હું બાવો અને આદમ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું બાવો અને આદમ

.હું બાવો અને આદમ
(એબ્સર્ડ નાટક)
પડદો ઊઘડતાં જ કોઈ હિમપ્રદેશનું દૃશ્ય નજરે પડે છે. સ્ટેજ પર બરફ પથરાયેલો છે. જમણી બાજુએ ગુફા જેવું દેખાય છે. ગુફાના મૂળ પાસે ભગવાન બુદ્ધની રક્તરંગી આંખોવાળી માણસના માપની પદ્માસન સ્થિતિમાં એક મૂર્તિ પડેલી દેખાય છે. ડાબી બાજુએ બ–ચાર કોતરો જેવું દેખાય છે. મૂર્તિની બંને બાજુએ કેકટસ જેવો કાંટાળો રોપ પણ કોતરેલો દેખાય છે. મૂર્તિની આસપાસ અને શરીર ઉપર પણ બરફ જામેલો હોય છે. એક કોલેજિયન જેવો યુવાન ડાબી બાજુથી આવે છે. ખબે કેમેરો અને પટામાં રીવોલ્વોર ધરાવતો તે યુવાન સાહસી લાગે છે. એક બાજુએ જઈને મૂર્તિ જુએ છે. કેકટસના કાંટા પર હાથ ફેરવે છે. મૂર્તિની રક્ત આંખો જુએ છે. અને કંઈક માથું ખંજવાળે છે. બરફ ખસેડીને કંઈક વાંચે છે :
બુદ્ધં શરણં ગચ્છામી… બુદ્ધ ભગવાનની મૂર્તિ છે કે શું ? માથું ખંજવાળે છે.
– છતાંય આ કાંટાળો છોડ… આ રાતી આંખો… બુદ્ધ ભગવાન તો ન હોઈ શકે …!!
જરૂર આ કોઈ એબ્સર્ડ આર્ટિસ્ટનું કાર્ય હોવું જાઈએ. વળી… માથે આ ટોપી ઈસ્લામી સમાજનું પ્રતીક… મૂર્તિની નીચે પીળા કોડિયામાં દીવો સળગે છે.
મૂર્તિની આસપાસનો બરફ ખસેડીને શાંતિથી ફોટો લેવાની તૈયારી કરે છે… ત્યાં કોઈક ના આવવાનાં પગલાં સંભળાળા તે મૂર્તિની પાછળ છુપાઈ જાય છે. સાદા લેંઘા ઝભ્ભાના સ્વાંગમાં એક જાડો અને તેવા જ ગ્લાસનાં ચશ્માંવાળો અજનબી અંદર બાથોડીયા મારે છે. ચશ્માં ઉતારીને સાફ કરે છે… ફરીથી એ જ જગ્યામાં કંઈક શોધવા માંડે છે. પેલો કોલેજિયન બહાર નીકળે છે. પેલાને જોઈને કંઈક વિચારમાંથી જાય છે… ત્યાં … ત્યાં ફરીથી એ જ અવાજ સંભળાય છે. પાતળો સુકલકડી છતાં થોડો પ્રોઢ જેવો લાગતો નવાગંતુકને જાઈ પેલો કોલેજિયન ફરીથી સંતાઈ જાય છે. અજનબી નવાગંતુકને પૂછે છે :
“તે ભૂતકાળ જોયો છે ?”
હેં ભૂતકાળ તે વળી જાવાતો હશે ? ગયું તે ગયું વળી. હવે ભવિષ્યકાળ જુઓ મહોદય તો કંઈક સુખ મળશે.
તું તે જુએ ને ! તો મને બતાવજે હોં ને…
ગજબ માણસ છો યાર તમે તો … ! ભૂતકાળ તે કંઈ જોવાય…
ના ! પણ તું તે જુએ ને… તો મને બતાવજે હોં… મારે તેનું કંકુચોખા વડે વેલ–કમ કરવું છે. આઈ મીન સુસ્વાગતમ્ કરવું છે !
“પણ”
“પણ બણ કંઈ નહીં… હવે તો હું બસ ભૂતકાળ જ ચાહું છું – બસ જ્યારથી જાગ્યો છું… ત્યારથી જ હવે ભૂત… ભૂતની જ રટણા છે.”
“હેં ?”
“હા, ભાઈ એ તો… સંગ એવો રંગ”
“તો… શું હું ભૂત બની જઈશ”
“હા.”
“તો.. તો હું કશું લખી નહીં શકું.. એટલે કે મારા માંહ્યલામાં રહેલાં કવિની કવિતાઓ બધી મરી જશે… અને…”
“અને..”
“અને … હું કશું જોઈ નહીં શકું… ! અને… જા.. હું કશું જોઈ શકું તો…”
પેલા બીજાના ચશ્માં ઉતારી લે છે.
“અરે…! અરે…! તું આ શું કરે છે ? મારા ચશ્મા કેમ લઈ લીધા ? હું કશું જોઈ નથી શકતો.”
“તું કશું જોઈ નથી શકતો ને ?”
“ના”
“એટલે … કે તારામાં રહેલી કવિતા મરી ગઈ ને ?”
“હા”
“એનો મતલબ કે તું ભૂત થઈ ગયો ?”
“હેં ! હા… હા… હું… કશું જોઈ શકતો નથી… એટલે કે મારામાં રહેલી કવિતા મરી ગઈ… એટલે કે હું ભૂત થઈ ગયો… રડમસ અવાજ :”
“હું ભૂત થઈ ગયો… ડૂસકાં ભરતા ભરતા.”
“હે એ ! હું ભૂત થઈ ગયો” માથે હાથ દઈને રડે છે.
“પણ… ! એમ… ! તું .. તું રડે છે કેમ ?”
રડતાં રડતાં જ : “હું ભૂત થઈ ગયો… !”
“અરે… ! પણ તું તો સાવ અનકલ્ચર્ડ ભૂત લાગે છે. ભલા આદમી ભૂત તે કંઈ રડતું હશે ? એ તો કોઈકને વળગીને રડાવે… પેલો રડે… એટલે એ જાઈને એ ખડખડાટ હસે… શું સમજ્યો ?…”
“હેં ! રડાવીને હસે ?”
“હેં ! ! પેલી મહાપ્રભુ રાવણની સુપુત્રી… રાગણીની માફક… એણે કેટલાને રડાવ્યા… હવે આ સિદ્ધાર્થનો વારો… બિચારો … ભોળો જીવ”…
“હા ! સાલું હવે એનું શું થશે ?”
“એ શાંતિદૂતની આંખોમાં મરચા આંજી દઈને બે કાંટાળા છોડમાં તેને કેદ કરી લેવામાં આવશે.”…
“અરરર…! મહાપ્રભુએ એટલી બધી સજા તો ન જ કરવી જાઈએ ?”
“ એટલી સજા તો ઓછી છે.. પણ તે પછી તેમને સ્વર્ણ કોડીયામાં સતત બળતાં મનુષ્યના લોહીની જ્યોત ઉપર રાખવામાં આવશે… અને શરીર પર ચંદનનો લેપ કરશે તેથી… તેથી… સહ્ય ઠંડી … અને અસહ્ય ગરમીના વિરોધાભાસથી તેના શરીરમાં એક પ્રકારનું તુમલ યુદ્ધ જાગશે… અને … અને… તેની રુધિર વાહિનીઓ ફાટી જશે… અને…”
“ એય મને તો બિચારાની દયા આવે છે… કંઈ બચાવવાનો ઉપાય નથી ?”
“હા.. છે… પેલા સ્વર્ણ કોડિયામાં બળતી જ્યોતને બુઝાવીને પેલા લોહીને ચંદ્ર ઉપર છાંટી દેવામા ંઆવે તો… તે છૂટી જઈ શકે છે.”
પાછો વળીને મનમાં નિશ્ચય કરીને : “હું એ જ્યોત બુઝાવી નાખીશ… હા… હા…”
“કેમ ?”
“જા તું જ્યોત બુઝાવી નાખીશ તો… તો… સૂર્ય કાળો પડી જશે અને મનુષ્યનું લોહી ચંદ્ર ઉપર પડતાં જ… ચંદ્ર તેની શિતલતા ગુમાવી દેશે… અને ચાંદની ગુમાવી દેશે… ત્યાં ઝૂંપડામાં બેઠેલી રેંટિયો કાંતતી ડોશી ફરીથી યુવાન બનશે અને પોતાના પ્રિયતમને પોકારશે.”
“હેં !”
“હા… અને તેથી પૃથ્વી પર પ્રલય થશે… અંદરોઅંદર કાપાકાપી બાદ અહીંયા જ્વાળામુખી ફાટશે…અને અને…”
“અરે… ! પણ તું ક્યાં… ની… વાત કરે છે ?”
“હું અહીંની વાત કરું છું”
“અહીં એટલે ક્યાં ?”
“અહીં એટલે અહીં… વળી આપણે જ્યાં ઊભા છીએ ત્યાં.”
“આપણે ક્યાં ઊભા છીએ ?”
“હા… અલ્યા, આપણે ક્યાં ઊભા છીએ ?”
“હું તને પૂછું છું ?”
“મને તો ખબર નથી.”
માથું ખંજવાળીને… મૂર્તિ સામે જુએ છે…
“ચાલ, પેલાને પૂછીએ.”
“કોણ છે એ ?”
“મને તો ખબર નથી.”
“ચાલ તો ખરો…”
“એઈ મિસ્ટર… !”
… … … …
“એ… ઈ… મિસ્ટર !”
“… … … …”
અરે ભાઈ અમે તમને બોલાવીએ છીએ.
“… … … …”
બંને જણા મૂર્તિને હલાવે છે.
“આ તો કંઈ બોલતો નથી.”
“સા… લો… સાવ જડભરતનો પિતરાઈ છે.”
તેનું નામ જાણતા હોઈએ તો પણ કંઈ ફેર પડે… અરે હા. પણ તારું નામ શું છે ?
“હા, અલ્યા ! તારું નામ શું છે હેં ?”
“મારે તો એક પણ ફોઈ જ નહોતી…”
“તે… તારું નામ જ કોઈએ નહોતું પાડ્યું ?”
“હા… એટલે જ સ્તો.. હું ભૂતકાળને શોધું છું… ને… કે… તેની એકાદ ગીરીશું ખલાની ગોખમાં મને મારું નામ જડી જાય… હા… તારું નામ શું ?”
“મને તો બધા બાવો કહે છે.”
“તો તારું નામ બાવો… ને…”
“હા”
“દાદીમા… વાર્તા કહેતા, એ જમાનો… બાવા આદમનો હતો… બાવા આદમનો જમાનો… જડી ગયું, જડી ગયું… હા ! હા ! હા ! ખડખડાટ હસે છે….”
“શું જડી ગયું ?”
“મને મારું નામ જડી ગયું”
“હે…! કઈ રીતે ?”
“મિસ્ટર બાવા ! મેની થેંક્સ ટુ યુ !”
“પણ… પણ… કઈ રીતે ?”
“તમારું નામ બાવો ને… ?”
“હા”
“અને મારું નામ આદમ… બાવો અને આદમ…!”
“ચાલ દોસ્ત ! તારું તો કામ થઈ ગયું… હવે ચાલ… સોમરસ પાઈ દે…”
“ના… પણ એક… કામ અઘરું છે…”
કઈ રીતે?
“આ મિ. જડભરતને પૂછવાનું છે કે…”
“… કે…”
“… કે… હે… બાવા ? શું પૂછવાનું હતું ?”
“… કે… ? માથું ખંજવાળે છે…માથે ટકોરા મારી કંઈક યાદ કરવા પ્રયત્ન કરે છે.”
“કે… આ… આ… ? ? ?”
“આ કયું સ્થળ છે… ? હા… હા… બરોબર… કયું સ્થળ… આઈ મીન પ્લેસ છે ?”
“હા…પણ.. આ જડભરતને બોલાવવો કઈ રીતે ?”
“માથે તો બિરાદરીની ટોપી છે… વળી પદ્માસન સ્થિતિ… અને આ કાંટાળી કેદ…”
“આ સિદ્ધાર્થ તો નહીં હોય…”
“લે તારાં ચશ્માં પહેરીને જા તો…”
ચશ્માં પહેરીને ઃ
“અલ્યા… આ તો મૂર્તિ છે.”
“હે ? પણ મૂર્તિ કોની છે ?”
“લાગે છો સિદ્ધાર્થની જ… કારણ કે મરચું લાગવાથી લાલ થઈ ગયેલી આંખો, અને આ કાંટાળી કેદ…પણ એની મૂર્તિને આ સજા થઈ કે શું ? પણ… બાવા… તને કેમ દેખાતું નહોતું….”
“મને તો આંખમાં પાણીનો દાણો થયો છે.”
“હેં ? પાણીનો દાણો કેવો ?”
“મોતી જેવો પાણીનો દાણો”
“હા, મોતિયો થયો છે એમ કહે ને… ? રાત્રે બહુ કવિતા લખતો હશે ?”
“ના… પણ…” માથું ખંજવાળે છે… કંઈ બહાનું જડતું નથી…
“મિ. બાવા એક સોનેરી ચાવી આપું… ?”
“યસ …! યસ… ! વ્હાય નોટ ?”
“કવિતા લખવાનું છોડી દઈ નાટકો લખ…”
“કેમ ?”
નાટક લખવા સહેલાં છે… વળી પ્રસિદ્ધિ વખતે તથા તે ભજવાય તે વખતે એમ બંને વખતે પૈસા મળે… શું સમજ્યો ?
“તે તું નાટક લખે છે ?”
“હા ! હું તો ચિત્રો પણ દોરું છું… એક વખત તો એટલું મોટું ચિત્ર દોર્યું હતું કે…”
“તે ચિત્ર મેં પ્રદર્શનમાં મૂક્યું ત્યારે… ત્યારે…”
“ત્યારે… ત્યારે… પણ શું થયું ?”
“તે ચિત્ર જ્યારે મેં પ્રદર્શનમાં મૂક્યું… ને… ત્યારે વાદળો તેમાંથી કાળો રંગ ચોરી ગયાં… સૂર્ય કરગરીને રાતો રંગ લઈ ગયો… ચંદ્ર પણ એનો ભાઈ બની શ્વેત બની ગયો… અને આકાશે વાદળી રંગની તફડંચી કરી.”
પણ … આદમ તેનું મોઢું દાબીને…
“અને તે વખતે ધરતીએ આવીને મારી પાસે ફરિયાદ કરી.. હે… મહાન કલાકાર ! મેં… મારા વડે એવો તે કેવો ગુનો થઈ ગયો કે … હું તમારી કૃપાદૃષ્ટિ માટે ના… લાયક ઠરી…”
“મોઢું છોડાવીને : બસ… બસ… હવે…”
પેલો ફરીથી મોઢું દાબી દે છે.
“સાંભળતો ખરો ! અને ધરતીનો એ યાચના સાંભળી મહારાજા ધિરાજ આદમે ચિત્રમાં બાકી વધેલા રંગો લીલો, પીળો, વગેરે ધરતીનાં અંગોને ભેટ આપી દીધાં.”
કાનમાં હાથ નાખીને : “મિ. આદમ… હવે તો તમારા ગપ્પાનો અંત આવો…”
ભાઈ હું તો કંટાળી ગયો… ! બહુ ગપગોળા ફેંક્યા… આદમ ઝંખવાઈ જાય છે… છતાંય પોતાના કથનની સત્યતા માટે પ્રયત્નશીલ રહેતાં “જુઓ મિ. આદમ ! તમારે મારું કહ્યું માનવું જ પડશે…” “હું કહું છું મેં એવું ચિત્ર દોર્યું હતું.. હું કહું છું…”
“ના… હું કહું છું… તમે એવું ચિત્ર દોર્યું હતું…”
“ના… નહોતું દોર્યું.”
કહું છું “ મેં એવું ચિત્ર દોર્યું તું”
ના, નહોતું દોર્યું બંને ઝઘડી પડે છે
પેલી મૂર્તિ પાછળથી પેલો કોલેજિયન બહાર નીકળે છે.
શાંતિથી ઝઘડતા બાવા અને આદમનો ફોટો ખેંચી લે છે. કેમેરાની … લાઈટનો ઝબકારો… થતા બંને જણા લડતા અટકી જાય છે અને….
“બાવા ! જા તો કંઈક ચમત્કાર થયો હોય તેમ લાગે છે.”
“હે ? આંખે છાજલી કરીને જુએ છે.”
“કોણ હશે આ ?”
“એઈ ! તું કોણ છે ? દેવ છો કે દાનવ ? ભૂત છે કે પ્રેત ?”
“હું… હું… દેવોનું પ્રેત અને દાનવોનું ભૂત છું… એટલે કે હું હું છું…. મારી ગર્જના … ભલભલા ભૂપતિઓ ભૂ પીતા થઈ ગયો છે.”
“પણ તું કોણ છે ? તારું નામ શું ?”
“હા… ! હા… !”
“કહ્યું ને ? હું હું છું.”
“હા ભાઈ ! તું તું જ છે ! પણ તારું નામ, કામ કે ઠેકાણું શું ?”
“બધા મને હું કહે છે. સમસ્ત વિશ્વમાં હું નિવસું છું… જ્યારે હું જાગું છું.. ત્યારે તેને… કાં તો ભિખારીને રાજાનો તાજ પહેરાવું છું, કાં તો રાજાનો તાજ ઉડાવી ભીખ મંગાવું છું એટલે કે હું છું.”
“આદમ લાગે છે… આને મેંટલ ભેગો કરવા ૧૧૨ નંબરની બસમાં લાલદરવાજાથી બેસાડવો પડશે. ભલા આદમી ‘હું’ તે વળી કંઈ નામ છે ?”
જાણે છોકરાને પટાવતો હોય તેવા અવાજમાં :
“ચાલ, ભાઈ, તારું નામ હું ને ?”
“હા !”
“અરે બાવા ! આપણા પ્રોબ્લેમનો નિકાલ આની પાસે કરાવીશું ?”
“ક્યા પ્રોબ્લેમ ?”
“અરે મિ. હું ! આ સ્થળ કયું છે હેં ?”
“અરે
આભાર – હા. આ સ્થળ કયું છે ?”
હું માનું છું… ત્યાં સુધી આ લેખકનો મનોપ્રદેશ છે. તેમાં સૌથી પહેલો હું ફૂટી નીકળ્યો…
“હેં ?”
“હા” લેખક એક માણસ છે અને માણસનો મનોપ્રદેશ એ એક વિશ્વ મંડળની અજાયબી છે. હું તેમાં નબળી કડી શોધી અને મારો પગપેસારો કરવા માગતો હતો.
“કેમ ?”
“કારણ કે અજનબીઓને પોતાના કરી લેવાનો મારો ઈરાદો હોય છે.”
“સારું ! સારું એક બીજા પ્રોબ્લેમ.. હું કહેતો હતો.. કે…”
“ના હું જ કહીશ. જુઓ મિ. હું તમે તો જાણો કે આ સ્ટેચ્યુ પાછળ રહી અમારી વાતો સાંભળી છે ને ?”
“ના”
“મિ. આદમનો દાવો એવો છે કે તેમણે એક એવું ચિત્ર દોર્યું હતું કે… જ્યારે તિ ચિત્ર તેમણે પ્રદર્શનમાં મૂક્યું ત્યારે… આકાશ, વાદળ,… સૂર્ય વગેરે… તેમાંથી જુદા જુદા રંગો ચોરી ગયા… ”
“હા, બરોબર.”
“હું કહું છું મિ. આદમ કાન્ટ ડ્રો સચ આ બીગ પીક્ચર… કારણ કે જા એવું ચિત્ર દોરવું જ હોય તો તે ક્યાં દોરે… ? એટલે કે મિ. આદમ… હેઝ બોસ્ટેડ ઓફ હીઝ આર્ટ… એકસેપ્ટ ગોડનો વન કેન ડ્રો સચ આ બીગ પીક્ચર…”
ખોટો પડતો જણાઈ ઝનૂનમાં ભરાઈને કહે છે :
“મિ. બાવો એ ગોડ શું સવાશેર ઘી લાવ્યો… કે એ ચિત્ર દોરી શકે અને આપણે ના દોરી શકીએ હેં ? તે ? ચાળા પાડતાં : એકસેપ્ટ ગોડ નો વન કેન… અરે જાવ રે ! ધીસ ઈઝ એન એઈઝ ઓફ સાયન્સ … અન્ડરસ્ટેન્ડ મિ. બાવા ?”
“હા… હા… હા… એઈજ ઓફ સાયન્સ… વિજ્ઞાનનો જમાનો… ” હા…હા… હા… ખડખડાટ હસે છે : અરે એ વિજ્ઞાનના જમાનાને જઈને પૂછો… કે કદી તે ટેસ્ટ ટ્યુબ અને માઈક્રોસ્કોપના દફકાયતની બહાર નીક્ળ્યો છે ખરો ? પદાર્થ સોલીડ છે ગરમ કરો – એટલે ઊર્ધ્વ પતન થયું – ના બાષ્પીભવન થયું – તેનં કારણ વળી ગાળણ અને …અને પાછું તેનું નીતારણ… આખું જીવન ટેસ્ટ ટ્યુબમાં જ વહી ગયું, કદાપી કાલ્પનિક દુનિયાનાં મુક્ત ઉડ્ડયનો જાયા છે… હા… હા.. હાસ્ય લંબાય તે પહેલા હું તેનું મોઢું દાબી દેં છે.
“અરે યાર ! તમારો પ્રોબ્લેમ કહી દો ને… તમે તો ફરી પાછા વાગ્યુધ્ધેચડ્યાં ?”
“હા, અલ્યા બાવા ! આપણો પ્રોબ્લેમ શું હતો ?”
સારું મને ખબર નથી ઃ માથું ખંજવાળે છે : અરે ભાઈ હું અમારો પ્રોબ્લેમ શું હતો ?
“ચાલો, તમે ભૂલી ગયા ને ? સરસ, ટુ ફરગેટ ઈઝ ઓલ્સો બ્લેસિંગ – પ્રોબ્લેમ એની જાતે જ સોલ્વ થઈ ગયો.”
“પણ બાવા નવો પ્રોબ્લેમ”
“શું ? … હું… શું… ?”
બાવાને બાજુ પર લઈ જઈ આદમ કાનમાં કંઈક કહે છે :
“હા… ! હા… ! પણ પ્રભુનો ખાસ હુકમ હતો.. એય હું ! તું અહીં શું કરતો હતો ? આ મૂર્તિની પાછળ અમારી વાતો સાંભળતો હતો ને…”
“હા… પણ… દુષ્ટ… હવે તું નહીં છૂટી શકે.”
“હા… ! હા…! નહીં છૂટી શકે.”
હું તરફ ઘસે છે… બાવો પણ આદમને અનુસરે છે :
“સબુર… અગડંબગડં જેવું કંઈક બબડીને… : બંને હાથ પહોળા કરી બાવા અને આદમ તરફ મંત્ર પેંકે છે : “તમે… પૂતળા છો !”
આભાર –
બંને સ્થિર થઈ જાય છે :

“હું તેની પેટીમાંથી અરીસો કાઢીને બાવાને બતાવે છે. બાવાનો અદ્ધર રહેલો હાથ નીચે આવે છે. ચક્કર આવતાં જ તે પડી જાય છે. … હું તેને ઊભો કરે છે. ફરીથી અરીસો બતાવે છે… મૂઢ જેવો બાવો… તેમાં તાકી રહે છે. ઃ”
“આ શું છે ?”
“દર્પણ”
“તેમા તને શું દેખાય છે ?”
“મારાં કાવ્યો… તેની કલ્પના… સ્વર્ગીય દૃશ્ય.. આનંદ”
“બીજું તને શું દેખાય છે. એનાથી વધારે કશું દેખાય છે.”
“હા… એકે મહેલ છે… તેમાં… તેમાં…”
“તેમાં શું છે ?”
“તેમાં એક સિંહાસન છે. સિંહાસન ખાલી છે. બાજુમાં રાજમુગટ છે. અને… અને….”
“મિ. બાવાજી, એ સિંહાસન તારું છે. તું એક રાજા છે. એ મહેલ તારો છે. તું ધારે તો આ આદમ કરતાં વધુ મોટો થઈ શકે તેમ છે… તું મોટો કવિ છે. રાજા છે…અને રાજમુગુટ મળે તેમ છે… પણ આદમ…”
“હા, હું એક મોટો કવિ છું, જોડે જોડે રાજા પણ છું, હું આદમને મીટાવી દઈશ.”
“શાબાશ !”
બાવો એની ધૂનમાં જ એક તરફ બબડતો બબડતો ઊભો રહે છે. આદમને કઈ રીતે પછાડવો એનો પ્લાન કરે છે. આદમ સ્થિર ઊભો છે, હું આદમ પાસે જાય છે… અને આદમને અરીસો બતાવે છે. આદમ પણ ચક્કર ખાઈને પડી જાય છે… હું તેને ફરી ઊભો કરે છે.
“આ શું છે ?”
“દર્પણ”
“તેમાં તને શું દેખાય છે ?”
“મારાં ચિત્રો… તેની રેખાઓ… આહ ! સ્વર્ગીય દૃશ્ય… આનંદ.”
“બીજું તને શું દેખાય છે … એનાથી વધારે કશું દેખાય છે ?”
“હા, ધનધાન્યથી ભરપૂર નાનકડું ઘર.. કિલ્લોલતાં મારાં બાળકો… કુબેરનો ધન ભંડાર…”
“આનંદિત થતાં : હજું કંઈક વધુ”
“એ બધું મારું છે… હું એનો માલિક છું… અરે ! અરે… પણ આ કાળું કાળું કોણ આવ્યું ? મારા ઘરને તે સળગાવે છે. ઓહ ઓહ આંખો મીંચી દે છે…”
“મિ. આદમ…એ ઘર, બે ભંડાર બધું તારું છે. પેલો બાવો તને સળગાવે છે. તું.. એના કરતા વધુ મજબૂત છે.”
“હા. હું મારા ઘરને નહીં સળગવા દઉં… હું બાવાને મારી નાખીશ. હું એના કરતાં વધુ મજબૂત છું…”
“હું તને મીટાવી દઈશ આદમ !”
“હું તને મારી નાખીશ બાવા !”
“હું તારા કરતાં મોટો છું, હું રાજા છું.”

“હું તારા કરતાં મજબૂત છું, હું પિતા છું.”
“હું તને મારી નાખીને મારું ઘર બચાવીશ જ.”
એમ કરતાં બન્ને લડી પડે છે. હું વિચાર કરે છે… અને રિવોલ્વર કાઢીને બંનેને મારી નાખવા માટે તેમની તરફ રિવોલ્વર તાકે છે.
“એ હું એ શું છે ?”
“એ રિવોલ્વર છે. તેનાથી માણસને મારી શકાય છે.”
“હે મહાન હું ! એ રિવોલ્વર મને આપો. હું તેના વડે આદમને મીટાવી શકીશ ! અનેહું રાજા બની શકીશ.”
“ના હું ભાઈ ! એ રિવોલ્વર એને ન આપતા મને આપો. મારે મારું ઘર બચાવવું છે.”
હું ખડખડાટ હસે છે… અને જારથી ગોળીબાર કરે છે :
એ શું થયું – સિદ્ધાર્થ પાસે બળતું સ્વર્ણકોડિયું ઊભું પડી ગયું.
હેં ! હે હવે મહાપ્રભુ પ્રલયને જગાવશે… ભાગ.
પણ તારા રાજ્યનુ શું થશે ?
પણ તારા ઘરનું શું થશે ?
થશે… જે થવાનું હશે તે જાતો નથી પેલો કંટકોની બેડીમાં જકડાયેલ સિદ્ધાર્થ છૂટો થવા માંડ્યો…
પેલી ડોશી યુવાન થવા માંડી.
ભાગો ભાગો… પ્રલય થશે… ભૂકંપ થશે…
ઠંડી–ગરમીના વિકરાળમાંની રૂધિરવાહીનીને તોડી નાખે તે પહેલાં… ભાગો… ભાગો…
હું ખડખડાટ હસે છે… ખડખડાટ….ઃ
બાવો અને આદમ ભાગતા એકમેકને અથડાઈ પડે છે – સિદ્ધાર્થની પ્રતિમા ઊભી થાય છે. પદ્માદભૂમાંથી ચિત્ર–વિચિત્ર અવાજા સાથે જવનિકા પડે છે. હું ખડખડાટ હસતો રહે છે …: