vatsalyamurthi - devki ni haar jshoda ni jeet books and stories free download online pdf in Gujarati

વાત્સલ્યમૂર્તિ- દેવકીની હાર અને જશોદાની જીત..

              નીલમ કંસારા બોલીવુડની એક જાણીતી અભેનેત્રી પાછલા ચાર વર્ષમાં માં એક સાથે ત્રણ હિટ ફિલ્મો આપ્યા પછી બોલીવુડમાં એનું નામ થઈ ગયું.. આકર્ષક ફિગર,મનમોહક અદા,ખુબસુરત ચહેરો અને ગઝબનું ટેલેન્ટ કાફી હતું બોલીવુડમાં પગ જમાવવા એક સામન્ય હાઉસવાઈફમાં થી આજે એ બોલીવુડની ભાભી તરીકે ઓળખાતી હતી..
                એનો પતિ ભરત કંસારા શહેરનો એક જાણીતો બિઝનેસમેન હતો એણે નીલમ જેવી એક સામન્ય છોકરી સાથે લવ મેરેજ કર્યા અને એ નીલમ આજે બૉલીવુડ પર રાજ કરે છે એની પાછળ નું એક માત્ર કારણ હતો મી.ભરત નો પ્રેમ..
                ભરત અને નીલમ ના સ્વભાવ વિશે વાત કરું તો ભરત એક લાગણીવાળો માણસ હતો ને નીલમ.. એનામાં કોઈના પ્રત્યે જરાય લાગણી નહિ બસ એનો મતલબ હોય તો જ એ સબંધ રાખતી ભરત ને મન હતું કે નિલમ મને પ્રેમ કરે છે પણ અસલમાં નીલમ માટે ભરત ફક્ત એના સપના સુધી પોહચવાની એક સીડી હતો ભરત એને બોલીવુડની કવીન બનાવી 

               નીલમ માં બનવાની હતી આ જ કારણોસર એના હાથમાં થી એક મોટી ફિલ્મ જતી રહી એણે એ પણ ડીસાઈડ કરી લીધું કે મારે આ બાળક નથી જોઈતું હું ઓબોર્શન કરાવી લઈશ.. પણ ભરત એને સમજાવી 
               'ફિલ્મ ચાલી ગઈ તો એમાં શુ થઈ ગયું કાલે નવી મળી જશે..' 
               'જો આ બાળક મારા પેટમાં ના હોત ને તો આટલી સારી ફિલ્મ હાથ થી ના જાત હું તને પહેલે થી જ કહેતી આવી છું કે મારે હમણાં બાળક નથી જોઇતું પણ તું છે કે...'
                'તું અબોર્શન ના કરાવતી પ્લીઝ તારે બાળક નથી જોઈતું પણ મારે જોઈ છે હું કરીશ એની દેખભાલ..'
                 'ત્યાં સુધી હું... હું શુ કરું.. મને કામ પણ નહિ મળે..'
                 'ત્યાં સુધી તું બસ આરામ કર.. તારે કોઈ કામ કરવાની જરૂર નથી..'

                 એક સાંજે નીલમને અચાનક જ ડિલિવરી પેઈન શરૂ થયો ને ભરત એને હોસ્પિટલ લઈ ગયો સવારે ન્યુઝ આવી બૉલીવુડ કવિન નીલમ કંસારા ને ત્યાં દીકરીનો જન્મ ભરત ની તો ખુશી નો પાર ના રહ્યો.. નીલમ ને એની બેબી સાથે ઘરે લાવવામાં આવી બેબી અને નિલમની સેવા માં નોકરોની જાણે લાઇન લાગી નિલમના ફેન્સ બેબીને જોવા માટે ઘણા જ ઉત્સુક હતા.. ભરતે બેબીનું નામ દિયા રાખ્યું. બીજી તરફ નીલમ જેને એની દીકરી પ્રત્યે જરા પણ લાગણી નોહતી એને તો બસ પોતાના કરિયરની પડી હતી.. દીકરીના જન્મના પાંચમા જ દિવસે એણે નવી ફિલ્મ સાઈન કરી અને દશમાં દિવસે શૂટિંગમાં જવા તૈયાર થઈ ગઈ..
                    'નીલમ હવે તું એક માં છે તારી દીકરીની તને જરાય નથી પડી.. અરે હજી એ દશ દિવસ ની થઈ છે ને તું એને છોડી ને શૂટિંગ કરવા જઈ રહી છે..'
                   'ભરત એ તમારી દીકરી છે સાચવો એને.. શુ એના કારણે મારે ઘરે બેસી રહેવું..'
                   'નીલમ એ નાની છે એને એક માં ની જરૂર છે..'
                   'તો એક કામ કરો એના માટે એક આયા રાખી લો જે એને એની માં નો પ્રેમ આપે..'
                    અને એ પગ પછાડતી ચાલી ગઈ શૂટિંગમાં 

                    રાધા નામની ગામડાંની એક ગવાર સ્ત્રી જે કોઈપણ કામની તલાશમાં મુંબઈ પોહચી ગઈ.. જ્યારે ભરતે એને કહ્યું કે 'મારી દીકરી માટે આયા બનીશ..' ત્યારે એને લાગ્યું જાણે ભગવાને એના પર એક અહેસાન કર્યું આજ સુધી માતૃત્વ ને જંખતી રાધા ને આજે એક માં નો રોલ અદા કરવાનો હતો. 
                    'હા.., સાહેબ હું બેબીનું પુરેપૂરું ધ્યાન રાખીશ.. '
                    પછી એ જ થયું જે રાધા ઇચ્છતી હતી દિયા જાણે કોઈ આશીર્વાદ બનીને રાધાની ગોદમાં આવી ગઈ.. રાધાએ પણ એના પર પૂરેપૂરો વ્હાલ લૂંટાવી દીધો... આખો દિવસ રાધા સાથે ખેલ કુંદ કરતી દિયા ધીરે ધીરે મોટી થવા લાગી.. ભરત ખુશ હતો કે ચાલો મારી દીકરી ને માં નો પ્રેમ તો મળે જ છે.. 
                   આ બાજુ બૉલીવુડની કવીન એક નવી ફિલ્મ માટે ત્રણ વર્ષ માટે અમેરિકા ચાલી ગઈ..અને આ ત્રણ વર્ષમાં રાધા જાણે દિયાની સગ્ગીમાં બની ગઈ દિયા પાંચ વર્ષની થઈ અને એના પાંચમા જન્મ દિવસ પર ભરતે એક શાનદાર પાર્ટી અરેન્જ કરી ભરતને હતું કે નીલમ આ બર્થડે માં પણ દિયાને મળવા નહીં આવે એણે બે દિવસ પહેલા જ નીલમને ફોન કરેલો
                  
                    'નીલમ તારી દીકરી નો પાંચમો જન્મ દિવસ આવી રહ્યો છે તું નહિ આવ..'
                    'હું ઘણી જ બીજી છું મારે શૂટિંગ છે.. હું નહિ આવી શકું..'
                    'દર વખતે સેમ બહાના.. એ ના ભૂલ કે એ તારી દીકરી છે..'
                    'ભરત મારે કોઈ જ દીકરી નથી.. એ તમારી દીકરી છે ને તમે ઉજવો બર્થડે મારે ઘણું જ કામ છે..'

                     સાંજે ઘરના હોલમાં જ એક શાનદાર પાર્ટીમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા ફિલ્મસ્ટારો, ક્રિકેટરો આવ્યા હતા લાખોની સંખ્યામાં બહાર નિલમના ફેન્સ ઉમટ્યા હતા.. સૌ ની નજર નિલમને જોવા બેતાબ હતી.. કોઈ કોઈ ભરતને પૂછતું 'મી.ભરત નીલમ નહીં આવી' ભરત કહેતો 'એના થી નહિ આવી શકાય.'
                     દિયાએ કેક કાપ્યો અને એનો પહેલો બાઈટ એણે રાધા ના મો માં મુક્યો એ જ ઘડીએ નીલમ દરવાજે પોહચી ગઈ.. એના મન હતું કે મને જોતા જ મારી દીકરી મને ભેટી પડશે પણ એવું ના બન્યું.. દિયા એ એકવાર નીલમ સામે જોયું ને નીલમ એને ભેટી પડવા દોડી કે દિયા ઘબરાઇને  રાધા ની સાડી પાછળ સંતાઈ ગઈ..
                     
                     'દિયા બેટા હું તારી માં છું... પિલઝ મારી પાસે આવ..'
                     દિયાએ રાધા સામે જોયું.. પછી એની કાલીઘેલી ભાષામાં બોલી - 'આંટી માલી માં તો આ લહી..'
                     રાધા એની સામે બેઠી 'બેટા તારી માં હું નહિ આ છે..'
                     'ના માલી માં તમે જ ચો..'
                     'બે ત્રણ વર્ષ બહાર શુ રહી મારી દીકરીને પણ છિની લીધી મારી પાસે થી' એમ બડબડાતી નીલમ પગ પછાડતી ત્યાં થી ચાલી ગઈ..

                    બે દિવસ પછી નિલમે ભરત ને કહ્યું 
                    'ભરત પેલી બે કોડી ની આયાને આ ઘરમાં થી કાઢી નાખ..'
                    'એને આ ઘરમાં થી કાઢીશુ તો દિયા નું શુ થશે..?કોણ સાચવશે એને..?'
                    'હું છું ને હું સાચવીશ મારી દીકરી ને..'
                    'નીલમ દિયા તારી દીકરી ક્યાંર થી થઈ ગઈ..?'
                    'ક્યાર થી થઈ ગઈ મતલબ.., માં છું હું એની મારી કુખે થી જન્મી છે એ..'
                    'તો અત્યાર સુધી ક્યાં હતી.. અત્યાર સુધી એને તારી સૌ થી વધારે જરૂર હતી ત્યારે તો તારી મમતા ના જાગી..'
                    'મારે કોઈ જ દલીલો નથી સાંભળવી, હું એની માં છું અને એ મારી દીકરી છે બસ..,'
                    
                    એ જ દિવસે નીલમ રાધા ને મળી..
                    'રાધા તું માંગીશ એટલા પૈસા આપીશ બસ મારી દીકરીને છોડીને ચાલી જા..'
                    'મેમસાબ તમે મારી મમતા ને ના ખરીદી શકો.. હું તો ચાલી જઈશ પણ શુ તમારી દીકરી મને જવા દેશે..?'
                    'હું મારી દીકરીને અમેરિકા લઈ જવા આવી છું અને મને ખાતરી છે કે એ મારી સાથે ચાલશે..'
                     

                    સવારે દિયા ની આંખ ખુલીને એની સામે રાધા નોહતી.. નીલમ હતી.. 'માં ક્યાં છે આંટી... માલી માં ક્યાં..' નિલમે એના પર હાથ ઉપાડ્યો.. 'ચૂપ એકદમ ચૂપ.. ચૂપચાપ તૈયાર થા.. આપણે અમેરિકા જવું છે..' દિયા જોરજોર થી રડવા લાગી..

                     બ્રેકફાસ્ટ ના સમયે નિલમનું ધ્યાન ન્યૂઝપેપરમાં હતું ત્યાં મોકો જોઈને દિયા ત્યાં થી ભાગી ગઈ બહાર..
                      બહાર આવતા એને ખબર પડી કે દુનિયા કેવડી મોટી છે અને આવડી મોટી દુનિયા માં એને એની માં ક્યાં મળશે..એ આગળને આગળ ચાલવા લાગી..

                      આ બાજુ જ્યારે નીલમને આ વાતની જાણ થઈ કે દિયા ઘરમાં થી કાયક ચાલી ગઈ છે એટલે એણે તરત જ રાધા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. 

                      રાધાની ધરપકડ કરવામાં આવી.. એક લેડી ઇન્સ્પેક્ટરે રાધાના ગાલ પર ચાર પાંચ તમાચા ઝીંકી દીધા 
                       'બોલ ક્યાં છુપાવી છે દિયા ને.. બોલ..'
                       ને રાધા બસ એટલું જ બોલતી 'મેમસાબ મારો વિશ્વાસ કરો મને નથી ખબર કે દિયાબેબી ક્યાં છે..'

                        એ જ સાંજે પોલીસને દિયા મળી ગઈ.. ને રાધા ને છોડી દેવામાં આવી.. પોલીસ સ્ટેશનમાં રાધાને જોતા જ દિયા જઈને એને વળગી પડી..'માં તું ક્યાં તાલી ગઈ હતી હું તને કેતલી મિસ કલતી હતી..' માં બેટીના આ મિલન જોઈને મનમાં જલતી નિલમ જબરદસ્તી દિયાનો હાથ પકડી ત્યાં થી લઈ ગઈ...

                         બે દિવસ પછી રાધા સામે નિલમે કોર્ટમાં કેસ કર્યો કે મારી દીકરી પર આ ઓરત પોતાનો હક જતાવે છે..
                          બે માં વિટનેસ બોક્ષમાં એકબીજાની સામસામે.. એક હતી બૉલીવુડ કવીન નીલમ તો એક હતી એક સામન્ય સ્ત્રી રાધા.. જાહેર જ હતું કે આ ચુકાદો નીલમ જ જીતસે કારણ કે એ એની માં હતી.. અનેક પ્રકારની વકીલો દલીલો ચાલી.. રાધા પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા..અને છેલ્લે કોર્ટનો ફેંસલો નક્કી થયો.. કોર્ટ એનો ચુકાદો સાંભળાવતી હતી ત્યાં ભરત ઉભો થયો.. 'જજ સાહેબ હું કૈક કહેવા માંગુ છું..'
                  'વિટનેસ બોક્સમાં આવીને તમે બોલી શકો છો..'
                  ભરત વિટનેસ બોક્સમાં ઉભો રહ્યો..
                  'જજ સાહેબ આ સ્ત્રી રાધા ભલે દિયાની માં ના હોય.. પણ એને દિયા પાછળ પોતાની મમતા લૂંટાવી દીધી છે.. એણે દિયા પાછળ પોતાનું વ્હાલ વરસાવી દીધું છે.. મારી એક વિનંતી છે કે આ વાત્સલ્યમૂર્તિ સ્ત્રી પાસે થી એની મમતા ના છીનો..
                   દિયા ના જન્મ ને માત્ર દશ જ દિવસમાં નીલમ એને છોડીને ચાલી ગઈ હતી.. ત્યારે દિયાને જે માં મળી હતી એ આ હતી.. ભલે આ સ્ત્રી એક માં નથી પણ એક માં ની પરિભાષા આ સ્ત્રી એ સાર્થક કરી છે.. તમે દિયા ને જ પૂછી જુવો કે એ કોની સાથે રહેવા માંગે છે એ નિલમનું નહિ રાધાનું નામ લેશે.. કારણ કે જન્મ દેવો એ મોટી વાત નથી પાલન કરવું એ મોટી વાત છે દેવકીએ ભલે કૃષ્ણની સગી માં હોય પણ કૃષ્ણને મન તો જશોદા જ સર્વસ્વ હતી..'

                    છેલ્લે કોર્ટે એક પાંચ વર્ષની છોકરીનો ફેંસલો માન્ય રાખ્યો.. જયારે સિયાને પૂછવામાં આવ્યું કે 'બોલ બેટા તારી માં કોણ છે ત્યારે દિયા એ રાધા સામે આંગળી ચીંધી.. તું કોની સાથે રહેવા માંગે છે ત્યારે પણ સિયા એ  રાધા સામે આંગળી ચીંધી..

                                     સમાપ્ત

                     
                      
                  
                  
                    
              

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED