મેગના - ૮ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેગના - ૮

મેગના રાજવર્ધન પાસે માફી માંગે છે ત્યારે રાજવર્ધન તેની પાસે માફી ના બદલે મેગના પાસે એક પ્રોમિસ માંગે છે કે રાજવર્ધન જે વસ્તુ માંગે તે મેગના આપવી પડશે. મેગના રાજવર્ધન ને પ્રોમિસ કરે છે.

ત્યારે રાજવર્ધન મેગના ને પોતાની સાથે ડેટ પર ઇનવાઈટ કરે છે. મેગના પહેલા ના પાડે છે ત્યાં રાજવર્ધન તેને પ્રોમિસ યાદ અપાવે છે એટલે મેગના હા પાડે છે એટલે રાજવર્ધન મેગના ને સાત વાગ્યે લેવા માટે આવશે તેમ કહીને જતો રહે છે.

મેગના ઘરે જઈ ને સુઈ જાય છે અને રાજવર્ધન તેના રૂમ પર આવી જાય છે એટલે પહેલા તેં તેના રૂમ ના દરવાજા પર ડુ નોટ ડિસ્ટર્બ નું ટેગ નાખી દે છે.પછી તે તેના સ્ટડી ટેબલ પર બેસે છે.

પછી વિચારે છે કે શું મેં જે કર્યું તે યોગ્ય છે? મેં એક છોકરી ને મારી સાથે ડેટ પર આવવા માટે મજબૂર કરી છે.
આમ વિચારતા વિચારતા રાજવર્ધન તેના સ્ટડી ટેબલ પર જ સુઈ જાય છે.

થોડી વાર પછી મોબાઈલ માં મૂકેલું એલાર્મ વાગવા લાગે છે ત્યારે તેની નજર ઘળીયાળ પર પડે છે ત્યારે તેમાં સાડા છ વાગ્યા હતા એટલે રાજવર્ધન ઉભા થઈ તરત બાથરૂમ માં જતો રહે છે અને દસ મિનિટ પછી બહાર આવે છે.

પછી તરત બ્લેક સૂટ પહેરી ને તૈયાર થતાં પંદર મિનિટ લાગે છે. પછી તે તેની બાલ્કની માં થી મેગના ના ઘર તરફ જોવે છે પણ તેને કંઈ દેખાતું નથી કેમ કે મેગના ના ઘર ની લાઈટ બંધ હોય છે.

એટલે રાજવર્ધન ને લાગ્યું કે મેગના તેની રાહ જોઈ રહી હશે તેથી તે ઝડપ થી તેનો રૂમ બંધ કરી ને પાર્કિંગ માં આવ્યો અને કાર માં બેસી ને જલ્દી થી મેગના ના એપાર્ટમેન્ટ ના મેઈન ગેટ આગળ પહોંચી ગયો.પછી કાર માં થી બહાર નીકળી ને અહીં તેણે આજુબાજુ જોયું પણ મેગના જોવા મળી નહીં એટલે રાજવર્ધન એપાર્ટમેન્ટ માં જેવો પ્રવેશ કર્યો કે તરત સિક્યોરિટી ગાર્ડે તેને રોકી લીધો.

અને અંદર જવાની ના પાડી દીધી. તેથી રાજવર્ધન પોતાની કાર પાસે મેગના ની રાહ જોવા નું નક્કી કરી ને કાર પાસે જ ઉભો રહ્યો.પણ પંદર મિનિટ સુધી રાહ જોયા પછી રાજવર્ધન ને લાગ્યું કે હવે મેગના નહીં આવે એટલે તેણે કાર સ્ટાર્ટ કરી.


ત્યાં જ એને એક અવાજ સંભળાયો કોઇ એ તેને ઉભા રહેવા નું કહ્યું. રાજવર્ધન કાર માં થી બહાર નીકળી ને જોયું તો સામે મેગના સીડી પર થી નીચે ઉતરી રહી હતી.

રાજવર્ધન આજે મેગના ને પહેલી વાર જ જોઈ હોય તેમ લાગી રહ્યું હતું. વન પીસ વાઇટ ડ્રેસ માં મેગના આકાશ માં થી આવેલી પરી જેવી લાગતી હતી. તેણે ખુલ્લા રાખેલા વાળ અને કાન માં પહેરેલી ડાયમંડ ઈયરીગ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.

મેગના રાજવર્ધન ની કાર પાસે આવી ને ઉભી રહી ત્યાં સુધી રાજવર્ધન મેગના ની સુંદરતા ને નિહાળી રહ્યો. મેગના એ તેની પાસે આવીને કાર માં બેસી ગઈ ત્યારે તે વિચારો માં થી બહાર આવ્યો અને ઝડપ થી કાર માં બેસી ગયો.

પછી મેગના ને પૂછ્યું કે કઈ જગ્યા પર જવું છે?

એટલે મેગના તેની ચહેરા પર આવી ગયેલી વાળ ની લટ ને પાછળ લેતા એ કહ્યું ડેટ પર જવાનું તે (રાજવર્ધન) પૂછ્યું હતું મેં નહિ. એટલે તારી જ્યાં જવા ઈચ્છા હોય ત્યાં જઈએ.

એટલે રાજવર્ધન મેગના ને  એક ફાઈવસ્ટાર હોટેલ ના ગાર્ડન રેસ્ટોરન્ટ માં લઇ જાય છે. આ રેસ્ટોરન્ટ માં બધી બાજુ ગુલાબ ના ફૂલ છોડ હતા. તેમાં દરેક પ્રકારના ગુલાબ હતા. તે ગુલાબ નો જુદા જુદા રંગ તેમની સુંદરતા નું કારણ હતા.

અને રાત્રે તેમની ઉપર પડતી લાઈટ તેમની સુંદરતા માં વધારો કરતાં હતામેગના અને રાજવર્ધન રેસ્ટોરન્ટ માં એક તરફ ખૂણા પર રહેલા ટેબલ પર બેઠા પછી રાજવર્ધને મેગના ને મનપસંદ વાનગી પૂછી.ત્યાર બાદ મેગના ના જણાવ્યા મુજબ ની બધી વાનગી ઓ રાજવર્ધને મંગાવી.

એકસાથે ડિનર લીધા પછી રાજવર્ધન અને મેગના રેસ્ટોરન્ટ ની બહાર નીકળ્યા એટલે તેમની કાર ગેટ આગળ આવી ગઈ હતી. તેઓ કાર માં બેસી ગયા પછી મેગના ને લાગ્યું કે હવે રાજવર્ધન ઘરે જશે પણ રાજવર્ધને કાર ને એક પહાડી રસ્તા પર જવા દીધી.

એટલે મેગના એ રાજવર્ધન ને પૂછ્યું કે તે પોતાને ક્યાં લઈ જાય છે ત્યારે રાજવર્ધને તેને જણાવ્યું કે તે મેગના ને એક સરપ્રાઈઝ આપવા માંગે છે.

આમ જણાવી ને રાજવર્ધન એક ખુલ્લા મેદાન માં કાર ઉભી રાખી એટલે મેગના કાર માં થી ઉતરવા ગઈ કે તારી રાજવર્ધન તેને કાર માં થી બહાર નીકળ્વા ની ના પાડી અને તે જાતે કાર માં થી બહાર નીકળી ને મેગના પાસે આવ્યો.

પછી મેગના ને તેની આંખો બંધ કરવા નું કહ્યું એટલે મેગના એ તેની આંખો બંધ કરી. ત્યારે રાજવર્ધન મેગના ને કાર નો દરવાજો ખોલી ને બહાર આવવા માં મદદ કરી. મેગના ને થોડું ચલાવ્યા બાદ રાજવર્ધને તેને આંખો ખોલવા નું કહ્યું.

મેગના એ આંખો ખોલી ત્યારે તેની સામે આખું શહેર રોશનીથી ઝળહળી રહ્યું હતું. તે ખરેખર ખૂબ સુંદર લાગતું હતું પછી રાજવર્ધને મેગના ને આકાશ તરફ જોવા માટે કહ્યું.આખું આકાશ અગણિત તારાઓ થી ભરેલું હતું.

મેગના ને પહેલી વાર જ આવો નજારો જોવા મળ્યો હતો.તે પહેલી વાર જ કોઈ ની સાથે આવી રીતે આવી હતી.ત્યારે તેનું ધ્યાન રાજવર્ધન તરફ ગયું તો તેણે જોયું કે રાજવર્ધને તેનો હાથ પકડી રાખ્યો છે.


પણ મેગના એ પોતાનો હાથ છોડાવ્યો નહીં કેમ કે હવે તેને રાજવર્ધન સાથે એક પ્રકારની આનંદ ની લાગણી વ્યક્ત થઈ રહી હતી.થોડી વાર સુધી આ નજારો જોયા પછી રાજવર્ધને મેગના ને કહ્યું કે તેને પોતાને જ્યારે પણ તેના મમ્મીપપ્પા ની યાદ આવતી ત્યારે આવી કોઈ ખુલ્લી જગ્યા પર આવી ને ખુલ્લા આકાશ ના તારા ને નિહાળતો.

આટલી વાત પૂરી થયા પછી રાજવર્ધને મેગના હાથ પોતાના હાથ માં પકડીને મેગના ને ત્રણ શબ્દો કહ્યા " I LOVE YOU ".

મેગના એ રાજવર્ધન ની વાત સાંભળી ને પહેલા પોતાના હાથ તેના હાથમાં થી છોડાવી લીધા એટલે રાજવર્ધન ને લાગ્યું કે મેગના કાદાચ ના પાડે છે.

પણ ત્યાં જ મેગના એ રાજવર્ધન નું માથું પોતાના હાથમાં લઈને નજીક લાવી.તેના બંને હોઠ રાજવર્ધન ના હોઠ પર મુકી દીધા અને બંને એકબીજા ના અધરો નું રસપાન કરવા લાગ્યા.

રાજવર્ધન ને તેના સવાલ નો જવાબ મળી ગયો એટલે થોડી વાર માં રાજવર્ધને મેગના ને પોતાની બાહો માં સમાવી લીધી.હવે બંને હંમેશ ને માટે એકબીજા ના થઇ ચુક્યા હતા.

હવે આ ભાગ થી રાજવર્ધન અને મેગના ની પ્રેમકથા શરૂ થશે અને મેગના ના રાજશ્રીમેગના બનવા ના સફર ની.

મિત્રો આ મેગના ની વાર્તા નો આ ભાગ તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો.આ વાર્તા સિવાય તમે મારી બીજી વાર્તા My Dream Reality અને આર્યરિધ્ધી પણ વાંચી શકો છો