Ujadi Pritna Padchhaya Kada - 18 books and stories free download online pdf in Gujarati

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 18

પ્રકરણ -18

સ્વાતી અને સ્તવન આજે સીટીપેલેસનાં બીજા છેડે આવેલાં હવામહેલ પાસે મળ્યાં સ્તવનને ત્યાનાં થોડા ફોટોગ્રાફસ લેવાના હતાં આજે એ પુરી તૈયારી કરીને આવેલો હતો કેમેરામાં પણ એણે દૂરબીન એટેચ કરેલું હતું કે હવામહેલનાં બધાં માળનાં ઝરુખા એનું કાર્વીંગ કોતરણી બધુ જ ઝીણવટપુર્વક કેમેરામાં ઝીલવું હતું થીસીસ પુરી થયા પછી એણે એનાં શોખ માટેનાં ખૂબ ગમતાં ફોટોગ્રાફ લઇને આલ્બમ બનાવેલું હતું સ્વાતી સાથે સ્તવન અંદર પ્રવેશ કરવાં ગયાં ત્યાં સામે મદનસિંહ ભટકાઈ ગયો એ કાંઇ બોલ્યો નહીં અને નીચુ જોઇને પાછળ નીકળી ગયો સ્વાતી અને સ્તવનને કોઇ ખરબર જ નહોતી એલોકો એમની ધૂનમાં જઇ રહ્યાં હતાં. મદનસિંહ એનાં મદદનીશને કહ્યુ ત્યાં મારી ગાડીમાં કેમેરાને બધુ છે મને કેમેરા લાવી આપ અને પછી તું સીટીપેલેસ પહોંચી જા હું ત્યાં આવું છું અને ત્યાં જે ટીમ કામ પર લગાડી છે. એ લોકને સૂચનાં પ્રમાણે કામ થાય છે કે નહીં એ તું જો હું આવુ જ છું પહેલાં મને કેમેરા આપી જા. અહીંનું કામ પુરુ થઇ ગયું છે એનાં ફોટા લઇને હું આવુ છું મદદનીશે કહ્યુ હું લાવુ છુ કહી એ કેમેરા લેવા દોડી ગયો. મદનસિંહ સ્વાતી સ્તવનને તાકી રહેલો ધીમે ધીમે એ લોકો આગળ જઇ રહ્યાં હતાં એની આંખોથી ઓઝલ થઇ રહેલાં....

સ્વાતી અને સ્તવન એકમેકના હાથમાં હાથ પરોવીને અંદર જઇ રહ્યાં હતાં ઘણાં પ્રવાસીઓ પણ હતાં બધાં સ્થાપત્ય અને ઝરુખા જોવામાં મગ્ન હતાં. સ્તવને કહ્યું ‘આપણી સંસ્કૃતિની ધરોહર આપણાં સંસ્કાર છે. એક એક સ્થાપત્ય જોતાં એવું લાગે કે આપણાં પૂર્વજો અગાઉ થઇ જનારાં રાજાઓ કેટલાં મહાન હતા ? એ લોકોનો સ્થાપ્તય માટેનો પ્રેમ અને જીજ્ઞાસા સાથે સાથે એને બનાવવાનો ખર્ચ પરિશ્રમ, આયોજન કહેવું પડે. સ્વાતી સ્તવને શાંતિથી સાંભળી રહેલી એણે કહ્યું ‘સ્તવન હવે તમે જવાનાં પછી તરત પાછા આવી જાજો મારાં ઘરે આવી મારો હાથ માંગી લેજો. તમે જવાનાં સમયે પણ મને હજી સ્થાપ્ત્ય જ ભણાવો છો કહી હસી પડી. સ્તવ્ન કહે સોરી ડાર્લીંગ પણ હું અહીં આવું ત્યારે આવા વિચારોમાં પરોવાઇ જવાય છે મારાથી, પણ મારી ડાર્લીંગ હવે બસ આપણી જ વાતો કરીએ.

સ્તવન કહે સ્વાતી બસ થોડો સમય આપ હું ફોટોગ્રાફ લઇ લઊં અને સ્ત્વને બધાં એનાં જરૂરી ફોટોગ્રાફસ લેવાનાં ચાલુ કર્યાં. થોડો સમય એ ફોટાં લેતો રહ્યો અને સ્વાતી એનાં ફોનમાં સ્તવનનાં ફોટાં લેતી રહી.

‘સ્તવન તમારુ કામ પતી ગયું હોય તો ચાલો આપણે સીટીપેલેસ જોઇએ ત્યાં એક્ટીવા અને બાઇક પાર્ક કરી અંદર મહાદેવ પાસે જોઇએ. સ્તવને ઇશારાથી કહ્યું હું આવું છું. સ્તવન કામ પતાવીને નીચે આવ્યો અને એક ઝરુખા પાસે સ્વાતીને લઇ ગયો ત્યાં ઉભા રહીને એણે જુદા જુદા પોઝમાં એનાં અને સ્વાતીનાં ફોટાં લીધાં. અમુક ઝરુખામાં એને એકલીને ઉભી રાખીને ફોટાં લીધાં પછી સ્વાતીની સાવ નજીક આવી ગયો. બંન્નેનાં ચેહરાં એકદમ નજીક આવી ગયાં. બંન્નેનાં શ્વાસ એકમેકને સ્પર્શના લાગ્યાં. સ્તવન અને સ્વાતી બંન્ને જાણે પ્રેમ નશામાં ઝૂમવા લાગ્યાં સ્ત્વને સ્વાતીને એનાં હોઠ પર કસીને ચુંબન લીધું અને એનો સેલ્ફીમાં ફોટો લીધો. એ ફોટો લીધાં પછી એણે સ્વતને વળગીને ખૂબ વ્હાલ કરી લીધું. સ્વાતીએ એકદમ ચમકીને કહ્યું સ્તવન કોઇ અહીં હોય એવું લાગે છે. એક મીનીટ અને સ્તવન ચોંકીને છુટો પડ્યો. એણે આજુબાજુ જોયું કોઇ નહોતું સ્વાતીને કહ્યું ‘કોઇ નથી અહીં. નાહક તું ગભરાય છે અને મને ગભરાવે છે. સ્વાતી કહે નાં ચોક્કસ આપણે બન્ને આપણામાં બીઝી હતાં અને કોઇનો ઓળો પસાર થતો જોયો છે આપણે અહીંથી જતાં રહીએ પ્લીઝ. સ્તવને કહ્યું હશે ચાલ આપણે માંબાબા પાસે જતા રહીએ.

સ્વાતી અને સ્તવન એમનાં વાહન લઇને સીટીપેલેસ પાર્કીંગ માં વાહનો મૂકીને ઝડપી ચાલે અંદર આવી ગયાં. અને એમનો કોઇ સતત પીછો કરી રહ્યું હતું. એ લોકો આ બધાથી સાવ અજાણ એકમેકમાં પરોવાયેલાં અંદર જઇ રહ્યાં હતાં.

મહાદેવનાં દેવાલય આવીને બંન્ને જણાએ પોતાની બેગ ને બધું સાચવીને મૂક્યું થોડાં રીલેક્ષ થયાં બન્ને જણાં સાથે ભગવાનનાં મંદિરમાં ગર્ભગૃહમાં ગયાં અને માં પાર્વતી અને બાબા મહાદેવના શરણોમાં સમર્પિત થયાં બંન્નેએ દંડવંત પ્રણામ કરીને પછી એકમેકનાં હાથ પરોવી નમસ્કાર મુદ્દા કરીને પ્રાર્થના કરી, સ્તવને કહ્યું “માં બાબા સંપૂર્ણ આશીર્વાદ આપો”. મારી આ થીસીસ તમને સમર્પિત કરું છું. એમાં મારાં જ્ઞાન પ્રમાણે મેં કામ કર્યું છે રીસર્ચ કર્યું છે એને ખરી સફળતાં તમારાં આશીર્વાદથી મળશે. બીજી ખાસ તમે મિલાવેલ આ મારાં જીવને મારાથી ક્યારેય દૂર ના કરતાં ભગવન અમને બંન્નેને સંપૂર્ણ આશીર્વાદ આપો. હું ઘરે જઇને મારાં માતા-પિતાને લઇને પાછો આવીશ માંગુ કરવા સ્વાતીનાં ઘરે અને તમારાં દર્શને અચૂક આવી શું. માં બાબા સંપૂર્ણ આશીર્વાદ આપો.

અમને ક્યારેય જુદાઇના આપશો. હર જન્મે અમારો સાથ હોય એવો અતૂટ પ્રેમ કરાવો જે હજી સુધી કોઇએ કર્યોના હોય ના હોય આ દુનિયા સમાજ, રીતરીવાજ ના મ્રુત્યુ કોઇ કર્મ કંઇજ અમને કયારેય જુદા ના કરી શકે એવાં સંપૂર્ણ આશીર્વાદ આપો. બંન્ને જણાં ક્યાંય સુધી મહાદેવના ચરણોમાં સમર્પિત રહ્યાં. બંન્નેનાં ફક્ત હાથ નહોતાં જોડાયેલાં પ્રાર્થના માટે. હાથ જોડી, જીવન આત્મા ઓરા જોડી સંપૂર્ણ સમર્પિત થઇને પ્રાર્થના કરી રહેલાં. ના સ્થળ કાળ સમયનું ભાન બસ ભાવવિભોર થઇ એકમેકમાં પરોવિને સંપૂર્ણ જીવ સમર્પી પ્રાર્થના કરી રહેલાં. આ જીવઓરાની પ્રાર્થના સંપૂર્ણ પણે જાણે ઇશ્વરે સાંભળી હોય એમ મંદિરમાં ઘંટારવનો ધ્વનિ સંભળાયો જાણે શંખ ફૂંકાયો એની સાથે પવન એવો વાયો કે બે ઘડી નાં સમજાયુ કે આ વાતાવરણે અચાનક કેમ પલ્ટો ખાધો. પવનની ધ્રુજારીઓ સાથે વાદળ ચઢી આવ્યા અને અચાનક ભર વસંતે જાણે વરસાદ વરસી રહ્યો.

સ્વાતી અને સ્તવનતો પ્રભુને સમર્પિત થઇ પ્રાર્થના અને પ્રેમ સમાધીમાં ખોવાઇ ગયેલાં એલોકોની આખો ઠંડા પવનનાં સ્પર્શે ખુલી ગઇ અને આલ્હાદક વાતાવરણ થઇ ગયું ચારેકોર ઠંડક પ્રસરી ગઇ. બંન્ને જણા એકમેકની સામે જોઇ રહ્યાં. જે ઘંટારવા અને શંખને ધ્વની સાંબળ્યો એ સાચેજ સાંભળ્યો ? એકમેકની આંખોમાં ઉભરી આવેલા પ્રેમાંશુ એ બંન્નેને સમજાવી દીધાં પ્રભુનાં સંપૂર્ણ આશીર્વાદ મળી ગયાં. એટલામાં કંઈક પછડાવાનો અવાજ થયો બંન્ને સચેત થયાં સ્તવને ઉઠીને જોયું તો એક બિલ્લી દબાતે પગલે રસ્તો કાપીને દોડી ગઇ. સ્વાતીએ કહ્યું આટલાં સરસ આશીર્વાદમાં આપયાં વચ્ચે આવી ? મને ના ગમ્યું સ્તવને કહ્યું કોઇ વહેમ ના રાખીશ જવાદે આટલો અગમ્ય અકલ્પ્ય ધ્વની સભળાયો છે પછી કોઇ વ્હેમ શા માટે રાખીએ ! બંન્ને જણાં ઉભા થયાં માં બાબાને સ્તવને ચઢાવેલા પ્રસાદ અને થીસીસ લઇને બેગમાં મૂક્યાં. પ્રસાદ બોક્ષમાંથી કાઢીને એકમેકને ખવરાવ્યો. અને બંન્ને પાછાં પ્રેમ સમાધીમાં ખોવાયાં.

સ્તવને માં પાસેથી કકું લઈને સ્વાતીની સેથીમાં પુરી દીધું અને ચિબુક, કપાળ અને હોઠ પર તસતસતું ચુંબન આપી દીધું. સ્વાતીતો વૃક્ષને વેલી વીંટળાય એમ વીંટળાઇ ગઇ અને આંખોજ બંધ કરી દીધી. એ એટલી ભીંસ આપી વીંટળાઇ ગઇ જાણે કે એનું અસ્તિત્વ જ સ્તવનમાં સમાવી દીધું. સ્તવને પણ એને ખૂબ વ્હાલ કરતાં કરતાં હોઠથી હોઠ જોડીને ચુંબનની વર્ષા કરી દીધી.

સ્વાતી અને સ્તવન બંન્ને જણાં એકમેકનાં અંગાભિમુખ થઇને ખુબ પ્રેમ કરવાં લાગ્યાં. આજે વિદાય પહેલાં જાણે પ્રેમની ભૂખ મીટાવવા લાગ્યાં. સ્તવન ખૂબ પ્રેમ કરવા લાગ્યો હવે બંન્ને જણાં એકમેકમાં પરોવાઇને સ્થળ કાળ ભૂલી ગયાં મંદિરનાં ગર્ભગૃહની બહાર આવીને આગળનાં ખંડમાં એક સ્થળ પર બેસી ગયાં અને હોઠ પર હોઠ મુકીને રસાસ્વાદમાં ડૂબી ગયાં. પ્રેમમાં પરોવાયેલા ક્યારે સીમા ઓળંગી ગયાં ખબર ના પડી અને બે જીવ એક શરીર બની ગયાં. ના કોઇ સંકોચ ના સીમા બધુંજ પાર કરીને અગ્રિમ પરાકાષઠાને સંતોષી ગયાં.

કયાંય સુધી બંન્ને જણાં આલિંગનમાં રહ્યા પછી કોઇક સંચાર જણાંતો અલગ થઇને ઉઠ્યાં તો કોઇનાં દોડી જવાનો અવાજ આવ્યો એવું લાગ્યું. સ્તવન સ્વસ્થ થઇન ત્વરિત ઉઠ્યો અને અવાજની દિશામાં દોડયો પરંતુ કોઇ દેખાયું નહીં એ પાછો આવી ગયો. સ્વાતીએ પૂછ્યું કોણ હતું ? દેખાયું નહીં પરંતુ મને પાકો વહેમ છે કોઇ હતુ ત્યાં સ્વાતી કહે “જે હશે એ આપણને શું ફરક પડે છે ? હવે ડર રાખે નહીં ચાલે. તમે જલ્દી જઇને જલ્દી આવો એટલે કાયમી વિરહ ડર, સંકોચ, કોઇ દૂરી જ ના રહે. સ્તવને કહ્યું યસ માય ડાર્લીગ એય સ્વાતી હવે તો હું એક પળ નહીં જીવી શકું આપણે એકમેકને સંપૂર્ણ સમર્પિત થઇ ગયાં છીએ. માં બાબાના આશિર્વાદ, એમની રજામંદી અને સંકેત સાથે એક થઇ ગયાં છીએ. આપણને હવે કોઇ જુદા નહીં કરી શકે ક્યારેય નહીં.

સ્વાતી કહે “તમે મારાથી છુટા પડો, એ પહેલા આવો અહીં ફોટા લઇએ આવી યાદગીરી પણ ખૂબ જરૂરી છે અને તમે ભૂખ્યા છો કઈ ખાધુ નથી સાથે કંઇક ખાઇશું પછી છૂટા પડીશું એ પણ કાયમી સાથે મળવા માટે એક થવા માટે, પ્રભુતામાં પગલાં કરવા માટે સ્તવને એને ચુમીને અનુમોદન આપ્યું.

સ્વાતીએ સ્તવને પછી મહાદેવ-બગીચામાં અને જ્યાં જ્યાં એમની મિલનની મીઠી યાદો હતી બધેજ ફોટો લીધા સ્વાતીએ સ્તવનને રમૂજમાં અટકચાળાં કરતાં કરતાં ફોટાં આપ્યાં મસ્તીવાળાં આપ્યાં બંન્ને જણાં આજે ખૂબ ખુશ હતાં ખૂબ જ આનંદમાં હતાં. સ્તવને કેમેરાં માં દૂરબીન હતું અને ત્યાંથી દૂર સુધીનાં ફોટાં લેવા લાગ્યો. અચાનક એનાં દૂરબીનમાં દૂર એક આકૃતિ નજરે ચઢી.

સ્તવને જોયું કે દૂરથી કોઇ વ્યક્તિ એનાં દૂરબીનથી એ લોકોને ધ્યાનથી જોઇ રહેલું એણે તરજ સ્વાતીને દૂરબીનથી બતાવ્યું સ્વાતી કહે આ કોઇ આપણને જુએ છે. સ્તવન કહે કદાચ આપણને જ જુએ છે. સામેની વ્યક્તિને દૂરબીનથી જોતાં ખ્યાલ આવી ગયો કે આ લોકો પણ એને જોઇ રહ્યાં છે એણે તુરંતજ દૂરબીન બંધ કરી તરતજ પેલેસની અંદરના ભાગમાં જતો રહ્યો. સ્વાતી અને સ્તવનને પાકો વહેમ પડી ગયો કે કોઇ એમને જ જોઇ રહેલું હતું. સ્તવને કહ્યું “સ્વાતી આ ખોટુ થયું કોણ હશે. હું તારાં ઘેરે આવું પહેલાં તારાં ઘરે કાઇ વાત જવી ના જોઇએ. અથવા આપણે આજે જ સાથે જ તારાં ઘરે જઇએ. સ્વાતી કહે “કેમ તમે આટલી ચિંતા કરો કોઇ ટુરીસ્ટજ હશે આપણને પણ એને જોઇ રહેલાં જોઇ જતો રહ્યો હશે. બીજું કોણ હોય ? અને જ્યારે આપણે બંન્ને એકમેક માટે આટલા વિશ્વાસમાં હોય તો કોઇ શું કરી લેવાનું ?

સ્તવન કહે “સવાલ એનો નથી પરંતુ હમણાં આપણે માબાબાનાં ખંડમાં હતાં ત્યારે પણ કોઇનાં દોડી જવાનો અવાજ આવેલો એ પેલો માણસ જ નહીં હોયને ? સ્વાતી કહે ભલે દૂરબીન થી એ બરોબર દેખાયો નહીં ? સ્તવન કહે એટલું બધું સ્પષ્ટ નાં દેખાયું કારણ કે ખૂબ દરૂથી જોતો હતો દૂરબીન આ કેમેરાનું એટલું બધુ પાવરફુલ નથી. ઠીક છે. જે હશે એ પણ તું એકદમ સજાગ રહેજે એવું કંઇ પણ થાય તરતજ મને કહેજે જરૂર પડે હું તારાં ઘરે પણ સીધો આવી જઇશ. કોઇ ચિંતા ના કરીશ.

સ્વાતી અને સ્તવન પછી સીટીપેલેસમાં થઇને પાર્કીંગ સુધી આવી ગયાં અને પોતપોતાનાં વાહન લઇને પાર્કીગથી બહાર નીકળી ગયાં એમની મનપસંદ રેસ્ટોરમાં પહોચીને કોફી-નાસ્તો ઓર્ડર કર્યો અને એ ન્યાય આપવા લાગ્યાં.

**************

હવામહેલમાંથી જ મદનસિંહ સ્વાતી અને સ્તવનનો પીછો કરવાનો ચાલુ કરી દીધેલો. એલોકો સીટીપેલેસ વાહન પાર્ક કરી અંદર ગયાં ત્યારે એ થોડો સમય બહાર જ રોકાયો પછી પોતાને કેમેરા દૂરબીન વિગેરે લઇને ધીમે ધીમે પાછળ જવાં લાગ્યો. એણે જોયું કે એ લોકો મહાદેવના દેવાલય તરફ જ જઇ રહ્યાં છે એટલે થોડો વખત બગીચામાં ઝાડ પાછળ છૂપાઇને ક્યાંય સુધી ઉભો રહ્યો એને લાગ્યું બધુ શાંત છે કોઇ ચહલપહલ નથી એટલે ધીમે રહીને ઝાડ પાછળથી નીકળીને ધીમે ધીમે દબાતાં પગલે મહાદેવનાં દેવાલય તરફ ગયો. થોડો સમય ઉભો રહી આજુબાજુ જોઇ લીધું બધું બરોબર લાગતાં એ ધીમે પગલે આગળ વધી ડોકીયું કર્યું તો સ્વાતી સ્તવન ગર્ભગૃહમાં બેસીને પ્રાર્થના કરતાં હતાં એમણે એ સમયે કેમેરાથી કલીક કરી અને 6 થી 7 ફોટાં લઇ લીધા પછી એકદમ પવન ફૂંકાતા એવું લાગ્યું એ ગભરાઇને દેવાલયની બહાર દોડી આવી ઝાડ પાછળ પાછો સંતાઇ ગયો.

થોડો સમય બધુ સાંત થયા પછી પાછો દેવાલય તરફ ગયો એણે જોયુ ગર્ભકાળમાં એ લોકો નથી એણે જોયું કે બહારનાં ખંડમાં ખૂણામાં એ લોકો બેઠાં છે અને ચુંબન કરી રહ્યાં છે એવો એણે કલીક કરી ફોટાં લીધા અને એટલામાં એનાં પગે સમતુલન ગુમાવ્યું અને એ પડ્યો સાથે કેમેરા બંધ થયો એની નજીકથી બીલાડી અથડાઇને દોડી ગઇ અને અવાજ થયો એટલે તરતજ જાતને સંભાળી ત્યાંથી ભાગી ગયો અને પેલેસ તરફ જતો રહ્યો એને ખૂબ સંતોષ હતો કે આવા જડબેસલાક પુરાવા એની પાસે છે અને હવે એ સ્વાતીને ફસાવી શકે છે. પૃથ્વીરાજસિંહ, મહેન્દ્રસિંહ જેવાં ઘરાનાંનાં રઢીચૂસ્ત કુટુંબમાં આવા લગ્ન શક્યજ નથી એ ચાહે એવો ખેલ પાડી શકશે. સીટીપેલેસ થઇને એને છેલ્લા ઝરુખામાંથી જ્યાંથી મહાદેવનું દેવાલય અને બગીચો સંપૂર્ણ દેખાય છે. ત્યાંતી દૂરબીનથી જોવા લાગ્યો. એણે જાણ્યું કે એ બંન્ને એને જોઇ રહ્યાં છે અને એ ઓળખી ના જાય એટલે તુરંત દૂરબીન બંધ કરી ત્યાંથી નીકળી ગયો.

પોતાની ઓફિસનાં ટેબલ પર આવીને જાણે ક્યારનો કામ કરતો હોય એમ ડોળ કરવા લાગ્યો. સ્વાતી અને સ્તવન ત્યાંથી જ એની બાજુ નજર કર્યા વિનાજ નીકળી ગયા. એ લોકો જેવા નીકળ્યાં તરતજ મદનસિંહ બારીમાંથી એ લોકોને વાહન પર બેસીને સાથે બહાર નીકળી જતાં જોયાં અને એનાં પણ ફોટો લઇ લીધાં. મદનસિંહ આ બધુ કરી રહેલો એમાં પાર્કિંગમાંથી એ લોકો ગયાં એનાં ફોટાં લેતાં સીક્યુરીટી ચીફ સૌરભસિંહ જોઇ ગયાં. એમણે પુછ્યું ? તું હજી સુધર્યો નથી કેમ ? તારે શું પંચાત છે આટલી ? કેમ તે એ લોકોનાં ફોટા લીધાં ? મદનસિંહ કહે મેં ક્યાં લીધાં છે હું તો.... અને તત ફફ કરવા લાગ્યો. સૌરભસિંહ કહ્યું હું આ છેલ્લી વોર્નીંગ આપુ છું સુધરી જજે.

મદનસિંહ પોતાનો બચાવ કરવા ગયો" કહે પણ સર ! એ લોકો ક્યારનાં અંદર બગીચામાં અને મહાદેવ... એ બોલવાનુ પુરુ કરે એ પહેલાં ચીફે કહ્યું " હશે એ લોકો તારે શી પંચાત ? મને પણ ખબર છે એ લોકો ક્યારનાં અંદર ગયેલાં પણ બંન્ને પુખ્ત છે સમજદાર અને સંસ્કારી છે આપણે કોઇનામાં શું પંચાત ? તને ખબર છે ને કે એ લોકો ક્યાં ધરાનાનાં છે ? કંઇ આડુ અવળું તેં કર્યું તો તારાં જાનનું જોખમ થઇ જશે એટલે મારી સલાહ માનીને રહે નહીતર નોકરી અને જીંદગી બંન્નેથી હાથ ધોવા પડશે.

મદનસિંહ ચીફનાં ઠપકાથી થોડો ઝંખવાઇ ગયો અને ચૂપ થઇ ગયો. ચુપચાપ ઓફિસની બહાર નીકળી ગયો. પરંતુ એનું શેતાની મગજ કંઇક બીજુ જ વિચારી રહેલુ અને નવો પ્લાન કરી રહેલું.

સ્વાતી અને સ્તવન રેસ્ટોરન્ટ થી છુટા પડ્યા અને સ્વાતી ઘરે ગઇ અને સ્ત્વન દેવધર કાકાનાં ઘરે આવી ગયો. સ્વાતી એ કહ્યું તમે ક્યારે જવાનાં છો? એ દિવસ આવે એ પહેલાં અને ટ્રેઇનમાં બેસવાનો હોવ ત્યારે હું તમારી સાથે જ આવીશ. હવે તમને એક પળ એકલા નહી મુકું અને સ્તવનને સ્વાતીની બધી વાતો યાદ આવી ગઇ. રેસ્ટોરન્ટ માંથી છુટાં પડતાં પહેલા સ્વાતી કેટલું બધુ રડી ઉઠેલી એને સાંત્વનાં આપતાં આપતાં મારી આંખો નમ થઇ ગઇ હતી. કેમ કરીએ હવે આ સમય વીતશે !

સ્તવને દેવધરકાકા સાથે બધી વાત કરી લીધી હતી એનો અભ્યાસ સંશોદન અને થીસીસનું કામ પુરુ થઇ ગયું હતું એટલે દેવધારકાકાને સ્પષ્ટતાં પૂર્વક નિખાલસતાથી બધી વાત કરી દીધી દેવધાર કાકાએ કહ્યું મારાં જીવન નિર્વાહ માટે હું આમ તારાં જેવાં સંસ્કારી છોકરાઓને હું ભાડુઆત રાખુ છું પરંતુ તારાં માટે તો સાવ અલગજ લગાવ થઇ ગયો છે. તારુંજ ઘર સમજીને તું અહી આવજે. ક્યારેય સંકોચ ના કરીશ. અને હું તને ફોન કરુ ત્યારે મળવા દોડી આવજે હું રાહ જોઇશ.

સ્તવને કહ્યું કાકા નિશ્ચિંત રહેજો તમારા એક ફોને દોડી આવીશ અને હવે તો મારે અહીં અવારનવાર આવવાનું થવાનુંજ છે કેમકે આ ધરતી સાથે મારું દીલ જોડાઇ ગયું છે. સ્તવને દેવધરકાકાને અછડતી વાત કરી દીધી. દેવધરકાકાતો સાંભળીને રાજીનાં રેડ થઇ ગયાં. એમણે કહ્યું તું તો ભાઇ ત્યારે ગઢીયો નીકળ્યો અહીં આટલો સમય રહ્યો તોય મને કંઇ જાણ જ ના થવા દીધી. કેમ આમ ? મને તો મિલાવવી હતી કોની દીકરી છે ? કોણ છે ? તમારાં સંબંધમાં હું આગળ રહીશ તારા જેવો સંસકારી અને ડાહ્યો છોકરો મળે એ નસીબદાર જ હશે. કંઇ નહીં મને આનંદ થયો કે મારાં ઘરની ડેલીમાં રહીને તારી જાન કાઢીશું મને લ્હાવો મળશે મારાં પોતાનાતો મારાથી ક્યાંય દૂર જઇને રહે છે. તું તો થોડાં સમયમાં જ કોણ જાણે કેમ મારો હેવાયો થઇ ગયો છે. દેવધરકાકાની આંખમાં બોલતાં બોલતાં ઝળઝળીયાં આવી ગયાં.

સ્તવન ઉઠીને કાકાને વળગી ગયો કહે તમે મારાં પિતા સમાન જ છો હું તમારા એક બોલે અહીં આવી જઇશ વિશ્વાસ રાખજો. અને મારી થનાર વહુ પ્રથમ તમેજ જોશો. મારાં માવતર પછી મારી પરમદિવસ સવારની ટ્રેઇન છે. કાલે બધી ખરીદી પતાવીશ બીજા અહીંના કામ નીપટાવીશ અને તમને મળવા લઇ આવીશ પછી જ વડોદરા જઇશ. સૌપ્રથમ તમારી મુલાકાત કરશે તમારાં જ આશીર્વાદ લઇશું. દેવધરકાકા હર્ષાશુ સાથે સ્તવનને જોઇ રહ્યાં.

અગાઉથી નક્કી થયાં મુજબ સ્વાતી અને સ્તવને આજે બજારમાંથી સાંથે રહીને બધી ખરીદી કરી સ્વાતીએ એક ખાસ વસ્તુ ખીરીદીને સ્તવનને સાથે લઇ જવા આપી અને કહુ આ તમારાં. ... સોરી આપણાં માંને આપજો. સ્તવને કહ્યું શું છે ? સ્વાતી કહે ખાસ શુકનની વસ્તુ છે હું તમને એમ નહીં જવા દઊં અને સ્તવનનાં બેગમાં મૂકી સ્વાતી સ્તવન ખરીદી પતાવીને દેવધરકાકા પાસે આવ્યાં દેવધરકાકા તો રાહ જોઇને જ બેઠાં હતાં સ્વાતી સ્તવન ઘરમાં ગયાં નાની કોઠી પણ ખૂબ સુઘડ અને સુંદર કોઠી હતી દેવધરકાકાની સ્વાતીએ પિતા સમાન અને ધૈર્ય અને જ્ઞાનની મૂર્તિ સમાન કાકાને પગે પડી આર્શીર્વાદ લીધાં. દેવધરકાકા બે ઘડી જોઇ જ રહ્યાં પછી સ્તવનને કહ્યું "દીકરા તું સાક્ષાત મહાલક્ષ્મી લઇ આવ્યો છે. બંન્ને જણાં ખૂબ સુખી થાવ. દેવધરકાકાએ મંગાવી રાખેલી મીઠાઇ બંન્ને જણને ખવરાવી મોં મીઠું કર્યું સ્વાતીને એક સોનાની જણસ એક અદેકરું કંગન આપી કહ્યું લે દીકરી સૌપ્રથમ મેં તારો ચહેરો જોયો છે ખૂબ સુખી થાવ. અને સ્તવનને ચાંદીની લગડી આપી પછી કહ્યું" બંન્નેને સમજીને શુકન કરાવ્યા છે. સ્તવને કંગન જોઇને કહ્યું કાકા આટલી ભારે કિંમતી ભેટ ના હોય એટલો અમારો અધિકાર નથી. અને આ ચાંદીની લગડી .... દેવધરકાકા કહે મને ખબર નથી તારી સાથે શું ઋણાનુંબંધ છે પણ મને મારા દેવે ક્યું હું તને આપું છું આમ લેવામાં સંકોચ ના કરીશ આની કિંમત ના આંકીશ આની જે સ્થૂળ કિંમત છે એનાં કરતાંયે પણ ખૂબ મારાં આશીર્વાદની કિંતમ આમાં સમાયેલી છે.

સ્તવને કહ્યું "કાકા હું કેમ કરીને વાળીશ ? દેવધરકાકાએ કહ્યું" આમાં ગણિતનો હિસાબના માંડ બધામાં હિસાબ ના હોય તું આનો હકદાર બન્યો છે હવે સ્તવન અને સ્વાતી બંન્ને જણાં કાકાનાં ચરણોમાં પડી આશીર્વાદ લીધાં સ્તવન અને સ્વાતીની આંખોમાં આંસુ આવી ગયાં. એમનાં પ્રેમમિલન અને સંબંધ પછી કોઇ વડીલનાં સંપૂર્ણ આશીર્વાદ અને શુકનમાં જણસની ભેટ અને માતાપિતા જેવો પ્રેમ મળ્યો હતાં.

દેવધરકાકાએ પછી સ્વાતીને એનાં કુટુંબ વિશે પૂછ્યું માહિતી લીધી. બધું સાંભળ્યા પછી થોડાં ગંભીર થઇ ગયાં અને કપાળમાં કરચલીઓ પડી ગઇ અને ચિતાંથી થોડો ચહેરો પડી ગયો સ્તવન બધુ જ કળી ગયો એણે તરજ જ પૂછ્યું શું શું કાકા ? તમે સ્વાતીનાં કુટુંબ વિશે જાણી આમ ઉદાસ કેમ થઇ ગયાં ?

દેવધરકાકાએ કહ્યું "કંઇ નહીં દીકરા કંઇ નહી. પછી થોડાં સ્વસ્થ થતાં કહ્યું સ્વાતીનાં કુટુંબને હું થોડુ ઘણુ જાણુ છું અહીનાં મહેલો વિગેરેનો ચાર્જ એનાં પિતાં પાસે છે. એ રજપૂત કુટુંબ છે અને બહુ પ્હેલાં હું સંપર્કમાં પણ હતો. એ લોકો ખાસા રૂઢિચુસ્ત છે એનાં પિતા કરતાં એની માતા ખૂબ જ એટલે વિચારમાં પડી ગયો કે તમારું ભવિષ્ય.. સ્વાતીએ કહ્યું" કાકા આપની વાત સાચી છે પરંતુ હુ માં અને પિતાજીને મનાવી લઇશ. મને અમારી જ્ઞાતિમાં દારૂડીયા અને મિજાજી છોકરાઓમાં રસ નથી. સ્તવનની જાત અને એમનો સ્વભાવ અભ્યાસ જોઇને ના નહીંજ પાડી શકે મને ખૂબ વિશ્વાસ છે.

દેવધરકાકાએ કહ્યું જો કે હવે સમય બદલાયો છે વળી મારાં દીકરા સમાન સ્તવનમાં કોઇ ખોટ નથીજ. અને તું ઘરે જઇને તારાં માતાપિતાને લઈને અહીંજ આવી જા. આગળની બધીજ વાતચીત વિધી અહીંથીજ કરીશું તારા વિષે હું પણ એમને અભિપ્રાય આપી શકીશ. ભલે તું મારી પાસે આટલોજ સમય રહ્યો પણ હું જાણે તને કુટુંબ-સંસ્કાર વાણી વર્તનથી ઘણો જ ઓળખી ગયો છું તમે લોકો નિશ્ચિત રહો ઇશ્વર ઘણું સારું જ કરશે બધુ. તમે લોકો આ નાસ્તો અને મીઠાઇ ખાવ ત્યાં સુધી હું દીવા કરીને આવું છું.

સ્વાતી સ્તવન થોડો સમય માટે વિચારમાં પડી ગયાં. સ્વાતીએ સ્તવનનાં ચહેરા સામે જોઇને કહ્યું તમે નિશ્ચિત રહો હવે આ જીવ તમને બંધાયો. સોંપાયો હવે બીજા કોઇનો ક્યારેય નહીં થાય ના કદી અભડાય કે અપવિત્ર થાય બસ આજ મારું વચન, સ્તવને કહ્યું" મને સંપુર્ણ વિશ્વાસ છે અને આ વિશ્વાસ અને પાત્રતા ક્યારેય નહીં બદલાય નહીં ડગે.

સ્વાતીની આંખોમાં આંસુ આવી ગયાં. કોઇ અગમ્ય ભયથી એનાં હૃદયમાં ધબકાર વધી ગયાં. સ્તવને એને આલીંગન આપી ને સાંત્વતા આપીને દેવધરકાકાની રજા લઇને સ્વાતીને મૂકવા ગયો આવતી કાલે સવારે મળીશું કહીને બંન્ને છુટા પડ્યાં.

સવારે 9.00 વાગ્યાની ટ્રેઇન હતી. સીધા રેલ્વે સ્ટેશન મળવાનાં હતાં સ્તવન દેવધરકાકાનાં આશીર્વાદ અને રજા લઇને સ્ટેશન આવી ગયો હતો. સ્વાતીની રાહ જોઇ રહેલો. થોડો સમય પછી દૂરથી સ્વાતીને આવતી જોઇ અને એને હાશ થઇ. સ્વાતી આવીને તરજ વળગી ગઇ અને આંખો વરસવાની ચાલુ થઇ ગઇ સ્તવને કહ્યું "હું જઇને પૂરી તૈયારી સાથે પાછો આવીશ. મારી થીસીસ, કોઇ કામની જોબ બધુ જ તૈયાર કરી દઇશ. અને હર પળ તારાં સંપર્કમાં રહીશ જ એક પળ જુદી નહીં કરું વાતવાતમાં ટ્રેઇન મુકાઈ ગઇ બંન્ને જણા ટ્રેઇનમાં સામાન મૂકીને બેઠાં સ્વાતી કહે કાશ હું તમારી સાથે આવી શકત. સ્તવન કહે બસ આ છેલ્લીવાર પછી સાથે જ જવાનું આવવાનું છે એ નક્કી હવે વિધાતા પણ લેખ નહીં બદલી શકે. એટલામાં ટ્રેઇનની વ્હીસલ વાગી અને સ્વાતી રડતી આંખે નીચે ઉતરી. પ્લેટફોર્મ પરથી સ્તવને વિદાય આપી રહી... એનાં મનમાં ગીતગુંજી રહ્યું અભીના જાઓ છોડકર.....

પ્રકરણ-18 સમાપ્ત.

સ્તવન વિદાય થયો ઘર જવા સ્વાતી સ્ટેશન મૂકીને ઘરે જવા એને ખબર નથી ઘરે જઇને એનાં માટે કેવા સમાચાર રાહ જોઇ રહ્યાં છે. શું થશે હવે ? આતુરતાઓનો અંત લાવવા વાંચો રસપ્રચૂર "ઊજળી પ્રીતનાં પડછાયાં કાળા" નો આવતો અંક"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED