Ujadi Pritna Padchhaya Kada - 6 books and stories free download online pdf in Gujarati

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 6

પ્રકરણ - 6

ડો. ઇદ્રીશ પરવેઝ મોમીન એક વિખ્યાત મનોચિકિત્સક ડોકટર, મેડીકલ લાઇનમાં અને ગ્રુપમાં એનું નામ હતું. એનાં નામ સામે પ્રસિદ્ધિ અને પેસૌ એનાં કદમ ચૂમતાં. વ્યક્તિગત રીતે માણસ થોડો અભિમાની, ઇર્ષ્યાળું અને બદલાની ભાવના વાળો હતો. શહેરની રોટરી કલબમાં વર્ષોથી જોડાયેલો હતો. એના દ્વારા એ ઘણાં સામાજીક કામ પણ કરતો. જાત સમાજમાં એનું મોટુ નામ અને સન્માન થતું જોકે એ જાતિવાદમાં માનતો નહીં બધાંજ ધર્મો માટે માન ધરાવતો અને પ્રમાણે કામ કરતો.

રોટરી દ્વારા બ્લડ ડોનેશન, સર્વરોગ ચિકિત્સાનાં મફત કેમ્પો પણ કરાવતો બીજા ડોકટર મિત્રોને પણ એમાં સામેલ કરતો. પોતાનાં પેશન્ટને એ ખૂબ વફાદારીથી ચિકિત્સા કરતો. એકવાર એની પાસે કેસ આવે એ સોલ્વ કરીને જ ઝઁપતો. આમ એની બધીજ રીતે ઇજ્જત આબરું હતી. પરંતુ પોતાનાં નામ ઉપર કે ઇચ્છા વિરુદ્ધ થાય ત્યારે એ કાબૂમાં ના રહેતો. ભગવાને એને પણ કોઇ સંતાન નહોતું આપ્યું એની પત્નિ રઝીયા સંતાન ઝંખતી હતી પરંતુ રઝીયાની કુખ ક્યારેય ના ભરાઇ. ખૂબ દવાઓ કરી પણ નિરાશા જ સાંપડી. ડો.ઇદ્રીશ સંપૂર્ણ સ્વસ્થ હતા પરંતુ રઝીયાનાં ગર્ભાશયની નળીમાં ઇન્ફેશન અને વિકૃતિ હતી. પોતાનો પતિ ડોકટર અને સંબંધમાં નિષ્ણાત ડોકટરો હતા. પરંતુ ઓપરેશન કોઇ જ સફળ ના ગયાં. અંતે ઇશ્વરની ઇચ્છા સમજી સ્વીકારી લીધેલું.

ડો.ઇદ્રીશ પોતાનાં કલીનીકમાં પેશન્ટ તપાસીને પછી થોડીવાર વિશ્રામ કરવા બેઠા. તેઓ વિચારોનાં વમળમાં ખોવાયાં. એમણે આજે સરયુને તપાસ્યા પછી પોતાને આવું ખૂબસૂરત રૂપાળું સંતાન નથી એનો ખૂબ વસવસો થયો એમને નવનીતરાય સાથેની દોસ્તી અને દુશ્મની બધુ યાદ આવી ગયું આજે અને તેઓ ભૂતકાળનાં પ્રસંગોમાં સરી ગયાં....

રોટરીની કાર્યકારી કમીટીમાં અગ્રણી રીતે ભાગ લઇને બધાંજ પ્રોગ્રામો એરેન્જ કરતાં ત્યારે નવનીતરાય પણ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનનાં પ્રેસિડન્ટ હતાં અને રોટરીની મુખ્ય બ્રાન્ચમાં તેઓ સક્રીય હતાં. ઘણાં સમયે રોટરીનાં કાર્યક્રમો સાથે મળીને સરસ રીતે સફળ કર્યા છે. ડો.ઇદ્રિશ એમની મેડીકલ ટીમ સારવારમાં અને ખર્ચમાં નવનીતરાય ફંડ એક્ઠું કરી આપતાં આમ ઘણો સમય સાથે કામ કર્યું સારા મિત્ર બની ગયેલા ડો.ઇદ્રીશને બધાં કલબમાં ડો.પરવેઝ તરીકે જ ઓળખે અને ક્યારેક મીટીંગો અને કાર્યક્રમોમાં ભેગાં થઇ જતાં ઇદ્રીશ તરીકે પહેચાન જ નહોતી.

એકવાર નવનીતરાય પરવીનની સાથે રોટરીની મીટીંગમાં આવેલા અને ઓફીસથી સીધા અહીં આવેલા મિટિંગ પછી આગળનો કાર્યક્રમ હતો. ત્યારે ડો.પરવેઝનો ભેટો થઇ ગયેલો. ડો. પરવેઝ પરવીનને તરત જ ઓળખી ગયાં. અને નવનીતરાય સાથે જોઇને આશ્ચર્ય થયું. સાથે તો જોયાં પરંતુ એમને એવી રીતે સાથે જોયાં કે એ સહી નાજ શક્યા. ઇકબાલ જે પરવીનનો પતિ હતો એને પણ ઓળખતાં હતાં. એક જાતિ અને સમાજમાંથી ડો.ઇદ્રીશ પરવેઝ અને પરવીન આવતાં હતાં. હજી આશ્ચર્યતો વધુ એવું સહેવું પડ્યું કે પરવીન જાણે ડો.ઇદ્રીશ પરવેઝને ઓળખતી જ ના હોય એમ વર્તી અને નવનીતરાયની પ્રેમિકા હોય એમ વર્તવા માંડી. પરવેઝ તો આ સહીજ ના શક્યો. અંદરને અંદર એને પરવીન અને નવનીતરાય માટે ખૂબજ ગુસ્સો આવી રહેલો પણ મોં પર હાસ્ય રાખીને પોતાની લાગણી દબાવી દીધી.

થોડાં સમય બાદ રોટરી મુખ્ય શાખાની પ્રેસીડન્ટની ચુંટણી ડીકલેર થઇ એમાં સર્વાનુમતે શેઠ નવનીતરાયને જ ચુટીં લેવા એવું કમટીની મીટીંગમાં નક્કી જ હતું ચૂંટણી જ નહીં પણ પસંદગી કરવાનું નક્કી થયું હતું નવનીતરાય જે રીતે ક્લબ માટે ફંડ એકઠું કરી આપતાં એનાં સન્માનમાં કમીટીનાં બધા મેમ્બરોએ નવનીતરાયની પ્રેસીડન્ટ પદે વરણી કરી દેવાનું નક્કી કર્યું.

ડો.ઇદ્રીશને આ વાતની જાણ થઇ એ આખો ને આખો ઇર્ષ્યાથી સળગી ગયો. એણે ફરીથી કમીટીની મીટીંગ બોલાવી, ડો.ઇન્દ્રીશ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતો હતો. એ શહેરની મેડીકલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને ચેરમેન પદે હતો. નવનીતરાય પણ એ બધીજ સંસ્થાઓમાં સંકળાયેલા હતાં. ડો.ઇદ્રીશને આ મંજૂર નહોતું કે ચુંટણીની જગ્યાએ સીધી પસંદગી થાય એણે વિરોધ નોંધાવ્યો. એની પણ કલબને એટલીજ જરૂર હતી એટલે ના છૂટકે બધાએ માન્ય રાખી ચૂંટણી ડીકલેર કરવી પડી.

ઘણાં બધાં સભ્યોએ ડો.ઇદ્રીશને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે ચૂંટણી ટાળી શકાય પરંતુ તે એકનો બે ના જ થયો છેવટે ચૂંટણી ડીકલેર થઇ ગઇ. ડો.ઇદ્રીશ પોતાનાં તરફી વાતાવરણ બનાવવા ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો અને સાબિત કરવા માંગતો હતો કે મારા સિવાય પ્રેસિડન્ટ માટે કોઇ યોગ્ય નથી.

ક્લબ પ્રેસિડન્ટ ઇલેકશનમાં માંડ ચાર દિવસ બાકી રહ્યા છે. સર્વસંમતિથી નવનીતરાયને ચૂંટવાની બાજુમાં રહી અને સભ્યો વચ્ચે હૂંસાહૂસી ચાલુ થઇ ગઇ. ડો.ઇદ્રીશ કેન્વાસીંગ ચાલુ કરી દીધું. પોતાનાં સ્ટાફથી શરૂ કરી પોતાનાં ખાસ મિત્રોને એમાં જોતરી દીધાં. જાણે લોકસભાનું ઇલેકશન હોય એટલો ગરમાવો છવાઇ ગયો. પોતાનાં હસ્તાક્ષરમાં પત્રો લખીને બધાંજ મેમ્બરનાં ઘરે મોકલ્યા. આવનાર સમયમા લોક કલ્યાણ અને ક્લબમાં કઇ કઇ નવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે એનું લીસ્ટ બનાવીને મેમ્બરોને આકર્ષવાના તીકડમ કરવા લાગ્યાં. ખાસ અંગત લોકોને ફોન કરીને આગ્રહથી પોતાને ચૂંટવા માટે મનાવવા માંડ્યા. પોતનાં તરફથી ક્લબ પટાંગણમાં ખાસ પાર્ટીનું આયોજન કરી દીધું. નવનીતરાય નો ખાસ... વિચાર રહ્યો.

ડો. ઇદ્રીશે આ બધા કામ વચ્ચે ચોકાવનારું એક કામ કરી નાંખ્યું એકદિવસ એણે પરવીનને ફોન કરી બોલાવી પોતાનાં કલીનીક પર પરવીનને થોડું આશ્ચર્ય થયું. પણ એ ના ન પાડી શકી એ ઘરે જવાં જ નીકળી હતી અને ફોન આવેલો એણે સીધું પોતાનું એક્ટીવા એમનાં કલીનીક તરફ જ લઇ લીધું. ડો.ઇદ્રીશ પરવેઝ પરવીનની રાહજ જોઇ રહેલો. એણે પોતાનાં સીસીટીવી કેમેરા દ્વારા સ્ક્રીન પર જોયું. પરવીન સ્કુટર પાર્ક કરીને આવી રહી છે. ડો.ઇદ્રીશ સાવધાની પૂર્વક રાહ જોવા લાગ્યા. એમણે બધી વ્યવસ્થા બરાબર તપાસી લીધી.

"મે આઇ કમ ઇન?" મીઠાં રણકાર સાથે પરવીને પૂછ્યું. ડો.ઇદ્રીશ ખુરશીમાંથી ઉભા થઇને કહે "અરે આવ આવ પરવીન. તું બરાબર સમયસર આવી ગઇ. પરવીને કુત્રિમ હસતાં હસતાં ક્યું" તમારો કોલ આવ્યો એટલે તરત જ આવી ગઇ. ડો.ઇદ્રીશે પાણીનું પૂછ્યું. પરવીનને આવતાંજ ખ્યાલ આવી ગયો કલીનીકમાં ડો.ઇદ્રીશ સિવાય કોઇ નથી. એણે કહ્યું હાં સર બોલો શું કામ હતું. આમ અચાનક મને યાદ કરી ?

ડો.ઇદ્રીશ જાળ બિછાવવાની શરૂઆત કરતાં ક્યું "અરે પરવીન મને હમણાં જાણવાં મળ્યું છે ઇકબાલ સાથે તારો તલ્લાક થઇ ગયાં તું આપણી કોમની હોવા છતાં મને છેક હમણાં જાણ થઇ. સાચું છે ઇકલાબ સારો માણસ નહોતો તારાં જેવી હોંશીયાર અને દેખાવડી બીબી ક્યાં મળવાની હતી ? પણ એને કદર જ નહોતી.

પરવીને પૂછ્યું"સર ! તમે મને મારાં તલ્લાક થઇ ગયાં એનાં બાબતે જાણવા બોલાવી છે ? શું વાત છે ?

ડો. ઇદ્રીશે વિચાર્યુ હવે સીધી વાત પર જ આવવું પડશે. એમણે પરવીનની નજીક જતાં ક્યું. "પરવીન મને તારાં માટે ખૂબ હમદર્દી છે અને જોને ખુદાની આટલી ઇબાદત પછી પણ મારાં ઘરે એક બાળક નથી. હું ઘણાં દિવસોથી તને પેલા કાફર સાથે જોઉં છું અને ..... સર! એ મારા સર છે હું એમને ત્યાં વર્ષોથી નોકરી કરું છું. ડો.ઇદ્રીશે બાજી સંભાળતા ક્યું" અરે તું તો એમનાં માટે થઇને મારા પર નારાજ થઇ ગઈ .

હું સીધી જ વાત કરવામાં માનું છું. હું એવું ઇચ્છું છું કે તું મારી સાથે આવી જા હું તારી સાથે નિકાહ કરવા તૈયાર છું અહીં મારું કલીનીક સંભાળી લે બધુંજ એડમીસ્ટ્રેશન તને સોંપી દઉ તને મારી ખાસ બેગમ બનાવી તને રાખીશ અને ઝન્નતની સેર કરાવીશ. આમ કહી એને આગળ વધીને પરવીનનો હાથ પકડી લીધો પરવીન કંઇ વધારે સમજે અને પોતાની જાત સંભાળે તે પહેલાં ડો.ઇદ્રીશ એને ભીંસવા પ્રયત્ન કર્યો.

પરવીને જાત સંભાળી તરતજ ડો.ઇદ્રીશને જોરથી ધક્કો મારી દીધો. એક કોમનાં છીએ એટલે તને બધો અધિકાર મળી ગયો ? તારી હિંમત કેવી રીતે થઇ મને અડવાની હવે એ તું તા પર આવી ગઇ એકદમ ગુસ્સામાં ફરીથી રાડ પાડી" ખબરદાર કભી મુઝે છુંને કી કોશીશ કી તો મેં શેરની હું ફાડકે રખ દૂંગી ઓર વો મેરે સર હૈ ઉનકો પુરી કી પૂરી વફાદર હું કભી મેરા નામ ભી મત લેના.

પરવીનનાં જોરદાર ધક્કાથી ડો.ઇદ્રીશ સામેનાં મેજ સાથે અથડાઇને નીચે પડ્યો એવો જે કેમેરાની વ્યવસ્થા હતી જે રેકોર્ડ કરવા ગોઠવેલી એ ખોરવાઇ ગઇ. પરવીન ગુસ્સામાં લાલ થઇ ગઇ અને પગ પછાડતી ચેમ્બરનો દરવાજો જોરથી પછાડી બહાર નીકળી ગઇ.

ડો.ઇદ્રીશને થયું મારી ચાલ બરબાદ થઇ ગઇ. સાલી મારાં વશમાં ના થઇ ખબર નહી પેલાએ કેવી સાચવી છે. એનો જમણો હાથ બની બધાં ભાર ઉપાડી લીધો છે. ઠીક છે ફરીથી ક્યારેક મારાં હાથમાં આવી જશે ક્યાં જવાની છે ? ડો.ઇદ્રીશ બમણો ભુખ્યો થયો લોહી ચાખી ગયેલા વાઘ જેવો થઇને ઉભો થઇ સ્વસ્થ થઇ નવો પ્લાન વિચારવા લાગ્યો."

ઇલેકશનો પ્રચારને એક દિવસ બાકી હતો અને છેલ્લો પાસો ફેંક્યો અને સર્કલમાં બધે નવનીતરાયનો પરવીન સાથે નાજાયજ સંબંધ છે એ વાત બધે વહેતી કરી, આવા ચરીત્રહીન માણસને પ્રેસીડન્ટ બનવાનો અધિકાર નથી. વહેતી વહેતી વાત નવનીતરાય પરવીન અને એમનાં ઘર સુધી પહોચી. નીરુબહેન પહેલાં સાંભળીને ખૂબ અસ્વસ્થ થઇ ગયાં હકીકતમાં કોઇ નિર્ણય કરીને સીધાં રોટરીની ઓફીસે પહોચ્યાં.

આમ અચાનક નીરુબહેનને કલ્બ ઓફીસમાં આવેલ જોઇ પહેલાં તો બધાં સભ્યો સ્તબ્ધ થયા. નીરુબહેનને જોઇને નવનીતરાય એમની પાસે આવ્યા અને નીરુબહેને આવવાનું કારણ પૂછ્યું નીરુબહેને એમને શાનમાં શાંત રહેવા ક્હ્યું અને રુઆબદાર અવાજે બધાનું ધ્યાન ખેંચવા તાળી પાડીને એ સંબોધન કરવા લાગ્યા.

નીરુબેને એકદમ સ્વસ્થ અને પૂરા આત્મવિશ્વાસ સાથે ક્યું. ડો.ઇદ્રીશ ચૂંટણી જીવતવા માટે એકદમ છેલ્લા પાટલે બેસીને મારાં પતિને બદનામ કરવા પગ પછાડી રહ્યા છે. હું આજે બધાથી સામેં કહું છું મારા પતિમાં મને પૂરો વિશ્વાસ છે. પરવીન મારાં કુટુંબની એક સભ્ય છે મારી બહેન જેવી છે. એ મારાં પતિનાં કામમાં સાથ પુરાવે છે અને અમારાં કામમાં અને ધંધાની પ્રગતિમાં એનો સાથ મોટું કારણ છે. અને મેં સંપૂર્ણ પણે સ્વીકારેલું છે. એટલે બીજા લોકોએ આમાં કોઇ ભાગ ભજવવાની જરૂર નથી.

ડો.ઇદ્રીશ, નવનીતરાય પોતે અને પરવીન બધાંજ સાંભળી સ્તબ્ધ થઇ ગયાં અને નીરુબહેનની હિંમતને સન્માની રહ્યા પરવીન નીરુબહેન પાસે આવી એમનાં પગમાં પડી ગઇ. એની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. નીરુબહેન કહે રડવાની જરૂર નથી તું મારી સાથે ચાલ આવા સમાજમાં તારુ સ્થાન નથી.

નવનીતરાયને તો આજે બંન્ને હાથમાં લાડુ મળી ગ્યાં. એમને બાજી જીતી લીધી હતી. અને થોડો નિશ્ચિતતાનો અનુભવ કરવા લાગ્યાં. ડો.ઇદ્રીશનો કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિમાં મૂકાઇ ગયો. એ નીચું મોઢું કરીને સીધો કલ્બની બહાર નીકળી ગયો.

ઇલેક્શનનું પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું નવનીતરાય પ્રંચડ બહુમતીથી જીતી ગયા હતાં. ડો.ઇદ્રીશ નવનીતરાયને સામે થી મળવા ગયો અને પોતાની ભૂલ બદલ માફી માંગી અને દોસ્તીનો હાથ લંબાવ્યો નવનીતરાયે પણ ખેલદીલી પૂર્વક દરખાસ્ત માની લીધી અને સાથ સહકારથી સાથે કામ કરવા માટે વચન આપ્યું .

નવનીતરાય ઇલેકશન જીતી ગયા પરંતુ ઇદ્રીશના મનમાં વેરનાં બીજ રોપાઇ ગયાં. એનાં કોઇ ખેલ કામ ના કરી ગયા નો પરવીન હાથમાં આવી ના પ્રેસીડન્ટ શીપ.ઉપરથી પૈસા અને આબરૂ ખોયા નફામાં એણે મનમાં નિર્ધાર કર્યો હવે દોસ્તી જ રાખવી કોઇ રીતે નવનીતરાયને ખબર ના પડવા દેવી કે એનો પાકો શત્રુ છે. એણે ભેડીયાની ખાલમાં વાઘ થવાનો નિર્ધાર કર્યો.

"મહારાજ મારાં રૂમમાં આઇસક્યુબ આપી જાવ" નવનીતરાયે ઇન્ટરકોમથી મહારાજને કીચનમાં આદેશ આપ્યો અને સાથે કઈ મજાનું ફરસાણ લઇ આવજો. નીરુબહેન કીચનમાં જ હતાં એમણે મહારાજને ફોનમાં "હાજી શેઠ આપી દઉં" એવો જવાબ આપ્યો એટલે નીરુબહેને પૂછ્યું"શું વાત છે ? શેઠને શું જોઇએ છે ? નીરુબહેને ક્યું" તમે રહેવા દો હું કંઇક બનાવીને જાતે જ લઇ જઉં છું તમે રસોઇની બીજી તૈયારી કરો.

નીરુબહેને શીંગ લઇને સાંતળી પછી એમાં ચાટમસાલો નાંખી કાકડી-ડુંગળી, ટામેટાંને ઝીણાં સમારવા કીધા મહારાજને, મહારાજે આપ્યા એટલે શીંગમાં મેળવી મસાલો છાંટી. ક્યુબ બૉક્સમાં આઇસક્યુબ મૂકી પોતેજ નવનીતરાયનાં રૂમમાં ગયાં.

નવનીતરાયે નીરુબહેનને જોઇ આશ્ચર્યથી પૂછ્યું "અરે તમે કેમ ધક્કો ખાધો ? મહારાજને ક્હયું હતું ને ? નીરુબહેન કહે "મારે તમારી સાથે વાત કરવી હતી અને સાથે સાથે તમારું ભાવતું ડ્રીંક સાથે ખાવા લઇ આવી છું. એમ કહીને કાચની કાશ્મરી લાકડાની કાર્વિંગ ટીપોય પર મુક્યું નવનીતરાય શીંગ સલાડની માણીતી આઇટમ જોઈ ખુશ થયા.

નવનીતરાયે - નીરુબહેનને ક્યું "આજે તો પટરાણી કોઇ મારી ગમતી ખાસ વાનગી જાણે બનાવી લાવ્યા. નીરુબહેને હસ્તાં હસતાં સ્વસ્થ અવાજે કહ્યું" હાં ખાસ વાત કરવા આવી છું એટલે જ બનાવ લાવી તમારો મૂડ સરસ બની રહે. એમ કહીને બાજુનાં લીકર ડેસ્ક પરથી બોટલ અને પ્યાલી લાવીને આઇસ ક્યુબ પ્યાલીમાં પહેલાં નાંખી અને ઔનરોક જ્હોનીવોકર સ્કોચ વ્હીસ્કી નાંખીને ડ્રીંક બનાવી ને નવનીતરાયનાં હાથમાં આપ્યું.

નવનીતરાય હવે સાવધ થયા. સામેથી જ પૂછી લાધું."નીરુ શું વાત છે ? નીરુબહેન કહે" જ્યારથી આપણાં લગ્ન થયા ત્યાર્થી આજ સુધી મને તમારા માટે કોઇ જ ફરિયાદ નથી. તમે કાયમ પતિ તરીકે ખૂબ જ સરસ રીતે ફરજ બજાવી છે મને કાયમ ખુશ અને સુખી રાખી બધે મારાં પિયરમાં પણ ખૂબ મદદ કરી છે. મારાં ભાઇને ભણાવી ગણાવી પરદેશ મોકલવા સેટલ કરવામાં ખૂબ મદદ કરી છે. એક પિતા તરીકે આપણી દીકરી સરયુનું આપણાં કુટુબ ઘરનુ ખૂબ જ ધ્યાન રાખો છો.

ખાસ વાત એ કહેવાની છે.... અને નવનીતરાયે સીપ લીધી એ પુરી થવા રાહ જોઇને શીંગનોં બાઉલ આગળ ધર્યો. નવનીતરાયને કહ્યું બોલને શું કહેવાનું છે ? નીરુબહેનનો ચહેરો થોડો તંગ થયો પછી પાછાં હળવાં થતાં કહ્યું. કલબ ઇલેકશનમાં તમારાં વિજય માટે અભિનંદન અને હા. એ જીતમાં પરવીનનો ઘણો મોટો હાથ અને એની મહેનત હતી. પરવીન તમારાં ઓફીસ અને બીજાં કાર્યોમાં તમારો હાથ બની છે મને જાણ છે અને તમારી સફળતામાં એનો ફાળો ઓછો નથી માનું છું. પણ તમને ખાસ જાણ કરું કે તમારાં અંગત સંબંધો પણ મારાથી અજાણ નથી નવનીતરાયે કહ્યું ઇલેકશનમાં મારી જીત નિશ્ચિંત જ હતી. સાચુ કહ્યું તો સર્વસમંતિથી મને જ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટી લેવાની વાત હતી. એમાં પેલો ડોકટર આડો થયો અને ચૂંટણી કરવી પડી.

વધુમાં એણે મારી અને પરવીનની વાતો ચગાવી પરંતુ સાચા સમયે તેં આવીને બાજી સંભાળી લીધી એનો જશ તને જ જાય છે. બધાંજ મોમાં આંગળા નાંખી ગયા. બધાની જબાન તેં સાવ જ સીવી લીધી. નીરું તેં મને સાચા સમયે અણીનાં સમયે મોટી મદદ કરી છે. થેક્સ નીરુ ડાર્લીંગ.... એમ કહી નીરુબહેનનો ખભો થાબડ્યો....

નીરુબહેન કહે "એમાં મને શાબાશીની જરૂર નથી જ. જેમ તમે પતિ તરીકે ફરજ બજાવો છો એમ મેં અર્ધાંગિની તરીકે સાચા સમયે મારો રોલ ભજવ્યો છે અને બગડતી બાજી સુધારી લીધી છે.

પણ હા હું તમારાં જીવનની બીજી બાજુ છે જેમાં મારું સ્થાન નથી મને ખબર છે એમાં વચ્ચે નહીં આવું પરંતુ એકવાત નક્કી રાખજો કે મારી સર્યુનાં જીવન પર એની કોઇ ખોટી અસર કદી ના પડે એ સમયે હું સહી નહીં લઊં બાકી તમે ખૂબ સમજદાર છો. મને ખબર છે પરવીને તમને વશમાં કર્યા છે ભલે રૂપ નથી પરંતુ એની કાર્યક્ષમતા, કામની સૂઝ, ચપળતાં અને હોશિયારીથી બંધાયા છો. જેનાં માથે જેવું આવે એવાં તૈયાર થાય મારાં માથે તમે છો એટલે કંઇ કરવાનું જ ના આવ્યું હું ગૃહસ્થી અને ઘર સંભાળીને બેસી રહી. આ કામ પણ એટલું સરળ નથી જેમાં ઘર ગૃહસ્થી સંભાળવા સાથે પતિનાં બીજા સંબંધને સ્વીકારીને સંબંધ નીભાવવા પરંતુ તમને આનંદ સુખ મળે છે એટલે હું સ્વીકારીને સહભાગી થઇ છું.

નવનીતરાયે સાંભળતાં સાંભળતાં ડ્રીંક પુરુ કર્યું અને નીરુબેન ફરીથી બીજું ડ્રીંક બનાવી હાથમાં આપ્યું અને રૃપાળાં અને ઘાટીલાં ચહેરા પર ઊતરી આવેલાં ગુસ્સા અને અકળામણને દૂર કરતાં કહ્યું " તમે જે કરો છો એમાં તમારો આનંદ અને સુખ છે પરંતુ મારું સ્થાન અને મને મળેલુ સન્માન કોઇ ક્યારેય ખૂંચવી નહીં શકે. એમ કહીને રૂમની બહાર નીકળી ગયાં.

.........

નવનીતરાય આજે ઓફીસે વહેલાં પહોંચી ગયાં અને તરતજ પરવીનને ચેમ્બરમાં બોલાવી અને કહ્યું "બેબી તું પહેલાં સરયુને ફોન લગાવ એને ગયે 3 દિવસ ઉપર થઇ ગયાં. નીરુએ તો કાલે વાત કરી લીધી છે મારે બાકી છે. પરવીને કહ્યું " હાં હમણાં જ લગાવું. હું પણ વાત કરી લઇશ. " પરવીને ફોન લગાડીને નવનીતરાયને આપ્યો. નવનીતરાયે ફોન હાથમાં લઇ" રીંગ સાંભળ્યા કરી ક્યાંય સુધી ફોન ઉંપડ્યો નહીં કહ્યું થોડીવાર પછી કરીએ ઉંચકી નથી રહી ફોન.

નવનીતરાય કહે કાલે નીરુ મારી પાસે આવી હતી અને નીરુબહેન સાથે નો બધોજ સંવાદ પરવીનને કહી સંભળાવ્યો.

પરવીન કહે "મને આજ ખૂબ બીક લાગે. મેડમ ક્યારેક તમારી સાથે.... નવનીતરાયે અટકાવતાં કહ્યું " નોપ એવું કંઇ જ ક્યારેય નથી થવાનું તું નિશ્ચિંત રહે.

પરવીન કહે "સર મારે તમને એક વાત કહેવી છે. ઇલેકશનનાં બે દિવસ પહેલાં ડો.ઇદ્રીશે એમનાં કલીનીક પર મને કામ છે કહીને બોલાવેલી અને પછી જે કંઇ થયું હતું એ બધું જ સવિસ્તર કહી દીધું.

નવનીતરાયનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. એમણે કહ્યું " તું મને આજે કહે છે ? એ સુવ્વરને હું ગોળી મારી દેત. પરવીને કહ્યું" સર આપણાં માથે ઇલેકશન હતું અને એ અવસરે હું કેમ કરી તમને કહું ? તમે ડીસ્ટર્બ થાત. કંઇ ના કરવાનું કરી બેસત. એટલે જ નહોવું કીધું. સોરી મને માફ કરો. પણ મેં એમને બરાબર જવાબ આપ્યો છે. મને અડવાનું દૂર મને હવે કદી સામેથી જોશે નહીં એનો પરચો આપ્યો છે સર એક રીકવેસ્ટ છે તમે આ કંઇ બનાવ થયો છે એ ભૂલી જ જ્જો એ અમારી કોમમાં ખોટી વાતો કરી આપણને નુકશાન પહોંચાડે એવો ઝેરીલો છે. હું એનાંથી દસ ગાઉ દૂર જ રહીશ તમે નિશ્ચિંત રહેજો. નવનીતરાયનો ક્રોધ શાંત થયો અને એમનાં મોબાઇલ પર સરયુની રીંગ આવી.

નવનીતરાયે તરત ફોન ઉપાડી વાત ચાલુ કરી. "હલ્લો સુરુ બેટા કેમ છે કેમ તારો એકપણ ફોન નથી ? પ્રવાસમાં જઇને પપ્પાને સાવ ભૂલી ગઇ હું પણ અહીં થોડો વ્યસ્ત હતો દીકરા હું પણ વાત ના કરી શક્યો. સોરી બચ્ચા. મને તારી મંમીએ કહ્યું કે એણે તારી સાથે વાત કરી છે. કેમ છે ? કેવી છે ટુર? મજા આવે છે ને ? કોઇ તકલીફ નથીને ?

નવનીતરાય આગળ કઈ બોલે એ પહેલા સરયુ બોલી ના પપ્પા ખૂબ જ મજા આવે છે. કોઇ તકલીફ જ નથી હું મારા બધાં ફ્રેન્ડ્રસ સાથે મજા કરુ છું બધાં ઐતિહાસીક સ્થળો જોવાની અને બધાં સાથે ફરવાની ખૂબ જ મજા આવે છે. પ્રો.પીનાકીન અને નલીની મેમ ખૂબ જ ધ્યાન રાખી રહ્યાં છે. કોઇ ચિંતા ના કરશો.

પરવીને નવનીતરાયને ઇશારો કરી ફોન એને આપવા ઇશારો કર્યો. નવનીતરાયે કહ્યું "એક મીનીટ દીકરા લે પરવીન સાથે વાત કર. પરવીને ફોન હાથમાં લીધો" હાય સરયુ કેમ છે ? કેવી છે ટુર ? મજા આવે છે ને ખૂબ મજા કરજે અને સ્વસ્થ રહેજે. અને હા જયપુરથી મારા માટે કંઇક યાદગાર લઈને આવજે. સરયુ કહે" હાં સ્યોર આંટી તમે કેમ છો ? તમે તો સદાય પપ્પાનાં કામમાં જ બીઝી હોવ છો ? બાય ધ વે બાય આંટી હવે અમારે સાઇટસીંઇગ જોવાનો સમય થઇ ગયો છે. બાય કહી ફોન મૂક્યો.

........

ઉદેપુરથી જયપુર તરફ વોલ્વો દોડી રહી છે હવે જયપુર માંડ સો કિમી બાકી રહ્યું છે. રસ્તાની બંન્ને બાજુ વૃક્ષોની હારમાળા અને કુદરતી સૌંદર્યો જોઇને બધાને મજા આવી રહી છે. અબ્દુલે બધાને પેપર ડીશમાં નાસ્તો આપ્યો અને નરેશે બધાને પેપર કપમાં સોફ્ટ ડ્રીંકસ આપ્યું બધાંએ નાસ્તા અને ડ્રીંક્સને ન્યાય આપ્યો.

વોલ્વોનાં ટીવી સ્ક્રીન પર ઓપરેટરે જ્યપુરનાં જોવા લાયક સ્થળોની સીડી મૂકી. પહેલા જયપુર અને આજુબાજુનાં સ્થળોની ટૂંકી જાણકારી આપી પછી જયપુરનાં જુદા જુદાં જોવા લાયક સ્થળોની જાણકારી આવવા લાગી. જયપુરની તાપમાન - પવનની ઝડપ- શોપીંગ માટેનાં મોલ - બજારની માહિતી- ખાવાપીવાનું શું વખણાય ? મોટી રાજાશાહી ફાઇવ સ્ટાર હોટલથી માંડીને ખુમચા ખાઉ બજાર સુધીની માહિતી આવી રહી હતી.

હવે સ્ક્રીન પર જયપુરનાં મહેલોનું વર્ણન અને તેનાં વિવરણનાં ઓડીયો સાથે વિડિઓ આવી રહ્યો હતાં. એમાં તાજ રામબાગ પેલેસ જે હોટલ બની ગઇ છે. અમરકોર્ટ, હવા મહેલ, જંતરમંતર, જયમહેલ, જયગઢ ફોર્ટ, કનક વૃંદાવન ગાર્ડન, મન સાગર, ચંદ્રમહલ, જય નિવાસ ગાર્ડન, જલધારાં, બિરલા મંદિર, શીશમહેલ, અ અંતે નહારગઢ... બધા ત્યા આવી રસપૂર્વક જોઇ રહેલાં... અને સર્યું નહારગઢ જોતાં જ આંખો બંધ કરીને જોરથી મૂઠીઓ વાળીને બેસી ગઇ જાણે કંઇક.....

પ્રકરણ -6 સંપૂર્ણ.

નવનીતરાય અને ડો.ઇદ્રીશની દોસ્તી દુશ્મની ક્લબનું ઇલેકશન નવનીતરાયની જીત-નીરુબહેનનું નિવેદન- નવનીતરાય સાથેનો ખૂલાસો પરવીનનાં સંબંધ- સરયુની ટુર ઉદેયપુરથી જયપુર તરફ આગળ વધી રહી છે. નહારગઢ અને જયપુર સાથે સરયુની વેદના અને અગમ્ય અનુભવોનો શું સંબંધ છે વાંચો આગળનાં પ્રકરણ... વધુ આવતા અંક-6માં....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED