સ્કુલ લાઈફ.. PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કુલ લાઈફ..

સ્કુલ લાઈફ..

પરેશ મકવાણા

મારી ડાયરી માંથી..,

જ્યારે દસમાં મા ભણતો ત્યારે બીજા બધા લોકો પાસે સ્માર્ટફોન જોઈને થતુ સાલો આવો ફોન આપણાં હાથમાં ક્યારે આવશે.. ત્યારે તો અમે એને સ્માર્ટફોન નહીં પણ મોટો ફોન કહેતાં..મોટો ફોન એટલાં માટે કે ખાસ મોટા લોકો પાસે જોવા મળતો

અમારે ત્યાં સ્કુલ મા ફોન અલાઉડ ન હતો..તેમ છતાં અમુક મોટી નોટો ફોન સંઘરી ને લઇ આવતી..અને જ્યારે રીસેસ નો બેલ વાગતો આ મોબાઇલ ફોન નું પ્રદર્શન થતુ..ફક્ત ફોન નો માલિક ફોન એનાં હાથમાં બતાવે જેને જોવો હોય એ એની આસપાસ ધુમરો મારી ગોઠવાય જાય પછી શરુ થાય ઓરિજિનલ પ્રદર્શન મોબાઇલ ની લાઈટ થાય મતલબ સ્ક્રીન ઓપન થાય અત્યાર સુધી તો બસ બારોબાર મોડેલ જોયુ તુ..હવે અંદર ની સિસ્ટંમ બતાવે..બન્ને બાજુ નાં કેમેરા બતાવે..એકાદ નો જેવો તેવો ફોટો પાડી કેમેરો ચેક કરે..પાછું એમા ચેક કરવા જેવું કાઈ હોય નહીં..પછી ખોલે ગેલેરી..થોડા ઘણાં ફોટા બતાવી એ ક્યાં ક્યાં પાડેલા એની ચૉખવટો કરે..કે આ અમે ધોરાજી ગ્યા તા ને ત્યા ગધેડો જોયો તો એ..એલા ગધેડા નાં ય ફોટા પાડી લીધા..?

એ પછી ગેલેરી બંધ થાય ને ખુલે ગેમ્સ અમારે ત્યાં સ્કુલ માં એક ગેમ વધારે ફેમસ હતી અને એ હતી ચકી વાળી.. એટ્લે કે એંગ્રિબર્ડસ. મોબાઇલ માલિક એંગ્રિબર્ડસ રમે અને જોનાર ઓડિયન્સ ટાર્ગેટ બતાવે..કે આમ કર..આમ કર..પેલું હૉકાયંત્ર જેવું કામ..(એનું કામ પણ દિશા સુચન નું જ હોય છે ને..) આમ ગેમ ચાલતી હોય ને ક્યારેક માલિક ખુશ થઇ જાય તો બીજા ને પણ રમવા આપે 'આલે યાર રમ.. મઝા આવશે..' આવા દિલદાર માણસો ની કમી છે યાર ભારત દેશમાં.. એંગ્રિબર્ડસ પતે કે તરત જ બીજી ફરમાઈશ પડે કોઈ કહે કે આમ કરીએ..એટ્લે માલિક એ કરે..કોઈ કહે ટોમ એન્ડ જેરી ની ગેમ રમીએ..તો એની ફરમાઈશ પુરી થાય જો ટોમ એન્ડ જેરી મોબાઇલ માં હોય તો..આવા તો રોજ નાં દિવસો હતા ક્યારેક વિશાલ(એ અમારા ક્લાસ ની ૨૦૦૦ ની નોટ હતી, મતલબ સૌથી મોટી નોટ) મોબાઇલ લાવ્યો હોય તો.. ક્યારેક વિજય (ક્લાસ નો દરિયા દિલ મોનિટર હતો..જેને હુ નોટ તો ન કહી શકુ..કેમ કે ઘણી વખત લેશન ના કર્યું હોય તેમ છતાં ચલાવી લેતો) મોબાઇલ લાવ્યો હોય..આ ઉપરાંત જાડીયો જય..જેની પાસે તો મોબાઇલ હમેશા રહેતો..શુ ડેરિંગબાઝ હતો સાહેબ ની સામે મોબાઇલ કાઢી વાતો કરતો હોય.. આવી હિંમત આપણાં થી થાય..?બીજી બે ચાર છબલીઓ પાસે પણ સ્માર્ટફોન હતા જેનું એ ખૂબ જ પ્રદર્શન કરતી..રીસેસ ના ટાઈમે બબ્બે ફુટ ની જીભો કાઢી અજીબ અજીબ ડાચા કરી સેલ્ફીઓ લેતી..પછી એ સાંજ પડે ફેસબૂક પર અપલોડ થતી..અને મારી જેવા નવરા બે ચાર થોડી ઘણી લાઈકો મારતા.. અને પછી જ્યારે રસ્તામાં ક્યાંક ભેગા થાય ત્યારે હરખપડુદા થઇ કહી પણ દે કે મે તારા ફોટા ને લાઈક કરેલું...અમુક છુપા રોમિયો હતા કાઈ કહેતાં નહીં પરંતુ ચોરી છુંપે.. ક્યાંક ભેગા થઈ ને પાણીપુરી ખાતા..ક્લાસ માં તો આ પ્રેમકહાની ની કોઈ ને ખબર પણ ના હોય..

અમૂક સામે ચાલી બાજીરાવ પેશવા બનવા જાય.. બધાની સામે..સામી છાતીએ પ્રેમ નો ઈઝહાર કરી દે પણ ત્યારે ને ત્યારે પેલી ભાઈ બનાવી લે..અમુક મારી જેવા સઇલેન્ટ લવરો પણ હતા જે પ્રેમપત્ર લખતા..પછી ભલે ને લખતા તો એકાદ પાનું પણ ના આવડે..ચાલુ કલાસે ધીમે રહીને ચીઠી પાસ કરતા કરતા મૂળ પ્રેમિકા સુધી પોહોઁચડવા ની હોય..પણ અમુક નંગ હોય ને હાથમાં ચીઠી આવતાં પાસ કરવા ને બદલે મેડમ ને સોંપી દે.. બિચારા ની પ્રેમકહાની શરુ થતા પહેલા જ ધ એન્ડ નુ પાટીયું ગોઠવી દે.. આવા બનાવ પછી આશિકોં થોડા સતર્ક થયા ચીઠીઓ તો લખે..પણ હાથો હાથ પાસ કરવાને બદલે..ડાયરેક્ટ પ્રેમિકા સુધી ડૂચો વાળી ઘા કરી દે એમા અમુક સફળ થયા અમુક કમજોર નિશાનવાળાઓ ની ચીઠી નો નિશાનો ફેલ જાતો અને એ ચીઠી કોઈ બીજા ના માલ ને ફોરવર્ડ થાતી..ત્યાં પણ આશિક ને મરવાનું આવ્યુ..

અમારે ત્યાં લેશન ના કર્યુ હોય એને ઊંચું સ્થાન આપવામા આવતું..એટ્લે કે બેન્ચ પર આખો લેક્ચર ઉભુ રહેવાનું..અને જો આમ ઉભુ રહેવું ના ગમે તો એનાં માટે પણ એક વિકલ્પ હતો કે બહાર લોબી મા જઇ ને ઉભુ રહેવાનું..આવી સરસ ફેસેલીટી.. મોટા ભાગ ના બકરાઓ બેંચ પર ઉભા રહેવા કરતા બહાર લોબીમાં જવાનું પસંદ કરતાં.. પેલું કહેવાય ને ઉચે લોગો કી ઉંચી પસંદ. આમાં હુ પણ આવી જતો..મને બહાર લોબી માં બહુ જ ગમતું કેમ કે ક્લાસ નું ટેન્શન ક્લાસ માં મુકી આવ્યો હોય..બહાર લોબી મા અમે આઠ દસ લેશન વગર ના ભેગા થતા અને પછી પાર્ટી થતી..એકાદ જઇને ફટાફટ નાસ્તો લઇ આવે..પછી ખાઈએ પીએ અને જલસા હો..આવા જલસા બીજે ક્યાંય નહીં..એમાય પ્રિન્સિપલ મેમ ક્લાસે ક્લાસે લટાર મારવા નીકળે..અને અમારી પાર્ટી માં મોટો વિઘન આવે..અમારી કોઈ મોટો પોલિશ વડો ઈંકવાયરી કરતો હોય એમ સવાલો પૂછવા માં આવે..એકાદ ને નાંખે પણ.. પછી ક્લાસમાં લઇ જવામાં આવે..બહાર નીકળીએ ત્યારે જે અમે શેર હતા એ જ બધા શેર ક્લાસમાં બીકણ સસલાં ની માફક પોત પોતાની જગ્યા શોધી ચુપચાપ બેસી જાય..

આ ઉપરાંત અમારે ત્યાં એક જાડિયો છોકરો હતો..રાહુલ જે નાસ્તાપાણી માટે સટ્ટો રમતો..ગમે તેવી બેટ લગાડતો.. ક્યારે ક ક્રિકેટ મેચ પર પાંચ રૂપિયા ની બેટ જીતીને પણ એટલો ખુશ થતો જાણે વિસલાખ ની કોઈ લોટરી જીતી ગયો.. મને આવી ને કેય પાછો જોયું ને બકા આપણે કહી એમા કાઈ ખોટુ ના હોય આપણ ને ખબર હતી કે ઈન્ડિયા મેચ હારશે..અને એ હારી. હુ પૂછતો પણ અલ્યા એમા તને શું ફાયદો થયો..તો કહેતો ફાયદો બકા પાંચ રૂપિયા નો પેલા જયલા જોડે પાંચ રૂપિયા ની બેટિંગ હતી આવી નોટો બે ત્રણ હતી જે કોઈ ને કોઈ વાત પર બેટ લગાવ્યા જ કરે..એક ઉદાહરણ આપુ કોઈ અજાણી છોકરી જો રસ્તા પર થી પસાર થતી હોય ને તો એનાં પર પણ બેટ લગાવશે..કહે જો પેલી છોકરી આવી રહી છે ને એ હમણાં અહિ થી નીકળશે ત્યારે બકા આપણ ને સ્માઈલ આપતી જાશે.. બોલો આવી નોટો ની ક્યાં કમી છે આપણાં દેશમાં.. અને પછી બાયચાન્સ જો પેલી છોકરી એ બાજુ માં થી નીકળતા થોડુ હસી દીધું અથવા થોડી સ્માઈલ આપી દીધી કહેશે લાવ બકા પાંચ રૂપિયા કાઢ હુ આ બેટ જીતી ગયો..પેલો લખોટો પાછો સવાલ કરશે અલ્યા તને કેમ ખબર પડી કે પેલી સ્માઈલ આપશે..? તો કહેશે આપે જ ને બકા તારી ભાભી છે..(અમુક નોટ નો સુધરે પેલી ને ખબર પણ ના હોય ને આખા ગામમા ઢોલ વગાડે..કે તારી ભાભી છે) પેલો લખોટો તો રંગ માં આવી જાય ભાઈ ભાઈ મારુ બી કોઈ જોડે સેટિંગ કરી આલ ને.. જણે કેમ એને તો સેટિંગ કરવાનો ખાનદાની ધંધો હોય..

મો. 7383155936

E-mail I'd pnmakwana321@gmail.com