Ranakpur - ek ajanya premni shodh books and stories free download online pdf in Gujarati

રણકપુર - એક અજાણ્યા પ્રેમની શોધ

રણકપુર - એક અજાણ્યા પ્રેમની શોધ

પરેશ મકવાણા

હુ રણકપુર છોડીને મારા ઘરે જતો હતોશાયદ હમેંશા માટે.. ત્યાં હાઇવે પર અચાનક એકટ્રકની હડફેટ મા આવતા મારુ એક્સીડેંટ થયુ... એ પછી શુ થયુ મને કઇજ યાદ નહોતુ જયારે આંખ ખુલી તો હુ એક મોંઘીદાટ હોસ્પિટલ મા સુતો હતો. હાથ મા ફેક્ચર હતુ અને માથા મા પણ પાટો હતો. મારી સામે જ એક કાળા સુટવાળો કોઇ અમીર મણસ મને તાકી રહ્યો હતો જાણે મને પુછતો હોય કોણ છે તુ ?

મે મારી આંખો ફરીવાર બંઘ કરી લીઘી. જાણે કોઇ સપનુ જોતો હોય એમ મારી આંખ સામે એક હાઇવે દેખાણો, એ હાઇવે પર નો એક મોટો પથ્થર હતો લખેલુ હતુ ‘રણકપુર-1km ‘ એજ રણકપુર જ્યાં મારો જન્મ થયો હતો, મારા પેમ નો જન્મ થયો હતો મારી રાની નો જન્મ થયો હતો. એજ રણકપુર ની કાચી શેરીઓ દેખાણી જયાં અમે સાથે રમતો રમતા, એજ રણકપુર ની જુની નિશાળ દેખાણી જયાં અમે સાથે ભણેલા, રણકપુર નુ એજ જુનુ પુરાણુ ખંડેર સમુ મહાદેવ નુ મંદિર દેખાણુ. જયાં અમે રોજ મળતા અને છેલ્લે મળ્યા હતા. ’મારી રાહ જોજે રાની, હુ પાછો આવીશ. અચાનક જ મારા કાનો પર કોઇનો અવાજ પડ્યો. -‘હવે કેમ છેતને?’ મે આંખો ખોલી તો એજ કાળાસુટવાળો માણસ સામે બેઠો હતો. હુ કાંઇ બોલુ એ પહેલા જ એણે બીજા બે સવાલો પુછયા-‘કોણ છે તુ ? શુ નામ છે તારુ? મે કહયુ-‘વીર.. ’-‘પણ તારા આઇ ડી મા તો કરન લખયુ છે. !’મે કહયુ-‘હુ વીર જ છુ. અને મારે રણકપુર જાવુ છે... અત્યારે ને અત્યારે. ’ –‘અત્યારે દોસ્ત તુ મુસાફરી ના કરી શકે... તારી હાલત તો જો? મે કહયુ-‘ના મારે રણકપુર જવુ જ પડશે.. અને એ પણ અત્યારે ને અત્યારે’ –‘દોસ્ત તુ માનતો કેમ નથી.. ખેર બતાવ રણકપુર મા તારુ કોણ છે ? મે કહયુ-‘ત્યા મારી રાની છે. ’–‘રાની. , આ રાની કોણ છે. ? મે કહયુ-‘રાની મારો પ્રેમ છે.. ’

“એક મહીના પહેલા હુ રણકપુર ગયો હતો. એ અજાણી છોકરી માટે, જેને હુ ઓળખતો પણ નહતો. હુ ક્યારેય એને મળ્યો પણ નહતો. , અરે... મને તો એના નામ ની પણ ખબર નહતી. ? તેમ છતા પાગલો ની જેમ આખા શહેર મા જ્યા ને ત્યા બસ એને જ શોધ્યા કરતો હતો. જ્યારે મે એને પહેલી નજરે જોઇ ત્યાર થી જ, એ મારા દિલમા વસી ગઇ હતી. હુ એને પ્રેમ કરવા લાગ્યો હતો.

એક વાર કોલેજ જતી વખતે મે એને બસ મા થી દુર બસસ્ટોપ પર એની સહેલીઓ સાથે જોઇ. અને ત્યારે એને જોતા કેમ મને એવુ લાગ્યુ કે મે એને પહેલા પણ કયાંક જોઇ છે.. એ ચહેરો મને કાંઇક વઘારે જ જાણીતો લાગ્યો. હુ બસ માથી ઉતર્યો.. તયાં તો પેલી છોકરી ક્યાક ચાલી ગઇ.. દોડીને બસસ્ટોપ પર ગયો... ત્યા આસપાસ બધી જગ્યાએ એને શોધી.. પણ એ નો મળી..

હુ એને આખા શહેર મા શોધવા લાગ્યો.. એક એક કોલેજ.. એક-એક કેનટીન, એક એક મલ્ટિપ્લેક્સ, ગાર્ડન... , કોફીશોપ.. પણ એ ક્યાય ના મળી.. આખરે એક મહીના પછી એક કોફીશોપમા હુ એની એક સહેલી ને મળ્યો. -‘હાય.. મારુ નામ કરન છે. શુ હુ અહી તમારી પાસે બેસી શકુ છુ. ?’એણે કહયુ- ‘હા, કેમ નહી.. ’ હુ એની સામે ચેર પર બેસી ગયો.. એ બોલી- ‘મી. કરન મારુ નામ સોનાલી છે. ’–‘સોનાલી હુ તમને કાંઇક પુછુ એના વીશે તમે મને જણાવી શકશો. ?’ તેને કહયુ- ‘હા ચોક્કસ બોલો ને તમારે શુ પુછવુ છે. ’–‘સોનાલી યાદ કરો કે, તમે એક મહિના પહેલા સવારે... ઇસ્કોનવાળા સ્ટોપ પર તમારી સહેલીઓ સાથે ઉભા હતા. ?’એ યાદ કરતા બોલી-‘ઇસકોન... વાળા.. બસસ્ટોપ પર... હા, અમે તયાં ઉભા હતા.. એનુ શુ. ?–‘ત્યા તમારી સાથે એક વાઇટદ્રેસવાળી છોકરી ઉભી હતી. એનુ મને એદ્રેસ આપશો. ?’ એણે પૂછયુ- ‘કોણ રાની.. ?’–‘સોનાલી હુ એને ઓળખતો નથી, હા પણ એના હાથમા એક કાળારંગની બેગ હતી. ’ એણે કહયુ-‘હા, એ બેગ રાની પાસે જ હતી. પણ.. રાની તો અહી નથી રહેતી.. ’ મે પૂછયુ-‘નથી રહતી એટલે.. ?’–‘રાની તો રણકપુર રહે છે. ’ મે ફરી પુછયુ-‘રણકપુર... ’–‘હા અહી તો બસ એ એક્ઝામ આપવા જ આવી હતી.. ’

રણકપુર તો મારો દોસ્ત કિશન રહેતો હતો.. અરે બે દિવસ પહેલા તો એણે મને ફોન પર કહયુ હતુ.. કે કરન આ વખતે હોળીમા તારે અમારે ગામ આવવુ પડશે? પણ ત્યારે મે એને ના પાડી દીધી હતી કે હુ નહી આવી શકુ..

કોફીશોપમા થી નીકળી તરત જ મે કિશનને ફોન કરી દીધો કે હુ આવુ છુ રણકપુર હોળી રમવા..

અને એજ સાંજે હુ પહુચી ગયો રણકપુર.. મને લાગ્યુ કે રાની વીશે કિશન ને અત્યારે કાઇ નથી કહેવુ.

બીજે દિવસે સવારે ઉઠયોતો કિશન અને બીજા મિત્રોએ મળી મને થોડી ભાંગ પીવડાવી દીધી... આજે પી.. લે યાર આજે હોળી છે.. અરે.. રે.. હોલી હે... અને હાથ મા રંગો ના પેકેટ ઉઠાવી અમે... , (બધા દોસ્તો) નિકળી પડયા ગામમાં.. એવુ લાગતુ હતુ જાણે આજે આખુ રણકપુર હોળી ના રંગે રંગાયુ.. ગામ આખુ હોળી રમતુ હતુ.. પાદરે કોઇ કોઇ ને ઓળખી શકતુ નહતુ... ઘૈરયાઓ... હોળી હે.. અરે હોળી આવી રે... જેવી ચીચીયારી પાડી હોળી ના આ માહોલ ને વધારે રંગીન બનાવી રહયા હતા.. ઢોલીએ ઢોલ પર દાંડી ફટકારી... તો કોઇએ નગારાને પછાડયુ.. આ ઢોલ-નગારા ના અવાજો થી જાણે આખુ રણકપુર ગુંજવા લાગ્યુ.. અરે... હોળી હે...

હુ પણ મારા દોસ્તો સાથે આ રંગોત્સવની મોજ માણી રહયો હતો.. ત્યા મારી નજર મંદિરના ઓટલા પર રાખેલા ભાંગના માટલા પર પડી.. સીધો જ જઇને એક-બે લોટા પી ગયો.. પણ મઝા તો ના જ આવી.. આખરે આખુ માટલુ જ ઉપાડી મોઢે માંડ્યુ.. હોળી હે.. માટલા ને ફેકી ફોડી નાખ્યુ હવે હુ ભાન મા નહતો શાયદ મને પુરેપુરો નશો ચડી ગયો હતો..

ઉપર જાણે આખુ આકાશ હોળીના રંગે રંગાઇ ગયુ હતુ હુ પણ પુરેપુરો ભાંગના નશામા ધુત હતો... સામે રાની આવતી દેખાઇ.. હુ બસ જાણે એને જોતો જ રહયો.. થયુ કરન આ સપનુ તો નથી ને.. ત્યા ક્યારે એ આવી.. મારી સાથે ટકરાણી.. ત્યારે ખબર પડી કે ભાઇ કરન આ સપનુ નથી, હકિકત છે. એ મારી છાતિને અડોઅડ સાવ નજીક આવી ગઇ હતી.. એકમેકના શરીર એકબીજાની સામે સાવ અડો ઉભા હતા.. શાયદ સમય પણ તયાંજ થંભી ગયો.. સમય જ શુ પણ સમસ્ત બ્રમ્હાડ જાણે સ્થિર થઇ ગયુ... એવુ લાગ્યુ કે બે નિલ ગગન મા છુટા પડેલા પંખીઓનુ મિલન થયુ..

આખરે એણે પોતાની જાત ને મારા થી થોડી પાછળ ખેંચી લીધી.. અને એટલુ જ કહયુ ‘આઇ એમ સોરી.. માફ કરજો.. ’અને એ જવા માટે પાછળ ફરી તરત જ મે એનો હાથ પકડી લીધો..

એ મારી સામે ફરી ગુસ્સામા બોલી- ‘હાથ છોડો મારો.’ મે કહયુ- ‘આ હાથ છોડવા માટે નથી પક્ડ્યો.. જાનુ.. ’ ભાંગ ના નશાને કારણે હુ શુ બોલી રહયો હતો શુ કરી રહયો હતો એનુ પણ મને ભાન ના રહયુ એણે ગુસ્સામા આવી મારા ગાલ પર બધાની વચચે એક જોરદાર ની થપ્પડ ચોંટાડી દીધી.. મારા હાથ ની પક્કડ ઢીલી થઇ એનો હાથ છોડાવી એ જતી રહી..

કિશન મને બધાની વચ્ચે થી ઘરે લઇ ગયો. પછી સાંજે રાનીને મળીને એને મારાવતી માફી માંગતા કહયુ-‘રાની એ કરન હતો.. મારો દોસ્ત કાલે જ શહેરથી આવ્યો છે. એ એવો નથી જેવો તુ એને સમજી રહી છે.. એ... તો.. રાની ત્યારે એ.. ભાંગના નશામા હતો.. પ્લીઝ થઇ શકે તો એને માફ કરી દેજે.. ’એના કહેવાથી ખબર નહી રાનીએ મને માફ કયો કે નહી..

સવારે ઉઠ્યો.. ત્યારે શાયદ મારો નશો ઉતર્યો કિશન સામે બેઠો હતો કરન તે આ શુ કયુ મે પુછયુ શુ કયુ શુ કયુ એટલે કરન તને ખબર નથી કે તે કાલે શુ કયુ.. અરે.. તે અમારા મુખીકાકા ની દીકરી રાની સાથે બતમીઝી કરી યાદ કર કા તે કાલે કેવા કેવા દ્રામા કર્યા

અચાનક જ મને ગઇકાલના દર્શ્યો યાદ આવવા લાગ્યા પહેલા માટલુ એક ભાંગ પી ગ્યો પછી.. રાનીનો હાથ પકડયો એણે ગાલ પર તમાચો માર્યો.. ઓહ માય ગોડ.. મે આ શુ કયુ.

મને લાગવા માંડયુ કે મારા થી વહુ જ મોટી ભુલ થઇ ગઇ.. હવે શાયદ રાની મને ક્યારેય માફ નહી કરે...

બીજે દિવસે સાંજે જ્યારે ગામમાં નીકળ્યો ત્યારે ગામની નદિમા કોઇ નાનો છોકરો રમતો રમતો પડી ગયો.. એ રાનીનો નાનો ભાઇ જય હતો.. એ પાણીમા ડૂબવા લાગ્યો.. ’બચાવો... બચા... બ.. ચી... ’એનો અવાજ સાંભળતાજ હુ એને બચાવવા નદિમા કુદી પડ્યો.. થોડીવારમા જ આસપાસ ના લોકો દોડી આવ્યા લોકોની ભીડ થઇ ગઇ આ વાતની જાણ થતા જ રાની અને સરપંચકાકા પણ ભીડને ચીરતા ત્યા આવી પહુચ્યા.. ત્યા સુધીમા તો મે જયને બયાવી લીઘો હતો એને ઉપાડી હુ કીનારે લાવ્યો.. રાની જયને વળગી પડી.. જેમ એક મા પોતાના દિકરાને જોઇને ના વળગી પડે.. પછી થોડી સ્વસ્થ થતા બોલી- ‘આભાર તમારો કે તમે આજે મારા સાતખોટના ભાઇનો જીવ બચાવ્યો છે..’ સરપંચકાકાએ પણ એની વાતમા સુર પરોવ્યો.. ’હા દિકરા.. જો આજે તુ ના હોત તો.. આગળના શબ્દો ગળે ઉતારી આગળ બોલ્યા.. દિકરા તે ખરેખર બહુ જ બહાદુરીનુ કામ કયુ છે.. ’ પછી બઘા છુટા પડયા ભીડ વીખાણી.. જય ને લઇને સરપંચકાકા ઘરે ગયા.. ત્યારે

મે રાની સામે હાથ જોડતા કહયુ- ‘રાની મને માફ કરી દો.. એ દિવસે જે કાંઇ થયુ એમા... , એ દિવસે હુ ખરેખર ભાનમા નહોતો એટલે... ’રાની એ કહયુ-‘હુ જાણુ છુ કે કરન આમા તમારો જરા પણ વાંક નહોતો.. એ દિવસે તમે જે કાઇ પણ કયુ એ અજાણતા જ કર્યુ.. એટલે કિશનના કહેવાથી માફ તો મે તમને ત્યારે જ કરી દીધા હતા.. અને માફી તો મારે તમારી માંગવી જોઇએ કે મે તમારી પર હાથ ઉપાડ્યો.. ’મે કહયુ-‘રાની તમે મને માફ કરી દીધો એ જ ઘણુ છે.. ’

બીજે દિવસે વહેલી સવારે હુ રાની ને મળવા ગામના એ મંદિરે ગયો જયાં રાની રોજ સવાર-સાંજ આવતી હતી.. ત્યા જઇને જોયુ તો આખુ મંદિર હજારો દિવાઓ ના પકાશથી ઝળહળતુ હતુ.. રાની દિવઓ પ્રગટાવતી હતી મે એની પાસે જતા પુછ્યુ-‘આટલા બઘા દિવાઓ.. શુ આજે કોઇ તહેવાર છે.. ?’

એ બોલી-‘ના આજે કોઇ તહેવાર નથી.. પણ આતો મારો રોજનો નિયમ છે.. રોજે સવાર-સાંજ આ મંદિર આમ હજાર દિવાઓ થી ઝળહળે છે.. ’ મે કહયુ-‘કેમ?’ તો તે બોલી-‘બસ આમ જ.. ’

પછી તો હુ એને એ મંદિરમા રોજ મળવા લાગ્યો.. એને દિવાઓ પ્રગટાવવા મા મદદ પણ કરતો.. એક વખત એણે મને પુછ્યુ-‘કરન તમે અહી રણકપુર શા માટે આવ્યા છો.. ?’મે કહયુ-‘હોળી મનાવવા.. ’એ બોલી-‘તમે ખોટુ બોલી રહયા છો. કરન કેમ કે તમે માત્ર હોળી મનાવવા ખતર રણકપુર આવયા હોત તો અત્યાર સુધીમા તો ક્યાર ના ચાલ્યા ગયા હોત પરંતુ.. , કાઇક તો કારણ હશે ને અહી આવવાનુ?’

મે કહયુ.. -‘કારણ છે. રાની.. ’અને હુ પોતાની જાતને રોકી ના શકયો મારા દિલની વાત હોઠ પર આવી જ ગઇ... ’રાની હુ અહી તમારી માટે જ આવ્યો હતો એક દિવસ મે તમને તમારી સહેલીઓ ઇસ્કોનવાળા બસસ્ટોપ પર ઉભેલા જોયા.. ત્યારે તમને જોતા જ એવુ લાગયુ કે મે તમને પહેલા પમ કયાંક જોયા છે.. હુ એ પછી તમને પ્રેમ કરવા લાગ્યો અને પછી તમને શોધતા શોધતા અહી.. રણકપુર આવી પહુચયો..

રાની હુ તમને ખરેખર બહુ જ પ્રેમ કરુ છુ. આઇ લવ યુ રાની.. રાની પ્લીઝ મારા પ્રેમને ગલત ના સમજશો... ’ એ થોડીવાર માટે ખામોશ થઇ ગઇ મે કહયુ-‘રાની પ્લીઝ કાઇક તો બોલો.. ?’

આખરે એણે એની ચુપ્પી તોડી કરન-‘પ્લીઝ મને માફ કરી દેજો પણ હુ તમને પ્રેમ નથી કરતી.. અને બની શકે તો પ્લીઝ મને ભુલી જજો.. ’ એ થોડી અપ્સેટ લાગવા માંડી.. એને કહ્યુ-‘કરન યાદ કરો કે તમે મને અહી જ આજ મંદિર મા આટલા બધા દિવાઓ કરવાનુ કારણ પુછયુ હતુ.. એની પાછળ નુ એક જ કારણ છે મારો વીર હુ અહી છેલ્લા દશ વર્ષ થી રોજ સવાર-સાંજ મારા વીરની યાદમા પુરા અક હજાર દિવાઓ પ્રગટાવુ છુ.. મે પુછ્યુ-‘રાની આ વીર કોણ છે.. ?’એણે કહ્યુ-‘કરન વીર મારા બાળપણનો પ્રેમ છે.. એ ગયો એના દશ દશ વર્ષો વીતી ગયા તો પણ હુ એની આવવાની આશ લગાવીને બેઠી છુ.. ગામવાળાતો ઘણા કહે છે કે એ હવે ક્યારેય પાછો નહી આવે પણ... , પણ.. મારુ દિલ કહે છે એ પાછો આવશે.. અને મને લઇ જાશે... ’

એ મને એના વીર વીશે કહેવા લાગી.. ’માસ્તરજીનો દિકરો વીર અને મારો જન્મ આ જ ગામમા થયો હતો... , આ જ ગામની શેરીઓ મા રમતા-કુદતા.. સાથે મોટા થયા.. બનને આ ગામની જુની નિશાળમા એક જ ક્લાસમા ભણતા.. એક જ સાઇકલમા નિશાળે જતા.. કયારે ક માસ્તરજી ના ડરને કારણે અમે નિશાળે જવાને બહાને અહી આ મંદિરમા રમવા આવી જતા.. ઘણીવાર મારે લીધે એને માસ્તરજીનો માર પડતો.. ક્યારેક એના થી નારાજ થઇ જાતી.. , એની જોડે બોલવાનુ બંધ કરી દેતી.. એ મનાવવા આવતો.. હુ ના માનતી એટલે સાઇકલની લાંબી સેર કરાવતો..

અમારી આ દોસ્તી ક્યારે પ્રેમમા બદલી ગઇ એની પણ અમને ખબર ના રહી.. અમે એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા.. અને વાંસળી વગાડવાનો બહુ જ શોખ હતો.. અમે જ્યારે પણ મળતા એ મને વાસળીની સુરીલી અક ધુન સંભળાવતો અને કહેતો ‘રાની આ પ્રેમધુન આપણા પ્રેમની નિશાની છે.. જે મને સતત તારો અહેસસ કરાવે છે.. ’અને હુ એને વળગી પડતી.. પછી તો હુ એના વીના એક પળ પણ રહી ના શકતી.. અને જ હુ મારુ સર્વસ્વ માની ચુકી હતી.. એ પણ મને એની દુનિયા માનતો હતો.. પરંતુ અચાનક જ અક દિવસ માસ્તરજીની બદલી શહેરમા થઇ ગઇ.. અને વીર એના પરીવાર સાથે શહેર ચાલ્યો ગયો.. જતા પહેલા એ મને અહી મળવા આવ્યો હતો.. ’રાની મને ભુલી ના જતી હુ તને બહુજ પ્રેમ કરુ છુ.. મારી રાહ જોજે... હુ તને લેવા જરુર આવીશ.. ’અને એ ચાલ્યો ગયો શાયદ હમેંશા માટે.. ’

મે કહ્યુ-‘રાની મને માફ કરી દેજો.. પણ.. તમને હવે પણ લાગે છે કે તમારો વીર તમને લેવા પાછો આવશે.. ?’એ બોલી- ‘કરન એ આવશે કે નહી એની મને ખબર નથી.. પણ એના માટે ની મારી આ વાટ(રાહ) ક્યારેય નહી ખુટે.. એની રાહ જોતા હુ જીંદગી ભર બેસી રહીશ.. ’

મે કહયુ-‘રાની તમારો પ્રેમ સાચો છે એટલે વીર ને તો આવવુ જ પડશે... અને મારુ દિલ કહે છે કે એ તમને લેવા જરુર આવશે.. હુ આજ થી એ જ દુવા કરીશ કે તમને તમારો પ્રેમ મળી જાય.. ’

આખરે મે વિચારી લીધુ કે સવાર પડતા જ હુ મારે ઘેર ચાલયો જઇશ.. અને સવાર પડતા જ હુ કિશન અને એના મમ્મી-પપ્પાની રજા લઇ નીકળી ગયો.. રણકપુર થી મારા શહેર તરફ.. અને ત્યા જ મારુ.. એક્સીડેંટ થયુ.... . ”

પેલા કાળા સુટવાળા મણસે પુછ્યુ-‘તો કરન તમારી રાની ને એનો વીર મળ્યો. ’ મે કહ્યુ- ‘ના અને એ માટે તો મારે રણકપુર જવુ છે.. ’એણે ફરી પુછ્યુ- ‘રણકપુર.. , રણકપુર શા માટે.. ?’

મે કહ્યુ-‘રણકપુર મારી રાની માટે.. મે ખરેખર એને બહુ જ રાહ જોવડાવી છે.. કહ્યુ હતુ કે તને લેવા આવીશ.. દશ-દશ વર્ષ વીતી ગયા છતા એ મારી, એના વીર ની રાહ જોઇને બેઠી છે.. એ મારા વીયોગે ઘણુ તડપી છે.. પણ હવે નહી... હવે હુ એને વધારે તડપાવવા માંગતો નથી.. ’

“એ વખતે હુ મારી ફેમેલી સાથે રણકપુર થી શહેર આવતો હતો.. ત્યારે જ અમારી બસનુ ભયંકર એક્સીડેંટ થયુ.. હુ બસના ખુલ્લા દરવાજા મા થી બહાર ઝાડી-ઝાંખરા મા ફેંકાઇ ગયો અને આખી બસ તયા જ બ્લાસ્ટ થઇ ગઇ.. અને બીજા યાત્રીઓ સાથે મારા મા-બાપ પણ... ”

મારી આંખમા થી આસુ વહેવા લાગ્યા.. એને પણીનો ગ્લાસ આપ્યો પાણી પી હુ થોડો સ્વસ્થ થયો..

“એ ઝાડી-ઝાંખરા મા પડેલ એક પથ્થર સાથે મારુ માથુ જોરથી ટકરાણુ હતુ.. જેને લીધે.. માથામા મોટી ઇજા થઇ અને મારી સંપુર્ણ યાદાસ્ત ખોઇ બેઠો.

તે પછી એક નવી વ્યક્તી કરન તરીકે અનાથાલયમા રહેતો હતો.. અને ત્યાજ મોટો થયો.. ”

પેલા કાળાસુટવાળા માણસે કહ્યુ-‘તો આ કરન અને વીર બન્ને એક જ છે. એમને.. ’મે કહ્યુ-‘હા.. , હુ જ વીર છુ.. અને કરન પણ.. ’

આખરે એણે પણ એનો પરીચય આપ્યો- ‘કરન મને તુ શાયદ મને નહી ઓળખતો હોય પણ હુ એક લેખક છુ. પરેશ મકવાણા.. એક સરસ પ્રેમકહાની ની શોધમા હતો.. જે શાયદ મને મળી પણ ગઇ છે.. તારી અને રાની ની કહાની લખાશે.. બહુ જલ્દી જ.. ’

મે કહ્યુ-‘આ તો બહુ જ સારી વાત છે.. પરેશભાઇ.. બોલો ક્યારે લખશો.. ’એણે કહ્યુ-‘લખાશે... પણ એના પહેલા હિરો હિરોઇન ને તો મળી લે.. ’

બે દિવસ પછી હુ થોડો નોર્મલ થયો.. એટલે પરેશભાઇ સાથે નીકળી ગયો રણકપુર... મારી રાની પાસે..

અમે રાની ના ઘરે ગયા.. મને જોતા જ રાની બોલી ઉઠી- ‘કરન તમે.. તમે તો, ચાલ્યા ગયા હતા.. ’ હુ એની પાસે ગયો.. અને કહ્યુ- ‘કરન નહી રાની વીર તારો વીર.. જો પાછો આવી ગયો.. તારી પાસે.. ’અને પેલી વાંસળી કાઢી.. અધરો પર ચડાવી.. અને થોડીવારમા જ એની સુરલી ધુન વાતાવરણ મા મહેકવા લાગી.. રાની ને લાગ્યો જાણે એનુ બાળપણ ફરી ઉગી નીકળ્યુ.. -‘રાની કહ્યુ હતુ ને કે એક દિવસ તારો વીર પાછો આવશે.. લે રાની હુ આવી ગયો... તારો વીર આવી ગયો.. ’અને એ મને વળગી પડી.. -’બહુજ તડપાવી વીર તે તારી રાની ને... ’

તયા જ પરેશભાઇ બોલ્યા-‘તો વીર તને આખરે તારી રાની મળી જ ગઇ એમ ને.. ’ રાની એ કહયુ- ‘અને મને મારો વીર મળી ગયો.. ’

{સમાપ્ત}

“મિત્રો આ સાથે જ હુ પરેશ મકવાણા તમારી રજા લવ છુ.. ફરી મળીશુ આવી જ એક દિલચપ્સ પ્રેમકહાની સાથે... ત્યા સુધી અલવિદા... ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED