ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 3 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 3

પ્રક્રરણ-3

સરયુએ અવનીનાં મોં પર હાથ રાખી મૌન રહેવા ક્યું. એની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. એણે આસું લૂછયા અને પછી સ્વસ્થ થઇ. અને પછી અવનીને કહ્યું. તું બેસ મારે તને એક વાત કહેવી છે. અવની આર્શ્ય સાથે કૂતુહલ દબાવીને બેઠી અને સરયુની સામે જોવા લાગી. હવે એની ધીરજ ખૂટી રહી હતી એને જાણવાની એટલી તાલાવેલી હતી કે એ બોલી કહેને સરયુ શું વાત છે ? હવે મારાથી રહેવાતું નથી.

સરયુંએ ચેહરાને સાફ કર્યો. વાળની લટોને ચહેરા પરથી લઇને સરખી કરી સંપૂર્મ સ્વસ્થ થઇને અવની સામે જોઇને કહ્યું. અવી એક વાત કહું... જ્યારથી મારામાં સમજણ આવી ત્યારથી મને એવું લાગે કે મારા જીવનમાં કંઇક ખૂટે છે. પણ મને એની કોઇ સમજ નહોતી. હું કોલેજમાં આવી પ્રવેશ લીધો ત્યારે હું સંપૂર્ણ યુવાન થઇ ગઇ હતી. એટલે આ વાત લગભગ ત્રણ વર્ષની છે. અને આ ત્રણ વર્ષમાં હું જાણે ત્રણસો વર્ષ જીવી ગઇ છું. છતાં મને મારાં મનહૃદયમાં સૂકૂન નથી. જેમ જેમ સમય આગળ વધતો જાય છે મારી આ અંદરની પીડા વધતી જ જાય છે.

અવી, અહીં આવ્યા પછીતો જાણે પ્રચંડ પુર આવ્યું છે મારી આ અગમ્ય લાગણીઓમાં... મને ખબર જ નથી પડી રહી કે મને શું થઇ રહ્યું છે. હું વધુને વધુ એ મનોદશામાં કેદ થઇ રહી છું મને એવું લાગે છે. કુદરતી રીતે મારાં અંતરમનમાં કંઇ એવું અંદરને અંદર સળગી રહ્યું છે. એનો કયાસ કાઢવા સમજવા ખૂબજ પ્રયત્ન કરું છું પરંતુ સાવ નિષ્ફળ જ થઊં છું... મારાં કાબૂમાં કંઇ જ નથી મને એવું લાગે કોઇ એવી જગ્યા છે જેની સ્મૃતિ થતાં મારામાં આપોઆપ અંદરથી તોફાન ઉઠે છે મને કઇક એવી પીડા થાય છે કે... પછીએ સ્મૃતિનું ચિત્ર મારી નજર સામે આવે છે. મને કંઇક દેખાય છે. અને અલોપ થાય છે. અવી મને નથી સમજાતું કંઇજ .... સરયુ પાછી રડી ઉઠે છે.

અવની સરયુની બાજુમાં આવીને બેસી ગઇ. સરયુની પીઠ પર હાથ પ્રસારીને સાંત્વના આપી. સરયુને થોડીવાર એમજ રડવા દીધી પછી ઉભા થઇ પાણી આપ્યુ. પોતાનાં હાથે જ પીવરાવ્યું પછી સરયુને અવનીએ પૂછ્યું "સુરુ તારાં મંમી પપ્પાને ખબર છે ? તને આવુ થાય થાય છે ? સરયુએ થોડીવાર અવનીની સામે જોયા કર્યું પછી એણે ફક્ત હકારમાં માથું હલાવીને હા પાડી"

સરયુ થોડીવાર એમજ બેસી રહી પછી કહ્યું "ઠીક છે અવી. જે હોય એ આપણે આ ટુરની મજા નથી બગાડવી. હું ખૂબ કાબુ રાખીશ મારી આ લાગણીઓ પર આપણે ખૂબ મજા કરીશું ચાલ આપણે નાહીને ફ્રેશ થઇ જઇએ. પછી અવનીનો હાથ જરા સરખી રીતે પકડી કહ્યુ. "અવી તારા પર ખૂબ ભરોસો છે એટલે તને બધુજ કહુ છું તું કોઇને કંઇ કહીશ નહીં પ્લીઝ... નહીંતર મારી મુશ્કેલીઓ વધી જશે. અવનીએ કહ્યું. "વિશ્વાસ રાખ તારી વાત મારાં હૃદયમાં ધરબાઇ ગઇ હવે બહારના નીકળે.... અને બંન્ને સહેલી ન્હાવા ધોવા પરવારવા માટે પંરોવાઇ ગઇ."

.......

બધીજ સહેલીઓ તૈયાર થઇને ડાઇનીગ હોલમાં આવી ગઇ અવની અને સરયુ પણ આવી ગઇ. બધાની નજર સરયુ પર હતી પરંતુ સરયુ ખૂબજ આનંદીત દેખાતી હતી જાણે કશું જ બન્યું નથી. એતો બુફે ટેબલ પરથી એની ડીશમાં ઘણી વાનગીઓ લઇને અવની તથા બીજી બહેનપણો સાથે મજાક મસ્તી કરી રહી હતી જાણે કાલે રાત્રે કંઇ જ બન્યુ જ નથી. બધાને આ પણ આશ્ચર્ય લાગી રહ્યું છે. બધાં એકબીજા સાથે ગૂસપૂસ કરી રહ્યા હતાં પણ કંઇ નવું નથી મળી રહ્યું એટલે નિરાશ થયા પ્રો.પીનાકીન અને નલીની બંન્નેને હાંશ થઇ હતી કે ચાલો સરયુ ઠીક થઇ ગઇ. સાવરનો બ્રેકફાસ્ટ પરવારી બધાં આજે સહેલીઓતી બાડી જવા બસમાં ગોઠવાય.

સહેલીઓકી બાડી-ઉદેપુરનું એક એવું સ્થળ છે કે જ્યાં દરેક ટુરીસ્ટ મુલાકાત લેવાનું ચુકતો નથી. રજૂપુત રાજાઓ એમની રાણીઓ અને રાજકુવારીઓ માટે બનાવેલો અનોખો ઉદ્યાન. ત્યાં એટલાં બધાં રંગબેરંગી ફૂલો, ફુવારા, બગીચામાં ઉત્તમ જાતનાં વૃક્ષો. અંદર પ્રવેશ કરીને વાહ બોલાઇ જાય. એ વખતનાં સ્થપ્તિઓએ કેવું સરસ નિર્મઆમ કરેલું છે. એ વખતનાં વનસ્પતિવિદો અને બગીચાનું નિર્માણ કરનારાએ કેવું સરસ આયોજન કરેલ છે. અહીં કેટલી જાતનાં અલગ અલગ પાણીનાં કુંડ છે. એમાં કમળ અને પોરણાની જાતો વાવેલી છે ફુવારાનું નિર્માણ આશ્ચર્યમાં નાંખી દે છે. એ સમયમાં આવાં વીજળી નાં પંપ કે મોટરો ન હતાં છતાં એમની તકનીકી સૂઝ અને દુરદ્રષ્ટી કેટલી કે આ બધાં ફુવારાં કોઇ માનવ સર્જીત શક્તિ વિનાં ચાલતાં હતાં.

સરયુંએ પ્રો.પીનાકીન ત્થા સાથે આવેલા ગાઇડ છે બંધુ સમજાવી રહેલાં એ સમયની જહોજલાલીની વાળો રાજકુવરીઓનાં શોખ રાણીઓ બધાને આ આગવી જગ્યા બનાવી આપી. એમાં કોઇ બીજાને પ્રવેશ નહોતો. પૂછ્યું "આ ફુવારા કોઇ વીજળી વીના કેવી રીતે કાર્યરત હતા ? ગાઇડે કહ્યું" ત્યાં દૂર ઉપર મોટો ડુંગર છે ત્યાં વરસાદી પાણીનો મોટાં તળાવમાં સંગ્રહ થતો અને પછી ત્યાંથી આટલે સુધી તે વખતનાં સ્થાપિકો અને તકનીકી નિષ્ણાતોએ તાંબાનાં પાઇપો દ્વારા અહીં સુધી લાવીને બધું આયોજન કરેલું પહાડ ઉપરથી પાણી અહીં આવે એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા આ શક્ય બનતું અને બકનવીનો સિદ્ધાંત પરંતુ હવે પહાડ પર તળાવને સરોવરમાં એટલું પાણી નથી રહેતું ના એ પાણીની લાઇનો હવે સરખી રહી. થોડાંક જ ફુવારાં અત્યારે એ રીતે ચાલે છે બાકીનાં બંધ અને બિસ્માર છે. પાણીની અછત બહું હવે આવી સુંદરતામાં આડી આવે છે. એ સમય કંઇક અદભૂત હતો. સરયું શાંતિથી સાંભળી રહી હતી. એને મગ્ન થયેલી જોતાં અવનીએ હળવે થી એને હચમચાવી અને સરયુ પાછી સ્વસ્થ થઇ ગઇ.

.......

"બેબી તને શું થાય છે ? નીરુ બહેન સરયુને પૂછ્યું નીરુ બહેન અને નવનીતરાય લાડથી સરયુને બેબી કહીને સંબોધતા. આજે કોલેજમાં એડમીશન લીધા પછી પ્રથમ દિવસ હતો અને સરયુ ખૂબજ આનંદ-ઉત્સાહ અને ઉત્તેજના સાથે કોલેજ ગઇ હતી. પરંતુ એ પાછી આવી ત્યારે જાણે શરીરમાં શક્તિ જ નહોતી એ એવી કંઇક ગભરાયેલી હતી. આવીને તરતજ નીરુબહેનને વળગી પડેલી. નીરુબેનનાં પ્રશ્નનાં જવાબમાં એટલુ જ કહું મંમી મને આજે અકારણ કઇ ડર લાગી રહ્યો છે." નીરુબહેને સરયુને પોતાનાથી અળગી કરીને એની સામે જોતાં કહ્યું. "કેમ દીકરા શેનો ડર લાગે છે? આજે તો તારી કોલેજનો પહેલો દિવસ હતો. શું થયું ? કોલેજમાં કંઇ થયું ? કોઇએ તને પજવી છે ? કોઇ મશ્કરી કે કોઇ છેડછાડી શું થયું છે ? જે છે એ કહી દે તારાં પપ્પાને કહીને જે હશે એને જેલનાં સળીયા પાછળ નખાવી દેશે. ડર રાખ્યા વિના મને કહે."

સરયુએ કહ્યું "ના મંમી એવું કંઇ જ નથી. પાપાની કોલેજમાં એટલી કોઇની એવી હિંમત નથી. દીકરા પહેલા દિવસે આવનારા છોકરાઓ તને ઓળખતા ના હોય ના તારાં પપ્પાને એનો સમય જતાં ઓળખશે. "મંમી જે રીતે હું કોલેજ જઉં છું બધાને ખ્યાલ આવી જ જાય કે હું કોઇ ખાસ ફેમીલીમાંથી આવું છું. મને જોઇ બધાની ધૂસપુસ હું અનુભવું છું એટલે બધાને ખ્યાલ આવી જ જતો હશે. આજે સારી વાત એ થઇ છે કે મારે એક છોકરી સાથે ફ્રેન્ડશીપ થઇ છે એ બહુજ સારી છે મારી સાથે જ બેસે છે એનું નામ અવની છે. મંમી મને પહેલાંજ દિવસે જે ઇન્ટ્રોકશન ચાલી રહેલું ત્યારે ખબર નહીં કોઇ નામ સાંભળીને કંઇક થવા લાગ્યું અને ગભરામણ થવા લાગી. ડર લાગી રહેલો. નીરુબહેન એવું શું નામ હતું ? છોડને મંમી હવે મને સારું છે."

"સારુ દીકરા જા ફ્રેશ થઇ જા ચલ આજે તારો પહેલો દિવસ હતો મેં મહારાજ પાસે તારી ભાવતી વાનગીઓ બનાવરાવી છે જા.. નીરુબહેન મન મનાવ્યું એજ ભૂલતી હોય અને સ્વસ્થ રહેતી હોય ને મારી એનાં જખમ ખોતરી વધું હેરાન નથી કરવી કહીને એ કીચનમાં મહારાજને જમવાનું તૈયાર કરવાનું કહેવા જતાં રહ્યા.

.........

સાંજે નવનીતરાય જમીને શયનખંડમાં આરામ ખુરશી પર બેસી ટીવી પર ન્યુઝ જોઇ રહેલાં. વિશાડ શયનખંડમાં બેડ સિવાય બીજી ખાસ બેઠકવ્યવસ્થા હતી એમાં સામે વિશાડ ટીવી સ્ક્રીન હતો નવનીતરાય એમનાં કાર્ય સામ્રાજયમાંથી પરવારી જમીને સીધાં જ બેડરૂમમાં આવીને બેસતાં ત્યાં જ ન્યુઝ વિગેરે જોતાં અને રીલેક્ષ થતાં નીરુબહેને પાછળ પાછળ આવીને દરવાજો બંધ કર્યો આવતાં પહેલા સરયુ એનાં બેડરૂમમાં ગઇ છે એ ચકાસીને આવેલાં. આવીને નવનીતરાયને કહ્યું સાંભળો છો તમે ? નવનીતરાયે નીરુબહેન સામે પ્રશ્નસૂચક રીતે જોયું ઇશારામાં જ પૂછ્યું શું છે ? એમનું ધ્યાન આજનાં ન્યૂઝમાં હતું. નીરુબહેને આગળ વધીને રીર્મોટ લઇને ટીવીનો અવાજ મ્યુટ કર્યો ને પછી કહ્યું આજે બેબીનો કોલેજમાં પ્રથમ દિવસ હતો. અને નવનીતરાયનું ધ્યાન હવે સંપૂર્ણ નીરુબેહન તરફ હતું એ આગળ શું બોલેએ સાંભળવા ગંભીર થયા. નીરુબહેને આગળ ચલાવતા કહ્યું આજે પ્રથમ દિવસે ખૂબ આનંદ ઉત્સાહથી ગયેલી. પરંતુ. પાછી આવી ત્યારે.. નવનીતરાયથી ના રહેવાયું. એમણે પૂછ્યું. કહેને પાછી આવી ત્યારે શું ? નીરુબહેન કહે ખૂબ ડરેલી હતી અને આવીને મને વળગી ગઇ કહે મંમી મને ખૂબ ડર લાગે છે. નવનીતરાયે પૂછ્યું "કેમ ડર ? શું થયું છે એને કોલેજમાં ?"

કોઇએ એની મશ્કરી ? હેરાનગતી કે કંઇ છેડછાડ કરી છે ? નીરુબહેન કહે "મેં એજ પૂછ્યું પરંતુ કહે એવું કંઇ નથી પણ મને કોલેજમા ઇન્ટ્રોડક્શન કંઇક થઇ રહ્યું હતું કોઇ અગમ્ય ડર લાગી રહેલો. પણ પછીથી સ્વસ્થ થઇ ગઇ હતી પણ મને કંઇક ગંભીર લાગ્યું એટલે તમને વાત કરી. એતો આવ્યા પછી સ્વસ્થ થઇ ગયેલી.

નવનીતરાયે નીરુબેન સામે જોયું અને પછી કહ્યું. કંઇ નહી પ્રથમ દિવસે નવા વાતાવરણાં આવુ શું હશે. કંઇ ચિંતાના કરશો. સ્વસ્થ થઇ જાઓ. કહી પાછા ટીવી જોવામાં વ્યસ્ત થઇ ગયાં. નીરુબહેન પણ એમનાં આશ્વાસન પછી સાથે ટીવી જોવા લાગ્યા.

હેલ્લો અબ્દુલ તારો ફોન નથી આવ્યો પછી આ લોકો આજે ગયા પછી કંઇ થયું ? અરે સર ! આજે કંઇ એવું બન્યુ જ નથી કે તમને હું રીપોર્ટ કરું આજે તો બેબી ગાર્ડનમાં બધે ફરતી હતી એની પેલી ખાસ સહેલી છેને અવની એની સાથે વાતો અને મસ્તીમાં જ સમય પસાર કર્યો છે. પેલાં ગાઇડબાબુ બધું સમજાવતાં હતાં ત્યારે મને લાગે એને કંઇ થયુ પણ ના કંઇ નહોતું એકદમ સ્વસ્થ હતી. અરે સર સરસ જગ્યા હતી મને પણ ખૂબ મજા આવી. સામેથી કડક અવાજ આવ્યો. એવું નથીને કે તું તારાં જલસામાં હોય અને બેબી તરફ તારું ધ્યાન ના હોય ? ના ના સર ! મારું પ્રથમ ધ્યાન બેબી તરફ જ હોય છે હું તમારો ગુલામ છું. તમારે કારણે મને આવી કાયમી નોકરી મળી છે તમારો ક્યારેય ઉપકાર ના ભૂલી શકું. "ઓકે ઠીક છે ધ્યાન રાખતો રહેજે ખુદા હાફીસ- ખુદા હાફીસ સર કહીને અબ્દુલે ફોન કાપ્યો અને વિચારોમાં પડી ગયો."

........

અવની સરયુની સામે જ જોઇ રહી હતી. આજે સાઇટ સીઇગ જોઇને પાછાં આવ્યા બાદ સરયુ સ્વસ્થ હતી ના કોઇ ડર ઉચાત એનાં મુખ પર શાંતિ અને સ્વસ્થતા દેખાતાં હતાં અવનીને આનંદ થયો હાશ... આજનો દિવસ સારો ગયો છે સરયુને કાંઇ જ થયું નથી. બંન્ને સહેલીઓ આવી ન્હાઇ ધોઇ ફ્રેશ થઇને થોડીવાર બહાર રીસોર્ટનાં ગાર્ડનમાં લટાર મારવા નીકળી. અવનીએ કહ્યું "સુરુ આજનો દિવસ કેટલો સારો છે. તને નથી ડર લાગ્યો નથી મૂડ બગાડયો. ખૂબ સારુ લાગે છે. કાલે તો પાછા કોઇ નવી જગ્યાએ લઇ જવાનાં છે. નવું નવું જોવાની જાણવાની કેટલી મજા આવે છે. સરયુએ કહ્યું" હાં સાચી વાત છે આજે હું એકદમ ફ્રેશ છું. બસ હવે નજરના લગાડ.... ભગવાનને પ્રાર્થના કર મારાં દરેક દિવસ આવા શાંતિ અને નિશ્ચિંતતા વાળા જ જાય.

બંન્ને જણાં ગાર્ડનમાં લટાર મારીને ડાઇનીંગ રૂમમાં આવી બધાં સાથે ડીનર લેવા બેઠાં. બુફે ડીનર હતું એટલે પોતાની પ્લેટ લઇને સરયુ બુફે ટેબલ પરથી બધી વાનગો પોતાની ડીશમાં પીરસી રહી હતી. એમાં પ્રો.પીનાકીન પણ એમની ડીશ લઇને સરયુ પાસે આવી ગયાં. પ્રો.પીનાકીને પૂછ્યુ" અરે સરયુ બેટા કેમ છે ? આજે તને ઘણું સારું રહ્યું છે ચાલો હવે આવું જ રહેશે. દીકરા નિશ્ચિંત થઇને આવી ટુરની મજા લેજો. કોઇ પરેશાની હોય તો મને નિઃસંકોચ જણાવશે.

દૂર પોતાની ડીશ લઇને પ્રો.નલીની સરયુ અને પ્રો.પીનાકીન ને જોઇ રહેલાં. એમની ડીશ સાથે આવી બુફે ટેબલ પરથી પોતાની ડીશમાં વાનગીઓ મુકવાનાં બહાને એ લોકો શું વાતો કરે છે એ સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યાં. પણ કંઇ સંભળાઇ નહોતું રહ્યું. એ લોકો થોડાં આગળ હતાં વચ્ચે બીજા છોકરાઓ ડીશમાં વાનગીઓ લઇ રહ્યાં હતાં. એ ઘણો પ્રયત્ન કરવાં લાગ્યાં પરંતુ ના સંભળાયું તે ના જ સંભળાયું. એટલામાં અબ્દુલે ડીશ લીધી અને એ પણ આગળ જવા પ્રયત્ન કરવા લાગ્યો. જાણવાની ઉત્સુકતાએ અબ્દુલે ઉતાવળ કરી આગળ વધી જવાની લ્હાયમાં એનાથી જોરથી ધક્કો વાગ્યો બે છોકરાઓ આગળ ઉભેલા પ્રો.નલીનીને જોરથી વાગ્યો એ સંતુલન ગુમાવી બેઠાં અને હાથમાથી ડીશ છૂટીને નીચે પડી. ડીશ તૂટીને બધું જ વેરાયું બધાની નજર એ તરફ ગઇ. પ્રો.નલીની બધવાઇ ગયા ડીશ છુટવા સાથે એમને ખૂબ ગુસ્સો આવ્યો. એમણે ગુસ્સા ભરી દ્રષ્ટિએ પાછળ જોયું પાછળનાં બે છોકરાઓ જ્યાંથી ધક્કો આવ્યો એ તરફ જોવા લાગ્યા. બધાની નજરમાં અબ્દુલ આવ્યો.

પ્રો.નલીનીએ એકપળ ગુમાવ્યા વિના સીધું જ અબ્દુલ તરફ જોઇને ક્યું" અબ્દુલ આમ ધક્કો મારી આગળ આવવાનું શું કારણ છે ? બધાં જમીલે કે લાઇન પ્રમાણે આગળ નથી અવાતું ? ચાલ અહીં આ બધું સાફ કર. અબ્દુલ તો પ્રો.નલીનીની વિસ્ફારીત ગુસ્સાવાળી આંખોથી ડઘાયો. ડીશ તુટી બધું ઢોળાયું એ થોડો સંકોચાયો, ગભરાયો પછી શરમ સાથે નીચે જોઇ ગયો બોલ્યો "સોરી મેમ, મારો પગ જરા. લપસ્યો ભૂલ થઇ હું સાફ કરું છું. પ્રો.નલીની કહે" પણ બધામાં તને માથું મારવાની ટેવ છે. તારે શું ઉતાવળ હતી ? હજી બધો સ્ટાફ જમવાનો બાકી જ છે. હજી પ્રો.પીનાકીન અને વિદ્યાર્થીઓએ હમણાં જમવાનુ લીધુ છે. તારે ઉતાવળ હોય ખૂબ ભૂખ લાગી હોયતો તું જમીલે.

પ્રો.પીનાકીન અને બીજા છોકરાઓ સહીત-સરયુ અવની બધા આ દૃશ્ય જોઇ રહેલાં અને પ્રો.નલીનીનો ગુસ્સો માણી રહેલાં. પ્રો.પીનાકીન આગળ આવી બોલ્યા" શાંત થઇ જાઓ તમે.... અને અબ્દુલ તારાથી ધ્યાન નથી રહેતું ? નલીની મેમની વાત સાચી છે ઠીક છે ચલો સાફ કરાવો. પછી પ્રો.પીનાકીને નવી ડીશ લઇને બુફે ટેબલમાંથી બધી વાનગીઓ પીરસીને પ્રો.નલીનીને આપી. ત્યાં સુધીમાં પ્રો.નલીનીનો ગુસ્સો શાંત થયેલો."

અબ્દુલ ત્રાંસી આંખે પ્રો.નલીની સામે જોતો અંદર મનમાં કંઇને કંઇ બબડતો તૂટેલી ડીશના ટુકડા એકઠાં કરી અને સાફ કરવા લાગ્યો પછી બધુ ઉપાડી લઇ જતાં એવી નજરે જોતો ગયો કે જાણે હમણાં એ પ્રો.નલીનીને આખીને આખી ચાવીને ખાઇ જશે... પ્રો.નલીનીએ પણ એની -સામે એટલાંજ ગુસ્સાથી જોયું. સરયુ અને અવની બધુ દ્રશ્ય જોઇ રહેલાં. સરયુ અબ્દુલની નજર સામે જોઇ રહેલી એણે અવનીને ક્યું "જોયું અવી એ કેવીરીતે જોતો જોતો ગયો ? મારે પ્રિન્સીપલ સરને એની ફરિયાદ કરવી પડશે. અવની કહે" છોડને સુરુ ચાલ આપણે જમીને આપણાં રૂમમાં જ જતાં રહીએ. સરયું કોઇ વિચાર સાથે હકારમાં માથુ હલાવી અવની સાથે રૂમમાં જવા નીકળી ગઇ. અબ્દુલ એ બંન્નેને જતા જોઇ રહ્યો અને કરડી આંખે દાંત નીચે જીભ દબાવી કંઇક ગણગણી રહ્યો.

અવની અને સરયું બહારનાં વાતાવરણથી છૂટવાં રૂમમાં આવી ગયાં. આવીને તરત ગ્લાસ વીન્ડોલ બંધ કરીને એસી ચાલુ કર્યું. સરુને થોડી ઢીલી જોતાં અવનીએ ક્યું "કેમ સુરુ આમ ઢીલી દેખાય ? આમ આખો દિવસ મને નીગરાનીમાં કેમ રાખે ? અરે. મને કશું નથી થયું હું એકદમ ઓકે જ છું. આવું બધુ થાય બોલવાનું વિગેરે મને નથી ગમતું અને પેલાં અબ્દુલની આંખો જોયેલી ? કેવી બિહામણી હતી એવો મોટાં મોટાં એનો પીળા ડોળા કાઢેલાં નલીની મેમ તરફ હું ડરી ગયેલી મારે સરને કહેવું પડશે આ અબ્દુલને છૂટો કરી દો એ બધાને બીવરાવતો ફરે છે. અવની કહે" મેં માર્ક કર્યું છે કે અબ્દુલની હિંમત વધી રહી છે એ બધાને સામાં જવાબ આપે છે અને જાણે બધાની જાસુસી કરતો હોય એવું લાગે છે. એનામાં હિંમત જોઇને એવું લાગે એનાં પર કોઇનો હાથ છે અને હાથ હોઇ તો કોનો હોય ? શેના માટે ?

સરયુ કહે છોડ આવી બધી વાતો.. મને તો જાણે કોઇ રહસ્યની જાસુસી નવલકથાનાં પાત્ર જેવો આ અબ્દુલ લાગે છે. અવની કહે હસીને અરે તેં તો મારાં મનની વાત કીધી. સાચે જ કોઇ ટપોરી છાપ વીલન જેવો જ દેખાય. સરયુ કહે છોડ સૂતાં પહેલાં સારી સારી વાતો કર.... અવની કહે "અરે સુરુ તારાં સપનાનો રાજકુમાર કેવો હોય ? તું કેવો ઇચ્છે ? સરયુ કહેજો સારી સારી વાત કરવા કીધી. આટલી બધી સારી નહીં" એમ કહી બંન્ને સહેલીઓ ખડખડાટ હસી પડી. આખો રૂમ એમનાં હાસ્યનાં અવાજ થી ભરાઇ ગયો... અને બંન્ને જણાં વાતો કરતાં કરતાં સૂઇ ગયાં.....

નહીં...... નહીં.. ક મીનીટ મને સાંભળ પહેલાં.. આવું ના કર.. એય.. પ્લીઝ... સા..ના... ના.. એવું ના જ થાય.. હું શુ કરુ.. આમ બોલતી બોલતી અચાનક સરયુ ઉઠી ગઇ અને રડવા લાગી. એને ખબર નથી એ શું બોલી રહી છે. સફાળી ઉઠીને અવની સરયુપાસે આવી ગઇ. સરયુને ઢંઢોળીને પૂછવા લાગી સરયુ શું થયું. ? તું કોની સાથે વાત કરે છે ? એય સુરુ તને શું થાય છે ?

અવની સરયુની સામે જોઇ રહી. સરયુની આંખો બંધ હતી એ ખૂબ ગભરાયેલી હતી એની આંખમાથી આંસુ વહી રહેલાં. અવની ચિંતાથી બોલી ઉઠી એય સરયુ શું થયું કહેને કેમ રડે છે ? સરયુ હાથ લાંબા કરી બોલી એને રોક એને રોક.. અને પછી એકદમ શાંત થઇ ગઇ અવનીએ સરયુને એનાં ખોળામાં લઇ લીધી. જાણે કંઇ જ બન્યું ના હોય એમ સરયુ પાછી ઘસઘસાટ ઊંધી ગઇ. પરંતુ અવનીની નીંદર વેરાન બની. એણે થોડીવાર પછી સરયુને બેડ પર સરખી સુવડાવી અને ચાદર ઓઢાડી. થોડીવાર ઊંધતી સરયુને જોતી રહી. વિચારતી રહી.

અવનીએ એમનાં રૂમની કાચની બારી પર કોઇ પ્રકાશ રેલાતો જોયો જાણે કોઇ એમનાં રૂમમાં ટોર્ચ મારી જોવા પ્રયત્ન કરતું હોય એણે ગભરાઇને પડદાં બંધ કરી દીધા અને ઉચાત જીવે પોતાનાં બેડ પર આવી સૂવા માટે વ્યર્થ પ્રયત્ન કરવા લાગી.

પ્રકરણ -3 સમાપ્ત

સરયુ અને અવની કોલેજમાંથી બધા સાથે રાજસ્થાનથી ટુરમાં આવવા નીકળે છે. સરયુ ટુરમાં આવ્યા પછી કોઇ અગમ્ય અનુભવોમાં સપડાય છે. એને ક્યારેક ખૂબ ભય, પીડા કે ક્યારેક આનંદ થાય છે. સાથે આવેલાં પાત્રો પણ કોઇને કોઇ કારણે કોઇ શંકાસ્પદ વર્તન કરતાં જણાય છે. ટુર આગળ ચાલે છે. સરયુનાં જીવનમાં શું આવી રહ્યુ છે એને શેનાં અગમ્ય અનુભવ થાય છે ? શું રહસ્ય છે એની જીવનલીલામાં.. "ઉજળી પ્રીતનાં પડછાયા કાળા" માં વાંચો રસપ્રદ રહસ્યમય પ્રકરણ ચાર..