પ્રક્રરણ-4
પૂર્વાર્ધ - પહેલા બની ગયેલી વાત નવનીતરાઈ ને યાદ આવી ગઈ......વાગોળી રહ્યા
આજે સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહેલો. વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયેલું વરસાદનાં કારણે પવન પણ મીઠો ઠંડો લાગી રહેલો. બધી વનસ્પતિ જાણે ઝૂમી રહેલી. કુદરતનાં આ ચિત્રમાં જાણે ખૂબ સ્વચ્છ અને તેજોમય તસ્વીર બની ગઇ હતી. આકાશમાં ધેરાયેલાં કાળાં ડીબાંગ વાદળ, હળવો હળવો વરસાદ, પવન અને લીલા કાચ જેવાં રંગની વનસ્પતિ.. કુદરત આજે શોહામણી દુલ્હન જેવી લાગતી હતી. એય જાણે મેહુલો વરસવાથી ખુશ હતી ધરતીમાં મેહૂલાનાં આગમનથી સોળે કળાએ ખીલી ઉઠી હતી. આજે જાણે કેટલાય સમય પછી પિયુ મિલનની તડપ જોવાતી હતી. ધરતી અવકાશ તરફ મીટ માંડી રહી હતી અને અવકાશ મેહુલાનાં માધ્યમથી ધરતીને અમાપ પ્રેમ વરસાવી રહેલું.
પંચતત્વનું આજે આ અનોખું મિલન એક પ્રેમપ્રચુર પરિણય જોવા મળી રહેલો. અસંખ્ય ગરમી પછી મેઘરાજાનાં આગમનથી સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ હતી. સર્વ પશું, પંખી, માનવ બધાંજ જીવો હાશકારો અનુભવી રહેલાં આનંદ વ્યક્ત કરી રહેલાં. જાણે બધુ જ ભૂલીને કુદરતને માણવામાં અને ધરતી અવકાશમાં પરિણયમાં સાથી બની રહ્યાં હતાં.
સરયુ પોતાનાં બેડરૂમમાંથી સવારનાં પ્રહરમાં આંખ ખૂલીને બારીની બહાર નજર કરી. ઝરમર ઝરમર વરસાદ જોઇને એના મન ચેતનમાં આનંદ છવાઇ ગયો. એનાં મુખ પર આનંદની લહેરખી સ્પષ્ટ જોવા મળતી હતી એનાં ગુલાબી હોઠ હસી રહેલાં. એ બેડ પરથી નીચે ઉતરી રૂમની બાલ્કનીનું બારણું ખોલીને બ્હાર આવી ગઇ. એ અવકાશ તરફ મીટ માંડીને જોઇ રહી. સંતાકૂકડી રમતાં વાદળોની વણઝાર આવન જાવન કરી રહી હતી અને ઝરમર વરસાદ અને ઠંડા પવનની મઝા માણી રહી. એનાં મુખ પર વરસાદનો ફોરાં પડી રહેલાં એની આંખો બંધ થઇ જતી હતી. મોમાં વરસાદનું ઠડું મીઠું પાણી પીવાઇ જતું હતું પોતાનાં હાથ વડે પાણી મુખ પરથી નીતારી રહી હતી એને વરસાદમાં પલળવાની મજા આવી રહી હતી. એ ખૂબ જ ખુશ હતી. એમાં અવકાશમાં વાદળનો પ્રચંડ ગડગડાટ થયો. વીજળી ઝબૂકી - મોટાં કાળાં ઘનઘોર વાદળ છવાઇ ગયાં વારે વારે વીજળી થવા લાગી પવનની ઝડપ ખૂબ વધી ગઇએ જોરમાં વાઇ રહ્યો જાણે કોઇ મોટું તોફાન આવવાનું હોય. વરસાદની ઝડપ ખૂબ વધી ગઇ. ધોધમાર વરસાદ વરસી રહ્યો.
સરયું એકદમ ગભરાઇ, અવકાશમાં થયેલાં પરીવર્તને એને ડરાવી એ ડરતાં ડરતાં પણ અવકાશ તરફ હાથ કરી બોલી ઉઠી" ક્યાં છે તું ? મને કેમ ડરાવો ? મને પૂરો એહસાસ છે તારો હું તને નથી ભૂલી ઉભો રહે મારી વાત સાંભળ અને સરયુ મોટેથી બોલતાં બોલતાં બાલકીની ફર્સ પર ફસડાઇ ગઇ. એને કંઇ જ ભાન નહોતું અને એ બેભાન થઇ ગઇ.
નીરુબહેને સરયુની ચીસ સાંભળી અને એનાં રૂમમાં દોડી આવ્યા. એ રૂમમાં ના દેખાઇ. બાલક્નીમાં નજરે પડી એ નીચે પડી ગઇ હતી. એમનાં હોશકોશ ઉડી ગયાં. સરયુની પાસે જઇને એનું માથું ખોળામાં લઇ એને હોંશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા "સુરુ ઊઠ દીકરા શું થયું તને ? કેમ અહીં વરસાદમાં આવી ? નીરુબહેન પાછળ રસોઇયો અને નોકરબાઇ દોડી આવી હતી અને સરયુને આવી સ્થિતિમાં જોઇને ગભરાઇ ગયાં. નીરુબહેને મહારાજને કહ્યું પહેલાં સાહેબને ફોન કરો.. એમને કહો ડોકટરને લઇને તુરંત જ ઘરે આવે. મહારાજ હાફડાં ફાફડા થઇ ગયા એમણે ડાયરીમાંથી નંબર જોયો અને શેઠને જોડયો" શેઠ સાહેબ સરયુબેબી બેભાન થઇ ગયા છે તમે તુરંત ડોકટર સાહેબને લઇને ઘરે આવો. એટલામાં સરયુને બાઇનાં ખોળામાં આપી એમણે મહારાજનાં હાથમાંથી ફોન લઇને વાત કરી" તમે તાત્કાલીક ડોકટરને લઇને આવો. નવનીતરાયે પૂછ્યું" હુ તરત લઇને આવું છું પરંતુ મારી દીકરીને શુ થયું છે ? નીરુબહેને કહ્યુ. "જે કાયમ થાય છે એજ તમે પહેલાં ડોકટરને લઇને આવોને હું એને જોઉં કહી ફોન મૂકી દીધો.
નવનીતરાય ડોકટરને લઇને આવ્યા ત્યાં સુધીમાં સરયુ ભાનમાં આવી ગઇ હતી પણ ખૂબ ડરેલી હતી. નીરુબહેનના ખોળામાં સૂઇ રહી હતી. નીરુબહેને એને કપડાં બદલાવીને એનાં બેડ પર જ લઇને બેઠાં હતાં.
નવનીતરાય ગભરાયેલાં ડોકટર સાથે સરયુનાં રૂમમાં આવ્યાં. નીરુબેન સરયુને સરખી સુવાડી નવનીતરાયનાં મુખ પર ચિંતાના વાદળ ઘેરાયેલા હતાં. ડોકટરે બધાને સ્વસ્થ રહેવાનું કહીને સરયુ પાસે આવી એને તપાસવાનું ચાલુ કર્યું. એની આંખોમાં ડર હતો શરીરમાં ધીમો થોડો તાવ હતો. મોં ખોલી જીભ કાઢવી ચેક કર્યું બધાં લક્ષણ એકમેક સાથે મેળ નહોતાં ખાતાં. થોડીવાર સરયુની સામે જોતાં કર્યું પછી પૂછ્યું "દીકરા તને શું થાય છે ? તને શું થયું મને વિગતવાર કહે. સરયુએ કહ્યું" ડોકટર અંકલ મને કંઇ યાદ નથી પરંતુ ખૂબ મોટેથી અવકાશમાં ઘડાકો થયો ખૂબ વીજળીનાં કડાકા થયા અને હું ગભરાઇ ગઇ પછી શું થયું મને યાદ નથી.
ડોકટરે એકદમ મૃદુ સ્વરે કહ્યું "તને કંઇ જ નથી થયું તું કોઇ ચિંતાના કરીશ. હમણાં હું દવા આપું છું એ લઇને શાંતિથી સૂઇ જા કાલે સવારે આવીને તારું બ્લડ સેમ્પલ લઇ જશે આપણે ટેસ્ટ કરાવી લઇશું જસ્ટ નિશ્ચિનત્તા માટે થોડીવાર સાંસભરી અને પછી ન સમજાય એવું હાસ્ય એમનાં ચહેરાં પર આવ્યું જોજે કોઇએ ના જોયું. સરયુનાં કપાળે અને ગાલ પર હાથ ફેરવી ઉભા થયા અને બેગમાંથી સરયુ માટે દવા આપી નીરુ બહેને દવા લઇને સમજી લીધું કેટલાં પ્રમાણમાં કેટલાં સમય ગાળે આપવાની. ડોકટરની બેગ મહારાજે લઇ લીધી અને આગળ ચાલવા લાગ્યો. ડોકટરે સરયુને આશ્વાસન આપી રૂમની બહાર આવ્યા એમની પાછળ નવનીતરાય આવ્યા અને નીરુબહેનને પહેલાં સરયુને દવા આપવાની સૂચના આપી. સરયુનાં રૂમથી નીકળી નવનીતરાય અને ડોકટર ડ્રોઇગરૂમમાં આવ્યા. નવનીતરાય સામે જોઇ ડોકટર મધુકરે કહ્યું" કોઇ ચિંતાજનક નથી પરંતુ અવગણના કરે પણ નહીં ચાલે. હમણાં દવા આપી છે સૂઇ જશે. એની ઉમર નાની છે હજી હમણાં એણે કોલેજનો ઊંબરો ચઢી છે. આમ એને કેટલી વાર થયું છે ? નવનીતરાય કહે એ કોલેજનાં પ્રથમ દિવસે જઇને આવી ત્યારે ખૂબ ડરેલી અને હમણાં આ વરસાદની મોસમ ચાલુ થઇ ત્યારથી આ ત્રીજીવાર બન્યુ છે પહેલાંનાં બે વારમાં અમે સામાન્ય ડર સમજીને ગણકારી જ હતું પરંતુ આજે તો એ બેભાન થઇ ગઇ એટલે તમને તાત્કાલીક બોલાવવા પડ્યા. આવું થવાનું શું કારણ ? મારી દિકરીને શું થયું છે ?" નવનીતરાય ચિંતામાં ડોકટરનો હાથ પકડી બોલી ઉઠયા" મારી દીકરીનો સચોટ ઉપચાર કરો ક્યારેય ફરીથી ના થવું જોઇએ.
ડો.મધુકરે કહ્યું "આ શારીરીક બિમારી કરતાં માનસીક વધુ લાગે છે જે રીતે તમે લક્ષનો વર્ણવ્યા એ પ્રમાણે. હું દવાતો આપીશ પરંતુ મારી સલાહ માનો તો સાયક્રીટીસ્ટ બતાવો તો એ સાચો ઉપચાર કરી શકશે એવું મારુ સ્પષ્ટ માનવું છે. નવનીતરાય કહે" સાયક્રીટીસ્ટ ? મારી દીકરી માનસીક બિમાર છે ? પાગલ થોડી છે ? ડો. મધુકર કહે "જુઓ નવનીતરાય હું વરસોથી તમારો ફેમીલી ડોકટર છું સરયુનાં જન્મથી માંડી એની દવા કરું છું હું સારી રીતે ઓળખું છું આ શારીરીક નહી માનસિક જ બિમારી છે. કોઇ સમયે એનાં મનમાં ભય વ્યાપી ગયો છે. એની અંદર એ ભય એને સતાવી રહ્યો છે. આમાં ગભરાવાની જરૂર નથી. મેડીકલ સાયન્સ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. આ પણ એક પ્રકારની સારવાર જ છે દીકરી વધુ હેરાન થાય એનાં કરતાં જે લક્ષણો છે. એ પ્રમાણે એની યોગ્ય સારવાર થાય એજ હિતાવહ છે."
નવનીતરાયે આગળ સલાહ લેતાં પૂછ્યું "તો આ અંગે ક્યા ડોકટરને બતાવવાની સલાહ આપો છો ? અને તમે પણ અમારી સાથે જ આવજો. એમ આગ્રહભરી રીતે બોલ્યા. ડો.મધુકર બે મીનીટ વિચાર કરતાં રહ્યાં પછી કહ્યું "આવા કેસ અંગે ડો.ઇદ્રીશ યોગ્ય રહેશે. એમનાં વિષે ઘણું સાંભળ્યુ છે. એમને અંગત રીતે ઓળખતો નથી પણ આ વિષયની સારવારમાં નામ છે. તમે એમનો સંપર્ક કરી શકો.
નવનીતરાયે કહ્યું "હું સંપર્ક જરૂરથી કરીશ જ પરંતુ હું તમારુ નામ આપીને એપોઇન્ટમેન્ટ લઇશ અને તમને જાણ કરીશ. આમાં તમારે અમારી સાથે પણ આવવું પડશે. સરયુની સારવારમાં હું કોઇ ચાન્સ લેવા નથી માંગતો ડો.મધુકરે કહ્યું" તમે સમય લઇ લો હું તમારી સાથે જરૂરથી આવીશ એ મારી દિકરી બરાબર જ છે. આમ નક્કી કરી ડો. મધુકરે રજા લીધી.
નવનીતરાય ડો.ઇદ્રીશનું નામ સાંભળી વિચારમાં પડી ગયા. આ એજ તો ઇદ્રીશ નથીને ? ઇદ્રીશ પરવેઝ હશે ? એ ડોકટર છે ? જે હશે એ મારી દીકરીને બતાવવાનું છે. એણે ડીરેકટરીમાંથી ડો.ઇદ્રીશ પરવેઝ મોમીનનો નંબર લીધો અને રીસેપ્નીસ્ટ સાથે વાત થઇ ગુરુવારે બપોરે 4.00 વાગ્યાનો સમય મળ્યો તરતજ ડો.મધુકરને પણ ફોનથી જાણ કરી દીધી.
........
ગુરુવારે નવનીતરાય ઓફીસથી એમની મસ્રીડીઝમાં નીકળી ધરે આવ્યા નીરુબહેન અને સરયુ રાહ જ જોતાં હતાં. તેમને બેસાડીને સીધા ડો.મધુકરનાં કલીનીક પરથી એમને સાથે લીધાં અને ડો. ઇદ્રીશનાં કલીનીક જવા નીકળ્યા કલીનીક પર પહોંચી જોયું વિશાળ પાર્કીગ બગીચો અને મકાન તરફ મીટ માડી તો જુનવાણી છતાં ખૂબ જ સુઘડ અને ગ્રેનાઇટ અને જેસલમેરનાં કોમ્બીનેશનવાળું આકર્ષક ફલોરીંગ વાળું વિશાળ પ્રવેશદ્વાર વેઇટીંગરૂમમાં બેઠાં નવનીતરાયે રીસેપ્સનીસ્ટને વાત કરી. રીસેપ્સનીસ્ટે તરતજ ઇન્ટરકોમથી અંદર ડોકટર સાથે વાત કરી અને અંદરની તરફ નવનીતરાયને ઇશારો કરી જવા કહ્યું ડો.મધુકર સરયુ નીરુબેન સાથે બધાં અંદર ગયા. વાર્તાવરણમાં કુલીન ચેમ્બરનો દરવાજો ખોલ્યો અને નવનીતરાય ડો.ઇદ્રીશને જોઇને બે ઘડી જડવત થઇ ગયાં. બે ઘડી શું બોલવું ખબર ના પડી. ડો.મધુકરે આગળ આવી સ્થિતિ સંભાળી એમણે ડો.ઇદ્રીશને નવનીતરાય, નીરુબહેન અને સરયુની ઓળખાણ કરાવી અને ડો.ઇદ્રીશે બધાને સામે બેસવા ઇશારો કર્યો.
નવનીતરાય ડો.ઇદ્રીશને બરાબર ઓળખી ગયાં પરંતુ સ્વસ્થતાનો મુખવટો પહેરીને હસતાં હસતાં હસ્તધૂનન કર્યું. ડો.ઇદ્રીશે ચૂપકી તોડીને કહ્યું નવનીતરાય તમારો ફોન આવેલ. તમે તમારી દીકરી વિશે કહેલું તો એના વિશે વાત કરીએ ? ડો.મધુકર મારાં મિત્ર છે. અને એમે બીજા સામાજીક કાર્યમાં પણ સાથે હોઇએ છીએ અને નવનીતરાય સામે સૂચક રીતે જોયું. નવનીતરાયે કહ્યું "ખૂબ સરસ બાય ધ વે આ મારી દીકરી સરયુ એને કોઇ બીહામણા સ્વપ્ન આવે છે એ ખૂબ ડરી જાય છે અને અસ્વસ્થ થઇ જાય છે કાલે તો ડો.મધુકરને બોલવા પડેલ એને ડરથી તાવ પણ આવી ગયેલો. ડો.મધુકરે કહ્યું આ દીકરીને બાયલોજીકલ કરતાં સાઇકોલોજીકલ પ્રોબ્લેમ મને વધુ લાગ્યો એટલે મેં તમને બતાવવા સજેસ્ટ કર્યું. આમ કઇં ચિંતાજનક નથી જ છતાં મેં કોઇ ચાન્સ લીધા વિના પ્રોપર ડાયોગનીઝ થાય અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય એ જરૂરી લાગ્યું."
ડો.ઇદ્રીશની નજર સરયુ તરફ ગઇ અને એની સામે થોડો સમય સતત જોયાં કર્યું. થોડાં સમય બાદ સરયુ ડો.ઇદ્રીશને જોઇને વિહવળ થઇ ગઇ એને અજુગતુ લાગી રહેલુ ડો.ઇદ્રીશ એ બાજી સંભાળતા કહ્યું દીકરા અહીં મારી સામે, પાસે આવીને બેસ અને એમની બાજુમાં આવેલી પેશન્ટ ચેર પર બેસાડી અને હળવેથી એનાં બરડા પર હાથ પ્રસરાતા ક્યું "બોલ દીકરા તને શું થાય છે ? દીલ ખોલીને કહે કેવા અનુભવ થાય છે ? અહીં તું નિશ્ચિંત રહે તને જે થાય અનુભવે સાચું જ કહે...
સરયુ બે મીનીટ ખચકાઇ.. બોલવા ગઇ પાછી ચૂપ થઇ ગઇ. એને અહી અકળામણ થતી હતી. પાછું ડો.ઇદ્રીશે કહ્યું તુ કોઇ સંકોચ ના કર અહીં તારી સારવાર થશે. નિશ્ચિત રહે. તારી જે કંઇ પીડા હશે એ કાયમી દૂર થઇ જશે. સરયુએ એમની તરફ જોયું. ઇદ્રીશની આંખોમાં કંઇક વાંચ્યુ અને એને આંખો નીચી કરી ક્યું "મને કોઇ અગમ્ય ડર લાગે છે મને નથી સમજાતું મને શું થાય છે... "હુ પછી ડો.ઇદ્રીશે પૂછ્યું સરયુ બોલી મને એવું લાગે જાણે કોઇ મને યાદ કરે છે. મને બોલાવે છે કંઇક અજૂગતૂ બની ગયું છે અને એની હું સાક્ષી હોઉં એમ ભાસ થાય છે કોઇ એવા અહેસાસ જે મને અમાપ પીડા આપી રહ્યા છે મારાથી સેહવાતું નથી અને મારુ મન હૃદય રડી ઉઠે છે. મારી આંખોમાંથી ચોધાર આસું નીકળે છે. મારો મારાં પર જ કાબૂ નથી રહેતો. અને થોડા સમયમાં હું સાવ નિઃસહાય થઇ જાઉ છું અને ખબર નહીં પછી મને ભાન નથી રહેતું ... સમય વીત્યા પછી શરીમાં મને ખૂબ અશક્તિ આવે છે અને પછી તાવ....
ડો. ઇદ્રીશે પૂછ્યું તને આવું કેટલાં સમયથી થાય છે ? એટલામાં નીરુબહેન બોલ્યા" અરે એને સમજણ આવી ત્યારથી ... ડો. ઇદ્રીશે એમને વચ્ચમાં જ કાપીને કહ્યું તમે પ્લીઝ ચૂપ રહેશો. મને પેશન્ટ સાથે જ વાત કરવા દો અથવા તમે બહાર જઇને બેસો. જ્યાં સુધી મને પુરી વિગત નહીં સમજાય ત્યાં સુધી હું કોઇ નિર્ણય પર નહીં આવી શકું. મને એવું લાગે છે. તમે બધાં જ બહાર જઇને બેસો. ડો.મધુકર આપ બેસી શકો છો.
ડો.ઇદ્રીશની મૃર્દુ શબ્દોમાં પણ કડક સૂચના પછી નવનીતરાય અને નીરુબહેન બહાર ગયા. ડો.મધુકર સરયુ સાથે બેસી રહ્યાં. ડો.ઇદ્રીશે સરયુને કહ્યું "હા દીકરા તુ જવાબ આપ. સરયુ કહે" મને ખૂબ નાની હતી ત્યારથી જ કાઇ અગમ્ય ના સમજાય એવો એહસાસ અને ડર જ રહ્યાં કરતો. મારાં રૂમમાં મને કોઇ ખાસ અવાજ સંભળાય. પહેલા તો આ બધા તરફ મારુ ધ્યાન નહોતું અને એવી સમજ પણ નહોતી. પણ જેમ જેમ હું મોટી થતી ગઇ એમ આ એહસાસ પ્રગાઢ થવા લાગ્યા મને સતત એવું લાગે કે મારી આસપાસ કોઇ છે. બસ ક્યારેક મને ખૂબ ડર લાગી જાય છે.
ડો. ઇદ્રીશે સરયુને માથાથી પગ સુધી નિહાળી પછી પૂછ્યું તારી અત્યારે કેટલી ઉંમર ? સરયુએ કહ્યું અત્યારે મને 19 વર્ષ થયા છે. અને મને યાદ છે હું દસ વર્ષની હતી એ પહેલાંથી મને અનુભવો થાય છે. પહેલાં મને એટલી સમજણ નહોતી પડતી હવે મને અંદર સુધી કંઇક થવા સાથે અસહાય પીડા થાય છે. મારાથી આ પીડા સહન નથી થતી એ અસહાય બનતાં મારાથી ખૂબ રડી પડાય છે અને આ પીડા મને એનામાં ઊંડેને ઉંડે ખેંચી રહી હોય એમ હું ખેંચાઉ છું અને ભાન ગુમાવું છું. સરયુ એક શ્વાસે બધુ બોલી ગઇ અને પછી હાંફવા માંડી. ડો. મધુકરે ડો.ઇદ્રીશની સામે જોયું ડો.ઇદ્રીશે આંખનાં ઇશારે ચિંતા ના કરવા કહ્યું પછી સરયુને કહ્યું તું ચિતાં ના કરીશ. હું તારો પ્રોબ્લેમ સમજી ગયો છું. નિશ્ચિંનત રહેજે હું કહું એમ મારી સારવાર કરજે અને પુરુ પાલન કરજે તો તને સંપૂર્ણ મટી જશે, એમ કહી પોતાનાં હાથરૂમાલથી સરયુનાં કપાળનો પરસેવો લૂછ્યો પછી ગરદનનો અને સરયુ સંકોચાઇ અને પોતાનો દુપ્ટો ઓઢીને ઉભી થઇ ગઇ.
ડો. મધુકરે એને એમની બાજુની ખુરશીમાં બેસવા સંકેત કર્યો અને નવનીતરાય અને નીરુબહેનનો અંદર બોલાવ્યા. ડો.ઇદ્રીશે નીરુબહેને ક્યું "બ્હેન તમે અને સરયુ બહાર જઇને બેસો. નીરુબહેન કંઇ બોલ્યા અને પૂછ્યાં વિના સરયુને લઇને બહાર ગયા. ડો.ઇદ્રીશે નવનીતરાય સામે જોઇ કહ્યુ" તમારી દીકરીને કોઇ આગમ્ય ભય સતાવે છે અને એનાં કુમળા માનસમાં ઘણાં સમયથી કોઇ ઘટના ઘર કરી ગઇ છે એની છાપ એટલી ઊંડી છે કે એ એને સહી નથી શકતી તમે યાદ કરો એ નાની હતી એ સમય ગાળામાં કોઇ એવી ઘટના ઘર કુટુંબમાં કે કંઇ એવું બની ગયું છે ? જેમાં એની હાજરી હતી એ અણસમજમાં એ ખૂબ ડર સાથે ઘર કરી ગઇ છે જે ધીમે ધીમે સમજાવટ અને દવાથી દૂર થઇ જશે. એક વાતની ખાસ કાળજી રાખજો કે એ માનસિક રીતે ક્યારેય ફરીથી ઘવાય નહીં એને કોઇ માનસીક ઇજા ના પહોંચે નહીંતર એનું માનસીક સંતુલન બગડી જતાં વાર નહીં લાગે. એને હું કુલ દસ સીટીંગ કરાવીને ટ્રીટમેન્ટ કરીશ અને પાકો વિશ્વાસ છે એ એકદમ નોર્મલ થઇ જશે. એનામાં કોઇ પાગલથી કે બીજા તાંત્રિક લક્ષણો નથી જેથી કોઇ બીજા વ્હેમ ના કરતાં. અને એની ટ્રીટમેન્ટ દવાઓ વિગેરે એની ફાઇલમાં બધુ જ મળી જશે.
નવનીતરાયે ઉભા થઇ ડો.ઇદ્રીશનો આભાર માન્યો અને કન્સલટીંગ ફી પૂછીને ચૂકવી દીધી. ડો.ઇદ્રીશે એમને જતાં રોકીને કહ્યું" તમે તમારી દીકરી સાથે આ કેસ કે એની પીડા અંગે કોઇ ચર્ચા ના કર્યા કરશો એને જે કરવું હોય એ આનંદથી કરવા દેજો તો એનાં માટે વધુ સારું રહેશે. અને ખાસ વાત આ વખતે રોટરીમાં આવો તો મને મળજો. નવનીતરાય સાંભળી રહ્યાં અને છેલ્લી વાત પર હસતાં હસતાં સંમતિ આપી.
બહારનાં કાઉન્ટર પરથી નીરુબહેને સરયુની ફાઇલ-પ્રીસ્કાઇબ દવાઓનું લીસ્ટ અને વિગતો લઇને સરયુ પાસે આવ્યા. ડો.મધુકરે ફાઇલ લઇને કહ્યું વાંચીને નવનીતરાયને સમજાવ્યું અને દવાઓ બહાર મેડીકલ શોપમાંથી દવા લઇ લેવા કહ્યું. નીરુબ્હેન દવાઓ લઇ આવ્યા. સરયુ પણ કોઇ ઊંડા વિચારમાં પડી ગઇ.
નીરુબહેન આવીને નવનીતરાયને કહે આ ડોકટરની સારવારથી સારું થઇ જાય તો ગંગા નાહ્યા. એની દવાઓ શરૂ કરી દઇશું. પાછી એને કોલેજની ટુરમાં જવાનું છે. એ દરમ્યાન એને કંઇ થાય નહીં તો સારું નવનીતરાય કહે "એ માની નથી રહી મેં ક્યું તું ના જઇશ ત્યાં એકલી. એને એકલી ક્યાંય મોકલતાં મારો જીવ જ નથી ચાલતો. નીરુબહેન કહે એ કોઇ રીતે માની નહી રહી. કંઇ નહી. જવા દો એને થોડાં દિવસતો સલવાલ છે એની બહેનપણીઓ સાથે રહેશે. મોકળાશ મળશે. એને સારુ લાગશે હજી દસ દીવસની વાર છે ત્યાં સુધી દવાનાં ડોઝ અને સારવાર પણ મળી ગઇ હશે. 15 દિવસ પછી ડો.ઇદ્રીશ સાથે સીટીંગ છે આમ ધીમે ધીમે સારું થઇ જશે. અને દસ દિવસ પછી ટુર પર જવાનો સમય આવી ગયો.
.......
નવનીત રાયે ડ્રાઇવરને ગાડી કાઢવા કહ્યું" નવનીતરાય તૈયાર થઇ કોઇ જોરદાર મુડમાં હોય એમ મોંમા સીગુર સળગાતા સળગાતા ગાડીમાં બેઠાં અને ડ્રાઇવરને કલ્બ લઇ જવા ઓર્ડર કાર્યો. કલ્બ પહોંચીને નવનીતરાય પૂરા રોબ સાથે નીચે ઉતર્યા ડ્રાઇવરે બારણું ખોલીને ઉતરયા પછી બંધ કર્યું.
નવનીતરાય ફોએર પસાર કરી પાશ્ચાત્ય ડેકોટરેશન વાળા મોટાં હોલમાં આવ્યા ત્યાં પરમારરૂમમાં બધાં કપલ્સ બેઠાં હતાં અહીં લાગે નહીં કે ગુજરાતના સુરતનાં કોઇ એરીયામાં બેઠાં છો કોઇ યુરોપિયન દેશમાં બેઠાં હોય એવો માહોલ હતો. માલેતુજરોની ભીડ હતી. બધા પોતપોતાની મસ્તીમાં હતા. આધુનીક અને અર્ધપૂર્ણ પોશાકોમાં સજ્જ સ્ત્રીઓ હસી હસીને વાતો કરતી હતી. માદક અને મસ્તીવાળું વાતાવરણ હતું અહી જાણે કોઇને કોઇની પડી નહોતી બધા એક એકથી ચઢીયાતાં હતાં.
નવનીતરાયે એક કોર્નરમાં પોતાની રુઆબદાર સીટ લીધી અને બેઠાં પોતાની સીગુર પી રહ્યાં હતાં એમણે બેરાને ઇશારો કર્યો એ સમજી ગયો હોય એમ હકારમાં ડોકુ નામાવી ગયો અને થોડીવારમાં એ નવનીતરાયની પસંદગી વાળી બ્રાન્ડ જ્હોનીવોકર લઇને આવી ગયો. એણે બે ક્લીન ગ્લાસમાં પેગ બનાવ્યા એક નવનીતરાયનો અને બીજો એમનાં ખાસ...
પ્રકરણ ચાર-સંપૂર્ણ
સરયુની બિમારી છે કે માનસિક અવસ્થા. એને શેની પીડા છે જે એને વારંવાર દુઃખી કરે છે એ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરે છે પરંતુ નિષ્ફળ જ જાય છે. ટુરમાં એને અવનવા અનુભવ થાય છે. પોતાનાં જીવન સાથે સંકળાયેલા પાત્રો જેવાકે નવનતીરાય, ડો.ઇદ્રીશ બધાં એના જીવન પરત્વે કોઇને કોઇ રીતે અસરકર્તા છે કેવી રીતે ? નવનીતરાય કલ્બમાં પહોંચ્યા હવે કોણ છે એમનું ખાસ.... વાંચો રસપ્રચૂર રહસ્યમચી નવલકથા પ્રકરણ પાંચ.... "