લવ ની ભવાઈ -1 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ -1

એ ભૂત સાંભળે છે.....
હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....

આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???

ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...
પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...
સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...

બેટા.... નીલ .....ઉઠ હવે...
આ જો સુરજ દાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....

અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...

બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર ..ચાલ ઉઠ અને નાહી લે ...તારા માટે મસ્ત થેપલા બનાવ્યા છે...

વાહ માં.....તું પણ ખરેખર ગજબ છે હો....તારી તો વાત જ ના થાય......

એ બસ હવે ઉઠ ને ....નીલ.....

હા માં....... 

( સોમવારે સવારે ) સારૂ માં હવે જાવ છુ..પાછો ક્યારે આવું એ નક્કી નહીં..ટ્રાય કરીશ જલ્દી આવવાની..

હા.નીલ....પાછો જલ્દી આવજે...અને હા ધ્યાન રાખજે,કામ ઓછું કરજે , આરામ કરજે, અને હા સરખું જમી લેજે...

હા.....માં ..મારી એટલી ચિંતા ના કર....તારા લાડલા ને કાઈ નહીં થાય...

નીલ તેના કામના સ્થળે પહોંચી ગયો ને બસ પોતાની સાચી નીતિ થી અને ધ્યાન પૂર્વક કામ કરવા લાગ્યો...બસ આમને આમ બે થી ત્રણ કલાક જતી રહી....એને એવા માં જ એનું ધ્યાન ઓફિસ તરફ જાય છે...નીલ ને એક છોકરી નો અવાજ સંભળાય છે એને એ ઑફિસ તરફ જાય છે, ત્યાં એક કેસરી કલરનો ડ્રેસ પહેરી ને એક છોકરી બેઠી છે..નીલ ના સર તેને કાઈક પૂછી રહ્યા છે..અને એ છોકરી ધ્યાન પૂર્વક સાંભળી ને એના જવાબ આપે છે...એક નશા થી ભરેલી આંખ, ખિલખિલાટ હસતો ચેહરો, એમનું એ હાસ્ય, અને ખાસ તો એની એ વાતો...બસ નીલ તો તેને જોઈજ રહ્યો અને બસ પાછો પોતાના કામે લાગી ગયો..ત્યાં તો થોડી વાર પેછી એ છોકરી નીલ ના ઑફિસ માંથી પસાર થાય છે અને એ નીલ ની અને એ છોકરી ની આંખ એક સેકન્ડ માટે ભેગી થાય છે એને એ છોકરી જતી રહે છે...
આમ જ દિવસો જતા રહ્યા અને નીલ તેનું કામ કરતો રહ્યો..થોડા દિવસ પછી સવારે નીલ ઓફિસે જાય છે દરરોજ ની જેમ પોતાના કામ માં લાગી જાય છે..પછી એ બહાર નીકળે છે ત્યાં તો નીલ ની સામે પેલી એ જ છોકરી એની સામે જોવા મળે છે અને નીલ ની નજર બસ એજ છોકરી ઉપર રહે છે થોડી વાર પછી એ બધાની સામે આવીને પોતાના વિશે જણાવે છે....
hello , Good Morning All..
how Are You all....મારુ નામ અવની છે...તમને બધા ને જોઈ ને ખૂબ આનંદ થયો ....

વાહ .......શુ મસ્ત નામ છે...નીલ મન માં ને મન માં હસે છે અને ખુશ થાય છે..પછી બસ નીલ પોતાના કામ તરફ લાગી જાય છે અને કામ કરવા માં મશગુલ થઈ જાય છે..હવે એ છોકરી એટલે કે અવની....તો એની સામે જ હતી..પણ નીલે એના જોડે કાઈ વાત ના કરી..અને આજે નહી છેલ્લા 13-15 દિવસ વાત ન કરી અને તેમના તરફ નજર પણ ના કરી.
આમ જ દિવસો પસાર થતા રહ્યા ...અને એક વાર નીલ એ સવાર સવાર માં અવની ને good morning કીધું...
Hi...Avni Mem.....Good Morning...
Very Good Morning Neel Sir...How Are You.?
I m Alwyas Good And Happy.....Ok see U Later...
બસ આવી વાતો થી નીલ અને અવની ની વાતો ની શરૂઆત થઇ..બંને લોકો વધારે કશું બોલતા નહીં પણ એક બીજાની સામે જોતા અને હા ખાસ તો અવની ની એ સ્ટાઇલ ....
જ્યારે નીલ સામુ જોવે ત્યારે અવની પોતાની જીભ બાર કાઢે અને નીલ ને ચિડાવે... આમ તો નીલ બોવ ગુસ્સા વાળો છોકરો ..વાત વાત માં ગુસ્સે થઇ જાય , હા પણ જો વાત સાચી હોય તો જ ગુસ્સે થાય બાકી તો નીલ તો એમની મોજ માં જ હોય..અને બસ બધા ની સાથે મસ્તી કરે અને બીજા ને ખુશ કરે .....પણ ખબર નહી...અવની એની સામે આવુ બધું કરતી છતાં પણ નીલ ગુસ્સા ને બદલે એની સામે નખરા કરતો અને ખીજવતો... અને આમ જ ધીરે ધીરે બોલવાની શરૂઆત થઈ અને સાથે મસ્તીની પણ........દરરોજ અવની નીલ ની સામે આવે એટલે પેલા તો જીભ કાઢે...
Oye....અવની તને ખબર તું જીભ કાઢે ત્યારે કેવી લાગે...
ના સર ....કહો ને....
પેલી સિરિયલ આવે ને નાગીન ...એ કેવી જીભ કાઢે છે એવી લાગે છે અને મારું માનવું તો એવું છે કે નાગીન માં તો તારે જ રેહવું જોઈએ..શો મસ્ત ચાલશે....
આ સાંભળી તો અવની એ તો એવું ફેસ કર્યું જાણે લાગે કે હમણાં નીલ ને મારશે..
એ સર સાવ આવું ન કરો હો.......
ઓકે ઓકે....શાંત માતે શાંત....હવે કામ કરો જાવ...બસ આમ જ દિવસો જતા રહે છે અને બંને પોતાના કામ માં વ્યસ્ત અને સાથે મોજ મસ્તી કરતા રહે છે....
એક દિવસ નીલ અને અવની પોત પોતાના કામ ની અંદર વ્યસ્ત હતા આમ તો બધા જ કર્મચારી વ્યસ્ત હતા...ધીરે ધીરે અમુક કર્મચારી ઘરે જવા માટે નીકળે છે અને અમુક કર્મચારી ત્યાંજ હોય છે....
Hi નીલ સર ...અવની બોલી..
hi અવની...બોલ બોલ શુ કામ છે...કાઈ થયું....???
ના...સર ...કાઈ જ નહી થયું.....બસ એમ જ ...ફ્રી હતી તો બસ વિચાર્યુ કે તમને હેરાન કરું....
ઓહ એવું છે...નીલ એ કીધું....
સર ..શુ ચાલે છે આજકાલ લાઈફ માં....અવની બોલી..
બસ જોને અવની કામ કરીએ...ઘરે જઈએ. ..મોજ મઝા કરિયે...અને આમનમ જીવન ચાલ્યા કરે.....
હા..સર એ પણ છે....જીવન માં કેટલી ભાગદોડ છે નઇ સર....!
હા એ છે.......( નીલ ને તરત જ એક વિચાર આવ્યો કે હું અવની પાસે થી એના મોબાઈલ નંબર લઈ લવ તો....)
અવની મારે તારી પાસે થી એક વસ્તુ જોઈ એ છે શું તું આપીશ....
હા બોલ ને નીલ.......ઓહ સોરી.......
નીલ સર.......
No Problem અવની......તું શું મને તારો મોબાઈલ નંબર આપીશ.....???? 
અરે....સર કેમ નઇ.......અવની નંબર આપે છે અને બંને જણા એક બીજા ની સામે જુએ છે...અને થોડીક વાર માટે બંને ની નજર એક થઈ જાય છે....અને બંને એક બીજા સામે એક પ્રેમ અને લાગણી થી ભરેલી સ્માઈલ કરે છે...અને અહીં થી જ બંને ના મન માં એક નવા સબંધ ની શરૂઆત થાય છે......

....................................ક્રમશ...................................