Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -19

પ્રકરણ -19

સ્તવન ટ્રેઇનમાં બેસી તો ગયો પરંતુ એનું મનહૃદય સ્વાતીમાંજ પરોવાયેલું રહ્યું સ્વાતી ટ્રેઇનમાં બેસી ગયાં પછી એ રડતી આંખે નીચે ઉતરી. ત્યારે સ્તવનને થયું કે જાણે મારાં શરીરમાંથી મારો જીવ જુદો થઇ રહ્યો છે. સ્વાતીની રડતી આંખો ઘણું બધુ કહી રહી હતી સ્વાતીનાં એક એક સ્પદંન એને સ્પર્શી રહેલાં બે આત્માંઓનું મિલન વધુ ધાઢ થઇ રહ્યું હતું ભલે શરીર જુદી જુદી દિશામાં જઈ રહ્યા હતાં. સ્તવને આંખો આંખોમાં જ જાણે સાંત્વના આપી હું જલ્દી આવી જઇશ મારાથી પણ હવે વિરહ નહીં વેઠાય. બસ હવે છેલ્લીવાર આમ એકલી મૂકીને જઊં છું હવે ક્યારે વિદાય નહીં હોય હવે મિલન જ મિલન હશે.

સ્તવન મનને મનાવી રહેલો પરંતુ એનો જીવ અંદરથી ખૂબ બળી રહેલો કંઈક આગમ્ય ખોટું થવાનું હોય કોઇ ગંભીર કોઇ આફત આવવાની હોય એમ હૃદયમાં હલચલ મચી હતી. હૃદય ખૂબ ચોળાતું હતું. કોઇ ભય સતાવી રહેલો. એણે ધીરજ ના રહી એણે ગાડી ઉપડયા પછી તુરંતજ સ્વાતીને ફોન જોડયો સ્વાતી હજી સ્ટેશનમાં પગથીયા ઉતરી અને સ્ટેશનનાં પાર્કીગ તરફ જઇ રહી હતી એણે તુરંત ફોન ઉપાડી કહ્યું "સ્તવન, સ્તવન અને છૂટથી રડી પડાયું ડૂસ્કાં ખાતાં ખાતાં કહે સ્તવન આ તામારો વિરહ મને... સ્તવને કહ્યું મારો જીવ ખૂબ ચોળાય છે એટલે ફોન કર્યો. મારાથી સેહવાતું નથી. સ્વાતી કહે "ખબર નહીં આ વખતની તમારી વિદાય આ વિરહ મને ખૂબ..... સ્તવન મને ખૂબ બીક લાગે છે. તમે જલ્દી આવી જ્જો સ્તવન તમે મોડું ના કરતાં હવે મારાથી વિહરહ નહીં જીરવાય. તમારા વિના નહીં જીવાય.

સ્તવનો કહ્યું "નહીં કરું મોડું હું થીસીસનું પતાવી મારું કોલેજનું નીપટાવી મંમી પપ્પાને સાથે વાત કરી તારાં ઘરેજ આવવા માટે નીકળી જઇશ કોઇ ચિંતા શંકાના કરીશ હુંજ તારાં વિના નહીં જીવી શકું સ્વાતીનાં ફોનમાં બેટરી ઓછી હોવાની બીપ વાગી, સ્વાતી એ કહ્યું સ્તવન તમે સલામત રીતે પહોંચી જાવ અને જલ્દી આવી જાવ તમારી સ્વાતીની ચિંતાના કરશો હું તમારી તમારાં આવવાની આંખો પાથરીને રાહ જોતી હોઇશ. એક એક પળ તમારાં પગલાં થવાની આહટ નો અહેસાસ કરતી હોઇશ દિન રાત મારાં સ્તવનની માળા જપતી હોઇશ તમે બસ જલદી આવી જજો. જોજો મોડુંના કરતાં સ્તનવ હું કાગના ડોળે ફક્ત તમારી રાહ જોતી હોઇશ. એક એક પળ તમારાં વિરહનાં આંસુ સારતી હોઇશ. બસ તમારાથી જીવન મારું બાકી બધું નકામું. તમારાં પ્રેમની ઘેલી બની બસ તમારી રાધા મારાં કહાન. સ્તવન મારાં ફોનમાં બેટરી સાવ ગઇ છે. ગમે ત્યારે મારો ફોન સ્વીચ ઓફ થઇ જશે. પરંતુ તમે ચિંતા ના કરશો. હું ઘરે જઇ ચાર્જ કરી તુરંત પાછો ફોન કરીશ.

સ્તવને કહ્યું તુંજ મારી રાધા, મીરા, રુકમણી તને જે નામે સંબોધુ પણ તું તો આ કહાનાનીજ બસ હવે તારાં સિવાય કંઇ નથી મારાં જીવનમાં તું સ્વર્ગ બનીને આવી મારી અપ્સરા, તને હરપળ ઝંખું તને અમાપ પ્રેમ કરું. સ્વીટુ ટેઇક કેર ફોન ચાર્જ કરીને તુરંત મને ફોન કરજે હું રાહ જોઇશ. સ્વાતી કહે ભલે બાય, લવ યું.

સ્વાતી અને સ્તવને ફોન મૂક્યો. સ્તવન પણ ફોન બંધ કરી થોડો આડો પડખે થયો. પાછો વિચારોમાં સરી ગયો. એને વિચાર આવ્યો એ કેટલો નસીબદાર છે કે દેવધારકાકા જેવા મકાન માલિક મળ્યા જેઓ બાપની ગરજ સારી. અરે આટલું મૂલ્યવાન ઘરેણું સ્વાતીને આપ્યું અને મને ચાંદીની શુકનમાં લગડી હું કેવી રીતે એમણે પાડ માનું ? આટલી બધી કિંમતી ભેટ કેમ આપી ? દેવધરકાકાનો ઉપકાર એમનો પ્રેમ કદી નહીં. ભૂલૂ એમનાં દીકરાની જેમ હું એમને... મનોમન યાદ કરતાં બોલી ઉઠ્યો કાકા તમે બાપની ગરજ સારી તમારાં માટે ગમે ત્યારે દોડયો આવીશ બસ એક ઇશારો કાફી મારાં લગ્ન માટે પણ કેટલા ઉત્સાહી છે કહે મારાં ધરેથી જ તારી જાન નીકળશે.

દેવધરકાકાએ સ્વાતીનાં ઘરની પૃચ્છા કરી પછી થોડાં વિચારમાં અને ચિંતામાં પડી ગયેલાં. કીધું હતું કે એ લોકો રૂઢિચુસ્ત છે માનશે કેમ મને ચિંતા થઇ રહી છે ! પણ સ્વાતીમાં ખૂબ જ આત્મવિશ્વાસ હતો કે હું પાપા અને મંમીને મનાવી લઇશ. ઇશ્વર બધુ સારું કરે. આમ વિચારતો વિચારતો ક્યારે નીંદરમાં સરી ગયો એને ખબર જ ના પડી.

સ્વાતી સ્તવનની ઉપડતી ટ્રેઇનને જોઇ રહી.એક એક પળે ધીમે ધીમે એ આંખથી ઓઝલ થતો રહ્યો એની આંખ રડતી રહી. જાણે કાળજાનો ટુકડો આમ છોડીને જઇ રહ્યો હતો. એનું શરીર ઠડું પડી ગયું. એનામાં સ્તવનમાં લોહી ફરતું જાણે બંધ થયું શ્વાસ રૂધાવા લાગ્યો હતો. એ સ્ટેશનના બાંકડા પર હાંફતી બેસી ગઇ થોડીવાર મોંઢે હાથ દઇને છૂટ્ટા મોઢે રડી રહી સ્તવન તમારા વિના નહીં રહી શકું જલ્દી આવજો. મારો જીવ ખૂબ ચૂથાય છે સ્તવન તમે જલ્દી આવી જજો. થોડીવાર પછી એ સ્વસ્થ થઇ અને પાણીનાં પોઇન્ટ પાસે જઇ મોં ધોઇને સ્વસ્થ થઇને એ સ્ટેશનની બહારજ નીકળતી હતી અને એનો મોબાઇલ રણકર્યો. સ્વાતીએ જોયું એનાં પાપાનો ફોન હતો એણે તુરંત ઉપાડી પૂછ્યું "હાં પાપા શું થયું ? સામેથી પૃથ્વીરાજસિંહનો મમતાળુ પણ થોડો કડક અવાજ સાંભળ્યો બેટા તમે ક્યાં છો ? સ્વાતીએ કહ્યું"પાપા હું એ આગળ બોલે પહેલાં પૃથ્વીરાજસિંહ બોલ્યા તમે રેલ્વે સ્ટેશન છો ટ્રેઇનનો અવાજ આવે ! સ્વાતીએ સાચું જ કહેતાં કહ્યું " હાં પાપા સ્ટેશન હું મારી ફ્રેન્ડને મૂકવા આવી હતી હવે ઘરેજ આવુ છું "ઠીક છે ભલે એમ કહી એમણે ફોન મૂક્યો.

સ્વાતીને આજે પાપાના ફોન થોડો કંઇક એને થયું પાપાનો ટોન અને અવાજ એ નથી કંઇક છે અને એમણે હું ક્યાં છું એની જાણ પૃચ્છા કરી હશે કંઇ જે હશે એ ઘરે જ જઊં છું એટલે જાણીશ એમ કરીને એ એક્ટીવા લઇને ઘરે જવા નીકળી ગઇ."

ઘરે આવીને એક્ટીવા મૂકી એ કોઠીમાં પ્રવેશી અને માં રાહ જ જોતાં હતા. ઘરમાંથી આવતો પવન એ હવા એને ઘણી ભારે લાગી. માં એ આવતાં વેત પૂછ્યું. અત્યારે આટલી સવારે તું તારી કઇ ફ્રેન્ડને મૂકવા સ્ટેશન ગઇ હતી ? અને એ કોણ ફ્રેન્ડ ? એ આપણાં ઘરે આવી ગઇ છે ? એ ક્યાં ગઇ છે ? આમ આવતાં વેંત માંએ પ્રશ્નોનો મારો ચલાવ્યો સ્વાતી થોડી હબકી ગઇ પછી હિંમત એકઠી કરી કહ્યું. "માં હું થાકી ગઇ છું આપણે પછી વાત કરીએ એમ કહી અંદર ગઇ અંદર દિવાન ખંડમાં પાપા પણ બેઠેલાં હતાં. સ્વાતી કોઇની પણ સામે જોયા વિના દાદર ચઢી પોતાનાં રૂમમાં જવા લાગી.

પાપાનો હુકુમ ભર્યો અવાજ આવ્યો "દીકરા તમે પહેલાં અહીં આવો. મારે વાત કરવી છે. સ્વાતીને થયું આ એકદમ આજે પાપાએ કોર્ટ કેમ ચાલુ કરી શું થયું ? એમને સ્તવન વિશે કંઇ માહિતી ? ... ના ના એમને કેવી રીતે ખબર પડે ? એ નિર્દોષતાથી દાદર ઉતરીને પાપા પાસે આવીને બેઠી. એટલામાં એની માતા મોહિનીબા પણ પાસે આવીને બેસી ગયાં એમનાં ચહેરા પર સ્પષ્ટ ગુસ્સો અને નારાજગી જણાઇ આવતી હતાં પણ એ ચૂપ રહ્યાં પૃથ્વીરાજસિંહ સ્વાતીને પૂછ્યું ? બેટા તારી ફ્રેન્ડ ક્યાં રહે છે ? એનું શું નામ છે ? કેટલા સમયથી મિત્ર છે ? તારી કોલેજમાં છે ? સ્વાતીને થયું હવે સાચુંજ કહેવું પડશે કોઇ ઉપાય નથી. સ્વાતી કંઇ જવાબ આપે એ પહેલાંજ પૃત્વીરાજ સિંહ એમનો ફોન ખોલી એમાં સ્વાતી અને સ્તવનનો સાથેનો ફોટો બતાવ્યો પછી કહ્યું "આજ ફ્રેન્ડ છેને જેને તું મૂકવા ગઇ હતી ? સ્વાતીએ થોડીવાર ફોટા સામે થોડીવાર મા અને પિતા સામે જોયા કર્યું પછી કહ્યું હા પાપા પણ તામારી પાસે આ.. પૃથ્વીરાજસિંહે વચમાં રોકીને કહ્યું "તું કંઇ જણાવતી નથી ? આ કોણ છે ? શું કરે છે ? ક્યારથી તમારી મિત્રતા છે ? શું નામ છે ? સ્વાતી કહે હું પાપા તમને વાત કરવાનીજ હતી. એ સ્તવન છે અને આર્કીઓલોજીસ્ટ છે એનું ભણવાનું હમણાંજ પુરુ થયું એણે થીસીસ કંપલીટ કરી હવે સબમીટ કરવા ગયા છે તેઓ વડોદરા રહે છે અને ઉચ્ચકુળનાં બ્રાહ્મણ છે. સ્વાતી એક શ્વાસે બોલી ગઇ. થોડો શ્વાસ ખાધા પછી કહે અમે સીટીપેલેસમાં મળેલાં.

પૃથ્વીરાજસિંહને હવે યાદ આવ્યું એમણેજ સ્તવનની પરમીટ પર સહી કરેલી હવે ચહેરો મહેરો બધુ યાદ પણ આવી ગયું. એ બોલ્યા એ અહીં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. તો તને શું કહીને હવે ભાગી ગયો ? સ્વાતી કહે ભાગી નથી ગયાં પણ એમનાં પેરેન્ટસ લઇને તમને મળવા આવશે.

અત્યારથી ચૂપ બેઠેલા મોહીનીબાએ કહ્યું "ઓહો શું વાત છે ? વાત આટલે સુધી આગળ વધી ગઇ છે અને અમને કંઇ ખબર જ નથી. અલી છોકરી આપણાં કુળનું નામ બોળવા બેઠી છું ? તે આ શું કર્યું ? આખા ખાનદાનનું નાક કાપી નાંખ્યું તને શરમ સંકોચના આવ્યો ? અને મોહીનીબાની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.

પૃથ્વીરાજસિંહે એમને શાંત થવા કહ્યું" એમણે સ્વાતીને કહ્યું " દીકરા તમે કેમ આવું પગલું ભર્યું ? તમે એકનાં એક સંતાન છો અમારાં આપણા કુટુંબમાં તમે એક ફક્ત દીકરી છો. અમને વિશ્વાસમાં પણ ના લીધા ? આ શું કરી નાંખ્યું ?

મોહીનીબા એ કહ્યું" તમેજ એને હદ બહાર જવા દીધી છે હું તમને કાયમ કહેતી હતી કે હવે મોટી થઇ લાડ ના કરો શાન સમજાવો આપણું રાજપુત કુળ ખાનદાન કુટુંબ છે સમાજમાં શું મોં બતાવીશું ?

મોહીનીબાએ વધુ કડક અવાજે કહ્યું હવે તારે અમારી રજા વિના ક્યાંય બહાર નથી જવાનું કોઇ વાતચીત નહીં કંઇ નહીં તમે સાંભળો છો ? એનો મોબાઇલ પણ લઇ લો આ ફોન જ ખોટો અપાવ્યો છે. પૃથ્વીરાજસિંહ સ્વાતીની સામે જોઇ રહ્યાં સ્વાતી ખૂબ રડી રહી હતી. એણે હિંમત એકઠી કરીને કહ્યું માં-પાપા - સ્તવન ખૂબ સારાં કૂળનાં અને સીધા સાદા મહેનતું યુવક છે. અમારી મિત્રતા હતી ક્યારે અમે…… એ તમને મળવા આવવાનાં છે. પાપા પ્લીઝ એકવાર એમને મળી લો વાતચીત કરો. માં આપણા સમાજમાં ના મળે એવા યુવક છે એકવાર વાત તો કરો.

પૃથ્વીરાજસિંહ કહ્યું સ્વાતી હમણાં તમે ઉપર જાઓ પછી તમારી સાથે વાત કરુ છું જાઓ ઉપર સ્વાતી ચુપચાપ રડતી રડતી ઉપર જતી રહી, મોહીનીબાએ કહ્યું" તમે આટલી શાંતિથી કેમ વાત કરો ? એને શિક્ષાની જરૂર છે એણે આપણને અંધારામાં રાખ્યા છે આપણો વિશ્વાસ તોડ્યો છે. એનો ફોન પણ લઇ લો. તાઉજી સુધી વાત જશે તો કોમ જાણે શું થઇ જશે. પૃથ્વીરાજ સિંહે ક્યું તમે શાંત થાવ, એકની એક દીકરી છે. કોઇ દબાણમાં કે આપણાં ગુસ્સામાં કોઇ ખોટું પગલું ભરી બેસશે તો ? મને મારી દીકરી ખૂબ વ્હાલી છે આપણે સમજાવટથી કામ લઇશું ચિંતા ના કરશો એક આંખે હસાવી છે તો બીજી આંખે રડાવીને આપણું ધાર્યુંજ કરાવીશું પણ છોકરી હાથમાંથી જાય નહીં પોષાય મોહીનીબા શાંત થયાં પછી બોલ્યા" એ મૂઓ મદનસિંહ બધા ફોટાં આપી ગયો અને મગજ ખરાબ કરી ગયો કેટલું બધું બોલતો હતો કહે મારી પાસે તો એવાં એવાં ફોટાં છે કે હું તમને કહુ છું એની પાસે કેવા ફોટાં છે ? મારી દીકરીને એ નપાવટ બદનામ ના કરે એની પાસેથી બધું કઢાવી લો.

પૃથ્વીરાજસિંહ ચિંતીત સ્વરે કહ્યું એ મારો આસીસ્ટન્ટ છે પણ હું ખૂબ સારી રીતે જાણું છું એ ખૂબ જ હલકી કોટીનો માણસ છે મને સીક્યુરીટી ચીફ સૌરભસિંહે પણ એકવાર ટકોર કરેલી કે આ નરાધમ સ્વાતી પર વધુ નજર રાખે છે. એણે મને કહ્યું છે કે પાડેલા બધાં ફોટા એ મને આપી દેશે એણે આજે એક જ આપીને બધી વાત કરી છે.

મોહીનીબા ચિંતામાં પડી ગયાં એમણે કહ્યું તમે સ્વાતી પાસે બેસીને બધી જ વાત કઢાવી લો ક્યાં સુધી એલોકો આગળ વધ્યાં છે અને મદનસિંહે ફોટાં કેવી રીતે પાડ્યા ? મને ખૂબ ચિતાં થાય છે આ છોકરીએ મારી ઊંઘ હરામ કરી છે. પૃથ્વીરાજ સિંહે કહ્યું "તમે શાંત રહો અને સ્વાતી સાથે હમણાં કોઇ બીજી વાતચીત કરશો નહીં બધુ જ મારાં પર છોડો. ના કુટુંબ, સમાજ કે ના સ્વાતીને કંઇ ખરાબ થાય ના આબરૂ જાય એવો રસ્તો કાઢીશું ધીરજ રાખો. પૃથ્વીરાજસિંહે એ રીતે કહીને કંઇ ઊંડા વિચારોમાં ઊતરી ગયાં ફોન હાથમાં લઇને એમણે કોઇ ફોન કર્યો.

· * * * *

મદનસિંહે સ્વાતી સ્ત્વનનાં ફોટાં લીધાં અને પછી એ લોકો પાર્કીગમાંથી એમનાં સાધનો લઇ નીકળી ગયાં એમણે ઓફીસમાં એના ટેબલ પાસે આવી શાંતિથી ખુરશીમાં બેસી ગયો અને લીધેલાં ફોટાં અને વિડિઓ એકપછી એક ધીરજપૂર્વક જોવા લાગ્યો. મનમાં એણે પ્લાન વિચારી લીધો.

થોડીવારમાં સૌરભસિંહ પણ એમની જગ્યાએ આવીને બેઠાં. થોડીવાર એમનું કામ કર્યા બાદ એમણે શાંતિથી બેઠેલાં મદનસિંહ તરફ જોઇને કહ્યું" અરે મદન કેમ આમ એકદમ શાંતિથી અને જાણે કોઇ મોટાં પ્લાનીગમાં હોય એમ ઊંડા વિચારોમાં બેઠો છે ? પાછી કંઇ નવાજૂની કરવાનો વિચાર નથીને ? હોય તો મનમાંથી ખ્યાલ કાઢી નાંખજે અને ખાસ કરીને મોટાં સાહેબની દીકરી વિષે ખાસ કહું છું પાછો કોઇ અટકચાળો ના કરીશ.

મદનસિંહે લૂચ્ચું હસતાં હસતાં કહ્યું" અને ના રે સર એવું કંઇ નથી. મારી શી ઓકાત છે ? આતો બધાં કામ પરવાની ને અહીં શાંતિથી બેઠો છું. સૌરભસિંહ કહે તારી આવી શાંતિ પણ મોટાં તોફાન કરે એવી છે એટલે કહુ છું અને ખાસ એટલે કે મેં હમણાં થોડીવાર પહેલાં જ એ લોકોને અહીંથી બહાર જતાં જોયા છે. જો મદનસિંહ મોટાં ઘરની મોટી વાતો. એમનાં કામ એમને મુબારક આપણે આમાં કાંઇ નહીં પડવાનું અને જો એમની વચ્ચે આવવામાં ક્યાંક તું ફસાયો તો તને બહાર કાઢનાર કોઇ નહીં હોય એટલું સમજીને કરજે જે કરે તો. મદનસિંહ ઝીણી આંખ કરી કહ્યું ભલે હુકુમ સાહેબ, અને વિચારમાં પડી ગયો.

*******

પૃથ્વીરાજ સિંહે ફોન પર વાત કર્યા પછી થોડી શાંતિથી લકીર ચહેરા પર આવી છતાં એમની ચિંતા દૂર થઇ હતી નહીં. એમને ચેન ના પડતાં એ સ્વાતીને મળવા એનાં રૂમમાં ઉપર ગયા. એમણે સ્વાતીનાં રૂમનાં દરવાજાને નોક કર્યો. થોડીવાર પછી સ્વાતીએ રૂમનો દરવાજો ખોલ્યો. એનો આખો ચહેરો રડી રડીને સૂજી ગયેલો. વાળ વિખેરાઈ ગયેલાં. પૃથ્વીરાજસિંહ એને જોઇને કહ્યું "દીકરા તમે આ શું દશા કરી છે ? કેમ આમ ? એમ કહી સ્વાતીને હાથ પકડીને ખુરશી પર બેસાડી પોતે એની સામે બેસી ગયાં. પછી કહ્યું" જો દીકરા તમે અમારું એકનું એક સંતાન છો. તમે જીવનમાં ક્યારેય કોઇ પણ રીતે દુઃખી ના થાવ એ જોવાની અમારી ફરજ છે. તમે એ છોકરા સાથે કયારે અને કેવી રીતે મળ્યાં એ કીધું પરંતુ એ છોકરાનું કૂળ, કુટુંબ બધુ અમારે જોવું પડશે પછી અમે વિચારીશું.

સ્વાતીતો એકમદ આનંદમાં આવી ગઇ. એના ચહેરા પર ખુશી છવાઇ એણે એકમદ પિતાનાં હાથ પકડી લીધાં અને વિનંતી સૂરે કહ્યું " પાપા હું તમને એજ કહું છું તમે એકવાર એ લોકોને મળો. વાત કરો પછી ખ્યાલ આવશે. પ્લીઝ તમારી દીકરી ત્યાંજ સુખી થશે. મને ખુબ વિશ્વાસ છે કે મેં ખોટી પસંદગી નથી જ કરી પૃથ્વીરાજ સિંહે કંઇ વિચારીને પછી કહ્યું જો સ્વાતી હું તારી લાગણી અને તારી જીંદગી વિશે વિચારીને કહું છું કે અમે એની સાથે મીટીંગ કરીશું બોલાવીશું વાત કરીશું પછી નિર્ણય કરીશું પરંતુ વચન આપ કે ત્યાં સુધી તું ક્યારેય એની સાથે રૂબરૂ નહીંજ મળે. બોલ, સ્વાતીતો ખૂબ ખુશ થઇ ગઇ "પાપા યુ આર ગ્રેટ આઇ લવયુ પાપા એમ કહી ગળે વળગી ગઇ. પ્રોમીસ પાપા હું નહીં મળું પણ તમારે એ લોકો સાથે વાત કરવી જ પડશે અને હું કોઇ બીજા સાથે લગ્ન ક્યારેય નહીં કરું એ પણ મારો નિર્ણય તમને કહી દઊં. પૃથ્વીરાજસિંહ હસ્તાં હસ્તાં કહે ભલે દીકરા ભવિષ્ય કોઇનાં હાથમાં નથી પરંતુ તારોજ ખ્યાલ કરીને નિર્ણય કરીશ જે કરીશ એ એટલો વિશ્વાસ રાખજો. એમ કહીને એ તરત નીચે ઉતરી ગયાં.

થોડીવાર પછી મોહીનીબા હસતાં હસતાં નીચેથી ઉપર આવ્યા અને સ્વાતીને કહ્યું તારા પાપાએ મને વાત કરી છે અને કહ્યું તને પણ સમજાવી છે. ચાલો દિકરા તમે તૈયાર થઇ જાવ આપણે આજે તાઊજીને ત્યાં જમવા જવાનું છે. માં પણ ખૂબ મીઠી હસતે વ્હાલથી વાત કરી રહ્યાં હતાં સ્વાતીએ વિચાર્યું જયારે એમણે જાણ્યું અને હું સ્ટેશનથી પાછી આવી ત્યારે તો તુંકારે અને અપમાન જનક શબ્દોમાં વાત કરી હતી. કંઇ નહીં પાપાએ માંને સમજાવી હશે. કઈ નહીં હું તૈયાર થઇ જઉ અને સ્તવને ખુશીનાં સમાચાર આપી દઊ. માં નીચે ગયા અને એણે તરતજ સ્તવનને ફોન લગાવ્યો અને સ્તવનને ખુશીનાં સમાચાર આપ્યા. "કહ્યું સ્તવન આજે ખૂબ ખુશીનાં સમાચાર છે……. પહેલાં તો એલોકો મને ખૂબ વઢયા હતાં પણ પછી પાપા જ માની ગયાં પછી હવે અમે તાઊજીનાં ઘરે જઇએ છીએ આપણે બંન્નેનો ફોટો પાપાને પેલા મદનસિંહ આપેલો હતો અહીં હવે બધાને બધી ખબર પડી ગઇ છે કાંઇ ચિંતા નથી મને લાગે છે તાઊજીને ત્યાં બધી વાત ફાઇનલ થશે. પાપા તાઊજીને પૂછ્યાં વિના કંઇ નહીં કરે. તમે પહોચીં ગયાં ? હું તો ખબર પડ્યાં પછી ક્યાંય સુધી રડતી રહેલી, એટલી ગભરાઇ ગઇ હતી કે હવે શું થશે ? મેં તો જીવ કાઢી નાંખવાનો જ નિર્ણય લઇ લીધેલો પણ માં બાબાએ લાજ રાખી સ્તવન તમે કંઇ ચિંતાના કરશો જે હશે હું તમને જણાવતી રહીશ પહેલા તો માં એ મોબાઇલ પણ લઇ લેવા કીધેલું હું તો સાવ હતાશ થઇ ગઇ હતી કે હવે શું કરીશ ? તમને કેવી રીતે જણાવીશ ? આવી પરવશતા પ્રભુ ના આપે ખૂબ પ્રાર્થના અને વિનંતી કરી હતી, પણ પાપા મારું ખૂબ ધ્યાન રાખે છે. ફોન ના લઇ લીધો.

માં એ ખાનદાન-નાતજાત સમાજની બધી ખૂબ વાતો કરી અમારો અહીં સમાજ ખૂબ રુઢિચુસ્ત છે આવો સંબંધ નહીં સ્વીકારે એવી બધી વાતો થઇ પછી ખબર નહીં પાપા હમણાં ઉપર આવેલા અને કહ્યું અમે છોકરાને અને એનાં કુટુંબ વિગેરેને મળીશું પછી નિર્ણય કરીશું મને તો એટલો આનંદ થયો કે... અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલાં સ્તવને સ્વાતીને કહ્યું સ્વાતી ખૂબ આનંદની વાત છે કે એ લોકો મને અને મારા કુટુંબને મળવા તૈયાર થયાં છે. આશા દેખાય છે કે એ લોકો….. પણ સ્વાતી તું સાવધ રહેજે. આમ રૂઢીચૂસ્ત કુટુંબ એકદમ જ થોડાં સમયમાં જ મળવા તૈયાર થઇ ગયાં એટલે મને શંકા પણ થાય છે પ્લીઝ મને નેગેટીવ ના લઇશ પરંતુ મને હૃદયમાં એવો એહસાસ થઇ રહ્યો છે કે આમ હા પાડવાની વાત કરીને કંઇક અળવું જ ના કરી દે એટલે સજાગ રહેજે. બાકી જો સીધે સીધું ઉતરી જાય તો એનાથી વિશેષ આનંદની કોઇ વાત નથી. તમારો રાજપૂત રૂઢીચૂસ્ત સમાજ છે. પણ છતાં તારાં પિતાજી ભણેલાં ગણેલાં અને આધુનિક દુનિયા જોયેલી છે એટલે આશા પણ બંધાય છે. કે કદાચ સ્વીકારી લેશે. જે હશે એ સ્વાતી હું તો હવે ઘરે પહોંચી એકબાજુ આપણાં સંબધ વિશે અને બીજીબાજુ થીસીસ સબમીટ કરીને કેરિયરનું પ્લાન કરીશ. પ્રાયોરિટી તો તને આવીને લઇ જવાનુંજ નક્કી કરીશ. તું તાઊજીને ત્યાં જઇ આવ. જે હોય મને જણાવજે. લવ યુ ડાર્લીંગ મીસ યુ માય લવ સ્વાતી કહે "જે હશે હું જણાવીશ જાન તમને લવ યું મૂકૂ ફોન હું હવે તૈયાર થઇને તાઊજીને ત્યાં જઇશ,. અને સ્વાતીએ ફોન મૂક્યો. એટલામાં એનાં બારણે ટકોર પડ્યાં માંનો અવાજ સંભળાયો સ્વાતી તૈયાર થઇ ગઇ ચાલ મોડું થાય છે સ્વાતીએ કહ્યું" હાં બસ આવી માં.

સ્વાતી એનાં માં અને પિતા સાથે તાઊજીને ત્યાં જવા નીકળી ગઇ. રસ્તામાં કોઇ એકબીજા સાથે કંઇજ બોલ્યું જ નહીં. તાઊજીની કોઠી આવી ગઇ અને પાપાએ પાર્ક કરી ગાડી અને બંધા અંદર કોઠીમાં ગયાં. પૃથ્વીરાજસિંહ અને મહેન્દ્રસિંહ ની આંખો મળી કંઇક ઇશારોમાં વાત થઇ ગઇ અને સ્વાતી દોડીને મહેન્દ્રસિંહને પગે લાગી અને એમની બાજુમાં બેસી ગઇ. મહેન્દ્રસિંહે પણ ખૂબ લાડથી બોલાવી કહ્યું "અરે દીકરા આજે તો તમારો વટ પડે છે ને કાંઇ હવે તમે મોટાં થઇ ગયાં છે. સ્વાતી કહે તમારી દીકરી છું પછી ? મોહીની બા, અને માણેકબા પણ આવીને બેઠાં એટલામાં સ્વાતીનાં મામા અને મામી પણ આવી ગયાં મામા શક્તિસિંહ મહેન્દ્રસિંહની બાજુમાં આવી બેઠાં. સાથે તનુશ્રી આવેલી. એટલે થોડીવાર પછી મોહીનીબા એ કહ્યું તમે બંન્ને દીકરીઓ તમારી રીતે બેસો જાવ પછી જમવાનાં સમયે બોલાવીશું અમે અહીં મોટાં બેઠાં છીએ.

એ લોકો ઇશારામાં સમજી ગયાં અને બંન્ને છોકરીઓ બેઠકખંડ છોડીને બહાર નીકળી ગઇ અને મહેન્દ્રસિંહે વાત કાઢી અને પોતાના મોબાઇલમાં રહેલાં ફોટાં અને વીડીઓ બધાને બતાવ્યા મહેન્દ્રસિહ તો અવાકજ થઇ ગયાં પૂછ્યું તમને કોણે આપ્યા ? તાઉજી મને મદનસિંહ એ સીધા મોકલ્યા છે પણ એ નપાવટનો ઇરાદો હું સમજી ગયો છું પણ એ બીજો કોઇને ના મોકલે એનો બંદોબસ્ત કરવો પડશે. મહેન્દ્રસિંહ ખૂબ ગુસ્સે થયાં અને વિચારમાં પડી ગયાં.

તાઉજીએ શક્તિસિંહ અને પૃથ્વીરાજસિહની સામે જોયું અને પછી મોહીનીબા અને માણેકબાને કહ્યું "તમે કોઇ ચિંતા ના કરશો તમે રસોઇનું અને બીજા કામ જુઓ અમને વાત કરવા દો અને તમે નિશ્ચિંન્ત થઇ જાવ આપણે આપણી દીકરીનું કંઇજ ખોટું નહીં થવા દઇએ. બન્ને જણાં ખંડ છોડીને ગયાં પછી તાઉજી એ કહ્યું "પૃથ્વી પહેલાં તો પેલાં બદમાશ મદનને પકડી એની પાસેથી બધાં ફોટાં, વીડીઓ લઇ લો. ફોનમાં કે ક્યાં ? કશું હોવું ના જોઇએ. જરૂર પડે તો કંઇ પણ કરો હું બાકીનું જોઇ લઇશ. પૃથ્વીરાજસિંહ કહ્યું હું હમણાં રાત્રેજ બોલાવું છું શક્તિસિંહ એ કહ્યું હું તમારી સાથે જ છું જોઇએ છે કે એ શું કરે છે શું કહે છે ? પછી આગળ નિર્ણય કરીએ. આમ પછી એ લોકો એ અંદર અંદર ઘણી વાત કરી અને નિર્ણય લીધો.

· * * * *

સરયુ હવે બધી વિગત કહી રહી હતી અને ખૂબજ હાંફી રહી હતી હવે એનાં ચહેરાં પર અમાપ ચિંતા હતી એ વારે વારે ચીસો પાડી રહી હતી. એનાં હાથ હલાવી હલાવી બૂમો પાડતી હતી સ્તવન તને ના આવશો. સ્તવન હું તમને બધુ જ કહીશ. સ્તવન તમે આવી ગયા ? ક્યાં છો ? સ્તવન હું ત્યાંજ આવું છું મારી રાહ જોજો સ્તવન સ્તવન આમ બૂમો પાડી પાડીને સરયુ એકદમ બેહોશ થઇ ગઇ.

ગુરુબાલકનાથ હવે થોડાં ચિંતામાં સરી ગયાં એમણે નવનીતરાય અને નીરુબહેનને કહ્યું " આપણી દીકરી અહી જયપુરમાં જ હતી અને આ શહેર સાથે જ એનાં બધાં સાંધા છેડા જોડાયેલા છે કોઇ લોકલ આપણી મદદ કરી શકે ? ડો.ઇદ્રીશ અત્યાર સુધી ચૂપ હતાં એમણે પૂછ્યું "ગુરુજી એટલે ? તમે શું કહેવા કરવા માંગો છો ? ગુરુજીએ કહ્યું હું એક યજ્ઞ કરવા માંગુ છું જેમાં આ દીકરી સાથે જોડાયેલા જીવને હાજર કરીશ. બન્ને સાથે વાર્તાલાપ કરાવી જ્યાં એ લોકોનું અટક્યું હતું કંઇક અજુગુતુ અમંગળ થયું છે એની અસર નિવારી શાંતિ કરાવીશ. બધાં વિચારમાં પડી ગયાં કે આ કેવી રીતે શક્ય છે ?

પ્રકરણ-19 સમાપ્ત

ગુરુજી કહે હવે ઇલાજ હાથ વેંતમાં છે. આગળ સ્વાતી સ્તવનનું શું થશે. એનાં તાઉજી -પિતા-મામા શું કરશે. આગળ વાંચો આ રસપ્રસૂર વાર્તા "ઊજળી પ્રીતનાં કાળાં પડછાયાં આવતાં અંકે"'