ઘરની હાલત પણ એના જેવી જ હતી પપ્પા રોજના ફક્ત પાંચ જ રૂપિયા આપતા જેમાં હુ મોસ્ટ ઓફ થોડી ઘણી બચત કરતો ક્યારેક ભુખ લાગતી એટ્લે બચત માં મુકેલા પૈસા પણ વપરાઈ જતા..મને ન્હોતી ખબર કે બેલા ને પણ મારી જેમ પાણીપુરી બહુજ ગમે છે. હુ પાણીપુરી ખાવા ગયો ત્યાં બેલા પણ આવી..અને કિસ્મત તો જુઓ..ઓર્ડર દેવામાં અમે બન્ને એક જ સાથે બોલી ઉઠ્યા..ભાઈ પાંચ રૂપિયા ની એક પ્લેટ કરી આપોને..?

પેલા એ (પાણીપુરી વાળો) અમારી સામે એકવાર આંખો કાઢી ને જોયું..અને પછી બોલ્યો..પાંચ રૂપે કી પાનીપુરી નહીં આતી.. પતા નહીં કહાં કહાં સે ચલે આતે હે.

અને બેલા ચુપચાપ પાછળ ફરી ચાલવા લાગી.. ત્યાં મે એને રોકવા આવાજ કર્યો...બેલા..એક મિનીટ..એ પાછી ફરી અને મારી પાસે આવી.

બેલા : બોલ રાજીવ..?

આપણે પાણીપુરી સાથે મળી ને ખાઈએ..જો તુ કહેતી હોય તો..

બેલા : ખરેખર..?

હા, મારી પાસે પાંચ રૂપિયા છે તારી પાસે પણ છે. તો ભેગા મળીને જ ખાઈએ..

બેલા : તો પછી મંગાવ એક પ્લેટ.

અને પછી અમે મળીને પાણીપુરી ખાધી..

બેલા મજા આવી..?

બેલા : હા, બહુજ.

તો રોજ આમ જ ખાઇશુ.

બેલા : હા, રાજીવ આજ થી તુ મારો પાણીપુરી પાર્ટનર.

પાણીપુરી પાર્ટનર..?

બેલા : (હસી ને) જેમ બિઝનેસ માં હોય ને બિઝનેસ પાર્ટનર..એમ.

એ પછી તો આ ક્રમ રોજીંદો બની ગયો આ પાણીપુરી જ અમને બન્ને ને એકદમ નજીક લાવી. અમારાં પ્રેમની શરૂઆત થઇ. બેલા અને એની પાણીપુરી..ચોવીસ કલાક એ પાણીપુરી વિશે જ બોલતી હોય..કે મને મીઠી કરતાં તીખી પાણીપુરી વધારે ભાવે..,હુ બે ત્રણવાર તો પાણી માંગુ..,પાણીપુરી ખાતી વખતે મારી આંખમાં થી જળજળીયા નીકળતા હોય..આવી પાણીપુરી રીલેટડ ઘણી બધી વાતો એનાં મોઢે સાંભળવા મળતી.

એ એની પાણીપુરી ખાઇ ગયા બાદ મને ઘણીવાર કહેતી..યાર હુ તારા ભાગ ની એકાદી ખાવ..યાર મને એકાદ ખાવા દે ને..પ્લીઝ..એ પછી તો જાણે અમારો પ્રેમ વધતો જ ગયો હુ સ્પેશિયલ એને પાણીપુરી ખવડાવવા લાગ્યો.

અને એક દિવસ મે મારા દિલ ની વાત એને કહી જ દીધી.

બેલા..હુ તને પ્રેમ કરુ છું...

બેલા : પ્રેમ તો હુ તને પહલે થી જ કરતી આવી છું પણ બોલ તુ મારા માટે શુ કરી શકે છે..?

તુ બોલીશ એ..કરીશ..?

બેલા : બસ તુ મને ચાહે છે એ જ મારા માટે કાફી છે.

અને એ મને ભેટી પડી..આઇ લવ યૂ..ટુ રાજીવ પછી મજાકમાં બોલી પણ રાજીવ તારે મને પાણીપુરી ખવડાવવી પડશે. નહિતર હુ તારી જોડે વાત નહીં કરુ..

અરે યાર પાણીપુરી વગર તો આપણે બન્ને અધૂરા છીએ..એ પછી ના બધાં જ દિવસો જાણે ભગવાન અમારાં પર કંઇક વધારે જ મહેરબાન થઇ ગયો હોય એમ ખુશીમાં પછી એક દિવસો પસાર થતા ગયા..બારમાં ની બોર્ડ એક્ઝામ ગઇ અને ત્રણ મહિના નું મોટુ વેકેશન આવ્યુ..આ વેકેશને અમને બન્ને ને હંમેશા માટે અલગ કરી દીધા. ત્રણ મહિના એકબીજા વીના પાણી વિનાના માછલાં ની માફક ખૂબ તડપ્યાં.. આખરે મિલન નો એ દીવસ આવ્યો અમે મળ્યા. આખો દિવસ સાથે રહ્યાં પાણીપુરી ખાધી..અને છેલ્લે એણે કહ્યું કે આ આપણી છેલ્લી મુલાકાત છે.

કેમ યાર..આવુ શુ કામ કહે છે..?

બેલા : બસ..યાર હવે આપણે ના મળીએ એ જ આપણાં માટે ઠીક છે. આમ પણ આવતાં મહિને મારા લગ્ન છે.

અને જાણે હુ અંદર થી ભાંગી પડ્યો એવું લાગ્યું કે મારી બેલા હમેશા માટે મારા થી દુર થઇ ગઇ. પણ તારા વિના હુ નહીં જીવી શકુ બેલા..

બેલા : રાજીવ હુ પણ તારા વિના નહીં જીવી શકુ..પણ શુ કરુ મારા પપ્પા એ વચન આપ્યું છે કોઈને. જે એક દિકરી તરીકે મારે પાળવું જ પડશે.

અને પછી અમે હંમેશા માટે છુટા પડી ગયા.એણે પોતાના પપ્પાની પસંદ ના માણસ સાથે લગ્ન કરી લીધા..હુ એ જગ્યા એ થી રોજ પસાર થતો જયાં અમે બન્ને એક પ્લેટમાં પાણીપુરી ખાતા..ત્યાં થી પસાર થતા જ એવું લાગતું જાણે હુ ને બેલા હજી ત્યાં બેઠા બેઠા પાણીપુરી ખાતા હોઇએ..

એ પછી મે એ જ જગ્યા એ પાણીપુરી સેન્ટર ખોલ્યું..બેલા ધ ગુજરાતી પાણીપુરી..ત્યાં થી પસાર થતા ઘણાં બધાં કપલ મારા સેન્ટર પર આવી પાણીપુરી ખાઇ અને હુ એમને જોયા કરતો..આ જ તો પ્રેમ છે. અહિ થી જ તો પ્રેમની શરૂઆત થાય છે.

અને એક વર્ષ પછી બેલા એનાં પતિ અને બાળકો સાથે મારા સેન્ટર પર આવી. અને ફરી એ દિવસો તાજા થયાં..એની ફેમિલી સાથે એ બહુ જ ખુશ હતી અને એને ખુશ જોઈને..મને એક રાહત મળી.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED