Murderer's Murder - 25 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 25

વિશેષ સોસાયટીની બહાર ચાલ્યો ગયો છે તેની ખાતરી થયા પછી હત્યાની યોજનાને કેવી રીતે અંજામ અપાયો તે વિશે દુર્ગાચરણ કહેવા લાગ્યો, “અજયભાઈ કે બંગલે સે નિકલકર હમ સીધા બંગલો નંબર 50 પર પહુંચે ઔર આરવી મૅડમ જો જો બતાયે થે સબ યાદ કર લિયે. સાઇકિલ કો સ્ટેન્ડ પર ખડા કર હમને દસ્તાને પહને ઔર જૂતા ઉતારકર દરવાજે કે પાસ ગયે. હમને ધક્કા દિયા તો દરવાજા ખુલા પાયા. બડે રૂમ કા નાઇટ લૅમ્પ ચાલુ થા, ઉસકી રોશની મેં હમ સીધા સીડી ચઢ ગયે.

ઉપર જાકર કે હમ એક રૂમ કા દરવાજા દેખે, પર ઉસ પર કોઈ સ્ટીકર નહીં થા. આરવી મૅડમ બોલી થી કિ વહ અંધેરે મેં ચમકને વાલા રેડિયમ કા દિલ ચિપકા કે રખી હોંગી. હમ દૂસરી ઓર ગયે તો ઉધર આમને સામને દો દરવાજે મિલે : એક બંધ થા ઔર દૂસરા આધા ખુલા. બંધ દરવાજે કે ઉપર રેડિયમ કા દિલ ચિપકા હુઆ થા. હમને દરવાજે કો ધીરે સે ધક્કા મારા, વહ ખુલ ગયા.

અંદર ઘોર અંધેરા થા, સિર્ફ ઉતના હી દિખ રહા થા કિ બહુત બડી ખટિયા પર કોઈ લેટા હુઆ હૈ. હમ નજદીક ગયે તો પતા ચલા કિ વહ ઔરત હૈ. ગહરે અંધેરે કી વજહ સે ઉસકા ચેહરા નહીં દિખ રહા થા. વહ કૌન હોગી યહ જાનને કી હમકો ઉત્સુકતા હુઈ, પર લાઇટ કરને સે વહ જાગ જાયેગી ઐસા ડર લગા. વૈસે ભી હમકો પૈસો સે મતલબ થા, જલ્દી સે કામ નિપટા કર ભાગ જાને મેં હી ભલાઈ થી.

ઇસલિયે હમને દાહિને જેબ સે રૂમાલ નિકાલા ઔર બાંયે સે ક્લૉરોફોર્મ કા બોતલ... ઢક્કન ખોલકર ઉપર રૂમાલ ઢંક દિયા ઔર બોતલ ઉલ્ટા કર પૂરા રૂમાલ ભિગો દિયા. હમ પૂરા સાવધાની રખે થે કિ એક ભી બૂંદ ફર્શ પર ન ગિરે. ફિર હમ ઢક્કન લગાયે ઔર બોતલ વાપિસ અપના જેબ મેં ડાલ દિયા. અભી હમરા ધડકન તેજ હો ગયા થા. બાંયે હાથ મેં રૂમાલ પકડકર હમને કમીજ કા જેબ સે પેટી પૈક બ્લેડ નિકાલા, ખોલા ઔર આગે બઢે.

ઔરત જાગ જાયે તો ઉસકો આવાજ કરને કા મૌકા ન મિલે ઐસા પોઝિશન લેકર કે હમ આગે બઢે. લેકિન લેડીજ ગહરી નીંદ મેં થી. હમ પૂરા હિંમત જુટાયે, આંખે બંધ કર કે ગહરી સાઁસ લી ઔર ખટિયા સે બહાર નિકલે હુએ ઔરત કે હાથ પર બ્લેડ માર દિયા.

બ્લેડ મારને કે બાદ એક-દો મિનટ તક હમ ઐસે હી ખડે રહે, ઔરત કી નીંદ ખુલ જાયે ઔર ચીખના ચાહે તો ઉસકા મુંહ બંધ કર શકે ઇસલિયે. પર, બોડી પડા રહા. હમકો લગા કિ આરવી મૅડમને નીંદ કી ગોલી વાલા કોલ્ડ ડ્રિંક પીલાને કા અપના કામ બખૂબી કિયા હૈ. ફિર વહ બ્લેડ, સોઈ હુઈ ઔરત કી દૂસરી હથેલી કી ઓર ફેંકકર હમ રૂમ સે બાહર નિકલે.

જાતે બખત હમ કો રેડિયમ કા દિલ સાથ લેકર કે જાના થા ઔર રાસ્તે મેં કહીં ફેંક દેના થા તો હમ દિલ ઉખાડને કી કોશિશ કિયે. ક્યૂંકિ, દસ્તાને કી વજહ સે વહ નિકલ નહીં પાયા, હમને એક હાથ કા દસ્તાના નિકાલા, દિલ કો ઉખાડા ઔર દાસ્તાના વાપિસ પહન લિયા. ફિર હમ નીચે આયે, ઘર સે બાહર નીકલે, બંગલે કા દરવાજા ખિંચા, જૈસા થા વૈસા બંધ કિયા, જૂતા પહના, સાઇકિલ પર વિરાજે ઔર નિકલ લિયે.

વહાં સે હમ સીધા અપની કૅબિન પર ગયે. ઉધર રજિસ્ટર મેં વિશેષભાઈ કા જાને કા સમય સવા બારા લિખકર શૌચાલય મેં ગયે ઔર બાકી બચા શરાબ પી ગયે. ફિર પૂરી રાત બહુત બેચૈની મેં બીતી લેકિન સુબહ તક કોઈ શોર શરાબા નહીં હુઆ તો ડર થોડા કમ હુઆ. બાદ મેં, નેપાલી કે આતે હી ઉસકો રજિસ્ટર સોંપકર હમ નિકલ ગયે. રેડિયમ કા દિલ હમનેં ઉસી વક્ત રાસ્તે મેં ફેંક દિયા થા.”

“તારા નીકળ્યા પછી બંગલોનો દરવાજો કોણ બંધ કરવાનું હતું ? હત્યા આરવીની થઈ હતી એટલે તે તો બંધ કરી જ ન શકે !” ઝાલાએ પૂછ્યું.

“યહ તો પતા નહીં. આરવી મૅડમ બોલી થી કિ દેર રાત કો દરવાજા બંધ હો જાયેગા.”

આંટી ઉકેલતા નવી આંટી પડી હોય તેમ ઝાલા મૂંઝાયા. “તને મળેલા દોઢ લાખ રૂપિયા ક્યાં છે ?” તેમણે પૂછ્યું.

“ઘર કે છજ્જે મેં છિપાકર રક્ખે હૈ.”

“આરવી પાસે આ પૈસા ક્યાંથી આવ્યા હશે ? એક કામ કરો, કૉન્સ્ટેબલને દુર્ગાચરણના ઘરે મોકલી પૈસાનો કબજો લઈ લો અને બાબુને પણ ઉઠાવી લાવજો.” ઝાલાએ ડાભીને કહ્યું.

****

દુર્ગાચરણના ઘરેથી પૈસાની જપ્તી કરવામાં આવી હતી. ‘દુર્ગાચરણ ખોટું તો નથી બોલતો ને’ તે જાણવા તેને બરાબરનો ખોખરો કરવામાં આવ્યો હતો, પણ તેના જવાબ બદલાયા ન હતા. એક ઘરના ગમે તેટલા નળ ખોલીએ તો ય દરેક નળમાંથી છતમાં રહેલી એ જ ટાંકીનું પાણી બહાર આવે તેમ, ફેરવી ફેરવીને પ્રશ્નો પૂછવા છતાં દુર્ગાચરણના મોઢેથી એકસરખા જવાબો નીકળ્યા હતા. બાબુને કસ્ટડીમાં લઈ તેની ય ધોલાઈ કરવામાં આવી, પણ તે બીજું કંઈ જાણતો ન હતો. ઝાલાની ઇચ્છા તો દુર્ગાચરણે વાપરેલી ક્લૉરોફોર્મની બોટલ મેળવવાની ય હતી, પરંતુ દુર્ગાચરણે તેને વાત્રક નદી પાસે ખડકાયેલા કચરાના વિશાળ ઢગલામાં ફેંકી દીધી હતી.

****

ગુનેગારો માટે આ દુનિયા ‘ડેડ સી’(મૃત દરિયો) જેવી છે ; તેમના કરતૂતો સપાટી પર આવ્યા વગર રહેતા નથી. આરવીને બ્લેડ મારનાર ગુનેગાર આખરે પકડાઈ ગયો હતો અને તેના એકરાર પછી પોલીસ માટે ઘણાં મુદ્દા સ્પષ્ટ થઈ ગયા હતા, જેવા કે...

- સોસાયટીના કે બહારના કોઈ માણસની પ્રિન્ટ્સ ઘરમાં ઘૂસી આવેલા લંગડા માણસની પ્રિન્ટ્સ સાથે મેચ ન્હોતી થઈ કારણ કે તે માણસ દુર્ગાચરણ હતો.

- લેબ્રાડોર બલર બંગલોની બહાર આરસીસી રોડ પર અટકી ગયો હતો કારણ કે દુર્ગાચરણ સાઇકલ લઈને બલર બંગલે ગયો હતો. જો સવારે ડ્યૂટી પર નેપાલીના બદલે દુર્ગાચરણ હોત તો લેબ્રાડોર તેને પકડી શક્યો હોત.

- આરવીના બેડરૂમના દરવાજાના નૉબ પર કે બ્લેડ પર કોઈના આંગળીઓના નિશાન મળ્યા ન્હોતા કારણ કે દુર્ગાચરણે હાથમોજા પહેર્યા હતા. જોકે, દરવાજા બહાર લાગેલું રેડિયમનું દિલ ઉખેળવા તેણે હાથમોજું કાઢ્યું હોવાથી, ત્યાંથી તેની ફિંગરપ્રિન્ટ્સ મળી હતી.

- તેજપ્રતાપે દુર્ગાચરણને ‘મહાકાલ જ્યોતિષ’નું કાર્ડ આપ્યું ત્યારે તેણે તેને પેન્ટના જમણા ખિસ્સામાં મૂકી દીધું હતું. હત્યાની યોજના અમલમાં મૂકતી વખતે દુર્ગાચરણે રૂમાલ બહાર કાઢ્યો અને તેની સાથે કાર્ડ પણ નીકળી આવ્યું જે સરકીને ટેબલ નીચે ચાલ્યું ગયું હતું.

- સીસીટીવી કૅમેરા અને સોસાયટી રજિસ્ટરમાં વિશેષના પાછા જવાનો સમય અલગ અલગ હતો કારણ કે વિશેષ સોસાયટીની બહાર નીકળ્યો ત્યારે દુર્ગાચરણ ટૉઇલેટમાં બેસી દારૂ પી રહ્યો હતો. વિશેષ ચાલ્યો ગયો છે એવી તેને ખબર સુધ્ધાં ન હતી. માટે, તેણે અટકળ કરીને રજિસ્ટરમાં ખોટો સમય લખ્યો હતો.

પોલીસનું ધ્યાન ખેંચવા એક જ ભૂલ કાફી હોય છે, જયારે દુર્ગાચરણે જાણતા-અજાણતા ત્રણ ભૂલો કરી હતી. આ ત્રણ ભૂલથી રચાયેલા ટ્રાયેંગલમાં દુર્ગાચરણ એવો ફસાયો હતો કે છટકવા માટેનું કોઈ બારું હવે બચ્યું ન હતું.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED