મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 24 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 24

વિચારોમાં ખોવાઈ ગયેલા દુર્ગાચરણના નેણ જોરથી ખેંચાયા, તે ચિત્કાર કરી ઊઠ્યો.

“તને યોજના વિશે જણાવવાનું કહ્યું ને ! મને એકનો એક પ્રશ્ન બીજી વાર પૂછવાની આદત નથી.” ડાભીએ નેણના વાળ છોડ્યા વગર કહ્યું.

“બતાતે હૈ” દુર્ગાચરણે હાથ જોડ્યા. “આરવી મૅડમ સબ ગિનતી કિયે થે. ઉન્હોંને હમેં સમઝાતે હુએ કહા થા, “રાત કી ચૌકી તુમ કરતે હો તો દેર રાત સોસાયટી કે ગેટ પર તુમ હી હોંગે. ઠીક એક બજકર પચીસ મિનટ કો સાઇકિલ લેકર કે બંગલો નંબર 50 પર ચલે આના. યાદ રહે, ચલ કર નહીં આના હૈ, ડૉગ સ્કવૉડ આયે તો તુમ્હેં પકડ ન પાયે ઇસલિયે સાવધાની બરતની હૈ.

ફિર બંગલે મેં એન્ટર હોને સે પહેલે તુમ અપને જૂતે નિકાલ દેના જિસસે ચલતે સમય આવાજ ન હો. ઔર હા, દસ્તાને પહન લેના. વૈસે તો યહ મૌત ખુદકુશી હી માની જાયેગી લેકિન તુમ્હારે ફિંગરપ્રિન્ટ્સ કહીં પર ભી નહીં મિલને ચાહીએ. મૈં ઘર કા દરવાજા ખુલા રખુંગી, પરિવાર કે સબ લોગ સો ગયે હોંગે ઔર ડ્રૉઇંગ-રૂમમેં નાઇટ લૅમ્પ જલ રહા હોગા. ઉસકી હલકી રોશની મેં તુમ સીડી ચડ જાના.

દૂસરી મંજિલ પર ડ્રૉઇંગ-રૂમ કે અલાવા ઔર ચાર કમરે હૈ, ઉસમેં સે એક કમરે કે દરવાજે પર સ્ટીકર લગા હોગા. અંધેરે મેં ચમકને વાલા રેડિયમ કા દિલ મૈંને પહેલે સે ચીપકા કે રખા હોગા. ઉસ દરવાજે કો ખોલકર તુમ્હેં અંદર જાના હૈ. કમરે કી સારી બત્તિયાં મૈને બુઝા દી હોગી તો અંદર ગહરા અંધેરા હોગા. ઉસ અંધેરે મેં સો રહે ઇન્સાન કી કલાઈ કાટની હૈ.” “પર હમ બ્લેડ મારેંગે તો વહ જાગ નહી જાએગા કા ?” હમને પૂછા. તો આરવી મૅડમને બતાયા કિ ઉન્હોંને ઉસે પહલે સે હી નીંદ કી ગોલી વાલા કોલ્ડ ડ્રિંક પિલા દિયા હોગા. હાલાંકિ ફિર ભી મુજે ક્લૉરોફોર્મ વાલા રૂમાલ સાથ રખના થા ; અગર ઉસ વ્યક્તિ પર ગોલી કી અસર ન હુઈ હો તો મુજે રૂમાલ કા ઇસ્તેમાલ કરના થા. આરવી મૅડમ કે મુતાબિક ઔર ભી કુછ બાતેં થી જિનકા હમેં ખયાલ રખના થા. જૈસે કિ બ્લેડ કો રૂમ કે અંદર જાને કે બાદ ખોલના થા જિસસે ઉસ પર હમરી ઉંગલિયોં કે નિશાન ન આને પાયે. સો રહી વ્યક્તિ કે એક હાથ કી નસ કાટકર બ્લેડ ઉસકી દૂસરી હથેલી કે પાસ રખ દેની થી જિસસે હત્યા ખુદકુશી લગે. ઔર આખિરમેં, કામ નિપટાને કે બાદ વાપિસ જાતે સમય દરવાજે પર લગે રેડિયમ કે દિલ કો સાથ લેકર કે જાના થા.”

“તો આરવીએ યોજના ઘડતી વખતે બધા પાસાનો વિચાર કર્યો હતો. લોકોના દિમાગમાં નરી નેગેટિવિટી જ ભરી છે ; ટીવીમાં આવતા ક્રાઇમ શો લોકોને સતર્ક રહેવાનું શીખવે છે, પણ લોકો ક્રાઇમનું પ્લાનિંગ કરતા શીખે છે.” ડાભીએ કહ્યું.

“એટલે તો શહીદ જવાનને સલામી આપતા વીડિયો કરતા પૉર્ન સ્ટારના અશ્લીલ ડાન્સ વધુ વાયરલ થાય છે.” ઝાલાએ જવાબ આપ્યો અને ઉમેર્યું, “પણ આટલું બધું કરવાની શી જરૂર હતી ? આરવી પોતે તે વ્યક્તિને બ્લેડ ન મારી શકત ?”

“હમ ભી ઉનસે યહી સવાલ પૂછે થે લેકિન ઉન્હોંને બતાયા થા કિ જિસ ઇન્સાન કો હમેં બ્લેડ મારની થી વહ ઉનકે બહુત કરીબ થા. વહ બોલી થી, “મૈં ઉસકો અપને હાથો સે નહીં માર સકૂંગી.” હમ પૂછે થે, “કૌન હૈ વહ વ્યક્તિ ?” તો બોલી, “દૂસરે દિન તુમકો પતા ચલ હી જાયેગા કિ તુમને કિસ કો બ્લેડ મારી થી.””

તે દિવસની ઊડતી મુલાકાત પછી, દિવાળીની રજાઓ દરમિયાન વડોદરા આવેલી આરવી, ભાઈબીજના દિવસે ફરી ગોત્રી પહોંચી હતી. દુર્ગાચરણની પત્ની બહાર ગઈ હોવાથી યોજનાનો અંતિમ ઘાટ દુર્ગાચરણના ઘરે જ ઘડાયો હતો. તે દિવસે કાવતરાની તારીખ નક્કી થઈ હતી અને આરવીએ દુર્ગાચરણને દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

ક્લૉરોફોર્મની બોટલની વ્યવસ્થા દુર્ગાચરણે જાતે કરવાની હતી. તેમાં તેણે પૂજનપાર્ક રૉ-હાઉસમાં રહેતા, મેડિકલ સ્ટૉરમાં નોકરી કરતા બાબુ નામના છોકરાની મદદ લીધી હતી. આ કામ કરવાના દુર્ગાચરણે તેને હજાર રૂપિયા આપ્યા હતા. બાબુએ તે પૈસા માટે માલિકની જાણ બહાર ક્લૉરોફોર્મની બોટલ તફડાવી હતી. તેણે દુર્ગાચરણને પૂછ્યું હતું કે તેને તેનું શું કરવું છે, પરંતુ દુર્ગાચરણે તેને કામથી કામ રાખવાની સલાહ આપી હતી.

આરવીની યોજના ધાંસુ હતી, પોલીસને કોઈ પણ જાતની કડી ન મળે એ માટે તેણે નાનામાં નાની વાત ધ્યાનમાં લીધી હતી. ત્યાં લગી કે આજ દિન સુધી આરવી અને દુર્ગાચરણ વચ્ચે એક પણ વાર ટેલિફૉનિક વાતચીત થઈ ન્હોતી. દુર્ગાચરણે કોની હત્યા કરવાની છે એ રહસ્ય પણ છેક સુધી અકબંધ રહ્યું હતું. છતાં, કુદરતની યોજના માણસની યોજનાને ઊંધી પાડી દેવાની હોય ત્યારે ગમે તેવી ધાંસુ યોજના નિષ્ફળ થઈ જતી હોય છે.

હત્યાની રાત્રે શું થયું એ પૂછતાં દુર્ગાચરણ કહેવા લાગ્યો, “ઉસ દિન હમ અપના યુનિફાર્મ પહન કે નિકલે ઔર તેજપ્રતાપ હમરે સાથ ચલ દિયા, ઉસકો વાસણા કે પાસ મેં કુછ કામ હોવત રહા. ઉસી દિન સાજિશ કો અંજામ દેના થા તો હમ થોડા નર્વસા ગયે થે, તનાવ કે કારણ પસીના બહુત આ રહા થા. હમરા ધ્યાન તેજપ્રતાપ કી બાતો મેં નાહી થા. અચાનક તેજપ્રતાપ ને હમસે પૂછા, “કૌનો ચિંતા હૈ કા ?” હમ જૂઠ બોલે. બોલે, “થોડે દિનોં સે કાફી ગભરાટ રહેતા હૈ, તબિયત ભી થોડા નરમ ગરમ રહેતા હૈ.” હમરા બાત સુનકર તેજપ્રતાપ ને અપની જેબ સે કારડવા નિકાલા ઔર બોલા, “મહાકાલ જ્યોતિષ કા કારડ હૈ, ચલે જઇયો. દેસાઈ સા’બ સબ ઠીક કર દેંગે.” હમ બહસ નહી કિયે ઔર કારડવા અપને પેન્ટ કે દાહિને જેબ મેં ડાલ દિયા, બાંયે મેં તો ક્લૉરોફોર્મ કા બોતલ રખે થે. આગે ચલકર તેજપ્રતાપ અપની મંજિલ કી ઓર ગયા ઔર હમ ડ્યૂટી પર...”

દુર્ગાચરણ અટક્યો અને ક્યારનો ‘નિસ્તેજ-નિર્માલ્ય’ થઈને બેસી રહેલો ‘તેજ-પ્રતાપ’ બોલ્યો, “હા સા’બ, નરસોં શામ કો દુર્ગાચરણ કુછ જ્યાદા હી ઉલઝન મેં થા તો મૈંને ઉસકો મહાકાલ જ્યોતિષ કા કારડ દિયા થા.”

‘નરસોં એટલે પરમદિવસના આગલા દિવસે. આજે થઈ 27મી તારીખ, કાલે હતી 26, પરમદિવસે 25 અને તેની આગળના દિવસે 24. 25મીની સવારે અમને આરવીની લાશ મળી એટલે 24મીની રાત્રે તેનું ખૂન થઈ ગયું હતું અને એ જ દિવસે એટલે કે 24મીની સાંજે તેજપ્રતાપે દુર્ગાચરણને કાર્ડ આપ્યું હતું.’ ઝાલાએ ગણતરી કરી.

“પછી ?” ડાભીએ દુર્ગાચરણને પૂછ્યું.

“હમ નેપાલી સે ઓવર લેકર કે અપના કૅબિન મેં બૈઠે. વૈસે દીપાવલી કી છુટ્ટિયાં થી તો જ્યાદાતર લોગ આઉટ ઑફ ટાઉન થે, યાતાયાત ભી કમ થા. ધીરે ધીરે સબ સુમસામ હોને લગા થા. તભી રાત કો સવા ગ્યારહ બજે વિશેષભાઈ આયે, હમ અજયભાઈ કો ફોન કિયે ઔર ઉનકો અંદર જાને દિયા.

ફિર સમય બીતને લગા ઔર હમરા ચૈન તિતર બિતર હોને લગા, એક અજીબ સા ડર હમકો ખાને લગા. હમકો લગા કિ નશા કરને સે થોડા સુકૂન મિલેગા. આરવી મૅડમ મના કિયે થે, બોલે થે, “ઉસ દિન તુમ બિલકુલ નશા નહી કરોગે.” લેકિન હમ કો ઉસી વક્ત નશા કરને કા ખાસ જરૂરત થા. હમ પૂરા તૈયારી કર કે આયે થે, એક શરાબ કા બોતલ ઔર ગાંજાવાલા સિગારેટ સાથ લેકર કે આયે થે. કરિબન સાડે ગ્યારહ સે પહલે હમ ચૌકીદાર કા શૌચાલય મેં ઘુસે, હલકા હુએ ઔર શરાબ કા દો ઘૂંટ લગા લિયે. ફિર, સવા બારહ કો હમ દુબારા શૌચાલય મેં ગયે ઔર ગાંજાવાલા સિગારેટ પિયે. ઉસકે બાદ જૈસા હરરોજ કરતે હૈ, સાડે બારહ કો સોસાયટી કા મેઇન ગેટ બંધ કર દિયા.

સમય બીત રહા થા, ઠીક એક બજકર બાઈસ મિનટ હુઆ લેકિન વિશેષભાઈ અબ તક બાહર નહીં નિકલે થે. આખિર, હમ અપની સાઇકિલ પર વિરાજે ઔર અજયભાઈ કે ઘર પહુંચે. વહાં વિશેષભાઈ કા પેશન પ્લસ નહીં થા. મામલા સાફ થા કિ હમ શૌચાલયમેં બેઠકર દારૂ યા ગાંજા પી રહે થે તભી વહ ચલે ગયે થે. હમને જ્યાદા વક્ત ગાંજા પીને મેં લગાયા થા ઔર વહ હમને સવા બારહ કો પિયા થા તો રજિસ્ટરમેં વિશેષભાઈ કા જાને કા સમય વહી લિખને કા તય કિયા.”

ક્રમશ :