હ્યુમન ઓર્ગન સ્મગલીન Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હ્યુમન ઓર્ગન સ્મગલીન

હુ અમદાવાદ ને ખુબ જ નજીક થી ઓડખવા વાળો ઇન્સાન છુ, અમદાવાદ દિવસે દિવસે આગળ વધતુ અને ક્રાંઇમ રેટ પણ ખુબ જ તેજી થી આગળ વધતો હતો,

આજકાલ ક્રાંઇમ કરવો એ બહુજ મામુલી કિસ્સો બનતો જાય છે અને લોકો પણ કેટ કેટલા ક્રાઇમ ને યાદ રાખે;મે મારી પોલીસ ની સર્વીસ માં હજારો ગુનો ના પર્દાફાશ કર્યા છે અને મેડલ પણ કમાયા છે અને મેડલ ની સાથે સાથે પ્રમોશ પણ મડતુ રહ્યુ છે પણ આ બધા થી મને ખુશી નથી મડતી કેમ કે દિવસ રાત ક્રાઇમ કરવા વાડા પાછળ દોડવુ પડે છે અને પકડિ ને જેલ હવાલે કર્યા બાદ અદાલત જે ફેસલો સબુત અને ગવાહ પર આપે છે અને વકિલો બાજી હારી જતા હોય છે તો કોક જીતી જતા હોય છે;આજે જોવા જઇએ તો ગુજરાત માં લાખો ઉપર આંકડો પહોચેલો છે ક્રાઇમ નો અને પોલીસ શહેર થી લઇ ને તાલુકા સુધી ઓછી પડે એવડો ક્રાઇમ રેટ છે.

હુ એકલો પડુ એવડો આ રેટ છે;ખેર આજે હુ જે કેસ માં ઉલજેલો છુ એ કેસ છે હ્યુમન ઓર્ગન ની સ્મગલીન;

જી હા આજ કાલ હ્યુમન બોડિ નો રેટ ચાલે છે 10 કરોડ થી માંડિ ને 25 કરોડ.

અગર એક માણસ શારીરક રીતે સ્વથ્ત હોય જેમ કે વજન માં;હાઇટ માં;કોલેસ્ટ્રોલ નોરમલ હોય;બી.પી,

નોરમલ હોય;કિડની હેલ્થી હોય;આઇ ટેક હાઇ હોય મતલબ કે માણસ પુરી રીતે સ્વથ્ત હોય એવા માણસ નુ એક હોસ્પિટલ નો ડિન ડો. મેથ્યુ લીસ્ટ તૈયાર કરે અને એક એવો સાગરીક જેના માટે ગુનો કરવો એ રમત લાગે એ માણસ પાસે એ લીસ્ટ જાય અને એ માણસ એક પછી એક માણસ નુ એક્સિડેન્ટ કરાવે અને એનો જ એક માણસ એમ્બુલન્સ બોલાવે અને એ એમ્બુલન્સ દ્રારા એ હોસ્પિટલ માં એડ્મીટ કરે પરંતુ સમસ્યા એ છે કે ઓપરેશન થીએટર માં જ એ વ્યક્તિ ના અંગ બંધ થય જાય અને પોલીસ એટલે કે મારા પી.આઇ અથવા પી.એસ.આઇ ને એવુ કે આ વ્યક્તિ નુ બોડિ મંદ પડિ ગયુ છે અને અમે આને બચાવી તો લઇ પરંતુ આનુ એકેય ઓર્ગન કામ નહિ કરે અને લાખો રુપીયા વેસ્ટ થશે એના કરતા આના વર્કિન ઓર્ગન નુ દાન કરીએ અને જે જીવે એવા વ્યક્તિ અને જે દેશ માં કંઇક કરે એવા વ્યક્તિ ને આનુ ઓર્ગન આપવા થી દેશ નુ ભલુ થય શકે...

મારા પી.આઇ એસ.કે.દેસાઇ નો મારી પર ફોન આવ્યો કે સર ડો.વર્મા નુ આવુ કહેવુ છે એટલે મે દેસાઇ ને કિધુ કે પેઇસન્ટ ની હાલત કેવી છે;દેસાઇ એ મને કહ્યુ કે પેઇસન્ટ તો એક દમ મંદ છે અને એના એક પણ ઓર્ગન અત્યારે ચાલતા નથી,

ઓહ માય ગોડ અચ્છા તો દેસાઇ એક કામ કરો પેઇસન્ટ ની ડિટેઇલ કાઢો અને મને સવારે ઓફિસે આપજો અને હા બની શકે તો એક ફોટો મને વ્હોટ્સ અપ કરજો ને...

જી ગઢવી સાહેબ હમણા ફોટો વ્હોટ્સ અપ કરી આપુ તમને...

મારા પત્ની એક ડોક્ટર હતા એટલે મે એમની સલાહ લેવા નુ વીચાર્યુ કે આ તે કેવી રીતે પોસીબલ બને કે એક્સિડેન્ટ થી શરીર ના તમામ ઓર્ગન સ્ટોપ રહિ જાય..!!એટલા માં મારો દિકરો પ્રભાશ મારી પાસે આવ્યો અને બોલ્યો બાપુજી આજે સવારે કેવુ થયુ તમને ખબર છે...!!!

મે કિધું ના નથી ખબર તુ જ કેને શું થયુ.!!!

આજે મે સ્કુલ બસ માંથી જોયુ તો એક સ્પોરપીઓ એ એક લારી વાડા ને ઉડાડ્યો...!!!

મે કિધું કે લારી વાડો મરી ગયો હતો કે જીવતો હતો...!!!

પ્રભાશ બોલ્યો ના બાપુજી જીવતો હતો અને બોલતો પણ હતો,

અચ્છા તુ તારી સ્કુલ વાડા રસ્તા પર ની વાત કરશ કે કોઇ બીજી જગ્યા પર ની...!!!

જી બાપુજી હુ મારા સ્કુલ વાડા રસ્તા પરની જ વાત કરુ છુ...

તો તને એ માણસ નો ચહેરો યાદ છે,,,!!!!

હા બાપુજી બીલકુલ યાદ છે...

તો જો આ ફોટા ને ધ્યાન થી જો અને મને કહિ બતાવ કે આ માણસ એ જ લારી વાડો છે...!!!

હા બાપુજી 100% આ એજ બીચારો લારી વાડો છે જે આજે સવાર એનુ એક્સિડેન્ટ થયુ...

અચ્છા તુ મને એ કહે કે એની આજુ બાજુ હલચલ કેવી ક હતી મતલબ કે તને કાંઇ અજીબ લાગ્યુ હોય એવુ ખરુ...!!!

અમમમમમ એ તો મને યાદ નથી બાપુજી...!!!

અરે બેટા થીંક જસ્ટ લાઇક યોર ફાધર ક'મોનનન...

અરે હા બાપુજી યાદ આવ્યુ એક એવી ફાસ્ટ સર્વીસ જોઇ કે આ દુનીયા માં આટલુ ફાસ્ટ કોઇ નહિ હોય...

મતલબ તુ કહેવા શું માંગે છે બેટા પીલ્ઝ સાફ સાફ બોલ.

અરે બાપુજી કોઇ એમ્બુલેન્સ ને ફોન કરે એની પેલા જ મતલબ કે એક્સિડન્ટ થયાની બે જ મીનીટ માં એમ્બુલેન્સ પણ આવી ગય અને એ માણસ ને ઉપાડિ ને એમ્બુલેન્સ માં સુવડાવીયો...આખરે બીચારો બચી જશે નય બાપુજી...!!!!

અરે બેટા અત્યારે તો એની હાલત ખુબ જ ખરાબ છે...

કેમ બાપુજી એવુ બોલો છો એતો ભલો ચંગો હતો,

હા પણ અત્યારે એની હાલત ખરાબ છે;એના એક પણ ઓર્ગન કામ નથી કરતા;

પણ બાપુજી આવુ કેમ બની શકે કે હાથ અને પગ માં લાગવા થી એના ઓર્ગન મંદ રહિ જાય.

અરે બેટા એ જ તો નથી સમજાતૂ ને;હવે તારી માઁ આવે એટલે આપણને કંઇક આમા જાણવા મડે,

એટલા માં મારી પત્ની આવી;પ્રભાશ દોડિ ને એની માઁ ને ભેટી પડ્યો;અને ચારણીયાણી એ મને પુછ્યુ કે જમવા માં શું બનાવુ;કેમ કે આજે તો મને પણ કકળતી ભુખ લાગી છે;મે કિંધુ તમને ભાવે એ બનાવી નાખો ચાલશે;

ચારણીયાણી બાજુ માં આવીને બોલી;કેમ ચારણ ઉદાસ લાગો છો;ક્યાં ખોવાયેલા છો,

કંઇ નહિ એક કેસ સ્ટડિ કરૂ છુ પણ કોઇ તોડ લાગ આવતો નથ;

સારૂ ચારણ તમે એક કામ કરો ફ્રેશ થઇ જાવ અને જોવો કિર્તીદાન નો લાઇવ ડાયરો આવે છે એ જોવો ત્યાં હુ આ ઘણી જમવા નુ બનાવી આપુ,

મે કિધું થી ચાલો તો હુ ફ્રેશ થઇ લઉ,

આમ હુ ફ્રેશ થયો અને થોડિ વાર ટી.વી જોઇ ત્યાં જમવા માટે ની પ્રભાશ ની રાડ સંભળાની અને હુ જમવા માટે ગયો;

જમ્યા પછી પ્રભાશ એના બેબી બેડરુમ માં સુવા ગયો અને હુ અને મારી પત્ની અમારા રુમ માં ગયા અને મારી પત્ની બોલી બોલો ચારણ કયાં કેસ તમારી ગુંથી સુલજતી નથી...!!!!

કેસ તો તારા લાયક છે ચારણીયાણી કેમ કે મેડિકલ ને સંબંધીત કેસ છે;

હા ચારણ તમે મને ક્યો એટલે હુ તમને હાચુ ભણાઉ;

મે મારી પત્ની ને આખા કેસ ની ડિટેઇલ્સ આપી અને છેલ્લે હુ બોલ્યો કે બોલતો માણસ અચાનક મંદ થયા બાદ એનો બ્રેન વોશ કેમ થઇ શકે,

જોવો ચારણ એ વાત સિમ્પલ છે કે અગર કોઇ માણસ જે ઘાયલ હોય અને એને કાર્બન મોનોક્સાઇડ પાંચ મીનીટ માટે એના સ્વાસો સ્વાસ માં ભળી જાય તો એનામા બ્રેન વોશ ની સાથે સાથે એના ઓર્ગન પણ કામ કરતા બંધ થઇ શકે છે;

ઓહ આઇ સી...તો તમારો કેવાનો મતલબ એ છે કે એ હોસ્પિટલ ના ઓપરેશન થીએટર માં એને કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન બોટલ માર્ફતે આપીને એના અંગો ને મંદ કરે છે અને એ થયા બાદ એના વર્કિન ઓર્ગન ને સ્મગલીન કરે છે,

ના ના ચારણ એવુ ના બની શકે કેમ કે હોસ્પિટલો માં કાર્બન મોનોક્સાઇડ રાખવાની શખ્ત મનાય છે અને છતાય પણ તમને એવુ લાગતુ હોય તો મારી એક સહેલી છે એ હોસ્પિટલ માં તો હુ એની તપાસ કરાવી લઉ છુ કેમ કે જો તમારે તપાસ કરવા જાઉ હોય તો સ્ટેટ હેલ્થ મીનીસ્ટર ની ગ્રાન્ટ પરમીશન લેવી પડે અને તમે પરમીશન લેવાની ફોર્મલીટીસ્ કરો ત્યાં તો વાત એના કાન સુધી પહોચી જાય માટે આ કામ તમે સીક્રેટ્લી હેન્ડલ કરો અને હુ તમને ચોક્સ મદદ કરીશ.

વાહ ચારણયાણી વાહ તમે તો ચુટકિ માં મારો કેસ શોલ્વ કરી નાખ્યો;તમે કાલ જ તમારી સહેલી ને કહો અને બને તો વહેલુ થાય એટલી ઓછી જાન બચે બીચારા ગરીબો અને અનાથો ની.

કોઇ વાંધો નહિ ચારણ પણ હા આ રેકેટ બહુ ઉંડુ છે અને આમા નામી અનામી લોકો સામેલ હશે તો ખતરો પણ બોવ હશે માટે તમે હોંશીયારી થી કામ લેજો.

અરે ચારણયાણી મારી ફિકર ના કરો મને કાંઇ નો થાય કારણ કે મારી ઉપર માઁ ભગવતી ભેળીયાવાળી નો હાથ છે અને આમેય તે જ્યાંરે દેશ ના સવીધાન અને સ્વભીમાન ની વાત આવે ને ત્યાં આ ચારણ હંમેશા મોત નુ કફન સાથે રાખી ને દેશ ના દુશ્મનો હારે ભીડે છે.

હા ચારણ પણ જોખમ તો જોખમ જ કહેવાય પણ ચતુરાઇ થી તો દુનીયા જીતી શકાય આ તો માત્ર દેશ ના નખોડિયા છે.

હા ચારણીયાણી ચતુરાઇ તો ચારણ ની આજ ઇ સાબીત કરવાનો વખત છે અને ઇ દેશ ના નખોડિયા ઓને એનુ છઠ્ઠી નુ ધાવણ યાદ ના કરાવી દઉ તો હુ આઇ.પી.એસ દિપક ગઢવી નહિ.

મારી પત્ની એ સવારે ઉઠિ ને એની સહેલી ને બધી વાત કરી અને એની સહેલી પણ એના જેવી હતી અને એણે કિધું કે હુ પણ ધણા દિવસ થી એજ વીચાર કરુ છુ કે એક નોર્મલ એક્સિડેન્ટ કેસ ના પીડિત નુ ઓર્ગન આમ અચાનક સ્ટોપ કેવી રીતે થાય અને એનો બ્રેન પુરી રીતે વોશ કેમ થઇ જાય;તો મારી પત્નીએ એને કાર્બન મોનોક્સાઇડ વાળી વાત કરી અને એણે એ કાર્બન મોનોક્સાઇડ ની પાઇપો ગોતવાની ચાલુ કરી પણ એને જે જગ્યા પણ પાઇપો ઓક્સિજન ના સીલીન્ડરો રાખેલા છે ત્યાં એમાં એક પણ કાર્બન મોનોક્સાઇડ ના સીલીન્ડર મડ્યા નહિ અને એણે એક ચતુરાઇ વાડુ કામ એ કર્યુ કે એણે બધા ઓક્સિજન ના સીલીન્ડરો નુ ટેસ્ટ લીધુ પણ બધા સીલીન્ડરો માં માત્ર ઓક્સિજન જ હતુ અને એણે મારી પત્ની ને ફોન કરી ને બધી વાત કરી અને મારી પત્નીએ એ બધી વાત મને કરી અને તો મે મારી પત્ની ને એક સવાલ પુછ્યો કે આ કાર્બન મોનોક્સાઇડ ની અસર કેટલી વાર પછી થાય;મારી પત્ની બોલી કે કાર્બન મોનોક્સાઇડ આપણુ શરીર એક દમ સ્વથ્ત હોય અને રોગ પ્રતીકારક સક્તિ જ્યાં સુધી આ કાર્બન મોનોક્સાઇન ને રોકિ રાખે ત્યાં સુધી પણ મીનીમમ પંદર મીનીટ અને પંદર મીનીટ બાદ તમારા ઓર્ગન સ્ટોપ થય જાય અને બ્રેન પુરી તરહ થી વોશ થય જાય,પણ ચારણ એક વાત તમને કહિ દઉ કે હોસ્પિટલ ની અંદર કાર્બન મોનોક્સાઇડ તો કોઇ કાળે નો આપી સકાઇ પણ કદાચ બારોબાર થી અપાઇ જાતૂ હોય અને અંયા લાવ્યા પછી આવુ થવુ એ પોસિબલ છે,ચારણીયાણી તમારો મતલબ કે એમ્બુલેન્સ માં તો નથી ને...!!!

જી હા ચારણ એક કામ કરો એમ્બુલેન્સ ના દરેક ઓક્સિજન સીલીન્ડર તપાસો કદાચ તમને મડિ રહે, અથવા એક કામ કરો એ દરેક એમ્બુલેન્સ ના સીલીન્ડરો નુ હુ જાતે જ સેમ્પલ લઇ ને તમને રિપોર્ટ આપુ.

હા સારુ અને હા તારી એ સહેલી ના મને નંબર આપ મારે એક ઇમ્પોટેન્ટ વાત કરવી છે,

ઓકે ચારણ હુ એ નંબર તમને વ્હોટ્સ અપ કરૂ છુ,

મારી પત્ની એ મને જે નંબર આપ્યા એ નંબર પર મે કોલ કર્યો અને મે મારી પત્ની નુ નામ લીધુ અને વાત શરુ કરી,

જી ડો.મૈથ્યુ હાલ ફિલ્હાલ ક્યાં છે...???

જી એતો સિંકાગો જવા માટે નીકળ્યા છે..

જી તમે મારુ એક કામ કરશો...???

જી હા બોલો...

ડો.મૈથ્યુ ની ઓફિસ માં જાવ અને એમા હ્યુમન ઓર્ગેન ડોનેટ વીશે ની માફિતી એક પેન ડ્રાઇવ માં લેશો...!!!

ઓકે તમે કોલ ચાલુ રાખો હુ એમની ઓફિસ માં જાઉ છુ.

મારી પત્ની ની સહેલી ડો.મૈથ્યુ ના કેબીન માં ગઇ અને એમના કોમ્પ્યુટર માંથી હ્યુમન ઓર્ગન ડોનેટ ની ફાઇલ ખોલી જેમા છ ગોવર્મેન્ટ અને એમના ફેમીલી ની પરમીશન થી ઓર્ગન ડોનેટ ની ડિટેઇલ્સ નીકળી પણ એક બીજી ફાઇલ ખોલી જેમા એક્સો બાર વિધાઉટ પરમીશન ઓર્ગન ડોનેટ ની ફાઇલ નીકળી,ઓહ માય ગોડ એક્સો બાર નો જીવ તો ગયો સાથે સાથે ઓર્ગન ની સ્મગલીન ની કિંમત કરોડો ની સંખ્યા માં હતી,

એ બધી ફાઇલ ની કોપી પેસ્ટ મારી ને પેન ડ્રાઇવ માં લીધી અને આ બાજુ મારી પત્ની એ પી.એસ.આઇ દેસાઇ ની હેલ્પ થી આ હોસ્પિટલ ની એક એમ્બુલેન્સ નો બાટલો લઇ ને એનો ટેસ્ટ લીધો જે ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો મતલબ કે એ બાટલા માં ઓક્સિજન ના બદલે કાર્બન મોનોક્સાઇડ હતુ,અને એ બાટલા માં કંપની ઓથોરીટી નો સિંમ્બોલ હતો જેના માધ્યમ થી ખબર પડિ કે આ કાર્બન મોનોક્સાઇડ ની બોટલ આ હોસ્પિટલ ના ડિન ડો.મૈથ્યુ ના નામે હતુ;બધા સબુત ડો.મૈથ્યુ બાજુ જતા હતા એટલે હુ બધા એવિડેન્સ લઇને હેલ્થ મીનીસ્ટરી ઓફિસ ગયો જ્યાં હેલ્થ મીનીસ્ટર ને બધી વાત કરી અને એ એવિડેન્સ ના માધ્યમ થી અને અમારા ડિ.આઇ.જી વી.પી. એસ.કે.નારાયણે ડો.મૈથ્યુ નો એરેસ્ટ વોરંટ પેપર તૈયાર કર્યુ અને હોમ મીનીસ્ટર ની મદદ થી સિંકાગો ગયૈલા ડો.મૈથ્યુ ને ભારત પરત લાવા સિંકાગો પ્રસાશન ને આવેદન આપ્યુ,

અને માત્ર બે જ દિવસ ની અંદર સિંકાગો પ્રશાશને ડો.મૈથ્યુ ને ભારત લાવા માટે સિંકાગો પોલીસે ડો.મૈથ્યુ ને એરેસ્ટ કર્યા અને કોર્ટ માં મે ડો.મૈથ્યુ ને રિમાંડ લેવા અરજી કરી અને કોર્ટે મને ડો.મૈન્યુ ને ચાર દિવસ ની રિમાંડ ની મંજુરી આપી અને ઠો.મૈથ્યુ એ પણ બેલ માટે અરજી કરી હતી પણ આવડુ મોટુ સડયંત્ર રચવા અને ગરીબ અને અનાથ નો જીવ નો ભોગ ને જોતા બેલ ખારીઝ(નામંજુર) કરી.

મે ડો.મૈથ્યુ ને રિમાંડ પર લીધા અને આની પાછળ કોન કોન છે એની પુછતાછ હાથ ધરી અને ડો.મૈથ્યુ ના બયાન પર ટોટલ દસ આરોપી ને પકડિ પાડ્યા અને ચાર દિવસ ની રિમાંડ ખતમ થતા ડો.મૈથ્યુ ને કોર્ટ માં હાજર કર્યા અને કોર્ટે હ્યુમન ઓર્ગન ની સ્મગલીન અને એક્સો અઢાર માસુમ ગરીબ અને અનાથો નો આમ સડયંત્ર ની હત્યા ના જુર્મ માં દફા ત્રણ સો દસ તાજે રાતે હિન ફાંસી ની સજા આપી.

મીત્રો મારી કથાઓ ભલે કાલ્પનીક હોય પણ એ હકિક્ત થી જોડાયેલી હોય છે;આપણે ધણી વાર જોતા હતો અને સાંભળતા પણ હશો કે ચક્ષુ દાન એ મહા દાન,ધણા એવા દયાળુ માણસો હોય છે કે જે એના પોતાના હ્યુમન ઓર્ગન નુ દાન કરતા હોય છે,એના આખરી સમય માં પરંતુ એ જ્યાંરે દાન કરીને ર્મુત્યુ પામે છે અથવા ર્મુત્યુ પછી એ દાન કરે છે પરંતુ એને ક્યાં ખબર છે એના ડોનેટ કરેલા ઓર્ગન વીદેશો માં સ્મગલીન થાય છે,માટે પરિવાર માં કોઇ એવા વ્યક્તિ હોવા જોઇ જે ઓર્ગન દાતા છે એનુ ઓર્ગન ખરી જગ્યા પર દાન થાય.

માનવ દેહ ખુબ જ કિંમતી છે;માનવ ઓર્ગન ડોનેટ કરો ત્યારે તમારા સગા સંબંધી ને એની જાણ હોવી ખુબ જ જરુરી છે અને બીજુ એ કે હ્યુમન ઓર્ગન જ્યાંરે ડોનેટ થતુ હોય ત્યારે એ સ્મગલીન છે હકિક્ત માં ડોનેટ કરાયેલુ છે એની જાણ હોવી જોઇએ,

હુ કોઇ હ્યુમન ઓર્ગન ડોનેટ ના ખીલાફ નથી પણ એ સાવચેતી ભર્યુ પગલુ ભરો એ માટે તમને આગાહ કરુ છુ,

એક ઓર્ગન દાન કરવા થી જો માણસ માત્ર નુ સારુ થતુ હોય તો એના વીષેશ શું હોય પણ એ ઓર્ગન શબ્જી ની વહેચાય એ તો કાનુન અપરાધ કહેવાય.

તમારી સમજારી તમારી ભલાઇ માટે હોય છે......

સમાપ્ત....